Book Title: Tattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/022542/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વાચકવર શ્રીમાન્ ઉમાસ્વાતિજી વિરચિત સ્વોપજ્ઞભાષ્યઅલંકૃત તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૩ અધ્યાય-૫, ૬, ૭ વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા Page #2 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ શબ્દશઃ વિવેચન અધ્યાય-૫, ૬, ૭ મૂળ ગ્રંથકાર તથા ભાષ્યકાર વાચકવર શ્રીમાનું ઉમાસ્વાતિજી મહારાજા - દિવ્યકૃપા જ વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીના શિષ્યરત્ન ષદર્શાવેત્તા, પ્રવચનિકપ્રતિભાધારક સ્વ. પ.પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા આ આશીર્વાદદાતા » વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક રવ. પ. પૂ. આચાર્યદેવેશ. શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા વિવેચનકાર પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા * સંકલનકર્તા * પંડિત શ્રી મયંકભાઈ રમણિકભાઈ શાહ સંસ્થાના જ્ઞાનખાતામાંથી આ પુસ્તક જ પ્રકાશક * જ્ઞાનભંડાર/શ્રીસંઘને ભેટ આપેલ છે. છે વાતા . શ્રુતદેવતા ભવન', ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ શબ્દશઃ વિવેચન વિવેચનકાર પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ર૫૩૯ ૧ વિ. સં. ૨૦૬૯ જ આવૃત્તિ : પ્રથમ નકલ : ૭૫૦ મૂલ્ય : રૂ. ૧૪૫-૦૦ - આર્થિક સહયોગ થી સ્વ. નિયમિત પ્રકાશભાઈ શાહના આત્મશ્રેયાર્થે પાટણ-મુંબઈ) ઃ મુખ્ય પ્રાપ્તિસ્થાન : હતા . ૧૬/ શ્રુતદેવતા ભુવન, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Email : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com Visit us online : gitarthganga.wordpress.com * મુદ્રક કે આકાશ એજન્સી પહેલો માળ, મેહમુદ સૈયદ બિલ્ડીંગ, પ્રકાશ સિનેમા પાસે, ઘીકાંટા, અમદાવાદ-૧. ફોનઃ ૨૨૧૨૪૬૧૦ સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. Page #4 -------------------------------------------------------------------------- ________________ * અમદાવાદ : ગીતાર્થ ગંગા ‘શ્રુતદેવતા ભવન’, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. - (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૪૫૭૪૧૦ Email : gitarthganga@yahoo.co.in gitarthganga@gmail.com મુંબઈ : શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, સર્વોદય પાર્શ્વનાથનગર, જૈન દેરાસરની પાછળ, જવાહરલાલ નહેરૂ રોડ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. ૨ (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૬૦૩૦ (મો.) ૯૩૨૨૨૩૧૧૧૬ Email : lalitent5@gmail.com *સુરતઃ ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. ૨ (૦૨૬૧) ૩૨૨૮૭૨૩ * BANGALORE : Shri Vimalchandji C/o. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. (080) (0) 22875262 (R) 22259925 (Mo.) 9448359925 Email : amitygadiya@gmail.com પ્રાપ્તિસ્થાન * વડોદરાઃ શ્રી સૌરીનભાઈ દિનેશચંદ્ર શાહ ‘દર્શન’, ઈ-૬૯, લીસાપાર્ક સોસાયટી, વિભાગ-૨, રામેશ્વર સર્કલ, સુભાનપુરા, હાઈટેન્શન રોડ, વડોદરા-૩૯૦૦૨૩. . (૦૨૬૫) ૨૩૯૧૬૯૬ (મો.) ૯૮૨૫૨૧૨૯૯૬ Email : saurin108@yahoo.in શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨/૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જ્વેલર્સની ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦૦૯૭. ૪ (૦૨૨) ૩૨૪૩૮૪૩૪ (મો.) ૯૩૨૨૨૭૪૮૫૧ Email : divyaratna_108@yahoo.co.in જામનગર : શ્રી ઉદયભાઈ શાહ C/o. મહાવીર અગરબત્તી વર્ક્સ, C-૭, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. - (૦૨૮૮) ૨૭૭૮૫૧૩ (મો.) ૯૭૨૬૯૯૩૯૯૦ Email : karan.u.shah@hotmail.com * રાજકોટઃ શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. - (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ (મો.) ૯૪૨૭૧૬૮૭૧૩ Email : shree_veer@hotmail.com Page #5 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકાશકીય સુજ્ઞ વાચકો ! પ્રણામ.. અંધકારમાં ટૉર્ચ વગર અથડાતી વ્યક્તિ દયાપાત્ર છે, તો તેનાથી પણ ટૉર્ચ કઈ રીતે વાપરવી તે ન જાણનાર વ્યક્તિ વધુ દયાપાત્ર છે. કારણ ? તે વ્યક્તિ પાસે સાધન હોવા છતાં પણ તેની જરૂરી જાણકારીના અભાવે તેનો ઉપયોગ નહીં કરી શકે. તેવી જ રીતે... અંધકારભર્યા સંસારમાં જિનશાસનની પ્રાપ્તિ વગર ભટક્તો જીવ ચોક્સ દયાપાત્ર છે, પરંતુ જિનશાસનની પ્રાપ્તિ બાદ પણ જો જીવ તેનાં રહસ્યજ્ઞાન વગરનો જ રહ્યો, તો તે વધારે દયાપાત્ર છે; કેમ કે દુઃખમય અને પાપમય સંસારમાંથી છૂટવા માત્ર જિનશાસન પ્રાપ્તિ પર્યાપ્ત નથી, પરંતુ તેની પ્રાપ્તિ બાદ શાસનનાં ઊંડાણભર્યા રહસ્યોના જ્ઞાન દ્વારા શાસન પ્રત્યે અતૂટ બહુમાન અને સાધનામાર્ગનો દૃઢ સંકલ્પ જરૂરી છે. અન્યથા ભાગ્યે દીધેલ જિનશાસનનો લાભ તે વ્યક્તિ પૂર્ણતયા ઉઠાવી નહીં શકે. અમને ગૌરવ છે કે, જિનશાસનનાં આ જ રહસ્યોને ગીતાર્થગંગા સંસ્થા દ્વારા ૧૦૮ મુખ્ય અને અવાંતર ૧૦,૦૦૮ વિષયોના માધ્યમે ઉજાગર કરાવવા અમે ભાગ્યશાળી થયા છીએ. અહીં દરેક વિષય સંબંધી ભિન્ન-ભિન્ન શાસ્ત્રોમાં વેરાયેલાં રહસ્યમય શાસ્ત્રવચનોનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ તેમાં દેખાતા વિરોધાભાસોના નિરાકરણ સાથે પરસ્પર સંદર્ભ જોડવા દ્વારા તેમાં છુપાયેલાં રહસ્યોનો આવિષ્કાર કરવામાં આવે છે. જો કે, આ રહસ્યો અસામાન્ય શક્તિશાળી સિવાયના લોકોને સીધાં પચતાં નથી, કેમ કે તે દુર્ગમ જિનશાસનના નિચોડરૂપ હોવાથી અતિ દુર્ગમ છે. તેથી અમારી સંસ્થાના માર્ગદર્શક પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ.સા.એ પ્રસ્તુત રહસ્યોને વ્યાખ્યાનો સ્વરૂપે સુગમ શૈલીમાં, શાસ્ત્રીય અને આધુનિક દરેક પરિપ્રેક્ષ્યમાં પીરસ્યાં છે અને પીરસશે. જેમાંથી એક ધર્મતીર્થ વિષયક પ્રવચનોનો અર્ધીશ પ્રગટ થયેલ છે. અલબત્ત, આ શૈલીની સુગમતાજન્ય લંબાણને કારણે અમુક વિષય સુધી વિવેચનની મર્યાદા બંધાઈ જાય છે, માટે શ્રીસંઘને પૂર્ણ લાભ મળે તે હેતુથી ત્યારબાદના વિષયો સંબંધી અખૂટ રહસ્યગર્ભિત શાસ્ત્રવચનોનો પરસ્પર અનુસંધાન સાથે સંગ્રહ પ્રગટ કરવામાં આવશે, જેને આજની ભાષા Encyclopedia (વિશ્વકોષ) કહે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ તેમાં તે તે વિષય સંબંધી દૂરનો સંબંધ ધરાવતાં શાસ્ત્રવચનો પણ તે વિષયક રહસ્યજ્ઞાનમાં ઉપયોગી હોવાને કારણે સંગૃહીત થશે અને આ સંગ્રહરૂપ બીજ દ્વારા ભવિષ્યમાં સમગ્ર શ્રીસંઘને શાસનનાં રહસ્યજ્ઞાનની પ્રાપ્તિમાં તૈયાર સામગ્રી પૂરી પડશે. ‘વિદ્વાનેવ વિજ્ઞાનાતિ વિદ્યુમ્નનપરિશ્રમમ્' એ ઉક્તિ અનુસાર વિદ્વાનો દ્વારા થતું આ વિદ્વદ્ભોગ્ય અને અશ્રુતપૂર્વ કાર્ય ઘણા પુરુષાર્થ ઉપરાંત પુષ્કળ સામ્રગી અને સમય પણ માંગે છે. બીજી બાજુ, શ્રી સંઘ તરફથી સ્વ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મ. સા., પ.પૂ. આ.ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મ. સા.નાં પ્રવચનો અને પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા કૃત શાસ્ત્રનાં વિવેચનો શાસનનાં રહસ્યો સુધી પહોંચવાની કડી સ્વરૂપ હોવાથી પ્રસિદ્ધ કરવાની માંગણીઓ પણ વારંવાર આવે છે. જો કે, આ પ્રવૃત્તિ સંસ્થાના મૂળ લક્ષ્યથી સહેજ ફંટાય છે, છતાં વચગાળાના સમયમાં, મૂળ કાર્યને જરા પણ અટકાવ્યા વગર પ્રસ્તુત કાર્યને સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારીએ છીએ. તેના અન્વયે પ્રસ્તુત પુસ્તક પ્રકાશિત કરતાં આનંદ અનુભવાય છે. ઉપરોક્ત દરેક કાર્યોને શ્રીસંઘ ખોબે-ખોબે સહર્ષ વધાવશે, અનુમોદશે અને સહાયક થશે તેવી અભિલાષા સહ... ‘શ્રુતદેવતા ભવન', ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ગીતાર્થ ગંગાનું ટ્રસ્ટીગણ અને શ્રુતભક્તો Page #7 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના પ્રવચનનાં પુસ્તકો ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા (પંડિત મ. સા.) કૃત, સંપાદિત અને પ્રવચનનાં પુસ્તકો ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો (હિન્દી આવૃત્તિ) ૩. યોગદષ્ટિસમુચ્ચય ૪. કર્મવાદ કણિકા ૫. કર્મવાદ કર્ણિકા (હિન્દી આવૃત્તિ) ૬. સદ્ગતિ તમારા હાથમાં ! ૭. દર્શનાચાર ૮. શાસન સ્થાપના ૯. શાસન સ્થાપના (હિન્દી આવૃત્તિ) ૧૦. અનેકાંતવાદ ૧૧. પ્રશ્નોત્તરી ૧૨. પ્રશ્નોત્તરી (હિન્દી આવૃત્તિ) ૧૩. ચિત્તવૃત્તિ ૧૪. ચિત્તવૃત્તિ (હિન્દી આવૃત્તિ) ૧૫. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૬. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૭. ભાગવતી પ્રવજ્યા પરિચય ૧૮. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૯. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિનજય, સિદ્ધિ, વિનિયોગ) Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૦. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૨૧. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૨૨. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૩. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? ૨૪. જિનશાસન સ્વતંત્ર ધર્મ યા સંપ્રદાય ? (હિન્દી આવૃત્તિ) ૨૫. Is Jaina Order Independent Religion or Denomination? (અંગ્રેજી આવૃત્તિ) ૨૬. Status of religion in modern Nation State theory (અંગ્રેજી આવૃત્તિ) ૨૭. ગૃહજિનાલય મહામંગલકારી ૨૮. શ્રી ઉપધાન માર્ગોપદેશિકા $ १. पाक्षिक अतिचार * संपादक :- प. पू. पंन्यास श्री अरिहंतसागरजी महाराज साहब 籽 ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના ૨. શ્રી નવપદ આરાધના વિધિ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!!! ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!!!! (હિન્દી આવૃત્તિ) ૫. Right to Freedom of Religion !!!!! ૬. ‘રક્ષાઘર્મ’ અભિયાન ૭. ‘Rakshadharma' Abhiyaan ૮. સેવો પાસ સંખેસરો ૯. સેવો પાસ સંખેસરો (હિન્દી આવૃત્તિ) સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ Page #9 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનનાં ગ્રંથો વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્થંગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. કૂપદૃષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાત્રિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાત્રિંશિકા-૨૧ શબ્દશઃ વિવેયન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાત્રિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાત્રિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામગ્ઝદ્વાત્રિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષુદ્વાત્રિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાત્રિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદૃષ્ટિની સજ્ઝાય શબ્દશઃ વિવેચન ૩૦, કેવતિભુક્તિવ્યવસ્થાપનદ્વાત્રિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વદ્વાત્રિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાત્રિંશિકા-૧૫ શબ્દશ: વિવેચન ૩૬. યોગલક્ષણદ્વાત્રિંશિકા ૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનબંધકદ્વાત્રિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯, યોગદૃષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૪૦. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૫. દૈવપુષકારદ્વાચિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયદ્વાચિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિ દ્વાચિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાચિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાચિંશિકા-૩ શબ્દશઃ વિવેચન પ૧. દેશનાદ્વાચિંશિકા-૨ શબ્દશઃ વિવેચન પ૨. જિનભક્તિદ્વાચિંશિકા-૫ શબ્દશઃ વિવેચન ૫૩. યોગાવતારદ્વાચિંશિકા-૨૦ શબ્દશઃ વિવેચન પ૪. યોગમાહાભ્યાબિંશિકા-૨૬ શબ્દશઃ વિવેચન પપ. સજ્જનસ્તુતિદ્વાચિંશિકા-૩૨ શબ્દશઃ વિવેચન ૫૬. પૂર્વસેવાાત્રિશિકા-૧૨ શબ્દશઃ વિવેચન ૫૭. ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા-૧૬ શબ્દશઃ વિવેચન પ૮. ક્લેશતાનોપાયદ્વાચિંશિકા-૨૫ શબ્દશઃ વિવેચન ૫૯. વિનય દ્વાચિંશિકા-૨૯ શબ્દશઃ વિવેચન ૬૦. શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ૬૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૨. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૪. ગુરતત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૫, ગુરતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૬૬. મુક્તિદ્વાચિંશિકા-૩૧ શબ્દશઃ વિવેચન ૧૭. યોગસાર પ્રકરણ શબ્દશઃ વિવેચન ૬૮. શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૯. શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૭૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૨. પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન ૭૩. કથાદ્વાચિંશિકા-૯ શબ્દશઃ વિવેચન ૭૪. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૭૫. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૭૬. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૭૭. નવતત્વ પ્રકરણ શબ્દશઃ વિવેચન ૭૮. ૧૫૦ ગાથાનું હૂંડીનું જીવન શબ્દશઃ વિવેચના ૭૯. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૮૦. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૨. અમૃતવેલની મોટી સઝાય અને નિશ્ચય-વ્યવહાર ગભિત શ્રી શાંતિજિન સ્તવન તથા શ્રી સીમંધરસ્વામી સ્તવન શબ્દશઃ વિવેચન ૮૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૭ ૮૪. આનંદઘન ચોવીશી શબ્દશઃ વિવેચન Page #11 -------------------------------------------------------------------------- ________________ ૮૫. પીસૂત્ર (પાક્ષિકસૂત્ર) શબ્દશઃ વિવેચન ૮૬. ધર્મપરીક્ષા પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૭. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૮. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૯. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૦. પાતંજલયોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૧. પાતંજલ યોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૨. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૩. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૪. ધર્મબિંદુ પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૫. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૬. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૯૭. યોગબિંદુ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૮. દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૯. વાદદ્વાચિંશિકા-૮ શબ્દશઃ વિવેચન ૧૦૦. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૦૧. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૦૨. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૦૩. સકલાર્ડત-સ્તોત્ર અને અજિતશાંતિ સ્તવન શબ્દશઃ વિવેચન ૧૦૪. પગામસિજ્જા શબ્દશઃ વિવેચન ૧૦૫. સત્ત્વના સડસઠ બોલ સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન ૧૦૬. ધર્મવ્યવસ્થાદ્વાચિંશિકા-૭ શબ્દશઃ વિવેચન ૧૦૭. દેવસિઆ રાઈઅ પ્રતિક્રમણ સૂત્ર શબ્દશઃ વિવેચન ૧૦૮, સંમતિતર્ક પ્રકરણ શ્લોકસ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૦૯. સંમતિતર્ક પ્રકરણ બ્લોક સ્પર્શી ટીકા પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૧૦, વૈરાગ્યકલ્પલતા પ્રથમ સ્તબક શબ્દશઃ વિવેચન ૧૧૧. શાંતસુધારસ શબ્દશઃ વિવેચન ૧૧૨. બારભાવના શબ્દશઃ વિવેચન ૧૧૩. ભાષારહસ્ય પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧૪. ભાષારહસ્ય પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૧૫. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૧૧૬. ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૧૧૭. વીતરાગ સ્તોત્ર પ્રાયઃ શબ્દશઃ વિવેચન ૧૧૮. દ્રવ્યગુણપર્યાયનો રાસ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૧૯. દ્રવ્યગુણપર્યાયના રાસના છૂટા બોલ રાસના આધારે વિવેચન ૧૨૦. તસ્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૨૧. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૩ : ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો ગંગોત્રી ૧. ધર્મતીર્થ ભાગ-૧ ૨. ધર્મતીર્થ ભાગ-૨ Page #12 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-3ની પ્રસ્તાવના અધ્યાય-૫ જીવોના ભેદોનું વર્ણન કર્યા પછી અજીવ પદાર્થો કેટલાં છે ? તેમનું સ્વરૂપ કેવું છે ? તે પાંચમા અધ્યાયમાં બતાવેલ છે. વળી, જીવ, અજીવ એમ બે દ્રવ્યો છે તે નિત્ય, અવસ્થિત કેવા સ્વરૂપવાળા છે ? કયા દ્રવ્યો નિષ્ક્રિય છે ? કયા દ્રવ્યો ક્રિયાવાળા છે ? કોના કેટલા પ્રદેશો છે ? તેનું વિસ્તારથી વર્ણન પાંચમા અધ્યાયમાં છે. વળી, ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો કઈ રીતે કોને ઉપકાર કરે છે ? પુદ્ગલો કઈ રીતે જીવને ઉપકાર કરે છે ? પુદ્ગલો કઈ રીતે જીવને સુખ-દુઃખ આદિમાં હેતુરૂપ બને છે ? જીવોને પરસ્પર કઈ રીતે ઉપકાર થાય છે ? કાળનું સ્વરૂપ કેવા પ્રકારનું છે ? પુદ્ગલોના કેવા પ્રકારના પરિણામો છે ? કઈ રીતે પુદ્ગલના સ્કંધો બને છે ? તેનું વિસ્તારથી સ્વરૂપ પાંચમા અધ્યાયમાં બતાવેલ છે. વળી, સત્ વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ છે; તેનાથી કઈ રીતે દ્વાદશાંગી ઉત્પન્ન થઈ છે ? કઈ રીતે સપ્તભંગી પ્રાપ્ત થાય છે ? તેનું સૂક્ષ્મ સ્વરૂપ પાંચમા અધ્યાયમાં આપેલ છે, જે દ્રવ્યાનુયોગનો વિષય છે. વળી, કાલને કેટલાક દ્રવ્ય માને છે. ઉપચારથી કાલદ્રવ્ય છે. જીવ-અજીવના પર્યાયસ્વરૂપ કાલદ્રવ્ય છે, તેનું વિસ્તારથી સ્વરૂપ પાંચમા અધ્યાયમાં છે. અધ્યાય-૬ જીવ અને અજીવનું સ્વરૂપ બતાવ્યાં બાદ સાત તત્ત્વોમાંથી ક્રમપ્રાપ્ત આશ્રવતત્ત્વનું સ્વરૂપ છઠ્ઠા અધ્યાયમાં બતાવે છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિ આશ્રવ છે, તે શુભ અને અશુભ એમ બે ભેદવાળી છે. શુભ મન-વચન-કાયાના યોગો પુણ્યબંધનું કારણ છે, જ્યારે અશુભ મન-વચન-કાયાના યોગો પાપબંધનું કારણ છે. સકષાયવાળા જીવો કષાયને વશ અશુભ કર્મ બાંધે છે અને પ્રશસ્ત કષાયને વશ જીવો પુણ્ય બાંધે છે. અકષાયવાળા જીવો યોગને કારણે ઈર્યાપથિક કર્મો બાંધે છે. વળી, સકષાયવાળા જીવો પાંચ ઇન્દ્રિયો, ચાર કષાયો, પાંચ પ્રકારના અવ્રતો અને પચ્ચીશ પ્રકારની ક્રિયામાંથી યથાયોગ્ય ક્રિયા કરીને તે તે કર્મો બાંધે છે. વળી, તીવ્રભાવ, મંદભાવ આદિ ભાવોના ભેદથી પણ કર્મબંધના ભેદની પ્રાપ્તિ છે. તેથી જેને તીવ્ર કષાયનો ઉદય હોય તેને ક્લિષ્ટ કર્મો બંધાય છે, જ્યારે મંદ કષાયના ઉદયથી મંદ કર્મ બંધાય છે. વળી, ભાવના ભેદથી અને અધિકરણના ભેદથી પણ કર્મબંધના ભેદ પડે છે. વળી, સંરંભ, સમારંભ અને આરંભના ભેદથી પણ કર્મબંધના ભેદ પડે છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩/ પ્રસ્તાવના વળી, જ્ઞાન પ્રત્યે દ્વેષ, માત્સર્ય આદિ ભાવોથી વિશિષ્ટ પ્રકારના જ્ઞાનાવરણીયકર્મ આદિ કર્મો બંધાય છે. વળી, નિમિત્તોને પામીને જીવો શોક, તાપ, આક્રંદ આદિ કરતાં હોય ત્યારે વિશિષ્ટ પ્રકારનું અશાતા વેદનીયકર્મ બાંધે છે. જીવો પ્રત્યે દયા કરતાં હોય, દાન આદિનો પરિણામ વર્તતો હોય, સરાગસંયમ આદિ સેવતાં હોય, ક્ષમા આદિના ભાવો વર્તતાં હોય ત્યારે શાતાવેદનીયકર્મ બાંધે છે. વળી, કેવલીનો, શ્રુતજ્ઞાનનો, સંઘનો, ધર્મનો અને દેવોનો અવર્ણવાદ કરવામાં આવે ત્યારે દર્શનમોહનીયકર્મ બંધાય છે. કષાયના ઉદયથી ચારિત્રમોહનીયકર્મ બંધાય છે. તેથી જે જીવો કષાયના રોધ માટે યત્ન કરતાં હોય, ક્ષમાદિ ભાવોનું ભાવન કરતાં હોય, મૈત્રી આદિ ભાવોથી આત્માને ભાવિત કરતાં હોય ત્યારે ચારિત્રમોહનીયકર્મ શિથિલ થાય છે અને વિષયોમાં ચિત્ત પ્રવર્તતું હોય ત્યારે ચારિત્ર-મોહનીયકર્મ બાંધે છે. વળી, બહુઆરંભ અને બહુપરિગ્રહવાળા જીવો નરકાયુષ્ય બાંધે છે. માયાના પરિણામવાળા જીવો તિર્યંચનું આયુષ્ય બાંધે છે. વળી, અલ્પઆરંભ અને અલ્પપરિગ્રહવાળા તથા સ્વભાવથી મૃદુ સ્વભાવવાળા જીવો મનુષ્યઆયુષ્ય બાંધે છે. વળી, સરાગસંયમ, દેશવિરતિ, અકામનિર્જરા અને બાલતપવાળા જીવો દેવનું આયુષ્ય બાંધે છે. વળી, મન-વચન-કાયાની વક્રતા, મૃષાવાદ આદિનું ભાષણ અંશુભ એવા નામકર્મોના બંધનું કારણ છે. જ્યારે મન-વચન-કાયાના યોગો જેઓના સરળ હોય તેઓને શુભ એવા નામકર્મો બંધાય છે. વળી, જેઓ દર્શનની શુદ્ધિમાં યત્ન કરતા હોય, વિનય-સંપન્ન હોય, શીલ તથા વ્રતોમાં અતિચાર ન લાગે તેવો યત્ન કરતા હોય, સતત જ્ઞાન ઉપયોગ વર્તતો હોય, તીવ્ર સંવેગ વર્તતો હોય તેવા જીવો તીર્થકર નામકર્મ બાંધે છે. વળી, જેઓ બીજાની નિંદા અને પોતાની પ્રશંસા કરતા હોય તેઓ નીચગોત્ર કર્મ બાંધે છે. અને જેઓ ગુણવાન પ્રત્યે નમ્રપ્રકૃતિવાળા હોય તેઓ ઉચ્ચગોત્રકર્મ બાંધે છે. જેઓ બીજાને અંતરાય કરે તેઓ તે તે પ્રકારના અંતરાય કર્મો બાંધે છે. અધ્યાય-૭. શાતા વેદનીયકર્મના આશ્રવોમાં જીવોની અનુકંપા અને વ્રત કારણ છે, તેમ છઠ્ઠા અધ્યાયમાં કહ્યું, તેથી વ્રત શું છે ? તે પ્રકારની થયેલી જિજ્ઞાસાના પ્રત્યુત્તરમાં હિંસા આદિ પાંચ પાપસ્થાનકોની વિરતિ વ્રત છે. આ વિરતિ દેશથી અને સર્વથી એમ બે ભેદવાળી છે. સર્વવિરતિ અને દેશવિરતિના ધૈર્ય માટે સાધુઓએ અને શ્રાવકોએ પાંચ-પાંચ ભાવનાઓ કરવી જોઈએ. આ રીતે ભાવના કરતાં શ્રાવક પણ સાધુની જેમ મહાવ્રતો પ્રત્યે સ્થિરરુચિવાળા થાય છે અને સુસાધુઓ અપ્રમાદથી મહાવ્રતોનું પાલન કરે છે. વળી, હિંસાદિ પાપોના આલોકમાં પ્રત્યક્ષથી દેખાતા અનર્થોનું ભાવન કરવું જોઈએ અને હિંસાદિ પાપો કઈ રીતે સ્વપરના દુઃખોનું કારણ છે? તેનું ભાવન કરવું જોઈએ, જેથી વ્રતોનું ધૈર્ય થાય. વળી, વ્રતોની સ્થિરતા અર્થે જ મૈત્રી આદિ ચાર ભાવનાઓ ભાવન કરવી જોઈએ. વળી, સંવેગ અને વૈરાગ્યને દઢ કરવા અર્થે જગતના સ્વભાવનું ભાવન કરવું જોઈએ અને કાયાની અનિત્યતા, દુઃખની હેતુતા, અશુચિતાનું સૂક્ષ્મ બુદ્ધિથી ભાવન કરવું જોઈએ. વળી, બાહ્ય અને અંતરંગ ભાવો પ્રત્યે સંશ્લેષનો પરિણામ ક્ષીણ થાય તે રીતે અત્યંત ભાવન કરવું જોઈએ. વળી, હિંસાદિ પાંચ પાપસ્થાનકો કેવા ક્લિષ્ટ Page #14 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | પ્રસ્તાવના સ્વરૂપવાળા છે તેનું ભાવન કરવું જોઈએ. વળી, શ્રાવકે બાર વ્રતોનું સૂક્ષ્મ સ્વરૂપ વારંવાર વિચારવું જોઈએ, જેથી તે અણુવ્રત-ગુણવ્રત-શિક્ષાવ્રતો ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને સર્વવિરતિનું કારણ બને. સર્વવિરતિધર મહાત્માએ મહાવ્રતોની ૨૫ ભાવનાઓને અત્યંત ભાવિત કરીને નિઃસંગતા પ્રગટે તે રીતે પ્રયત્ન કરવો જોઈએ. વળી, જીવનના અંત સમયે અનશન કરવાને અનુકૂળ શક્તિ સંચય થાય તે અર્થે શાસ્ત્રોથી આત્માને અત્યંત સંપન્ન કરવા યત્ન કરવો જોઈએ અને શક્તિ અનુસાર તપ કરીને શરીરને પણ કૃશ કરવા યત્ન કરવો જોઈએ. વળી, કષાયોની અને દેહની સંખના કરીને મનુષ્ય ભવ અત્યંત સફળ થાય તેવો યત્ન કરવો જોઈએ. તે અર્થે જ સર્વજ્ઞના વચનનો સર્વ ઉપદેશ છે એ પ્રકારને વિસ્તારથી સાતમા અધ્યાયમાં બતાવેલ છે. છદ્મસ્થપણામાં જિનેશ્વર પરમાત્માની વાણીથી વિપરીત કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ કાંઈ લખાયું હોય તેનું ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા વિ. સં. ૨૦૬૯, પોષ સુદ-૫, તા. ૧૬-૧-૨૦૧૩, ગુરુવાર, ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩ર૪૪૭૦૧૪ Page #15 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩/ અનુક્રમણિકા મત _ સૂત્ર નં. પાના નં. પ - જે નં 4 9 $ $ $ ૬-૯ ૯-૧૦ ૧૦-૧૧ ૧૧. ૧૧-૧૨ ૧૨-૧૩ ૧૩-૧૪ ૧૪-૧૫ ૧૨-૧૩. આ જ છે અનુક્રમણિકા વિષય અિધ્યાય-પ અજીવકાયના ભેદો. દ્રવ્યના ભેદો. દ્રવ્યનું સ્વરૂપ. પુદ્ગલોનું સ્વરૂપ. આકાશ આદિ દ્રવ્યો નિષ્ક્રિય. ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયના પ્રદેશો. જીવના પ્રદેશો. આકાશના પ્રદેશો. પુદ્ગલના પ્રદેશો. અણુના અપ્રદેશો. લોકાકાશમાં ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયનું સંપૂર્ણ અવગાહન. પુદ્ગલોનું અવગાહન. જીવનું અવગાહન. જીવના પ્રદેશોનો સંકોચ, વિસ્તાર. ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયનું લક્ષણ. આકાશનું લક્ષણ. પુદ્ગલોનું લક્ષણ. જીવોનો પરસ્પર ઉપકાર. પુદ્ગલોનો જીવ ઉપર ઉપકાર. કાળનું સ્વરૂપ. પુદ્ગલોનું સ્વરૂપ. પુલોના ભેદો. સંઘાત અને ભેદથી સ્કંધોની ઉત્પત્તિ. ભેદથી અણુની ઉત્પત્તિ. ચક્ષુથી ગ્રાહ્ય પુદ્ગલોની ભેદ અને સંઘાતથી ઉત્પત્તિ. સનું લક્ષણ. નિત્યનું લક્ષણ. ૧૪. ૧૫. ૧૭. ૧૬ ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪-૨૫. ૧૧-૧૯ ૧૯-૨૧ ૨૧-૨૨ ૨૨-૨૩ ૨૪-૨૭ ૨૬-૨૭ ૨૭-૩૦ ૩૦-૩૨ ૩૨-૩૮ ૩૮-૪૦ ૨૭. ૨૭. ૨૮. ૪૦-૪૧ ૪૧-૪૯ ૪૯-૫૦ Page #16 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અનુક્રમણિકા સૂત્ર નં. ૩૧. અર્પિતથી અનર્પિતની સિદ્ધિ. ૩૨ થી ૩૬. | પુદ્ગલોના બંધનું સ્વરૂપ. દ્રવ્યનું લક્ષણ. ૩૭. ૩૮-૩૯. ૪૦-૪૧. ૪૨-૪૩. ૪૪. ૧-૨. ૩-૪. ૫. ૬ થી ૧૦. ૧૧. ૧૨-૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. ૨૫. ૨૭. ૧-૨. એક આચાર્યના મતે કાલદ્રવ્ય. ગુણોનું સ્વરૂપ. અનાદિમાન્ અને આદિમાન્ પરિણામ. જીવના યોગ અને ઉપયોગ. વિષય આશ્રવનું સ્વરૂપ. પુણ્યાશ્રવ અને પાપાશ્રવનું સ્વરૂપ. સકષાયવાળા અને અકષાયવાળા જીવોના આશ્રવનું સ્વરૂપ. સકષાયવાળા જીવોના આશ્રવના ભેદો. જ્ઞાનાવરણીયકર્મ અને દર્શનાવરણીયકર્મબંધના વિશેષ કારણો. શાતાવેદનીયકર્મ અને અશાતાવેદનીયકર્મબંધના કારણો. દર્શનમોહનીયકર્મબંધના કારણો. ચારિત્રમોહનીયકર્મબંધના કારણો. નરકઆયુષ્યકર્મબંધના કારણો. તિર્યંચઆયુષ્યકર્મબંધના કારણો. મનુષ્યઆયુષ્યકર્મબંધના કારણો. અધ્યાય-૬ નીચગોત્રકર્મબંધના કારણો. ઉચ્ચગોત્રકર્મબંધના કારણો. અંતરાયકર્મબંધના કારણો. ચારે ગતિના આયુષ્યકર્મબંધના કારણો. દેવઆયુષ્યકર્મબંધના કારણો. અશુભ નામકર્મબંધના કારણો. શુભ નામકર્મબંધના કારણો. તીર્થંકરનામકર્મબંધના કારણો. વ્રતના ભેદો. અધ્યાય-૭ પાના નં. ૫ ૫૦-૫૮ ૫૮-૬૬ 26-66 ૬૮-૬૯ ૭૦-૭૧ ૭૧-૭૩ ૭૩-૭૪ ૭૫-૮૦ ૮૦-૮૨ ૮૨-૮૩ ૮૩-૧૦૭ ૧૦૭-૧૧૦ ૧૧૦-૧૧૨ ૧૧૩-૧૧૪ ૧૧૪-૧૧૫ ૧૧૫-૧૧૭ ૧૧૭ ૧૧૭-૧૧૭ ૧૧૭-૧૧૮ ૧૧૮-૧૨૧ ૧૨૧-૧૨૨ ૧૨૨-૧૨૩ ૧૨૩-૧૨૯ ૧૨૯-૧૩૦ ૧૩૦-૧૩૧ ૧૩૧-૧૩૩ ૧૩૪-૧૩૭ Page #17 -------------------------------------------------------------------------- ________________ ૬ સૂત્ર નં. ૩. ૪. ૫. ૬. ૭. .. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. ૧૬. ૧૭. ૧૮. ૧૯ થી ૨૪. | પાંચ અણુવ્રતોના અતિચારો. દિક્પરિમાણવ્રતના અતિચારો. ૨૫. ૨૭. દેશાવગાસિકવ્રતના અતિચારો. ૨૭. અનર્થદંડવિરમણવ્રતના અતિચારો. ૨૮. ૨૯. ૩૦. ૩૧. ૩૨. ૩૩. ૩૪. વિષય વ્રતના સ્થૂર્ય માટેની પાંચ પાંચ ભાવનાઓ. હિંસાદિના આલોક અને પરલોકના અનર્થો. હિંસાદિની દુઃખરૂપતા. મૈત્રી આદિ ચાર ભાવનાઓ. સંવેગ અને વૈરાગ્યનો ઉપાય. હિંસાનું લક્ષણ. મૃષાવાદનું લક્ષણ. અદત્તાદાનનું લક્ષણ. અબ્રહ્મનું સ્વરૂપ. પરિગ્રહનું સ્વરૂપ. વ્રતીનું સ્વરૂપ. દેશવિરતિ અને સર્વવિરતિની ભેદરેખા. દેશવિરતિનું સ્વરૂપ. શ્રાવકના બાર વ્રતોનું સ્વરૂપ. સંલેખનાનું સ્વરૂપ. સમ્યક્ત્વના અતિચારો. સામાયિકવ્રતના અતિચારો. પૌષધવ્રતના અતિચારો. ભોગોપભોગવ્રતના અતિચારો. અતિથિસંવિભાગવ્રતના અતિચારો. સંલેખનાના અતિચારો. દાનનું સ્વરૂપ. દાનમાં લભેદના કારણો. }}}}8 તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અનુક્રમણિકા પાના નં. ૧૩૭-૧૪૩ ૧૪૩-૧૫૦ ૧૫૦-૧૫૫ ૧૫૫-૧૬૨ ૧૬૨-૧૬૫ ૧૭૫-૧૯૭ ૧૬૭-૧૭૦ ૧૭૦-૧૭૧ ૧૭૧-૧૭૨ ૧૭૨-૧૭૩ ૧૭૩-૧૭૫ ૧૭૫ ૧૭૬ ૧૭૭-૧૮૩ ૧૮૩-૧૮૫ ૧૮૫-૧૯૧ ૧૯૧-૨૦૨ ૨૦૩-૨૦૧ ૨૦૫-૨૦૭ ૨૦૭-૨૦૯ ૨૧૦-૨૧૨ ૨૧૨-૨૧૪ ૨૧૪-૨૧૭ ૨૧૭-૨૧૯ ૨૧૯-૨૨૩ ૨૨૭-૨૨૫ ૨૨૫-૨૨૯ Page #18 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहँ नमः । ही श्री शंखेश्वरपार्श्वनाथाय नमः । હું નમઃ | વાચકવર શ્રીમાનું ઉમાસ્વાતિજી વિરચિત સ્વપજ્ઞભાષ્યઅલંકૃત તત્વાર્યાદિગમસૂત્ર પ્રાયઃ શબ્દશઃ વિવેચન ભાગ-૩ અધ્યાય-૫, ૬, ૭ I પખ્યમોધ્યાયઃ | ભાષ્ય : उक्ता जीवाः, अजीवान् वक्ष्यामः - ભાષ્યાર્થ : ૩ ... વસ્યામ: - જીવો કહેવાયા. અજીવોને અમે કહીશું – ભાવાર્થ : પ્રથમ અધ્યાયમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે તેમ બતાવ્યું. ત્યારપછી સમ્યગ્દર્શનનું લક્ષણ કરતાં કહ્યું કે તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન છે. તત્ત્વ જીવ, અજીવ આદિ સાત છે તેમ પ્રથમ અધ્યાયમાં કહેલ. તેમાંથી જીવરૂપ તત્ત્વ બીજા અધ્યાયથી માંડીને ચોથા અધ્યાય સુધી બતાવ્યું. હવે ક્રમ પ્રાપ્ત અજીવતત્ત્વને બતાવતાં કહે છે – સૂત્રઃ अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः ।।५/१।। Page #19 -------------------------------------------------------------------------- ________________ તન્વાર્યાયિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર-૧ સૂત્રાર્થઃ અજીવકાયવાળા ધર્મ-ધર્માસ્તિકાય, અધર્મઅધર્માસ્તિકાય, આકાશ આકાશાસ્તિકાય, (અને) પુદગલો-પુદ્ગલાસ્તિકાય, છે. પ/૧૫ ભાષ્ય : धर्मास्तिकायोऽधर्मास्तिकाय आकाशास्तिकायः पुद्गलास्तिकाय इत्यजीवकायाः, तान् लक्षणतः परस्ताद् वक्ष्यामः, कायग्रहणं प्रदेशावयवबहुत्वार्थमद्धासमयप्रतिषेधार्थं च ।।५/१।। ભાષ્યાર્થ - શસ્તિયો ...... ૨ | ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુલાસ્તિકાય એ પ્રકારના અજીવકાયો છે. તેઓને આજીવકાયોને, લક્ષણથી આગળમાં અમે કહીશું. અજીવ શબ્દની સાથે કાયનું ગ્રહણ પ્રદેશ અને અવયવોના બહુત્વ માટે છે અને અાસમયના પ્રતિષેધ માટે છે. li૫/૧૫ ભાવાર્થ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય એ સ્વરૂપ કાયવાળા અજીવકાયો ચાર છે. સૂત્રમાં અજીવ ન કહેતાં અજીવકાર્ય ગ્રહણ કર્યું, એથી એ પ્રાપ્ત થાય છે કે ધર્માસ્તિકાયઅધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણ દ્રવ્યોનું પ્રદેશબહુત્વ છે અર્થાત્ ત્રણ એક એક દ્રવ્યો છે છતાં અણુ જેટલા નથી; પરંતુ ઘણા પ્રદેશવાળા છે. આથી જ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અસંખ્યાત પ્રદેશાત્મક એક એક દ્રવ્ય છે અને આકાશ અનંત પ્રદેશાત્મક એક દ્રવ્ય છે. વળી કાયગ્રહણ પુદ્ગલાસ્તિકાયમાં અવયવબહુત્વ બતાવવા માટે છે અર્થાતુ પુદ્ગલો એક નથી પરંતુ અનંતા છે. તે અનંતા પુગલો સ્કંધરૂપે પણ છે અને પરમાણુરૂપે પણ છે. તેમાં જે સ્કંધો છે તે રૂપ પુદ્ગલદ્રવ્યના અનેક અવયવો છે, એ બતાવવા માટે કાયનું ગ્રહણ છે. વળી સૂત્રમાં ‘મનીયા :' એમ કહીને જે કાયનું ગ્રહણ છે તેનાથી અદ્ધાસમયરૂપ કાલનો પ્રતિષેધ થાય છે; કેમ કે જગતમાં જે પ્રસિદ્ધ કાલ છે તે કાલ કાયસ્વરૂપ નથી; આથી જ સૂત્રમાં પણ ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલને ગ્રહણ કરેલ છે, કાલને ગ્રહણ કરેલ નથી; કેમ કે કાલરૂપ અદ્ધાસમય કાયરૂપ નથી. અહીં અજીવ કહેવાથી જીવત્વ ધર્મથી રહિત પદાર્થોના અસ્તિત્વની પ્રાપ્તિ થાય છે અને કાય ગ્રહણ કરવાથી તે અજીવદ્રવ્ય અનેક પ્રદેશોના સમુદાયરૂપ કે અનેક અવયવોના સમુદાયરૂપ છે તેમ પ્રાપ્ત થાય છે. તે દ્રવ્યો ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ ચાર છે, અન્ય કોઈ અજીવકાયવાળું દ્રવ્ય નથી. I/પ/પા Page #20 -------------------------------------------------------------------------- ________________ OT તસ્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫| સૂત્ર-૨ અવતરણિકા: પ્રથમ અધ્યાયમાં કહેલ કે મતિજ્ઞાનનો અને શ્રુતજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યો અને અસર્વ પર્યાયો છે અને કેવલજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયો છે. તેથી જગતમાં દ્રવ્ય અને પર્યાય બે વસ્તુ છે, તેની ઉપસ્થિતિ થાય છે. વળી, ગ્રંથકારશ્રીએ પૂર્વના અધ્યાયોમાં જીવનું વર્ણન કર્યું અને પ્રસ્તુત અધ્યાયના પ્રથમ સૂત્રમાં ચાર અજીવકાયો છે તેમ કહ્યું, તેથી જિજ્ઞાસા થાય કે જીવ અને ચાર અજીવકાયો એ દ્રવ્ય છે કે પર્યાય છે ? તેના સમાધાન અર્થે કહે છે – સૂત્રઃ દ્રવ્યાળિ નીવાશ્વ શાહ/રા સૂત્રાર્થ - અને જીવો પૂર્વસૂત્રમાં બતાવેલા ચાર અજીવકાયો અને જીવો, દ્રવ્ય છે. આપ/રા ભાષ્યઃ एते धर्मादयश्चत्वारो प्राणिनश्च पञ्च द्रव्याणि च भवन्तीति, उक्तं हि - ‘मतिश्रुतयोर्निबन्धो सर्वद्रव्येष्वसर्वपर्यायेषु' (अ० १, सू० २७) 'सर्वद्रव्यपर्यायेषु केवलस्य' (अ० १, सू० ३०) इति T /૨ ભાષ્યાર્ચ - ત્તેિ .... તિ આ ધર્માદિ ચાર અને જીવો પાંચ દ્રવ્યો જ છે. જે કારણથી કહેવાયું છે - “સર્વ દ્રવ્યોમાં અને અસર્વ પર્યાયોમાં અતિશ્રતનો નિબંધ છે=વિષય વ્યાપાર છે." (અધ્યાય-૧, સૂત્ર-૨૭) "સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયોમાં કેવલનો વ્યાપાર છે.” (અધ્યાય-૧, સૂત્ર-૩૦) તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. પ/રા ભાવાર્થ : સૂત્ર-૫/૧માં ચાર અજીવકાય છે તે બતાવ્યું અને તેના પૂર્વે જીવોનું સ્વરૂપ બતાવ્યું, તે ધર્માદિ ચાર અને જીવ એ પાંચ દ્રવ્યો છે. ભાષ્યમાં “વ્યા જ ભવન્તીતિ" એ પ્રકારનો પ્રયોગ છે ત્યાં ‘વકાર ‘વકાર અર્થમાં ગ્રહણ કરવો. અહીં પ્રશ્ન થાય કે ધર્માદિ ચાર અને જીવો એ પાંચ દ્રવ્યો છે તે કેમ નક્કી થાય ? તેથી ભાષ્યકારશ્રી કહે છે – અધ્યાય ૧માં કહેવું છે કે “સર્વ દ્રવ્ય અને અસર્વ પર્યાયને જાણનાર મતિ-શ્રુતજ્ઞાન છે.” અને “સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયને જાણનાર કેવલજ્ઞાન છે.” તેથી જ્ઞાનના વિષયભૂત જે સર્વ દ્રવ્યો છે તે સર્વ દ્રવ્યો ધર્માદિ ચાર અને જીવ એ સ્વરૂપ પાંચ છે, એનાથી અતિરિક્ત અન્ય કોઈ દ્રવ્ય નથી. આપણા Page #21 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૩ અવતરણિકા : સૂત્ર-૧માં અજીવદ્રવ્યો બતાવ્યાં અને સૂત્ર-રમાં તે અજીવ સાથે જીવ સહિત કુલ પાંચ દ્રવ્યો છે, તેની સ્પષ્ટતા કરી. હવે તે પાંચ દ્રવ્યો કેવા સ્વરૂપવાળાં છે ? તે બતાવવા અર્થે કહે છે – સૂત્ર: नित्यावस्थितान्यरूपाणि च ।।५/३।। સૂત્રાર્થઃ આ પાંચ દ્રવ્યો નિત્ય છે, અવસ્થિત છે અને અરૂપી છે. પ/૩ ભાષ્ય : एतानि द्रव्याणि नित्यानि भवन्ति, 'तद्भावाव्ययं नित्यम्' (अ० ५, सू० ३०) इति च वक्ष्यते, अवस्थितानि च, न हि कदाचित् पञ्चत्वं भूतार्थत्वं च व्यभिचरन्ति । अरूपाणि च, नैषां रूपमस्तीति । रूपं मूर्तिः, मूर्त्याश्रयाश्च स्पर्शादय इति ।।