________________
૨૮
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૩૪ વળી વહોરાવવાની ઇચ્છાકાળમાં પણ પ્રતિયોગ હોય, વહોરાવતી વખતે પણ પ્રતિયોગ હોય અને આપ્યા પછી પણ પ્રીતિયોગ હોય તે દાતાવિશેષ કહેવાય. જેમ શાલિભદ્રના જીવને સાધુને પધારેલા જોઈને આપવાના ઇચ્છાકાળમાં પણ પ્રીતિ હતી, આપતી વખતે પણ પ્રીતિ વર્તતી હતી અને આપ્યા પછી પણ સાધુને દાન આપ્યાનો હર્ષ વર્તતો હતો. તેથી તેવા દાતાવિશેષને કારણે લાભાવિશેષ થાય છે.
વળી કુશલઅભિસંધિતા એ દાતૃવિશેષનો ગુણ છે. જેમ સુસાધુને જોઈને કોઈને પરિણામ થાય કે હું શું કરું કે જેથી તેમના સંયમની વૃદ્ધિ થાય ? તેથી તેમના સંયમને ઉપખંભક બને તે પ્રકારની નિપુણ બુદ્ધિપૂર્વક તે સુસાધુની ભક્તિ કરે તે વખતે તે દાતાવિશેષમાં કુશલઅભિસંહિતા છે, જેના કારણે દાનમાં વિશેષતા આવે છે.
વળી દૃષ્ટફલઅનપેક્ષિતા દાતૃવિશેષનો ગુણ છે. જેમ સુસાધુની ભક્તિ કરે કે કોઈ ધર્મક્ષેત્રમાં ધનનો વ્યય કરે ત્યારે લોકમાં ખ્યાતિ કે અન્ય પણ દૃષ્ટફલની અપેક્ષા હોય ત્યારે તે દાતૃના તે ભાવને કારણે ફવિશેષ થતું નથી, પરંતુ આલોકના દૃષ્ટ એવા કોઈ ફલની અપેક્ષા વગર ગુણવાનના ગુણોને જોઈને તેની ભક્તિના આશયથી જે દાન આપે છે તે દાતૃવિશેષ છે.
વળી જે દાન આપનાર દાતા નિરુપધાણાવાળો હોય=માયા વગરનો હોય, તે દાતાવિશેષ કહેવાય. જેમ પોતાને સાધુ પ્રત્યે હૈયામાં ભક્તિ હોય નહીં, છતાં બહારથી પ્રગટ થાય તે રીતના માયાના પરિણામપૂર્વક દાન આપનાર દાતાવિશેષ નથી; પરંતુ જે પ્રકારે પોતે દાન આપતી વખતે ભક્તિ બતાવે છે તેવા હૈયામાં વાસ્તવિક ભક્તિભાવ હોય તો તે દાતાવિશેષ કહેવાય.
વળી સાધુને કે શ્રાવકને દાન આપ્યા પછી તે દાનના ફળરૂપે કોઈ સાંસારિક ફળની ઇચ્છા ન હોય. માત્ર ગુણવાનના ગુણની ભક્તિનો પરિણામ હોય તો અનિદાનત્વ ગુણને કારણે દાતાવિશેષ કહેવાય છે. પાત્રવિશેષ -
વળી પાત્રવિશેષથી પણ વિશેષ થાય છે. દાન સ્વીકારનાર જીવમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર અને સમ્યક્તપ જેટલા અંશમાં સંપન્ન હોય તેટલા અંશમાં તે પાત્રવિશેષ છે, કારણ તેનામાં ગુણો અતિશયવાળા છે. દાતાને બાહ્ય ઉચિત આચારો દ્વારા પાત્રની વિશેષતાનો બોધ થાય છે. સામાન્ય પાત્ર કરતાં વિશેષ પાત્રમાં દાન આપવાથી દાનની વિશેષતાની પ્રાપ્તિ છે, જેનાથી ફલવિશેષની પ્રાપ્તિ થાય છે. આથી જ સંયમના વેષવાળા ત્યાગી સામાન્ય સાધુને જોઈને જે ભક્તિવિશેષ થાય છે તેના કરતાં મહામુનિઓના ઉત્તમ પરિણામોના બળથી તેમની પાત્રવિશેષતા થવાને કારણે દાનમાં લાભનો અતિશય થાય છે. જેમ બલભદ્રમુનિને દાન આપનાર કઠિયારાને તે પાત્રવિશેષને કારણે જે ભક્તિનો પ્રકર્ષ થયો તે દાનથી થતા ફવિશેષ પ્રત્યે પાત્રવિશેષ કારણ બને છે. આથી જ ગૌતમસ્વામી આદિ મહામુનિને દાન આપવા કરતાં તીર્થકરરૂપ પાત્રવિશેષને દાન આપતી વખતે વિશેષ નિર્જરા થાય છે.
અહીં વિશેષ એ છે કે દાન આપનારના પરિણામને આધીન જ પુણ્યબંધ કે નિર્જરા થાય છે, છતાં તે દાન આપનાર પુરુષની વિવેકપૂર્વકની પ્રવૃત્તિ તે પરિણામમાં અતિશયતાનું કારણ બને છે અને દાન લેનાર