________________
૨૧૮
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૩૧
(૧) સચિત્તનિક્ષેપઅતિચાર :
જેમ કોઈ શ્રાવક સુસાધુની ભક્તિ અર્થે ભોજન પૂર્વે સુસાધુનું અવશ્ય સ્મરણ કરે અને સુસાધુ હોય તો તેમને વહોરાવીને ભોજન કરે, આમ છતાં કોઈક સુંદર વસ્તુ હોય તે વહોરાવવાનો પરિણામ ન હોય ત્યારે તે વસ્તુને સચિત્ત વસ્તુ ઉપર મૂકી રાખે તે વખતે તેને સચિત્તનિક્ષેપ નામનો અતિચાર પ્રાપ્ત થાય છે. ક્યારેક લોભને વશ મનથી પણ સચિત્ત વસ્તુ ઉપર તે વસ્તુને રાખવાનો વિચાર આવે તો અતિક્રમાદિથી અતિચારની પ્રાપ્તિ થાય છે. વળી સાધુની ભક્તિમાં ક્યાંય વિઘ્ન ન થાય તે વિષયક ઉચિત ઉપયોગ રાખવા વિષયક અયતનાનો પરિણામ હોય, તેના કારણે અનાભોગથી કે સહસાત્કારથી સચિત્ત વસ્તુ ઉપર તેવાં અન્નાદિને સ્થાપન કરવામાં આવે તે પણ અતિચાર છે; કેમ કે અતિથિની ભક્તિ કરીને હું મારા આત્માનો નિસ્તાર કરું તેવા પ્રકારના પરિણામવાળા શ્રાવકે સુસાધુની ભક્તિ વિષયક ઉચિત યતના પણ અવશ્ય કરવી જોઈએ.
(૨) સચિત્તપિધાનઅતિચાર :
વળી લોભાદિને વશ કોઈ સારું દ્રવ્ય હોય અને સાધુને નહીં વહોરાવવાના પરિણામને કારણે તે વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ મૂકી રાખે જેથી સાધુ ગ્રહણ ન કરે, ત્યારે સચિત્તપિધાન નામના અતિચારની પ્રાપ્તિ છે. વળી અનાભોગથી કે સહસાત્કારથી પણ સચિત્ત વસ્તુને સાધુને દેય એવા આહાર ઉપર મૂકવામાં આવે ત્યારે સચિત્તપિધાનરૂપ અતિચારની પ્રાપ્તિ થાય છે. આ રીતે સચિત્ત વસ્તુને તેવા દ્રવ્ય પર મૂકવાનો મનમાં સંકલ્પ થાય, પરંતુ સાક્ષાત્ તેવું કૃત્ય ન કરે તોપણ સચિત્તપિધાનરૂપ અતિચારની પ્રાપ્તિ થાય.
(૩) પરવ્યપદેશઅતિચાર :
વળી અતિથિસંવિભાગવ્રતના પાલન અર્થે સાધુ ઘરે આવેલા હોય કે સ્વયં ઉપાશ્રયાદિ જઈને પોતે સાધુને ઘરે વહોરાવવા અર્થે લઈ આવેલ હોય તે વખતે સાધુને વહોરાવતી વખતે કોઈ સારી વસ્તુ નહીં વહોરાવવાનો પરિણામ હોય તેથી અન્ય વસ્તુ વહોરાવે અને કહે કે આ વસ્તુ ૫૨ની છે. તે વખતે પોતાની સુંદર વસ્તુથી સુસાધુની ભક્તિ કરીને પોતાનો નિસ્તાર કરવાનો પરિણામ ઉલ્લસિત થતો નથી, પરંતુ માત્ર વહોરાવવાનો પરિણામ છે. તેથી દેશથી વ્રતનું પાલન પણ છે અને વ્રતને અનુકૂળ પરિણામનો અભાવ પણ છે. તેથી આ પ૨નું છે એ પ્રકારના કથનકાળમાં અતિચારની પ્રાપ્તિ થાય છે. વળી સાક્ષાત્ તેવો વ્યપદેશ ન કરે, પરંતુ લોભને વશ તે પ્રકારે કહેવાનો મનમાં પરિણામ થયો હોય તોપણ અંતિક્રમાદિના ક્રમથી અતિચારની પ્રાપ્તિ થઈ શકે છે. વળી ક્યારેક લોભને વશ સહસા તેવો પ્રયોગ થઈ જાય ત્યારે પણ અતિચારની પ્રાપ્તિ થાય છે.
(૪) માત્સર્યઅતિચાર ઃ
વળી સાધુને વહોરાવતી વખતે અન્ય કોઈએ સાધુની સારી ભક્તિ કરી હોય અને સારું દ્રવ્ય વહોરાવ્યું હોય ત્યારે હું કાંઈ તેનાથી ન્યૂન છું ? એ પ્રકારની માત્સર્યબુદ્ધિપૂર્વક સાધુને સુંદર વસ્તુ વહોરાવે ત્યારે