५/३।। ભાષ્યાર્થ - તાનિ .... વિ . આ દ્રવ્યો પૂર્વમાં બતાવેલાં પાંચ દ્રવ્યો, નિત્ય છે. કેવા પ્રકારનાં નિત્ય છે ? એથી કહે છે – “તદ્ભાવ અવ્યયરૂપ નિત્ય છે” (અધ્યાય-પ, સૂત્ર-૩૦) એ પ્રમાણે કહેવાશે અને અવસ્થિત છે ક્યારેય પણ પાંચપણાને અને ભૂતાર્થપણાના વ્યભિચારને પામતાં નથી=સદા પાંચપણારૂપે અને સભૂતાર્થરૂપે વિદ્યમાન રહે છે, અને અરૂપવાળાં છે. આમતે=આ દ્રવ્યોને, રૂપ નથી એથી અરૂપી છે. રૂપ શું છે ? એ સ્પષ્ટ કરે છે – રૂપ મૂર્તિ છે, અને મૂર્તિના આશ્રયવાળાં સ્પશદિ છે. પ/ ભાવાર્થ :પૂર્વમાં બતાવેલાં ધર્મ આદિ પાંચ દ્રવ્યો નિત્ય છે. અહીં પ્રશ્ન થાય છે કે નિત્યનો અર્થ સામાન્યથી અપ્રશ્રુત અનુત્પન્ન સ્થિર એક સ્વભાવ છે તેવો પ્રાપ્ત થાય. આ પાંચ દ્રવ્યો સર્વથા નિત્ય નથી, પરંતુ કથંચિત્ નિત્ય છે. એ બતાવવા અર્થે કહે છે – “તદ્દભાવના અવ્યયરૂપ નિત્ય છે” એ પ્રમાણે આગળમાં કહેવાશે. તેથી એ પ્રાપ્ત થાય કે પાંચેય દ્રવ્ય અન્ય અન્યરૂપે પરિણમન પામતાં હોવા છતાં તે દ્રવ્યોના તે ભાવનો વ્યય થતો નથી. જેમ ધર્માસ્તિકાયદ્રવ્યનું ધર્માસ્તિકાયત્વ વ્યય પામતું નથી, જીવદ્રવ્યનું જીવત્વ ક્યારેય નાશ પામતું નથી એ પ્રકારે તેઓ નિત્ય છે; છતાં જીવદ્રવ્ય જેમ તે તે પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે અને તે તે પર્યાયરૂપે નાશ પામે છે છતાં Page #22 -------------------------------------------------------------------------- ________________ ૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર–૩, ૪ જીવરૂપે નિત્ય રહે છે તે રીતે ધર્માસ્તિકાય આદિ અન્ય સર્વ દ્રવ્યો પણ તે તે પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે અને પૂર્વના તે તે પર્યાયરૂપે નાશ પામે છે, છતાં પોતાના મૂળ દ્રવ્યસ્વરૂપે નિત્ય છે. વળી આ દ્રવ્યો પર્યાયથી અન્ય અન્યભાવરૂપે થાય છે તે પ્રમાણે તેઓની પાંચની સંખ્યા સદા રહે છે કે નથી રહેતી ? એ પ્રકારની શંકાને સામે રાખીને કહે છે આ પાંચે દ્રવ્યો અવસ્થિત છે=ક્યારેય પણ પાંચની સંખ્યાનો વ્યભિચાર થતો નથી અને પોતાનામાં રહેલ તે તે સ્વરૂપે ભૂતાર્થપણું પણ ક્યારેય નાશ પામતું નથી પણ સદા અવસ્થિતિ છે. જેમ જીવ સંસારી અવસ્થારૂપે સદા અવસ્થિત નથી આથી જ મુક્ત થાય છે ત્યારે સંસારી અવસ્થા નાશ પામે છે. તેથી સંસારી અવસ્થાવાળા જીવોની સંખ્યા પણ સદા અવસ્થિત નથી, પરંતુ જેમ જેમ જીવો મુક્ત થાય છે તેમ તેમ સંસારી અવસ્થાવાળા જીવોની સંખ્યા ન્યૂનતાને પામે છે. તે રીતે ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યોની મૂળ સંખ્યા ક્યારેય પાંચપણાથી ન્યૂન થતી નથી, પરંતુ પાંચસ્વરૂપે સદા અવસ્થિત છે. વળી જેમ જીવો સંસારીરૂપે પૂર્વમાં ભૂતાર્થ હોય છે અને મુક્ત થાય ત્યારે સંસારીરૂપે ભૂતાર્થ રહેતા નથી પરંતુ મુક્તરૂપે ભૂતાર્થ ૨હે છે તેમ પાંચની સંખ્યામાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનું જે સ્વરૂપે ભૂતાર્થપણું છે તે સ્વરૂપના ભૂતાર્થપણાનો ક્યારેય નાશ થતો નથી. જેમ જીવ સંસારીરૂપ ભૂતાર્થપણાથી નાશ પામતો હોવા છતાં જીવત્વરૂપ ભૂતાર્થપણાથી ક્યારેય નાશ પામતો નથી માટે સદા અવસ્થિત છે, તેમ ધર્માસ્તિકાયાદિ પાંચેય દ્રવ્યો પોતપોતાના ભૂતાર્થરૂપે સદા અવસ્થિત છે. આથી જ ૫૨માણુમાંથી કંધો બને અને સ્કંધોમાંથી પરમાણુ છૂટા પડે છે, તેથી પુદ્ગલોમાં કોઈ પુદ્ગલ પરમાણુરૂપે સદા પ્રાપ્ત થતું નથી અને કોઈ પુદ્ગલ સ્કંધરૂપે સદા પ્રાપ્ત થતું નથી, તોપણ દરેક પરમાણુ અને દરેક સ્કંધના દરેક પરમાણુ પોતાના અસ્તિત્વરૂપ ભૂતાર્થરૂપે સદા અવસ્થિત છે. વળી આ ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્યો અરૂપી છે એમ કહ્યા પછી પુદ્ગલોને આગળના સૂત્રમાં રૂપી કહેશે. એથી પુદ્ગલને છોડીને ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્યો અરૂપી છે. અરૂપીનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે જેઓને રૂપ નથી તે અરૂપી છે. રૂપ શું છે ? તે સ્પષ્ટ કરે છે - રૂપ ઇન્દ્રિયગ્રાહ્ય એવી મૂર્તિ છે. અહીં પ્રશ્ન થાય કે પુદ્ગલદ્રવ્યો રૂપી છે તેમાં માત્ર રૂપ નથી, પરંતુ રૂપ સિવાય સ્પર્શાદિ પણ છે. તેથી તે રૂપ અને સ્પર્શાદિ સર્વના અભાવરૂપ અરૂપી છે, તેમ કહેવું જોઈએ. તેથી કહે છે – મૂર્તિના આશ્રયવાળાં સ્પર્શાદિ છે=જે મૂર્તિવાળું દ્રવ્ય હોય તેના આશ્રયવાળાં સ્પર્શ, રૂપ, રસ, ગંધ છે, તેથી રૂપ, રસ, સ્પર્શ, ગંધ જેમાં નથી તેવાં અરૂપી દ્રવ્યો છે. ૫/૩ અવતરણિકા : પૂર્વસૂત્રમાં કહ્યું આ પાંચે દ્રવ્યો અરૂપી છે, તેથી પુદ્ગલને પણ અરૂપી સ્વીકારવાની આપત્તિ આવે. તેના નિવારણ અર્થે કહે છે - Page #23 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસુત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સુત્ર-૪, ૫ સૂત્ર : रूपिणः पुद्गलाः ।।५/४॥ સૂત્રાર્થ : પગલો રૂપી છે. પ/૪ ભાષ્ય : पुद्गला एव रूपिणो भवन्ति, रूपमेषामस्त्येषु वाऽस्तीति रूपिणः ।।५/४।। ભાષ્યાર્થ - પુરાના ... રૂપ: 1 પુદગલ જ રૂપી હોય છે. રૂપ આમને છે અથવા આમનામાં રૂપ છે એ રૂપી. પ/૪ ભાવાર્થ - પૂર્વમાં બતાવેલા ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યોમાં પુદ્ગલ જ રૂપી છે, અન્ય કોઈ રૂપી નથી. જોકે સંસારી જીવો પુદ્ગલની સાથે કથંચિત્ એકત્વભાવ પામેલા હોવાથી સર્વથા અરૂપી નથી, પરંતુ કથંચિત્ અરૂપી છે; છતાં પાંચ દ્રવ્યોનો ગ્રંથકારશ્રીએ જે રીતે વિભાગ કર્યો તે રીતે રૂપ પુલમાત્રમાં છે, અન્ય કોઈ દ્રવ્યમાં નથી. જીવદ્રવ્ય પણ અરૂપી જ છે, તેથી પુદ્ગલ સાથે કથંચિત્ એક થવા છતાં જીવમાં થનારા ક્રોધાદિ ભાવો સુખ-દુઃખના ભાવો પણ અરૂપી જ છે. ફક્ત દેહની સાથે અને કર્મપુદ્ગલોની સાથે જીવ કથંચિત એકત્વભાવને પામેલ છે. તેથી પુદ્ગલમાં વર્તતા રૂપનો જીવમાં ઉપચાર કરીને સંસારી જીવન કથંચિત્ રૂપી કહેવાય છે, પરમાર્થથી તો પુદ્ગલ જ રૂપી છે. રૂપી શબ્દની વ્યુત્પત્તિ સ્પષ્ટ કરતાં કહે છે – જેઓને રૂપ છે તે રૂપી કહેવાય. પુદ્ગલને રૂપ છે માટે પુદ્ગલને રૂપી કહેવાય. અથવા જેઓમાં રૂપ છે, તે રૂપી કહેવાય. તેથી રૂપનું અધિકારણ પુદ્ગલ છે, તેમ સ્વીકારવામાં પણ વિરોધ નથી તે બતાવવા માટે પુદ્ગલોમાં રૂ૫ છે, તેમ કહેલ છે. પ/૪ સૂત્ર - आ आकाशादेकद्रव्याणि ।।५/५।। સૂત્રાર્થ - આકાશ સુધી ધર્માસ્તિકાયાદિના ક્રમથી વર્ણન કરાયેલાં દ્રવ્યોમાં આકાશ સુધી, એક દ્રવ્ય છે. પિતૃપા Page #24 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર-૫, ૬ ભાષ્ય : आ आकाशाद् धर्मादीन्येकद्रव्याण्येव भवन्ति, पुद्गलजीवास्त्वनेकद्रव्याणीति । ५/५ ।। ભાષ્યાર્થ ઃ ..... आ • દ્રવ્યાળીતિ ।। આકાશ સુધી ધર્માદિ એક દ્રવ્ય જ છે. પુદ્ગલ અને જીવો વળી અનેક દ્રવ્યો છે. ‘કૃતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ।।૫/૫। ભાવાર્થ: પૂર્વમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયરૂપ અજીવદ્રવ્યો તથા જીવદ્રવ્ય એમ પાંચ દ્રવ્ય કહ્યાં, તેમાંથી આકાશ સુધીનાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય ત્રણે દ્રવ્યો સંખ્યાથી એક એક દ્રવ્ય જ છે, પરંતુ ધર્માસ્તિકાયાદિ કોઈ દ્રવ્ય બે કે તેથી વધુની સંખ્યાવાળું નથી. વળી પુદ્ગલ અને જીવો પ્રત્યેક સંખ્યાથી અનેક દ્રવ્યો છે. આથી પુદ્ગલો પણ અનંતા છે અને જીવો પણ અનંતા છે અર્થાત્ અપરિમિત સંખ્યાવાળા છે. પ/પા અવતરણિકા : આકાશ સુધી ત્રણ એક દ્રવ્યો છે એમ પૂર્વમાં કહ્યું તે ત્રણ દ્રવ્યોની અન્ય વિશેષતા બતાવે છે સૂત્રઃ નિયિાનિ ચ ।।/દ્દા સૂત્રાર્થ અને નિષ્ક્રિય છે=આકાશાદિ ત્રણ દ્રવ્યો નિષ્ક્રિય છે. I૫/૬ા : - ભાષ્ય : आ आकाशादेव धर्मादीनि निष्क्रियाणि भवन्ति, पुद्गलजीवास्तु क्रियावन्तः । क्रियेति गति મંદ । ભાષ્યાર્થ : 3TT ..... માંદુ ।। આકાશ સુધી જ ધર્માદિ ત્રણ દ્રવ્યો નિષ્ક્રિય છે. વળી પુદ્ગલ અને જીવો ક્રિયાવાળા છે. ક્રિયા એટલે ગતિકર્મ=સ્થાનાંતર પ્રાપ્તિની ગતિની ક્રિયા. । ભાવાર્થ: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણ દ્રવ્યો દેશાંતરની પ્રાપ્તિરૂપ સર્વથા ક્રિયા Page #25 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂચ-૬ વગરનાં છે, તેથી નિષ્ક્રિય છે અર્થાત્ શાશ્વત કાળ એક સ્વરૂપે એ જ રીતે અવસ્થિત છે. જીવ અને પુદ્ગલો ક્રિયાવાળા છે. આથી જ પુદ્ગલો ક્યારેક કોઈક આકાશપ્રદેશ ઉપર સ્થિર હોવા છતાં તે જ આકાશપ્રદેશ ઉપર સદા ધર્માસ્તિકાયાદિની જેમ સ્થિર રહેતા નથી પરંતુ જે જે પુદ્ગલોમાં જ્યારે જ્યારે કોઈકના પ્રયોગથી કે વિસસાના પરિણામથી ગતિપરિણામ થાય છે ત્યારે ત્યારે તે તે પુદ્ગલો તેના ગતિપરિણામને અનુકૂળ અન્ય અન્ય આકાશપ્રદેશ પ્રત્યે સંચરણ કરે છે. આથી જ પરમાણુમાં મંદ ગતિનો પરિણામ થાય તો નજીકના આકાશપ્રદેશ પર બીજા સમયે પહોંચે છે અને તીવ્ર ગતિનો પરિણામ થાય તો પોતાના સ્થાનથી લોકના છેડે બીજા સમયે પહોંચે છે. આ રીતે પરમાણુથી માંડીને અનંત પરમાણુના સ્કંધોમાં ક્યારેક સ્થિતિનો પરિણામ થાય તો તે સ્કંધો સ્થિર પડ્યા હોય છે અને જ્યારે ગતિનો પરિણામ થાય છે ત્યારે ક્ષેત્રમંતરમાં ગમન કરે છે. વળી જેવદ્રવ્ય પણ કર્મજન્ય ગતિપરિણામવાળું છે અને સ્વાભાવિક ગતિપરિણામવાળું પણ છે. તેથી કર્મવાળા જીવો સ્થાનાંતરની પ્રાપ્તિ કર્મને આધીન કરે છે અને જ્યારે સર્વકર્મ રહિત થાય છે ત્યારે પોતાના ઊર્ધ્વગમનના સ્વભાવને કારણે સિદ્ધશિલા તરફ જાય છે. ફક્ત સંસારીઅવસ્થામાં જે મન, વચન અને કાયાના યોગમાં જીવની જે પ્રવૃત્તિ હતી તે કર્મજન્ય હતી, આથી જ મહાત્માઓ સાધના કરીને તે પ્રકારની કર્મજન્ય યોગની પ્રવૃત્તિનો નિરોધ કરે છે ત્યારે યોગનિરોધના બલથી મન, વચન અને કાયાના વ્યાપાર વગરના નિષ્ક્રિય થાય છે. તેવી આત્મપ્રદેશોનાં અકંપનરૂપ નિષ્ક્રિયતા જીવમાં મુક્ત અવસ્થામાં શાશ્વત રહે છે; પરંતુ પ્રસ્તુત સૂત્રમાં કહેલ નિષ્ક્રિયતા જીવમાં નથી તેથી જ્યારે તે મહાત્મા યોગનિરોધના બલથી સર્વકર્મ રહિત બને છે, ત્યારે જીવન ઊર્ધ્વગમનના સ્વભાવને કારણે સિદ્ધશિલા ઉપર ગમન કરે છે. ભાષ્ય : अत्राह - उक्तं भवता - प्रदेशावयवबहुत्वं कायसंज्ञमिति, तत् क एष धर्मादीनां प्रदेशावयवनियम इति ?, अत्रोच्यते - सर्वेषां प्रदेशाः सन्ति, अन्यत्र परमाणोः अवयवास्तु स्कन्धानामेव । वक्ष्यते દિ – ‘બળવઃ સ્કન્યાશ્વ' (ગ, સૂ૦ ર૬) “સસ્થાપે... ૩Fાન્ત' (મધ, સૂ૦ ર૬) કૃતિ T૬/૬ ભાષ્યાર્થ : અન્નાદ ....... તિ છે. અહીં=પહેલા સૂત્રના ભાગમાં, તમારા વડે કહેવાયું – પ્રદેશઅવયવબહત્વ કાયસંજ્ઞા છે. તે કારણથી કયો આ ધમદિના પ્રદેશ અવયવનો નિયમ છે? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – પરમાણુને છોડીને સર્વ દ્રવ્યોને પ્રદેશો છે, વળી અવયવો સ્કંધને જ છે. કેમ સ્કંધને અવયવ છે? તેથી કહે છે – જે કારણથી “અણુઓ અને સ્કંધો છે.” (અધ્યાય-૫, સૂત્ર-૨૫) “સંઘાત અને ભેદથી સ્કંધો ઉત્પન્ન થાય છે” (અધ્યાય-૫, સૂત્ર-૨૬) એ પ્રમાણે કહેવાશે. 1પ/૬ Page #26 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩/ અધ્યાય-૫ / સૂત્ર-૬, ૭ ભાવાર્થ : સૂત્ર-૧માં અજીવકાયો બતાવ્યાં અને સૂત્ર-રમાં અજીવકાયો દ્રવ્ય છે અને અજીવદ્રવ્યથી અતિરિક્ત જીવ પણ દ્રવ્ય છે તેમ બતાવ્યું. તેથી ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યોની પ્રાપ્તિ થઈ અને તે દ્રવ્યો કેવા સ્વરૂપવાળાં છે ? તેનું અત્યાર સુધી સ્વરૂપ બતાવ્યું. હવે સૂત્ર-૧ના ભાષ્યમાં કહેલ કે અજીવકાર્યમાં કાયસંજ્ઞા પ્રદેશ અને અવયવના બહુત્વ માટે આપેલ છે. તેથી શંકા થાય કે ધર્માદિ દ્રવ્યોના પ્રદેશ અને અવયવોનો ક્યો નિયમ છે ? તે નિયમના ઉત્તરરૂપે ભાષ્યકારશ્રી કહે છે – પરમાણુને છોડીને ધર્માસ્તિકાયાદિ પાંચેય દ્રવ્યોને પ્રદેશો છે. વળી સ્કંધોને જેમ પ્રદેશો છે તેમ અવયવો પણ છે; કેમ કે સ્કંધો સંઘાત અને ભેદથી ઉત્પન્ન થાય છે. તેથી નક્કી થાય છે કે ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યો અનેક અવયવોના સંઘાતરૂપ નથી માટે તેઓના અવયવો નથી પરંતુ માત્ર પ્રદેશો છે. પરમાણુને છોડીને બાકીનાં દ્રવ્યોને પ્રદેશો છે અને સ્કંધોને અવયવો છે. તે બતાવવા માટે ભાષ્યકારશ્રી યુક્તિ આપતાં કહે છે – અણુઓ અને સ્કંધો છે” એ પ્રમાણે આગળમાં કહેવાશે. તેથી નક્કી થાય છે કે અણુઓને પ્રદેશ નથી. “સંઘાત અને ભેદથી સ્કંધો ઉત્પન્ન થાય છે” તેથી નક્કી થાય છે કે સ્કંધોને જેમ પ્રદેશો છે તેમ અવયવો પણ છે. આથી જ તે અવયવોના સંઘાતથી સ્કંધો બનેલા છે અને ભેદ દ્વારા તે સ્કંધના અવયવો છૂટા પડે છે. જ્યારે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના વિભાગથી અવયવો છૂટા પડતા નથી કે અવયવોના સમૂહથી ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો બનતાં નથી માટે તે સર્વ દ્રવ્યને અવયવો નથી. આ પ્રકારે સમાધાન કર્યા પછી ત્યાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં કોને કેટલા પ્રદેશો છે ? તે આગળના સૂત્રથી બતાવે છે. પ/કા ભાષ્ય : તત્ર - ભાષ્યાર્થ: ત્યાં કોને કેટલા પ્રદેશો છે ? તે પ્રસ્તુત સૂત્રમાં બતાવે છે – સૂત્ર - असङ्ख्येयाः प्रदेशा धर्माधर्मयोः ।।५/७।। સૂત્રાર્થ : ધર્મ અધર્મના અસંખ્યાત પ્રદેશો છે. પ/ગા ભાષ્ય :प्रदेशो नामापेक्षिकः सर्वसूक्ष्मस्तु परमाणोरवगाह इति ।।५/७॥ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦. તત્ત્વાર્થાધિગમસુત્ર ભાગ-૩) અધ્યાય-૫ / સૂત્ર-૭, ૮ ભાષ્યાર્થ: પ્રવેશ ..... રૂરિ પ્રદેશ એટલે અપેક્ષાથી કરાયેલો સર્વ સૂક્ષ્મ પરમાણુનો અવગાહ, ‘ત્તિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ૫/૭થા ભાવાર્થ : પૂર્વસૂત્રના ભાષ્યમાં ભાષ્યકારશ્રીએ કહેલ કે પરમાણુને છોડીને સર્વને પ્રદેશો છે અને સ્કંધોને જ અવયવો છે. પ્રસ્તુત સૂત્રમાં ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય એ દ્રવ્યોના અસંખ્યાતા પ્રદેશો છે તેમ બતાવ્યું. તેથી પ્રદેશ વસ્તુ શું છે ? તેની સ્પષ્ટતા કરે છે – ધર્માસ્તિકાયદ્રવ્યનો અને અધર્માસ્તિકાયદ્રવ્યનો સર્વ સૂક્ષ્મ પરમાણુની અવગાહનાવાળો એવો અપેક્ષાથી કરાયેલો બુદ્ધિકૃત વિભાગ તે પ્રદેશ છે. એથી એ પ્રાપ્ત થાય કે ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયાદિ દ્રવ્ય અનેક પ્રદેશના સમૂહથી બનેલું નથી પરંતુ એક અખંડ દ્રવ્ય છે; છતાં તે અખંડ દ્રવ્યના કદને જાણવા માટે સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવા પરમાણુ દ્રવ્યને ગ્રહણ કરીને તેની અવગાહનાવાળો જે વિભાગ છે તે પ્રદેશ છે. ધર્માસ્તિકાયના અને અધર્માસ્તિકાયના આવા કેટલા પ્રદેશો થાય? તેનો બોધ કરાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે – ધર્માસ્તિકાયદ્રવ્યના અને અધર્માસ્તિકાયદ્રવ્યના અસંખ્યાત પ્રદેશો છે. આપણા સૂત્ર - जीवस्य च ।।५/८॥ સૂત્રાર્થ : અને જીવના અસંખ્યાત પ્રદેશો છે. II૫/૮ ભાષ્ય : एकजीवस्य चासङ्ख्येयाः प्रदेशा भवन्तीति ।।५/८।। ભાષ્યાર્થ: નીવસ્ય ... ભવન્તીતિ છે અને એક જીવના અસંખ્યાત પ્રદેશો છે. ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. પ/૮ ભાવાર્થસૂત્રમાં અને ભાષ્યમાં ‘વકાર છે તે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશોનો સમુચ્ચય Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર-૮, ૯, ૧૦ કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે ધર્માસ્તિકાયદ્રવ્ય અને અધર્માસ્તિકાયદ્રવ્ય અને એક જીવના પ્રદેશો અસંખ્યાત સમાન સંખ્યાવાળા છે. ફરક એટલો જ છે કે ધર્માસ્તિકાયદ્રવ્ય અને અધર્માસ્તિકાયદ્રવ્ય સદા સ્થિર એક સ્વભાવવાળું છે, તેથી તેમાં સંકોચ અને વિકાસ થતો નથી જ્યારે જીવદ્રવ્યના પ્રદેશો ધર્માસ્તિકાયદ્રવ્ય જેટલા જ હોવા છતાં કર્મને વશ જેવદ્રવ્ય શરીરપ્રમાણ કદવાળું બને છે. ત્યારે તેના ઘણા આત્મપ્રદેશો એક આકાશપ્રદેશ ઉપર થવાથી અસંખ્યાત પ્રદેશની અવગાહનાવાળું હોવા છતાં પણ તેના આત્મપ્રદેશો ધર્માસ્તિકાયની અવગણના કરતાં અસંખ્યાતમા ભાગની અવગાહનામાં આવી જાય છે. જીવ જ્યારે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય ત્યારે તેના આત્મપ્રદેશો અત્યંત અલ્પ અવગાહનાવાળા બને છે અને મહાકાય હાથીરૂપે બને છે ત્યારે મોટી અવગાહનાવાળા બને છે, અને કોઈ કેવલી કેવલીસમુદ્ધાત કરે ત્યારે તેમના આત્મપ્રદેશોની અવગાહના ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયની અવગાહનાતુલ્ય થાય છે. આમ છતાં દરેક જીવોના આત્મપ્રદેશો ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયની તુલ્ય સંખ્યાવાળા છે. પિતા સૂત્ર : માવાસસ્થાનત્તા: ૧/૧ સૂત્રાર્થ : આકાશને અનંત પ્રદેશો છે. IN/CIL ભાષ્ય : लोकालोकाकाशस्यानन्ताः प्रदेशाः लोकाकाशस्य तु धर्माधर्मकजीवैस्तुल्याः ।।५/९।। ભાષ્યાર્ચ - તો વાતો વાસ્થાનત્તા .. થર્મોથર્મનોવૈતુન્યા: લોક-અલોકરૂપ આકાશના અનંત પ્રદેશો છે. વળી લોકાકાશના ધર્મ, અધર્મ અને એક જીવતી સાથે તુલ્ય પ્રદેશો છે. પ/લો ભાવાર્થ : આકાશના અનંત પ્રદેશો છે; કેમ કે આકાશનું લોકાકાશથી સર્વ દિશામાં અંત વગર સર્વત્ર અવસ્થાન છે, કેવલીને પણ આકાશનો અંત દેખાતો નથી, માટે લોક-અલોકરૂપ આકાશદ્રવ્યના અનંત પ્રદેશો છે. લોકાકાશના પ્રદેશો ધર્મ, અધર્મ અને એક જીવની સાથે તુલ્ય છે; કેમ કે ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયદ્રવ્યના અવગાહનના બળથી આકાશના લોકાકાશ અને અલોકાકાશ એમ બે વિભાગ છે. પરમાર્થથી આકાશ એક અખંડ દ્રવ્ય છે. પ/લા સૂત્ર : सङ्ख्येयासङ्ख्येयाश्च पुद्गलानाम् ।।५/१०।। Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સુત્ર-૧૦, ૧૧ સૂત્રાર્થ : અને પુદ્ગલના સંખ્યય, અસંખ્યય પ્રદેશો છે. પ/૧૦II ભાષ્ય : सङ्ख्येया असङ्ख्येया अनन्ताश्च पुद्गलानां प्रदेशा भवन्ति - अनन्ता इति वर्तते ।।५/१०।। ભાષ્યાર્ચ - કરવા ... વ ા સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશો પુગલોના છે. અનંતા એ પ્રમાણે પૂર્વના સૂત્રમાંથી અનુવર્તન પામે છે. પ/૧૦ગા. ભાવાર્થ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય જીવ અને આકાશના પ્રદેશો બતાવ્યા પછી અવશેષ એવા પુદ્ગલાસ્તિકાયના જે સ્કંધો છે તેના કેટલા પ્રદેશો છે ? તે બતાવતાં ભાષ્યકારશ્રી કહે છે – પુદ્ગલોના સ્કંધોના સંખ્યાત પ્રદેશો હોય છે, અસંખ્યાત પ્રદેશો હોય છે અને અનંતા પ્રદેશો પણ હોય છે. તેથી એ પ્રાપ્ત થાય કે અનંત પ્રદેશના સ્કંધો પણ પરિમિત આકાશપ્રદેશ ઉપર રહે છે ત્યારે જીવની જેમ સંકોચ પામે છે તેથી એક આકાશપ્રદેશ ઉપર પણ અનંત પરમાણુના સ્કંધની પ્રાપ્તિ થઈ શકે છે. પ/૧૦માં સૂત્ર : નાનો ભાઇ/ સૂત્રાર્થ: અણુને પ્રદેશો નથી. પ/૧૧|| ભાષ્ય : अणोः प्रदेशा न भवन्ति अनादिरमध्योऽप्रदेशो हि परमाणुः ।।५/११।। ભાષ્યાર્થ : ગળો .... પરમાણુ ! પરમાણુને પ્રદેશો હોતા નથી. “દિ'=જે કારણથી, અનાદિ છેeતેનો આ પ્રારંભ છે એ પ્રકારના આરંભવાળો નથી, (અ) અમધ્ય=આ તેનો મધ્યભાગ છે એ પ્રકારનો નથી, તે કારણથી પરમાણુ અપ્રદેશ છે. પ/૧૧ ભાવાર્થ પુદ્ગલોમાં સંખ્ય, અસંખ્ય અને અનંતા પ્રદેશો હોય છે તેમ કહ્યા પછી અણુને પ્રદેશો નથી તેમ સ્થાપન કર્યું. ત્યાં જિજ્ઞાસા થાય કે અણુને પ્રદેશો નથી તેનાથી શું પ્રાપ્ત થાય ? તેથી ભાષ્યકારશ્રી કહે છે – આ આદિ છે, આ મધ્ય છે, એ પ્રકારનો જેને વિભાગ નથી એવો પરમાણુ અપ્રદેશવાળો છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૩ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૧૧, ૧૨ તેથી એ પ્રાપ્ત થાય કે સ્કંધોને આ આદિ છે આ મધ્ય છે એ પ્રકારની અવશ્ય પ્રાપ્તિ હોય છે. આથી જ અનંત પરમાણુના સ્કંધ એક આકાશમાં અવસ્થિત હોય ત્યારે ક્ષેત્રને સામે રાખીને આ તેનો આદિનો ભાગ છે આ તેનો અંતનો ભાગ છે તેવા વિભાગ થઈ શકે નહીં. તોપણ તે સ્કંધના પરમાણુઓ જ્યારે વિસ્તાર પામે ત્યારે જે પરમાણુ આદિના ભાગમાં છે, જે પરમાણુ મધ્યના ભાગમાં છે અને જે પરમાણુ અંતના ભાગમાં છે તે પ્રકારે જ રહેલા તે પરમાણુનો સ્કંધ સંકોચાયેલો હોવાથી એક આકાશપ્રદેશમાં રહેલો હોવા છતાં બુદ્ધિથી તેના આ પરમાણુ આદિમાં છે, આ મધ્યમાં છે, આ અંતમાં છે તેવો વિભાગ થઈ શકે છે જ્યારે પરમાણુમાં તેવો વિભાગ થતો નથી, તેથી પરમાણુ અપ્રદેશવાળા છે. વળી, ચણકમાં આદિ અને અંતની પ્રાપ્તિ છે, પરંતુ મધ્યની પ્રાપ્તિ નથી, છતાં કચણુક સપ્રદેશવાળો છે તેનું ઉપલક્ષણથી ગ્રહણ કરવું. ત્રણકાદિ સ્કંધો અવશ્યપણે આદિ અને મધ્યવાળા છે, જ્યારે પરમાણુ આદિવાળો પણ નથી અને મધ્યવાળો નથી, તેથી તે અપ્રદેશવાળો છે. પ/૧૧ાા અવતરણિકા : ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, પગલાસ્તિકાય, જીવાસ્તિકાય અને આકાશાસ્તિકાય એમ પાંચ દ્રવ્યો છે, એમ પૂર્વમાં બતાવ્યું ત્યારબાદ તેના પ્રદેશો કેટલા છે ? તે બતાવ્યા. હવે, તે દ્રવ્યોમાંથી અવગાહન કરનારાં ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્યો ક્યાં અવગાહીને રહેલાં છે ? તે બતાવવા અર્થે કહે છે – સૂત્ર : નોજાવાશેડવા પાપ/૧૨ાા સૂત્રાર્થ - લોકાકાશમાં અવગાહ છે. પ/1શા ભાષ્ય : अवगाहिनामवगाहो लोकाकाशे भवति ।।५/१२।। ભાષ્યાર્થ: અવાદિના... મતિ | અવગાહિઓનો=અવગાહી એવાં ધમસ્તિકાયાદિ ચાર દ્રવ્યોનો, અવગાહ લોકાકાશમાં છે. I૫/૧૨ા ભાવાર્થ : આકાશદ્રવ્ય સર્વત્ર છે. કોઈ એવું સ્થાન નથી જ્યાં આકાશદ્રવ્ય ન હોય. આકાશદ્રવ્યનો સ્વભાવ અવગાહનનો છે, છતાં તે આકાશદ્રવ્યમાં જે સ્થાને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ દ્રવ્યો તથાસ્વભાવે રહેલાં છે તે સ્થાન લોકાકાશ શબ્દથી વાચ્ય છે અર્થાત્ આકાશનો તે દેશ લોકાકાશ આત્મક છે. આ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તત્ત્વાર્થાધિગમસુત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર-૧૨, ૧૩, ૧૪ લોકાકાશરૂપ સ્થાનમાં અવગાહન કરીને રહેનારાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ દ્રવ્યો છે. આ દ્રવ્યો જે સ્થાનમાં છે તે સ્થાનમાં જીવ અને પુદ્ગલદ્રવ્ય પણ અવગાહન કરીને રહેલાં છે; આમ, છતાં જેમ લોકાકાશ વ્યાપી ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયદ્રવ્ય છે તેમ કોઈ પુદ્ગલના સ્કંધો કે કોઈ જીવદ્રવ્ય લોકાકાશમાં વ્યાપીને નથી પરંતુ તેના એક પ્રદેશમાં અથવા એક દેશમાં વ્યાપીને રહેલ છે. ફક્ત કેવલીસમુદ્ધાતકાળમાં કેવલીનો આત્મા લોકાકાશ વ્યાપી ક્ષણભર બને છે અને અચિત્તમહાત્કંધ જ્યારે કેવલીસમુદ્ધાતની જેમ સમુદ્દાત કરે છે ત્યારે તે ક્ષણભર લોકાકાશ વ્યાપી બને છે. તેથી સમુદ્યાત કાળમાં કેવલીનો આત્મા અને અચિત્તમહાત્કંધને છોડીને જીવ અને પુદ્ગલદ્રવ્ય લોકાકાશના એક દેશમાં અવગાહન કરીને રહેલાં છે. I/પ/૧રણા સૂત્ર : ઘર્મયો ને રાહ/રૂાા સૂત્રાર્થ : ધર્મ-અધર્મનું કૃત્ન લોકમાં અવગાહન છે. પ/૧૩ ભાષ્ય : धर्माधर्मयोः कृत्स्ने लोकाकाशेऽवगाहो भवतीति ।।५/१३।। ભાષાર્થ :ઘર્મલોઃ મવતિ ધર્મ અધર્મનો=ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય બે દ્રવ્યનો, કૃત લોકાકાશમાં અવગાહ છે=ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય સંપૂર્ણ લોકાકાશને વ્યાપીને રહેલાં છે. ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. પિ/૧ સૂત્રઃ एकप्रदेशादिषु भाज्यः पुद्गलानाम् ।।५/१४ ।। સૂત્રાર્થ : એક પ્રદેશાદિમાં પુદ્ગલોનું અવગાહ ભાજ્ય છે વિકલય છે. પ/૧૪ ભાષ્ય : अप्रदेशसङ्ख्येयासङ्ख्येयानन्तप्रदेशानां पुद्गलानामेकादिष्वाकाशप्रदेशेषु भाज्योऽवगाहः । भाज्यो विभाज्यो विकल्प्य इत्यनर्थान्तरम् । तद्यथा - परमाणोरेकस्मिन्नेव प्रदेशे, व्यणुकस्यैकस्मिन् द्वयोश्च, त्र्यणुकस्यैकस्मिन् द्वयोस्त्रिषु च, एवं चतुरणुकादीनां सङ्ख्येयासङ्ख्येयप्रदेशस्यैकादिषु सङ्ख्येयेषु असङ्ख्येयेषु च, अनन्तप्रदेशस्य च ।।५/१४।। Page #32 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર-૧૪ ભાષ્યાર્થ: अप्रदेश ...... ચ ।। અપ્રદેશ એવા પરમાણુ, સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશોના સ્કંધોરૂપ પુદ્ગલોનો એકાદિ આકાશપ્રદેશોમાં ભાજ્ય અવગાહ છે=વિકલ્પથી અવગાહ છે. ભાજ્ય શબ્દના પર્યાયવાચી બતાવતાં કહે છે ભાજ્ય, વિભાજ્ય, વિકલ્પ્ય એ અનર્થાંતર છે=એકાર્થવાચી છે. પુદ્ગલોનું અવગાહન કઈ રીતે ભાજ્ય છે ? તે “તદ્યા”થી સ્પષ્ટ કરે છે – પરમાણુનું એક જ પ્રદેશમાં અવગાહન છે. ક્ર્મણુકનું એક પ્રદેશમાં અને બે પ્રદેશમાં અવગાહન છે=કોઈક ચણુકનું એક પ્રદેશમાં અવગાહન છે, વળી કોઈક ક્ર્મણુકનું બે પ્રદેશમાં અવગાહન છે, ઋણુકનું એક પ્રદેશમાં, બે પ્રદેશમાં અથવા ત્રણ પ્રદેશમાં અવગાહન છે, એ રીતે ચતુરણુક આદિનું જાણવું. સંધ્યેયપ્રદેશવાળા, અસંખ્યેયપ્રદેશવાળા સ્કંધોનું એકાદિ પ્રદેશોમાં, સંધ્યેય પ્રદેશમાં, અસંખ્યેય પ્રદેશમાં અવગાહન જાણવું અને અનંત પ્રદેશના સ્કંધની એકાદિ પ્રદેશમાં, સંખ્યાત આકાશપ્રદેશમાં અને અસંખ્યાત આકાશપ્રદેશમાં અવગાહના જાણવી. ।।૫/૧૪/ ભાવાર્થ: પુદ્ગલદ્રવ્યોમાં પરમાણુ અપ્રદેશવાળા છે અને તે પરમાણુ નિયમા એક આકાશપ્રદેશની અવગાહનામાં રહે છે. ચણુક એક આકાશપ્રદેશ પર પણ રહે છે અને બે આકાશપ્રદેશ ઉપર પણ રહે છે પરંતુ ક્યારેય ત્રણ-ચાર આકાશપ્રદેશ પર દ્વણુક રહેતો નથી. ઋણુક એક આકાશપ્રદેશ પર રહે છે, બે આકાશપ્રદેશ પર પણ રહે છે અને ત્રણ આકાશપ્રદેશ ઉપર પણ રહે છે પરંતુ ચાર આદિ આકાશપ્રદેશ ઉપર ક્યારેય રહેતો નથી. આ નિયમ અનુસાર ચાર અણુથી માંડીને અનંત પ્રદેશવાળા સ્કંધની મર્યાદા છે. ફક્ત અનંત પ્રદેશનો સ્કંધ એક આકાશપ્રદેશ ઉપર રહે છે, બે આકાશપ્રદેશ ઉપર પણ રહે છે યાવદ્ અસંખ્યાત આકાશપ્રદેશ ઉપર પણ રહે છે. ૧૫ આ અસંખ્યાત આકાશપ્રદેશ પણ લોકાકાશના અસંખ્યાત ભાગ પ્રમાણ જ હોય છે. ફક્ત અચિત્તમહાકંધ જે કેવલીના સમુદ્દાત જેવા સમુદ્દાતકાળમાં સર્વલોકવ્યાપી અસંખ્યાત આકાશપ્રદેશ પ્રમાણ બને છે તે સિવાય તે અચિત્તમહાસ્કંધ પણ લોકાકાશના અસંખ્યાત ભાગ પ્રમાણ જ આકાશપ્રદેશ ઉપર રહે છે. સૂત્રમાં ભાજ્ય શબ્દ છે તેનો અર્થ કરતાં ભાષ્યકારશ્રી કહે છે ભાજ્ય, વિભાજ્ય અને વિકલ્પ્ય એકાર્થવાચી છે. - તેથી એ પ્રાપ્ત થાય કે પુદ્ગલના અવગાહનાના અનેક વિકલ્પો છે અને તે જ ભાષ્યકારશ્રીએ સ્પષ્ટ કર્યા કે અનંત પરમાણુનો સ્કંધ એક આકાશમાં પણ રહી શકે, બે આકાશપ્રદેશમાં રહી શકે અને અસંખ્યાત આકાશપ્રદેશમાં રહી શકે એમ અનેક વિકલ્પો છે, તેને બતાવનાર ભાજ્ય શબ્દ છે. 114/9811 Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તત્ત્વાર્થાધિગમસુત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૧૫, ૧૬ સૂત્રઃ મધ્યેયમાાતિવુ ગીવાનામ્ ા/કા સૂત્રાર્થ - અસંખ્યય ભાગાદિમાં લોકાકાશના અસંખ્યય ભાગાદિમાં, જીવોનો અવગાહ છે. પ/૧પો ભાષ્ય : लोकाकाशप्रदेशानामसङ्ख्येयभागादिषु जीवानामवगाहो भवति, आ सर्वलोकादिति ।।५/१५ ।। ભાષ્યાર્થ : નોવાશ ..... સર્વનોદિતિ લોકાકાશપ્રદેશના અસંખ્યય ભાગાદિમાં જીવોનો અવગાહ છે-એક જીવનો અવગાહ છે. સર્વ લોક સુધી અવગાહ છે. તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. li૫/૧૫ ભાવાર્થ : જીવોની જઘન્ય અવગાહના એક આકાશપ્રદેશ, બે આકાશપ્રદેશની નથી પરંતુ નિયમાં અસંખ્યાત આકાશપ્રદેશની છે. તેથી સૂક્ષ્મ પણ જીવો અતિ નાની અવગાહનામાં હોય ત્યારે પણ અસંખ્યાત આકાશપ્રદેશની અવગાહનાવાળા છે અને મહાકાયવાળા બને ત્યારે પણ અસંખ્યાત આકાશપ્રદેશની અવગાહનાવાળા છે. તે અવગાહના લોકના અસંખ્યાત ભાગ પ્રમાણ પણ છે, સંખ્યાત ભાગ પ્રમાણ પણ છે અને ઉત્કૃષ્ટથી સર્વલોકવ્યાપી પણ છે. આથી કેવલી સમુદ્યાત વખતે દંડાદિ અવસ્થામાં લોકના સંખ્યાત ભાગમાં એક જીવની અવગાહના પ્રાપ્ત થાય છે અને ઉત્કૃષ્ટથી સર્વલોકવ્યાપી કેવળીના જીવ પ્રદેશો પ્રાપ્ત થાય છે. સર્વ જીવોને આશ્રયીને અવગાહના વિચારીએ તો ચૌદ રાજલોકમાં જીવો વ્યાપી છે. પ/૧પ ભાષ્ય : अत्राह – को हेतुरसङ्ख्येयभागादिषु जीवानामवगाहो भवतीति ? । अत्रोच्यते - ભાષ્યાર્થ : અહીં પૂર્વસૂત્રમાં કહ્યું કે જીવોની અસંખ્યાત ભાગાદિમાં અવગાહના છે એમાં, પ્રશ્ન કરે છે – અસંખ્યય ભાગાદિમાં જીવોનું અવગાહન છે એમાં કયો હેતુ છે ? ત્તિ શબ્દ પ્રશ્નની સમાપ્તિ માટે છે. આમાં પર દ્વારા કરાયેલ પ્રશ્નમાં, ઉત્તર આપે છે – સૂત્ર : प्रदेशसंहारविसर्गाभ्यां प्रदीपवत् ।।५/१६ ।। Page #34 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર-૧૬ સૂત્રાર્થ : પ્રદેશના સંહાર અને વિસર્ગ દ્વારા=જીવના પ્રદેશોના સંકોચ અને વિકાસ દ્વારા, જીવની અસંખ્યાત ભાગાદિમાં અવગાહના છે, પ્રદીપની જેમ. II૫/૧૬ ભાષ્યઃ जीवस्य हि प्रदेशानां संहारविसर्गाविष्टौ प्रदीपस्येव । तद्यथा तैलवर्त्यग्न्युपादानप्रवृद्धः प्रदीपो महतीमपि कूटागारशालां प्रकाशयति, अण्वीमपि, माणिकावृतो माणिकां, द्रोणावृतो द्रोणं, आढकावृतश्चाढकं, प्रस्थावृतः प्रस्थं, पाण्यावृतः पाणिमिति । एवमेव प्रदेशानां संहारविसर्गाभ्यां जीवो महान्तमणुं वा पञ्चविधं शरीरस्कन्धं धर्माधर्माकाशपुद्गलजीवप्रदेशसमुदायं व्याप्नोतीति, अवगाहत इत्यर्थः । धर्माधर्माकाशजीवानां परस्परेण पुद्गलेषु च वृत्तिर्न विरुद्ध्यते, अमूर्तत्वात् । अत्राह-सति प्रदेशसंहारविसर्गसम्भवे कस्मादसङ्ख्येयभागादिषु जीवानामवगाहो भवति नैकप्रदेशादिष्विति ?, अत्रोच्यते सयोगत्वात् संसारिणां चरमशरीरत्रिभागहीनावगाहित्वाच्च सिद्धानामिति ।।/૬।। ૧૭ - - ભાષ્યાર્થ : ..... जीवस्य • સિદ્ધાનામિતિ ।। જીવના પ્રદેશોનો સંહાર અને વિસર્ગ પ્રદીપની જેમ ઇષ્ટ છે. તે આ પ્રમાણે તેલવર્તી વાટની સાથે અગ્નિના ગ્રહણથી પ્રવૃદ્ધ થયેલો એવો જે પ્રદીપ મોટી પણ કૂટાગારશાળાને પ્રકાશન કરે છે અને નાની પણ કૂટાગારશાળાને પ્રકાશિત કરે છે. માણિકાથી આવૃત માણિકાને પ્રકાશિત કરે છે, દ્રોણથી આવૃત દ્રોણને પ્રકાશિત કરે છે, આઢકથી આવૃત આઢકને પ્રકાશિત કરે છે, પ્રસ્થથી આવૃત પ્રસ્થને પ્રકાશિત કરે છે અને પાણિથી આવૃત=હાથથી આવૃત, પાણિને પ્રકાશિત કરે છે. ‘કૃતિ’ શબ્દ ‘તદ્યથા’થી શરૂ કરેલા કથનની સમાપ્તિમાં છે. એ રીતે જ=જે રીતે પ્રદીપના પ્રકાશના અવયવોનો સંહાર અને વિસર્ગ છે એ રીતે જ, પ્રદેશોના સંહાર અને વિસર્ગથી=જીવપ્રદેશોના સંહાર અને વિસર્ગથી, જીવ ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ અને જીવપ્રદેશના સમુદાયરૂપ મહાન અથવા અલ્પ પાંચ પ્રકારના શરીર સ્કંધને વ્યાપ્ત થાય છે અર્થાત્ અવગાહન કરે છે. ધર્મ, અધર્મ, આકાશ અને જીવોની પરસ્પર વૃત્તિ વિરુદ્ધ નથી અને પુદ્ગલોમાં ધર્માદિ ચારેયની વૃત્તિ વિરુદ્ધ નથી; કેમ કે ધર્માદિ ચારેયનું અમૂર્તપણું છે. અહીં શંકા કરે છે=સૂત્રમાં કહેલ કે પ્રદેશ સંહાર-વિસર્ગ દ્વારા જીવની અસંખ્યય ભાગમાં અવગાહના છે એ કથનમાં શંકા કરે છે - Page #35 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૧૬ પ્રદેશનો સંહારનો અને વિસર્ગનો સંભવ હોતે છતે અસંખ્યેયભાગાદિમાં જીવનું અવગાહન કેમ છે ? એક પ્રદેશાદિમાં કેમ નથી ? ‘કૃતિ’ શબ્દ શંકાની સમાપ્તિમાં છે. ૧૮ આમાં=પૂર્વમાં કરેલી શંકામાં, ઉત્તર અપાય છે – સંસારીનું સયોગપણું હોવાથી=યોગરૂપ શરીરથી સહિતપણું હોવાથી, એક આદિ આકાશપ્રદેશમાં અવગાહન નથી અને સિદ્ધોનું ચરમ શરીર ત્રિભાગહીન અવગાહીપણું હોવાથી એક પ્રદેશાદિમાં અવગાહન નથી. II૫/૧૬॥ ભાવાર્થ: પ્રદીપ જેમ નાના ગૃહમાં હોય તો નાના ગૃહને પ્રકાશિત કરે છે, મોટા ગૃહમાં હોય તો મોટા ગૃહને પ્રકાશિત કરે છે અથવા તેના ઉપર કોઈ વસ્તુ ઢાંકી હોય તે નાની હોય તો નાની વસ્તુ પ્રમાણ પ્રકાશ ફેલાય છે અને મોટી વસ્તુ ઢાંકી હોય તો તેના વિસ્તાર પ્રમાણ પ્રકાશ ફેલાય રીતે જીવના પ્રદેશોનો સંકોચરૂપ સંહાર અને વિકાસરૂપ વિસર્ગ ઇષ્ટ છે. તેથી જીવ સર્વ લોકાકાશમાં વ્યાપી નથી, પરંતુ લોકાકાશના અસંખ્યાત ભાગમાં કે સંખ્યાત ભાગમાં કે સર્વલોકમાં અવગાહ કરે છે. આ રીતે પ્રદેશોના સંહાર અને વિસર્ગ દ્વારા જીવ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને પોતાનાથી અન્ય એવા જીવોના પ્રદેશના સમુદાયરૂપ પાંચ પ્રકારના શ૨ી૨ સ્કંધોને વ્યાપ્ત થાય છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે ધર્માસ્તિકાયદ્રવ્ય પણ પ્રદેશના સમુદાયરૂપ શરીરનો એક સ્કંધ છે. અધર્માસ્તિકાયદ્રવ્ય પણ પ્રદેશના સમુદાયરૂપ એક સ્કંધ છે અને લોકાકાશવર્તી આકાશપ્રદેશોના સમુદાયરૂપ એક શરીર સ્કંધ અને પોતાનો આત્મા જ્યાં વર્તે છે ત્યાં વર્તતા અન્ય જીવોના પ્રદેશોનો સમુદાય એ રૂપ શરી૨ સ્કંધ છે અને પોતે જ્યાં વર્તે છે ત્યાં રહેલા પુદ્ગલના પ્રદેશના સમુદાયરૂપ એક શરી૨ સ્કંધ છે. આ પાંચેય શરી૨ સ્કંધની સાથે પ્રદેશના સંહાર અને વિસર્ગ દ્વારા જીવ ક્યારેક મોટા પ્રમાણના શરીર સાથે વ્યાપ્ત થાય છે, ક્યારેક અણુ પ્રમાણ=નાના શરીર સાથે વ્યાપ્ત થાય છે. આ રીતે, પ્રદેશ અને સંહાર દ્વારા પાંચ પ્રકારના શરીર સ્કંધ સાથે જીવ વ્યાપ્ત થાય છે. ત્યાં પ્રશ્ન થાય કે આ પાંચેય દ્રવ્યોની પરસ્પર વૃત્તિનો વિરોધ થશે તેના સમાધાનરૂપે ભાષ્યકારશ્રી કહે છે — ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવ અમૂર્ત દ્રવ્ય હોવાથી તેઓની પરસ્પર વૃત્તિ વિરોધી નથી અને પુદ્ગલો મૂર્ત હોવાથી મૂર્ત એવા પુદ્ગલોમાં ધર્માસ્તિકાયાદિ એવા ચાર અમૂર્ત દ્રવ્યની વૃત્તિ વિરોધી નથી. તેથી એ પ્રાપ્ત થાય કે પુદ્ગલો ધર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં રહેતાં નથી પરંતુ અમૂર્ત એવા ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્યો પુદ્ગલમાં રહે છે. અવગાહ માત્ર આકાશ જ આપે છે, અન્ય કોઈ દ્રવ્ય અવગાહ આપતાં નથી. વૃત્તિ અવગાહથી વિલક્ષણ ધર્મ છે. જેમ જીવને પોતાના સ્વભાવમાં વૃત્તિ છે તે અવગાહરૂપ નથી, ઘટમાં પાણી ૨હે છે તે અવગાહરૂપ નથી પરંતુ વૃત્તિરૂપ છે તેમ અમૂર્ત એવા ધર્માસ્તિકાયાદિ ચારેય દ્રવ્યો પરસ્પર એકબીજામાં વૃત્તિ પામે છે અને પુદ્ગલમાં અમૂર્ત એવાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો વૃત્તિ પામે છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૧૬, ૧૭ અહીં, શંકા કરે છે – જો જીવપ્રદેશનો સંકોચ અને વિકાસ થતો હોય તો જીવ ચૌદ રાજલોક પ્રમાણ આત્મપ્રદેશોવાળો હોવા છતાં જેમ અસંખ્યયભાગાદિમાં અવગાહન કરે છે તેમ એક પ્રદેશ, બે પ્રદેશાદિમાં કેમ અવગાહન કરતો નથી ? તેનો ઉત્તર આપતાં કહે છે – સંસારી જીવનું સયોગપણું છે=ઔદારિક આદિ શરીરરૂપ યોગથી સહિતપણું છે, અને ઔદારિક આદિ શરીરમાંથી કોઈપણ શરીર અસંખ્યાત પ્રદેશથી અલ્પ ક્ષેત્રમાં રહી શકે તેમ નથી. તેથી સંસારી જીવોની અવગાહના અતિ અલ્પ પ્રમાણમાં હોય તોપણ અસંખ્યાત આકાશપ્રદેશ પ્રમાણ જ પ્રાપ્ત થાય છે. અહીં પ્રશ્ન થાય કે ઔદારિક આદિ શરીરના સંબંધને કારણે સંસારી જીવોની એકાદિ પ્રદેશમાં અવગાહના ન થાય પરંતુ શરીર રહિત સિદ્ધના જીવોની અવગાહના એકાદિ પ્રદેશમાં કેમ થતી નથી ? તેથી કહે છે – સિદ્ધના જીવો ચરમશરીરથી ત્રીજા ભાગ હીન અવગાહી છે તેથી તેઓની પણ અવગાહના એકાદિ પ્રદેશમાં થતી નથી. જોકે જીવ કેવલી મુદ્દાત વખતે પ્રયત્નથી જેમ લોકવ્યાપી આત્મપ્રદેશોને કરી શકે છે તેમ શરીર રહિત સિદ્ધના જીવો અનંતવીર્યવાળા હોવાથી સંકોચ કરે તો એકાદિ પ્રદેશમાં આત્માની અવગાહનાનો સંભવ હોવા છતાં સર્વથા ઇચ્છારહિત અને નિષ્ક્રિય પરિણામવાળા સિદ્ધના જીવો ક્યારેય કોઈ પ્રયત્ન કરતા નથી તેથી કોઈ જીવની એક આદિ પ્રદેશમાં અવગાહના નથી. પ/૧૬ાા ભાષ્ય : अत्राह - उक्तं भवता धर्मादीनस्तिकायान् परस्ताल्लक्षणतो वक्ष्याम (अ० ५, सू० १) इति, तत् किमेषां लक्षणमिति ? अत्रोच्यते - ભાષ્યાર્થ : અહીં=ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની અવગાહના બતાવી ત્યાં, પ્રશ્ન કરે છે – તમારા વડે સૂત્ર-૧માં કહેવાયેલું કે ધમસ્તિકાયાદિને આગળમાં લક્ષણથી અમે કહીશું. તેથી આમનું ધમસ્તિકાયાદિનું, શું લક્ષણ છે? ત્તિ શબ્દ પ્રશ્નની સમાપ્તિમાં છે. તે પ્રશ્નનો ગ્રંથકારશ્રી જવાબ આપે છે – સૂત્ર - गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः ।।५/१७।। સૂત્રાર્થ - ગતિનો ઉપગ્રહ ધર્મનો ઉપકાર છે, સ્થિતિનો ઉપગ્રહ અધર્મનો ઉપકાર છે. I૫/૧૭TI Page #37 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૧૭ ભાષ્યઃ गतिमतां गतेः स्थितिमतां च स्थितेरुपग्रहो धर्माधर्मयोरुपकारो यथासङ्ख्यम् । उपग्रहो निमित्तमपेक्षाकारणं हेतुरित्यनर्थान्तरम् । उपकारः प्रयोजनं गुणोऽर्थ इत्यनर्थान्तरम् ।।