________________
૧૮૯
તવાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૮ હોવા છતાં તેનામાં ખણજના રોગને ક્ષીણ કરવાની ઇચ્છા અવશ્ય વર્તે છે, પરંતુ ખણજ વૃદ્ધિની ઇચ્છા ક્યારેય થતી નથી, તેમ સમ્યગ્દષ્ટિને પણ આલોકના અને પરલોકના વિષયોની વૃદ્ધિની ઇચ્છા ક્યારેય વર્તતી નથી. ખણજનો રોગી જેમ રોગથી આકુળ થઈ ખણજની પ્રવૃત્તિ કરે છે તેમ ભોગની ઇચ્છાથી આકુળ સમ્યગ્દષ્ટિ જીવ ભોગમાં પ્રવૃત્તિ કરે છે તોપણ તે ભોગશક્તિને ક્ષણ કરવાની ઇચ્છાવાળો હોવાથી તે સંવેગસારા પાપપ્રવૃત્તિ કરે છે અર્થાત્ સંવેગથી યુક્ત થઈને ભોગની ઇચ્છા મંદ થાય તે રીતે ભોગની પ્રવૃત્તિ કરે છે. (૩) વિચિકિત્સાઅતિચાર :વિચિકિત્સા એટલે પોતાના વડે સેવાતા ધર્મ અનુષ્ઠાનના ફળમાં સંદેહ. કયા પ્રકારનો સંદેહ થાય છે ? તે સ્પષ્ટ કરતાં ભાષ્યકારશ્રી કહે છે –
સંસારમાં કરાતી ક્રિયામાં ‘આ પણ છે અર્થાત્ આ ક્રિયા ફળયુક્ત પણ છે” અને “આ પણ છે અર્થાત્ આ ક્રિયા ફળરહિત પણ છે એ પ્રકારે જોવાથી પોતે જે ધર્મકૃત્ય કરે છે તેના ફળના વિષયમાં પણ એ પ્રકારનો સંદેહ થાય છે કે “મારા ધર્મકૃત્યનું વાસ્તવિક ફળ છે કે વાસ્તવિક ફળ નથી ?' આ પ્રકારનો મતિનો વિપ્લવ એ વિચિકિત્સા છે.
આશય એ છે કે સમ્યજ્ઞાનપૂર્વકની કરાયેલી ક્રિયા ક્યારેય નિષ્ફળ થતી નથી, પરંતુ સમ્યજ્ઞાનના અભાવને કારણે કે સમ્યજ્ઞાનના અનિયંત્રણને કારણે ક્રિયાના ફળના અભાવની પ્રાપ્તિ થાય છે. જેમ રસોઈ કરનારાં બહેનોને રસોઈ વિષયક સમ્યજ્ઞાન હોય અને તેને અનુસાર રસોઈક્રિયા કરે તો રસોઈની નિષ્પત્તિરૂપ ફળને તેઓ અવશ્ય પ્રાપ્ત કરે.
ધનાર્જન માટે કોઈક પ્રયત્ન કરતો હોય તે વખતે તે જે પ્રવૃત્તિ કરે છે તેનાથી ફળ નહીં મળે તેના અજ્ઞાનને કારણે તેની તે પ્રવૃત્તિ નિષ્ફળ પણ બને છે, પરંતુ જો તેને સમ્યજ્ઞાન હોત તો તે પ્રવૃત્તિ ક્યારેય નિષ્ફળ બને નહીં. આથી જ ખેડૂત ખેતી કરે છે, વરસાદની સંભાવના રાખે છે, છતાં વરસાદ ન પડે તો તેની ક્રિયા નિષ્ફળ બને છે તે સ્થાનમાં પણ વરસાદ પડશે કે નહીં, તેના સમ્યગુ નિર્ણયના અભાવને કારણે જ તેની ક્રિયા નિષ્ફળ થઈ. જ્યારે સમ્યજ્ઞાનપૂર્વકની કરાયેલી કોઈ ક્રિયા ક્યારેય પણ નિષ્ફળ થતી નથી, આથી જ જેઓ ભગવાનના વચનાનુસાર ઉચિત ક્રિયાઓનો યથાર્થ બોધ કરીને પોતાની કૃતિથી ક્રિયાની સાધ્યતાનો નિર્ણય કરીને જે રીતે જે ક્રિયા અંતરંગ અને બહિરંગ યત્નપૂર્વક ભગવાને કરવાની કહી છે તે રીતે તે ક્રિયા જેઓ કરે છે તે ક્રિયાના ફળને તેઓ અવશ્ય પ્રાપ્ત કરે છે. આમ છતાં સૂક્ષ્મબુદ્ધિના અભાવને કારણે બાહ્ય પ્રવૃત્તિના સ્થાનમાં ક્વચિત્ નિષ્ફળ ક્રિયાને જોઈને સર્વશે બતાવેલા અનુષ્ઠાન વિષયક ફળનો સંદેહ થાય છે તે વિચિકિત્સા નામનો સમ્યક્તનો અતિચાર છે.
ભગવાનના વચનાનુસાર સંસારી જીવોનો આત્મા દેહવ્યાપી છે અને તૈયાયિકના મતાનુસાર આત્મા વિભુ છે, આવું સાંભળ્યા બાદ કોઈક જીવને મતિની દુર્બળતાના કારણે જણાય કે “આ પણ છે=ભગવાનના વચનાનુસાર વિચારવામાં આવે તો આત્મા શરીરવ્યાપી છે એમ જણાય છે અને આ પણ છે નૈયાયિકની