________________
૧૩૮
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૩ જેથી નિમિત્તોને પામીને કષાયોની કાલુષતા કે નોકષાયની કાલુપતા ચિત્તમાં સ્પર્શે નહીં અને પોતાના ભાવપ્રાણનું રક્ષણ થાય. આ પ્રમાણે મનોગુપ્તિના ભાવન દ્વારા મહાત્મા સુભટની જેમ મોહની સામે લડવાના બલનો સંચય કરે છે, જેથી પોતાના ભાવપ્રાણના રક્ષણરૂપ અહિંસાવ્રત સ્થિરભાવને પામે છે. (i) એષણાસમિતિભાવના :
વળી સાધુ વિચારે છે કે સાધુનો દેહ સંયમ પાલન માટે જરૂરી એવા ઉપકરણ સ્વરૂપ છે. તેથી સંયમપાલન માટે દેહને સમર્થ કરવા અર્થે આહારાદિની આવશ્યકતા જણાય ત્યારે એષણાસમિતિપૂર્વક આહાર, વસ્ત્ર, પાત્ર, વસતિ આદિમાં યત્ન કરવો જોઈએ. જેથી નિર્દોષ આહારાદિ દ્વારા દેહનું પાલન કરીને સંયમની વૃદ્ધિમાં સમ્યગુ યત્ન થઈ શકે. આ પ્રકારે એષણાસમિતિથી ભાવિત થયેલા મુનિ આહારાદિની સર્વ પ્રવૃત્તિ એષણાદોષના પરિવાર માટે સમ્યગુ યત્નપૂર્વક કરી શકે છે. જેથી નિરારંભજીવનને અનુકૂળ પરિણામરૂપ અહિંસા મહાવ્રતમાં ધૈર્યની પ્રાપ્તિ થાય છે. (iv) આદાનનિક્ષેપસમિતિભાવના :
સાધુ સતત વિચારે છે કે જગતમાં જીવસૃષ્ટિ ઠાંસી ઠાંસીને રહેલી છે. જેનું ચિત્ત જગતના જીવો પ્રત્યે દયાળુ હોય તેવા મહાત્માએ સંયમના પ્રયોજન સિવાય કોઈ વસ્તુનું ગ્રહણ-મોચન કરવું જોઈએ નહીં; પરંતુ સંયમની વૃદ્ધિ અર્થે આવશ્યક જણાય ત્યારે તે સંયમના ઉપકરણને સાધુએ પ્રથમ ચક્ષુથી અવલોકન કરવી જોઈએ, જેથી ત્યાં કોઈ જીવ દેખાય તો તેને ઉચિત યતનાપૂર્વક ઉચિત સ્થાને મૂકી શકાય. ત્યારપછી ચક્ષુથી અગોચર કોઈ સૂક્ષ્મ જંતુ હોય, તેની વિરાધના થવાની સંભાવનાના પરિવાર અર્થે ગ્રહણના સ્થાને તે વસ્તુને પ્રમાર્જીને સાધુ ગ્રહણ કરે અને નિક્ષેપના સ્થાને ભૂમિનું અવલોકન કરી પ્રમાર્જીને સાધુ નિક્ષેપ કરે. તે રીતે મળ-મૂત્રાદિનું વિસર્જન પણ ચક્ષુથી ભૂમિનું અવલોકન કરી, પ્રમાર્જીને સાધુ કરે, તો સાધુનું ચિત્ત સર્વ જીવો પ્રત્યે સમભાવને ધારણ કરવા સમર્થ બને છે. આ પ્રકારે વારંવાર ભાવના કરીને આત્માને અહિંસાભાવનામાં સ્થિર કરવામાં આવે તો તે પ્રકારના યત્નના પરિણામથી પહેલું મહાવ્રત સ્થિર થાય છે. (૫) આલોકિતપનભોજનભાવના :
વળી સાધુ દોષ રહિત ભિક્ષા ગ્રહણ કર્યા પછી પણ તે ગ્રહણ કરાયેલ ભોજન પણ જીવસંસક્ત છે કે નહીં તે પ્રકારે સૂક્ષ્મ ઉપયોગપૂર્વક અવલોકન કરીને પાન-ભોજન વાપરે છે, જેથી જીવરક્ષાના પરિણામ અત્યંત સ્થિર થાય.
આ પ્રકારે અહિંસા મહાવ્રતની ભાવનાઓ કરવાથી સાધુમાં અહિંસા મહાવ્રતરૂપ મૂળગુણ સ્થિરભાવને પામે છે. (૨) સત્યમહાવ્રતની પાંચ ભાવનાઓ -
વળી, સત્યવ્રતના સ્થિરીકરણ અર્થે સાધુ પાંચ ભાવના કરે છે અને સાધુધર્મનું પરિભાવન કરીને જેમ