५/१७ ।। ૨૦ ભાષ્યાર્થ ઃ गतिमतां • કૃત્યનર્થાન્તરમ્ ।। ગતિમાન એવા જીવ અને પુદ્ગલદ્રવ્યોની ગતિનો અને સ્થિતિમાન= સ્થિતિને પામતા, જીવ અને પુદ્ગલની સ્થિતિનો ઉપગ્રહ ધર્મ-અધર્મનો યથાસંખ્ય ઉપકાર છે. ઉપગ્રહનો અર્થ કરે છે - ઉપગ્રહ, નિમિત્ત, અપેક્ષાકારણ, હેતુ એ અનર્થાંતર છે=એકાર્થવાચી છે. ઉપકારનો અર્થ કરે છે - ઉપકાર, પ્રયોજન, ગુણ અને અર્થ એ અનર્થાંતર છે=એકાર્થવાચી છે. II૫/૧૭।। ભાવાર્થ: ', ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય બે દ્રવ્ય લોકવ્યાપી સ્થિર પદાર્થ છે અને લોકમાં વર્તતા પુદ્ગલ અને જીવો ગતિ પણ કરે છે અને સ્થિર પણ થાય છે જ્યારે સ્થિર પરિણામવાળા જીવ અને પુદ્ગલ ગતિપરિણામવાળા થાય છે ત્યારે ધર્માસ્તિકાયનું અવલંબન લે છે. જ્યારે ગતિપરિણામની નિવૃત્તિ કરીને સ્થિતિપરિણામવાળા થાય છે ત્યારે અધર્માસ્તિકાયનું અવલંબન લે છે. તેથી ગતિપરિણામવાળું દ્રવ્ય પણ સ્થિર થવા માટે યત્ન કરતું હોય ત્યારે તેમાં કાંઈક કંપન અવસ્થા હોય તોપણ તે અધર્માસ્તિકાયનું અવલંબન લઈને સ્થિર થવા યત્ન કરે છે. આથી જ મહાત્માઓ આત્મભાવમાં સ્થિર થવા યત્ન કરે છે ત્યારે સંપૂર્ણ નિકંપ અવસ્થા નહિ હોવા છતાં અધર્માસ્તિકાયના અવલંબનથી સ્થિર થવાનો યત્ન છે, જ્યારે તે મહાત્મા ત્રણ ગુપ્તિપૂર્વક પણ ગમનને અનુકૂળ પરિણામવાળા હોય છે ત્યારે ધર્માસ્તિકાયના અવલંબનવાળા હોય છે, સૂક્ષ્મ પદાર્થનું ચિંતવન કરે છે ત્યારે પણ ધર્માસ્તિકાયના અવલંબનવાળા હોય છે અને સૂક્ષ્મ પદાર્થનો નિર્ણય કરીને તે સૂક્ષ્મ પદાર્થમાં સ્થિર થવા યત્ન કરે છે ત્યારે અધર્માસ્તિકાયનું અવલંબન લે છે. સૂત્રમાં કહેલ ઉપગ્રહનો અર્થ કરે છે ઉપગ્રહ એટલે નિમિત્ત, અપેક્ષાકારણ, અથવા હેતુ. આ બધા ઉપગ્રહના અર્થો છે. એથી એ પ્રાપ્ત થાય કે ગતિમાં નિમિત્તકા૨ણ ધર્માસ્તિકાય છે અથવા અપેક્ષાકારણ ધર્માસ્તિકાય છે અર્થાત્ જીવ કે પુદ્ગલ પોતાના પરિણામથી ગતિ કરે છે તે ગતિ કરાવવામાં નિમિત્ત ધર્માસ્તિકાય બને છે, સાક્ષાત્ ગતિનો હેતુ નથી; પરંતુ નિમિત્તરૂપે જ ગતિનો હેતુ છે. આથી જીવ સ્વયં ગતિપરિણામવાળો થાય છે ત્યારે ધર્માસ્તિકાયનું અવલંબન લે છે. માટે ધર્માસ્તિકાય ગતિનું કારણ છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૧૭, ૧૮ વળી, સૂત્રમાં ઉપકારનો અર્થ કર્યો કે ઉપકાર, પ્રયોજન, ગુણ અથવા અર્થ એ અનર્થાતર છે. એથી એ પ્રાપ્ત થાય કે ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય જે નિમિત્ત બને છે તે જ ગતિ અને સ્થિતિમાં ઉપકાર છે અથવા ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયનું પ્રયોજન છે અથવા ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયનો ગુણ છે અથવા ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયનો અર્થ છે એટલે કે કાર્ય છે. પ/૧૭ના અવતરણિકા : ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું લક્ષણ સૂત્ર-૧૭માં કર્યું. હવે, આકાશનું લક્ષણ બતાવે છે – સૂત્ર : સાવાશ0ાવદર તા:/૨૮ાા સૂત્રાર્થ : આકાશનો ઉપકાર અવગાહ છે. પ/૧૮ll ભાષ્ય : अवगाहिनां धर्माधर्मपुद्गलजीवानामवगाह आकाशस्योपकारः, धर्माधर्मयोरन्तःप्रवेशसम्भवेन पुद्गलजीवानां संयोगविभागैश्चेति ।।५/१८ ।। ભાષ્યાર્થ : વાદિનાં .. સંવિમાનક્વેતિ | અવગાહી એવા ધર્મ, અધર્મ, પુદ્ગલ અને જીવોનો અવગાહ આકાશનો ઉપકાર છે. ધર્મ-અધર્મના અંત:પ્રવેશના સંભવથી અવગાહ છે અને પુદ્ગલ-જીવોના સંયોગ-વિભાગથી અવગાહ છે. ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. પ/૧૮ ભાવાર્થ : આકાશનો અવગાહ આત્મક ઉપકાર છે. તેથી અવગાહી એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલ અને જીવોને અવગાહન આપે એ આકાશનો ઉપકાર છે. તેથી એ ફલિત થાય કે ધર્માસ્તિકાયાદિ ચારેય દ્રવ્યોને આકાશ જ અવગાહન આપે છે. ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય પરસ્પર એકબીજામાં વૃત્તિ છે તો પણ કોઈને અવગાહન આપતું નથી. ધર્માસ્તિકાયાદિ ચાર અરૂપી દ્રવ્યો પુદ્ગલમાં વૃત્તિ છે તોપણ પુદ્ગલ ધર્માસ્તિકાયાદિને અવગાહન આપતું નથી. સર્વ દ્રવ્યને આકાશ જ અવગાહ આપે છે. તેથી એ ફલિત થાય છે કે ધર્માસ્તિકાયમાં અધર્માસ્તિકાયની વૃત્તિ છે પરંતુ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયને રહેવાનું સ્થાન આપતું નથી જ્યારે આકાશ સર્વ દ્રવ્યોને પોતાનામાં રહેવાનું સ્થાન આપે છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩અધ્યાય-૫ / સૂત્ર-૧૮, ૧૯ અહીં પ્રશ્ન થાય છે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયાદિને આકાશ કઈ રીતે અવગાહન આપે છે? તેથી કહે છે – આકાશ પોતાના અંદર પ્રવેશથી ધર્માસ્તિકાયને અને અધર્માસ્તિકાયને અવગાહન આપે છે તથા પુદ્ગલોને અને જીવોને પૂર્વનાં સ્થાનમાં વિભાગપૂર્વક નવા સ્થાન સાથે સંયોગ દ્વારા અવગાહના આપે છે. પ/૧૮ સૂત્રઃ शरीरवाङ्मनःप्राणापानाः पुद्गलानाम् ।।५/१९।। સૂત્રાર્થ : શરીર, વાણી, મન અને પ્રાણ-અપાન પુદ્ગલોનો ઉપકાર છે. પ/૧૯ll ભાષ્ય : पञ्चविधानि शरीराण्यौदारिकादीनि वाङ्मनः प्राणापानाविति पुद्गलानामुपकारः । तत्र शरीराणि यथोक्तानि (अ० २, सू० ३७) प्राणापानौ च नामकर्मणि व्याख्यातौ (अ०८, सू० १२), द्वीन्द्रियादयो जिह्वेन्द्रियसंयोगाद् भाषात्वेन गृह्णन्ति नान्ये, संज्ञिनश्च मनस्त्वेन गृह्णन्ति, नान्य इति, વસ્થતે દિ – ‘સવષાયત્વાક્નીવ: કર્મળો યોજ્યાનું પુત્રીના (૮, સૂ૦ ૨) રૂતિ વાપ/ ભાષ્યાર્થ : પષ્યવિધાનિ ..... તિ | પાંચ પ્રકારનાં ઔદારિક આદિ શરીરો, વાણી, મન અને પ્રાણ-અપાન એ પુદ્ગલોનો ઉપકાર છે જીવને આ સર્વ કાર્યોની પ્રાપ્તિ કરાવે તે પુદ્ગલોનો ઉપકાર છે. પૂર્વમાં કહ્યું કે પાંચ પ્રકારના શરીરાદિ પુદ્ગલોનો ઉપકાર છે, ત્યાં ભાષ્યકારશ્રી કહે છે – શરીર યથોક્ત છે અધ્યાય-૨ સૂત્ર-૩૭માં કહેવાયેલ તે અનુસાર છે. અને પ્રાણઅપાન અધ્યાય૮, સૂત્ર-૧રમાં નામકર્મના વર્ણનમાં વ્યાખ્યાન કરાયા છે. આ રીતે શરીર અને પ્રાણઅપાન પછી હવે, વાણી, મન વિશે કહે છે – બેઈન્દ્રિય આદિ જીવો જિલૈંદ્રિયના સંયોગને કારણે ભાષાપણારૂપે ગ્રહણ કરે છે–વાણીને ગ્રહણ કરે છે, અન્ય ગ્રહણ કરતા નથી. અને સંશીજીવો મનસ્પણારૂપે મનોદ્રવ્યને ગ્રહણ કરે છે, અન્ય ગ્રહણ કરતા નથી. ત્તિ શબ્દ પુદગલોના ઉપકારના વિષયભૂત શરીરાદિના વર્ણનની સમાપ્તિમાં છે. પૂર્વમાં કહ્યું કે પાંચ પ્રકારના શરીરાદિ પુદ્ગલોનો ઉપકાર છે. ત્યાં પ્રશ્ન થાય કે આત્મા શરીરાદિ પુદ્ગલોને કેમ ગ્રહણ કરે છે, જેથી પુદ્ગલોનો ઉપકાર પ્રાપ્ત થાય છે ? એથી કહે છે – Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૩ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર-૧૯ દિ જે કારણથી અધ્યાય-૮, સૂત્ર-રમાં કહેવાશે – “સકષાયપણું હોવાથી=જીવનું સકષાયપણું હોવાથી, જીવ કર્મયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે.” ત્તિ શબ્દ કથનની સમાપ્તિ માટે છે. પ/૧૯ ભાવાર્થ: સૂત્ર-૧૭ની અવતરણિકામાં કહેલ કે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનું લક્ષણ શું છે? તેથી સૂત્ર-૧૭માં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો ઉપકાર બતાવીને તેમનું લક્ષણ બતાવ્યું. ત્યારપછી, સૂત્ર-૧૮માં આકાશનો ઉપકાર બતાવીને આકાશનું લક્ષણ બતાવ્યું. હવે પ્રસ્તુત સૂત્રમાં પુદ્ગલોનો જીવને કેવા પ્રકારનો ઉપકાર છે ? તે બતાવીને પુદ્ગલોનું લક્ષણ બતાવે છે – શરીર, વાણી, મન અને પ્રાણઅપાન એ જીવ ઉપર પુદ્ગલોનો ઉપકાર છે જીવને તે પુદ્ગલો પોતાના શરીરાદિરૂપે પ્રાપ્ત થાય છે એ પુદ્ગલોનું કાર્ય છે. આ પ્રકારનું પુદ્ગલનું લક્ષણ સર્વ પુદ્ગલમાં પ્રાપ્ત થાય નહિ પરંતુ આ લક્ષણથી લક્ષ્ય એવા પુદ્ગલનું જ્ઞાન થાય છે, તેથી પુદ્ગલનું લક્ષણ છે. પાંચ પ્રકારનાં શરીર અધ્યાય-રમાં કહેવાયાં છે તેથી ભાષ્યકારશ્રી તેનું કથન અહીં કરતા નથી. પ્રાણઅપાન આઠમા અધ્યાયમાં નામકર્મના કથનમાં વ્યાખ્યાન કરવાના છે માટે તેનું પણ અહીં કથન કરતા નથી. બેઇન્દ્રિયથી માંડીને પંચેંદ્રિય સુધીના જીવોને જિલૈંદ્રિયનો સંયોગ હોવાથી તેઓ વાણીના પુદ્ગલોને ગ્રહણ કરે છે તેથી તેઓ ઉપર વાણીની પ્રાપ્તિરૂપ પુદ્ગલોનો ઉપકાર છે, અન્ય જીવો ઉપર નહીં. સંક્ષીપંચેંદ્રિય જીવો મનપણારૂપે મનોવર્ગણાના પુદ્ગલને ગ્રહણ કરે છે તે તેના ઉપર પુદ્ગલોનો ઉપકાર છે, અન્ય જીવો મનને ગ્રહણ કરતા નથી. આ રીતે પુગલોનો સંસારી જીવોને કઈ રીતે ઉપકાર છે ? તે બતાવ્યું. ત્યાં પ્રશ્ન થાય કે, સંસારી જીવો શરીરાદિ પુદ્ગલોને કેમ ગ્રહણ કરે છે ? તેથી ભાષ્યકારશ્રી કહે છે – અધ્યાય-૮, સૂત્ર-રમાં કહેવાશે કે સંસારી જીવો કષાયવાળા હોવાથી કર્મયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે અને કર્મયોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરેલા હોવાના કારણે તેના ઉદયના બળથી શરીરાદિ યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે. અહીં પ્રશ્ન થાય છે કે યોગથી પણ કર્મ ગ્રહણ થાય છે છતાં કષાયને કારણે જીવ કર્મ પુદ્ગલ ગ્રહણ કરે છે એમ કેમ કહ્યું? તેનો આશય એ છે કે કષાયવાળા જીવ જે કર્મયોગ્ય પુદ્ગલને ગ્રહણ કરે છે એ કર્મના ઉદયથી શરીરાદિ યોગ્ય પુદ્ગલની પ્રાપ્તિ થાય છે. જ્યારે માત્ર યોગના બળે ગ્રહણ કરાયેલા કર્મના ઉદયને કારણે શરીરાદિ યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ નથી. તેથી યોગવાળો જીવ કર્મ પુદ્ગલોને ગ્રહણ કરે છે તે પ્રકારની વિવક્ષા કરાઈ નથી. પ/૧લા Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ભાષ્યઃ किञ्चान्यत् તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૦ ભાષ્યાર્થ : અને વળી પુદ્ગલોનો અન્ય શું ઉપકાર છે ? એથી કહે છે સૂત્રઃ : - સુઘવું:ઘનીવિતમાળોપપ્રહા~ ।।૧/૨૦।। સૂત્રાર્થ અને સુખ-ઉપગ્રહ, દુઃખઉપગ્રહ, જીવિતઉપગ્રહ, મરણઉપગ્રહ પુદ્ગલોનો ઉપકાર છે. 114/2011 ભાષ્ય : सुखोपग्रहो दुःखोपग्रहो जीवितोपग्रहश्च मरणोपग्रहश्चेति पुद्गलानामुपकारः । तद्यथा इष्टाः स्पर्शरसगन्धवर्णशब्दाः सुखस्योपकाराः, अनिष्टा दुःखस्य, स्नानाच्छादनानुलेपनभोजनादीनि विधिप्रयुक्तानि जीवितस्यानपवर्तनं चायुष्कस्य, विषशस्त्राग्न्यादीनि मरणस्य, अपवर्तनं चायुष्कस्य । अत्राह – उपपन्नं तावदेतत् सोपक्रमाणामपवर्तनीयायुषाम्, अथानपवर्त्यायुषां कथमिति ? अत्रोच्यते - तेषामपि जीवितमरणोपग्रहः पुद्गलानामुपकारः, कथमिति चेत्, तदुच्यते - कर्मणः स्थितिक्षयाभ्याम्, कर्म हि पौद्गलमिति, आहारश्च त्रिविधः सर्वेषामेवोपकुरुते, किं कारणम् ?, शरीरस्थित्युपचयबलवृद्धिप्रीत्यर्थं ह्याहार इति ।।५/२० ।। - ભાષ્યાર્થ : सुखोपग्रहो કૃતિ ।। સુખ ઉપગ્રહ, દુ:ખ ઉપગ્રહ, જીવિત ઉપગ્રહ, મરણ ઉપગ્રહ એ પ્રકારે પુદ્ગલોનો ઉપકાર છે=સંસારી જીવોને ઉપકાર છે. તે આ પ્રમાણે — ઇષ્ટ એવા સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ અને શબ્દો સુખના ઉપકારો છે=પુદ્ગલકૃત જીવ ઉપર સુખના ઉપકારો છે. અનિષ્ટ એવા સ્પર્ધાદિ દુઃખના ઉપકારો છે. વિધિપ્રયુક્ત એવા સ્નાન, આચ્છાદન, વિલેપન, ભોજનાદિ જીવિતનો (ઉપગ્રહ છે.) અને આયુષ્યનું અનપવર્તન ઉપગ્રહ છે=આયુષ્યનું અનપવર્તન થાય એ રીતે જીવિતનો ઉપગ્રહ છે. વિષ, શસ્ત્ર, અગ્નિ આદિ મરણનો ઉપગ્રહ છે. અને આયુષ્યનું અપવર્તન (મરણનો ઉપગ્રહ છે.) www અહીં પ્રશ્ન કરે છે સોપક્રમ અપવર્તનીયઆયુષ્યવાળાને આ ઉપપન્ન છે=પુદ્ગલકૃત જીવિતનો ઉપગ્રહ છે અને પુદ્ગલકૃત મરણનો ઉપગ્રહ છે એ ઉપપન્ન છે, પરંતુ અનપવર્તનીયઆયુષ્યવાળા Page #42 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૦ ૨૫ જીવોને કેવી રીતે છે ? અર્થાત્ પુદ્ગલકૃત જીવિતનો ઉપગ્રહ કે મરણનો ઉપગ્રહ કેવી રીતે છે ? અર્થાત્ નથી, એ પ્રકારના પ્રશ્નનો ઉત્તર આપે છે તેઓને પણ=અનપવર્તનીયઆયુષ્યવાળા જીવોને પણ, જીવિત અને મરણનો ઉપગ્રહ પુદ્ગલોનો ઉપકાર છે. કેવી રીતે પુદ્ગલોનો ઉપકાર છે ? એ પ્રમાણે જો પ્રશ્નકા૨ શંકા કરે છે, તો ભાષ્યકારશ્રી તેને કહે છે – કર્મની સ્થિતિ-ક્ષય દ્વારા=આયુષ્યકર્મની સ્થિતિ દ્વારા નિરુપક્રમ આયુષ્યવાળાને જીવિતનો ઉપગ્રહ પુદ્ગલોનો ઉપકાર છે અને આયુષ્યકર્મના ક્ષય દ્વારા નિરુપક્રમ આયુષ્યવાળા જીવોને મરણ પુદ્ગલોનો ઉપકાર છે. દ્દેિ=જે કારણથી, કર્મ પુદ્ગલ છે=આયુષ્યકર્મ એ પુદ્ગલ છે, એથી સ્થિતિ-ક્ષય દ્વારા તેનો ઉપકાર છે એમ અન્વય છે. અને ત્રણ પ્રકારનો આહાર સર્વ જીવોને ઉપકાર કરે છે=સોપક્રમ કે નિરુપક્રમ આયુષ્યવાળા સર્વ જીવોને ઉપકાર કરે છે. કયાં કારણે ઉપકાર કરે છે ? તેથી કહે છે - = આહાર શરીરની સ્થિતિ, શરીરનો ઉપચય, શરીરનું બળ, શરીરની વૃદ્ધિ, અને પ્રીતિ માટે છે=જીવની પ્રીતિ માટે છે, એથી આહાર બધાને ઉપકાર કરે છે, એમ અન્વય છે. ‘કૃતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ૫/૨૦ - ભાવાર્થ: જીવ ઉપર પુદ્ગલજન્ય જે જે ભાવો થાય છે તે સર્વ ભાવો પુદ્ગલનો ઉપકાર છે તેમ બતાવીને પુદ્ગલનું લક્ષણ બતાવે છે જીવને પુદ્ગલજન્ય સુખ થાય છે એ પુદ્ગલનો જીવ ઉપર ઉપકાર છે. જીવને પુદ્ગલજન્ય દુઃખ થાય છે તે પુદ્ગલોનો ઉપકાર છે. જીવને તે તે ભવમાં જીવિતની પ્રાપ્તિ થાય છે તે પુદ્ગલોનો ઉપકાર છે. વળી આયુષ્યક્ષયથી જીવને મરણની પ્રાપ્તિ થાય છે તે પણ પુદ્ગલોનો ઉપકાર છે. કઈ રીતે પુદ્ગલો જીવને સુખ આદિ આત્મક ઉપકાર કરે છે ? તે સ્પષ્ટ કરે છે — જીવને પ્રાપ્ત થયેલા શરીરને અનુકૂળ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દો જીવને ઇષ્ટ હોય છે અને તેવા ઇષ્ટ સ્પર્શોદિની જીવને પ્રાપ્તિ થાય છે તેનાથી જીવને સુખ થાય છે. તે સુખરૂપ ઉપકાર પુદ્ગલોનો છે. વળી જીવને પાપના ઉદયથી અનિષ્ટ સ્પર્શાદિ પ્રાપ્ત થાય છે, જેનાથી જીવને દુઃખ થાય છે તે પુદ્ગલકૃત દુઃખરૂપ ઉપકાર છે. વળી જીવ વિધિપૂર્વક સ્નાન, આચ્છાદન, અનુલેપન, ભોજનાદિ કરે તો તેનાથી તેનું આયુષ્યકર્મ ટકી રહે છે તેથી જીવને જે જીવિતની પ્રાપ્તિ થાય છે તે સ્નાનાદિ પુદ્ગલોકૃત ઉપકાર છે અને તેના આયુષ્યનું અપવર્તન થતું નથી તે પણ પુદ્ગલોનો ઉપકાર છે. વળી જીવ વિષભક્ષણ કરે, શસ્ત્રનો ઘાત Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩| અધ્યાય-૫ | સૂત્ર-૨૦, ૨૧ થાય કે અગ્નિમાં બળે તે સર્વ વિષાદિ પુદ્ગલનો મરણરૂપ ઉપકાર છે, વળી અપવર્તનીયઆયુષ્ય વિષાદિથી અપવર્તન થાય છે તે પુદ્ગલનો ઉપકાર છે. અહીં પ્રશ્ન થાય કે સોપક્રમ આયુષ્યવાળા જીવોને પુદ્ગલથી આયુષ્યનું અપવર્તન થાય છે તેથી પુદ્ગલોનો તે ઉપકાર છે તેમ કહી શકાય, પરંતુ અનાવર્તનીયઆયુષ્યવાળા જીવોને પુદ્ગલોથી આયુષ્યનું અપવર્તન નહીં થતું હોવાથી તેઓને જીવિત અને મરણરૂપ ઉપકાર કઈ રીતે થઈ શકે ? તેથી ભાષ્યકારશ્રી કહે છે – આયુષ્યકર્મની સ્થિતિનો ક્ષય થવાથી મરણ થાય છે અને આયુષ્યકર્મની સ્થિતિને કારણે જીવિતની પ્રાપ્તિ થાય છે તેથી જીવિત એ પણ પુદ્ગલનો ઉપકાર છે અને મરણ એ પણ પુદ્ગલનો ઉપકાર છે; કેમ કે કર્મ માત્ર જીવના પરિણામરૂપ નથી. ભાવકર્મ જીવના પરિણામરૂપ હોવા છતાં દ્રવ્યકર્મ પુદ્ગલરૂપ છે અને તે દ્રવ્યકર્મરૂપ આયુષ્યની સ્થિતિથી જીવિતની અને આયુષ્યના ક્ષયથી મરણની પ્રાપ્તિ છે માટે જીવિત અને મરણ પુદ્ગલનો ઉપકાર છે. વળી સંસારી જીવ લોમાહાર, ઓજાહાર, અને કવલાહાર - આ ત્રણ પ્રકારના આહારો ગ્રહણ કરે છે અને તે ત્રણેય પ્રકારના આહારથી જીવને ઉપકારની પ્રાપ્તિ થાય છે. કઈ રીતે ઉપકારની પ્રાપ્તિ થાય છે ? તે સ્પષ્ટ કરતાં ભાષ્યકારશ્રી કહે છે – તે ત્રણેય પ્રકારના આહારથી શરીરની સ્થિતિ, શરીરનો ઉપચય અને શરીરના બળની વૃદ્ધિ થાય છે અને જીવને આહાર પ્રીતિનું કારણ બને છે તેથી તે આહાર પુદ્ગલનો ઉપકાર છે. પ/૨૦II ભાષ્ય : अत्राह - गृह्णीमस्तावद् धर्माधर्माकाशपुद्गल(लाः)जीवद्रव्याणामुपकुर्वन्तीति, अथ जीवानां ૩ ૩૫ર તિ ?, ગત્રોચ્યતે – ભાષ્યાર્થ: અહીં ધર્માસ્તિકાયાદિનો ઉપકાર બતાવ્યો એમાં, પ્રશ્ન કરે છે – ધર્મ, અધર્મ, આકાશ અને પુદગલો જીવદ્રવ્યોને ઉપકાર કરે છે એ પ્રમાણે અમે ગ્રહણ કરીએ છીએ પૂર્વના કથનથી જાણીએ છીએ. હવે જીવોનો શો ઉપકાર છે? એ પ્રકારની શંકામાં ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે – ધર્માદાશપુત્તિ..' - અહીં ‘ધર્માધર્માવાશપુતા:' પાઠ જોઈએ. સૂત્ર : પરસ્પરોપગ્રહો નીવાનામ્ પાહ/રા સૂત્રાર્થ:પરસ્પર ઉપગ્રહ જીવોનું લક્ષણ છે. પ/૨ll Page #44 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૧, ૨૨ ભાષ્યઃ परस्परस्य हिताहितोपदेशाभ्यामुपग्रहो जीवानामिति । ५ / २१ ।। ભાષ્યાર્થ : પરસ્પરસ્ય ..... લક્ષણ છે. ‘કૃત્તિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ૫/૨૧। ભાવાર્થ: નીવાનામિતિ ।। હિત અને અહિતના ઉપદેશ દ્વારા પરસ્પરનો ઉપગ્રહ જીવોનું ૨૭ ગ્રંથકારશ્રીએ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના લક્ષણ કરવાનો પ્રારંભ કરેલ છે. લક્ષણ બે પ્રકારનાં હોય છે. તેમાં (૧) અમુક લક્ષણ લક્ષ્યમાત્ર સાથે વ્યાપક હોય છે, દા. ત. જીવનું ઉપયોગ લક્ષણ સર્વ જીવોમાં અવશ્ય પ્રાપ્ત થાય છે અને (૨) અમુક લક્ષણ લક્ષ્ય સાથે નિયત વ્યાપ્તિવાળું હોય છે અર્થાત્ સર્વ લક્ષ્યમાં અવશ્ય પ્રાપ્ત થાય તેવો નિયમ નથી, પરંતુ અલક્ષ્યમાં તે લક્ષણ ન જતું હોય તેવું લક્ષણ બીજા પ્રકારનું છે, આ લક્ષણ દ્વારા લક્ષ્યનો બોધ થાય છે. તેથી પરસ્પર હિત અને અહિતના ઉપદેશ દ્વારા પરસ્પર ઉપગ્રહ તે જીવોનું બીજા પ્રકારનું લક્ષણ છે, જેના દ્વારા આ જીવ છે એ પ્રકા૨નો નિર્ણય થઈ શકે છે. અહીં વિશેષ એ છે કે પુગલો પણ પરસ્પર સ્કંધો બનાવવામાં ઉપકારક થાય છે છતાં પુદ્ગલનું લક્ષણ કરતી વખતે તેને ગ્રહણ કરેલ નથી; કેમ કે પુદ્ગલના પરસ્પર ઉપકા૨ને પુદ્ગલના લક્ષણરૂપે ગ્રહણ ક૨વામાં આવે તો તે લક્ષણ જીવમાં અતિવ્યાપ્ત થતું હોવાના કારણે પુદ્ગલના સ્વરૂપનો બોધક બને નહીં. જેમ પુદ્ગલો પરસ્પર સ્કંધો થવામાં ઉપકારક છે તેમ જીવો પણ પરસ્પર એકબીજાને અનેક રીતે ઉપકારક બને છે તેથી પુદ્ગલોમાં તેને ગ્રહણ કર્યા વગર પુદ્ગલકૃત જે શરીરાદિની પ્રાપ્તિ જીવને થાય છે તેને જ ગ્રહણ કરીને પુદ્ગલનું લક્ષણ કહેલ છે. અથવા પુદ્ગલકૃત જીવને જે સુખ-દુઃખ કે જીવિત-મરણની પ્રાપ્તિ થાય છે તેને ગ્રહણ કરીને પુદ્ગલનું લક્ષણ કહેલ છે, જેથી તે પુદ્ગલનું લક્ષણ પુદ્ગલથી અતિરિક્ત જીવમાં પ્રાપ્ત થાય નહીં. - વળી પરસ્પર ઉપગ્રહ જીવોનું લક્ષણ ક૨વામાં આવે તો તે લક્ષણ પુદ્ગલમાં અતિવ્યાપ્ત થાય તેના નિવારણ અર્થે ભાષ્યકારશ્રીએ કહ્યું કે હિતાહિતના ઉપદેશ દ્વારા પરસ્પરનો ઉપગ્રહ જીવોનું લક્ષણ છે. તેથી તે લક્ષણ પુદ્ગલમાં અતિવ્યાપ્ત થતું નથી; કેમ કે પુદ્ગલ પરસ્પરને હિતનો કે અહિતનો ઉપદેશ આપતું નથી. ૫/૨૧॥ ભાષ્ય - अत्राह अथ कालस्योपकारः क इति ? । अत्रोच्यते - Page #45 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૨ ભાષ્યાર્થ : અહીં=ધર્માસ્તિકાયથી માંડીને જીવ સુધીનું લક્ષણ કર્યું ત્યાં, પ્રશ્ન કરે છે – હવે કાળનો ઉપકાર શું છે ? એ પ્રકારના પ્રશ્નમાં ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે ૨૦ - ભાવાર્થ: પૂર્વમાં ધર્માસ્તિકાયાદિ પદાર્થો બતાવ્યા પરંતુ કાળને દ્રવ્યરૂપે બતાવેલ નથી તેથી કાળનો શો ઉપકાર છે ? એ પ્રશ્ન થઈ શકે નહીં. પરંતુ ગ્રંથકારશ્રી સ્વયં આગળમાં “જ્ઞશ્વેત્યે” એ સૂત્રથી કાલને બતાવશે. તેથી ધર્માસ્તિકાયાદિ લક્ષણના કથનના ક્રમ અનુસાર અને કાલના પણ લક્ષણનો બોધ કરાવવા અર્થે ભાષ્યકારશ્રીએ શંકા કરેલ છે કે કાળનો શો ઉપકાર છે ? તેનો ઉત્તર સૂત્રમાં આપતાં કહે છે સૂત્રઃ वर्तना परिणामः क्रिया परत्वापरत्वे च कालस्य ।।५/२२ । સૂત્રાર્થ : વર્તના, પરિણામ, ક્રિયા અને પરત્વ-અપરત્વ કાળનું લક્ષણ છે. II૫/૨૨ ભાષ્ય : .. तद्यथा - सर्वभावानां वर्तना कालाश्रया वृत्तिः, वर्तना उत्पत्तिः स्थितिरथ गतिः प्रथमसमयाश्रये - त्यर्थः । परिणामो द्विविधः “ अनादिरादिमांश्च" (अ० ५, सू० ४२) तं परस्ताद् वक्ष्यामः । क्रिया गतिः, सा त्रिविधा - प्रयोगगतिः विस्त्रसागतिः मिश्रिकेति । परत्वापरत्वे त्रिविधे - प्रशंसाकृते क्षेत्रकृते कालकृते इति, तत्र प्रशंसाकृते परो धर्मः परं ज्ञानमपरोऽधर्मः अपरमज्ञानमिति, क्षेत्रकृते एकदिक्कालावस्थितयोर्विप्रकृष्टः परो भवति, सत्रिकृष्टोऽपरः, कालकृते द्विरष्टवर्षाद् वर्षशतिकः परो भवति, वर्षशतिकाद् द्विरष्टवर्षोऽपरो भवति । तदेवं प्रशंसाक्षेत्रकृते परत्वापरत्वे वर्जयित्वा वर्तनादीनि कालकृतानि कालस्योपकार इति । । ५/२२ ।। ભાષ્યાર્થ : - તથા ***** કૃતિ ।। તે આ પ્રમાણે છે=કાળનો ઉપકાર વર્તનાદિ સૂત્રમાં કહ્યું તે આ પ્રમાણે છે સર્વ ભાવોની કાળઆશ્રય વૃત્તિ વર્તના છે. વર્તના શું છે ? તે સ્પષ્ટ કરે છે - પ્રથમ સમયના આશ્રયવાળી ઉત્પત્તિ સ્થિતિ અને ગતિ નાશ વર્તના છે એ પ્રકારનો અર્થ છે. પરિણામ બે પ્રકારના છે : “અનાદિમાન અને આદિમાન” (અધ્યાય-૫, સૂત્ર-૪૨ )તેને આગળમાં અમે કહીશું. Page #46 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૨ ક્રિયા ગતિ છે=સ્થાનાંતર પ્રાપ્તિ છે તે ત્રણ પ્રકારની છે પ્રયોગગતિ, વિસ્રસાગતિ અને મિશ્રિકાગતિ. પરત્વાપરત્વ ત્રણ પ્રકારનું છે. પ્રશંસાકૃત, ક્ષેત્રકૃત અને કાળકૃત. ‘કૃતિ’ શબ્દ ત્રણ ભેદની સમાપ્તિમાં છે. ૨૯ ત્યાં=ત્રણ પ્રકારના પરત્વાપરત્વમાં પ્રશંસાકૃત પરધર્મ છે, પર જ્ઞાન છે, અપર અધર્મ છે અપર અજ્ઞાન છે. ક્ષેત્રકૃત પરત્વાપરત્વ એક દિક્ અને એક કાળમાં અવસ્થિત એવી બે વસ્તુમાં વિપ્રકૃષ્ટ પર છે=દૂર રહેવું પર છે. અને સન્નિકૃષ્ટ અપર છે. કાળકૃત પરત્વાપરત્વ દ્વિઅષ્ટવર્ષવાળા પુરુષથી=સોળ વર્ષવાળા પુરુષથી, સો વરસવાળો પુરુષ પર અને સો વર્ષવાળા પુરુષથી સોળ વરસવાળો અપર છે. પરત્વાપરત્વમાં કાળકૃત પરત્વ કયું અપેક્ષિત છે ? તે નિગમન કરતાં કહે છે આ રીતે ત્રણ પ્રકારના પરત્વાપરત્વમાં, પ્રશંસાકૃત અને ક્ષેત્રકૃત પરત્વાપરત્વને છોડીને (કાળકૃત પરત્વાપરત્વ) અને કાળકૃત વર્તનાદિ, કાળનો ઉપકાર છે. ‘કૃતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ।।૫/૨૨।। ભાવાર્થ: ધર્માસ્તિકાયાદિ ચાર અરૂપી અને રૂપી એવું પુદ્ગલ એમ પાંચ દ્રવ્યો છે તે પાંચે દ્રવ્યોની જે કાળાશ્રયવૃત્તિ તે વર્તના છે અર્થાત્ પ્રતિક્ષણ નવું નવું જે પરિવર્તન છે તે વર્તના છે. વર્તના કાળનું લક્ષણ છે. અહીં પ્રશ્ન થાય કે પાંચેય દ્રવ્યોમાં કાલાશ્રયવૃત્તિરૂપ વર્તના શું છે ? તેથી કહે છે — દરેક પદાર્થો પ્રતિસમય કોઈકરૂપે ઉત્પન્ન થાય છે, તેથી ઉત્પત્તિવાળા છે. જે રૂપે ઉત્પન્ન થાય તે રૂપે સ્થિર રહે છે, તેથી સ્થિતિવાળા છે. અને પૂર્વના પર્યાયરૂપે નાશ પામે છે તે રૂપ પદાર્થમાં અવસ્થાંતરની પ્રાપ્તિરૂપ ગતિ છે, તે વર્તના છે. આનાથી એ પ્રાપ્ત થાય કે પદાર્થો પ્રતિક્ષણ એક અવસ્થામાંથી અન્ય અવસ્થામાં જાય છે અને તે પદાર્થ તે અન્ય અવસ્થામાં એક ક્ષણ સ્થિર રહે છે તે વર્તના છે. તે જે ક્ષણને આશ્રયી થાય છે તે ક્ષણરૂપ જ કાળ છે, તેથી કાળને જાણવાનો ઉપાય વર્તના છે. વળી કાળનું લક્ષણ પરિણામ છે. તે પરિણામને ગ્રંથકારશ્રી સ્વયં આગળ સૂત્ર-૪૨માં બતાવશે તે પ્રમાણે વિચારીએ તો એ પ્રાપ્ત થાય કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવ આ ચાર અરૂપી દ્રવ્યો છે, તેમાંથી પ્રથમનાં ત્રણ અરૂપી દ્રવ્યો પ્રતિક્ષણ પરિણમન પામી રહ્યાં છે તોપણ તેઓનું પરિણમન સદા સમાન જ વર્તે છે. તેથી અનાદિમાન તે ત્રણેયનો પરિણામ છે. આત્મદ્રવ્ય સંસારીઅવસ્થામાં તે તે ભાવોરૂપે પરિણમન પામી રહ્યું છે તે તેનો પરિણામ છે. વળી, પુદ્ગલદ્રવ્ય ક્યારેક રક્તવર્ણવાળું તો ક્યારેક અન્ય વર્ણવાળું થાય છે તેથી પુદ્ગલનો અને આત્માનો પરિણામ આદિમાન છે. આ પરિણામ પ્રતિક્ષણ સર્વ દ્રવ્યોમાં થાય છે તે કાળનો ઉપકાર છે. સર્વ દ્રવ્યોમાં આ પ્રકારનો પરિણામ ક૨વાનો જે Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૨, ૨૩ કાળનો ઉપકાર છે તે કાળનું લક્ષણ છે. વળી જીવદ્રવ્યનો કર્મજન્ય પરિણામ ન ગ્રહણ કરીએ તો જીવનો પણ અનાદિમાન પરિણામ છે. ગ્રંથકારશ્રીએ આગળમાં તેને જ ગ્રહણ કરેલ છે. વળી ક્રિયા એ કાળનો ઉપકાર છે. આ ક્રિયા જીવમાં અને પુદ્ગલમાં પ્રાપ્ત થાય છે તે ગતિ સ્વરૂપ છેઃ એક સ્થાનથી અન્ય સ્થાનની પ્રાપ્તિ સ્વરૂપ છે. આ ગતિ ત્રણ પ્રકારની છે : પ્રયોગગતિ, વિસસાગતિ, અને મિશ્રિકાગતિ. જીવ એક સ્થાનમાંથી અન્ય સ્થાનમાં ઇચ્છાપૂર્વક જાય છે ત્યાં પ્રયોગથી ગતિ છે. પરમાણુ, લયણુક આદિ એક ક્ષેત્રમાંથી અન્ય ક્ષેત્રમાં જાય છે તે વિસસાગતિ છે. કોઈ પદાર્થ જીવના પ્રયત્નથી ગતિમાન થયા પછી સ્વાભાવિકપણે ગતિશીલ રહેતો હોય તેમાં મિશ્રગતિ હોવાની સંભાવના છે. આ પ્રકારનો ગતિનો પરિણામ કાળને આશ્રયીને થાય છે; કેમ કે એક સ્થાનથી અન્ય સ્થાનની પ્રાપ્તિ ભિન્ન ભિન્ન સમયોમાં થાય છે, તેથી ગતિ કાળનો ઉપકાર છે. ક્રિયાનો અર્થ ભાષ્યકારશ્રીએ ગતિ કર્યો છે અને ટીકાકારશ્રીએ તેનો અર્થ અન્ય પ્રકારે કર્યો છે; છતાં અમને આ પ્રમાણે અર્થ ઉચિત જણાયો છે તેથી ટીકાકારશ્રી કરતાં અને અન્ય રીતે અર્થ કરેલ છે. તત્ત્વ બહુશ્રુતો વિચારે. વળી કાળનો ઉપકાર પરત્વાપરત્વ છે તે બતાવવા માટે ભાષ્યકારશ્રી પ્રથમ પરવાપરત્વ ત્રણ ઠેકાણે પ્રાપ્ત થાય છે તે બતાવે છે – (૧) પ્રશંસાકૃત પરવાપરત્વ :- જેમ ધર્મ પર છે=શ્રેષ્ઠ છે અને અધર્મ અપર ઇ=અશ્રેષ્ઠ છે. અથવા જ્ઞાન પર છે= શ્રેષ્ઠ છે, અજ્ઞાન વિપરીતજ્ઞાન, અપર છે અશ્રેષ્ઠ છે. આ રીતે પર શબ્દ પ્રશંસા અર્થમાં અને અપર શબ્દ નિંદા અર્થમાં વપરાય છે. (૨) ક્ષેત્રકૃત પરત્વાપરત્વ :- જેમ એક કાળે એક દિશામાં રહેલા બે પદાર્થોમાંથી જે અધિક દૂર હોય તે પર કહેવાય અને તે અધિક દૂરથી કાંઈક નજીક હોય તે અપર કહેવાય. આ પ્રકારે ક્ષેત્રને આશ્રયી પરાપરનો પ્રયોગ થાય છે. (૩) કાલત પરત્વાપરત્વ:- વળી કાળને આશ્રયીને ૧૦ વર્ષના પુરુષ કરતાં ૧૦૦ વરસનો પુરુષ પર કહેવાય; કેમ કે ૧૦ વર્ષના પુરુષ કરતાં તે ઉંમરમાં અધિક છે, તે કાળને આશ્રયી પરત્વ છે. ૧૦૦ વર્ષવાળા પુરુષ કરતાં ૧૦ વર્ષવાળો પુરુષ અપર છે; કેમ કે ૧૦૦ વર્ષના પુરુષ કરતાં તે ઉંમરમાં અલ્પ છે, જે કાળને આશ્રયી અપરત્વ છે. પ્રશંસાકૃત પરત્વાપરત્વને અને ક્ષેત્રકૃત પરત્વાપરત્વને છોડીને જે કાળને આશ્રયીને પરતાપરત્વ છે તે કાળનો ઉપકાર છે. આ પ્રકારનો વર્તના, પરિણામ, ક્રિયા અને પરાપરત્વરૂપ કાળનો ઉપકાર એ કાળનું લક્ષણ છે. આપ/ ભાષ્ય : अत्राह – उक्तं भवता (अ० ५, सू० १९ भाष्ये) 'शरीरादीनि पुद्गलानामुपकार' इति, पुद्गला इति च तन्त्रान्तरीया जीवान् परिभाषन्ते, स्पर्शादिरहिताश्चान्ये । तत् कथमेतदिति ? अत्रोच्यते - एतदादिविप्रतिपत्तिप्रतिषेधार्थं विशेषवचनविवक्षया चेदमुच्यते - Page #48 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર-૨૩ ભાષાર્થ : અહીં અત્યાર સુધી ધમસ્તિકાય-પુદ્ગલ આદિનું લક્ષણ કર્યું ત્યાં, કોઈ પ્રશ્ન કરે છે – તમારા વડે પુદ્ગલોનો શરીરાદિ ઉપકાર કહેવાયો. અને તંત્રાંતરીયો પુદગલ એ પ્રમાણે જીવાદિને કહે છે, વળી અન્ય સ્પશદિ રહિત કહે છે. તેથી આ કેવી રીતે છે?="પુદ્ગલો કેવા છે? જીવરૂપ છે સ્પર્ધાદિ રહિત છે કે અન્ય કોઈ પ્રકારના છે ? એ કેવી રીતે છે ?, એ શંકામાં ઉત્તર આપે છે – આ વગેરે=જીવોને પુદગલ કહેવું એ વગેરે, વિપ્રતિપતિના નિષેધ માટે અને વિશેષવચનની વિવક્ષાથી આ પુદ્ગલનું સ્વરૂપ, સૂત્રમાં બતાવવા કહેવાય છે – ભાવાર્થ - ગ્રંથકારશ્રીએ સૂત્ર-૧૯માં પુદ્ગલોનો ઉપકાર બતાવ્યો, તેથી પુદ્ગલો શરીરાદિરૂપ છે એવી પ્રતીતિ થાય. અન્ય દર્શનકારોમાંથી બૌદ્ધદર્શનકાર જીવોને પુદ્ગલ કહે છે. વળી કોઈક પુદ્ગલોને રૂપ-રસાદિ રહિત માને છે તેથી જિજ્ઞાસા થાય કે ખરેખર પુદ્ગલ કેવા છે ? તેથી ગ્રંથકારશ્રી પુદ્ગલના વિષયમાં આ વિપરીત માન્યતાઓ બરાબર નથી, એ બતાવવા માટે અને પુદ્ગલનું વિશેષ સ્વરૂપ બતાવવાની ઇચ્છાથી કહે છે – સૂત્ર : स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गलाः ।।५/२३।। સૂત્રાર્થ - સાર્શ, રસ, ગંધ, વર્ણવાળા પુદગલો છે. પ/ર૩. ભાષ્યઃ__स्पर्शः रसः गन्धः वर्ण इत्येवंलक्षणाः पुद्गला भवन्ति । तत्र स्पर्शोऽष्टविधः - कठिनो मृदुगुरुर्लघुः शीत उष्णः स्निग्धो रूक्ष इति, रसः पञ्चविधः-तिक्तः कटुः कषायोऽम्लो मधुर इति, गन्धो द्विविधः-सुरभिरसुरभिश्च, वर्णः पञ्चविधः-कृष्णो नीलो लोहितः पीतः शुक्ल इति T /રરૂપ ભાષ્યાર્થ:સ્પર્શ ......... કૃતિ | સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એવા સ્વરૂપવાળા પુદ્ગલો હોય છે. ત્યાં સ્પર્શ આઠ પ્રકારનો છે – કઠિન અને મૃદુ, ગુરુ અને લઘુ, શીત અને ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ. ત્તિ' શબ્દ સ્પર્શતા પ્રકારોની સમાપ્તિ અર્થે છે. રસ પાંચ પ્રકારનો છે – તિક્ત, કટુ, કષાય, અમ્લ અને મધુર. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૦ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫| સૂત્ર-૨૩, ૨૪ ‘તિ’ શબ્દ રસના પ્રકારોની સમાપ્તિ અર્થે છે. ગંધ બે પ્રકારનો છે – સુરભિ અને દુરભિ. વર્ણ પાંચ પ્રકારનો છે – કાળો, લીલો, લાલ, પીળો અને શુક્લ. ‘તિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. પ/૨૩ ભાવાર્થ : ભાષ્ય સાથે પ્રસ્તુત સૂત્રનો સંબંધ આ પ્રમાણે છે – પુદ્ગલો સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળા છે. એમ કહેવાથી પુદ્ગલો જીવરૂપ છે તે મતનો નિરાસ થાય છે; કેમ કે જીવ સ્પર્શ, રસ આદિ પરિણામવાળો નથી, પરંતુ અરૂપી છે. વળી કેટલાક પુદ્ગલોને સ્પર્શાદિ રહિત માને છે તે મતનો પણ પુદ્ગલો સ્પર્શદિવાળા છે એમ કહેવાથી નિરાસ થાય છે. પૂર્વમાં પુલોના શરીરાદિ ઉપકાર છે તેમ કહેવાથી પુદ્ગલો શરીરાદિ પરિણામવાળા છે તે પ્રાપ્ત થયું. તે પુદ્ગલો સ્પર્શ, રસ આદિવાળા છે તે પ્રકારના વિશેષવચનની વિવક્ષાથી પુદ્ગલનું સ્વરૂપ પ્રસ્તુત સૂત્રમાં બતાવેલ છે. પ/૨૩ ભાષ્ય : किञ्चान्यत् - ભાષ્યાર્થ :વળી પુગલનું અન્ય સ્વરૂપ શું છે? એથી કહે છે – સૂત્ર : शब्दबन्धसौम्यस्थौल्यसंस्थानभेदतमश्छायातपोद्योतवन्तश्च ।।५/२४ ।। સૂત્રાર્થ - શબ્દ, બંધ, સૌમ્ય, સ્થૌલ્ય, સંસ્થાન, મેદ, અંધકાર, છાયા, આતપ અને ઉદ્યોતવાળા પગલો છે. પ/૨૪ll ભાષ્ય : तत्र शब्दः षड्विधः-ततो विततो घनः शुषिरः सङ्घर्षो भाषा इति । बन्धस्त्रिविधः - प्रयोगबन्धो विस्रसाबन्धो मिश्रबन्ध इति, “स्निग्धरूक्षत्वाद् भवति" इति वक्ष्यते (अ० ५, सू० ३२) । सौभ्यं द्विविधम् - अन्त्यमापेक्षिकं च अन्त्यं परमाणुष्वेव, आपेक्षिकं च व्यणुकादिषु सङ्घातपरिणामापेक्षं भवति । तद्यथा - आमलकाद् बदरमिति । स्थौल्यमपि द्विविधम् - अन्त्यमापेक्षिकं च सङ्घातपरिणामापेक्षमेव भवति, तत्रान्त्यं सर्वलोकव्यापिनि महास्कन्थे भवति, आपेक्षिकं बदरादिभ्य आमलकादिष्विति । संस्थानमनेकविधम् - दीर्घहस्वाद्यनित्थन्त्वपर्यन्तम् । भेदः पञ्च Page #50 -------------------------------------------------------------------------- ________________ 33 તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૪ વિધઃ औत्कारिकः चौर्णिकः खण्डः प्रतरः अनुतट इति । तमश्छायातपोद्योताश्च परिणामजाः । सर्व एवैते स्पर्शादयः पुद्गलेष्वेव भवंतीत्यतः पुद्गलास्तद्वन्तः । अत्राह - किमर्थं स्पर्शादीनां शब्दादीनां च पृथक्सूत्रकरणमिति ?, अत्रोच्यते स्पर्शादयः परमाणुषु स्कन्धेषु च परिणामजा एव भवन्ति शब्दादयश्च स्कन्धेष्वेव भवन्त्यनेकनिमित्ताश्चेत्यतः पृथक्करणम् ।।५ / २४ ।। ભાષ્યાર્થ ઃ GET ..... પૃથવાનામ્ ।। ત્યાં=પુદ્ગલોના શબ્દાદિ પરિણામમાં, શબ્દ છ પ્રકારનો છે. તત=મૃદંગપટહાદિ વગાડવાથી થનારો તાનિ એ પ્રકારે થતો ધ્વનિ તે તત કહેવાય. વીણાદિ વાજિંત્રોથી થનારો ધ્વનિ વિતત કહેવાય. કાંસાદિના ભાજનથી થયેલો ધ્વનિ ઘન કહેવાય. વાંસળી વગેરેથી ઉત્પન્ન થયેલો ધ્વનિ શુધિર કહેવાય. વસ્ત્ર, પાટનાદિ સંઘર્ષથી ઉત્પન્ન થયેલો ધ્વનિ સંઘર્ષ કહેવાય. વ્યક્ત વાણીથી બોલાયેલો શબ્દ ભાષા કહેવાય. ‘કૃતિ’ શબ્દ શબ્દના પ્રકારોની સમાપ્તિ અર્થે છે. - બંધ ત્રણ પ્રકારનો છે – પ્રયોગબંધ, વિસસાબંધ, અને મિશ્રબંધ, “સ્નિગ્ધ-રૂક્ષપણાથી થાય છે—બંધ થાય છે,” (અધ્યાય-૫, સૂત્ર-૩૨) એ પ્રમાણે કહેવાશે. સૌક્ષ્ય બે પ્રકારનું છે : અંત્ય અને આપેક્ષિક. અંત્ય પરમાણુમાં જ છે, આપેક્ષિક ૠણુકાદિમાં સંઘાત પરિણામની અપેક્ષાથી થાય છે. તે આ પ્રમાણે – આમલકથી=આમળાથી, બદર=બોર, સૂક્ષ્મ છે. ‘કૃતિ’ શબ્દ સૌમ્યના પ્રકારોની સમાપ્તિ અર્થે છે. સ્થૌલ્ય બે પ્રકારનું છે : અંત્ય અને આપેક્ષિક. સંઘાત પરિણામની અપેક્ષાએ જ આપેક્ષિક સ્થૌલ્ય થાય છે. ત્યાં=બે પ્રકારના સ્થૌલ્યમાં, અંત્ય સર્વલોકવ્યાપી મહાસ્કંધમાં થાય છે. આપેક્ષિક બદરાદિથી આમલ-કાદિમાં સ્થૌલ્ય થાય છે. ‘કૃતિ’ શબ્દ સ્થૌલ્યના પ્રકારોની સમાપ્તિ અર્થે છે. સંસ્થાન અનેક પ્રકારનું છે ઃ દીર્ઘત્ય, હૃસ્વત્વ આદિ અનિત્યંત્વ પર્યંત. ભેદ પાંચ પ્રકારનો છે : ઔત્કારિક, ચૌણિક, ખંડ, પ્રતર અને અનુતટ. ‘કૃતિ’ શબ્દ ભેદના પ્રકારોની સમાપ્તિ અર્થે છે. તમઃ, છાયા, આતપ, ઉદ્યોત પરિણામથી થનારા છે. સર્વ જ આ સ્પર્શાદિ પુદ્ગલોમાં જ થાય છે, એથી પુદ્ગલો તદવાત્ છે=સ્પર્શોદિવાન્ છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૪ અહીં શંકા કરે છે – કયા પ્રયોજનથી સ્પર્ધાદિ અને શબ્દાદિના સૂત્રનું પૃથફ કરણ છે ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – સ્પશદિ પરમાણમાં અને સ્કંધમાં પરિણામથી થનારા જ હોય છે. અને શબ્દાદિ સ્કંધમાં જ થાય છે અને અનેક નિમિત્તથી થાય છે. એથી પૃથક્કરણ છે=બે સૂત્રને પૃથફ કરેલ છે. li૫/૨૪ના ભાવાર્થ : શબ્દ પુદ્ગલ છે. તે શબ્દ છ પ્રકારના છે. મૃદંગાદિને વગાડવાથી જે પ્રકારનો ધ્વનિ થાય છે તેને તત શબ્દથી વાચ્ય કરાય છે. તેવા ધ્વનિવાળા શબ્દો એ પુદ્ગલનો પરિણામ છે. એથી શબ્દ પુદ્ગલો મૃદંગાદિથી સંભળાય છે. એ રીતે વણાદિનો જે ધ્વનિ સંભળાય છે તે વિતત શબ્દથી વાચ્ય છે. તે વિતત સ્વરૂપવાળો જે પરિણામરૂપ શબ્દ તે વીણામાંથી અવાજરૂપે નીકળતા પુદ્ગલો છે, જે શ્રોતાને શ્રોત્રંદ્રિય દ્વારા ગ્રહણ થાય છે. ઘન એ પ્રકારનો ધ્વનિ કાંસાદિમાં થાય છે. આવા ધ્વનિવાળા પુદ્ગલો છે જે શ્રોત્રંદ્રિયનો વિષય બને છે. વાંસળીમાંથી નીકળતા ધ્વનિને શુષિર કહેવાય છે. શુષિરરૂપ શબ્દ પરિણામરૂપ પુદ્ગલો છે, જે શ્રોનેંદ્રિયનો વિષય થાય છે. વસ્ત્રને ફાડવાથી જે તડતડ અવાજરૂપે થાય છે તે સંઘર્ષરૂપ શબ્દ કહેવાય છે. આ સંઘર્ષ પર્યાયવાળા જે શબ્દ છે તે શબ્દ પુદ્ગલો શ્રોત્રંદ્રિયથી સંભળાય છે. બેઇન્દ્રિયાદિથી માંડીને પંચેંદ્રિય સુધીના જીવો જે બોલે છે તે ભાષાને પરિણમન પામેલા શબ્દો છે. આવા શબ્દ પરિણામરૂપે પરિણમેલા પુદ્ગલો શ્રોત્રંદ્રિયથી સંભળાય છે. બંધ એ પુદ્ગલનો પરિણામ છે પુગલો બંધપરિણામવાળા છે. બંધ પરસ્પર ઉપશ્લેષરૂપ છે. બંધ પ્રયોગથી, વિસસાથી અને મિશ્રથી થાય છે; કેમ કે સ્નિગ્ધ-રૂક્ષપણાથી પુદ્ગલોનો બંધ થાય છે અને એ પ્રમાણે સૂત્ર-૩૨માં ગ્રંથકારશ્રી કહેશે. જીવના પ્રયત્નથી જે બંધ થાય તે પ્રયોગબંધ કહેવાય. જેમ જીવ પરભવમાંથી આવે છે ત્યારે લોમાહાર ગ્રહણ કરીને પોતાના કાર્મણશરીર સાથે ઔદારિકશરીરનો પરસ્પર આશ્લેષ કરે છે તે પ્રયોગથી થયેલો બંધ છે. વિસસાબંધ પરમાણુમાંથી બનતા સ્કંધસ્વરૂપ છે. ઔદારિક આદિ વર્ગણાઓ બને છે તે સર્વે જીવના પ્રયત્નથી થતી નથી પરંતુ તે તે પુદ્ગલોમાં તે બંધને અનુકૂળ સ્વભાવ પ્રગટ થાય છે જેથી તે પુદ્ગલો પરસ્પર તે પ્રકારે સંશ્લેષ પામીને સ્કંધો બને છે. તે સર્વ વિસસાબંધ છે. મિશ્રબંધ જીવના પ્રયત્ન અને વિસસાથી થાય છે. જેમ જીવ આહાર ગ્રહણ કરીને પોતાના શરીર સાથે આહારના પુદ્ગલોને શરીરરૂપે પરિણાવે છે તે વખતે સ્વાભાવિકપણે રૂંવાડામાંથી લોમાહારરૂપે અન્ય પુદ્ગલો પ્રવેશીને શરીરરૂપે પરિણમન પામે છે. તેથી આહારના પુદ્ગલોને પ્રયત્નથી શરીર સાથે એકમેક કરે છે લોમથી પ્રવેશેલા પુદ્ગલો દેહની સાથે વિસસા ભાવથી એકમેક સાથે પરિણમન પામે છે તેથી પૂર્વના શરીર સાથે નવા યુગલોના બંધની પ્રાપ્તિ થઈ, જે મિશ્રબંધ છે. આવા મિશ્રબંધવાળા પણ પુદ્ગલો છે. વળી સૂક્ષ્મપણું પુગલનો પરિણામ છે માટે સૂક્ષ્મપરિણામવાળા પુદ્ગલો છે. આ સૂક્ષ્મપણું બે પ્રકારનું છેઃ (૧) અંત્યસૂક્ષ્મ અને (૨) આપેક્ષિકસૂક્ષ્મ. અંત્યસૂક્ષ્મ પરમાણુઓમાં જ છે; કેમ કે પરમાણુથી અધિક પુદ્ગલોનો સૂમભાવ પ્રાપ્ત થતો નથી. વળી આપલિકસૂક્ષ્મપણું કચણુકાદિ સ્કંધોમાં સંઘાતપરિણામની Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૫ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૪ અપેક્ષાએ થાય છે. તે આ પ્રમાણે – આંબળાથી બોર સૂક્ષ્મ છે તે બોરનો સંઘાતપરિણામ અલ્પ આકારવાળા સ્કંધરૂપ હોવાથી તેને આંબળામાં દીર્ઘ આકારવાળા સંઘાતની અપેક્ષાએ સૂક્ષ્મપણું છે; પરંતુ પુદ્ગલના પરમાણુની સંખ્યાની અપેક્ષાએ નથી. આથી જ અનંત પરમાણુઓનો સ્કંધ એક આકાશપ્રદેશ પર રહે છે અને દશ પરમાણુઓનો સ્કંધ દશ આકાશપ્રદેશ પર રહે ત્યારે દશ આકાશપ્રદેશ પર રહેલા દશ પરમાણુના સ્કંધ કરતાં એક આકાશપ્રદેશ પર રહેલો અનંત પરમાણુનો સ્કંધ સંઘાત પરિણામની અપેક્ષાએ સૂક્ષ્મ છે. સ્થળપણું પણ બે પ્રકારનું છે : અંત્યસ્થૂળપણું અને આપેક્ષિકશૂળપણું. સંઘાત પરિણામની અપેક્ષાએ સ્થળપણું બતાવે છે – અંત્ય સ્થૂળપણું અચિત્તમહાત્કંધ જ્યારે લોકવ્યાપી બને છે ત્યારે તે અંત્યસ્થૂળ કહેવાય. આપેક્ષિક સ્થળપણું બોરની અપેક્ષાએ આંબળામાં છે તે સંઘાત પરિણામની અપેક્ષાએ છે; પરંતુ પરમાણુના જથ્થાની અપેક્ષાએ નથી આથી જ એક આકાશપ્રદેશ પર રહેલ અનંત પરમાણુના અંધ કરતાં દશ આકાશપ્રદેશ પર રહેલ દશ પરમાણુના સ્કંધ સ્થળ છે. વળી સંસ્થાન અનેક આકારનું છે : જેમ કેટલાક પરમાણુઓ દીર્ઘ આકારની પ્રતીતિ કરાવે તે રીતે એકમેક થઈને સ્કંધરૂપે રહેલા હોય, જેમ નેતરની સોટી. વળી ત્રિકોણાદિ અન્ય આકારે પણ પરમાણુઓ રહેલા હોય છે. આ રીતે અનિત્થસ્થ સંસ્થાન સુધી અનેક પ્રકારનાં સંસ્થાનોની પ્રાપ્તિ છે. પુદ્ગલો તે સર્વ સંસ્થાનવાળા છે. ભેદ પુદ્ગલનો પરિણામ છે અને ભેદવાળા પુદ્ગલો છે. તે ભેદ પાંચ પ્રકારનો છે : ઔત્કારિક કોઈક વસ્તુને ઘસવાથી રજકણરૂપે પડતા નાના નાના સ્કંધો તે ઔત્કારિક ભેદ છે. પુદ્ગલો આવા ઔત્કારિકભેટવાળા છે. અનાજ કે અન્ય કોઈ વસ્તુને ચૂર્ણ કરવામાં આવે તે ચૌર્ણિક ભેદ છે, પુદ્ગલો આવા ભેદવાળા છે. મોટી વસ્તુના ટુકડા કરવામાં આવે ત્યારે તેના જે ભેદો પડે તે ખંડભેદ છે. પુદ્ગલો આવા ખંડમેદવાળા છે. પ્રતર આકારે કોઈ વસ્તુના વિભાગો કરવામાં આવે તે પ્રતર ભેદ છે. અનુતટ=વાંસ, ઈસુ આદિના છોલવાથી જે વિભાગ પડે છે તે અનુતટ વિભાગ છે, તેવો વિભાગ પણ પુદ્ગલમાં થાય છે માટે અનુતટ વિભાગવાળા પુદ્ગલો છે. અંધકાર, છાયા, આતાપ અને ઉદ્યોત એ પરિણામથી થનારા પુદ્ગલના ભાવો છે. આશય એ છે કે દીવા આદિના પ્રકાશના કારણે ભાસ્વર પુદ્ગલો દીવાના અભાવમાં અંધકારરૂપે પરિણમન પામે છે તેથી તે તમઃ પરિણામરૂપ પુદ્ગલના ભાવો છે. અંધકારના પુદ્ગલો પ્રકાશના પુદ્ગલરૂપ નિમિત્તને પામીને પ્રકાશરૂપે પરિણમન પામે છે. વળી દર્પણાદિમાં દેહાદિ પદાર્થોમાંથી નીકળેલા છાયાના પુદ્ગલો તત્સદશ વર્ણને દેખાડનારા હોય છે, તે છાયાપરિણામથી થનારા પુદ્ગલના ભાવો છે. વળી આતપનામકર્મના ઉદયને કારણે સૂર્યના વિમાનમાંથી નીકળતા કિરણના પુદ્ગલો તે આતપવાળા પુદ્ગલના પરિણામો છે. ચંદ્રના વિમાનમાંથી નીકળતા કિરણના પગલો ઉદ્યોત પરિણામવાળા છે. સર્વ આ સ્પર્શદિ-સૂત્ર-૨૩, સૂત્ર-૨૪માં બતાવ્યા એ સ્પર્શાદિ, અને શબ્દાદિ પુદ્ગલોમાં થાય છે માટે પુદ્ગલો સ્પર્શદિવાળા અને શબ્દાદિવાળા છે. અર્થાત્ શબ્દ પોતે પુદ્ગલ નથી પરંતુ શબ્દ પરિણામવાળા Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પુદ્ગલો છે. સ્પર્શ પોતે પુદ્ગલ નથી પરંતુ સ્પર્શ પરિણામવાળા પુદ્ગલો છે. અહીં પ્રશ્ન થાય કે સૂત્ર-૨૩માં સ્પર્શોદિવાળા પુદ્ગલો છે તેમ કહ્યું અને સૂત્ર-૨૪માં શબ્દાદિવાળા પુદ્ગલો છે તેમ કહ્યું તે બંને સૂત્રો એક ન કરતાં પૃથક્ સૂત્ર કેમ કર્યું ? તેનો ઉત્તર આપતાં ભાષ્યકારશ્રી કહે છે - ― સ્પર્ધાદિ પરિણામો પરમાણુમાં અને સ્કંધમાં પરિણામથી થનારા છે અને શબ્દાદિ ભાવો ૫૨માણુમાં થનારા નથી પરંતુ સ્કંધમાં જ થાય છે. વળી તે શબ્દાદિ ભાવો અનેક નિમિત્તોથી થાય છે એ બતાવવા માટે બે સૂત્રોને પૃથક્ કર્યાં છે. તેથી એ ફલિત થાય કે સૂત્ર-૨૩માં બતાવેલા સ્પર્શાદિ ભાવો પરમાણુથી માંડીને દરેક સ્કંધમાં થાય છે અને તે પરિણામથી થનારા છે, નિમિત્તથી થનારા નથી. શબ્દાદિ ભાવો સ્કંધમાં જ થાય છે અને પુરુષના પ્રયત્નાદિ ભિન્ન ભિન્ન પ્રકારનાં નિમિત્તોથી થાય છે. આ પ્રકારનો ભેદ બતાવવા માટે ગ્રંથકારશ્રીએ બે સૂત્રોને પૃથક્ કરેલ છે. I૫/૨૪॥ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૪, ૨૫ ભાષ્યઃ त एते पुद्गलाः समासतो द्विविधा भवन्ति, तद्यथ ભાષ્યાર્થ : તે આ પુદ્ગલો સમાસથી બે પ્રકારના છે. તે આ પ્રમાણે ભાવાર્થ: પૂર્વમાં સ્પર્શોદિવાળા અને શબ્દાદિવાળા પુદ્ગલો છે તેમ બતાવ્યું તે પુદ્ગલો વિસ્તારથી વિચારીએ તો અનેક વર્ગણારૂપ હોવાથી અનેક ભેદવાળા છે, પરંતુ સંક્ષિપ્તથી વિચારીએ તો તેના બે ભેદો પ્રાપ્ત થાય છે. આ બે ભેદો સૂત્રમાં બતાવવા માટે ભાષ્યકારશ્રી ‘તદ્યા’થી કહે છે સૂત્રઃ ભાષ્યઃ उक्तं च - - અળવ: સ્વસ્થામ્ય /l સૂત્રાર્થ - અને અણુઓ અને સ્કંધો છે=પુદ્ગલો અણુઓરૂપે અને સ્કંધોરૂપે છે. II૫/૨૫ - “कारणमेव तदन्त्यं, सूक्ष्मो नित्यश्च भवति परमाणुः । રસાન્ધવર્ગો, ક્રિસ્પર્શઃ ાનિાશ્વ ।।।।” (આર્યા) કૃતિ । તત્રાળવોડવન્દ્રા:, ન્યાસ્તુ વના વ્રુતિ ।।/૨।। Page #54 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫સુગ-૨પ ભાષ્યાર્થ :૩ ૨. પતિ છે અને કહેવાયું છે – તે અણુ, અન્ય કારણ જ છે. સૂક્ષ્મ છે, નિત્ય છે. તે પરમાણુ એક રસ, એક ગંધ, એક વર્ણ, બે સ્પર્શવાળો અને કાર્યલિંગવાળો છે. I૧" (). ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ અર્થે છે. ત્યાં=બે પ્રકારના પુગલોમાં, અણુઓ અબદ્ધ છે-એક ક્ષેત્રમાં રહેલા હોય, નજીકના ક્ષેત્રમાં રહેલા હોય તોપણ કથંચિત્ એકત્વભાવથી અબદ્ધ છે, વળી સ્કંધો બદ્ધ જ છે=સ્કંધમાં વર્તતા પરમાણુઓ સાથે પરસ્પર એકત્વભાવરૂપે બદ્ધ છે. ત્તિ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. પ/૨પા ભાવાર્થ પુદ્ગલના બે ભેદો સૂત્રમાં બતાવ્યા પછી પૂર્વાચાર્યો અણુનું લક્ષણ કરે છે. તે ભાષ્યકારશ્રી પ્રથમ બતાવે છે. તેના માટે ડ થી પૂર્વાચાર્યનો સાક્ષીપાઠ બતાવે છે, તે આ પ્રમાણે છે – પરમાણુ અંત્યકારણ જ છે. તેથી એ પ્રાપ્ત થાય કે ઘટનું કારણ તેના અવયવો છે. તેના અવયવોનું કારણ તેના અવયવો છે. એમ કરતાં કરતાં ચણકના કારણરૂપે પરમાણુની પ્રાપ્તિ થાય. જગતમાં જે કોઈ કાર્ય દેખાય છે તેનું અંતિમ કારણ પરમાણુ છે. વળી તે પરમાણુ સૂક્ષ્મ છે; કેમ કે પુદ્ગલમાં પરમાણુથી અધિક સૂક્ષ્મ કોઈ નથી. વળી પરમાણુ દ્રવ્યરૂપે નિત્ય છે, જોકે પરમાણુમાં રૂપ-રસાદિનું પરાવર્તન થાય છે. વળી પરમાણુ ક્યારેક સ્કંધરૂપે બને છે તો ક્યારેક સ્કંધથી પૃથફ થાય છે, તે સ્વરૂપે અનિત્ય છે તોપણ પરમાણુદ્રવ્યરૂપે પરમાણુ નિત્ય છે. વળી એક પરમાણુમાં એક રસ, એક ગંધ, એક વર્ણ હોય છે અને બે સ્પર્શ હોય છે. કેવલજ્ઞાની અને પરમાવધિજ્ઞાનવાળા મહાત્મા પરમાણુને સાક્ષાત્ જોઈ શકે છે. તેમના સિવાય અન્ય સર્વ જીવોને પરમાણુ સાક્ષાત્ દેખાતો નથી, તેમને કાર્યના લિંગ દ્વારા કાર્યના અંતિમ અવયવ સ્વરૂપે પરમાણુની ઉપસ્થિતિ થાય છે. આ રીતે ભાષ્યકારશ્રીએ પૂર્વાચાર્યના સાક્ષીપાઠની સાક્ષી આપીને પરમાણુનું સ્વરૂપ બતાવ્યું. હવે સૂત્રમાં બતાવેલ અણુઓ અને સ્કંધ કેવા સ્વરૂપવાળા છે ? એ સ્પષ્ટ કરવાથું કહે છે – પુદ્ગલો સંક્ષિપ્તથી પરમાણુરૂપે અને સ્કંધરૂપે હોય છે તેમાં પરમાણુરૂપે રહેલા યુગલો કથંચિત્ એક આકાશપ્રદેશ ઉપર અનેક સંખ્યામાં વર્તતા હોય તોપણ પરસ્પર એકત્વભાવરૂપે સંબંધને પામેલા હોતા નથી તેથી તેઓનો એક ક્ષેત્રકૃત સંબંધ હોય છે, પરંતુ પરસ્પર એકત્વભાવરૂપ સંબંધ નથી. વળી, તે પરમાણુ તેના નજીકના ક્ષેત્રમાં રહેલા પરમાણુ સાથે સંસર્ગના સંબંધવાળા હોય છે તો પણ એકત્વભાવરૂપ સંબંધ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૫, ૨૬ નથી અને જ્યારે અન્ય પરમાણુ સાથે એકત્વભાવ થાય છે ત્યારે તે પરમાણુઓ સ્કંધરૂપે બને છે. આથી જે આકાશપ્રદેશ ઉપર વિવક્ષિત પરમાણુ રહેલો હોય તેની આજુબાજુ ચાર દિશાના અને ઊર્ધ્વ અને અધો એમ છ દિશાના રહેલા પરમાણુ સાથે કે અન્ય સ્કંધો સાથે સ્પર્શરૂપ સંબંધ તે તે પરમાણુમાં વર્તતો હોય છે તોપણ એકત્વભાવ નહીં હોવાથી તે પરમાણુ અબદ્ધ અવસ્થાવાળા છે અને પરમાણુ સિવાય કચણુકથી માંડીને અનંત પરમાણુઓના સ્કંધો છે તેઓ પોતાના સ્કંધના અવયવભૂત એવા પરમાણુઓ સાથે એકત્વભાવથી સંબદ્ધ થયેલા છે. તેથી તેઓને સ્કંધો કહેવાય છે. પ/૨પા ભાષ્ય : મત્રોદ – વાર્થ પુનરત વૈવિષ્ય મવતીતિ ? | સત્રોગ્યતે – ન્હાતાવત્ – ભાષ્યાર્થ: ત્રાદિ ..... ન્યાત્તાત્ – અહીં-પુદ્ગલના બે ભેદો કહ્યા એમાં, પ્રશ્ન કરે છે=આ ઐવિધ્યસૂત્ર૨૫માં બતાવ્યું એ કૈવિધ્ય, કેવી રીતે થાય છે? ત્તિ શબ્દ પ્રસ્તની સમાપ્તિ માટે છે. આમાં-પૂર્વમાં કરાયેલ પ્રશ્નમાં, ઉત્તર આપે છે. સ્કંધો (કઈ રીતે થાય છે ? તે સૂત્રમાં બતાવે છે –). સૂત્રઃ सङ्घातभेदेभ्य उत्पद्यन्ते ।।५/२६।। સૂત્રાર્થ : સંઘાત-ભેદથી ઉત્પન્ન થાય છે સંઘાતથી અને ભેદથી સ્કંધો ઉત્પન્ન થાય છે. પ/રકા ભાષ્ય : सङ्घाताद् भेदात् सङ्घातभेदादित्येभ्यस्त्रिभ्यः कारणेभ्यः स्कन्धा उत्पद्यन्ते द्विप्रदेशादयः । तद्यथा - द्वयोः परमाण्वोः सङ्घाताद् द्विप्रदेशः, द्विप्रदेशस्याणोश्च सङ्घातात् त्रिप्रदेशः, एवं सङ्ख्येयानामसङ्ख्येयानामनन्तानामनन्तानन्तानां च प्रदेशानां सङ्घातात् तावत्प्रदेशाः, एषामेव भेदाद् द्विप्रदेशपर्यन्ताः, एत एव च सङ्घातभेदाभ्यामेकसामयिकाभ्यां द्विप्रदेशादयः स्कन्धा उत्पद्यन्ते, अन्यस्य सङ्घातेनान्यतो भेदेनेति ।।५/२६।। ભાષ્યાર્થ : સાતાદ્. મેનેતિ | સંઘાતથી, ભેદથી અને સંઘાતભેદથી એ રીતે આ ત્રણ કારણોથી દ્વિપ્રદેશાદિ સ્કંધો ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે – બે પરમાણુઓના સંઘાતથી દ્વિપ્રદેશ બને છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૯ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૬ દ્વિપ્રદેશ અને અણુવા સંઘાતથી ત્રિપ્રદેશ થાય છે. તે રીતે સંખ્યય, અસંખ્યય, અનંત અને અનંતાઅનંત પ્રદેશોના સંઘાતથી તેટલા પ્રદેશવાળા સ્કંધો થાય છે. આમના જ=સ્કંધોના જ, ભેદથી દ્વિપ્રદેશ પર્યત સ્કંધો થાય છે. આ જ=આ જ સ્કંધો, એક સમયમાં થનારા સંઘાતભેદ દ્વારા દ્વિપ્રદેશ આદિ સ્કંધો ઉત્પન્ન થાય છે. ' કઈ રીતે સંઘાતભેદ દ્વારા થાય છે ? તે સ્પષ્ટ કરે છે – અન્યના સંઘાતથી અને અન્યથી ભેદ દ્વારા=જે ભાગથી સંઘાત થાય છે તેના અન્ય ભાગથી ભેદ દ્વારા, દ્વિપ્રદેશાદિ ધો ઉત્પન્ન થાય છે. પ/૨૬ ભાવાર્થ : સ્કંધો સામાન્ય રીતે ત્રણ પ્રકારે બને છે. કેવલ સંઘાતથી સ્કંધો બને છે, કેવલ ભેદથી સ્કંધો બને છે અને સંઘાત અને ભેદ બંનેથી કંધો ઉત્પન્ન થાય છે. કેવા સ્કંધો ઉત્પન્ન થાય છે ? તેથી કહે છે – ઢિપ્રદેશાદિ સ્કંધો ઉત્પન્ન થાય છે. તેને જ ભાષ્યકારશ્રી તદ્યથા'થી સ્પષ્ટ કરતાં કહે છે – બે પરમાણુઓ એક આકાશમાં રહેલા હોય છતાં પરસ્પર એકત્વભાવને પામેલા ન હોય અને તે બે પરમાણુઓમાં કોઈક નિમિત્તે એકત્વપરિણામ થાય તો તે દ્ધિપ્રદેશનો અંધ બને છે. વળી બે પરમાણુઓ નજીકના આકાશપ્રદેશ ઉપર રહેલા હોય પરંતુ ભિન્ન આકાશમાં રહેલા હોવા છતાં તેમાં એત્વરૂપ સંઘાતનો પરિણામ થાય તો દ્વિપ્રદેશનો સ્કંધ બને છે. વળી ગતિશીલ પરમાણુઓ પણ ભિન્ન આકાશમાં રહેલા હોવા છતાં ગતિના પરિણામથી એકત્ર ભેગા થઈને તે જ સ્થળમાં ભેગા થઈને દ્વિપ્રદેશાદિ અંધ બને છે. એ રીતે બે પ્રદેશવાળા સ્કંધ અને અણુના સંઘાતથી ત્રણ પ્રદેશવાળો સ્કંધ બને છે. અથવા ત્રણ પરમાણુઓના સંઘાતથી પણ ત્રણ પ્રદેશવાળો સ્કંધ બને છે એ રીતે સંખ્યાત-અસંખ્યાત અનંત અને અનંતાનંત પ્રદેશોના સંઘાતથી તેટલા પ્રદેશવાળા સ્કંધો બને છે. આ સ્કંધો ક્યારેક પૂર્વના સમયમાં પરમાણુરૂપે પણ રહેલા હોય છે, હિપ્રદેશ-ત્રિપ્રદેશાદિ અંધારૂપ રહેલા હોય છતાં ઉત્તરના સમયમાં પરસ્પર એકત્વભાવરૂપ સંઘાતના પરિણામથી સ્કંધરૂપ બને છે. આનાથી એ પ્રાપ્ત થાય કે અનંતાનંત પરમાણુઓનો સ્કંધ પણ માત્ર સંઘાતથી પણ થાય છે. વળી ત્રિપ્રદેશાદિ સ્કંધોથી માંડીને અનંતાનંત પ્રદેશોના સ્કંધોના ભેદથી ઢિપ્રદેશી પર્યત સ્કંધો બને છે. તેથી એ પ્રાપ્ત થાય કે ત્રણ પ્રદેશવાળો કોઈ અંધ હોય તેમાંથી એક પરમાણુનો ભેદ થાય તો દ્વિપ્રદેશનો અંધ બને છે તે રીતે યાવતું અનંત પરમાણુનો કે અનંતાનંત પરમાણુનો સ્કંધ હોય તેમાં સંઘાતનો પરિણામ ન થાય અને માત્ર ભેદનો પરિણામ થાય તો તે ભેદના પરિણામથી ઢિપ્રદેશાદિના અવાંતર એક બે આદિ અનેક સ્કંધો ભેદથી પ્રાપ્ત થાય છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૦ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૬, ૨૭, ૨૮ વળી આ જ સ્કંધો એક સમયમાં થતા સંઘાત-ભેદ ઉભય દ્વારા દ્વિપ્રદેશાદિ સ્કંધો થાય છે. દા. ત. અનંત પરમાણુનો એક સ્કંધ હોય તે સ્કંધમાંથી કેટલાક પ્રદેશો એકબીજાથી છૂટા પડે અને અન્ય બાજુથી અન્ય પરમાણુનો કે અન્ય કચણુકાદિ સ્કંધોનો સંયોગ થાય ત્યારે સંઘાત-ભેદ ઉભય દ્વારા નવા સ્કંધો ઉત્પન્ન થાય છે. તે રીતે અનેક સ્કંધોમાંથી કોઈક પ્રદેશો છૂટા પડે અને તે છૂટા પડેલા પ્રદેશો કોઈક રીતે નવા સ્કંધરૂપે થાય તે નવો સ્કંધ પણ ભેદ-સંઘાતથી ઉત્પન્ન થાય છે. પ/રકા ભાષ્ય : ત્રાદિ – અથ પરમાણુ થયુતંતે તિ ? | ત્રોચ્યતે – ભાષ્યાર્થ: મત્રાદ.... સરોવ્ય – અહીં સ્કંધની ઉત્પત્તિ બતાવી એમાં, પ્રશ્ન કરે છે – પરમાણુ કેવી રીતે ઉત્પન્ન થાય છે? અહીં એ પ્રકારના પ્રશ્નમાં, ઉત્તર આપે છે – સૂત્ર: મેવાળુ: સાહ/રા સૂત્રાર્થ : ભેદથી અણુ ઉત્પન્ન થાય છે. પિ/૨ી. ભાષ્ય : भेदादेव परमाणुरुत्पद्यते, न सङ्घातादिति ।।५/२७।। ભાષ્યાર્થ - મેલાવ .. શ્યતાનિ || ભેદથી જ પરમાણુ ઉત્પન્ન થાય છે. સંઘાતથી ઉત્પન્ન થતો નથી. ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. પિ/રશા સૂત્ર : भेदसङ्घाताभ्यां चाक्षुषाः ।।५/२८।। સૂત્રાર્થ : ભેદ અને સંઘાત દ્વારા ચાક્ષુષ સ્કંધો ઉત્પન્ન થાય છે. પ/૨૮. ભાષ્ય : भेदसङ्घाताभ्यां चाक्षुषाः स्कन्धा उत्पद्यन्ते, अचाक्षुषास्तु यथोक्तात् सङ्घाताद् भेदात् सङ्घातમેલીતિ શાહ/૨૮ાા Page #58 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૫ / સૂત્ર-૨૮, ૨૯ ભાષ્યાર્થ: મેદસક્ષતામ્યાં. સામેલાāતિ || ભેદ અને સંઘાત દ્વારા ચક્ષથી દેખાતા સ્કંધો ઉત્પન્ન થાય છે. વળી ચક્ષથી નહીં દેખાતા એવા સ્કંધો પૂર્વમાં કહેલા સંઘાતથી, ભેદથી અને સંઘાત-ભેદથી થાય છે. ત્તિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. પ/૨૮ ભાવાર્થ : ઇન્દ્રિયોથી ગ્રહણ થતા બાદર સ્કંધો ભેદ અને સંઘાતથી ઉત્પન્ન થાય છે, પરંતુ માત્ર સંઘાતથી કે માત્ર ભેદથી ઉત્પન્ન થતા નથી. વળી ચક્ષુથી નહીં દેખાતા દ્યણુકાદિ સ્કંધો કે ચક્ષુથી દેખાતા સ્કંધો કરતાં અધિક પ્રદેશોવાળા સૂક્ષ્મ સ્કંધો ક્યારેક સંઘાતથી પણ થાય છે, ક્યારેક ભેદથી પણ થાય છે અને ક્યારેક સંઘાતભેદથી પણ થાય છે. વળી સૂત્ર-૨૬માં ‘સાતપેરેગ્ય:' એ પ્રકારે સમાસ કર્યો અને પ્રસ્તુત સૂત્રમાં ભેદ ‘બેસીતામ્' એ સમાસ કર્યો, એથી એ પ્રકારનો અર્થ જણાય છે કે બંને રીતે સમાસ થાય છે. સૂત્ર-૨૬માં ત્રણ પ્રકારનાં કારણોને બતાવવા માટે “સાતમેટ્ય:' એ પ્રકારે બહુવચનનો પ્રયોગ કર્યો છે અને પ્રસ્તુત સૂત્રમાં ભેદ-સંઘાતરૂપ એક કારણ દ્વારા ચાક્ષુષ સ્કંધો થાય છે તે બતાવવા માટે દ્વિવચનનો સમાસ કરેલ છે. પ/૨૮ના ભાષ્ય : अत्राह - धर्मादीनि सन्तीति कथं गृह्यत इति ? । अत्रोच्यते - लक्षणतः, किञ्च सतो તક્ષમિતિ ? | મત્રો – ભાષ્યાર્થ: સાદ .... સરોવ્યતે – અહીં-સૂત્ર-૧૭થી માંડીને અત્યાર સુધી ધર્માદિ સર્વ દ્રવ્યોનું લક્ષણ બતાવ્યું એ કથનમાં, પ્રશ્ન કરે છે – ધર્માદિ સર્વ દ્રવ્યો જગતમાં છે અર્થાત્ વિદ્યમાન છે એ પ્રમાણે કેવી રીતે ગ્રહણ થાય છે ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – લક્ષણથી ગ્રહણ થાય છે=વિદ્યમાન વસ્તુનું જે લક્ષણ છે તે લક્ષણથી ગ્રહણ થાય છે. વળી સતનું લક્ષણ શું છે ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – સૂત્ર - उत्पादव्ययध्रौव्ययुक्तं सत् ।।५/२९ ।। સૂત્રાર્થ - ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત એવી વસ્તુ સત્ છે. I૫/૨૯ll Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર-૨૯ ભાષ્ય:- (પ્રસ્તુત સૂત્ર માટે સિદ્ધસેન ગણિની ટીકાનુસાર ભાષ્ય) उत्पादव्ययाभ्यां ध्रौव्येण च युक्तं सतो लक्षणम्, यदुत्पद्यते, यद् व्येति, यच्च ध्रुवं तत् सत्; अतोऽन्यदसदिति । ભાષ્યાર્થ: ૩દ્વિવ્યાખ્યાં ...... ગતોડનાવિતિ | ઉત્પાદથી, વ્યયથી અને ધ્રૌવ્યથી યુક્ત અર્થાત્ યુક્તતા સતુનું લક્ષણ છે. જે ઉત્પન્ન થાય છે, જે વ્યય પામે છે અને જે ધ્રુવ છે તે વસ્તુ સત્ છે. આનાથી અન્ય આ ત્રણ ભાવોથી અત્ય, અસત્ છે. ‘તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ભાવાર્થ : જગતવર્તી ધર્માદિ જે કોઈ દ્રવ્યો છે તે સર્વ કોઈક ભાવરૂપે પ્રતિ ક્ષણ ઉત્પન્ન થાય છે અને કોઈક ભાવરૂપે વ્યય પામે છે, તેથી ઉત્પાદ-વ્યયરૂપ પર્યાયથી યુક્ત છે. વળી તે દ્રવ્યો તે તે દ્રવ્યરૂપે ધ્રુવ છે તેથી ધ્રુવપણાથી યુક્ત છે. અર્થાત્ જે વસ્તુમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ ત્રણ ભાવો હોય તે વસ્તુ વિદ્યમાન કહેવાય. ભાષ્યકારશ્રીએ ઉત્પાદથી, વ્યયથી અને ધ્રૌવ્યથી યુક્ત સત્ કહેવાને બદલે સનું લક્ષણ છે એમ કહ્યું ત્યાં ભાવપ્રધાન નિર્દેશ હોવાથી ઉત્પાદથી, વ્યયથી અને ધ્રૌવ્યથી યુક્તપણું ગ્રહણ કરવું; કેમ કે સત્ વસ્તુમાં એવું યુક્તપણું છે તે સતુનું લક્ષણ છે. આ પદાર્થને સ્પષ્ટ કરવા અર્થે ભાષ્યકારશ્રી કહે છે – જે વસ્તુ ઉત્પન્ન થાય છે, જે વસ્તુ વ્યય પામે છે અને જે વસ્તુ ધ્રુવ છે અર્થાત્ આ ત્રણેય સ્વરૂપ જે વસ્તુ છે તે સતું છે. આ ત્રણેયથી રહિત જે અન્ય છે તે અસત્ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જગતમાં રહેલ દરેક વસ્તુ ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્ય પરિણામવાળી છે. વળી ભાષ્યમાં ઉત્પાદ-વ્યયનો અને ધ્રૌવ્યનો જુદો સમાસ કર્યો, એથી એ પ્રાપ્ત થાય કે વસ્તુ દ્રવ્યથી ધ્રૌવ્યરૂપ છે અને પર્યાયથી ઉત્પાદ-વ્યયરૂપ છે. ભાષ્ય:- (હરિભદ્રસૂરિની ટીકાનુસાર ભાષ્ય) उत्पादव्ययौ ध्रौव्यं च सतो लक्षणम्, यदिह मनुष्यत्वादिना पर्यायेण व्ययत आत्मनो देवत्वादिना पर्यायेणोत्पादः, एकान्तध्रौव्ये आत्मनि तत्तथैकस्वभावतयाऽवस्थाभेदानुपपत्तेः, एवं च संसारापवर्गभेदाभावः, कल्पितत्वेऽस्य निःस्वभावतयाऽनुपलब्धिप्रसङ्गात्, कल्पितः, सस्वभावत्वे (तस्य) त्वेकान्तध्रौव्याभावस्तस्यैव तथाभवनादिति, तत्तत्स्वभावतया विरोधाभावात्तथोपलब्धिसिद्धेः, तद्भ्रान्तत्वे प्रमाणाभावः, योगिज्ञानप्रमाणाभ्युपगमे त्वभ्रान्तस्तदवस्थाभेदः, इत्थं चैतत्, अन्यथा न Page #60 -------------------------------------------------------------------------- ________________ ४३ तत्वार्थाधिगमसूत्र भाग-3 / अध्याय-५ / सूत्र-२८ मनुष्यादेर्देवत्वादीति, एवं यमादिपालनानर्थक्यम्, एवं च सति “अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहा यमाः शौचसंतोषतपःस्वाध्यायेश्वरप्रणिधानानि नियमा” इति आगमवचनं वचनमात्रम्, एवमेकान्ताध्रौव्येऽपि सर्वथा तदभावापत्तेः, तत्त्वतोऽहेतुकत्वमेवावस्थान्तरमिति सर्वदा तद्भावाभावप्रसङ्गः अहेतुकत्वाविशेषात् । न हेतुस्वभावतयोर्ध्वं तद्भावः, तत्स्वभावतयैकान्तेन ध्रौव्यसिद्धेः । यदा हि तोरेवासौ स्वभावो यत्तदनन्तरं तद्भावस्तदा ध्रुवोऽन्वयस्तस्यैव तथाभवनात्, एवं च तुलोनामावनामवद्धेतुफलयोर्युगपढ्ययोत्पादसिद्धिरन्यथा न तत्तद्व्यतिरिक्ततरविकल्पाभ्यामयोगात् तन मनुष्यादेर्देवत्वमित्यायातं मार्गवैफल्यमागमस्येति, एवं सम्यग्दृष्टिः सम्यक्संकल्पः सम्यग्वाग सम्यग्मार्गः सम्यगार्जव: सम्यग्व्यायामः सम्यक्स्मृतिः सम्यक्समाधिरिति वाग्वैयर्थ्यम्, एवं घटव्ययवत्या मृदः कपालोत्पादभावात् उत्पादव्ययध्रौव्ययुक्तं सदिति, एकान्तध्रौव्ये तत्तथैकस्वभावतयाऽवस्थाभेदानुपपत्तेः समानं पूर्वेण, एवमेतद् व्यवहारतः तथा मनुष्यादिस्थितिद्रव्यमधिकृत्य दर्शितम्, निश्चयतस्तु प्रतिसमयमुत्पादादिमत्तथा भेदसिद्धः, अन्यथा तदयोगात्, यथाह - सर्वव्यक्तिषु नियतं क्षणे क्षणेऽन्यत्वमथ च न विशेषः । सत्योश्चित्यपचित्योराकृतिजातिव्यवस्थानात् ।।१।। नरकादिगतिविभेदो भेदः संसारमोक्षयोश्चैव । हिंसादिस्तद्धेतुः सम्यक्त्वादिश्च मुख्य इति ।।२।। उत्पादादियुते खलु वस्तुन्येतदुपपद्यते सर्वम् । तद्रहिते तदभावात् सर्वमपि न युज्यते नीत्या ।।३।। निरुपादानो न भवत्युत्पादो नापि तादवस्थ्येऽस्य । तद्विक्रिययापि तथा त्रितययुतेऽस्मिन् भवत्येषः ।।४।। सिद्धत्वेनोत्पादो व्ययोऽस्य संसारभावतः ज्ञेयः । जीवत्वेन ध्रौव्यं त्रितययुतं सर्वमेवं तु ।।५।। तदित्थं उत्पादव्ययौ ध्रौव्यं चैतत् त्रितययुक्तं सतो लक्षणम्, अथवा युक्तं समाहितं त्रिस्वभावं सत् । यदुत्पद्यते यद्व्येति यच्च ध्रुवं तत्सत् अतोऽन्यदसदिति ।।५/२९ ।। भाष्यार्थ :उत्पादव्ययौ ..... अतोऽन्यदसदिति ।। G4LE, व्यय भने प्राव्य सत् वस्तु लक्ष छे. भ. उत्पाद, व्यय, प्रौव्य सत् वस्तुनु सक्षा छ ? तेथी 53 छ - Page #61 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૯ જે કારણથી અહીં લોકમાં, મનુષ્યત્વ આદિ પર્યાયથી વ્યય પામતા આત્માનું મનુષ્યત્વ આદિ પર્યાયથી વ્યય પામવા છતાં આત્મારૂપે સ્થિર એવા આત્માનું, દેવત્વ આદિ પર્યાયથી ઉત્પાદ છેપ્રાદુર્ભાવ છે. આથી ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુક્ત સત્ છે. અહીં જ=સના લક્ષણમાં જ, વિપક્ષ સ્વીકારવામાંsઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુક્ત સ્વીકારવાને બદલે એકાંત ધ્રૌવ્યરૂપ વિપક્ષ સ્વીકારવામાં, બાધને કહે છે – એકાંતધવરૂપ આત્મામાં=સર્વથા અપ્રશ્રુત-અનુત્પન્ન-સ્થિરએકસ્વભાવરૂપ એકાંતÚવરૂપ આત્મામાં, તેનું તથાસ્વભાવપણું હોવાથી આત્માનું તે પ્રકારથી એકસ્વભાવપણું હોવાથી=જે પ્રકારે સંસારી છે તે સદા સંસારીરૂપ હોવાથી, અવસ્થાભેદની અનુપપતિ છે=સંસારી જીવોની મુક્તરૂપે અનુપપતિ છે, અને આ રીતે અવસ્થાભેદનો અભાવ હોતે છતે સંસારના અને મોક્ષના ભેદનો અભાવ પ્રાપ્ત થાય. કેમ કે સંસાર અને મોક્ષ અવસ્થાભેદની સાથે અવિનાભાવી છે. અહીં પૂર્વપક્ષી કહે કે સંસાર અને અપવર્ગનો ભેદ કલ્પિત છે, વાસ્તવિક તો આત્મા નિત્યમુક્ત છે; કેમ કે દેખાતો સંસાર પ્રકૃતિકૃત છે, માટે સંસાર એ આત્માનું સ્વરૂપ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે – આ સંસારતા અને અપવર્ગના ભેદવું, કલ્પિતપણું હોતે છતે વિસ્વભાવપણાના કારણે અનુપલબ્ધિનો પ્રસંગ છે=સંસાર એ આત્માનો સ્વભાવ નથી તેમ સ્વીકારીએ તો વર્તમાનમાં સ્વસંવેદનથી પોતાનું જણાય છે કે હું મનુષ્યત્વ આદિ ભાવરૂપે છું તે સ્વરૂપે આત્માની અનુપલબ્ધિનો પ્રસંગ આવે. આ દોષ ન થાય તે માટે પૂર્વપક્ષી કહે કે સસ્વભાવપણું જ કલ્પિત છે સાધના પૂર્વે પોતે મનુષ્યાદિ સ્વભાવ-રૂપે છે તેવા ભ્રમવાળા સ્વભાવથી સહિત સંસારસ્વભાવ કલ્પિત છે, તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – આત્માનું સસ્વભાવપણું હોતે છતે એકાંતપ્રોવ્યનો અભાવ છે; કેમ કે તેનું જ=સંસારસ્વભાવવાળા આત્માનું જ, તે પ્રકારે ભવન છે મુક્તરૂપે ભવન છે. અર્થાત્ પૂર્વમાં પોતે મનુષ્ય આદિ રૂપે સ્વભાવવાળો હતો અને સાધના કરીને તેનાથી મુક્ત થયેલા સ્વભાવવાળો છે તેવો બોધ થાય છે માટે સંસારી સ્વભાવવાળા આત્માનું તે પ્રકારે ભવન છે. એથી આત્માના એકાંતધ્રૌવ્યનો અભાવ છે; કેમ કે વસ્તુના સ્વરૂપને આશ્રયીને બે પ્રકારના બોધથી નક્કી થાય છે કે પૂર્વના સ્વભાવ કરતાં સાધના પછીનો સ્વભાવ અન્ય પ્રકારનો છે. રૂતિ=પૂર્વમાં સ્થાપન કર્યું કે સસ્વભાવપણામાં એકાંત ધ્રૌવ્યનો અભાવ છે એથી, તતદ્ સ્વભાવપણાથી વિરોધનો અભાવ હોવાને કારણે આત્માનો સાધના પૂર્વે સંસારસ્વભાવપણારૂપે અને મુક્ત થયા પછી મુક્તસ્વભાવપણારૂપે બે પ્રકારની અવસ્થા સાથે વિરોધનો અભાવ હોવાને કારણે, તથા ઉપલબ્ધિની સિદ્ધિ હોવાથી સાધના પૂર્વે સંસારીઅવસ્થાની સર્વ જીવોને જે પ્રકારની પ્રતીતિ છે તે પ્રકારની ઉપલબ્ધિની સિદ્ધિ હોવાથી, એકાંતધ્રૌવ્યનો અભાવ છે, એમ અવય છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૫ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૫ | સૂત્ર-૨૯ તેના ભ્રાંતપણામાં=સંસારીઅવસ્થાની જે ઉપલબ્ધિ છે તેના ભ્રાંતપણામાં, પ્રમાણનો અભાવ છે. અહીં પૂર્વપક્ષી કહે કે યોગીજ્ઞાનથી નક્કી થાય છે કે સંસારપણાની જે પ્રતીતિ છે તે ભ્રાંત છે માટે સંસારઅવસ્થા પારમાર્થિકી નથી. તેથી આત્મા નિત્યમુક્ત છે માટે એકાંતધ્રૌવ્યની સિદ્ધિ છે, તેને ભાષ્યકારશ્રી કહે છે – વળી યોગીજ્ઞાનના પ્રામાયનો સ્વીકાર કરાયે છતે તેનો અવસ્થાભેદ અબ્રાંત છે=યોગી પૂર્વે અયોગી હતા ત્યારે યોગીને જ્ઞાન ન હતું અને પાછળથી યોગીને જ્ઞાન થયું એ રૂપ યોગીઅવસ્થાનો ભેદ અભ્રાંત છે. તેથી એમ નક્કી થાય કે એકાંતધ્રૌવ્યની અસિદ્ધિ છે. અને આEયોગીની અવસ્થાનો ભેદ છે તેથી આત્માનું એકાંત ધ્રૌવ્ય નથી એ, એ પ્રમાણે જ છે. અન્યથા તેવું ન સ્વીકારો તો, મનુષ્યાદિનું દેવત્વાદિ નથી=જે મનુષ્ય છે તે મરીને દેવપણાને પ્રાપ્ત કરે છે તેમ કહી શકાય નહીં. એ રીતે= મનુષ્યાદિનું દેવાદિપણું નથી એ રીતે, યમાદિપાલનનું અર્થપણું થશે અર્થાત્ આત્મા કોઈ અવસ્થાંતરને પામતો ન હોય તો યમાદિપાલન દ્વારા તેને કોઈ અવસ્થાની પ્રાપ્તિ થાય નહીં, તેથી તેના પાલનથી કોઈ પ્રયોજનની સિદ્ધિ થાય નહીં. અને એ રીતે હોતે છતેયમાદિના પાલનથી આત્મામાં કોઈ અવસ્થાંતરની પ્રાપ્તિ થતી નથી એ રીતે હોતે છતે, “અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, યમો છે, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન આદિ નિયમો છે.” એ પ્રકારનું આગમવચન=સાંખ્યદર્શનનું આગમવચન, વચનમાત્ર થાય અર્થ વગરનું થાય. આ રીતે એકાંતધ્રૌવ્ય ઉચિત નથી, તેથી ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુક્ત સત્ છે એમ સ્થાપન થયું. હવે એકાંતઅધ્રૌવ્ય ઉચિત નથી, તે બતાવતાં કહે છે – આ રીતે જેમ એકાંતધ્રૌવ્ય ઉચિત નથી તે રીતે એકાંતઅધોવ્યમાં પણ સર્વથા તેના અભાવની આપત્તિ હોવાથી=મનુષત્વાદિ ભાવની ઉત્તરમાં અભાવતી આપત્તિ હોવાથી, તત્ત્વથી=પરમાર્થથી, અહેતુક જ અવસ્થાંતર છે-મનુષ્ય મરીને દેવ થાય છે તે સ્થાનમાં દેવત્વ આદિની પ્રાપ્તિ અહેતુક જ છે, તેમ માનવું પડે અર્થાત્ મનુષ્યત્વનો સર્વથા નાશ થવાથી ઉત્તરમાં થનારા દેવત્વનું કોઈ કારણ નથી તેમ માનવું પડે, એથી અહેતુક અવસ્થાંતર છે એથી, સર્વદા તેના ભાવનો કે અભાવનો પ્રસંગ છે=મનુષ્ય મરીને દેવ થાય છે તે દેવરૂપ અવસ્થાંતરનો સદા ભાવ જોઈએ કે સદા અભાવ જોઈએ; કેમ કે અહેતુકત્વનો અવિશેષ છે. (જેમ આત્માનો કોઈ હેતુ નથી, તેથી આત્માનો સદા ભાવ છે અથવા શશશૃંગનો કોઈ હેતુ નથી તેથી સદા તેનો અભાવ છે, તેમ ઉતરતા દેવભવનો સદા ભાવ અથવા સદા અભાવ પ્રાપ્ત થવો જોઈએ.) અહીં પર અભિપ્રાયની આશંકા કરીને પરિહાર કરતાં કહે છે – હેતુનું સ્વભાવપણું હોવાથી ઉત્તરમાં તેનો ભાવ છે=હેતુનું સ્વભાવપણું હોવાથી ઉત્તરમાં દેવભવની પ્રાપ્તિ છે (મનુષ્યભવરૂપ હેતુનો તેવો જ સ્વભાવ છે કે ઉત્તરક્ષણનો નાશ થાય ત્યારે દેવભવને ઉત્પન્ન કરે; કેમ કે ક્ષણિકવાદ પ્રમાણે દરેક ક્ષણ નશ્વર છતાં કુવંરૂપત્યવાળી છે. તેથી મનુષ્યરૂપે Page #63 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર-૨૯ સર્વથા નાશ હોવા છતાં મનુષ્યરૂપ હેતુનું કુર્વપત્વ સ્વભાવને કારણે ઉત્તરમાં ક્ષણિકવાદમાં પણ દેવભવની પ્રાપ્તિ છે,) તેમ ન કહેવું. એ પ્રમાણે ગ્રંથકારશ્રી કહે છે; કેમ કે તત્ત્વભાવપણાને કારણે ધ્રૌવ્યની સિદ્ધિ છે=‘હેતુનું સ્વભાવપણું હોવાથી' એમ કહેવાથી સ્વભાવશબ્દથી આત્મીય સત્તાની જ પ્રાપ્તિ છે; કેમ કે ‘સ્વનો ભાવ એ સ્વભાવ છે' એ પ્રમાણે સ્વભાવ શબ્દનો અર્થ છે, તેથી ધ્રૌવ્યની સિદ્ધિ છે. * અહીં તત્વભાવપણાથી એકાંતેન ધ્રૌવ્ય સિદ્ધિ છે તે પાઠમાં ‘એકાંતેન’ શબ્દ વધારે જણાય છે. કઈ રીતે ધ્રૌવ્યની સિદ્ધિ થાય છે ? તે સ્પષ્ટ કરે છે જ્યારે હેતુનો જ આ સ્વભાવ છે જે તેના પછી તેનો ભાવ થાય=મનુષ્યભવનો તેવો જ સ્વભાવ છે કે ઉત્તરમાં દેવભવ થાય, તો ધ્રુવ અન્વય છે; કેમ કે તેનું જ તથાભવન છે=મનુષ્યમાં રહેલી આત્માની સત્તા અનંતર સમયે તે પ્રકારે કાર્યરૂપે થાય છે=દેવભવના કાર્યરૂપે થાય છે, તેમ પ્રાપ્ત થાય તેથી ધ્રુવ અન્વય છે; કેમ કે મનુષ્યપણાની સત્તારૂપ હેતુનું જ દેવભવરૂપે ભવન છે અને આ રીતે જ=મનુષ્યરૂપે સત્તાવાળો આત્મા દેવભવરૂપે થાય છે એ રીતે જ, તુલાના ઉન્નામત અવનામતની જેમ યુગપ ્=એક કાળમાં, હેતુ ળના વ્યય અને ઉત્પાદની સિદ્ધિ છેએક ધ્રુવ એવા આત્મામાં મનુષ્યરૂપ હેતુના વ્યય અને દેવરૂપ કાર્યના ઉત્પાદની સિદ્ધિ છે. ४५ અન્યથા=તુલાના ઉન્નામત અને અવનામનની જેમ હેતુનો નાશ અને કાર્યની ઉત્પત્તિ ન સ્વીકારવામાં આવે તો, તતવ્યતિરિક્ત અને ઇતરના વિકલ્પ દ્વારા=કારણનો વ્યય અને કાર્યનો ઉત્પાદ એ બે વ્યતિરિક્ત છે કે અવ્યતિરિક્ત છે એ પ્રકારના વિકલ્પ દ્વારા, અયોગની પ્રાપ્તિ થાય=કારણના વ્યય અને કાર્યના ઉત્પાદના અયોગની પ્રાપ્તિ થાય. (આશય એ છે કે અવસ્થિત દ્રવ્ય જ પૂર્વ અવસ્થાનના ત્યાગપૂર્વક ઉત્તર અવસ્થાને પામે છે તેમ ન સ્વીકારવામાં આવે અને ક્ષણિકવાદ અનુસાર પ્રથમ ક્ષણવાળો પદાર્થ નાશ પામે છે ત્યારે બીજી ક્ષણમાં અન્ય કોઈને ઉત્પન્ન કરે છે તેમ સ્વીકારવામાં આવે તો કારણનો નાશ કારણથી વ્યતિરિક્ત છે કે અવ્યતિરિક્ત છે ? અને કાર્યનો ઉત્પાદ કાર્યથી વ્યતિરિક્ત છે કે અવ્યતિરિક્ત છે ? તેમ બે વિકલ્પ પડે. હવે કારણનો નાશ કારણથી વ્યતિરિક્ત છે એમ સ્વીકારીએ તો=કારણ અન્ય પદાર્થ છે અને કારણનો નાશ અન્ય પદાર્થ છે તેમ સ્વીકારીએ તો, કારણનો નાશ થતો નથી, પરંતુ કારણ વિદ્યમાન છે એમ સિદ્ધ થાય. ઘટના નાશમાં પટનો નાશ થતો નથી તેમ કારણથી વ્યતિરિક્ત એવા નાશમાં કારણનો નાશ થતો નથી; પરંતુ કારણ વિદ્યમાન છે અને અન્ય નાશ ઉત્પન્ન થયો તેમ પ્રાપ્ત થાય, જે અનુભવવિરુદ્ધ છે; કેમ કે કારણ અને નાશ બેની પ્રાપ્તિ દેખાતી નથી. માટે તેમ સ્વીકારી શકાય નહીં. વળી કાર્યથી કાર્યનો ઉત્પાદ વ્યતિરિક્ત હોય તો કાર્યનો ઉત્પાદ થતો નથી તેમ માનવું પડે. જેમ પટના ઉત્પાદમાં ઘટનો ઉત્પાદ થતો નથી તેમ કાર્યથી અન્ય કોઈક ઉત્પાદ થયો તેમ માનવું પડે, જે Page #64 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૯ અનુભવવિરુદ્ધ છે, તેથી કાર્યથી વ્યતિરિક્ત ઉત્પાદ માની શકાય નહીં. હવે જો પૂર્વપક્ષી બીજો વિકલ્પ સ્વીકારે તો તે પ્રમાણે કારણથી કારણનો નાશ અવ્યતિરિક્ત માનીએ તો કારણના વાશરૂપ જ કારણ છે તેમ પ્રાપ્ત થાય. તેથી મનુષ્યક્ષણના વાશરૂપ મનુષ્યક્ષણ છે તેમ પ્રાપ્ત થાય અને મનુષ્યક્ષણનો નાશ અને દેવભવનો ઉત્પાદ એક ક્ષણમાં પ્રાપ્ત થાય છે તેથી મનુષ્યક્ષણના વાશરૂપ મનુષ્યક્ષણ - દેવભવક્ષણ પ્રત્યે કારણ છે તેમ સ્વીકારવું પડે અને તેમ સ્વીકારી શકાય નહીં; કેમ કે એક ક્ષણમાં રહેલા બે વસ્તુ વચ્ચે કાર્યકારણભાવ સિદ્ધ થાય નહીં. જેમ ગાયનાં બે શિંગડાં વચ્ચે કાર્યકારણભાવ નથી) તે કારણથી-એકાંત ક્ષણિકવાદમાં કાર્યકારણભાવની સંગતિ થતી નથી તે કારણથી, મનુષ્યાદિનું દેવત્વ નથી એ પ્રમાણે પ્રાપ્ત થાય છે અર્થાત્ ધર્મ સેવનાર મનુષ્ય સાધના દ્વારા દેવભવને પામે છે એ પ્રકારે એકાંત ક્ષણિકવાદમાં સિદ્ધ થાય નહીં, એ પ્રમાણે પ્રાપ્ત થાય છે. એથી આગમના માર્ગનું વૈફલ્ય છે=ધર્મને કહેનારા ક્ષણિકવાદના આગમના માર્ગનું વૈફલ્ય છે. એ રીતે=એકાંત ક્ષણિકવાદમાં આગમના માર્ગનું વૈફલ્ય છે એ રીતે, તેઓ ધર્મના ઉપદેશમાં કહે છે કે જીવે સમ્યગ્દષ્ટિ થવું જોઈએ અર્થાત્ પદાર્થને વાસ્તવિક જોવો જોઈએ, યથાર્થ જોયા પછી સમ્યમ્ સંકલ્પ કરવો જોઈએ અર્થાત્ પોતાનું હિત થાય એ પ્રકારે સમ્યમ્ સંકલ્પ કરવો જોઈએ. સમ્યમ્ વાગુપ્રયોગ કરવો જોઈએ=સમ્યમ્ તત્વને બતાવનારાં વચનો બોલવાં જોઈએ, સમ્યમ્ માર્ગ સેવવો જોઈએ=ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ, સમ્યમ્ આર્જવભાવને ધારણ કરવો જોઈએ=માયા વગર તત્વના નિર્ણય માટે સરળભાવથી ઉચિત યત્ન કરવો જોઈએ, સમ્યમ્ વ્યાયામ કરવો જોઈએ=ધર્મને આત્મામાં પરિણમન પમાડવા સમ્યમ્ પ્રકારની માનસિક કસરત કરવી જોઈએ, સમ્યમ્ સ્મૃતિને ધારણ કરવી જોઈએ પોતાના ઉચિત કર્તવ્યની સમ્યમ્ સ્મૃતિ ધારણ કરવી જોઈએ, સખ્ય સમાધિ ધારણ કરવી જોઈએ=રાગાદિને શાંત કરીને ચિત્તને સમ્યમ્ સમાધિવાળું કરવું જોઈએ, એ પ્રકારના ઉપદેશને કહેનારી વાણીનું વૈયર્થ પ્રાપ્ત થાય; (કેમ કે ક્ષણિકવાદમાં ધર્મ કરનાર વ્યક્તિ બીજી ક્ષણમાં સર્વથા નાશ પામે છે તેથી સેવાયેલા ધર્મના ફળરૂપે દેવત્વને કે નિર્વાણને તે પ્રાપ્ત કરનાર થતો નથી.). અત્યાર સુધી ભાષ્યકારશ્રીએ સકલ પુરુષાર્થના આધારભૂત એવા આત્મામાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનું સ્થાપન કર્યું. હવે અચેતન એવા ઘટાદિમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનું સ્થાપન કરવા અર્થે કહે છે – આ રીતે જે રીતે આત્મામાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે એ રીતે, ઘટ વ્યયવાળી મૃદથી કપાલનો ઉત્પાદનો ભાવ હોવાને કારણે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત છે=ઘટ ઘટરૂપે વ્યય પામે છે, મૃદરૂપે સ્થિર રહે છે અને કપાલરૂપે ઉત્પન્ન થાય છે તેથી પુદ્ગલદ્રવ્યમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય છે, અને તેવું પુદ્ગલદ્રવ્ય સત્ છે. અને એકાંતધ્રૌવ્ય હોતે છતેત્રપુગલમાં એકાંતધ્રૌવ્યપણું હોતે છતે, તેના તે પ્રકારના એકસ્વભાવપણાને કારણે પુદ્ગલદ્રવ્ય જે પ્રકારે વિદ્યમાન છે તે પ્રકારના એકસ્વભાવપણાને કારણે, અવસ્થાભેદની અનુપપતિ હોવાથી પૂર્વતી સાથે સમાન છે-પૂર્વમાં જેમ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વીકારવાથી આત્મારૂપ વસ્તુની વ્યવસ્થા સંગત થઈ તેમ ઘટાદિ પદાર્થોમાં પણ ઉત્પાદ, વ્યય, ધ્રોવ્ય Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૫] સૂત્ર-૨૯ સ્વીકારવાથી દષ્ટ વ્યવસ્થા સંગત થાય છે અન્યથા સંગત થતી નથી એ પ્રકારે પૂર્વની સાથે સમાન છે. આ રીતે પૂર્વમાં આત્મદ્રવ્યને આશ્રયીને અને ત્યારપછી ઘટદ્રવ્યને આવીને કહ્યું તે રીતે, આaઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સત્ છે એ, વ્યવહારનયથી તે પ્રકારના મનુષ્યાદિ સ્થિતિદ્રવ્યને આશ્રયીને= આખા મનુષ્યભવની કે આખા દેવભવની સ્થિતિરૂપ દ્રવ્યને આશ્રયી બતાવાયું. વળી નિશ્ચયનયથી પ્રતિસમય ઉત્પાદાદિમત્ વસ્તુ છેઃઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત આત્મદ્રવ્ય અને ઘટાદિ વસ્તુ છે; કેમ કે તે પ્રકારના ભેદની સિદ્ધિ છે=મનુષ્યભવમાં પણ બાળ, યુવાતાદિ ભેદની સિદ્ધિ છે અને ઘટાદિદ્રવ્યમાં પણ નવ-પુરાણ આદિ ભેદની સિદ્ધિ છે. અન્યથા=નિશ્ચયનયથી પ્રતિ સમય ઉત્પાદાદિ ન માનવામાં આવે તો, તેનો અયોગ છેકમનુષ્યની સ્થિતિકાળમાં બાળ, યુવાતાદિ ભેદોનો અયોગ છે. ઘટાદિ દ્રવ્યમાં પણ નવ-પુરાણ આદિ ભેદનો અયોગ છે. જે પ્રમાણે કહે છે=નિશ્ચયનયથી પ્રતિસમય ઉત્પાદાદિ છે તેને બતાવવા માટે કહે છે – સર્વ વ્યક્તિઓમાં=જીવ અને પુગલ આદિ સર્વ વ્યક્તિઓમાં, ક્ષણે ક્ષણે નિયત અન્યત્વ છે અને વિદ્યમાન અવસ્થાભેદરૂપ ચિતિ ઉપચિતિનોકપ્રતિક્ષણ ઉપચય અને અપચય જે વિદ્યમાન છે તેનો, વિશેષ નથી એકાંત ભેદ નથી કથંચિત ભેદ હોવા છતાં સર્વથા ભેદ નથી; કેમ કે આકૃતિ અને જાતિનું અવસ્થાન છે=તે તે પુરુષરૂપે જે આકૃતિ છે અને મનુષ્યત્વ આદિ જાતિ છે તે રૂપે તેનું વિદ્યમાનપણું છે. નરકાદિગતિનો વિભેદ છે=સંસારી જીવોનો તરક તિર્યંચ આદિ ગતિરૂપે વિભેદ છે. સંસાર-મોક્ષનો ભેદ છે જીવતી સંસારીઅવસ્થા અને મુક્ત અવસ્થારૂપ ભેદ છે. હિંસાદિ તેના મુખ્ય હેતુ છે=ારકાદિ ગતિના હેતુઓ છે, અને સમ્યક્તાદિ તેના મુખ્ય હેતુ છે=મોક્ષના હેતુઓ છે, વળી ઉત્પાદાદિ યુક્ત વસ્તુમાં આ સર્વ ભેદ છે=નરકાદિ ગતિનો ભેદ, સંસાર-મોક્ષનો ભેદ, સંસારહેતુઓનો ભેદ, અને મોક્ષહેતુઓનો ભેદ. આ સર્વ ઘટે છે અને તેનાથી રહિતમાંsઉત્પાદાદિથી રહિત વસ્તુમાં, તેનો અભાવ હોવાથી=સહૃપ વસ્તુનો અભાવ હોવાથી, નીતિથી= યુક્તિથી, સર્વ પણ આ ઘટતું નથી=નરકાદિનો ભેદ ઈત્યાદિ જે ગાથા (૨)માં કહ્યું તે સર્વ પણ ઘટતું નથી. ઉપાદાનકારણ વગર ઉત્પાદ થતો નથી. વળી આનું હેતુરૂપ વસ્તુનું, તઅવસ્થપણું હોવા છતાં ઉત્પાદ નથી. વળી તેની વિક્રિયાથી=ઉપાદાનરૂપ હેતુની વિક્રિયાથી, પણ તે પ્રકારે તેના અવ્યથા ભવનરૂપે, ઉત્પાદ થાય છે. જેમ આત્મારૂપ મનુષ્યપર્યાયની વિક્રિયા થવાથી દેવપણારૂપે ઉત્પાદ થાય છે. (એથી) ત્રિતયયુક્ત=ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત પદાર્થમાં આaઉત્પાદ, થાય છે=અન્યથા ભવનરૂપ ઉત્પાદ થાય છે, અર્થાત્ જે વસ્તુ કાંઈક પરિવર્તનશીલ સ્વભાવવાળી હોય છતાં વસ્તુ રૂપે સ્થિર હોય તેવી ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુક્ત વસ્તુમાં અવાંતરની પ્રાપ્તિરૂપ ઉત્પાદ થાય છે. સંસાર અને મોક્ષનો ભેદ ઉત્પાદાદિ યુક્ત જીવમાં કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ કરે છે – સિદ્ધપણારૂપે આનો ઉત્પાદ છે, સંસારભાવથી આનો વ્યય જાણવો અને જીવપણા વડે પ્રીવ્ય છે Page #66 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૯, ૩૦ ૪૯ એ રીતે=જે રીતે જીવમાં સંસારભાવના વ્યયપૂર્વક સિદ્ધપણાનો ઉત્પાદ છે એ રીતે, સર્વ વસ્તુ ત્રિતયયુક્ત છેઃઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુક્ત છે. તે કારણથી=પૂર્વમાં અત્યાર સુધી વર્ણન કર્યું તે કારણથી, આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રિતયથી યુક્ત સનું લક્ષણ છે. અથવા યુક્ત એટલે સમાહિત=સૂત્રમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુક્ત સત્ એમ કહ્યું ત્યાં યુક્તનો અર્થ સમાહિત, છે અને તેવું સમાહિત ત્રિસ્વભાવવાળું સત્ છે. આ ત્રણ સ્વભાવો છે અને ત્રણથી યુક્ત કોઈ અન્ય નથી પરંતુ ત્રણ સ્વભાવવાળી વસ્તુ જ સત્ છે એ બતાવવા અર્થે કહે છે – જે ઉત્પન્ન થાય છે, જે વ્યય પામે છે અને જે ધ્રુવ છે તે સત્ છે આનાથી અન્ય અસત્ છે. રૂતિ શબ્દ ભાષ્યની સમાપ્તિ માટે છે. પ/૨૯. ભાષ્ય : अत्राह - गृह्णीमस्तावदेवंलक्षणं सदिति, इदं तु वाच्यं - तत् किं नित्यमाहोस्विदनित्यમિતિ ? મત્રોચ્યતે – ભાષ્યાર્થ : ત્રાદિ ..... મત્રોચ્યતે – અહીં-પૂર્વમાં સત્ વસ્તુનું લક્ષણ બતાવ્યું ત્યાં, “માદથી પ્રશ્ન કરે છે – આવા લક્ષણવાળું સત્ છે એ પ્રમાણે અમે ગ્રહણ કરીએ છીએ. વળી આ કહેવું જોઈએ – તેaઉત્પાદ, વ્યય, ધ્રોવ્યરૂપ સત્ વસ્તુ છે તે, શું નિત્ય ? અથવા અનિત્ય છે ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – ભાવાર્થ: પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુક્ત સત્ છે, તેથી એ પ્રાપ્ત થાય કે જેમ વર્તમાનમાં કોઈક પુરુષ બાહ્ય અવસ્થાથી પોતાના આયુષ્યકાળ સુધી રહે છે તે પણ પ્રતિક્ષણ નવી નવી અવસ્થારૂપે પરિણમન પામે છે અને મનુષ્યભાવરૂપે આયુષ્યકાળ સુધી ધ્રુવ છે, છતાં આયુષ્ય પૂર્ણ થયા પછી અસ્તિત્વ વગરનો તે પુરુષ છે; કેમ કે તેની ઉપલબ્ધિ કયાંય તે પુરુષરૂપે થતી નથી. તે રીતે જે જગતમાં ધર્માસ્તિકાય આદિ ભાવો છે તે પણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ હોવાથી સરૂપ છે તેવો નિર્ણય થવા છતાં શંકા થાય કે તે પદાર્થો દેખાતા મનુષ્ય આદિની જેમ સદા માટે નાશ પામી જાય છે ? કે નિત્ય છે ? તે પ્રકારની શંકાને સ્મૃતિમાં રાખીને ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે – સૂત્રઃ तद्भावाव्ययं नित्यम् ।।५/३०।। Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦. તત્ત્વાર્થાધિગમસુત્ર ભાગ-૩) અધ્યાય-૫ | સૂત્ર-૩૦, ૩૧ સૂત્રાર્થ - તભાવનો અવ્યય વસ્તુ પ્રતિક્ષણ અન્ય અવરૂપે થવા છતાં વસ્તુની સત્તાનો અવ્યય, નિત્ય છે. પ/૩૦ ભાષ્ય : यत् सतो भावान व्येति न व्येष्यति तत्रित्यमिति ।।५/३०।। ભાષ્યાર્થ:વત્ .. તન્નતિ છે. જે સના ભાવથી વ્યય પામતું નથી, જે વ્યય પામશે નહિ, તે નિત્ય છે. તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. I૫/૩૦ ભાવાર્થ : સૂત્ર-૨૯માં સનું લક્ષણ કર્યું કે ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યથી યુક્ત સત્ છે તેમાં જે સત્ પદાર્થ સિદ્ધ થયો તે સત્ પદાર્થમાં રહેલ સના ભાવથી નાશ પામતું નથી અને ક્યારેય નાશ પામશે નહીં તેવા પ્રકારનો પદાર્થ નિત્ય છે અર્થાત્ કથંચિત્ ઉત્પાદ-વ્યય યુક્ત એવા ધ્રુવ અંશ એવું સત્ સદા તે સ્વરૂપે જ નિત્ય છે, પરંતુ એકાંતનિત્યવાદી જે રીતે પદાર્થને અપ્રશ્રુતઅનુત્પસ્થિરએકસ્વભાવવાળું નિત્ય માને છે તે રીતે નિત્ય નથી. પ/૨૦ગા. અવતરણિકા: સૂત્ર-૨૯માં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુક્ત સત્ છે તેમ કહ્યું. ત્યાં પ્રશ્ન થયો કે ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુક્ત એવું સત્ પણ કિંચિત્ કાળ માટે સત્ છે કે સદા રહેનારું છે? તેથી સૂત્ર-૩૦માં કહ્યું કે તેના ભાવ સ્વરૂપ અવ્યય એવું નિત્ય સત્ દ્રવ્ય છે. ત્યાં પ્રશ્ન થાય કે ત્રણ કાળમાં વર્તમારું એવું દ્રવ્ય જો સત્ છે તો સતનું લક્ષણ ઉત્પાદ, વ્યય, ધ્રોવ્ય યુક્ત કેમ કર્યું? અર્થાત્ બ્રૌવ્યયુક્ત સત્ કહેવું જોઈએ; કેમ કે ત્રણ કાળમાં રહેનાર એવા સત્ સાથે ઉત્પાદ-વ્યયનો વિરોધ છે. તેથી કહે છે – સૂત્ર : अर्पितानर्पितसिद्धेः ।।५/३१।। સૂત્રાર્થ : અર્પિત વડે અનર્પિતાની સિદ્ધિ હોવાથી, ઉત્પાદ-વ્યયનો વિરોધ નથી. પ/૩૧II ભાવાર્થ - ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુક્ત સત્ છે એ પ્રકારે “સતુનું લક્ષણ કર્યા પછી તે સત્ વસ્તુમાં રહેલા દ્રવ્યના ભાવનો અવ્યય છે, માટે નિત્ય છે એ પ્રકારની અર્પણ કરવાથી તે નિત્ય જ કોઈક સ્વરૂપે અનિત્ય છે Page #68 -------------------------------------------------------------------------- ________________ પ૧ 2 . તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર-૩૧ અર્થાત્ જેની અર્પણ કરાઈ નથી તે સ્વરૂપે અનિત્ય છે તેની નિરીક્ષવીથીઉરથીનો વિરોધ નથી. ભાષ્ય : सच्च त्रिविधमपि नित्यं चोभे अपि अर्पितानर्पितसिद्धेः । अर्पितं व्यावहारिकमनर्पितमव्यावहारिकं चेत्यर्थः । तत्र सच्चतुर्विधम्, तद्यथा - द्रव्यास्तिकं, मातृकापदास्तिकं, उत्पन्नास्तिकं, पर्यायास्तिकमिति । एषामर्थपदानि द्रव्यं वा द्रव्ये वा द्रव्याणि वा सत्, असन्नाम नास्त्येव द्रव्यास्तिकस्य । मातृकापदास्तिकस्यापि मातृकापदं वा मातृकापदे वा मातृकापदानि वा सत्, अमातृकापदं वा अमातृकापदे वा अमातृकापदानि वाऽसत् । उत्पन्नास्तिकस्य उत्पन्नं वा उत्पन्ने वा उत्पन्नानि वा सत्, अनुत्पन्नं वाऽनुत्पन्ने वाऽनुत्पन्नानि वाऽसत् । अर्पितेऽनुपनीते न वाच्यं सदित्यसदिति वा । पर्यायास्तिकस्य सद्भावपर्याये वा, सद्भावपर्याययोर्वा, सद्भावपर्यायेषु वा आदिष्टं द्रव्यं वा, द्रव्ये वा, द्रव्याणि वा सत् । असद्भावपर्याये वा, असद्भावपर्याययोर्वा, असद्भावपर्यायेषु वा, आदिष्टं द्रव्यं वा, द्रव्ये वा, द्रव्याणि वाऽसत् । तदुभयपर्याये वा, तदुभयपर्याययोर्वा, तदुभयपर्यायेषु वा, आदिष्टं द्रव्यं वा, द्रव्ये वा, द्रव्याणि वा, न वाच्यं सदसदिति वा । देशादेशेन विकल्पयितव्यमिति ।।५/३१।। ભાષ્યાર્ચ - સન્ન ... વિવેકવિતવ્યનિ ૫ અને ત્રિવિધ પણ સFઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યયુક્ત એવું ત્રિવિધ પણ સત્ નિત્ય છેઃસૂત્ર-૩૦માં કહ્યું એ પ્રમાણે નિત્ય છે અને ઉભય પણ છેઃઉત્પાદ-વ્યયરૂપ ઉભય પણ છે; કેમ કે અર્પિત દ્વારા અતપિતની સિદ્ધિ છે=ત્રિવિધ એવા સ=કોઈકરૂપે અર્થાત્ બ્રોવ્યરૂપે અર્પિત કરવામાં આવે તો વિશેષણરૂપ હોવાથી અનર્પિત એવા ઉત્પાદ-વ્યયની સિદ્ધિ છે અથવા કોઈક પર્યાયરૂપે અર્પિત કરવામાં આવે અર્થાત્ આ ઘટ છે એ પ્રકારના પર્યાયથી ઉપસ્થિત કરવામાં આવે તો અર્પિતાની સિદ્ધિ છે પટાદિના ભાવરૂપે જે અનર્પિત ધર્મ છે તે રૂપે તે અસત્ છે તેની સિદ્ધિ છે, તેથી વસ્તુ સત્-અસત્ ઉભયરૂપ પણ છે અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત ત્રિવિધ પણ છે અને નિત્યાનિત્યરૂપ પણ છે; કેમ કે અર્પિતથી અર્પિતાની સિદ્ધિ છે. અર્પિતથી અનર્પિતની સિદ્ધિ હોવાથી ઉભય પણ છે, એમ કહ્યું ત્યાં અર્પિત અને અનર્પિત શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – અર્પિત વ્યાવહારિક છે અને અર્પિત અવ્યાવહારિક છે એ પ્રકારનો અર્થ છે=ઘટ પુગલરૂપે અર્પિત વ્યવહારવાળો હોય ત્યારે તે પુદ્ગલરૂપે સત્ હોવા છતાં જીવ સ્વરૂપે અસત્ છે તેથી જીવના ધર્મથી અર્પિત વ્યવહારવાળો છે, વળી તે જ ઘટ ઘટરૂપે અર્પિત વ્યવહારવાળો હોય ત્યારે પટાદિ ધર્મોથી અતપિત વ્યવહારવાળો છે અર્થાત્ પટાદિ સ્વરૂપે અસત્ છે એ પ્રકારના વ્યવહારવાળો છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ પર તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૩૧ ત્યાં=પૂર્વમાં સત્ ત્રિવિધ પણ નિત્ય અને ઉભય પણ છે; કેમ કે અર્પિતથી અર્પિતાની સિદ્ધિ છે એમ કહ્યું ત્યાં, સત્ ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યરૂપ ત્રિવિધ પણ સત્ છે તેમાં જે નિત્યરૂપ સત્ અથવા ઉભયરૂપ સત, છે તે ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે – દ્રવ્યાસ્તિક, માતૃકાપદાસ્તિક, ઉત્પન્નાસ્તિક, પર્યાયાસ્તિક. તિ' શબ્દ સત્તા પ્રકારોની સમાપ્તિ અર્થે છે. આમનાં અર્થપદો દ્રવ્યાસ્તિકાયાદિ ચારના અર્થને કહેનારાં પદો, આ પ્રમાણે છે – દ્રવ્યાસ્તિક એટલે દ્રવ્યને જોનારી યદષ્ટિ. દ્રવ્યને જોનારી નયદૃષ્ટિથી પદાર્થ કેવો દેખાય છે ? તેને ભાષ્યકારશ્રી સ્પષ્ટ કરે છે – દ્રવ્યાસ્તિકાયનો અર્થપદ એક દ્રવ્ય, બે દ્રવ્ય અથવા ઘણાં દ્રવ્યો સત્ છે, અસત્ નામની વસ્તુ દ્રવ્યાતિકનયને નથી જ. દ્રવાસ્તિકનયની દૃષ્ટિથી જગતવર્તી સર્વ દ્રવ્યો દેખાય છે. તે દ્રવ્ય સંખ્યાથી એક હોય તો તે એક દ્રવ્ય સતુ છે એમ દેખાય છે, તે દ્રવ્ય સંખ્યાથી બે હોય તો બે દ્રવ્યો સત્ દેખાય છે અને તે દ્રવ્ય ત્રણ આદિ સંખ્યાથી હોય તો ત્રણ આદિરૂપે સતું દેખાય છે. પરંતુ કોઈ દ્રવ્યને જોઈને દ્રવ્યાસ્તિકનયથી જોવાનો ઉપયોગ મૂકવામાં આવે ત્યારે આ દ્રવ્ય અસત્ છે તેવો બોધ થતો નથી. અર્થાત્ જેમ ઘટને જોઈને આ ઘટરૂપે સતું છે અને પટરૂપે અસત્ છે તેમ બોધ થાય છે તેમ દ્રવ્યમાત્રને જોનારી દૃષ્ટિથી દેખાતા પદાર્થમાં દ્રવ્યથી વ્યતિરિક્ત અસતુની ઉપસ્થિતિ કરાવનાર ઉપયોગ નથી. તેથી આ સ્વરૂપે દ્રવ્ય નથી તેમ કહી શકાય નહીં. આથી જ ગુણસ્વરૂપે કે પર્યાયસ્વરૂપે દ્રવ્ય નથી તેમ પણ કહી શકાય નહીં, પરંતુ ગુણપર્યાયવાળું દ્રવ્ય છે, તેથી ગુણ-પર્યાયને ગૌણ કરીને દ્રવ્યને જોનારી દૃષ્ટિ દ્રવ્યને સત્વરૂપે જ બતાવે છે. તેથી તે દૃષ્ટિથી એક દ્રવ્ય, બે દ્રવ્ય કે ઘણાં દ્રવ્ય સત્ છે. હવે માતૃકાપદાસ્તિકનું સ્વરૂપ બતાવે છે – માતૃકાપદ : એક દ્રવ્યથી અન્ય દ્રવ્યને જુદારૂપે ઉપસ્થિત કરાવનાર પદ, જેમ ધર્માસ્તિકાયાદિ પદ. જેમ ધમસ્તિકાયને ગતિ સહાય કરવાના ધર્મરૂપે ઉપસ્થિત કરીને ધર્માસ્તિકાય કહેવામાં આવે ત્યારે માતૃકાપદનયની દૃષ્ટિથી પદાર્થને જોવામાં ઉપયોગ પ્રવર્તે છે અને તે નયની દૃષ્ટિથી માતૃકાપદ સત્ છે. અથવા બે માતૃકાપદો સત્ છે. અથવા ત્રણ આદિ માતૃકાપદો સત્ છે. અમાતૃકાપદ અસત્ છે, બે અમાતૃકાપદો અસત્ છે અથવા ત્રણાદિ અમાતૃકાપદો અસત્ છે. જગતમાં દેખાતા પદાર્થોને કોઈક ધર્મથી ઉપસ્થિત કરીને તેનો બોધ કરવા માટે જે પદોનો ઉપયોગ થાય તે માતૃકાપદો કહેવાય. તેને જોનારી દૃષ્ટિથી વિચારીએ તો જીવ અને પુદ્ગલની ગતિમાં સહાયક એવું જે દ્રવ્ય તેને ધર્માસ્તિકાયદ્રવ્ય કહેવાય છે. આ રીતે અધર્માસ્તિકાય આદિ સર્વ દ્રવ્યમાં જાણવું. વળી વ્યવહારમાં આ ઘટ છે, આ પટ છે, ઇત્યાદિ જે વ્યવહાર થાય છે તે પણ માતૃકાપદાસ્તિકનદૃષ્ટિથી પ્રવર્તે છે. માતૃકાપડવાચ્ય એક વસ્તુ હોય તે સત્ છે, જેમ એક ઘટ સત્ છે. માતૃકાપડવાચ્ય બે ઘટ હોય તો તે બંને Page #70 -------------------------------------------------------------------------- ________________ પ3. તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૩૧ ઘટ સત્ છે. માતૃકાપદવાણ્ય ત્રણાદિ ઘટ હોય તો તે ત્રણાદિ ઘટો સત્ છે. તે ઘટનું જ અમાતૃકાપદ પટાદિ શબ્દો છે. તેથી અમાતૃકાપદરૂપે તે ઘટ અસત્ છે અને અમાતૃકાપદરૂપે બે ઘટ કે ત્રણાદિ ઘટ અસત્ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એવું સતું પણ ઘટસ્વરૂપને કહેનારા માતૃકાપદથી સત્ છે અને ઘટ પદ જ અઘટની વ્યાવૃત્તિ કરે છે તે અઘરૂપ અમાતૃકાપદથી અસત્ છે. હવે ઉત્પન્નાસ્તિકનું સ્વરૂપ બતાવે છે – ઉત્પધમાન હોય તે ઉત્પન્ન કહેવાય તેથી વર્તમાનમાં જે ઉત્પધમાન હોય તે ઉત્પન્ન છે અને તેને અતિરૂપે સ્વીકારનાર જે નયદષ્ટિ તે ઉત્પન્નાસ્તિક સત્ અર્થાત્ વર્તમાનમાં વિદ્યમાન વસ્તુને સ્વીકારનાર ઋજુસૂત્રનયની દૃષ્ટિથી તે સત્ છે. ઉત્પન્નાસ્તિકનું ઉત્પન્ન સત્ છે. બે ઉત્પન્ન સત્ છે. ત્રણાદિ ઉત્પન્ન વસ્તુ સત્ છે. વર્તમાનમાં જે વસ્તુ ઉત્પન્ન હોય તેને સ્વીકારનાર દૃષ્ટિથી વર્તમાન ક્ષણવર્તી ઉત્પન્ન એવો ઘટ સત્ છે. વર્તમાન ક્ષણવર્તી ઉત્પન્ન એવા બે ઘડાઓ સત્ છે. વર્તમાન ક્ષણવર્તી ઉત્પન્ન એવા ત્રણાદિ ઘડાઓ સત્ છે. અને જે હજુ ઉત્પન્ન થયું નથી તે અનુત્પન્ન છે અથવા જે પૂર્વમાં ઉત્પન્ન થયેલું પરંતુ વર્તમાનમાં નષ્ટ છે તેથી ઉત્પધમાન નહીં હોવાથી અનુત્પન્ન છે તેવું અનુત્પન્ન અસત્ છે. જેમ પૂર્વ ક્ષણમાં નષ્ટ થયેલો ઘડો કે ભવિષ્યમાં થનારો ઘડો અનુત્પન્ન હોવાથી અસત્ છે. અનુત્પન્ન એવા બે ઘડાઓ અસત્ છે અથવા અનુત્પન્ન એવા ત્રણાદિ ઘડાઓ અસત્ છે. આ રીતે દ્રવ્યાસ્તિક, માતૃકાપદાસ્તિક, અને ઉત્પન્નાસ્તિકનું સ્વરૂપ બતાવ્યા પછી દ્રવ્યાસ્તિકમાં અસત્ નથી તેથી તેને છોડીને માતૃકાપદાસ્તિક અને ઉત્પન્નાસ્તિકમાં સતુ-અસત્ની પ્રાપ્તિ છે એમ પૂર્વમાં બતાવ્યું. તેને ગ્રહણ કરીને તેમાં અવાચ્ય ભાંગાની પ્રાપ્તિ કઈ રીતે થાય ? તે સ્પષ્ટ કરે છે – અર્પિત કરાયે છતે, અનુપલીત કરાયે છતે માતૃકાપદાસ્તિક નયદૃષ્ટિથી કે ઉત્પન્નાસ્તિક નયદૃષ્ટિથી સતુ-અસત્ બંને અર્પિત કરાયે છતે અને અનુપલીત કરાયે છતે ક્રમસર નહીં ગ્રહણ કરાયે છતયુગપદ ગ્રહણ કરાવે છતે, સત્ એ પ્રમાણે અથવા અસત્ એ પ્રમાણે વાચ્ય નથી અર્થાત્ તે વસ્તુ અવાગ્ય બને છે. જેમ માતૃકાપદાસ્તિક નયદૃષ્ટિથી ઘટ ઘટવરૂપે સત્ છે. પટ–સ્વરૂપે અસત્ છે અને તે બંનેને અર્થાત્ ઘટના સતુ-અસત્ બંનેને અર્પિત કરવામાં આવે અને ક્રમસર તેને ઉપનત ન કરવામાં આવે અર્થાત્ ક્રમસર તેને ઉપસ્થિત કરવામાં ન આવે તો તે ઘટમાં રહેલું સત્ એ પ્રમાણે અથવા અસ એ પ્રમાણે અવાચ્ય બને છે. તે રીતે ઉત્પન્નાસ્તિકમાં સતુ-અસતુ બંનેને અર્પિત કરવામાં આવે અને ક્રમસર અનુપનીત હોય તે સત્ એ પ્રમાણે અથવા અસતું એ પ્રમાણે અવાચ્ય થાય છે. આ રીતે દ્રવ્યાસ્તિક, માતૃકાપદાસ્તિક અને ઉત્પન્નાસ્તિક નયદૃષ્ટિ બતાવ્યા પછી માતૃકાપદાસ્તિક અને ઉત્પન્નાસ્તિક નયદૃષ્ટિમાં અવાચ્ય વિકલ્પ બતાવ્યો. હવે ચાર સતુમાંથી ચોથા ભેદરૂપ પર્યાયાસ્તિકન દૃષ્ટિથી Page #71 -------------------------------------------------------------------------- ________________ પ૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૩૧ સતુને સ્પષ્ટ કરતાં કહે છે – ત્યાં, પર્યાયાસ્તિકનય એટલે પર્યાયને જોનારી દૃષ્ટિ. સ્થૂલથી પર્યાયને જોનારી દૃષ્ટિ પણ પર્યાયાસ્તિકનય સ્વીકારે છે અને સૂક્ષ્મથી પર્યાયને જોનારી દૃષ્ટિ પણ પર્યાયાસ્તિકનય સ્વીકારે છે તેમાં સ્થૂલથી પર્યાયાસ્તિકનયને જોનારી દૃષ્ટિથી વિચારીએ તો તે દૃષ્ટિમાં આદિષ્ટદ્રવ્યની પ્રાપ્તિ છે. જેમ જીવદ્રવ્યનો મનુષ્યપર્યાય, દેવપર્યાય, નરકપર્યાય છે. તેમાં મનુષ્યપર્યાય તેની બાલાદિ અવસ્થાની અપેક્ષાએ આદિષ્ટદ્રવ્ય કહેવાય છે. તે દૃષ્ટિથી સતુ-અસતુની પ્રાપ્તિ કઈ રીતે છે? તે બતાવતાં કહે છે - પર્યાયાસિકનયની દૃષ્ટિના સર્ભાવપર્યાયમાં જીવતા મનુષ્યરૂપ સદ્ભાવપર્યાયમાં, આદિષ્ટદ્રવ્યઃ મનુષ્યરૂપ આદિષ્ટદ્રવ્ય, સત્ છે. પર્યાયાસ્તિકાયના બે સદ્ભાવપર્યાયમાં=બે જીવોના બે મનુષ્યરૂપ સદ્ભાવપર્યાયમાં, બે આદિદ્ભવ્ય સત્ છે. પર્યાયાસ્તિકાયના ત્રણ આદિ સદ્ભાવપર્યાયોમાંeત્રણાદિ જીવોના ત્રણાદિ મનુષ્યરૂપ સદ્ભાવપર્યાયોમાં, ત્રણ આદિ આદિદ્રવ્યો સત્ છે. અથવા અસદ્ભાવપર્યાયમાં=કોઈક જીવ વર્તમાનમાં મનુષ્યરૂપે છે તે વખતે તેના પૂર્વના દેવભવરૂપ અસહ્માવપર્યાયમાં કે ભાવિમાં થનારા દેવરૂપ અસદ્ભાવપર્યાયમાં, આદિષ્ટદ્રવ્ય મનુષ્યભવરૂપ આદિષ્ટદ્રવ્ય, અસત્ છે; કેમ કે તેના દેવભવરૂપ અસદ્ભાવપર્યાયમાં મનુષ્યભવરૂપ આદિષ્ટદ્રવ્ય વિદ્યમાન નથી. વળી બે અસદ્ભાવપર્યાયમાં=બે જીવોના પૂર્વના દેવભવરૂપ અસદ્ભાવપર્યાયમાં, બે આદિષ્ટદ્રવ્ય=વર્તમાનના મનુષ્યભવરૂપ બે જીવોના બે આદિદ્રવ્ય, અસત્ છે. અથવા ત્રણાદિ અસદ્દભાવ પર્યાયોમાંeત્રણાદિ જીવોના પૂર્વના દેવભવરૂપ અસદ્ભાવપર્યાયમાં, ત્રણાદિ આદિષ્ટદ્રવ્ય વર્તમાનના મનુષ્યભવરૂપ ત્રણાદિ જીવોના ત્રણાદિ આદિષ્ટદ્રવ્ય, અસત્ છે. વળી ઉભયપર્યાયમાં કોઈક એક જીવના વર્તમાનનો મનુષ્યપર્યાય અને પૂર્વનો દેવપર્યાય એમ ઉભયપર્યાયમાં, આદિષ્ટદ્રવ્ય=વર્તમાનનું તેનું મનુષ્યભવરૂપ આદિષ્ટદ્રવ્ય, સત્ છે કે અસત્ છે? એ પ્રમાણે વાચ્ય નથી=અવક્તવ્ય છે =ક્રમ વગર એક સાથે સત્વઅસત્ એ પ્રમાણે કહી શકાય નહીં. વળી, બે ઉભય પર્યાયોમાં બે દ્રવ્ય સત્ છે અસત્ છે એ પ્રમાણે વાચ્ય નથી. વળી, ત્રણાદિ ઉભય પર્યાયોમાં ત્રણ આદિ દ્રવ્ય સત્ છે અસત્ છે એ પ્રમાણે વાચ્ય નથી. વળી દેશના આદેશથી એક વસ્તુને ગ્રહણ કરીને તેના અનેક રીતે વિભાગરૂપ દેશના આદેશથી વિકલ્પો કરવા જોઈએ. આશય એ છે માતૃકાપદાસ્તિક નયદૃષ્ટિથી અથવા ઉત્પન્નાસ્તિક નયદૃષ્ટિથી અથવા પર્યાયાસ્તિક નયદૃષ્ટિથી સતુ-અસતું અને અવક્તવ્યના ત્રણ વિકલ્પો બતાવ્યા તે પૂર્ણ વસ્તુને ગ્રહણ કરીને બતાવેલ છે. તેનાથી સપ્તભંગીના ત્રણ ભાંગાની પ્રાપ્તિ થાય છે. ત્યારપછી તે એક વસ્તુના બે વિભાગો કરીને તે વસ્તુને ક્રમસર સતુ-અસતું કહીને ચોથો ભાંગો કરવો જોઈએ. વળી તે વસ્તુના બે વિકલ્પ કરીને એક ભાગમાં સત્નો વિકલ્પ કરવો અને અન્ય ભાગમાં યુગપદ્ વિવેક્ષાથી અવક્તવ્યનો વિકલ્પ કરવો. વળી અન્ય રીતે બે વિભાગ કરીને એક વિભાગમાં અસત્નો વિકલ્પ કરવો અને અન્ય વિભાગમાં યુગપદ્ વિવક્ષાથી અવક્તવ્યનો Page #72 -------------------------------------------------------------------------- ________________ પપ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૩૧ વિકલ્પ કરવો. વળી એક વસ્તુના ત્રણ વિભાગ કરીને એક વિભાગમાં સતુનો વિકલ્પ કરવો, બીજા વિભાગમાં અસત્નો વિકલ્પ કરવો અને ત્રીજા વિભાગમાં અવક્તવ્યનો વિકલ્પ કરવો. આ પ્રકારે દેશના આદેશથી ચાર વિકલ્પો કરવા જોઈએ. ‘તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. પ/૩૧ ભાવાર્થ : સૂત્ર-૨૯માં કહ્યું કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ છે. ત્યાં પ્રશ્ન થયો કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ છે તે નિત્ય છે ? કે અનિત્ય છે ? અર્થાત્ તે સત્ પણ કિંચિત્કાળ સ્થાયી છે કે સદાકાળ સ્થાયી છે ? તેથી સૂત્ર૩૦માં કહ્યું કે સદ્ના ભાવમાં અવ્યયરૂપે નિત્ય છે અર્થાત્ સત્ સદા સતું જ રહે છે, ક્યારેય અસતું થતું નથી. અહીં પ્રશ્ન થાય કે સત્ સદા સતું જ હોય તો અનેકાંતવાદનો અપલાપ થશે; કેમ કે સત્ એકાંતે સત્ છે તેમ પ્રાપ્ત થાય. તેથી કહે છે – અર્પિત દ્વારા અર્પિતાની સિદ્ધિ છેઃઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ છે એ પ્રકારની અર્પણા દ્વારા કોઈક સ્વરૂપે અનર્પિત એવા અસત્ની પણ સિદ્ધિ છે. તેથી સત્ પણ કથંચિત્ સતુ-અસતુરૂપે છે. આ કથનને સ્પષ્ટ કરતાં ભાષ્યકારશ્રી કહે છે – ત્રિવિધ પણ સત્ નિત્ય છે અને ઉભય પણ છે ઉત્પાદ-વ્યય સ્વરૂપ ઉભયરૂપ પણ છે; કેમ કે અર્પિત દ્વારા અનર્પિતની સિદ્ધિ છે. અર્પિત દ્વારા નિર્મિતની સિદ્ધિ છે એમ કહેવાથી નિત્યરૂપે અર્પિતને ઉત્પાદ-વ્યયરૂપ ઉભયની પ્રાપ્તિ કઈ રીતે છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – સત્ અર્પિત વ્યવહારવાળું પણ છે અને અનર્પિત વ્યવહારવાળું પણ છે તેથી જે ધર્મની અર્પણાની અપેક્ષાએ સતું વસ્તુ નિત્ય છે તે અર્પિત વ્યાવહારિક છે અને જે ધર્મની અર્પણા કરી નથી તે ધર્મની અપેક્ષાએ ઉત્પાદ-વ્યયરૂપ છે, તે અનર્પિત વ્યાવહારિક છે. જેમ ઘટ ઘટત્વધર્મની અપેક્ષાએ અર્પિત વ્યાવહારિક છે માટે સત્ છે, પટવ ધર્મની અપેક્ષાએ અનર્પિતવ્યાવહારિક છે તેથી ઘટ પટરૂપે અસત્ છે તેમ ત્રિવિધ પણ સદ્ નિત્ય છે એમ કહ્યું તેનાથી તે સત્ જ ઉત્પાદ-વ્યયરૂપ અનર્પિત વ્યાવહારિક છે. આ રીતે અર્પિત દ્વારા અનર્પિતાની સિદ્ધિ કર્યા પછી તે સત્ ચાર પ્રકારનું છે એમ બતાવીને તેના દ્રવ્યાસ્તિક આદિ ચાર ભેદો ભાષ્યકારશ્રીએ “તથાથી સ્પષ્ટ કર્યા. તેનાથી એ પ્રાપ્ત થાય કે જગતમાં દેખાતા પદાર્થો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે અને તે પદાર્થ દ્રવ્ય-પર્યાયસ્વરૂપ છે. વળી, સ્યાદ્વાદના મતમાં અર્થનય અને વ્યંજનનય એમ બે નયો છે. અર્થનય એટલે અર્થને= પદાર્થને, જોનારી દૃષ્ટિ, અને વ્યંજનનય એટલે પદાર્થને જોયા પછી શબ્દને આશ્રયીને વસ્તુનો ભેદ કરાવનારી નયદૃષ્ટિ. જેમ તટરૂપ વસ્તુને જોઈને “ત:-તરી-તરમ્' એ પ્રકારના લિંગના ભેદથી શબ્દનય એક જ તટરૂપ અર્થને ત્રણ ભેદવાળું કહે છે. આ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫| સૂત્ર-૩૧ રીતે શબ્દને આશ્રયીને પ્રવર્તતા શબ્દાદિ પાછળના ત્રણ નો વ્યંજનનયો છે અને નૈગમાદિ પૂર્વના ચાર નયો અર્થનો છે. વળી, અર્થનય પદાર્થને દ્રવ્ય અને પર્યાયરૂપે જુએ છે તેમાંથી સંગ્રહનય પદાર્થને સત્વરૂપે જુએ છે. વ્યવહારનય સતું એવા પદાર્થનો પણ વ્યવહાર કરવા માટે ભેદ કરે છે. અહીં દ્રવાસ્તિકાદિ ચાર ભેદ કરવા માટે ભાષ્યકારશ્રીએ દ્રવાસ્તિકરૂપ પ્રથમ ભેદમાં “અસ્તિ” શબ્દથી સંગ્રહનયનું ગ્રહણ કરેલ છે; કેમ કે “અસ્તિ” શબ્દ સંગ્રહનયને અભિમત વસ્તુનો વાચક શબ્દ છે. ત્યારપછી તે સત્ એવી વસ્તુ દ્રવ્યરૂપ છે એ જોનારી દૃષ્ટિથી દ્રવ્યાસ્તિક એવો પ્રથમ ભેદ પાડેલ છે. ત્યારપછી તે દ્રવ્ય પણ કોઈક ધર્મની અપેક્ષાએ કોઈક પદથી વાચ્ય થાય છે. જેમ ગતિમાં સહાયક ધર્મની અપેક્ષાએ ધર્માસ્તિકાયદ્રવ્ય ધર્માસ્તિકાયરૂપ માતૃકાપદથી વાચ્ય બને છે. તે જ ધર્માસ્તિકાયદ્રવ્ય સ્થિતિમાં સહાયક ધર્મની અપેક્ષાએ અમાતૃકાપદથી વાચ્ય થાય છે. તેથી બીજો ભેદ માતૃકાપદાસ્તિકથી ગ્રહણ કરેલ છે. વળી વ્યવહારનયને આશ્રયીને દ્રવ્યાસ્તિકરૂપ અને માતૃકાપદાસ્તિકરૂપ બે ભેદ બતાવ્યા પછી ઋજુસૂત્રનય વર્તમાન વસ્તુને સ્વીકારે છે તેને સામે રાખીને ઉત્પનાસ્તિકરૂપ ત્રીજો ભેદ બતાવે છે. વળી ઋજુસૂત્રનય સ્થૂલ પર્યાયને ગ્રહણ કરીને મનુષ્યક્ષણને વર્તમાનની ક્ષણ સ્વીકારે છે તેને આશ્રયીને પર્યાયાસ્તિક ભેદ સ્વીકારેલ છે. આ રીતે દેખાતા બાહ્યપદાર્થોને જોનારી અર્થનયની દૃષ્ટિથી પદાર્થને જોવામાં આવે તો દરેક પદાર્થો ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ છે. આ સત્ દ્રવ્યને જોનારી દૃષ્ટિથી જોવામાં આવે તે દરેક પદાર્થો દ્રવ્યરૂપ જણાય છે અને તે દ્રવ્યમાંથી એક દ્રવ્ય જોવામાં આવે તો આ દ્રવ્ય સતું છે તેમ પ્રતીત થાય છે; કેમ કે તે દ્રવ્યમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય દેખાય છે. વળી કોઈ બે-ત્રણ આદિ દ્રવ્યને જોવામાં આવે ત્યારે તે બે-ત્રણ આદિ દ્રવ્યો સત્ છે તેમ જણાય છે. દ્રવ્યાસ્તિકના વિકલ્પમાં અસદ્ વસ્તુ નથી; કેમ કે કોઈપણ દ્રવ્યને જોવામાં આવે ત્યારે તે દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયથી યુક્ત સત્વરૂપે દેખાય છે પરંતુ અનુભવ અનુસાર ક્યારેય અસતુરૂપે દેખાતું નથી. અર્થાત્ એક દ્રવ્ય, બે દ્રવ્ય કે ઘણાં દ્રવ્ય હોય તે સર્વ સંખ્યાથી એકઅનેકરૂપે દેખાય છે પરંતુ જેમ ઘટ પટરૂપે અસત્ દેખાય છે તેમ દ્રવ્ય કોઈ સ્વરૂપે અસતું દેખાતું નથી માટે દ્રવ્યાસ્તિકના મતે અસત્ એ પ્રકારે વિકલ્પ નથી જ. વળી માતૃકાપદ પદાર્થમાં રહેલા કોઈક પ્રતિનિયત ધર્મને લઈને તે પદાર્થને પૃથગૂરૂપે બતાવનાર પદ . જેમ ગતિમાં સહાયક દ્રવ્ય ધર્માસ્તિકાય છે તેમ કહીને સ્થિતિમાં સહાયક દ્રવ્યથી ધર્માસ્તિકાયદ્રવ્યને માતૃકાપદ પૃથફ કરે છે. તેથી માતૃકાપદાસ્તિકના મતે ધર્માસ્તિકાય સતું છે અને અમાતૃકાપદને આશ્રયીને= સ્થિતિમાં સહાયક ધર્મરૂપે નહીં કહેનારા એવા અમાતૃકાપદને આશ્રયીને, ધર્માસ્તિકાય અસત્ છે. વળી, માતૃકાપદાસ્તિકના મતે એક માતૃકાપદ, બે માતૃકાપદ કે અનેક માતૃકાપદ સતું છે અને એક અમાતૃકાપદ, બે માતૃકાપદ કે અનેક અમાતૃકાપદો અસત્ છે. વળી ઉત્પન્નાસ્તિકના મતે જે વસ્તુ ઉત્પન્ન હોય અર્થાત્ વર્તમાનમાં જે ઉત્પમાન હોય તે ઉત્પન્ન કહેવાય એ નિયમ અનુસાર જે ઉત્પન્ન હોય તે સતું છે. જે ઉત્પન્ન થઈ નષ્ટ થાય છે તે સતું નથી અને જે અનુત્પન્ન છે તે સતું નથી. ઉત્પન્નાસ્તિકના મતે એક ઉત્પન્ન, બે ઉત્પન્ન કે અનેક ઉત્પન્ન સત્ છે. તેથી એ પ્રાપ્ત થાય Page #74 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર–૩૧ કે વર્તમાનમાં ઉત્પન્ન એવો એક ઘટ, બે ઘટ કે અનેક ઘટો સત્ છે. આ રીતે માતૃપદાસ્તિકની દૃષ્ટિથી અને ઉત્પન્નાસ્તિકની દૃષ્ટિથી સત્ કચિત્ સત્ છે અને કચિત્ અસત્ છે તેમ બતાવીને આ બે નયો કથંચિત્ પર્યાયથી આક્રાંત છે તેમ બતાવેલ છે. આથી વ્યવહારનય પર ચાલનાર માતૃકાપદાસ્તિક અને ઋજુસૂત્રનય પર ચાલનાર ઉત્પન્નાસ્તિકની દૃષ્ટિ ‘સત્' ‘અસત્’ બંને વિકલ્પ સ્વીકારે છે. તે તે દ્રવ્યરૂપ તે વસ્તુ સત્ છે, અન્યરૂપે અસત્ છે તેમ વ્યવહારનય સ્વીકારે છે અને ઋજુસૂત્રનય વર્તમાનમાં વિદ્યમાનને જ સત્ સ્વીકારે છે, અન્યને અસત્ સ્વીકારે છે. હવે સત્-અસને આશ્રયીને સ્યાદ્વાદ અનુસાર સપ્તભંગી કઈ રીતે થાય છે ? તે બતાવવા માટે કથંચિત્ સત્ અને કથંચિત્ અસત્આનો વિકલ્પ બતાવ્યા પછી અવાચ્યનો વિકલ્પ બતાવવા અર્થે કહે છે – ૫૭ અર્પિત અને અનર્પિત હોતે છતે સત્ છે અથવા અસત્ છે એ પ્રમાણે વાચ્ય નથી. જેમ માતૃકાપાસ્તિકની દૃષ્ટિથી ધર્માસ્તિકાય ગતિમાં સહાયકરૂપે સત્ છે અને સ્થિતિમાં સહાયકરૂપે અમાતૃકાપદને આશ્રયીને ધર્માસ્તિકાય અસત્ છે. આ બંનેની અર્પણા ક૨વામાં આવે અને ક્રમસર તે બંનેનું ગ્રહણ કરવામાં ન આવે તો ધર્માસ્તિકાયને સત્ પણ કહી શકાય નહીં અને અસત્ પણ કહી શકાય નહીં; કેમ કે ધર્માસ્તિકાય ગતિમાં સહાયકરૂપે સત્ પ્રતિભાસમાન થાય છે અને સ્થિતિમાં સહાયકરૂપે અસત્ પ્રતિભાસમાન થાય છે, અને એક શબ્દથી તે બંને પ્રતિભાસમાનોનું કથન થઈ શકતું નથી; કેમ કે ક્રમસર જ તે બેનું કથન થઈ શકે છે. આ રીતે માતૃકાપદાસ્તિક અને ઉત્પન્નાસ્તિક નયષ્ટિથી સત્-અસત્ અને અવક્તવ્યરૂપ ત્રણ વિકલ્પો બતાવ્યા. પૂર્ણ દ્રવ્યને ગ્રહણ કરીને પહેલો સત્નો વિકલ્પ થાય છે, પૂર્ણ દ્રવ્યને ગ્રહણ કરીને બીજો અસત્નો વિકલ્પ થાય છે અને પૂર્ણ દ્રવ્યને ગ્રહણ કરીને ત્રીજો અવાચ્યનો વિકલ્પ થાય છે. સપ્તભંગીના અન્ય વિકલ્પો ભાષ્યકારશ્રી આગળ બતાવશે. હવે પર્યાયાસ્તિકનયમાં સત્-અસત્ અને અવક્તવ્યનો વિકલ્પ બતાવવા માટે કહે છે પર્યાયાસ્તિકનય જેમ વર્તમાનમાં ઉત્પન્નને ગ્રહણ કરે છે તેમ દીર્ઘકાલીન એવા સદ્ભાવપર્યાયને પણ ગ્રહણ કરે છે. આથી પર્યાયાસ્તિકનય કોઈ જીવના મનુષ્યભવરૂપ દીર્ઘ પર્યાયને ગ્રહણ કરે ત્યારે તે નય મનુષ્યભવરૂપ સદ્ભાવપર્યાયને ગ્રહણ કરે છે. તેને આશ્રયીને સત્નો વિકલ્પ બતાવતાં ભાષ્યકારશ્રી કહે છે - પર્યાયાસ્તિકનયના એક સદ્ભાવપર્યાયમાં એક આદિષ્ટદ્રવ્ય સત્ છે. જેમ કોઈ જીવ વર્તમાનમાં મનુષ્યરૂપે હોય ત્યારે તે જીવનો મનુષ્યરૂપ સદ્ભાવપર્યાય વિદ્યમાન છે. તે મનુષ્યપર્યાયને દ્રવ્યરૂપે આદેશ કરવામાં આવે અને તેના બાળ, યુવા આદિ પર્યાયો છે તેમ કહેવામાં આવે ત્યારે તે મનુષ્યરૂપ સદ્પર્યાયમાં આદિષ્ટદ્રવ્ય સત્ છે. વળી પર્યાયાસ્તિકનયની દૃષ્ટિથી બે જીવોના સદ્ભાવપર્યાયમાં બે આદિષ્ટદ્રવ્ય સત્ છે, ત્રણ આદિ જીવોના સદ્ભાવપર્યાયોમાં ત્રણ આદિ આદિષ્ટદ્રવ્ય સત્ છે. વળી કોઈ જીવ વર્તમાનમાં મનુષ્યરૂપે છે, તેના પૂર્વે તે જીવ દેવભવમાં હોય ત્યારે મનુષ્યભવના કાળમાં Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર–૩૧, ૩૨ તે જીવનો અસહ્ભાવપર્યાય દેવભવ છે. આ અસદ્ભાવપર્યાયમાં મનુષ્યભવરૂપ આદિષ્ટદ્રવ્ય અસત્ છે; કેમ કે દેવભવના પર્યાયમાં મનુષ્યભવરૂપ આદિષ્ટદ્રવ્ય વિદ્યમાન નથી. વળી કોઈ બે જીવના બે દેવભવરૂપ અસદ્ભાવપર્યાયમાં બે જીવોના મનુષ્યભવરૂપ આદિષ્ટદ્રવ્ય અસત્ છે. વળી કોઈ ત્રણાદિ જીવના ત્રણાદિ દેવભવરૂપ અસદ્ભાવપર્યાયમાં ત્રણાદિ જીવોના મનુષ્યભવરૂપ આદિષ્ટદ્રવ્ય અસત્ છે. વળી કોઈ જીવના વર્તમાનના મનુષ્યભવરૂપ પર્યાય અને પૂર્વના દેવભવરૂપ પર્યાય ગ્રહણ કરવામાં આવે તો તે ઉભય પર્યાયમાં વર્તમાનનો આદિષ્ટદ્રવ્યરૂપ મનુષ્યભવ સત્ છે અથવા આદિષ્ટદ્રવ્યરૂપ દેવભવ અસત્ છે એ પ્રમાણે ક્રમ વગર અવાચ્ય છે એથી પર્યાયાસ્તિકનયના સદ્ભાવપર્યાયમાં આદિષ્ટદ્રવ્યરૂપ મનુષ્યભવને આશ્રયીને ‘સત્’ એ પ્રમાણે એક ભાંગાની પ્રાપ્તિ છે. અસદ્ભાવપર્યાયમાં આદિષ્ટદ્રવ્યરૂપ દેવભવને આશ્રયીને ‘અસત્' એ પ્રમાણે બીજા ભાંગાની પ્રાપ્તિ છે. તદુભયપર્યાયમાં આદિષ્ટદ્રવ્યરૂપ મનુષ્યભવ અને દેવભવને આશ્રયીને અવક્તવ્યરૂપ ત્રીજા ભાંગાની પ્રાપ્તિ થાય છે. આ રીતે માતૃકાપદાસ્તિક, ઉત્પન્નાસ્તિક અને પર્યાયાસ્તિકને આશ્રયીને ત્રણ વિકલ્પો બતાવ્યા પછી તે દેખાતા બાહ્યપદાર્થના દેશના વિભાગથી અન્ય ચાર વિકલ્પો થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે સરૂપે દેખાતા દ્રવ્યને આશ્રયીને સંપૂર્ણ દ્રવ્યને ગ્રહણ કરીને વિચારીએ તો સત્, અસત્ કે અવાચ્યરૂપ ત્રણ વિકલ્પો જ થઈ શકે. વળી તે સંપૂર્ણ દ્રવ્યના બે કે ત્રણ વિભાગ કરીને વિચારીએ તો અન્ય ચાર વિકલ્પો પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે માતૃકાપદાસ્તિક આદિથી દેખાતું દ્રવ્યાગ્રાવચ્છેદેન સરૂપે છે અને પૃષ્ઠાવચ્છેદેન અસતુરૂપે છે. એમ પણ જોઈ શકાય છે; કેમ કે માતૃકાપદથી અગ્રાવચ્છેદેન તે દ્રવ્ય સત્ છે અને અમાતૃકાપદથી પૃષ્ઠાવચ્છેદેન તે અસત્ છે. જેમ પુરોવર્તી દેખાતો ઘડો અગ્રાવચ્છેદેન ઘટરૂપે સત્ છે અને પૃષ્ઠાવચ્છેદેન પટરૂપે અસત્ છે. આ રીતે એક જ વસ્તુના બે વિભાગ કરીને ક્રમસર સત્-અસત્ શબ્દથી તે વસ્તુ વાચ્ય બને છે. વળી પુરોવર્સી દેખાતી કોઈ વસ્તુને ગ્રહણ કરીને તેનો એક દેશ સત્ છે અને અન્ય દેશ અવાચ્ય છે તેમ પણ કહી શકાય; કેમ કે અગ્રાવચ્છેદેન માતૃકાપદરૂપે તે સત્ છે અને પૃષ્ઠાવચ્છેદેન માતૃકાદઅમાતૃકાપદ ઉભયરૂપે તે અવાચ્ય છે. તે વસ્તુના બે વિભાગ કરીને અગ્રાવચ્છેદેન અસત્ અને પૃષ્ઠાવચ્છેદેન અવાચ્ય કહી શકાય છે. વળી તે વસ્તુના ત્રણ વિભાગ કરીને એક વિભાગ સત્, અન્ય વિભાગ અસત્ અને ત્રીજો વિભાગ અવાચ્ય છે તેમ કહી શકાય છે. આ રીતે એક સત્ પદાર્થને આશ્રયીને સાત વિકલ્પો થઈ શકે છે. એનાથી અધિક વિકલ્પો સંભવતા નથી; કેમ કે વિવેકી પુરુષને પદાર્થને જોઈને સાત પ્રકારની જિજ્ઞાસા થાય છે અને સાત પ્રકારના વિકલ્પો દ્વારા તેનો ઉત્તર અપાય છે. જેથી તે પદાર્થ વિષયક સર્વ જિજ્ઞાસાની પૂર્તિ થવાથી પદાર્થનો યથાસ્થિત બોધ થાય છે. ાપ/૩૧ll ભાષ્યઃ अत्राह उक्तं भवता ‘सङ्घातभेदेभ्यः स्कन्धा उत्पद्यन्ते' (अ० ५, सू० २६ ) इति, तत् किं संयोगमात्रादेव सङ्घातो भवति ?, आहोस्विदस्ति कश्चिद् विशेष इति ?, अत्रोच्यते सति संयोगे बद्धस्य सङ्घातो भवतीति । अत्राह अथ कथं बन्धो भवतीति ?, अत्राह - - - - Page #76 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર–૩૨ ભાષ્યાર્થ ઃ અગ્રાહ્ન **** अत्राह અહીં=સૂત્ર-૨૬માં કહેલ કે સંઘાત-ભેદોથી સ્કંધો ઉત્પન્ન થાય છે ત્યારપછી પૂર્વનાં સૂત્રો સાથે સંબંધિત સત્ત્નું લક્ષણ કર્યું અને તેની સાથે સંબંધિત અર્પિત અને અનર્પિતની સિદ્ધિ છે તે બતાવ્યું એ કથનમાં, પ્રશ્ન કરે છે . તમારા વડે “સંઘાતભેદથી સ્કંધો થાય છે” એ પ્રમાણે કહેવાયું. તે કારણથી શું સંયોગમાત્રથી સંઘાત થાય છે ? અથવા કોઈ વિશેષ છે ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે - - - સંયોગ થયે છતે બદ્ધનો સંઘાત છે. અહીં=આ પ્રકારના ઉત્તરમાં, પ્રશ્ન કરે છે થાય છે ? અહીં=એ પ્રકારના પ્રશ્નમાં, ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે ભાવાર્થ: ભાષ્યઃ સૂત્ર-૨૬માં કહ્યું કે સંઘાતભેદથી કંધો ઉત્પન્ન થાય છે. ત્યારપછી અણુ અને ચાક્ષુષ સ્કંધો કેવી રીતે ઉત્પન્ન થાય છે ? તેની સ્પષ્ટતા કરી. ત્યાં પ્રશ્ન થયો કે પૂર્વમાં ધર્માદિ દ્રવ્યોનું લક્ષણ બતાવ્યું તે દ્રવ્યો ‘છે’ અર્થાત્ “વિદ્યમાન છે” એવું કેવી રીતે નક્કી થાય ? તેથી સત્ત્નું લક્ષણ બતાવ્યું. ત્યાં પ્રશ્ન થયો કે સત્ પણ નિત્ય છે કે અનિત્ય ? તેથી ‘સત્’માં રહેલું નિત્ય કેવું છે ? તે બતાવ્યું. ત્યાં પ્રશ્ન થયો કે જો ‘સત્’ નિત્ય હોય તો ‘સત્’નું લક્ષણ ‘ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્' એ પ્રમાણે કેમ કર્યું ? તેથી કહ્યું કે અર્પિત દ્વારા અનર્પિતની સિદ્ધિ છે. આ પ્રકારનું કથન કર્યા પછી સૂત્ર-૨૬માં કહેલ કે સંઘાતભેદથી સ્કંધો થાય છે તેને સામે રાખીને કોઈ પ્રશ્ન કરે છે. - શું પ્રશ્ન કરે છે ? તે સ્પષ્ટ કરે છે અણુઓના પરસ્પર સંયોગમાત્રથી સંઘાત થાય છે કે સંઘાતમાં સંયોગ કરતા કોઈ વિશેષ છે ? એ પ્રકારના પ્રશ્નમાં ભાષ્યકારશ્રી ઉત્તર આપે છે. એક ક્ષેત્રમાં સંયોગ હોય અથવા અવ્યવધાનથી એક ક્ષેત્રમાં રહેલા હોય તેવા પરમાણુ પરસ્પર એકત્વભાવથી બદ્ધ થાય તેવા બદ્ધ થયેલા સ્કંધોમાં સંઘાત છે=એકત્વ પરિણામરૂપ સંઘાત છે, જે બંધ સ્વરૂપ છે. - સૂત્રાર્થ : સ્નિગ્ધ-રૂક્ષપણાથી બંધ છે. II૫/૩૨)ા Че બદ્ધ એવા સ્કંધોમાં બંધ સ્વરૂપ જે સંઘાત છે તેના વિષયમાં પ્રશ્ન કરે છે બંધ કઈ રીતે થાય છે ? આ શંકાનો ઉત્તર સૂત્રકારશ્રી આપે છે સૂત્રઃ નિધ ક્ષત્વાર્ વન્યઃ ।/રૂરી।। स्निग्धरूक्षयोः पुद्गलयोः स्पृष्टयोर्बन्धो भवति ॥ १५ / ३२ ।। કેવી રીતે બંધ - Page #77 -------------------------------------------------------------------------- ________________ GO તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૩૨, ૩૩ ભાષ્યાર્થ :નિરૂક્ષયો . મતિ | સ્પષ્ટ એવા સ્નિગ્ધ-રૂક્ષપુગલનો બંધ થાય છે. પ/૩રા ભાવાર્થ : એક આકાશપ્રદેશમાં રહેલા કે નજીકના આકાશપ્રદેશમાં સ્પર્ધાયેલા પુદ્ગલોનો પરસ્પર એકત્વભાવરૂપ બંધ થાય છે તેનું કારણ તે પુગલમાં વર્તતો સ્નિગ્ધ-રૂક્ષભાવ છે. તે બંધની અધિક વિશેષતા સ્વયં ગ્રંથકારશ્રી આગળ સ્પષ્ટ કરે છે. પ/રશા ભાષ્ય : અત્રદ – વિમેષ વિત્ત તિ ?, મત્રોચ્યતે – ભાષ્યાર્ચ - આમાં=સ્નિગ્ધરૂક્ષપણાથી પગલોમાં બંધ થાય છે એમાં, પ્રશ્ન કરે છે – શું આ એકાંત છે?— સ્નિગ્ધ-રૂક્ષ હોય તો એકાંતે બંધ થાય કે તેમાં કોઈ અન્ય વિકલ્પ છે ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – સૂત્ર - न जघन्यगुणानाम् ।।५/३३।। સૂત્રાર્થ : જઘન્યગુણોનો બંધ નથી. પ/૩૩ ભાષ્ય : जघन्यगुणस्निग्धानां जघन्यगुणरूक्षाणां च परस्परेण बन्धो न भवति ।।५/३३।। ભાષ્યાર્ચ - નવગુનિયાનાં ....... મતિ / જઘન્યગુણસ્નિગ્ધ એવા પગલોનો અને જઘન્યગુણરૂક્ષ એવા પુદ્ગલોનો પરસ્પર બંધ નથી. પ/૩૩. ભાવાર્થ : જઘન્યગુણવાળા સ્નિગ્ધપુગલોનો જઘન્યગુણવાળા સ્નિગ્ધપુદ્ગલોની સાથે કે જઘન્યગુણવાળા રૂક્ષપુદ્ગલોની સાથે પરસ્પર બંધ થતો નથી. તેથી એક આકાશપ્રદેશ ઉપર રહેલા કે નજીકના આકાશપ્રદેશ ઉપર રહેલા સ્કંધો કે પરમાણુઓ જઘન્યગુણવાળા હોય તો તેઓના પરસ્પર સંસર્ગથી નવો સ્કંધ ઉત્પન્ન થતો નથી. પ/૩૩. Page #78 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૩૪ ૬૧ ભાષ્ય : अत्राह – उक्तं भवता - जघन्यगुणवर्जानां स्निग्धानां रूक्षेण रूक्षाणां च स्निग्धेन सह बन्धो भवतीति, अथ तुल्यगुणयोः किमत्यन्तप्रतिषेध इति ?, अत्रोच्यते - न जघन्यगुणानामित्यधिकृत्येदमुच्यते - ભાષ્યાર્થ: અહીં=પૂર્વસૂત્રમાં કહ્યું કે જઘવ્યગુણવાળા યુગલોનો બંધ થતો નથી એમાં, પ્રશ્ન કરે છે – જઘચગુણ રહિત એવા સ્નિગ્ધપુદ્ગલોનો રૂક્ષની સાથે અને રૂક્ષપુગલોનો સ્નિગ્ધતી સાથે બંધ થાય છે એ પ્રમાણે તમારા વડે કહેવાયું. હવે તુલ્યગુણવાળામાં શું અત્યંત પ્રતિષેધ છે ?=તુલ્યગુણવાળા સ્કંધોમાં પરસ્પર સ્કંધ થવાનો અત્યંત પ્રતિષેધ છે કે તેમાં વિકલ્પ છે ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – “ર નવચંપુના એ પ્રકારના સૂત્રને આશ્રયીને આ કહેવાય છે – ભાવાર્થ : જઘન્યગુણવાળા પુદ્ગલોનો પરસ્પર બંધ નથી તેમ કહેવાથી એ પ્રાપ્ત થયું કે એક ગુણ સ્નિગ્ધ પરમાણુ હોય કે સ્કંધ હોય તેનો એક ગુણ સ્નિગ્ધ એવા અન્ય પરમાણુ કે અંધ સાથે બંધ થતો નથી તેમ જ એક ગુણ રૂક્ષ પરમાણુ હોય કે સ્કંધ હોય તેની સાથે બંધ થતો નથી. તેથી પ્રશ્ન થાય કે જેમ જઘન્યગુણવાળા સ્કંધો તુલ્ય ગુણવાળા છે તેથી તેઓનો પરસ્પર બંધ થતો નથી. તેમ જઘન્યગુણ સિવાયના બે ગુણ, ત્રણ ગુણ આદિ તુલ્યગુણવાળા પુદ્ગલોના બંધનો અત્યંત પ્રતિષેધ છે કે અન્ય વિકલ્પ છે ? તેના ઉત્તર સમયે નવું સૂત્ર કરતી વખતે “ના મુખાનામ્” તે સૂત્રને સામે રાખીને કહે છે અર્થાત્ જેમ જઘન્યગુણવાળા પુગલોનો પરસ્પર સામ્યભાવ હોવાથી બંધ થતો નથી તેમ અન્યનો પણ ક્યા સ્થાને બંધ થતો નથી ? તે સ્પષ્ટ કરે છે – સૂત્ર - TUાસાખ્ય સશાનામ્ પાહ/રૂા સૂત્રાર્થ : ગુણ સામ્યમાં સદેશોનો સદેશ સ્નિગ્ધ રૂક્ષપુદ્ગલોનો, બંધ થતો નથી. પ/૩૪ll ભાષ્ય : गुणसाम्ये सति सदृशानां बन्यो न भवति, तद् यथा - तुल्यगुणस्निग्धस्य तुल्यगुणस्निग्धेन, तुल्यगुणरूक्षस्य तुल्यगुणरूक्षेणेति ।।५/३४।। ભાષ્યાર્ચ - ગુજરાખ્યું ... સૂક્ષેતિ | ગુણસામ્ય હોતે છતે પુગલોમાં સ્નિગ્ધતા અને રૂક્ષતાના અંશોનું Page #79 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫| સૂત્ર-૩૪, ૩૫ સામ્ય હોતે છતે, સદશ એવા પુદ્ગલોનો=સ્નિગ્ધપુદ્ગલનો સ્નિગ્ધપુદ્ગલની સાથે અને રૂક્ષપગલોનો રૂક્ષપુદ્ગલોની સાથે, બંધ થતો નથી=એકત્વપરિણામ થતો નથી. તે આ પ્રમાણે – તુલ્યગુણવાળા સ્નિગ્ધપુદ્ગલોનો તુલ્યગુણવાળા સ્નિગ્ધપુદ્ગલોની સાથે બંધ થતો નથી, તુલ્યગુણવાળા રૂક્ષપુદ્ગલોનો તુલ્યગુણવાળા રૂક્ષપુદ્ગલોની સાથે બંધ થતો નથી. તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ૫/૩૪ ભાષ્ય : अत्राह - सदृशग्रहणं किमपेक्षत ? इति, अत्रोच्यते - गुणवैषम्ये सदृशानां बन्धो भवतीति । अत्राह - किमविशेषेण गुणवैषम्ये सदृशानां बन्यो भवतीति ?, अत्रोच्यते - ભાષ્યાર્ચ - અહીં શંકા કરે છે – સદશનું ગ્રહણ ગુણસાગમાં સદશનો બંધ થતો નથી એ કથનમાં સદેશનું ગ્રહણ, શેની અપેક્ષા રાખે છે ? ‘ત્તિ' શબ્દ શંકાની સમાપ્તિ અર્થે છે. અહીં=આ પ્રકારના પ્રશ્નમાં, ઉત્તર આપે છે – ગુણવૈષમ્યમાં સ્નિગ્ધતા કે રૂક્ષતાના અંશરૂપ ગુણવૈષમ્યમાં, સદશનો બંધ થાય છે એ પ્રકારની અપેક્ષા સદશ ગ્રહણ રાખે છે. ત્તિ” શબ્દ ઉત્તરની સમાપ્તિ અર્થે છે. અહીં આ પ્રકારના ઉત્તરમાં, પ્રશ્ન કરે છે – શું અવિશેષથી ગુણ વૈષમ્યમાં સદશનો બંધ થાય રૂતિ’ શબ્દ પ્રશ્નની સમાપ્તિ અર્થે છે. અહીં=એ પ્રકારના પ્રશ્નમાં, ઉત્તર આપે છે=આગળના સૂત્રથી ઉત્તર આપે છે – ભાવાર્થ : પૂર્વસૂત્રમાં કહ્યું કે ગુણસામ્યમાં સદશનો બંધ થતો નથી, તેથી અર્થથી પ્રાપ્ત થયું કે ગુણસામ્યમાં વિસદશનો બંધ થાય છે. ત્યાં પ્રશ્ન થયો કે ગુણસામ્યમાં સદશનો બંધ થતો નથી એ કથનમાં સદશનું ગ્રહણ શું અપેક્ષા રાખે છે? તેના ઉત્તરરૂપે કહે છે – ગુણવૈષમ્યમાં સદશનો બંધ થાય છે એ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય છે. પરંતુ એ અર્થમાં એકાંત નથી તેથી ગુણવૈષમ્યમાં સદશનો બંધ થાય છે તે સ્થાનમાં ભાષ્યકારશ્રી શંકા કરે છે – Page #80 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૩૫ ૬૩ શું ગુણવૈષમ્યમાં કોઈ વિશેષતા વગર સદશનો બંધ થાય છે ? આ પ્રકારની શંકાથી નક્કી થાય છે ગુણવૈષમ્યથી થતા આ સદેશના બંધમાં કોઈ વિકલ્પ છે, તે વિકલ્પને સામે રાખીને ગ્રંથકારશ્રી જવાબ આપે છે - સૂત્ર ઃ ધાવિ મુળાનાં તુ ।।/રૂ। -- દ્વિઅધિકાદિ ગુણવાળા પુદ્ગલોનો=સદશ સ્નિગ્ધ-રૂક્ષતાવાળા પુદ્ગલોમાં બે અધિક સ્નિગ્ધરૂક્ષતાવાળા પુદ્ગલોનો, બંધ થાય છે. ૫/૩૫!! ભાષ્ય : સૂત્રાર્થ यधिकादिगुणानां तु सदृशानां बन्धो भवति । स्निग्धस्य द्विगुणाद्यधिकस्निग्धेन, द्विगुणाद्यधिकस्निग्धस्य स्निग्धेन, रूक्षस्यापि द्विगुणाद्यधिकरूक्षेण, द्विगुणाद्यधिकरूक्षस्य रूक्षेण, एकादिगुणाधिकयोस्तु सदृशयोर्बन्धो न भवति, अत्र तुशब्दो व्यावृत्तिविशेषणार्थः, प्रतिषेधं व्यावर्तयति નન્હેં ૫ વિશેષતિ / ભાષ્યાર્થ : ..... धिकादिगुणानां • વિશેષવૃત્તિ ।। દ્વિઅધિકાદિ ગુણો છે જેને એવા સદેશ પુદ્ગલોનો બંધ થાય છે=એકત્વભાવરૂપ સ્કંધ બને છે. તે આ પ્રમાણે સ્નિગ્ધપુદ્ગલોનો દ્વિગુણ આદિ અધિક સ્નિગ્ધપુદ્ગલોની સાથે બંધ થાય છે. દ્વિગુણ આદિ અધિક સ્નિગ્ધપુદ્ગલોનો સ્નિગ્ધપુદ્ગલોની સાથે બંધ થાય છે. રૂક્ષપુદ્ગલોનો પણ દ્વિગુણ આદિ અધિક રૂક્ષપુદ્ગલોની સાથે બંધ થાય છે. દ્વિગુણ આદિ અધિક રૂક્ષપુદ્ગલોનો રૂક્ષપુગલોની સાથે બંધ થાય છે. વળી, એકાદિગુણવાળા અને અધિક એવા સદેશનો બંધ થતો નથી=એક ગુણવાળા, બે ગુણવાળા યાવત્ અનંતગુણોવાળા પુદ્ગલોની સાથે તેનાથી અધિક એક ગુણવાળા એવા સદેશ પુદ્ગલોનો=સ્નિગ્ધપુદ્ગલોની સાથે સ્નિગ્ધપુદ્ગલોનો, રૂક્ષપુદ્ગલોની સાથે રૂક્ષપુદ્ગલોનો બંધ થતો નથી. અહીં=સૂત્રમાં, વ્યાવૃત્તિવિશેષના અર્થવાળો ‘તુ’ શબ્દ પ્રતિષેધનું વ્યાવર્તન કરે છે=‘ન વન્યઃ’ની અનુવૃત્તિમાં વર્તતા પ્રતિષેધવાળા ‘ન’ની વ્યાવૃત્તિ કરે છે અને બંધને વિશેષ કરે છે. ।।૫/૩૫।। ભાવાર્થ: પૂર્વસૂત્રમાં કહ્યું કે ગુણસામ્યમાં સદેશનો બંધ થતો નથી. તેથી અર્થથી પ્રાપ્ત થયું કે ગુણના વૈષમ્યમાં સદશનો બંધ થાય છે. તેમાં અપવાદ બતાવવા અર્થે કહે છે Page #81 -------------------------------------------------------------------------- ________________ ઉ૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૩૫ બે આદિ અધિક સંખ્યાવાળા સદૃશમાં બંધ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે એક ગુણ સ્નિગ્ધતાવાળું પુદ્ગલ હોય તેનો બે-ત્રણ અધિક ગુણ સ્નિગ્ધતાવાળા પુદ્ગલોની સાથે બંધ થાય છે પરંતુ એક ગુણ અધિક સ્નિગ્ધતાવાળા પુદ્ગલોનો પરસ્પર બંધ થતો નથી. જેમ કોઈ પુદ્ગલમાં એક ગુણ સ્નિગ્ધતા હોય અને અન્ય પુદ્ગલમાં બે ગુણ સ્નિગ્ધતા હોય, તેઓ એક ક્ષેત્રમાં હોય કે નજીકના ક્ષેત્રમાં સ્પર્શીને રહેલા હોય તોપણ તેઓનો બંધ થતો નથી. વળી ભાષ્યમાં કહ્યું કે સ્નિગ્ધપુદ્ગલોનો દ્વિગુણ આદિ અધિક સ્નિગ્ધપુદ્ગલોની સાથે બંધ થાય છે, તેથી એ પ્રાપ્ત થાય કે કોઈ દ્વિગુણ આદિ અધિક સ્નિગ્ધપુદ્ગલો કોઈ સ્થાનમાં રહેલા હોય અને અન્ય સ્નિગ્ધપુદ્ગલો ગમનના પરિણામથી તે સ્થાનમાં આવે તો પૂર્વના દ્વિગુણ આદિ અધિક સ્નિગ્ધતાવાળા પુદ્ગલોની સાથે તે આવનાર પુદ્ગલોનો બંધ થાય છે. એક સ્થાનમાં બે પુલો રહેલા હોય તે બંનેમાંથી કોઈક એક પુલમાં સ્નિગ્ધતા એક ગુણ અધિક હોય ત્યારે તેનો બંધ થતો નથી; પરંતુ કોઈક નિમિત્તને પામીને કોઈક એક પુદ્ગલમાં સ્નિગ્ધતાંશ વૃદ્ધિ કે હાનિ પામે અને તેનાથી દ્વિગુણ આદિ અધિકતાની પ્રાપ્તિ થાય ત્યારે તે દ્વિગુણ આદિ અધિક સ્નિગ્ધતાવાળા પુલનો ત્યાં રહેલા અન્ય સ્નિગ્ધપુદ્ગલોની સાથે બંધ થાય છે. તેને બતાવવા માટે ભાષ્યકારશ્રીએ કહ્યું કે દ્વિગુણ આદિ અધિક સ્નિગ્ધનો સ્નિગ્ધની સાથે બંધ થાય છે અને રૂક્ષપગલોનો પણ દ્વિગુણ આદિ અધિક રૂક્ષપુદ્ગલોની સાથે બંધ થાય છે. આ કથનથી એ પ્રાપ્ત થાય કે કોઈક સ્થાનમાં દ્વિગુણ આદિ અધિક રૂક્ષપુગલો પડેલા હોય અને ગમનના પરિણામથી કોઈ અન્ય રૂક્ષપગલો ત્યાં આવે તો પૂર્વના દ્વિગુણાદિ અધિક રૂક્ષતાવાળા પુદ્ગલોની સાથે તે આવનાર રૂક્ષપુદ્ગલોનો બંધ થાય છે અથવા એક સ્થાનમાં બે પુદ્ગલો રહેલા હોય પરંતુ તે બંનેમાંથી કોઈક એક પુદ્ગલમાં રૂક્ષતા એક ગુણ અધિક હોય ત્યારે તેનો બંધ થતો નથી પરંતુ કોઈક નિમિત્તને પામીને કોઈક એક પુદ્ગલમાં રૂક્ષતા અંશ વૃદ્ધિ કે હાનિ પામે અને તેનાથી દ્વિગુણાદિ અધિકતાની પ્રાપ્તિ થાય ત્યારે તે દ્વિગુણાદિ અધિક રૂક્ષતાવાળા પુદ્ગલનો ત્યાં રહેલા અન્ય રૂક્ષપુદ્ગલોની સાથે બંધ થાય છે તે બતાવવા અર્થે ભાષ્યકારશ્રીએ કહ્યું છે કે દ્વિગુણાદિ અધિક રૂક્ષનો રૂક્ષની સાથે બંધ થાય છે. આ કથનનો ફલિતાર્થ બતાવે છે – એક-બે-ત્રણાદિ રૂક્ષાંશ કે સ્નિગ્ધાંશની સંખ્યાવાળા પુદ્ગલોનો અને અધિકનો=એક અંશથી અધિક એવા પુદ્ગલોનો, જો તે સદશ હોય તો બંધ થતો નથી. તેથી એ ફલિત થાય કે એક અંશથી લઈને અનંત અંશ સુધીના સ્નિગ્ધ કે રૂપુદ્ગલની સાથે તેનાથી એક ગુણ અધિક એવા સ્નિગ્ધ કે રૂક્ષપુદ્ગલોનું સદૃશપણું હોય તો બંધ થતો નથી અને સ્નિગ્ધ સાથે રૂક્ષરૂપે વિસરુશપણું હોય તો બંધ થાય છે. સૂત્રમાં રહેલો ‘તુ' શબ્દ વ્યાવૃત્તિવિશેષ અર્થમાં છે તેથી ઉપરના સૂત્રમાંથી ‘સરીના ન વન્ય:'ની જે અનુવૃત્તિ હતી તેમાંથી ‘નની વ્યાવૃત્તિ કરીને સદશના બંધની અનુવૃત્તિ સ્વીકારે છે. તેથી બે અધિકાદિ ગુણોવાળા સદશનો બંધ થાય છે એ પ્રકારે ગ્રહણ થાય છે. પ/૩પા Page #82 -------------------------------------------------------------------------- ________________ તવાર્યાવિગમસત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૩૬ ૫ ભાષ્ય : अत्राह - परमाणुषु स्कन्धेषु च ये स्पर्शादयो गुणास्ते किं व्यवस्थितास्तेषु आहोस्विदव्यवस्थिता इति ?, अत्रोच्यते - अव्यवस्थिताः, कुतः ? परिणामात् । अत्राह - द्वयोरपि बध्यमानयोर्गुणवत्त्वे सति कथं परिणामो भवतीति ? ।। उच्यते - ભાષાર્થ - અન્નાદ ..... ૩ – અહીં-સૂત્ર-૩રથી સૂત્ર-૩૫ સુધી સ્નિગ્ધપણાથી અને રૂક્ષપણાથી પુગલોનો બંધ થાય છે એમ કહ્યું તેમાં, પ્રશ્ન કરે છે – પરમાણમાં અને સ્કંધોમાં જે સ્પર્ધાદિ ગુણો છે તે તેઓમાં વ્યવસ્થિત છે અથવા અવ્યવસ્થિત છે ?=જે પરમાણમાં કે જે સ્કંધોમાં સ્નિગ્ધ આદિ સ્પર્શી વિદ્યમાન છે તે સદા રહેનારા છે કે પરિવર્તન પામનારા છે ? તે પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – અવ્યવસ્થિત છે=વિદ્યમાન સ્નિગ્ધાદિ ભાવો પરિવર્તન પામનારા છે. કેમ ? એથી કહે છે – પરિણામને કારણેeતે ભાવોનો અન્યરૂપે પરિણમત થવાનો સ્વભાવ છે તે કારણે, સ્પશદિ ગુણો અવ્યવસ્થિત છે, એમ અવાય છે. અહીં પરમાણુ અને સ્કંધોમાં સ્પશદિ ગુણો અવ્યવસ્થિત છે તેમાં, પ્રશ્ન કરે છે – બંને પણ બધ્યમાન એવા પુદગલોમાં ગુણવત્વ હોતે છતે=બંધને અનુકૂળ એવું ગુણવત્વ હોતે છતે, કઈ રીતે પરિણમન થાય છે ? એ શંકામાં ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે – ભાવાર્થ પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે સ્નિગ્ધપણાના અને રૂક્ષપણાના કારણે પુદ્ગલોનો પરસ્પર સ્કંધ પરિણામરૂપ બંધ થાય છે અને તે બંધ વિષયક અપવાદો બતાવ્યા કે આવા-આવા પ્રસંગે પરસ્પર બંધ થતો નથી. ત્યાં વિચારક પ્રશ્ન કરે છે – પરમાણુઓમાં અને કંધોમાં જે સ્પર્શાદિ ગુણો વિદ્યમાન છે તે ગુણો સદા તે જ રીતે રહે છે કે પરિવર્તન પામે છે? તેનો ઉત્તર આપતાં ભાષ્યકારશ્રીએ કહ્યું કે પુદ્ગલોમાં વર્તતા સ્પર્ધાદિ અવ્યવસ્થિત છે=કાલક્રમે પરિવર્તન પામનાર છે; કેમ કે અન્ય અન્યરૂપે પરિવર્તન પામવાનો સ્વભાવ છે. ત્યાં પ્રશ્ન થાય કે સ્નિગ્ધપણાને અને રૂક્ષપણાને કારણે બે બધ્યમાન એવા પુદ્ગલોમાં બંધ થાય તેવો ગુણ વિદ્યમાન હોય ત્યારે તે પુદ્ગલોમાં કયા પ્રકારનો પરિણામ થાય છે? અર્થાત્ તે બેમાંથી કયો પુદ્ગલ અન્યના પરિણામને ગ્રહણ કરે છે ? અને ક્યો પુદ્ગલ પોતાના પરિણામરૂપે અન્ય પુદ્ગલને પરિણમન પમાડે છે ? એ પ્રકારની શંકામાં ઉત્તર આપે છે – સૂત્ર : बन्थे समाधिको पारिणामिकौ ।।५/३६ ।। Page #83 -------------------------------------------------------------------------- ________________ 99 તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૩૬ સૂત્રાર્થ : બંધ હોતે છતે સમાધિક પારિણામિક છે. સમગુણ પારિણામિક છે અને અધિક ગુણ પારિણામિક છે. પ/૩૬ ભાષ્ય : बन्धे सति समगुणस्य समगुणपरिणामको भवति । अधिकगुणो हीनस्येति ।।५/३६।। ભાષ્યાર્થ - વજો.... દીતિ | બંધ હોતે છતે સમગુણનો સમગુણ પરિણામક થાય છે અર્થાત્ સમગુણવાળો સ્નિગ્ધપુદ્ગલ સમગુણવાળા રૂક્ષનો પરિણામક થાય છે અથવા સમગુણવાળો રૂક્ષપુદ્ગલ સમગુણવાળા સ્નિગ્ધતો પરિણામક થાય છે. અધિક ગુણવાળો હીતગુણવાળાનો પરિણામ થાય છે અર્થાત્ અધિક સંખ્યાવાળા સ્નિગ્ધ કે રૂક્ષ અંશવાળા પુદ્ગલો હીનસંખ્યાવાળા સ્નિગ્ધ કે રૂક્ષ અંશવાળા પુદ્ગલનો પરિણામક થાય છે. રતિ” શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. પ/૩૬ાા. ભાવાર્થ એક આકાશપ્રદેશ ઉપર અનેક પુદ્ગલો હોય કે નજીકના આકાશપ્રદેશ ઉપર અનેક પુદ્ગલો હોય છતાં તે પુદ્ગલોમાં સ્નિગ્ધતા કે રૂક્ષતા ગુણ ન હોત તો તેઓનો પરસ્પર બંધ થાત નહીં. વળી એક આકાશપ્રદેશ ઉપર અનંત પરમાણુઓ કે ક્યણુક આદિ સ્કંધો રહેલા છે, છતાંય તે પરમાણુઓમાં કે સ્કંધોમાં સ્નિગ્ધપરિણામ કે રૂક્ષપરિણામ વિદ્યમાન હોવા છતાં પૂર્વના સૂત્રોમાં બતાવ્યું એ પ્રમાણે બંધ પ્રત્યે બાધકતા અંશવાળો સ્નિગ્ધપરિણામ કે રૂક્ષપરિણામ હોય તો બંધ થતો નથી. જે પુદ્ગલોમાં બંધ થાય તે પ્રકારના સ્નિગ્ધતા કે રૂક્ષતાના ભાવો વિદ્યમાન હોય અને એક આકાશપ્રદેશ ઉપર કે નજીકના આકાશપ્રદેશ ઉપર તેઓનો સંયોગ થાય ત્યારે સમાન સંખ્યાના સ્નિગ્ધાંશવાળા પુદ્ગલનો સમાન સંખ્યાવાળા રૂક્ષાંશ પુદ્ગલોથી સાથે સંબંધ થયો હોય ત્યારે તે બંને સ્કંધોમાંથી એક પરિણામક બને છે અને અન્ય પરિણમન પામનાર બને છે. સ્નિગ્ધ ગુણવાળો પુદ્ગલ પરિણામક બને તો રૂક્ષગુણવાળા પુદ્ગલને સ્નિગ્ધરૂપે પરિણામ પમાડે છે અને રૂક્ષ ગુણવાળો પુદ્ગલ પરિણામક બને તો સ્નિગ્ધપુદ્ગલને રૂક્ષરૂપે પરિણામ પમાડે છે. વળી કોઈક પુદ્ગલોમાં બંધને યોગ્ય સ્નિગ્ધતા અને રૂક્ષતા વિદ્યમાન હોય તેમાં જે પુદ્ગલોમાં અધિક સંખ્યાવાળા સ્નિગ્ધાંશો કે રૂક્ષાંશો છે તે પુગલો હીનસંખ્યાવાળા સ્નિગ્ધાંશ કે રૂક્ષાંશવાળા પુદ્ગલોનો પરિણામક બને છે. તેથી અધિક સંખ્યાવાળા સ્નિગ્ધાંશ પુદ્ગલો હીનસંખ્યાવાળા રક્ષાંશ પુદ્ગલોના રૂક્ષભાવનો ત્યાગ કરાવીને પોતાની સમાન સંખ્યાવાળા સ્નિગ્ધાંશ પુદ્ગલરૂપે બનાવે છે. વળી કોઈક અધિક સંખ્યાવાળો સ્નિગ્ધાંશ પુદ્ગલ હીનસંખ્યાવાળા સ્નિગ્ધાંશ પુદ્ગલનો પરિણામક બને ત્યારે તે હીનસંખ્યાવાળો સ્નિગ્ધાંશ પુદ્ગલ અધિક સંખ્યાવાળા સ્નિગ્ધાંશ પુદ્ગલરૂપે બને છે. પ/૩છા Page #84 -------------------------------------------------------------------------- ________________ તવાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૫ | સૂત્ર-૩૭ ભાષ્ય :__ अत्राह - उक्तं भवता (अ० ५, सू० २) - 'द्रव्याणि जीवाश्चे ति, तत् किमुद्देशत एव द्रव्याणां प्रसिद्धिराहोस्विल्लक्षणतोऽपीति ? । अत्रोच्यते - लक्षणतोऽपि प्रसिद्धिः, तदुच्यते - ભાષ્યાર્થ: અહીં અત્યાર સુધી દ્રવ્યનું વર્ણન કર્યું અને બંધ કઈ રીતે થાય છે? તે બતાવ્યું એ કથનમાં, પ્રશ્ન કરે છે – તમારા વડે “જીવો અને અજીવો દ્રવ્યો છે” એ પ્રમાણે અધ્યાય-૫, સૂત્ર-૨માં કહેવાયું અજીવાદિ ચાર અને જીવ એમ પાંચ દ્રવ્ય છે એ અધ્યાય-૫ સૂત્ર-રમાં કહેવાયું, તે કથન શું ઉદ્દેશથી પાંચ દ્રવ્યો છે એ પ્રકારના ઉદ્દેશમાત્રથી દ્રવ્યની પ્રસિદ્ધિ છે ? અથવા લક્ષણથી પણ દ્રવ્યની પ્રસિદ્ધિ છે? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – લક્ષણથી પણ પ્રસિદ્ધિ છે. તેને દ્રવ્યના લક્ષણને, કહેવાય છે – સૂત્રઃ गुणपर्यायवद् द्रव्यम् ।।५/३७।। સૂત્રાર્થ : ગુણ પર્યાયવાળું દ્રવ્ય છે. પ/૩૭માં ભાષ્ય : गुणान् लक्षणतो वक्ष्यामः (सू० ४०), भावान्तरं संज्ञान्तरं च पर्यायः, तदुभयं यत्र विद्यते तद् द्रव्यम् । गुणपर्याया अस्य सन्त्यस्मिन् वा सन्तीति गुणपर्यायवत् ।।५/३७॥ ભાષ્યાર્થ : ગુન્ ગુણવ ા ગુણોને લક્ષણથી આગળમાંસૂત્ર-૪૦માં, અમે કહીશું. ભાવાંતર અને સંજ્ઞાંતર પર્યાય છે. તે ઉભય ગુણ અને પર્યાય ઉભય, જેમાં વિદ્યમાન છે તે દ્રવ્ય છે. “TUJપર્યાયવદ્રવ્યમ્'નો સમાસ સ્પષ્ટ કરે છે - ગુણપર્યાયો આને દ્રવ્યને, છે અથવા આમાં છે=દ્રવ્યમાં છે, એ દ્રવ્ય ગુણપર્યાયવાળું છે. i૫/૩ાા ભાવાર્થ : દેખાતા બાહ્યપદાર્થને જોઈને તેને સતુરૂપે ઉપસ્થિત કરીએ ત્યારે તે પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત છે તે પ્રકારે ઉપસ્થિત થાય છે; કેમ કે સતું એવી વસ્તુનું તેવું સ્વરૂપ છે. તે રીતે ધર્માસ્તિકાયાદિ ચાર અજીવદ્રવ્ય કે જીવદ્રવ્યમાંથી કોઈપણ દ્રવ્યને ઉપસ્થિત કરવામાં આવે ત્યારે તે દ્રવ્યમાં ગુણ અને પર્યાય દેખાય છે=દ્રવ્ય Page #85 -------------------------------------------------------------------------- ________________ ઉ૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / સૂત્ર-૩૭, ૩૮ આધારરૂપે દેખાય છે અને ગુણ-પર્યાય આધેયરૂપે દેખાય છે. જેમ જીવદ્રવ્યને ઉપસ્થિત કરવામાં આવે ત્યારે જીવદ્રવ્યમાં જ્ઞાન, વિર્ય આદિ ગુણો આધેયરૂપે દેખાય છે અને પ્રતિક્ષણ પરાવર્તન પામતા ભાવોરૂપ પર્યાય આધેયરૂપે દેખાય છે. વળી જીવના પર્યાયવાચી શબ્દો સંજ્ઞાંતરરૂપ છે તેથી તે સંજ્ઞાંતર ભાવો પણ તેમાં આધેયરૂપે દેખાય છે. આથી જ શબ્દાદિ નો એક ઘટરૂપ પદાર્થને પણ ઘટત્વ-કુંભત્વ આદિ ભાવોથી પરસ્પર ભિન્ન માને છે તેમ આત્મામાં ચેતનત્વ-જીવત્વ-આત્મત્વ આદિ ભાવોથી એક જ આત્મા અનેક પર્યાયવાળો ગણાય છે અને ગુણ-પર્યાય બંને જેમાં વિદ્યમાન છે તેને દ્રવ્ય કહેવાય છે. તેથી ફલિત થાય કે દ્રવ્ય આધાર છે, ગુણ-પર્યાય આધેય છે; છતાં તે બંને વચ્ચે તાદાભ્યભાવ છે. પરંતુ કુંભમાં જલની જેમ આધાર-આધેયભાવ નથી. ગુણોનું લક્ષણ સ્વયં ગ્રંથકારશ્રી આગળ કહેવાના છે. ગુણ-પર્યાય બને જેમાં વિદ્યમાન છે તે દ્રવ્ય કહેવાય. તેથી ગુણ-પર્યાયની સાથે તાદાસ્યભાવવાળું દ્રવ્ય છે. પરિણા અવતરણિકા : સૂત્ર-૧માં ચાર અજીવકાય બતાવ્યાં, સૂત્ર-રમાં ચાર અજીવકાય અને જીવ દ્રવ્ય છે એમ બતાવ્યું. તેથી નક્કી થાય છે કે ચાર અજીવકાય અને જીવ એમ પાંચ દ્રવ્યો છે, તેનાથી અન્ય કોઈ દ્રવ્ય નથી. જો કાલ પણ દ્રવ્ય હોત તો અજીવતાયને બતાવ્યા પછી અજીવ, જીવ અને કાલ પણ દ્રવ્ય છે એવું બતાવનાર સૂત્ર ગ્રંથકારશ્રી કરત, પણ તેવું સૂત્ર ગ્રંથકારશ્રીએ બતાવ્યું નથી. તેથી ગ્રંથકારશ્રીને કાલવ્ય સંમત નથી તેમ ફલિત થાય છે; આમ છતાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનાં લક્ષણો બતાવતી વખતે કાલનું પણ લક્ષણ સૂત્ર-૨૨માં બતાવ્યું, તેથી વિચારકને પ્રશ્ન થાય કે ગ્રંથકારશ્રીને કાલ દ્રવ્યરૂપે માન્ય નથી, છતાં કાલનું લક્ષણ કેમ બતાવ્યું? વસ્તુતઃ કાલનાં વર્તના આદિ લક્ષણ પણ જીવ-અજીવના પરિણામ સ્વરૂપ છે તેમ તે સૂત્રના ભાષ્યથી સ્પષ્ટ થાય છે. તેથી જેમાં ગ્રંથકારશ્રીને અસ્વરસ છે તેવા કાલતા વિષયમાં અન્ય આચાર્યનો મત બતાવવા અર્થે કહે છે – સૂત્ર: कालश्चेत्येके ।।५/३८।। સૂત્રાર્થ: એક આચાર્યો કાલને દ્રવ્યરૂપે સ્વીકારે છે. II૫/૩૮. ભાષ્ય : एके त्वाचार्या व्याचक्षते-कालोऽपि द्रव्यमिति ।।५/३८ ।। ભાષ્યાર્થ પ .... દ્રવ્યમતિ | એક આચાર્યો કહે છે – Page #86 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ / -૩૮, ૩૯ શું કહે છે? તેથી કહે છે – કાલ પણ દ્રવ્ય છે. ‘ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. પ/૩૮ સૂત્ર : સોડનત્તસમયઃ સાપ/રૂા સૂત્રાર્થઃ તે કાલ, અનંત સમય છે. પ/૩૯ll ભાષ્ય : स चैष कालोऽनन्तसमयः, तत्रैक एव वर्तमानसमयः, अतीतानागतयोस्त्वानन्त्यम् ।।५/३९।। ભાષ્યાર્થ: સ .... આનન્યમ્ ! અને તે આ પૂર્વસૂત્રમાં કહ્યું તે આ, કાલ અનંત સમય આત્મક છે. તેમાં= કાલ અનંત સમય આત્મક કહ્યો તેમાં, એક જ વર્તમાન સમય છે અને અતીત-અનાગતનું આમંત્ય છે=અતીત-અનાગત સમયનું અનંતપણું છે. પ/૩૯ ભાવાર્થ - એક આચાર્ય કાળને દ્રવ્ય તરીકે સ્વીકારે છે. આ કાળદ્રવ્ય અનંત સમયરૂપ છે તેમ ભાષ્યકારશ્રી કહે છે. તે અનંત સમયને સ્પષ્ટ કરતાં કહે છે – અનંત સમયરૂપ કાળમાં વર્તમાન સમય એક જ છે; અતીતના સમયો અનંતા છે અને અનાગતના સમયો અનંતા છે. તેથી એ ફલિત થાય કે વર્તમાનનો એક સમય વર્તમાનમાં જ છે, ત્રણ કાળમાં નથી. અતીતના સમયો ભૂતકાળમાં હતા, પરંતુ વર્તમાનમાં નથી અને ભવિષ્યમાં પણ નથી. અનાગતના સમયો ભૂતકાળમાં નથી અને વર્તમાનમાં પણ નથી, તે ભવિષ્યમાં આવશે. જો કાળને દ્રવ્યરૂપે સ્વીકારવો હોય તો તેને ધ્રુવ સ્વીકારવો પડે, પરંતુ વર્તમાનનો સમય ધ્રુવ નથી. જેમ આત્મદ્રવ્ય શાશ્વત છે તેમ વર્તમાનનો સમય શાશ્વત નથી. માટે કાળને દ્રવ્યરૂપે સ્વીકારનારે વર્તતા સમયને કોઈકના પર્યાયરૂપે જ સ્વીકારવો પડે. જેમ જીવનો વર્તમાન પર્યાય એક સમયનો છે, ભૂતના પર્યાયો અનંતા છે અને ભવિષ્યના પર્યાયો અનંતા છે તેમ જીવ-અજીવના પર્યાય સ્વરૂપ કાળને સ્વીકારીએ તો જ કાળ સંગત થાય. જો કાળને દ્રવ્ય સ્વીકારવો હોય તો તે કાળને એક અણુપરિણામ સ્વીકારીને સંખ્યાથી એક છે અથવા ચૌદ રાજલોક પ્રમાણ છે તેમ સ્વીકારીને દિગંબર મતાનુસાર રત્નના ઢગલા જેવું ચૌદ રાજલોકના આકાશપ્રદેશ પ્રમાણ કાળદ્રવ્ય છે તેમ માનવું પડે. પરંતુ તેનું કોઈ સ્વીકારતું નથી, માટે કાળદ્રવ્ય ઉપચારથી જ સંમત છે તેમ જણાય છે. પ/૩૯TI Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ભાષ્યઃ अत्राह अत्रोच्यते સૂત્રઃ ભાષ્યાર્થ : અહીં=ગુણ પર્યાયવાળું દ્રવ્ય છે તેમ બતાવ્યા પછી કાલવિષયક અન્ય આચાર્યનો મત બતાવ્યો તેમાં, પ્રશ્ન કરે છે – “ગુણપર્યાયવાળું દ્રવ્ય છે” (અધ્યાય-૫, સૂત્ર-૩૭) એ પ્રમાણે તમારા વડે કહેવાયું ત્યાં=ગુણ-પર્યાયમાં કેવા સ્વરૂપવાળા ગુણો છે ? એ પ્રકારના પ્રશ્નમાં, કહે છે - દ્રવ્યાશ્રયા નિર્તુળા મુળ: ||૫/૪૦|| સૂત્રાર્થ = ૩રું મવતા (૩૦ ૧, સૂ૦ રૂ૭) - - દ્રવ્યઆશ્રયવાળા નિર્ગુણ એવા ગુણો છે. ૧૫/૪૦ના ભાષ્ય : द्रव्यमेषामाश्रय इति द्रव्याश्रयाः, नैषां મુળા: સન્નીતિ નિર્મુળા: ૫/૪૦૫ ભાષ્યાર્થ : द्रव्यमेषामाश्रय નિર્તુળ ।। દ્રવ્ય આશ્રય છે આમનો એ દ્રવ્યઆશ્રયવાળા છે. આમને ગુણો નથી એ નિર્ગુણ છે. ૫/૪૦ના ..... - તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૪૦, ૪૧ ‘મુળપર્યાયવત્ દ્રવ્ય‘મિતિ, તંત્ર જે મુળા કૃતિ ? । ભાવાર્થ: ગુણો એ દ્રવ્યમાં વર્તતો પરિણામ છે, તેથી દ્રવ્ય ગુણોનું આશ્રયસ્થાન છે તોપણ તે ગુણો દ્રવ્યથી સર્વથા ભિન્ન નથી પરંતુ તે દ્રવ્યના તે તે પરિણામ સ્વરૂપે તે તે ગુણો રહ્યા છે. વળી જેમ દ્રવ્યમાં ગુણો રહે છે તેમ ગુણોમાં અન્ય ગુણો રહેતા નથી. તેથી ગુણો પોતે નિર્ગુણ છે. ||૫/૪૦ll ભાષ્યઃ अत्राह इति ? | अत्रोच्यते उक्तं भवता (सू० ३६) - - - 'बन्धे समाधिकौ पारिणामिकौ' इति, तत्र कः परिणाम ભાષ્યાર્થ : અહીં=બંધનું વર્ણન શરૂ કર્યું ત્યારથી લઈને અત્યાર સુધીના કથનમાં, પ્રશ્ન કરે છે – તમારા વડે Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૧ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫| સૂત્ર-૪૧, ૪૨ બંધમાં સમ અને અધિક પુદ્ગલો પારિણામિક છે” (સૂત્ર-૩૬) એ પ્રમાણે કહેવાયું ત્યાં પરિણામ શું છે? ત્તિ' શબ્દ પ્રશ્નની સમાપ્તિ અર્થે છે. અહીં=એ પ્રકારના પ્રશ્નમાં, ઉત્તર આપે છે – સૂત્ર : तद्भावः परिणामः ।।५/४१।। સૂત્રાર્થ - તેનો ભાવ દ્રવ્ય કે ગુણનો ભાવ, એ પરિણામ છે. I૫/૪૧II ભાષ્ય : धर्मादीनां द्रव्याणां यथोक्तानां च गुणानां स्वभावः स्वतत्त्वं परिणामः ।।५/४१।। ભાષ્યા : ઘીનાં ....... રિમઃ | ધર્માદિ પાંચ દ્રવ્યનો સ્વભાવ અને યથોક્ત એવા ગુણોનોકસૂત્ર-૪૦માં બતાવ્યા એ ગુણોનો સ્વભાવ, સ્વતત્વ એ પરિણામ છે. i1પ/૪૧II ભાવાર્થ : ધર્માસ્તિકાયદ્રવ્યનો ગતિમાં સહાય કરવાનો જે સ્વભાવ છે તે ધર્માસ્તિકાયનું સ્વતત્ત્વ છે, તે ધર્માસ્તિકાયદ્રવ્યનો પરિણામ છે. આ રીતે અધર્માસ્તિકાયદ્રવ્યનો સ્થિતિમાં સહાય કરવાનો સ્વભાવ છે તે અધર્માસ્તિકાયનો પરિણામ છે. આ જ રીતે આકાશાસ્તિકાયનો પોતાનાથી અન્ય દ્રવ્યને અવગાહના આપવાનો જે સ્વભાવ છે તે આકાશાસ્તિકાયનો પરિણામ છે. તેમ જીવદ્રવ્યનો શેયને જાણવાનો જ્ઞાનસ્વભાવ છે તે જીવનું સ્વતત્ત્વ છે તે જીવનો પરિણામ છે. અને પુદ્ગલાસ્તિકાયનો સ્કંધરૂપે ઉત્પન્ન થવું અને સ્કંધથી છૂટા પડવું એ રૂપ જે સ્વભાવ છે તે પગલાસ્તિકાયનો પરિણામ છે. વળી ગુણોનો સ્વભાવ છે – ગુણોનું સ્વતત્ત્વ છે તે ગુણોનો પરિણામ છે. જેમ આત્માનો જ્ઞાનગુણ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન વગેરે જ્ઞાનરૂપે પરિણમન પામે છે તે રીતે પુગલમાં રૂપ-રસ આદિ ગુણો છે. પુદ્ગલનો રૂપગુણ ક્યારેક શ્વેત પરિણામરૂપે તો ક્યારેક અન્ય અન્ય રૂપ રૂપે પરિણામ પામે છે. તે સર્વ રૂપગુણના પરિણામ છે. એ રીતે જ પુદ્ગલનો સ્પર્શગુણ ક્યારેક સ્નિગ્ધ, તો ક્યારેક રૂક્ષ, તો ક્યારેક અન્યરૂપે પરિણામ પામે છે, તે સર્વ પરિણામ પુદ્ગલના સ્પર્શગુણનો છે. આપણા ભાષ્ય : સદ્ધિવિ: – Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫7 સુત્ર-૪૨, ૪૩ ભાષ્યાર્થ: તે=પરિણામ બે પ્રકારનો છે – સૂત્ર: અનલિતિમાં શાક/૪રા સૂત્રાર્થઃપરિણામ અનાદિમાન અને આદિમાન (એમ બે પ્રકારનો) છે. પ/૪ ભાષ્ય : तत्रानादिररूपिषु धर्माधर्माकाशजीवेष्विति ।।५/४२।। ભાષ્યાર્થ: તત્ર .... નીવેશ્વિતિ ત્યાં=બે પ્રકારના પરિણામમાં, અરૂપી એવા ધર્મ-અધર્મ-આકાશ અને જીવમાં અનાદિ પરિણામ છે. ‘ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. પ/૪રા ભાવાર્થ : અરૂપી એવા ધર્માસ્તિકાયનો સ્થિર એવા જીવન અને પુદ્ગલને ગતિમાં સહાયક કરવાનો પરિણામ - અનાદિનો છે. અરૂપી એવા અધર્માસ્તિકાયનો ગતિમાન એવા જીવન અને પુદ્ગલને સ્થિર કરવાનો પરિણામ અનાદિનો છે. અરૂપી એવા આકાશાસ્તિકાયનો સર્વ પદાર્થોને અવગાહના આપવાનો સ્વભાવ અનાદિનો છે. જીવનો જ્ઞાનમય અને ખમય સ્વભાવ અનાદિનો છે. જીવનો આ સ્વભાવ શુદ્ધ એવા અરૂપી જીવને આશ્રયીને છે. તેથી સંસારીઅવસ્થામાં પણ શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ આત્માનું આવું શુદ્ધ સ્વરૂપ જીવમાં અનાદિકાળથી છે અને શાશ્વત રહેનાર છે. પ/૪શા સૂત્ર: રૂપિષ્યાતિમાન્ પાક/૪રૂાા સૂત્રાર્થ :રૂપીમાં=રૂપી એવા પુદગલોમાં, આદિમાન પરિણામ છે. IN/૪all ભાષ્ય : रूपिषु तु द्रव्येषु आदिमान् परिणामोऽनेकविधः स्पर्शपरिणामादिरिति ।।५/४३।। Page #90 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫સૂત્ર-૪૩, ૪૪ - ૭૨ ભાષ્યાર્થ: રૂપિs.... અરિનલિિિત ll રૂપી દ્રવ્યોમાં આદિમાન પરિણામ છે અને તે સ્પર્શ પરિણામાદિ અનેક પ્રકારનો છે. તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. પ/૪૩. ભાવાર્થ - પુગલદ્રવ્યોમાં સ્પર્શનો પરિણામ ક્યારેક સ્નિગ્ધરૂપે, ક્યારેક રૂક્ષરૂપે તો ક્યારેક અન્ય-અન્યરૂપે થાય છે. સ્નિગ્ધપુદ્ગલ રૂક્ષ બને છે તેથી તે રૂક્ષપુદ્ગલ આદિમાન કહેવાય છે, તેવી રીતે રૂક્ષપુદ્ગલ અન્ય અન્યરૂપે પરિણામ પામે છે ત્યારે તે અન્ય અન્ય રૂપ પરિણામ આદિમાન થાય છે. એ જ રીતે પરમાણુમાં વર્તતા રૂપ આદિ પરિણામ પણ ક્યારેક શ્વેતરૂપે તો ક્યારેક અન્યરૂપે પણ થાય છે તેથી રૂપીદ્રવ્યનો પરિણામ સદા આદિમાન છે. IFપ/૪૩ સૂત્રઃ योगोपयोगी जीवेषु ।।५/४४।। સૂત્રાર્થ: યોગ અને ઉપયોગ જીવોમાં આદિમાન પરિણામ છે. પ/૪૪ ભાષ્ય - जीवेष्वरूपिष्वपि सत्सु योगोपयोगी परिणामावादिमन्तौ भवतः, स च पञ्चदशविधः, स च द्वादशविधः, तत्रोपयोगः पूर्वोक्तः, योगस्तु परस्ताद् वक्ष्यते ।।५/४४।। इति तत्त्वार्थाधिगमेऽर्हत्प्रवचनसङ्ग्रहे पञ्चमोऽध्यायः समाप्तः ।। ભાષ્યાર્થઃ નવેમ્બરૂપિદ્ધgિ.... પરસ્તાદસ્યતે | જીવો અરૂપી હોવા છતાં પણ યોગ અને ઉપયોગ પરિણામો આદિવાળા છે. અને તે યોગ, પંદર ભેટવાળો છે અને તેaઉપયોગ, બાર ભેજવાળો છે. ત્યાં યોગ અને ઉપયોગમાં, ઉપયોગ પૂર્વમાં કહેવાયો. વળી યોગ આગળમાં કહેવાશે. પ/૪૪ આ પ્રમાણે તવાથધિગમસૂત્ર નામના અહમ્ પ્રવચનસંગ્રહમાં પાંચમો અધ્યાય સમાપ્ત થયો છે ભાવાર્થ: અરૂપી એવો આત્મા સિદ્ધઅવસ્થામાં છે, તે સિદ્ધઅવસ્થામાં આત્માનો પરિણામ શાશ્વત છે; પરંતુ સંસારીઅવસ્થામાં કર્મથી યુક્ત આત્મા છે તેથી સર્વથા અરૂપી નથી. પુદ્ગલદ્રવ્યના સંબંધની અપેક્ષાએ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫| સૂત્ર-૪૪ આત્મા રૂપી હોવા છતાં શુદ્ધ જીવદ્રવ્યની અપેક્ષાએ અરૂપી છે. આ અરૂપી આત્મા પુદ્ગલદ્રવ્ય સાથે સંબંધવાળો હોવાથી મન-વચન-કાયાને અવલંબીને યોગની પ્રવૃત્તિ કરે છે તે યોગનો પરિણામ આદિમાન છે; કેમ કે તે તે સમયે તે તે યોગનો પરિણામ થાય છે. અને તે યોગનાં અવાંતર ૧૫ ભેદો છે. વળી આત્માનો મતિજ્ઞાન આદિનો ઉપયોગ પણ ભિન્ન ભિન્ન કાળમાં ભિન્ન ભિન્ન પ્રવર્તે છે તેથી ઉપયોગનો પરિણામ પણ આદિમાન છે. અને તે જ્ઞાન-દર્શનના ઉપયોગોનાં અવાંતર ૧૨ ભેદો છે. પ/૪ પાંચમો અધ્યાય સમાપ્ત Page #92 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ / સૂત્ર-૧ ભાષ્ય : अत्राह ભાષ્યાર્ચઃ - ।। ૧૪મોધ્યાયઃ ।। उक्ता जीवाजीवाः, अथास्स्रवः क ? इत्यास्रवप्रसिद्ध्यर्थमिदं प्रक्रम्यते - - અહીં=પાંચમા અઘ્યાયની સમાપ્તિમાં, પ્રશ્ન કરે છે જીવ અને અજીવ કહેવાયા, હવે આશ્રવ શું છે ? તેથી આશ્રવની પ્રસિદ્ધિ માટે આ=છટ્ઠા અધ્યાયનો, પ્રક્રમ કરાય છે ..... - - ભાવાર્થ: પ્રથમ અધ્યાયમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યપ્ચારિત્ર મોક્ષમાર્ગ છે ત્યારપછી સમ્યગ્દર્શનનું લક્ષણ કરતાં કહ્યું કે ‘તત્ત્વાર્થશ્રદ્ધાન' એ સમ્યગ્દર્શન છે ત્યાં જિજ્ઞાસા થઈ કે તત્ત્વ શું છે ? તેથી કહ્યું કે જીવ-અજીવાદિ સાત તત્ત્વ છે. તે સાત તત્ત્વમાંથી જીવ-અજીવરૂપ બે તત્ત્વનું સ્વરૂપ બીજા અધ્યાયથી પાંચમા અધ્યાય સુધી બતાવ્યું. હવે જિજ્ઞાસા થાય કે તે સાત તત્ત્વમાંથી આશ્રવતત્ત્વ શું છે ? તેથી આશ્રવનો બોધ કરાવવા અર્થે ગ્રંથકારશ્રી છઠ્ઠા અધ્યાયનો પ્રારંભ કરે છે સૂત્રઃ कायवाङ्मनःकर्म योगः ||६ / १ । । - ૭૫ સૂત્રાર્થ: કાય, વાણી અને મનનું કર્મ યોગ છે. II૬/૧|| ભાષ્યઃ कायिकं कर्म वाचिकं कर्म मानसं कर्म इत्येष त्रिविधो योगो भवति । कायात्मप्रदेशपरिणामो गमनादिक्रियाहेतुः काययोगः, भाषायोग्यपुद्गलात्मप्रदेशपरिणामो वाग्योगः, मनोयोग्यपुद्गलात्मप्रदेशपरिणामो मनोयोगः, स एकशो द्विविधः, शुभश्चाशुभश्च । तत्राशुभो हिंसास्तेयाब्रह्मादीनि कायिकः, सावद्यानृतपरुषपिशुनादीनि वाचिकः, अभिध्याव्यापादेर्ष्यासूयादीनि मानसः, अतो विपरीतः શુક્ષ્મ કૃતિ ।।૬/શા ભાષ્યાર્થ : कायिकं રૂતિ ।। કાયિક કર્મ, વાચિક કર્મ, માનસ કર્મ એ પ્રકારનો આ ત્રિવિધ યોગ છે. કાયા અને આત્મપ્રદેશોનો પરિણામ=કાયાથી યુક્ત આત્મપ્રદેશોમાં સ્પંદનાત્મક થતો પરિણામ, જે ગમનાદિ ક્રિયાનો હેતુ તે કાયયોગ છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૬ / સૂત્ર-૧ ભાષાયોગ્ય પુદ્ગલ અને આત્મપ્રદેશનો પરિણામ વાગ્યોગ છે. મનોયોગ્ય પુદ્ગલો અને આત્મપ્રદેશનો પરિણામ મનોયોગ છે. તે=યોગ, એકેક=કાયાદિ ત્રણ યોગમાંથી દરેક, બે પ્રકારનો છે – શુભ અને અશુભ. ત્યાં=શુભઅશુભયોગમાં, હિંસા, સ્તેય, અબ્રહ્માદિ કાયિક અશુભયોગ છે. સાવધ-અવૃત-પરુષ-પિશુનાદિ વાચિક અશુભયોગ છે. અભિધ્યા, વ્યાપાદ, ઈર્ષ્યા, અસૂયાદિ માનસ અશુભયોગ છે. આનાથીeત્રણ પ્રકારના અશુભયોગથી વિપરીત શુભયોગ છે. તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ૬/૧ ભાવાર્થ: કાયાને અવલંબીને આત્મપ્રદેશોમાં થતી ક્રિયા તે કાયા અને આત્મા ઉભયનો પરિણામ હોવાથી કાયયોગ છે. કાયાથી બે પ્રકારનો યોગ થાય છે : શુભ અને અશુભ. તેમાં કોઈક જીવ કાયાને અવલંબીને પૃથ્વીકાયાદિ કે ત્રસાદિ જીવની હિંસા કરે અથવા અયતનાપૂર્વક ગમનક્રિયા કરે ત્યારે કાયાનો અશુભયોગ વર્તે છે. જોકે તે વખતે મને પણ તે પ્રકારની પરિણતિવાળું હોય તો પણ તે પરિણામમાં કાયા પ્રધાન છે, તેથી કાયયોગ અશુભ છે, તેમ કહેવાય છે. કાયાથી કોઈની વસ્તુ ગ્રહણ કરે ત્યારે તેય નામનો કાયિક અશુભયોગ વર્તે છે. આથી જ ગૃહસ્થ પૃથ્વીકાયાદિના શરીરો ગ્રહણ કરે ત્યારે જીવઅદત્તરૂપ સ્ટેય નામનો અશુભયોગ પ્રાપ્ત થાય છે. તેથી વ્રતધારી શ્રાવક પણ ચાર પ્રકારના અદત્તનો ત્યાગ કરી શકતો નથી, પરંતુ સ્થૂલથી પરની માલિકીવાળી વસ્તુના ગ્રહણનો ત્યાગ કરે છે, તો પણ પૃથ્વીકાયાદિના શરીરોનો પોતાના શાતાદિ અર્થે ગ્રહણ કરવાના પરિણામથી યુક્ત તેનો કાયયોગ હોવાથી અશુભયોગ વર્તે છે. વળી, તે વખતે જ યતનાના પરિણામથી યુક્ત હોય તો તે અંશથી શુભયોગ પણ બને છે. આથી જ સુસાધુ નદી યતનાપૂર્વક ઊતરતા હોય ત્યારે કાયાથી હિંસા હોવા છતાં યતનાના અંશથી શુભયોગ વર્તે છે, એમ કહેવાય છે. વળી અબ્રહ્મની પ્રવૃત્તિ કે પરિગ્રહની પ્રવૃત્તિ કાયિક અશુભયોગ છે આથી જ કાયા પ્રત્યે જેમને મમત્વ છે તેઓને કાયા પણ પરિગ્રહ હોવાથી કાયિક અશુભયોગ પ્રવર્તે છે; ફક્ત કાયા પ્રત્યેના મમત્વથી કે ધનાદિના મમત્વથી કાયયોગમાં પ્રવૃત્તિ હોય ત્યારે અશુભયોગ વર્તે છે. આથી જ સંપૂર્ણ કાયિક અશુભયોગનો પરિહાર સર્વ ભાવો પ્રત્યે નિર્મમ મુનિ કરી શકે છે. વળી સાવઘવચન અશુભ વાગ્યોગ છે. આત્માની ગુણવૃદ્ધિને અનુકૂળ વ્યાપાર સિવાયનાં સર્વ વચનો સાવદ્યયોગ હોવાથી વાચિક અશુભયોગ છે. આત્મકલ્યાણ અર્થે ઉચિત સંભાષણ કરતા સમયે પણ મુહપત્તિ આદિ દ્વારા મુખના આચ્છાદન વગર બોલવામાં આવે તો વાચિક અશુભયોગ છે. વળી કોઈ વ્યક્તિ સાવદ્યભાષા ન બોલતો હોય પરંતુ અમૃતભાષા બોલે તોપણ વાચિક અશુભયોગ છે. સાવદ્યપ્રવૃત્તિનું કારણ ન હોય તેવું વિપરીત વચન અમૃતભાષણ હોવાથી અશુભ વાગ્યોગ છે. વળી સાવદ્યભાષા પણ ન હોય અને જૂઠ પણ ન હોય એવું પદાર્થનું યથાર્થ પ્રરૂપણ પણ જો કઠોર વચનથી કરાયું હોય તો તે પણ અશુભવાચિક Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૭ તસ્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧ યોગ છે. વળી કોઈકની ખરાબ પ્રવૃત્તિ જોયેલી હોય, જે તેના હિતાદિના પ્રયોજન વગર કોઈકને કહેવાની વૃત્તિથી કહેવામાં આવે તો તે પશુન્ય સ્વરૂપ અશુભવાચિકયોગ છે. અભિધ્યા અશુભ ચિંતવન=જેમ કોઈના તરફથી પોતાને ઉપદ્રવ થતો હોય અને વિચાર આવે કે આ મરે તો હું સુખેથી જીવી શકું, અથવા કોઈકનું અહિત થાય તેનો વિચાર કર્યા વગર, આ જીવ આ પ્રવૃત્તિ કરે તો સારું એવું ચિંતવન કરે તો અશુભ મનોયોગ છે. જેમ વિવેક વગર અયતનાપૂર્વક પ્રવૃત્તિ કરનાર કોઈક સાધુને અનુલક્ષીને અન્ય સાધુ વિચારે કે આ સાધુ આવું કૃત્ય કરે તો સારું, આ પ્રકારની વિચારણા અશુભ મનોયોગ છે; કેમ કે તે કૃત્યથી જે પણ આરંભ-સમારંભ થશે તે સર્વની અનુમોદના, તે માનસ વિચારથી પ્રાપ્ત થાય છે. આ બીજા પ્રકારનું અશુભ ચિંતવન સૂક્ષ્મ અશુભ મનોયોગ છે અને પ્રથમ પ્રકારનું અશુભ ચિંતવન સ્કૂલ અશુભ મનોયોગ છે. આ રીતે અન્ય સર્વ પણ ચિંતવની ભૂમિકાના ભેદથી અનેક પ્રકારની તરતમતાવાળા અશુભ મનોયોગો છે. વ્યાપાદ=બીજાના આરંભ-સમારંભ કૃત્યોનો વિચાર કર્યા વગર તે અમુક પ્રકારનું બાહ્ય કૃત્ય કરે તેવા આશયથી અન્યને તે પ્રકારે પ્રેરણા કરવા અર્થે કહેવાનો વિચાર, તે વ્યાપાદ નામનો માનસ અશુભયોગ છે; કેમ કે તે વિચારથી પ્રેરાઈને અન્યને કંઈ કહેવામાં આવે અને તે પ્રમાણે અન્ય વ્યક્તિ તે કૃત્ય કરવા માટે તે પુરુષને પ્રેરણા કરે જેનાથી કોઈ શુભ પરિણામ થાય તેમ ન હોય પરંતુ આરંભ-સમારંભની પ્રવૃત્તિ કરીને તે કર્મ જ બાંધે તેમ હોય, તેવા કર્મબંધને અનુકૂળ કૃત્ય કરાવવાનો આ પરિણામ છે. વળી કોઈકનાં બાહ્ય સંપત્તિ, માન-સન્માન, વિદ્વત્તા કે તપાદિ ક્રિયાને જોઈને અસહિષ્ણુ પરિણામ થાય તે ઇર્ષ્યા આત્મક અશુભ માનસયોગ છે. દા. ત. કોઈ તપ કરતું હોય જેનાથી તેની ખ્યાતિ થતી હોય તે જોઈને મનમાં ઇર્ષ્યા થાય તે અશુભ માનસયોગ છે. અસૂયા ઈષ્યનો જ કાંઈક ભેટવાળો પર્યાયવાચી શબ્દ છે. જેમ કોઈ મુનિ સાધ્વાચાર યથાતથા=જેમતેમ, પાળતાં હોય છતાં પોતે સુસાધુ છે તેમ માનતા હોય, તેમના “હું સુસાધુ છું તે પ્રકારનાં વચનો સાંભળી કોઈને અરુચિવિશેષરૂપ અકળામણ થાય તે અસૂયા છે. વળી અહિંસાનો, અસ્તેયનો અને બ્રહ્મચર્યાદિનો યોગ કાયિક શુભયોગ છે. જેમ મેઘકુમારના જીવે સસલાની દયા કરી ત્યારે કાયાને આશ્રયીને અહિંસાનો કાયિક શુભયોગ હતો. ભાવસાધુ પ્રમાદથી પડિલેહણ કરતા હોય ત્યારે કાયાને આશ્રયીને અહિંસાથી વિપરીત હિંસાનો યોગ હોય છે, જ્યારે તે જ મહાત્મા ષકાયના પાલનના પરિણામથી ઉપયુક્ત થઈને પડિલેહણમાં યત્ન કરતા હોય તો અહિંસાનો યોગ છે. વળી કોઈ ગૃહસ્થ ધન કમાવા યત્ન કરતો હોય તે વખતે લોભને વશ થઈને કૂટ-તોલ, કૂટ-માપ આદિ કર્યા વગર નીતિપૂર્વક ધનાર્જનનો યત્ન કરતો હોય તો તે અસ્તેયવ્રતનો પરિણામ હોવાથી શુભકાયયોગ વર્તે છે. વળી કોઈ સાધુ, ભગવાનનાં વચનાનુસાર આહાર પ્રાપ્તિ અર્થે ભિક્ષાગમનકાલે ભિક્ષાના દોષોના પરિહારપૂર્વક યત્ન કરતા હોય આમ છતાં અંતરંગ રીતે અપ્રમાદભાવથી શક્તિ અનુસાર સંયમમાં ઉદ્યમ ન કરતા હોય Page #95 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૧ તો સાધુને શાતા અર્થે ભગવાને ભિક્ષા ગ્રહણ કરવાની અનુજ્ઞા આપી નથી છતાં તે સાધુ ભિક્ષા ગ્રહણ કરે છે તે વખતે સ્લેયરૂપ=તીર્થંકર અદત્તરૂપ, અશુભ કાયયોગ વર્તે છે. વળી જો તે સાધુ પોતાની શક્તિને ગોપવ્યા વગર અપ્રમાદભાવથી સંયમમાં ઉદ્યમ કરતા હોય અને સંયમના ઉદ્યમના અંગભૂત નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત થતી ન હોય અને દોષિત ભિક્ષાથી જ સંયમમાં ઉદ્યમ શક્ય હોય ત્યારે સ્વશક્તિ અનુસાર પંચકહાનિપૂર્વક દોષિત ભિક્ષા ગ્રહણ કરે તો પણ અસ્તેય વ્રતમાં યત્ન હોવાથી, અસ્તેય સંબંધી કાયિક શુભયોગ વર્તે છે. વળી, કોઈ શ્રાવક ભોગાદિ કરતા હોય છતાં બ્રહ્મચર્યના રાગને કારણે સ્વશક્તિ અનુસાર અબ્રહ્મના નિવારણ માટે યત્ન કરે છે ત્યારે જે દેશથી તેમનો બ્રહ્મચર્યના પાલનનો પરિણામ છે તે કાયિક શુભયોગ છે. વળી કોઈ સાધુ અબ્રહ્મનું સેવન કરતા ન હોય છતાં બ્રહ્મચર્યની વાડીમાં ઉચિત યત્ન ન કરતા હોય જેના કારણે તે તે નિમિત્તને પામીને સ્ત્રી આદિના કંઠની મધુરતા આદિ ભાવીકૃત ઇષદ્ પણ વિકાર થતા હોય ત્યારે અબ્રહ્માદિ અશુભ કાયયોગ વર્તે છે. તે જ મહાત્મા જ્યારે પોતાના બ્રહ્મચર્ય વ્રતનું સ્મરણ કરીને તેના રક્ષણ અર્થે નવવાડોના પાલનમાં ઉદ્યમશીલ છે ત્યારે બ્રહ્મચર્યના પાલનરૂપ શુભકાયયોગ વર્તે છે. વળી સાધુ વસ્ત્ર, પાત્ર, વસતિ આદિ પ્રામાણિક અપવાદનાં કારણ વગર દોષિત ગ્રહણ કરે ત્યારે કાયિક અશુભયોગ પ્રવર્તે છે. પરિગ્રહ પરિમાણના વ્રતવાળો શ્રાવક પોતાના પરિગ્રહ વ્રતની મર્યાદા અનુસાર અધિક પરિગ્રહના પરિહાર માટે યતના કરે છે ત્યારે કાયિક શુભયોગ વર્તે છે. કોઈક સાધુ ભગવાનના વચનાનુસાર નિરવદ્ય ભાષણ કરતા હોય, આમ છતાં બોલતી વખતે મુખવસ્ત્રિકાના ઉપયોગ પ્રત્યે પ્રમાદવાળા હોય ત્યારે તે અંશથી તેમનો બોલવાનો ઉપયોગ સાવદ્ય વાચિક અશુભયોગ છે. સાધુ સંવેગપૂર્વક મુખવસ્ત્રિકાના ઉપયોગ સહિત ઉચિત ભાષણ કરે ત્યારે નિરવદ્ય વાચિક યોગ હોવાથી શુભયોગ છે. કોઈ સાધુ પ્રમાદવશ મૃષાભાષણ કરતા હોય તો વાચિક અશુભયોગ છે. સાધુ અપવાદથી જીવરક્ષાદિના પ્રયોજનથી મૃષાભાષણ કરતા હોય તો તે પણ વાચિક શુભયોગ છે. જેમ ધ્યાનમાં ઊભેલા સાધુને શિકારીએ પૂછેલું કે હરણ કઈ દિશામાં ગયું ? ત્યારે સંયોગને અનુસાર તે મુનિએ મૃષાભાષણ કર્યું, તો તે પણ સાધુ શુભઅધ્યવસાયવાળા હોવાથી તેમના માટે વાચિક શુભયોગ છે. કોઈ સાધુ કોઈની પ્રવૃત્તિ જોઈને પોતાના અસહિષ્ણુ સ્વભાવના કારણે પરુષવચનથી તેને કહે તો વાચિક અશુભયોગ છે, તો વળી કોઈ ગુરુ શિષ્યની અલનામાં શિષ્યને તીવ્ર સંવેગ કરાવવા અર્થે પરુષશબ્દથી કહે, જેનાથી યોગ્ય શિષ્યને તીવ્ર સંવેગ થાય ત્યારે તે પરુષવચન પણ શુભયોગ છે. કોઈ સાધુ કે કોઈ ગૃહસ્થ કોઈનું કોઈ પ્રકારનું વર્તન અનુચિત જણાય તો પોતાના અસહિષ્ણુતાના કારણે તેના અનુચિત વર્તનનું કોઈ પાસે પ્રકાશન કરે ત્યારે અશુભ વાચિકયોગ હોય છે. વળી કોઈ અન્ય સાધુ કોઈની અનુચિત પ્રવૃત્તિ જોઈને ગુરુ આદિના વચનથી તેઓ સુધરે તેવી સંભાવના જોઈને અનુચિત પ્રવૃત્તિ કરનારા જીવોના હિતને અર્થે ગુરુ આદિને તેઓની અનુચિત પ્રવૃત્તિનું કથન કરે ત્યારે વાચિક શુભયોગ છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ / સૂત્ર-૧, ૨ ૭૯ વળી કોઈ મહાત્મા વિચારે કે અજ્ઞાનને વશ આ જીવ અનુચિત પ્રવૃત્તિ કરીને પોતાનું અહિત કરે છે તેથી હું શું કરું કે જેથી એની અજ્ઞાનતા દૂર થાય ? આ પ્રકારનું ચિંતવન અભિધ્યારૂપ અશુભ માનસ વ્યાપારથી વિપરીત શુભ ચિંતનાત્મક હોવાથી શુભ માનસયોગ છે. વળી કોઈ મહાત્માને કોઈની અનુચિત પ્રવૃત્તિને જોઈને વિચાર આવે કે આની અનુચિત પ્રવૃત્તિનું નિવારણ તેના ગુરુ આદિથી થાય તે અર્થે હું ઉચિત વિવેકપૂર્વક તેમને કહ્યું તેથી આ મહાત્મા અનુચિત પ્રવૃત્તિ કરીને પોતાનો વિનાશ કરે નહીં. આ પ્રકારનું ચિંતવન વ્યાપાદથી વિપરીત શુભ માનસયોગ છે. વળી કોઈના ગુણોને જોઈને તેના પ્રત્યે પ્રમોદભાવ થાય તે ઇર્ષ્યાથી વિપરીત એવો શુભ મનોવ્યાપાર છે. વળી કોઈ મહાત્મા સંયમ સારું પાળતા ન હોય છતાં પોતે સુસંયમી છે તેમ બતાવતા હોય તેઓના તે વર્તનને જોઈને અસૂયા થાય તે અશુભયોગ છે. જે મહાત્માઓ કર્મની સ્થિતિનું આલોચન કરીને તેવા મહાત્માઓ પ્રત્યે પણ અસૂયાથી વિપરીત ઉપેક્ષાનો ભાવ કરે કે તેઓના હિત ક૨વાને અનુકૂળ હું શું કરું ? તેનો વિચાર કરે તે સર્વ અસૂયાથી વિપરીત શુભ મનોયોગ છે. સંક્ષેપથી એ પ્રાપ્ત થાય કે બાહ્ય નિમિત્તો પ્રમાણે મન-વચન અને કાયાના યોગોને પ્રવર્તાવવામાં આવે ત્યારે પ્રાયઃ અશુભયોગો પ્રાપ્ત થાય છે. અને બાહ્ય નિમિત્તને પ્રાપ્ત કરીને પણ પોતાને શું ક૨વું ઉચિત છે ? કે જેથી સ્વ-૫૨નું હિત થાય, એ પ્રકારના પરિણામપૂર્વક મન-વચન અને કાયાની પ્રવૃત્તિ ક૨વામાં આવે તો પ્રાયઃ શુભયોગની પ્રાપ્તિ થાય છે. ૬/૧II સૂત્રઃ સ આસવઃ ૬/૨।। સૂત્રાર્થ -- તે આશ્રવ છે=સૂત્ર-૧માં કહેલ કાયાના, વચનના અને મનના વ્યાપારરૂપ યોગ આશ્રવ છે. II૬/૨/ ભાષ્ય : स एष त्रिविधोऽपि योग आस्त्रवसंज्ञो भवति, शुभाशुभयोः कर्मणोरास्त्रवणादास्त्रवः, सरसः સતિભાવાદિનિર્વાદિસ્રોતોવત્ ।।૬/૨।। ભાષ્યાર્થ : H..... સનિભાવાદિનિર્વાદિસ્ત્રોતોવત્ ।। તે આ ત્રિવિધ પણ યોગ આશ્રવ સંજ્ઞાવાળો છે. શુભઅશુભ કર્મોનું આસ્રવણ હોવાથી આસ્રવ છે. જેમ સરોવરના પાણીને અંદર લાવનાર કે બહાર કાઢનાર સ્રોત=નળિકા, પાણીનું આસ્રવણ કરે છે. ૬/૨ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩અધ્યાય-૧| સૂત્ર-૨, ૩ ભાવાર્થ : સરોવરમાં પાણીને લાવવા માટે કે બહાર કાઢવા માટે છિદ્ર હોય છે. આ છિદ્રથી સરોવરમાં પાણીને અંદર આનયન થાય છે તે અથવા સરોવરમાંથી છિદ્ર દ્વારા પાણીને બહાર નિર્વહણ થાય છે તે છિદ્ર પાણીના આસવણનું કારણ છે તેમ મન, વચનને કાયાને અવલંબીને થતો જીવનો વ્યાપાર આત્મક યોગ કર્મયુગલોનું આત્મામાં આસ્રવણ કરનાર છે. તેથી સલિલસ્થાનીય કર્મનું આસવણ મન, વચન, કાયાના યોગરૂપ છિદ્રથી થાય છે. માટે મન, વચન, કાયાનો યોગ આશ્રવ છે. આ મન, વચન, કાયાનો યોગ - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ તથા કષાયના સંશ્લેષવાળો હોય ત્યારે તે મિથ્યાત્વાદિ ભાવોના પ્રકર્ષને અનુરૂપ તે તે કર્મોનો આશ્રવ થાય છે. મિથ્યાત્વાદિ ભાવોના અપકર્ષથી તે તે પ્રકારના અપકર્ષવાળું કર્મ થાય છે. વળી યોગની અલ્પતાને કારણે અને યોગની અતિશયતાને કારણે તેને અનુરૂપ અપકર્ષ કે ઉત્કર્ષવાળો કર્મબંધ થાય છે. આથી જ એકેન્દ્રિય જીવોને માત્ર કાયયોગ છે, તેમને વચનયોગ અને મનોયોગ નથી. વળી, કાયયોગ પણ અતિઅલ્પ છે. તેથી અલ્પ કર્મબંધની પ્રાપ્તિ છે તોપણ તે અલ્પ કાયયોગમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયનો સંશ્લેષ જેટલો ગાઢ છે તેને અનુરૂપ અત્યંત કર્મબંધ થાય છે. આથી જ એકેન્દ્રિયાદિક જીવો ગાઢ જ્ઞાનાવરણીય, ગાઢ મોહનીયના પરિણામોને ઉત્પન્ન કરે તેવાં ક્લિષ્ટ કર્મ બાંધે છે. Iક/શા અવતરણિકા : પૂર્વમાં મન, વચન, કાયાના યોગ આશ્રવ છે એમ કહ્યું અને તે યોગ શુભ-અશુભરૂપ છે એમ કહ્યું. તેથી હવે શુભયોગ શેનો આશ્રવ છે? તેને કહે છે – સૂત્ર: સુમ પુષ0 T૬/રૂા સૂત્રાર્થ: શુભયોગ પુણ્યનો આશ્રવ છે. IIS/3 ભાષ્યઃ शुभो योगः पुण्यस्यास्त्रवो भवति ।।६/३।। ભાષ્યાર્થ: ગુમ... મતિ | શુભયોગ પુણ્યનો આશ્રવ થાય છે. ભાવાર્થ - મન, વચન અને કાયાના યોગરૂપ જે આશ્રવ છે તે આશ્રવનો પરિણામ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, Page #98 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૩, ૪ ૮૧ કષાયના સંશ્લેષવાળો હોય ત્યારે પણ કોઈક નિમિત્તે શુભયોગરૂપ વર્તતો હોય તો તે શુભયોગ પુણ્યનો આશ્રવ બને છે. જે જીવોમાં વિપર્યાસનું પ્રાચર્ય છે તે જીવોનું પુણ્ય વિપાકમાં આવે છે ત્યારે તે પુણ્યના ઉદયના ઉન્માદથી વિપર્યાસ ઉત્પન્ન થાય છે. જેમ ઉપમિતિમાં નંદીવર્ધનકુમાર પૂર્વના હાથીના ભવમાં દાવાનળને જોઈને પોતાની સુરક્ષા અર્થે ઉચિત સ્થાનમાં જવા દોડે છે અને વચમાં ખાડામાં પડે છે ત્યારે પોતાની હાથણીઓની ઉપેક્ષા કરીને આ રીતે જતા મારા જેવાને આ પ્રકારની અવસ્થાની પ્રાપ્તિ ઉચિત જ છે એ પ્રકારે શુભયોગ થયો, જેથી પુણ્યના આશ્રવની પ્રાપ્તિ થઈ; તોપણ વિપર્યાસની પ્રચુરતાને કારણે મનુષ્યભવને પામીને મહાપુણ્યશાળી રાજવી થવા છતાં ઉત્તરના ભવમાં નરકની પ્રાપ્તિ થાય તેવાં પાપોનું તે ભવમાં આસેવન કર્યું. વળી મેઘકુમારના હાથીના જીવે સસલાની દયા કરી ત્યારે પણ શુભયોગને કારણે પુણ્યના આશ્રવની પ્રાપ્તિ થઈ, આમ છતાં મિથ્યાત્વ મંદ હોવાના કારણે ઉત્તરના ભવમાં રાજકુળમાં જન્મ્યા પછી વીરપ્રભુની દેશના સાંભળીને સંયમનો પરિણામ થયો. સ્વભૂમિકાનુસાર મધ્યસ્થ પરિણતિરૂપ પુણ્યનો આશ્રવ થવા છતાં દૃઢવિપર્યાસકાળમાં થયેલો પુણ્યનો આશ્રવ જ પાપાનુબંધી બને છે અને મિથ્યાત્વની મંદતાકાલે કાંઈક અંશે પુણ્યાનુબંધી બને છે અને સમ્યક્ત્વની પ્રાપ્તિ પછી અત્યંત પુણ્યાનુબંધી પુણ્ય બને છે. II૬/૩/ સૂત્ર ઃ સૂત્રાર્થ : અશુભઃ પાપ ।।૬/૪ા અશુભ=અશુભયોગ, પાપનો=પાપનો આશ્રવ છે. ।।૬/૪ ભાષ્ય - तत्र सद्वेद्यादि पुण्यं वक्ष्यते शेषं पापमिति ।।६/४।। ભાષ્યાર્થ : પાપમિતિ ।। ત્યાં=પુણ્ય અને પાપરૂપ આશ્રવમાં, સવેદ્યાદિ પુણ્ય કહેવાય છે. શેષ તંત્ર ... પાપ છે. ‘કૃતિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. II૬/૪ ભાવાર્થ: જેઓ શુભયોગમાં નથી અને દઢ વિપર્યાસવાળા છે તેઓ અશુભયોગ દ્વારા પાપ અર્જન કરીને વિપર્યાસની બુદ્ધિને કારણે પાપાનુબંધીપાપ બાંધે છે. જેઓમાં વિપર્યાસ મંદ થઈ ગયેલો છે કે વિપર્યાસ નાશ પામેલો છે તેવા સમ્યગ્દષ્ટિ જીવો કે સુસાધુ પણ જ્યારે જ્યારે પ્રમાદવાળા હોય છે ત્યારે ત્યારે તેમને અશુભયોગ પ્રવર્તે Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૪, ૫ છે, જેના કારણે તેમને પણ પાપ બંધાય છે છતાં વિપર્યાસનો અભાવ હોવાને કારણે પાપ સાનુબંધ થતું નથી. II/૪ અવતરણિકા - પૂર્વનાં સૂત્રો પ્રમાણે મન, વચન અને કાયાની ક્રિયા આશ્રવરૂપ છે. તેમાં મન, વચન, કાયાની શુભ ક્રિયા શુભ એવા પુણ્યના આશ્રવરૂપ છે અને મન, વચન, કાયાની અશુભ ક્રિયા અશુભ એવા પાપના આશ્રવરૂપ છે તેમ ફલિત થયું. તે આશ્રવમાં મિથ્યાત્વાદિ ભાવીકૃત જે ભેદ છે તેનો બોધ કરાવવા અર્થે કહે છે – સૂત્ર : - સવાયાષાઃ સાપરાથિયોપાદ/પા સૂત્રાર્થ : કષાયવાળા અને અકષાયવાળા જીવોને સાંપરાયિકનો અને ઈર્યાપથનો આશ્રવ થાય છે. II૬/પા. ભાષ્ય : स एष त्रिविधोऽपि योगः सकषायाकषाययोः साम्परायिकेर्यापथयोरास्रवो भवति, यथासङ्ख्यं यथासम्भवं च सकषायस्य योगः साम्परायिकस्य, अकषायस्येर्यापथस्यैवैकसमयस्थितेः ।।६/५।। ભાષ્યાર્થ : સ . સનેસ્થિતૈઃ | તે આ પૂર્વમાં વર્ણન કર્યું તે આ, ત્રિવિધ પણ યોગ કષાયવાળા અને અકષાયવાળા જીવોનો સાંપરાયિક અને ઈર્યાપથનો યથાસંખ્ય યથાક્રમ=કષાયના ઉપયોગવાળા જીવોને સાંપરાધિક આશ્રવ અને અકષાયના ઉપયોગવાળા જીવોને ઈર્યાપથ આશ્રવ થાય છે. અને યથાસંભવ=જેને જે પ્રકારે અલ્પ-અધિકનો સંભવ છે તે પ્રકારે યથાસંભવ=કષાયવાળા જીવોને અનંતાનુબંધી આદિ કષાયના ઉદયની અપેક્ષાએ યથાસંભવ સાંપરાધિક આશ્રવ થાય છે અને કષાયવાળા પણ જીવોને અકષાયના ઉપયોગકાળમાં જે પ્રકારે અનંતાનુબંધી આદિ કષાયનો ક્ષયોપશમ આદિ હોય તે પ્રકારે યથાસંભવ ઈર્યાપથનો આશ્રવ થાય છે. સકષાય જીવતો યોગ સાંપરાયિકનો આશ્રવ છે અને અકષાયવાળાનો ઈર્યાપથનો જ આશ્રવ છે; કેમ કે એક સમયની સ્થિતિ છે. I૬૫iા. ભાવાર્થ : પૂર્વમાં કહ્યું કે મન, વચન અને કાયાની ક્રિયા આશ્રવરૂપ છે. તેમાં મન, વચન અને કાયાના શુભ યોગો પુણ્યકર્મના આશ્રવ છે અને મન, વચન, કાયાના અશુભ યોગો પાપકર્મના આશ્રવ છે. તેથી હવે શુભ Page #100 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૫, ૬ અશુભ ભાવોમાં નિયામક એવા કષાયને અને સંપૂર્ણ શુદ્ધભાવના નિયામક અકષાયને સામે રાખીને કેવા પ્રકારનો કર્મબંધ થાય છે ? તે બતાવે છે – સકષાય=કષાયવાળા જીવોને સાંપરામિકકમ યથાસંભવ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે કષાયવાળા જીવો મન-વચન-કાયાથી જે પ્રવૃત્તિ કરે તેમાં જે પ્રકારની કષાયની ઉત્કટતા અને અનુત્કટતા છે તેને અનુરૂપ કર્મબંધ થાય છે. સકષાયી જીવોમાં પણ કેટલાક સંજ્વલનના ઉદયવાળા છે અને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીયના અને પ્રત્યાખ્યાનીયના ક્ષયોપક્ષમભાવવાળા છે. આ જીવો જ્યારે કષાયને વશ કોઈ શુભયોગ કે અશુભયોગમાં પ્રવર્તે છે ત્યારે તે કષાયને અનુસાર તેઓને સાંપરાયિક કર્મબંધ થાય છે ચાર ગતિના પરિભ્રમણરૂપ સંસારનો હેતુ એવો કર્મબંધ થાય છે અને તે મહાત્માઓ જ્યારે સંજવલનના ઉદયને જિનવચનથી નિયંત્રિત કરીને સંયમની વૃદ્ધિને અનુકૂળ પ્રવર્તાવે છે ત્યારે તેઓમાં કષાય વિદ્યમાન હોવા છતાં તે વખતે તેઓમાં કષાયનું અપ્રવર્તન છે; કેમ કે કષાયના નાશને અનુકૂળ પ્રવર્તન હોવાથી નષ્યમાં નષ્ટ એ વચનાનુસાર તેઓ અકષાયવાળા છે તેથી તેઓને ઈર્યાપથિક કર્મબંધ થાય છે. આશય એ છે કે જે સાધુ જે કાળમાં જે કાયિક, વાચિક કે માનસિક પ્રવૃત્તિ કરતા હોય તે ક્રિયાને છોડીને અન્ય ક્રિયામાં ઉપયોગવાળા ન હોય અને તે ક્રિયામાં જિનવચનથી નિયંત્રિત સૂક્ષ્મ બોધપૂર્વક ઉપયોગ પ્રવર્તતો હોય તો તે ક્રિયાકાળમાં તે મહાત્માનો ઉપયોગ જિનતુલ્ય થવા માટે વ્યાપારવાળો છે, તેથી ત્યાં ઈર્યાપથિક કર્મબંધ થાય છે. જ્યારે સાધુ પ્રમાદને વશ અન્યમનસ્ક હોય ત્યારે સાંપરાયિક કર્મબંધ થાય છે. તે રીતે પ્રત્યાખ્યાન કષાયના ઉદયવાળા જીવોને અને અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયવાળા જીવોને તેમના ઉપયોગાનુસાર બંધ થાય છે. આથી અવિરતસમ્યગ્દષ્ટિ જીવો પણ જ્યારે જિનવચનથી ભાવિત થઈને સ્વશક્તિ અનુસાર અપ્રમાદભાવથી ઉત્તરના ગુણસ્થાનકમાં જવા માટે યત્ન કરે છે ત્યારે તેનો સાંપરાયિક આશ્રવ પણ ઈર્યાપથિક આશ્રવને અભિમુખ જ હોય છે. કોઈ મિથ્યાદૃષ્ટિ જીવ અનંતાનુબંધીના ઉદયવાળા હોય આમ છતાં માર્ગાનુસારી પ્રૌઢ પ્રજ્ઞાથી તત્ત્વાતત્ત્વના વિભાગ માટે યત્ન કરે છે ત્યારે સમ્યત્ત્વની પ્રાપ્તિ નહીં હોવા છતાં સમ્યક્તને અભિમુખ જ તેઓને સાંપરાયિક આશ્રવની પ્રાપ્તિ થાય છે. તેથી કષાયવાળા જીવોને તેમની ભૂમિકાનુસાર તરતમતાવાળો સાંપરાયિક આશ્રવ થાય છે. અગિયારમા ગુણસ્થાનકથી માંડીને ઉપરના અકષાયવાળા જીવોને ઈર્યાપથિક આશ્રવ એક સમયની સ્થિતિવાળો હોય છે. અગિયારમાં ગુણસ્થાનક પૂર્વે સર્વ જીવો કષાયવાળા જ છે તોપણ અત્યંત અપ્રમાદથી અકષાયવાળા થવા માટે યત્ન કરતા હોય ત્યારે ઈર્યાપથિક કર્મબંધનું કારણ તેઓનો સકષાય અવસ્થાનો ઉપયોગ છે. તેથી ઉપચારથી તેઓને ઈર્યાપથિક આશ્રવ છે તેમ કહેવાય છે. પિતા અવતરણિકા : પૂર્વમાં કષાયવાળાને સાંપરાધિક આશ્રવ થાય છે તેમ કહ્યું. હવે તે સાંપરાધિક આશ્રવોના ભેદો બતાવે છે – Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૪ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૬ સૂત્ર : ____ अव्रतकषायेन्द्रियक्रियाः पञ्चचतुःपञ्चपञ्चविंशतिसङ्ख्याः पूर्वस्य भेदाः સૂત્રાર્થ : અવત, કષાય, ઈન્દ્રિય અને ક્રિયા પાંચ, ચાર, પાંચ અને પચ્ચીસ સંખ્યાવાળા પૂર્વના સાંપરાયિક આશ્રવના, ભેદો છે. II૬/૬ાાં ભાષ્ય : पूर्वस्येति सूत्रक्रमप्रामाण्यात् साम्परायिकस्याह । साम्परायिकस्यास्रवभेदाः पञ्च चत्वारः पञ्च पञ्चविंशतिरिति भवन्ति । ‘पञ्च हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहाः । प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा' (अ०७, सू० ९-१०) इत्येवमादयो वक्ष्यन्ते, चत्वारः क्रोधमानमायालोभा अनन्तानुबन्ध्यादयो वक्ष्यन्ते, पञ्च प्रमत्तस्येन्द्रियाणि, पञ्चविंशतिः क्रियाः, तत्रेमे क्रियाप्रत्यया यथासङ्ख्यं प्रत्येतव्याः, तद्यथा - सम्यक्त्वमिथ्यात्वप्रयोगसमादानेर्यापथाः कायाधिकरणप्रदोषपरितापनप्राणातिपाताः दर्शनस्पर्शनप्रत्ययसमन्तानुपातानाभोगाः स्वहस्तनिसर्गविदारणानयनानवकाङ्क्षा आरम्भपरिग्रहमायामिथ्यादर्शनाप्रत्याख्यानक्रिया इति ।।६/६।। ભાષ્યાર્થ પૂર્વતિ - તિ પૂર્વના એ પ્રકારે સૂત્રક્રમ પ્રામાણ્યથી સૂત્ર-પમાં બતાવાયેલા ક્રમ અનુસાર પ્રથમ એવા સાંપરાયિકના=સાંપાયિક આશ્રવના, ભેદો છે એ પ્રમાણે કહે છે. સાંપરાધિક આશ્રવના ભેદો પાંચ, ચાર, પાંચ અને પચ્ચીશ એ પ્રમાણે થાય છે. સાંપરાયિકતા પાંચ ભેદો “હિંસા, અમૃત= મૃષા, સ્તેય ચોરી, અબ્રા અને પરિગ્રહ પાંચ ભેદો અવ્રતના છે.” “પ્રમત્તયોગથી પ્રાણવ્યપરોપણ હિંસા છે” (અધ્યાય-૫, સૂત્ર-૯-૧૦) એ વગેરે આગળમાં કહેવાશેઃપાંચ અવ્રતોનું સ્વરૂપ આગળમાં કહેવાશે. ચાર ક્રોધ, માન, માયા, લોભ અનંતાનુબંધી આદિરૂપ આગળમાં કહેવાશે. પ્રમત્તની પાંચ ઇન્દ્રિયો સાંપરાધિક આશ્રવ છે.. પચ્ચીસ ક્રિયા સાંપરાધિક આશ્રવ છે. ત્યાં સાંપરાધિક આશ્રવના ભેદોમાં, આ આગળમાં બતાવે છે એ, ક્રિયાપ્રત્યયઃક્રિયાથી થનારા, સાંપરાયિક આશ્રવ યથાક્રમ જાણવા. તે આ પ્રમાણે – સમ્યક્ત, મિથ્યાત્વ, પ્રયોગ, સમાદાન અને ઈર્યાપથ. આ પાંચ પ્રકારની ક્રિયા છે. વળી અન્ય પ્રકારે પાંચ ક્રિયા બતાવે છે - કાયા, અધિકરણ, પ્રદોષ, પરિતાપન અને પ્રાણાતિપાત, આ પાંચ પ્રકારની ક્રિયા છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૬ વળી, અન્ય પ્રકારે પાંચ ક્રિયા બતાવે છે – દર્શન, સ્પર્શન, પ્રત્યય, સમંતઅનુપાત અને અનાભોગ, એ પાંચ પ્રકારની ક્રિયા છે. વળી, અન્ય પ્રકારે પાંચ ક્રિયા બતાવે છે – સ્વહસ્ત, નિસર્ગ, વિદારણ, આસયત અને અવકાંક્ષ, એ પાંચ પ્રકારની ક્રિયા છે. વળી, અન્ય પ્રકારે પાંચ ક્રિયા બતાવે છે – આરંભ, પરિગ્રહ, માયા, મિથ્યાદર્શન અને અપ્રત્યાખ્યાનક્રિયા એ પાંચ પ્રકારની ક્રિયા છે. તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. issuu ભાવાર્થ : સૂત્ર-પમાં કહ્યું કે સાંપરાયિક કર્મના આશ્રવો કષાયવાળા જીવને થાય છે. તેથી હવે તે સાંપરાયિક આશ્રવના ભેદો બતાવે છે. તેમાં પાંચ અવ્રતોના ભેદો છે, ચાર કષાયોના ભેદો છે, પાંચ ઇન્દ્રિયોના ભેદો છે અને પચ્ચીસ ક્રિયાના ભેદો છે. તેમાંથી પાંચ અવ્રતના ભેદો ભાષ્યકારશ્રી બતાવે છે – હિંસા, મૃષાવાદ, સ્તેય, અબ્રહ્મ અને પરિગ્રહ એ અવ્રતના પાંચ ભેદો છે. એથી એ પ્રાપ્ત થાય કે કષાયવાળા જીવે કર્મબંધના નિવારણ અર્થે પાંચ વ્રતોનું પારમાર્થિક સ્વરૂપ જાણવું જોઈએ અને પાંચ વ્રતોના સ્વરૂપને જાણ્યા પછી તેના પરમાર્થને સ્પર્શે તે રીતે પાંચ વ્રતોનું પાલન કરવું જોઈએ જેથી પાંચ અવ્રતરૂપ સાંપરાયિક આશ્રવનો નિરોધ થાય. જેઓ તે પાંચ વ્રતોનું પાલન કરતા નથી તેઓને પાંચ અવતરૂપ સાંપરાયિક આશ્રવ પ્રાપ્ત થાય છે. સંસારી જીવો પ્રમત્તયોગથી પ્રાણનું વ્યપરોપણ કરે છે તે હિંસા છે. જે જીવો આત્માના પ્રમાદભાવનો ત્યાગ કરીને જગતના સર્વ ભાવો પ્રત્યે સમભાવના પરિણામપૂર્વક ષકાયના પાલન માટે યત્ન કરતા નથી તેઓને હિંસા નામનું અવ્રત છે. જેઓ કોઈ પ્રયોજનથી બોલે છે ત્યારે જિનવચનના નિયંત્રણ નીચે એકાંતે સ્વપરના હિતનું કારણ હોય તેવું સત્ય વચન બોલે તેમને બીજા વ્રતનો પરિણામ છે. અને જે તે પ્રમાણે બોલતા નથી પરંતુ જે પ્રમાણે પોતાના સંયોગો હોય તે વખતે પોતાને જે ભાવ થાય તે પ્રમાણે યથાતથા વચન પ્રયોગ કરે છે તે સર્વ મૃષાભાષારૂપ છે. તેથી મૃષાવાદકૃત અવ્રતરૂપ આશ્રવની પ્રાપ્તિ થાય છે. જે શ્રાવકો પોતાની શક્તિ અનુસાર વ્યવહારથી પણ મૃષાભાષાનો પરિહાર કરીને ઉચિત વ્યવહારથી સંસારની પ્રવૃત્તિઓ કરે છે તેઓને સ્થૂલ મૃષાવાદનો પરિહાર હોવાથી મૃષાવાદરૂપ અવ્રતનો અંશથી ત્યાગ છે તેથી એટલા અંશમાં અમૃતરૂપ આશ્રવની અપ્રાપ્તિ છે. વળી જે સાધુ જિનવચનાનુસાર સર્વ પ્રવૃત્તિઓમાં ઉદ્યમવાળા છે તેઓ આહાર, વસ્ત્ર, પાત્ર, વસતિ આદિ સંયમ અર્થે ગ્રહણ કરે છે, તેઓ ચારેય પ્રકારના અદત્તાદાનના પરિહારવાળા છે. જેઓ આ પ્રકારે અદત્તાદાનનો પરિહાર કરતા નથી તેઓને તેયરૂપ અવતને કારણે સાંપરાયિક આશ્રવની પ્રાપ્તિ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ / સૂત્ર-૬ છે. વળી, શ્રાવક સ્થૂલથી પણ ચોરીનો પરિહાર કરે છે તેઓને તેટલા અંશથી સ્તેયરૂપ અવ્રતના આશ્રવનો નિરોધ છે. જે સાધુ બ્રહ્મગુપ્તિની નવ વાડોનું પાલન કરે છે તેઓ બ્રહ્મવ્રતવાળા છે. જેઓ તે પ્રકારે બ્રહ્મવ્રતનું પાલન કરતા નથી તેઓને અબ્રહ્મ નામના ચોથા અવ્રતરૂપ સાંપરાયિક આશ્રવની પ્રાપ્તિ છે. જે શ્રાવકો બ્રહ્મચર્યના અર્થી છે અને સ્વશક્તિ અનુસાર દેશથી બ્રહ્મવ્રતનું પાલન કરે છે તેઓને તેટલા અંશથી અબ્રહ્મરૂપ અવ્રતનો સાંપરાયિક આશ્રવનો નિરોધ થાય છે. જે સાધુ સર્વ બાહ્ય અને અત્યંતર પરિગ્રહનો ત્યાગ કરીને માત્ર ધર્મના ઉ૫ક૨ણરૂપે દેહને તથા વસ્ત્રપાત્ર આદિને ધારણ કરે છે પરંતુ ધર્મના ઉ૫ક૨ણરૂપ દેહમાં કે વસ્ત્ર આદિમાં મમત્વને ધારણ કરતા નથી, પરંતુ વસ્ત્રાદિના બળથી સમભાવના પરિણામની વૃદ્ધિ કરીને નિગ્રંથભાવની જ વૃદ્ધિ કરે છે, તેઓ અપરિગ્રહવ્રતવાળા છે. જેઓએ તે પ્રકારે બાહ્ય અને અત્યંતર પરિગ્રહનો ત્યાગ કર્યો નથી તેઓને પરિગ્રહરૂપ અવ્રતસ્કૃત સાંપરાયિક આશ્રવની પ્રાપ્તિ છે. વળી, જે શ્રાવક સર્વથા અપરિગ્રહવ્રતના અત્યંત અર્થી છે અને તેની પ્રાપ્તિ અર્થે સ્વભૂમિકાનુસાર પરિગ્રહનું દેશથી પરિમાણ કરે છે અને સદા અપરિગ્રહભાવનાથી આત્માને ભાવિત કરે છે, તેઓને પણ દેશથી પરિગ્રહ નામના અવ્રતના આશ્રવનો નિરોધ થાય છે. આ પાંચ મહાવ્રતોને સૂક્ષ્મબુદ્ધિથી જોવામાં આવે તો આત્માના સર્વ પ્રકારની ઇચ્છાના શમનને અનુકૂળ વ્યાપારરૂપ અનિચ્છાભાવરૂપ અહિંસા નામના પ્રથમ મહાવ્રતમાં બાકીનાં ચારેય મહાવ્રતો અંતર્ભાવ પામે છે, તોપણ અહિંસા મહાવ્રતની વાડરૂપે બાકીનાં ચાર મહાવ્રત છે તે પ્રકારનો બોધ કરાવવા અર્થે અહિંસાથી પૃથરૂપે બતાવાયેલાં છે. તેથી પ્રાજ્ઞ પુરુષો એક અહિંસા મહાવ્રતથી તેના અંગભૂત બાકીનાં મહાવ્રતોને તેમાં જ અંતર્ભાવ પામેલાં જોઈ શકે છે. તેથી તે સર્વ ઉદ્યમથી પોતાના ભાવપ્રાણના રક્ષણ અર્થે આત્માના સમભાવના પરિણામમાં દૃઢ રાગ ધારણ કરીને સર્વ મહાવ્રતોનું પાલન કરે છે. તે વખતે જેમ અહિંસા મહાવ્રતમાં બાકીના ચાર મહાવ્રતો અંતર્ભાવ પામે છે તેમ કષાયાદિ બાકીનાં સાંપ૨ાયિક આશ્રવો પણ તે મહાવ્રતના પાલનથી જ તિરોધાન પામે છે; તોપણ વિશેષ બોધ ક૨વા અર્થે પ્રથમ મહાવ્રતથી ચાર મહાવ્રતો પૃથક્ બતાવ્યાં, અને તેના બોધની પ્રાપ્તિ અર્થે તે મહાવ્રતોથી વિપરીત અવ્રતના પાંચ પ્રકાર બતાવ્યા. તે રીતે પાંચ પ્રકારનાં અવ્રતોથી કષાયોને પણ પૃથક્ બતાવાયેલા છે. વળી, ક્રોધ, માન, માયા, લોભ એ રૂપ ચાર કષાયોમાં અનંતાનુબંધી આદિ ચાર પ્રકારના ભેદથી કષાયોના કુલ સોળ ભેદોની પ્રાપ્તિ છે, તોપણ ભાષ્યકારશ્રીએ ક્રોધાદિ ચાર ભેદોની જ વિવક્ષા કરી છે. તેથી જે જીવ સંસારના બાહ્ય પદાર્થોમાં ઉપયોગવાળા હોય છે ત્યારે ક્રોધ, માન, માયા, લોભમાંથી કોઈ એકના ઉપયોગવાળા હોય છે અને તે ઉપયોગ અનુસાર તેઓને સાંપ૨ાયિક આશ્રવની પ્રાપ્તિ થાય છે. જ્યારે કોઈક રીતે મધ્યસ્થભાવથી તત્ત્વને સન્મુખ ઉપયોગવાળો જીવ થાય છે ત્યારે તેના ક્રોધ આદિ ચાર કષાયો પણ ક્ષયોપશમભાવને અભિમુખ બને છે તે કષાયોથી સાંપરાયિક આશ્રવના ઉન્મૂલનને અનુકૂળ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૭ તત્ત્વાર્યાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૬ વ્યાપાર થાય છે. જેમ મેઘકુમારનો હાથીનો જીવ અવ્રતના પરિણામવાળો હતો; છતાં સસલાની દયા કરી ત્યારે મિથ્યાત્વ મંદ હોવાના કારણે પ્રમત્તયોગથી પ્રાણવ્યપરોપણની ક્રિયા ન હતી, પરંતુ અપ્રમાદભાવથી અહિંસાને અનુકૂળ વ્યાપાર હતો. તેથી ક્રમસર અનંતાનુબંધી આદિ કષાયો તેના મંદ-મંદતર થતા હતા તે રીતે કોઈપણ જીવને દયાને અનુકૂળ પ્રશસ્તરાગના પરિણામનો ઉપયોગ વર્તતો હોય છે ત્યારે અથવા અસદ્ગહ વગરના જીવો કે મંદ અસદ્ગહવાળા જીવો તત્ત્વાતત્ત્વનો વિચાર કરતા હોય છે ત્યારે, તેઓનો ઉપયોગ તત્ત્વ પ્રત્યેના રાગવાળો અને અતત્ત્વ પ્રત્યેના દ્વેષવાળો વર્તતો હોય તો કષાયકૃત આશ્રવના નાશને અભિમુખ તેમનો યત્ન વર્તે છે. વળી પ્રમત્ત પુરુષની પાંચ ઇન્દ્રિયો સાંપરાયિક આશ્રવ છે. જોકે ઇન્દ્રિયના વિષયસેવનકાળમાં કોઈક અને કોઈક કષાયની પ્રવૃત્તિ છે તોપણ કષાયો કરતાં ઇન્દ્રિયના વિકારનો પૃથક બોધ કરાવવા માટે તેને પૃથક આશ્રવરૂપે ગ્રહણ કરેલ છે. વળી સાધુ, શ્રાવક કે અવિરત સમ્યગ્દષ્ટિ પણ જિનવચનાનુસાર અપ્રમાદપૂર્વક તત્ત્વાતત્ત્વની વિચારણા કરીને ઉચિત પ્રવૃત્તિ કરતા હોય ત્યારે ઇન્દ્રિયના વિષયમાં પ્રવૃત્તિ નહીં હોવાથી ઇન્દ્રિયરૂપ સાંપરાયિક આશ્રવ પ્રાપ્ત થાય નહીં. જ્યારે સાધુ, શ્રાવક કે અવિરત સમ્યગ્દષ્ટિ પ્રમાદસહિત ધર્માનુષ્ઠાન આદિ કોઈપણ ક્રિયા કરતા હોય તે કાળે તેઓ કોઈ ને કોઈ ઇન્દ્રિયના વિષય સાથે સંબંધિત થઈને પરિણામ કરતા હોય છે, તેથી તે કાળે તેમને ઇન્દ્રિયરૂપ આશ્રવની પ્રાપ્તિ થાય છે. મિથ્યાદૃષ્ટિ જીવો પણ તત્ત્વને અભિમુખ વિચાર કરતા હોય છે ત્યારે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય મંદ થાય છે. મિથ્યાષ્ટિ જીવોમાં આવો માર્ગાનુસારી યત્ન થતો હોય ત્યારે તેઓ સ્વભૂમિકાનુસાર અપ્રમાદથી હિત માટે યત્નવાળા પણ હોય છે. તેથી તે કાળમાં તેમનો ઇન્દ્રિયના વિષયગ્રહણમાં વ્યાપાર થતો નથી, જેથી ઇન્દ્રિયકૃત સાંપરાયિક આશ્રવ તેમને પ્રાપ્ત થતો નથી. સાંપરાયિક કર્મબંધનું કારણ પચ્ચીસ ક્રિયા છે અને તે ક્રિયા આ પ્રમાણે છે – (૧) સમ્યક્તક્રિયા : કોઈ જીવ મિથ્યાત્વ અવસ્થામાં હોય છતાં મિથ્યાત્વ મંદભાવમાં વર્તતું હોય ત્યારે માર્ગાનુસારી ઊહના કારણે તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ યત્ન વર્તતો હોય છે તે સમયે શાસ્ત્રશ્રવણ કે અધ્યયનની જે ક્રિયા છે તે સમ્યક્તની ક્રિયા છે. સમ્યક્ત પ્રાપ્ત થયા પછી પણ વિશેષ વિશેષ પ્રકારનાં તત્ત્વોની પ્રાપ્તિને અનુકૂળ શ્રવણક્રિયા કે અધ્યયનક્રિયા ચાલતી હોય તે સમ્યક્તક્રિયા છે. (૨) મિથ્યાત્વક્રિયા : કોઈ જીવ સમ્યક્ત પામેલ ન હોય અને વિપર્યાસની ક્રિયા અતિશય-અતિશય થાય તે પ્રકારે પદાર્થની વિચારણા કરતા હોય તે મિથ્યાત્વક્રિયા છે. વળી સમ્યક્ત પામેલો પણ જીવ તત્ત્વાતત્ત્વના વિભાગથી વિપરીત વિચારણા કરતો હોય તેની મનોવ્યાપારની ક્રિયા મિથ્યાત્વક્રિયા બને છે. આથી બ્રાહ્મી-સુંદરીના જીવે પૂર્વભવમાં ચારિત્રઅવસ્થામાં પણ ભરત-બાહુબલીની ગુરુ ભગવંતે ઉપબૃહણા કરી અને પોતાની Page #105 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૬ પ્રશંસા ન કરી તે સંબંધી ઈર્ષાનો પરિણામ કર્યો અને વિચાર્યું કે હજી ગુરુ ભગવંત રાજસ્વભાવનો ત્યાગ કરતા નથી. આ વિચારણાના કાલે બ્રાહ્મી-સુંદરીના જીવ એવા પીઠ-મહાપીઠે આકર્ષ દ્વારા મિથ્યાત્વ પ્રાપ્ત કર્યું, જે મિથ્યાત્વક્રિયા છે. (૩) પ્રયોગક્રિયા : મનોયોગથી, વચનયોગથી અને કાયયોગથી થતી ક્રિયા કોઈ કૃત્યને અનુકૂળ હોય તે પ્રયોગક્રિયા છે. તેથી મન-વચન-કાયાના યોગો આરંભ-સમારંભને અનુકૂળ વર્તતા હોય તે પ્રયોગક્રિયા છે. (૪) સમાદાનક્રિયા : આઠ કર્મબંધને અનુકૂળ ક્રિયા તે સમાદાનક્રિયા. સમાદાનક્રિયા બે પ્રકારે છેઃ દેશઉપઘાતસમાદાનક્રિયા, સર્વઉપઘાતસમાદાનક્રિયા. જેમાં કોઈક જીવ કોઈકની ઇન્દ્રિયના દેશનો ઉપઘાત કરે તે દેશઉપઘાતસમાદાનક્રિયા છે. અને કોઈક જીવ સર્વ પ્રકારથી કોઈની ઇન્દ્રિયનો નાશ કરે તે સર્વઉપઘાતસમાદાનક્રિયા છે. (૫) ઈર્યાપથક્રિયા: જે સાધુ અપ્રમત્તભાવથી સર્વ ક્રિયા કરતા હોય, જિનવચનથી ઉપયુક્ત થઈને બોલતા હોય, આહારગ્રહણ, પડિલેહણ આદિ ક્રિયા જિનવચનથી ઉપયુક્ત થઈને કરતા હોય અને લેશ પણ પ્રમાદનો સ્પર્શ ન હોય તેઓને ઈર્યાપથિક સાંપરાયિક આશ્રવ છે. પ્રસ્તુત ઈર્યાપથિકક્રિયાથી થતો કર્મબંધ માત્ર એક સામયિક ઈર્યાપથિક કર્મબંધ નથી પરંતુ ઈર્યાપથિકક્રિયાનું કારણ બને તેવો સાંપરાયિક આશ્રવ પણ છે, તેનું ગ્રહણ છે; કેમ કે પ્રસ્તુત સૂત્રથી સાંપરાયિક આશ્રવના ભેદોનું વર્ણન શરૂ કર્યું છે. ઈર્યાપથિક આશ્રવ વીતરાગને જ હોઈ શકે તેમ વિચારીએ તો વીતરાગ થવાને અભિમુખ દૃઢ યત્નવાળા મુનિને ઈર્યાપથિકક્રિયા હોય તોપણ તે ક્રિયાથી એક સામયિક કર્મબંધ નથી; પરંતુ ઉત્કૃષ્ટથી આઠ વર્ષ અને જઘન્યથી એક મુહૂર્ત સ્થિતિનો કર્મબંધ થાય છે. વળી અન્ય પ્રકારે પાંચ-પાંચ ક્રિયામાં સર્વ ક્રિયાઓનો સંગ્રહ થાય છે. તેથી ભાષ્યકારશ્રીએ પાંચ-પાંચ ક્રિયાઓનો સમાસ કર્યો છે તેમ જણાય છે. (૬) કાયિકીક્રિયા - કાયાથી નિવૃત્ત થઈ હોય તે કાયિકક્રિયા છે. આવશ્યકનિયુક્તિ હરિભદ્રસૂરિ ટીકા અનુસાર કાયિકીક્રિયાના (૧) અવિરતકાયિકીક્રિયા, (૨) દુષ્પણિહિતકાયિક ક્રિયા અને (૩) ઉપરતકાયિકીક્રિયા એમ ત્રણ પ્રકારે છે. અવિરતકાયિકક્રિયા મિથ્યાષ્ટિને અને સમ્યગ્દષ્ટિને હોય છે. જે મુનિઓ કે અન્ય જીવો જિનવચનથી ઉપયુક્ત થઈને પ્રવૃત્તિ કરતા ન હોય તેવા પ્રમત્ત સાધુઓને કે અન્ય જીવોને દુષ્પણિહિતકાયિકક્રિયા હોય છે. ઉપરતકાયિકક્રિયા જિનવચન અનુસાર ક્રિયા કરનાર સાવઘક્રિયાથી ઉપરત અપ્રમત્ત મુનિઓને હોય છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૬ (૭) અધિકરણકિયા : અધિકરણ અનુષ્ઠાન છે અને અધિકરણ બાહ્યવસ્તુ છે. જે સાધુઓ કે ગૃહસ્થો દેહાદિની ક્રિયા કરે છે, તે ક્રિયા પ્રમાદને વશ હોવાના કારણે સંયમવૃદ્ધિનું કારણ ન હોવાથી તેના દ્વારા જો મોહનું જ પોષણ થતું હોય તો તે કાય-મન-વચન થતી ક્રિયા પૂલથી ધર્માનુષ્ઠાન હોય કે કોઈ સંસારની પ્રવૃત્તિ હોય તે સર્વ ક્રિયા અધિકરણક્રિયા છે; કેમ કે તેનો દેહ, કર્મબંધને અનુકૂળ સાધનરૂપ છે, વચન કર્મબંધને અનુકૂળ સાધનરૂપ છે અને મનોવ્યાપાર પણ કર્મબંધને અનુકૂળ સાધનસ્વરૂપ છે. તેથી તે સાંપરાયિક આશ્રવનું કારણ બને છે. વળી કોઈ સાધુ કે ગૃહસ્થ સ્વભૂમિકા અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરતા હોય અને તેનો ઉપયોગ તત્ત્વાતત્ત્વને અભિમુખ વર્તતો હોય ત્યારે તેમના દેહાદિ ધર્મને અનુકૂળ વર્તતા હોવાથી ધર્મના ઉપકરણરૂપ બને છે, કર્મબંધને અનુકૂળ બનતા નથી. આથી તે ક્રિયા અધિકરણક્રિયા બનતી નથી. વળી બાહ્યવસ્તુ પણ અધિકરણ છે. અધિકરણક્રિયાના અધિકરણપ્રવર્તનીક્રિયા અને અધિકરણનિવર્તનીક્રિયા એમ બે પ્રકાર છે. કોઈ અધિકરણનો ઉપયોગ કરવો તે અધિકરણપ્રવર્તની ક્રિયા છે અને કોઈ અધિકરણનું નિષ્પાદન કરવું તે અધિકરણનિવર્તિની ક્રિયા છે. (૮) પ્રાàષિકીક્રિયા: પ્રાàષિક ક્રિયાના જીવપ્રાષિક ક્રિયા અને અજીવપ્રાષિકીક્રિયા એમ બે પ્રકાર છે. કોઈ જીવના કોઈ પ્રકારના વર્તનને જોઈ પોતાને તે વર્તન ન ગમે, દા. ત. તેના મુખના ભાવો ન ગમે, જેથી ઈષદ્ પણ દ્વેષ થાય તે જીવપ્રાàષિકીક્રિયા છે. વળી કોઈ અજીવ વસ્તુ ઇન્દ્રિયને ગમે તેવી ન હોય તેથી તેને જોઈને પ્રસ્વેષ થાય તે અજીવપ્રાàષિકીક્રિયા છે. આથી જ આહાર આદિ વાપરતી વખતે ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા આહારમાં ઉપયોગ જાય ત્યારે જો ઈષતું પણ પ્રદેષ થાય તે અજીવપ્રાદેષિકીક્રિયા છે. (૯) પરિતાપનક્રિયા : જીવોને પીડા કરે તેવી ક્રિયા તે પરિતાપનક્રિયા છે. પરિતાપનક્રિયાના બે પ્રકાર છેઃ (૧) સ્વદેહપરિતાપનક્રિયા અને (૨) પરદેહપરિતાપનક્રિયા. પોતાના દેહને પરિતાપન કરે ત્યારે સ્વદેહપરિતાપનક્રિયા થાય છે. અન્યના દેહને પરિતાપન કરે ત્યારે પરદેહપરિતાપનક્રિયા થાય છે. દા. ત. કોઈ સાધુ કાજો આદિ કાઢતા હોય ત્યારે ત્યાં રહેલા જીવોને ઉચિત સ્થાને ન મૂકે ત્યારે પરસ્પર સંઘટ્ટન આદિ કૃત પરદેહપરિતાપનક્રિયા થાય છે. (૧૦) પ્રાણાતિપાતક્રિયા : આ ક્રિયા બે પ્રકારે છે. (૧) સ્વપ્રાણાતિપાતક્રિયા (૨) પરપ્રાણાતિપાતક્રિયા. જીવ કષાયને વશ થઈ પોતાના પ્રાણોનો ત્યાગ કરે તે સ્વપ્રાણાતિપાતક્રિયા છે અને કષાયને વશ થઈને બીજાના પ્રાણોનો નાશ કરે તે પરપ્રાણાતિપાતક્રિયા છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ GO તન્વાર્યાવિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧ (૧૧) દર્શનક્રિયા - જીવ કે અજીવને જોવાની, ઉત્સુકતાથી જોવાની ક્રિયા તે દર્શનક્રિયા. સાધુ કે શ્રાવક ધર્માનુષ્ઠાન અત્યંત ઉપયુક્ત થઈને કરતા ન હોય તો તથા પ્રકારની જોવાની ઉત્સુકતાને કારણે કોઈ જતું આવતું હોય તેને જોવા માટે સહજ ઉપયોગ પ્રવર્તે તે દર્શનક્રિયા છે. તે દર્શનક્રિયાથી રાગ-દ્વેષ કે ઉપેક્ષાનો પરિણામ થાય છે, તે સાંપરાયિક આશ્રવ છે. (૧૨) સ્પર્શનક્રિયા: સ્પર્શનક્રિયા બે પ્રકારની છે : (૧) જીવસ્પર્શનક્રિયા અને (૨) અવસ્પર્શનક્રિયા. જીવ સ્ત્રી-પુરુષનપુંસકને સ્પર્શ કરે તે જીવસ્પર્શનક્રિયા છે. કોઈ પુરુષ રાગને વશ સ્ત્રીને સ્પર્શ કરે, કોઈ સ્ત્રી પુરુષને સ્પર્શ કરે કે કોઈ નપુંસક સ્ત્રી કે પુરુષને સ્પર્શ કરે તે વખતે તે પ્રકારના કામના વિકારોનું કારણ બને તેવી જ ક્રિયા તે જીવસ્પર્શનક્રિયા છે. વળી સુખના નિમિત્તે મૂદુ પરિણામવાળા અજીવ પદાર્થોને રાગને વશ સ્પર્શ કરે તે અજીવ સ્પર્શનક્રિયા છે. આ સ્પર્શનક્રિયાથી જીવમાં રાગાદિભાવોનો અતિશય થવાથી સાંપરાયિક આશ્રવની પ્રાપ્તિ છે. (૧૩) પ્રત્યચક્રિયા: પ્રત્યયક્રિયા બે પ્રકારની છેજીવપ્રત્યયક્રિયા અને અજીવપ્રત્યયક્રિયા. જીવને આશ્રયીને જીવમાં વર્તતી રાગાદિની પરિણતિ તે જીવપ્રત્યયિકક્રિયા છે. અજીવને આશ્રયીને જીવમાં વર્તતી રાગાદિની પરિણતિ તે અજીવપ્રત્યયિકક્રિયા છે. આ બંને પ્રકારની પ્રત્યયિકક્રિયા કરનારા જીવોને સાંપરાયિક કર્મબંધ થાય છે. (૧૪) સમતઅનુપાતક્રિયા - સમંતઅનુપાતક્રિયા બે પ્રકારની છે : (૧) જીવસમંતઉપનિપાતિકી અને અજીવસમંતઉપનિપાતિકી. દા. ત. કોઈના પુષ્ટબળદ આદિને લોકો જોવા આવે અને પ્રશંસા કરે જે જોઈને બળદના માલિકને હર્ષ થાય તે જીવસમંતઉપનિપાતનિકી ક્રિયા છે. પોતાના સુંદર રથ આદિ જોવાથી લોકો પ્રશંસા કરે જે સાંભળીને તેના માલિકને હર્ષ થાય તે અજીવસમતઅનુપાતક્રિયા છે=લોકોના સમુદાયના આગમનથી થયેલી હર્ષની ક્રિયા છે. (૧૫) અનાભોગક્રિયા: સાધુ કે શ્રાવક જોયા અને પ્રમાર્યા વગર કોઈ વસ્તુને ગ્રહણ કરે કે કોઈ વસ્તુ મૂકે તે અનાભોગક્રિયા કહેવાય. તે ક્રિયાથી કોઈક જીવોની વિરાધના થવાની સંભાવના હોવા છતાં તે પ્રકારના જીવરક્ષાને અનુકૂળ યતના પરિણામનો અભાવ હોવાથી તે ક્રિયાથી સાંપરાયિક આશ્રવની પ્રાપ્તિ થાય છે. (૧૬) સ્વાહસ્તિકીકિયા - સ્વાહસ્તિકીક્રિયા બે પ્રકારની છે : (૧) જીવસ્વાહસ્તિકીક્રિયા અને (૨) અજીવસ્વાહસ્તિકીક્રિયા. જીવ Page #108 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૬] સ્વહસ્તથી જીવને મારે તે જીવસ્વાહસ્તિકીક્રિયા છે. વળી જીવ તલવાર આદિ સ્વરૂપ અજીવથી કોઈને મારે તે અજીવસ્વાહસ્તિક ક્રિયા છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જીવ પોતાના સ્વાર્થ માટે આરંભ-સમારંભ કરે છે ત્યારે પોતાના હાથે પૃથ્વીકાયાદિનો કે ત્રસાદિનો આરંભ કરે છે તેમાં જે જીવોનો વિનાશ થાય છે તે જીવસ્વાહસ્તિકીક્રિયા છે અને કોઈ સાધન દ્વારા જીવોનુ ઉપમર્દન કરે તે અજવસ્વાહસ્તિકીક્રિયા છે. (૧૭) નિસર્ગક્રિયા - નિસર્ગક્રિયા બે પ્રકારની છે : જીવના વિષયમાં અને અજીવના વિષયમાં. કોઈ વ્યક્તિ પોતાના પુત્રનો કે શિષ્યનો ત્યાગ કરે તે જીવ વિષયક નિસર્ગક્રિયા છે અને કોઈ સાધુ સૂત્રની મર્યાદાશૂન્ય વસ્ત્રનો કે પાત્રનો ત્યાગ કરે તે અજીવ વિષયક નિસર્ગક્રિયા છે. આ રીતે નિસર્ગ કરવાથી સાંપરાયિક આશ્રવની પ્રાપ્તિ થાય છે; કેમ કે જિનવચનાનુસાર વિધિના અવલંબન વિના કરાયેલી પ્રવૃત્તિ કષાયવૃદ્ધિનું કારણ બને છે. (૧૮) વિદારણકિયા - વિદારણિકીક્રિયા બે પ્રકારની છે : જીવવિદારણિકીક્રિયા અને અજીવવિદારણિક ક્રિયા. જીવોને નાશ કરે તે જીવવિદારણિકીક્રિયા છે અને અજીવ એવા ઘટાદિ વગેરેનો નાશ કરે તે અજીવવિદારણિકીક્રિયા છે. આ પ્રકારની પ્રવૃત્તિના કાળમાં જે પ્રકારનો ક્લિષ્ટભાવ થાય તેને અનુરૂપ સાંપરાયિક આશ્રવ થાય. (૧૯) આનયનક્રિયા - જીવને કે અજીવને બીજા દ્વારા લાવવાની ક્રિયા તે આનયનક્રિયા છે. આનયનક્રિયા બે પ્રકારની છે : (૧) જીવન નિકીક્રિયા અને (૨) અજીવનયનિકીક્રિયા. કોઈ જીવંત વ્યક્તિને બોલાવવા માટે કોઈકને કહેવું તે જીવઆનયનિકીક્રિયા છે અને કોઈ અજીવ વસ્તુ લઈ આવવા કોઈને કહેવું તે અજીવઆનયનિકીક્રિયા છે. આનયનિકી ક્રિયાના કાળમાં જે પ્રકારના આરંભ-સમારંભનો સંભવ હોય તે આરંભ સમારંભ પ્રત્યે જેટલા અંશમાં ઉપેક્ષાના પરિણામ હોય તેને અનુરૂપ સાંપરાયિક આશ્રવની પ્રાપ્તિ થાય છે. (૨૦) અનવકાંક્ષક્રિયા : અનવકાંક્ષક્રિયા આલોક સંબંધી અને પરલોક સંબંધી બે પ્રકારની છે. આલોકમાં લોકવિરુદ્ધ એવા ચોરી આદિ કરવાથી આલોકમાં જ અનર્થોની પ્રાપ્તિ છે, તેની વિચારણા કર્યા વગર તે પ્રકારની પ્રવૃત્તિ કરનારને આલોકઅનવકાંક્ષિકીક્રિયાની પ્રાપ્તિ થાય છે. પોતાની ક્રિયાના પરલોકના ફળની વિચારણા કર્યા વગર જે ક્રિયા કરતા હોય તે પરલોકઅનવકાંક્ષિકીક્રિયા કહેવાય. આ ક્રિયામાં અધ્યવસાય જેટલા તીવ્ર કે મંદ હોય તે અનુસાર આલોક કે પરલોકના અનર્થ પ્રત્યેની ઉપેક્ષા છે તથા તેને અનુરૂપ સાંપરાયિક આશ્રવની પ્રાપ્તિ થાય છે. (૨૧) આરંભજિયા : આરંભક્રિયા બે પ્રકારની છે : જીવ વિષયક આરંભ અને અજીવ વિષયક આરંભ. જે ક્રિયા કરવાથી, Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૨ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૬ જીવોનો આરંભ થાય, જીવોને પીડાની પ્રાપ્તિ થાય તેવી ક્રિયા તે જીવ વિષયક આરંભક્રિયા છે. વળી જે પાટલા અથવા અજીવ સાધનો એક સ્થાનથી અન્ય સ્થાને મૂકવા લઈ જવા તે અજીવ વિષયક આરંભક્રિયા છે. આ ક્રિયા કરતી વખતે જેટલો આરંભ-સમારંભનો સંભવ છે અને તેની ઉપેક્ષા કરીને આરંભ-સમારંભ કરવાનો પરિણામ છે તેને અનુરૂપ સાંપરાયિક આશ્રવ છે. (૨૨) પરિગ્રહક્રિયા - પારિગ્રહિકીક્રિયા બે પ્રકારની છે : જીવપરિગ્રહક્રિયા અને અજીવપરિગ્રહક્રિયા. જે જીવો દાસ, દાસી, કુટુંબ પરિવારની વૃદ્ધિવાળા છે તેઓ તે પ્રકારના ઘણા પરિગ્રહવાળા છે, તેઓની તે ક્રિયા જીવ વિષયક પારિગ્રહિક ક્રિયા છે. તે રીતે જે જીવો ધન ધાન્યાદિ અજીવના પરિગ્રહવાળા છે, તેને અનુરૂપ મમત્વબુદ્ધિ કરીને તેના સંચય કે વૃદ્ધિ માટે યત્ન કરી રહ્યા છે તેઓની ક્રિયા અજીવ વિષયક પારિગ્રહિકીક્રિયા છે. તેઓને તેમના પરિણામને અનુરૂપ પરિગ્રહક્રિયા નામના સાંપરાયિક આશ્રવની પ્રાપ્તિ છે. (૨૩) માયાક્રિયા: માયાપ્રત્યયિકક્રિયા બે પ્રકારની છે : આત્મભાવવંચના અને પરભાવવંચના. જેઓ પોતાના ભાવને ગોપવે છે તેથી પોતે માયાવી હોવા છતાં પોતે સરળ સ્વભાવના છે તેમ બતાવવા યત્ન કરે છે અથવા પોતે સંયમમાં શિથિલ હોવા છતાં ચારિત્રના ફટાટોપને બતાવે છે અર્થાત્ પોતે સમિતિપૂર્વક ચાલે છે, ગુપ્તિમાં છે, તે પ્રકારે લોકો આગળ દેખાય તેમ પ્રયત્ન કરે છે તેઓને આત્મભાવવંચના નામની માયાપ્રત્યયિકક્રિયાની પ્રાપ્તિ છે. વળી પરભાવવંચના કૂટપ્લેખ કરવા આદિથી થાય છે. આ પ્રકારે બે પ્રકારની માયામાંથી કોઈ માયાથી પ્રેરાઈને જીવ પ્રવૃત્તિ કરે છે ત્યારે માયાની ક્રિયારૂપ સાંપરાયિક આશ્રવની પ્રાપ્તિ છે. તેના પરિણામની તીવ્રતા અતીવ્રતા, નિવર્તનીયતા અનિવર્તિનીયતાના ભેદથી માયાપ્રત્યયિકીક્રિયાકૃત સાંપરાયિક આશ્રવની તરતમતાની પ્રાપ્તિ છે. (૨૪) મિથ્યાદર્શનક્રિયા - મિથ્યાદર્શનક્રિયા બે પ્રકારની છે : આભિગ્રહિકમિથ્યાદર્શનક્રિયા અને અનાભિગ્રહિકમિથ્યાદર્શનક્રિયા. જેઓએ એકાંતદર્શનનો સ્વીકાર કર્યો છે તેઓ પદાર્થને એકાંતે જોવાની દૃષ્ટિને પ્રવર્તાવીને મિથ્યાદર્શનની ક્રિયા કરે છે. જેમ પરદર્શનવાળા સ્વ-સ્વ દર્શનના તે તે નયને એકાંતે જોનારા હોવાથી મિથ્યાદર્શનની ક્રિયા કરે છે, તેમ પૂલથી જૈનદર્શનને સ્વીકાર્યા પછી પદાર્થના વાસ્તવિક દર્શનમાં જેમની બુદ્ધિ વ્યામોહવાળી છે, તેઓ પણ પદાર્થને તે-તે સ્થાનમાં એકાંતે જોનારા છે. દા. ત. સ્યાદ્વાદને માનનાર દિગંબરમત વસ્ત્રાદિ પરિગ્રહ ધારણ કરનારને એકાંતે પરિગ્રહધારી જ સ્વીકારે છે. તે રીતે સ્યાદ્વાદની મર્યાદાના બોધ વગરના જીવો અજ્ઞાનવશ કે મૂઢતાને વશ મિથ્યાદર્શનમાં પ્રવૃત્ત હોય ત્યારે આભિગ્રહિકીમિથ્યાદર્શનિકીક્રિયા કરે છે. વળી એકેન્દ્રિય આદિ જીવો કે અન્ય મનુષ્ય આદિ માત્ર બાહ્ય પદાર્થને જોનારા જીવો તથા કોઈ દર્શન પ્રત્યેના વલણ વગરના જીવો અનાભિગ્રહિકીમિથ્યાદર્શનિકીક્રિયા કરે છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૬, ૭ પૂર્વમાં સમ્યક્ત અને મિથ્યાત્વ એમ બે ક્રિયા બતાવ્યા પછી અહીં મિથ્યાદર્શનિકી ક્રિયા કહી. તેથી એ પ્રાપ્ત થાય કે મિથ્યાત્વને અભિમુખ પરિણામ તે મિથ્યાત્વક્રિયા છે અને પદાર્થને મિથ્થારૂપે જોવાને અનુરૂપ દર્શનની ક્રિયા તે મિથ્યાદર્શનિક ક્રિયા છે. (૨૫) અપ્રત્યાખ્યાની ક્રિયા : અપ્રત્યાખ્યાનિક ક્રિયા બે પ્રકારની છે : જીવઅપ્રત્યાખ્યાનિક ક્રિયા અને અજીવઅપ્રત્યાખ્યાનિક ક્રિયા. પ્રત્યાખ્યાન એટલે “જ્ઞાત્વા ક્રર...' આ વસ્તુ આત્મા માટે અહિતકારી છે તેવો બોધ કરીને તે પ્રકારની રુચિપૂર્વક તે પ્રકારની વિરતિને કરવામાં આવે તે પ્રત્યાખ્યાનક્રિયા કહેવાય. જેઓ લેશ પણ ભાવથી પ્રત્યાખ્યાનના પરિણામવાળા નથી તેઓ જીવવિષયક કે અજીવ વિષયક અપ્રત્યાખ્યાનિકી ક્રિયાવાળા છે. તેથી સર્વ પ્રકારની અવિરતિને અનુકૂળ પરિણામો સદા તેઓમાં વર્તે છે. તેવા જીવોને અપ્રત્યાખ્યાનિકીક્રિયારૂપ સાંપરાયિક આશ્રવની પ્રાપ્તિ છે. IIકા અવતરણિકા: પૂર્વમાં સાંપરાધિક આશ્રવના પૂલથી ઓગણચાલીસ ભેદો બતાવ્યા. તે ભેદોમાં પણ સર્વ જીવોને સમાન કર્મબંધ થતો નથી, પરંતુ તેઓના પરિણામને અનુરૂપ કર્મબંધમાં ભેદ પડે છે. આ ભેદ કઈ રીતે પ્રાપ્ત થાય છે? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – સૂત્ર : तीव्रमन्दज्ञाताज्ञातभाववीर्याधिकरणविशेषेभ्यस्तद्विशेषः ।।६/७।। સૂત્રાર્થ : તીવ્રભાવ, મંદભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ, વીર્યવિશેષ અને અધિકરણવિશેષ - આ સર્વના ભેદથી તેનો વિશેષ છેઃકર્મબંધનો વિશેષ છે. II/ળા ભાષ્ય :'एषामेकोनचत्वारिंशत्साम्परायिका(स्रवा)णां तीव्रभावात् मन्दभावात् ज्ञातभावादज्ञातभावाद् वीर्यविशेषादधिकरणविशेषाच्च विशेषो भवति - लघुर्लघुतरो लघुतमस्तीव्रस्तीव्रतरस्तीव्रतम इति । तद्विशेषाच्च बन्धविशेषो भवति ।।६/७।। ભાષ્યાર્થ વિમેવો .... ભવતિ આ ઓગણચાલીસ સાંપરાધિક આશ્રયોના=પૂર્વસૂત્રમાં વર્ણન કર્યું એ ઓગણચાલીસ સાંપરાયિક આવ્યવોના, તીવ્રભાવથી, મંદભાવથી, જ્ઞાતભાવથી, અજ્ઞાતભાવથી, વીર્યવિશેષથી અને અધિકરણના ભેદથી વિશેષ છે=સાંપાયિક આશ્રવોનો ભેદ છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૭ કેવા પ્રકારનો ભેદ છે ? તે સ્પષ્ટ કરે છે – લઘુ, લઘુતર, લઘુતમ, તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ એ પ્રકારનો ભેદ છે, અને તેના વિશેષથી=ઓગણચાલીસ ભેદવાળા સાંપરાયિક આશ્રવોના લઘુ, લઘુતરાદિના વિશેષથી, બંધવિશેષ થાય છે=કર્મબંધમાં ભેદ થાય છે. ૬/૭// ૯૪ ભાવાર્થ: કોઈ જીવ પૂર્વમાં બતાવ્યા તેમાંથી કોઈપણ સાંપ૨ાયિક આશ્રવ સેવે છે ત્યારે તે સેવનકાળમાં તેનો તીવ્રભાવ કેટલો છે ? તેના ભેદથી તે સાંપરાયિક આશ્રવોમાં પણ ભેદ થાય છે. જેમ કોઈ જીવ હિંસારૂપ આશ્રવ સેવે છે ત્યારે તત્સદેશ સમાન હિંસા કરનાર અન્ય જીવને તેના કરતાં હિંસાને અનુકૂળ સાંપરાયિક આશ્રવવિશેષ તીવ્રભાવવાળો હોય તો અધિક કર્મબંધનું કારણ બને છે. વળી કેટલાક જીવોને હિંસાદિ સાંપરાયિક આશ્રવના કાળમાં પણ હિંસા પાપરૂપ છે તેવી બુદ્ધિ હોવાથી હિંસાના કૃત્યમાં મંદભાવ વર્તે છે. તે મંદભાવ પણ દરેકને સમાન વર્તતા નથી તેથી મંદભાવની તરતમતાથી સાંપરાયિક આશ્રવમાં તરતમતાની પ્રાપ્તિ છે અને સાંપરાયિક આશ્રવના મંદભાવને આશ્રયીને થયેલી તરતમતાના ભેદથી કર્મબંધમાં ભેદ થાય છે. જેમ હિંસા પાપરૂપ છે તેવું જાણવા છતાં સર્વવિરતિ ગ્રહણ કરવા અસમર્થ શ્રાવક ગૃહકાર્ય અર્થે આરંભ સમારંભ કરે છે ત્યારે હિંસાનો તીવ્રભાવ નથી, હિંસામાં મંદભાવ છે આમ છતાં તે શ્રાવક જ્યારે દશવિધ યતિધર્મથી અત્યંત ભાવિત થયેલો હોય ત્યારે જેવો હિંસાનો મંદ પરિણામ હોય તેવો પરિણામ અભાવિત અવસ્થામાં પ્રાયઃ થતો નથી. તેથી મંદતાની તરતમતાના ભેદથી હિંસારૂપ આશ્રવના ભેદની પ્રાપ્તિ થાય છે અને તે પ્રમાણે કર્મબંધમાં પણ ભેદની પ્રાપ્તિ થાય છે. વળી આ જીવ છે તેવું જ્ઞાન હોવા છતાં બીજા જીવના પ્રાણની ઉપેક્ષા કરીને પણ પોતાના સ્વાર્થ ખાતર બીજા જીવોની હિંસા કરવાનો પરિણામ થાય છે ત્યારે કર્મબંધ અધિક થાય છે અને આ જીવ છે તેવું જ્ઞાન નહીં હોવાને કારણે હિંસાકાળમાં તેવો ક્રૂરભાવ થતો નથી તેથી અલ્પ કર્મબંધ થાય છે. આથી જ સ્થાવર જીવની હિંસા કરતાં ત્રસ જીવની હિંસામાં અધિક પરિણામની મલિનતા થાય છે; કેમ કે સ્થાવર જીવો ચેષ્ટા વગરના હોવાથી તેઓનો તરફડાટ દેખાતો નથી, તેઓની પીડા દેખાતી નથી; જ્યારે ત્રસને મારવામાં આવે ત્યારે તેઓ વિહ્વળ થઈને તરફડાટ કરે છે તે જોવા છતાં મારવાનો પ્રયત્ન થાય છે ત્યારે મારનારને અધિક ક્લિષ્ટ ભાવ થાય છે. વળી, આરંભ-સમારંભની પ્રવૃત્તિના વિષયમાં વીર્યના અધિક પ્રવર્તન કે અલ્પ પ્રવર્તનના ભેદથી પણ કર્મબંધનો ભેદ પ્રાપ્ત થાય છે. જેમ હાથી આદિ બલવાન પ્રાણીને મારવા અર્થે વિશેષ પ્રકારનો પ્રયત્ન થાય છે ત્યારે વીર્યનું પ્રવર્તન અત્યંત અધિક થાય છે અને તે વખતે તે વીર્યના અતિશયને અનુરૂપ કષાયો પણ અધિક પ્રવર્તે છે. આથી જ યુદ્ધભૂમિમાં લડતા યોદ્ધાનું શત્રુના નાશને અનુકૂળ અતિશય વીર્ય પ્રવર્તતું હોવાથી અતિશય ક્લિષ્ટ ભાવો થાય છે. વળી અધિકરણના ભેદથી પણ કર્મબંધનો ભેદ થાય છે, જે સ્વયં ગ્રંથકારશ્રી આગળ બતાવે છે. II૬/૭ના Page #112 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૮ ૫ ભાષ્ય : अत्राह-तीव्रमन्दादयो भावा लोकप्रतीताः, वीर्यं च जीवस्य क्षायोपशमिकः क्षायिको वा भाव ત્યુ, (૪૦ ૨, સૂo ૪-૫) કથાધિરyi વિમિતિ ? / મત્રોચ્યતે – ભાષ્યાર્ચ - અહીં-સૂત્ર-૭માં તીવ્રભાવ આદિવા ભેદથી સાંપરાયિક આશ્રવનો ભેદ છે તેમ કહ્યું એમાં, પ્રશ્ન કરે છે – તીવ્ર, મંદ આદિ ભાવો લોકપ્રતીત છે અને વીર્ય જીવનો ક્ષાયોપથમિકભાવ કે ક્ષાયિકભાવ છે એ પ્રમાણે પૂર્વમાં કહેવાયું. હવે અધિકરણ શું છે ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – ભાવાર્થ - સૂત્ર-૭માં તીવ્ર આદિ ભાવોથી સાંપરાયિક આશ્રવનો ભેદ છે અને તેનાથી કર્મબંધનો ભેદ છે તેમ કહ્યું, એ કથનમાં પ્રશ્ન કરે છે. શું પ્રશ્ન કરે છે ? તે બતાવે છે – તીવ્રભાવ, મદભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ તે લોકમાં પ્રતીત છે, તેથી ભાષ્યકારશ્રી તેની સ્પષ્ટતા કરતા નથી. વીર્ય જીવનો ક્ષાયોપથમિકભાવ છે અથવા ક્ષાયિકભાવ છે, એ પ્રમાણે પૂર્વમાં કહ્યું, તેથી વીર્યના ભેદથી સાંપરાયિક આશ્રવનો ભેદ શું છે ? તે પણ ભાષ્યકારશ્રી સ્પષ્ટતા કરતા નથી. પરંતુ કર્મબંધના ભેદનું નિયામક અધિકરણ શું છે ? તે પ્રકારની જિજ્ઞાસામાં પ્રશ્ન કરે છે અને તેનો ઉત્તર સૂત્ર-૮માં આપે છે – સૂત્ર : થર નીવાનીવા: ૬/૮ સૂત્રાર્થ - અધિકરણ જીવો અને અજીવોરૂપ છે. ૧૬/૮ ભાષ્ય : अधिकरणं द्विविधम् - द्रव्याधिकरणं, भावाधिकरणं च, तत्र द्रव्याधिकरणं छेदनभेदनादि शस्त्रं च दशविधम्, भावाधिकरणमष्टोत्तरशतविधम् । एतदुभयं जीवाधिकरणमजीवाधिकरणं च ૬/૮ ભાષ્યાર્થ : ઘર – ૨ અધિકરણ બે પ્રકારનું છે : દ્રવ્યઅધિકરણ અને ભાવઅધિકરણ. ત્યાં દ્રવ્યઅધિકરણ છેદન-ભેદન આદિ અને દશ પ્રકારનું શસ્ત્ર છે. અને ભાવઅધિકરણ ૧૦૮ પ્રકારનું છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૮ આ ઉભય દ્રવ્યઅધિકરણ અને ભાવઅધિકરણ એ ઉભય, જીવઅધિકરણ અને અજીવઅધિકરણ બે રૂપે છે. lig/૮ ભાવાર્થ આત્મા કર્મબંધનો અધિકારી જેનાથી થાય તે અધિકરણ કહેવાય. આ અધિકરણ બે ભેદવાળું છે : (૧) દ્રવ્યઅધિકરણ (૨) ભાવઅધિકરણ. દ્રવ્યઅધિકરણ એટલે દ્રવ્ય એવી ક્રિયા જેના દ્વારા જીવ કર્મબંધનો અધિકારી થાય છે. આવી છેદનભેદન આદિ ક્રિયા દ્રવ્યઅધિકરણ છે. તેથી એ પ્રાપ્ત થાય કે જીવ કાયાથી છેદન-ભેદન આદિ ક્રિયાઓ કરતો હોય તેના કારણે તેને જે મલિન પરિણામાં થાય છે તેનાથી તે કર્મને બાંધે છે. આથી જ સાધુ યતનાપૂર્વક શાસ્ત્રમર્યાદા અનુસાર નદી ઊતરતા હોય ત્યારે તેમની કાયાથી જીવોની હિંસા થાય છે, તેથી તે હિંસાની ક્રિયારૂપ દ્રવ્યઅધિકરણ ત્યાં વિદ્યમાન છે તોપણ અંતરંગ રીતે જિનવચનાનુસાર ઉપયોગ હોવાને કારણે ભાવઅધિકરણની પ્રાપ્તિ નહીં હોવાથી હિંસાકૃત કર્મબંધની પ્રાપ્તિ નથી. આનાથી એ ફલિત થાય કે બીજા જીવોને પીડા થાય તેવી કોઈપણ ક્રિયા હોય તે દ્રવ્યઅધિકરણ છે. અને તે અધિકરણ દ્વારા ભાવઅધિકરણની પ્રાપ્તિ થાય તો કર્મબંધની પ્રાપ્તિ થાય છે. તેથી દ્રવ્યઅધિકરણ ભાવઅધિકરણ દ્વારા કર્મબંધનું કારણ છે. વળી દશ પ્રકારનાં શસ્ત્રો એ પણ દ્રવ્યઅધિકરણ છે; કેમ કે તે શસ્ત્રના બળથી જીવ આરંભ-સમારંભ કરીને ભાવઅધિકરણની પ્રાપ્તિ કરે છે. ભાવઅધિકરણની પ્રાપ્તિ પ્રત્યે દશવિધ શસ્ત્ર કારણ છે, તેથી શસ્ત્ર દ્રવ્યઅધિકરણ છે. જોકે શસ્ત્રનો ઉપયોગ કરનારા જીવોને પ્રાયઃ તેને અનુરૂપ ભાવઅધિકરણની પ્રાપ્તિ થાય છે અને કર્મબંધ પણ થાય છે; છતાં સાધ્વીજીના શીલના રક્ષણ અર્થે પ. પૂ. આ. શ્રી કાલિકાચાર્ય ભગવંતે યુદ્ધ કર્યું ત્યારે સાધ્વીજીના શીલરક્ષણનો વિશુદ્ધ પરિણામ હતો, તેથી તે શસ્ત્રોરૂપ દ્રવ્યઅધિકરણ પણ ભાવઅધિકરણની પ્રાપ્તિ દ્વારા કર્મબંધનાં કારણ બન્યાં નહીં. ભાવઅધિકરણ ૧૦૮ ભેદવાળું છે, જેનું વર્ણન સ્વયં ગ્રંથકારશ્રી આગળના સૂત્રમાં કરે છે. આ દ્રવ્યઅધિકરણ અને ભાવઅધિકરણ જીવઅધિકરણ અને અજીવઅધિકરણ એમ બે સ્વરૂપવાળું છે. તેથી એ પ્રાપ્ત થાય કે છેદન-ભેદનાદિ ક્રિયા અને દશ પ્રકારના શસ્ત્રરૂપ જે અધિકરણ છે તે અજીવઅધિકરણ છે. જેને ગ્રંથકારશ્રીએ સૂત્ર-૧૦માં વિશેષરૂપે સ્પષ્ટ કરેલ છે. ભાવઅધિકરણ એ જીવઅધિકરણરૂપ છે, જેને ગ્રંથકારશ્રીએ સૂત્ર-૯માં સ્પષ્ટ કરેલ છે. અહીં વિશેષ એ છે કે સાધ્વીજીના શીલરક્ષણ અર્થે કાલિકાચાર્યે યુદ્ધ કર્યું તે વખતે શસ્ત્રના પ્રયોગથી યુદ્ધ કર્યું તેથી શસ્ત્રરૂપ અજીવ દ્રવ્યઅધિકરણની પ્રાપ્તિ હતી અને યુદ્ધમાં જીવોની હિંસા કરી તે છેદનભેદનરૂપ દ્રવ્યઅધિકરણની પ્રાપ્તિ હતી. પરંતુ અંતરંગ પરિણામ સાધ્વીના શીલરક્ષણનો હોવાથી Page #114 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૮, ૯ ભાવઅધિકરણની પ્રાપ્તિ ન હતી. તેથી અજીવ સ્વરૂપ દ્રવ્યઅધિકરણ હોવા છતાં કર્મબંધની પ્રાપ્તિ થઈ નહીં. જે સ્થાનમાં અજીવરૂપ દ્રવ્યઅધિકરણ નથી, તે સ્થાનમાં પણ ભાવઅધિકરણની પ્રાપ્તિ દ્વારા કર્મબંધની પ્રાપ્તિ થાય છે. આથી જ પ્રસન્નચંદ્ર રાજર્ષિ કાયોત્સર્ગમાં હતા, ત્યારે શસ્ત્ર કે છેદન-ભેદન આદિની ક્રિયા આત્મક દ્રવ્યઅધિકરણ ન હતાં, છતાં ભાવઅધિકરણ દ્વારા સાતમી નરકને અનુકૂળ કર્મબંધની પ્રાપ્તિ થઈ. આથી એ પ્રાપ્ત થાય કે ભાવઅધિકરણ એ કર્મબંધને અનુકૂળ જીવના પરિણામરૂપ છે, પરંતુ કાયિક, વાચિક કે માનસિક ક્રિયારૂપ નથી જ્યારે દ્રવ્યઅધિકરણ ભાવની નિષ્પત્તિના કારણભૂત ક્રિયાઓ સ્વરૂપ છે અને શસ્ત્રાદિ સ્વરૂપ છે. તેના દ્વારા આત્મામાં જે મલિનભાવો થાય છે, તે જીવઅધિકરણસ્વરૂપ છે. ભાવઅધિકરણના કારણભૂત ક્રિયાઓ કે શસ્ત્રો અજીવઅધિકરણસ્વરૂપ છે. જોકે ભાવઅધિકરણમાં કષાયકૃત કાયસંરંભાદિ કહેલ છે તોપણ ત્યાં મુખ્ય તે-તે પ્રકારની ક્રિયાકાળમાં વર્તતા કષાયકૃત ભાવો જ છે. તે ભાવોનો પરસ્પર ભેદ કરવા માટે સંરંભ, સમારંભ, આરંભ વગેરે ભેદ પાડેલ છે. તેથી જીવદ્રવ્યમાં વર્તતા કર્મબંધને અનુકૂળ ભાવો એ ભાવઅધિકરણરૂપ છે, જે જીવઅધિકરણરૂપ છે. ભાવોની નિષ્પત્તિને અનુકૂળ મન-વચન-કાયાની છેદન-ભેદન આદિની ક્રિયાઓ તે સર્વ પુદ્ગલની હોવાથી અજીવઅધિકરણરૂપ છે અને ભાવઅધિકરણના કારણભૂત હોવાથી દ્રવ્યઅધિકરણ છે. II/૮ ભાષ્ય : તંત્ર - ભાષ્યાર્થ: ત્યાં જીવ-અજીવરૂપ અધિકરણમાં – સૂત્ર : आद्यं संरम्भसमारम्भारम्भयोगकृतकारितानुमतकषायविशेषैस्त्रिस्त्रिस्त्रिश्चतुश्चैकशः ।।६/९।। સૂત્રાર્થ : આધ-જીવરૂપ અધિકરણ, સંરંભ-સમારંભ અને આરંભ, યોગ-કૃત-કારિત-અનુમત, કષાયના વિશેષથી એક એક સંરંભ-સમારંભ અને આરંભ ત્રણેમાંથી એક એક, યોગથી ત્રણ પ્રકારે છે, કૃતથી ત્રણ પ્રકારે છે, કારિતથી ત્રણ પ્રકારે છે, અનુમતથી ત્રણ પ્રકારે છે અને કષાયથી ચાર પ્રકારે છે. (આનાથી કુલ ભેદ ૧૦૮ પ્રાપ્ત થશે.) I/II. ભાષ્ય : आद्यमिति सूत्रक्रमप्रामाण्याज्जीवाधिकरणमाह । तत् समासतस्त्रिविधम् - संरम्भः १, समारम्भः Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૮ तस्वार्थाधिगमसूत्र भाग-3/अध्याय-5 / सूत्र२, आरम्भ ३ इति, एतत् पुनरेकशः कायवाङ्मनोयोगविशेषात् त्रिविधं भवति । तद्यथा - कायसंरम्भः वाक्संरम्भः मनःसंरम्भः; कायसमारम्भः वाक्समारम्भः मनःसमारम्भः; कायारम्भः वागारम्भः मनआरम्भ इति । तदप्येकशः कृतकारितानुमतविशेषात् त्रिविधं भवति । तद्यथा - कृतकायसंरम्भः कारितकायसंरम्भः अनुमतकायसंरम्भः; कृतवाक्संरम्भः कारितवाक्संरम्भः अनुमतवाक्संरम्भः; कृतमनःसंरम्भः कारितमनःसंरम्भः अनुमतमनःसंरम्भः इति । एवं समारम्भारम्भावपि, तदपि पुनरेकशः कषायविशेषाच्चतुर्विधम् । तद्यथा - क्रोधकृतकायसंरम्भः मानकृतकायसंरम्भः मायाकृतकायसंरम्भः लोभकृतकायसंरम्भः; क्रोधकारितकायसंरम्भः मानकारितकायसंरम्भः मायाकारितकायसंरम्भः लोभकारितकायसंरम्भः; क्रोधानुमतकायसंरम्भः मानानुमतकायसंरम्भः मायानुमतकायसंरम्भः लोभानुमतकायसंरम्भः । एवं वाङ्मनोयोगाभ्यामपि वक्तव्यम् तथा समारम्भारम्भौ । तदेवं जीवाधिकरणं समासेनैकशः षट्त्रिंशद्विकल्पं भवति, त्रिविधमप्यष्टोत्तरशतविकल्पं भवतीति । संरम्भः संकल्पः, परितापनया भवेत् समारम्भः । प्राणिवधस्त्वारम्भः, त्रिविधो योगस्ततो ज्ञेयः ।।१।।।।६/९।। भाष्यार्थ: आद्यमिति ..... ज्ञेयः ॥ सूत्रमा प्रामाएयथी साधने-94मरने, छ-सूत्र-८ मा પ્રામાયથી આ શબ્દથી જીવઅધિકરણને સૂત્રકારશ્રી કહે છે. તે જીવઅધિકરણ, સમાસથી ત્રણ प्रारQ छ - संम, समान सने साम. 'इति' श६ मEिRIAL सं० मा मेनी समाप्ति माटे छे. આ વળી–ત્રણ પ્રકારનું જીવઅધિકરણ વળી, એક એક કાયયોગ વાગ્યોગ અને મનોયોગના विशेषथी र थाय छे. साप्रमाणे - यम, वा संरंग, मनसंपय समान, વાફ સમારંભ, મન સમારંભ; કાય આરંભ, વાન્ આરંભ અને મન આરંભ. 'इति' श६ 94mरिएन यसं मानवी समाप्ति माटे छे. તે પણ કાયસંરંભાદિ નવભેદો પણ, એક એક કૃત, કારિત અને અનુમતના ભેદથી ત્રિવિધ છે. તે આ પ્રમાણે – કૃત કાયસંરંભ, કારિત કાયસંરંભ, અનુમત કાયસંરંભ; કૃત વાસંરંભ, કારિત વાગુસંરંભ, અનુમત વાસંરંભ; કૃત મતસંરંભ, કારિત મતસંરંભ, અનુમત મનસંરંભ. એ પ્રમાણે=જેમ કૃત-કારિત-અનુમતની સાથે કાયસંરંભાદિનું યોજન કર્યું એ પ્રમાણે, સમારંભઆરંભનું પણ યોજન કરવું. તે પણ કૃત કાયસંરંભ આદિ પણ, એક એક કષાયના ભેદથી ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે – ક્રોધકૃત કાયસંરંભ, માનકૃત કાયસંરંભ, માયાકૃત કાયસંરંભ, લોભ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૯૯ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૧ | સૂચ-૯ કૃત કાયસંરંભ; ક્રોધકારિત કાયસંરંભ, માનકારિત કાયસંરંભ, માયા કારિત કાયસંરંભ, લોભકારિત કાયસંરંભ; ક્રોધ અનુમત કાયસંરંભ, માતઅનુમત કાયસંરંભ, માયાઅનુમત કાયસંરંભ, લોભ અનુમત કાયસંરંભ. એ રીતે ક્રોધકૃત કાયસંરંભ આદિ બતાવ્યા એ રીતે, વાણીના યોગથી અને મનોયોગથી પણ કહેવું જોઈએ અને સમારંભ અને આરંભ પણ કહેવા જોઈએ. હવે આખા કથનનું નિગમન કરતાં તત્વથી કહે છે – આ રીતે જીવઅધિકરણ સમાસથી એક એક ૩૬ વિકલ્પવાળું છે. અને ત્રણે પણ-સંરંભ-સમારંભ અને આરંભરૂપ ત્રણે પણ ૧૦૮ વિકલ્પવાળું છે. તિ’ શબ્દ સૂત્ર અનુસાર ભેદોની સમાપ્તિ માટે છે. હવે સંરંભાદિનો અર્થ કરે છે – સંરંભ=સંકલ્પ, પરિતાપનાથી=સમારંભ થાય છે અને આરંભ=પ્રાણી વધુ છે. તેનાથી=સંરંભાદિ ત્રણથી, ત્રિવિધનો યોગ જાણવો–સંરંભાદિના ભેદથી મન, વચન, કાયાના ભેદરૂપ ત્રિવિધ યોગ જાણવો. Isell ભાવાર્થ - સંરંભના ૩૬ ભેદો આ પ્રમાણે છે – (૧) ક્રોધકૃત કાયસંરંભ, (૨) માનકૃત કાયસંરંભ, (૩) માયાકૃત કાયસંરંભ, (૪) લોભકૃત કાયસંરંભ, (૫) ક્રોધકારિત કાયસંરંભ, () માનકારિત કાયસંરંભ, (૭) માયાકારિત કાયસંરંભ, (૮) લોભકારિત કાયસંરંભ, (૯) ક્રોધાનુમત કાયસંરંભ, (૧૦) માનાનુમત કાયસંરંભ, (૧૧) માયાનુમત કાયસંરંભ, (૧૨) લોભાનુમત કાયસંરંભ. (૧૩) ક્રોધકૃત વાગુસંરંભ, (૧૪) માનકૃત વાગુસંરંભ, (૧૫) માયાકૃત વાગુસંરંભ, (૧૯) લોભકૃત વાગુસંરંભ, (૧૭) ક્રોધકારિત વાગુસંરંભ, (૧૮) માનકારિત વાગુસંરંભ, (૧૯) માયાકારિત વાગુસંરંભ, (૨૦) લોભકારિત વાગુસંરંભ, (૨૧) ક્રોધાનુમત વાગુસંરંભ, (૨૨) માનાનુમત વાગુસંરંભ, (૨૩) માયાનુમત વાગુસંરંભ, (૨૪) લોભાનુમત વાગુસંરંભ. (૨૫) ક્રોધકૃત મનસંરંભ, (૨૩) માનકૃત મનસંરંભ, (૨૭) માયાકૃત મનસંરંભ, (૨૮) લોભકૃત મનસંરંભ, (૨૯) ક્રોધકારિત મનસંરંભ, (૩૦) માનકારિત મનસંરંભ, (૩૧) માયાકારિત મનસરંભ, (૩૨) લોભકારિત મનસંરંભ, (૩૩) ક્રોધાનુમત મન સંરંભ, (૩૪) માનાનુમત મનસંરંભ, (૩૫) માયાનુમત મનસંરંભ, (૩૩) લોભાનુમત મનસંરંભ. આ જ પ્રકારે સમારંભ અને આરંભના ૩૦-૩૬ ભેદોનું યોજન કરવું, એમ કુલ ૧૦૮ ભેદો છે. (૧) ક્રોધકૃત કાયસંરંભ : જીવને કોઈ પ્રતિકૂળ ભાવ પ્રત્યે અલ્પ પણ અરુચિ થાય ત્યારે અંતરંગ પરિણામમાં ક્રોધનો પરિણામ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૯ પ્રગટે છે. અને તેના કારણે કાયાથી કોઈક કૃત્ય કરવાનો સંરંભ-સંકલ્પ થાય છે. પરંતુ કાયાની કોઈ પ્રવૃત્તિ કરી નથી. તે ક્રોધકૃત કાયસંરંભ છે. જેમ સમભાવ માટે પ્રયત્નશીલ મુનિને દેહ ઉપર મચ્છરાદિનો ઉપદ્રવ થાય ત્યારે તેની પીડાને કારણે ઈષદ્ દ્વેષ થાય, જેથી તે મચ્છર ઉડાડવાનો સંકલ્પ થાય, તે કાયા દ્વારા મચ્છરને ઉડાડવાનો સંકલ્પ છે=મચ્છર ઉડાડવાની ક્રિયા નથી માત્ર સંકલ્પ છે. વળી સમભાવમાં પ્રયત્નશીલ કોઈ મુનિને મચ્છર કરડે તેમાં ઉપયોગ જાય ત્યારે સમભાવમાં ઈષદ્ પ્લાનિ થાય તે સંયમમાં અતિચારરૂપ છે, આમ છતાં તત્ત્વનું ભાવન કરીને તેની ઉપેક્ષા કરે તો ક્રોધકૃત કાયસંરંભ ન થાય. વળી આવા સંયોગમાં જો તે મુનિ મચ્છર ઉડાડવાની પ્રવૃત્તિ ન કરે પરંતુ તેમનો સમભાવગામી ઉપયોગ વારંવાર સ્કૂલના પામતો હોય ત્યારે મનમાં સંકલ્પ થાય કે સમભાવની વૃદ્ધિમાં આ મચ્છરની પીડા બાધક છે, તેથી સમભાવના પરિણામના રક્ષણ અર્થે અને સમભાવના પરિણામની વૃદ્ધિ અર્થે મારે મચ્છર ઉડાડવો આવશ્યક છે. ત્યારે તે મચ્છર ઉડાડવાની ક્રિયા કરવાનો જે સંકલ્પ કર્યો તે ક્રોધકૃત કાયસંરંભ નથી. પરંતુ સમભાવ પ્રત્યે જે રાગ છે તે રૂપ ક્ષયોપશમભાવ છે તેના કારણે મચ્છરની પીડામાં જે સમભાવના ઉપયોગનો નાશ થઈ રહ્યો છે તેના રક્ષણ અર્થે મચ્છરને ઉડાડવાની ક્રિયાના સંકલ્પરૂપ છે. માટે તેમને ક્રોધકૃત કાયસંરંભની પ્રાપ્તિ નથી. વળી, સંસારી જીવો કોઈના પ્રત્યે ક્રોધવાળા થયા હોય અને તેના કારણે તેને મારવાનો કે પીડા ઉપજાવવાનો સંકલ્પ કરે તે પણ ક્રોધકૃત કાયસંરંભ છે. વળી, ક્રોધકૃત કાયસંરંભના પરિણામની તરતમતાના ભેદથી અનેક ભેદોની પ્રાપ્તિ થાય છે. (૨) માનકૃત કાયસંરંભ: કોઈ જીવને કોઈ નિમિત્તથી માનકષાયનો ઉદય થાય તેથી તે માનકષાયને વશ બાહ્યથી તપની ક્રિયા કરવાનો વિકલ્પ કરે, ત્યારે માનકષાયને વશ કાયાથી તપ કરવાનો પરિણામ થયો છે. તેથી માનકષાયને વશ કાયાને આશ્રયીને કરાયેલા તપના સંકલ્પરૂપ સંરંભ છે. તપની ક્રિયા થઈ નથી માત્ર તપ કરવાનો સંકલ્પ થયો છે. વળી કોઈ માનકષાયને વશ દાન કરવાની ક્રિયા કે અન્ય કોઈ ધર્માનુષ્ઠાનની ક્રિયા કરવાનો સંકલ્પ કરે તે પણ માનકૃત કાયસંરંભ છે. વળી કોઈ માનને વશ સંસારના આરંભ-સમારંભ કરવાનો સંકલ્પ કરે તે પણ માનકૃત કાયસંરંભ છે. આ સર્વમાં તે તે જીવના વિવેક-અવિવેકને અનુસાર પરિણામની તરતમતાની પ્રાપ્તિ થાય છે તે પ્રમાણે કર્મબંધમાં પણ અનેક ભેદો પ્રાપ્ત થાય છે. આથી જેઓ કષાયને વશ ધર્માનુષ્ઠાન કરતા હોય છતાં ઉપદેશાદિ પામીને તે કષાયોના ત્યાગ માટે પણ કાંઈક પ્રયત્નશીલ છે તેઓને જેમ માન-કષાયનો ઉદય છે તેમ માનકષાયનો ક્ષયોપશમભાવ કરવાનો પણ અભિલાષ છે, તેથી માર્દવભાવમાં જવાના પરિણામવાળા છે અર્થાત્ માનકષાયના ત્યાગપૂર્વક ગુણો તરફ જવાના અભિલાષવાળા છે તેથી જેટલા અંશમાં માનકષાયનું શૈથિલ્ય તેટલા અંશમાં અલ્પ કર્મબંધની પ્રાપ્તિ થાય છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૯ (૩) માયાકૂત કાયસંરંભઃ કોઈ જીવને માયાનો ઉદય વર્તતો હોય અને તે માયા લોભથી પણ ઉપસ્થિત હોય કે ક્રોધથી પણ ઉસ્થિત હોય; પરંતુ વર્તમાનમાં માયાનો ઉપયોગ હોય અને તેના કારણે કાયાથી કોઈ ક્રિયા કરવાનો સંકલ્પ થાય, જેથી પોતાના ક્રોધની કે લોભની તૃપ્તિ થાય તેવા પ્રકારનો સંકલ્પ માયાકૃત કાયસંરંભ છે. (૪) લોભકૃત કાયસંરંભઃ કોઈ મહાત્માને કોઈ પદાર્થમાં સૂક્ષ્મ લોભ હોય જેના કારણે કાયાથી કોઈ પ્રવૃત્તિ કરવાનો સંકલ્પ કરે ત્યારે લોભકૃત કાયસંરંભની પ્રાપ્તિ છે. જેમ સંયમી પણ સાધુને કોઈ સુંદર ભિક્ષા મળી હોય અને તેવી ભિક્ષાની પ્રાપ્તિના અર્થે ફરી જવાનો સંકલ્પ થાય, તો તે લોભકૃત કાયસંરંભ છે. વળી સંસારી જીવો પણ લોભને વશ કાયાથી કોઈ ક્રિયા કરવાનો સંકલ્પ કરે તે લોભકૃત કાયસંરંભ છે. (૫) ક્રોધકારિત કાયસંરંભ - કોઈ જીવને કોઈના પ્રત્યે ક્રોધ થવાને કારણે જેના પ્રત્યે ક્રોધ થયો છે તેના અર્થ માટે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કોઈક આરંભ-સમારંભની પ્રવૃત્તિ કરાવવાનો સંકલ્પ થાય ત્યારે ક્રોધકારિત કાયસંરંભની પ્રાપ્તિ થાય છે. વળી કોઈ સાધુને પગમાં કાંટો વાગે તેના પૂર્વે તે મહાત્મા સમભાવના ઉપયોગવાળા હોય છતાં કાંટો વાગવાને કારણે કંટકની પીડા પ્રત્યે દ્વેષ થવાથી કોઈના પાસે તે કાંટો કઢાવવાનો સંકલ્પ કરે ત્યારે ક્રોધકારિત કાયસંરંભની પ્રાપ્તિ થાય. તે મહાત્મા સમભાવના ઉપયોગવાળા હોવા છતાં કાંટો વાગે ત્યારે કંટકની પીડા પ્રત્યે દ્વેષ થાય તેના લીધે સંયમમાં અતિચાર લાગે. સમભાવનો પરિણામ ટકાવવા અને વૃદ્ધિ કરવામાં કંટકની પીડા વિજ્ઞભૂત છે તેવો નિર્ણય થાય ત્યારે સમભાવ પ્રત્યેના રાગથી સમભાવમાં વિપ્નભૂત એવા કંટકના પરિહાર અર્થે કોઈની પાસેથી કંટક કઢાવવાનો વિકલ્પ કરે તેમાં સમભાવ પ્રત્યેનો રાગ હેતુ હોવાથી ક્રોધકારિત કાયસંરંભની પ્રાપ્તિ નથી, પરંતુ સમભાવ પ્રત્યેના રાગરૂપ ક્ષયોપશમભાવથી કાંટાના દૂર કરાવવા અર્થે કાયાનો વ્યાપાર કરાવવાનો સંકલ્પ છે. (૬) માનકારિત કાયસંરંભ - કોઈ જીવને માનને વશ કોઈક પાસેથી કોઈક કાયિક ક્રિયા કરાવવાનો સંકલ્પ થાય, જેથી એના માનની પુષ્ટિ થતી હોય, તેવી ક્રિયાનો સંકલ્પ માનકારિત કાયસંરંભ છે. જેમ કોઈને, કોઈક કાર્ય કરવાનું કહેવાનો સંકલ્પ થાય ત્યારે તે વ્યક્તિ કાયાથી જે પ્રવૃત્તિ કરશે તેના દ્વારા પોતાના માનની પુષ્ટિ થતી હોય તેવી ક્રિયા માનકારિત કાયસંરંભ છે. (૭) માયા કારિત કાયસંરંભ : માયાને વશ કોઈક પાસેથી કોઈક કાયિક ક્રિયા કરાવવાનો સંકલ્પ થાય ત્યારે માયા કારિત કાયસંરંભ થાય છે. જેમ માયા કરીને કોઈની પાસેથી કોઈક કાયિક ક્રિયા કરાવવામાં પોતાના લોભની પુષ્ટિ દેખાય Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૯ ત્યારે માયાપૂર્વક કોઈક કાયિક ક્રિયા કરવા અર્થે અન્યને પ્રેરણા કરવાનો સંકલ્પ કરવામાં આવે તે માયાકારિત કાયસંરંભ છે. (૮) લોભકારિત કાયસંરંભ ઃ કોઈ બાહ્ય પદાર્થ વિષયક લોભને વશ પોતાના લોભની પુષ્ટિ થાય તેવી કાયિક ક્રિયા કોઈની પાસે કરાવવાનો સંકલ્પ થાય ત્યારે લોભકારિત કાયસંરંભની પ્રાપ્તિ થાય છે. (૯) ક્રોધાનુમત કાયસંરંભ ઃ કોઈના પ્રત્યે ક્રોધના કારણે કોઈ વ્યક્તિ આ કૃત્ય કરે તો સારું, એ પ્રકારનો સંકલ્પ ક્રોધાનુમત કાયસંરંભ છે. આ સંકલ્પમાં કોઈની પાસેથી તે કાર્ય કરાવવાનો પરિણામ નથી, ફક્ત આશંસા જ છે કે તે આ કૃત્ય કરે તો સારું. (૧૦) માનાનુમત કાયસંરંભ ઃ માનકષાયને વશ પોતાના માનની પુષ્ટિ થાય તેવું કાર્ય કોઈક કરે તેવી આશંસા થાય, પરંતુ તેવું કૃત્ય સ્વયં ક૨વાનો કે તેવું કૃત્ય અન્ય પાસે કરાવવાનો પરિણામ ન હોય; માત્ર તેવી આશંસા-ઇચ્છા વર્તતી હોય તો તેનાથી માનાનુમત કાયસંરંભની પ્રાપ્તિ છે. (૧૧) માયાનુમત કાયસંરંભ ઃ ક્રોધને વશ, માનને વશ કે લોભને વશ માયાનો પરિણામ અંદરમાં ઉત્થિત હોય તથા તે માયાના પરિણામને કારણે કોઈ વ્યક્તિ પોતાને ઇષ્ટ હોય તેવું કાર્ય કરે તેવો સંકલ્પ થાય ત્યારે તે વ્યક્તિના કાયસંરંભમાં અનુમોદનનો પરિણામ પ્રાપ્ત થાય છે, તેમાં માયાનુમત કાયસંરંભની પ્રાપ્તિ છે. (૧૨) લોભાનુમત કાયસંરંભ : કોઈ વ્યક્તિને કોઈ પદાર્થ પ્રત્યે ઇચ્છા થાય અને તેની પ્રાપ્તિમાં કારણભૂત એવી કાયાની ચેષ્ટા કોઈ કરે તો પોતાને પ્રીતિ થાય તેવો અંદરમાં પરિણામ વર્તતો હોય તે વખતે પોતે તે કૃત્ય કરવા વિષયક કોઈ પ્રેરણા કરી નથી અને પોતે તેવું કૃત્ય પણ ન કરતો હોવા છતાં પોતાના હૈયામાં તેવો સંકલ્પ વર્તે છે, કે આ કૃત્ય તે કરે, તો લોભાનુમત કાયસંરંભની પ્રાપ્તિ છે. (૧૩) ક્રોધકૃત વાસંરંભ કોઈપણ પદાર્થ પ્રત્યે અલ્પ પણ અરુચિ થાય અને તે અરુચિને અભિવ્યક્ત કરે તેવી વાણીની ક્રિયાને કરવાનો સંકલ્પ થાય, પરંતુ વાણીની ક્રિયા કરી ન હોય ત્યારે ક્રોધકૃત વાગ્યુંરંભની પ્રાપ્તિ છે. જેમ વિષ્ટા આદિ અશુચિ પદાર્થને જોઈને અલ્પ પણ અરુચિ થઈ હોય, તેને અભિવ્યક્ત કરવાનો સંકલ્પ જ થયો હોય, વચનપ્રયોગ ન થયો હોય તો ક્રોધકૃત વાગ્યુંરંભની પ્રાપ્તિ છે. : Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૯, ૧૦ (૧૪) માનકૃત વાગ્રસંરંભ : કોઈક જીવને માનકષાયનો ઉદય વર્તતો હોય, ત્યારે પોતાને કોઈ માન આપે તેવો સૂક્ષ્મ પરિણામ થવાને કારણે માનપ્રાપ્તિને યોગ્ય વચનપ્રયોગ કરવાનો સંકલ્પ થાય તે માનકૃત વાગુસંરંભ છે. આ રીતે સંરંભ, સમારંભ અને આરંભ વિષયક અન્ય સર્વ પણ વિકલ્પો યોજન કરવા. અહીં વિશેષ એ છે કે જીવસ્વભાવે જીવ બાહ્ય પદાર્થમાં ઉપયોગવાળો હોય છે ત્યારે સૂક્ષ્મ ક્રોધ-માનમાયા-લોભમાંથી કોઈક કષાયનો ઉદય વર્તતો હોય છે. જિનવચનનું અવલંબન લઈને ક્ષયોપશમભાવ ઉલ્લસિત થાય તે પ્રકારે કોઈ સાધુ ભગવાનની ભક્તિમાં ઉપયુક્ત હોય કે સ્વાધ્યાય આદિમાં ઉપયુક્ત હોય, તો તે ઉપયોગ ગુણવૃદ્ધિને અનુકૂળ વ્યાપારવાળો હોવાથી કે દોષ પ્રત્યે નિંદાના પરિણામવાળો હોવાથી કષાયનો ઉદય ક્ષયોપશમભાવરૂપે પરિણમન પામે છે. ક્ષયોપશમભાવથી જે કોઈ કાયાનું કૃત્ય, વચનનું કૃત્ય કે મનનું કૃત્ય કરવાનો સંકલ્પ થાય છે તે સર્વ સંકલ્પમાં કષાયનો ઉદય નહીં હોવાથી કષાયકૃત સંરંભની પ્રાપ્તિ નથી, પરંતુ જ્યારે ઉપયોગ પ્રમાદને વશ બાહ્ય પદાર્થ વિષયક હોય છે ત્યારે શરૂઆતમાં સંરંભ પ્રાપ્ત થાય છે, ત્યારપછી સમારંભની પ્રાપ્તિ થાય છે અને છેલ્લે આરંભની પ્રાપ્તિ થાય છે. સંરંભમાં સંકલ્પ હોય છે, સમારંભમાં બીજા જીવોની પરિતાપના થાય તેવી પ્રવૃત્તિ હોય છે અને આરંભમાં પ્રાણીવધ થાય તેવી પ્રવૃત્તિ હોય છે. ll/લા * ભાષ્ય : સત્રદ–ગાથાનીવાધિર શિમિતિ ? મત્રો – ભાષ્યાર્થ : અહીં=સૂત્ર ૮માં બે પ્રકારનું અધિકરણ બતાવ્યું તેમાં, પ્રશ્ન કરે છે – હવે અજીવઅધિકરણ શું છે? અહીં કહેવાય છે – ભાવાર્થ - સૂત્ર-૯માં જીવઅધિકરણ બતાવ્યું. હવે અજીવઅધિકરણ શું છે? તે પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – સૂત્ર - निर्वर्तनानिक्षेपसंयोगनिसर्गा द्विचतुर्द्वित्रिभेदाः परम् ।।६/१०।। સૂત્રાર્થ: નિર્વર્તના-નિક્ષેપ-સંયોગ અને નિસર્ગ બે, ચાર, બે અને ત્રણ ભેજવાળા પર છે આજીવઅધિકરણ છે. II/૧૦II. ભાષ્ય : परमिति सूत्रक्रमप्रामाण्यादजीवाधिकरणमाह, तत् समासतश्चतुर्विधम् । तद्यथा - निर्वर्तना १ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૬ | સૂત્ર-૧૦ निक्षेपः २ संयोगो ३ निसर्ग ४ इति । तत्र निर्वर्तनाधिकरणं द्विविधम् - मूलगुणनिर्वर्तनाधिकरणमुत्तरगुणनिर्वर्तनाधिकरणं च, तत्र मूलगुणनिर्वर्तना पञ्च शरीराणि वाङ्मनःप्राणापानाच, उत्तरगुणनिर्वर्तना काष्ठपुस्तचित्रकर्मादीनि । निक्षेपाधिकरणं चतुर्विधम्, तद्यथा - अप्रत्यवेक्षितनिक्षेपाधिकरणं १, दुष्प्रमार्जितनिक्षेपाधिकरणं २, सहसानिक्षेपाधिकरणं ३, अनाभोगनिक्षेपाधिकरणमिति ४ । संयोगाधिकरणं द्विविधम् - भक्तपानसंयोजनाधिकरणं १, उपकरणसंयोजनाधिकरणं २ च । निसर्गाधिकरणं त्रिविधम् - कायनिसर्गाधिकरणं १, वानिसर्गाधिकरणं २. मनोनिसर्गाधिकरणमिति ३ ।।६/१०।। ભાષાર્થ – પતિ .... મનોનિસffથશરતિ | સૂત્રક્રમના પ્રામાયથી સૂત્ર ૮માં જીવ અને અજીવઅધિકરણ છે તે સૂત્ર ક્રમના પ્રામાયથી, પર એ બીજા અજીવઅધિકરણને કહે છે=પર શબ્દથી ગ્રંથકારશ્રી કહે છે. તે=આજીવઅધિકરણ, સંક્ષેપથી ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે – (૧) તિવર્તના, (૨) વિક્ષેપ, (૩) સંયોગ, (૪) નિસર્ગ. ત્તિ' શબ્દ અજીવઅધિકરણના ચાર ભેદની સમાપ્તિ માટે છે. ત્યાં ચાર પ્રકારના અજીવઅધિકરણમાં, નિર્વતનાઅધિકરણ બે પ્રકારનું છે – (૧) મૂલગુણનિર્વર્તના અધિકરણ અને (૨) ઉત્તરગુણનિર્વર્તનાઅધિકરણ. ત્યાં=બે પ્રકારના નિર્વર્તનાઅધિકરણમાં, મૂલગુણનિર્તના પાંચ શરીરો, વચન, મન અને શ્વાસોચ્છવાસ છે. ઉત્તરગુણતિવર્તના કાષ્ઠકર્મ, પુસ્તકર્મ, ચિત્રકર્મ આદિ છે. હવે વિક્ષેપઅધિકરણ ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે – (૧) અપ્રત્યવેક્ષિતવિક્ષેપઅધિકરણ જીવો છે કે નહીં તેને જોયા વગર કોઈ વસ્તુને મૂકવામાં આવે તે અપ્રત્યવેક્ષિતવિક્ષેપઅધિકરણ છે. (૨) દુષ્પમાજિતવિક્ષેપઅધિકરણ=સાધુ પ્રમાર્જના કરે છતાં શાસ્ત્રમર્યાદા પ્રમાણે પ્રમાર્જતા ન કરી હોય અને વસ્તુને મૂકે તે દુધ્રમાર્જનાવિક્ષેપઅધિકરણ છે. (૩) સહસાનિક્ષેપઅધિકરણ જીવો છે કે નહીં ? તેને જોયા વગર સહસા કોઈ વસ્તુનો વિક્ષેપ કરે કે જોયા વગર ગમતાદિ પ્રવૃત્તિકાલમાં પાદનો નિક્ષેપ કરે તે સહસાનિક્ષેપઅધિકરણ છે. (૪) અનાભોગનિક્ષેપઅધિકરણ=જીવરક્ષા વિષયક ઉપયોગના અભાવપૂર્વક કોઈ વસ્તુનું સ્થાપન કરે અથવા જીવરક્ષાના ઉપયોગ વગર ગમન વખતે અનાભોગથી પાદનો નિક્ષેપ કરે તે અનાભોગવિક્ષેપઅધિકરણ છે. તિ' શબ્દ વિક્ષેપઅધિકરણના ચાર ભેદની સમાપ્તિ માટે છે. હવે સંયોગઅધિકરણ બે પ્રકારનું છે – (૧) ભક્તપાનસંયોજનઅધિકરણ, (૨) ઉપકરણસંયોજનઅધિકરણ. Page #122 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૧૦ ૧૦૫ હવે નિસર્ગઅધિકરણ ત્રણ પ્રકારનું છે – (૧) કાયનિસર્ગઅધિકરણ, (૨) વાનિસર્ગઅધિકરણ, (૩) મતનિસર્ગઅધિકરણ. ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. I૬/૧૦થા ભાવાર્થ સૂત્ર ૮માં ગ્રંથકારશ્રીએ કહેલ કે અધિકરણ જીવરૂપ અને અજીવરૂપ છે. ત્યાં ભાષ્યકારશ્રીએ જણાવેલ કે દ્રવ્યઅધિકરણ છેદન-ભેદનાદિ અને દશ પ્રકારના શસ્ત્રરૂપ છે. તે દ્રવ્યઅધિકરણ જ અજીવઅધિકરણરૂપ છે. દ્રવ્યઅધિકરણ જેમ ત્યાં છેદન-ભેદનાદિ ક્રિયારૂપ અને દશ પ્રકારના શસ્ત્રરૂપ ગ્રહણ કરેલ તે જ અન્ય પ્રકારે ૪ ભેદવાળું છે તે બતાવે છે – (૧) નિર્વતૈના, (૨) નિક્ષેપ, (૩) સંયોગ અને (૪) નિસર્ગ. (૧) નિર્વર્તનાઅધિકરણ : તે ૪ પ્રકારના અજવઅધિકરણમાં નિર્વતનાઅધિકરણ બે પ્રકારનું છે – (૧) મૂલગુણનિર્વતનાઅધિકરણ અને (૨) ઉત્તરગુણનિર્વર્તનાઅધિકરણ. (અ) મૂલગુણનિર્વર્તનાઅધિકરણ : જેમ સાધુનાં પાંચ મહાવ્રતો અને છઠું રાત્રિભોજનવિરમણવ્રત મૂલગુણરૂપ છે, તેમ જીવમાં ભાવઅધિકરણની પ્રાપ્તિના કારણભૂત દ્રવ્યઅધિકરણ પાંચ શરીર, વાણી, મન અને શ્વાસોચ્છવાસના પુદ્ગલોનું ગ્રહણ છે. તેના બળથી જીવ વીર્યનો વ્યાપાર કરે છે, અને તે મુજબ અધ્યવસાય કરીને કર્મબંધને અનુકૂળ ભાવઅધિકરણની પ્રાપ્તિ કરે છે. તેથી જેમ સાધુના સંયમનું મૂળ કારણ પાંચ મહાવ્રતો છે તેમ ભાવઅધિકરણની પ્રાપ્તિનું મૂલ કારણ પાંચ શરીર અને મન-વચન-શ્વાસોચ્છવાસના પુદ્ગલો છે, તેના બળથી જ જીવ અધ્યવસાય કરીને કર્મ બાંધે છે. સામાન્યથી પાંચ શરીરો, વાણી, મનના પગલોનું ગ્રહણ અધ્યવસાય પ્રત્યે કારણ છે તેમ શ્વાસોચ્છવાસનું ગ્રહણ અને મોચન પણ તે પ્રકારના વિર્યવ્યાપાર દ્વારા અધ્યવસાય પ્રત્યે કારણ છે. માટે મૂલગુણ-નિર્વર્તનાઅધિકરણમાં તે સર્વને ગ્રહણ કરેલ છે. (આ) ઉત્તરગુણનિર્વર્તનાઅધિકરણ : વળી સંસારી જીવો શરીરના બળથી કાષ્ઠકર્મ, પૂતળી આદિ નિર્માણ કરવું કે ચિત્રકર્મ કરે છે તે સર્વ ઉત્તરગુણનિર્વર્તનાઅધિકરણરૂપ છે; કેમ કે આ જ શરીર દ્વારા જીવ પુદ્ગલની અન્ય ક્રિયાઓ કરે છે. તે ક્રિયાકાળમાં જે પ્રકારનો જીવનો અધ્યવસાય થાય છે, તે અધ્યવસાય જીવનું ભાવઅધિકરણ છે. તેના પ્રત્યે ઉત્તરગુણનિર્વનાઅધિકરણ કારણરૂપ છે, તેથી તે દ્રવ્યઅધિકરણ છે. દશ પ્રકારનાં શસ્ત્રો જે દ્રવ્યઅધિકરણરૂપે કહ્યાં, તે ઉત્તરગુણનિર્વતનાઅધિકરણમાં અંતર્ભાવ પામે છે અને પાંચ પ્રકારનાં શરીરો આદિ જે મૂલગુણનિર્વર્તના કહી તેમાં છેદન-ભેદન ક્રિયા અંતર્ભાવ પામશે; કેમ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૧૦ કે શરીરથી જ છેદન-ભેદનાદિની ક્રિયા થાય છે. તે છેદન-ભેદન ક્રિયા માટે જે શસ્ત્રાદિનો ઉપયોગ થાય માટે તે ઉત્તરગુણનિર્વર્તનાઅધિકરણમાં અંતર્ભાવ પામે છે. (૨) નિક્ષેપઅધિકરણ - વળી, નિક્ષેપઅધિકરણ ચાર પ્રકારનું છે : (૧) અપ્રત્યવેક્ષિતનિક્ષેપઅધિકરણ, (૨) દુષ્પમાર્જિતનિક્ષેપઅધિકરણ, (૩) સહસાનિક્ષેપઅધિકરણ અને (૪) અનાભોગનિક્ષેપઅધિકરણ. સાધુ કોઈ ઉપકરણ આદિ જોયા વગર નિક્ષેપ કરે ત્યારે અપ્રત્યવેક્ષિત નિક્ષેપઅધિકરણ પ્રાપ્ત થાય છે. ગૃહસ્થને પણ સંસારની પ્રવૃત્તિ જોયા વગર કરવાને કારણે અપ્રત્યવેક્ષિત નિક્ષેપઅધિકરણની પ્રાપ્તિ થાય છે. તેનાથી જે અધ્યવસાય થાય છે તેને અનુરૂપ ભાવઅધિકરણની પ્રાપ્તિ થાય છે અને તે પ્રમાણે કર્મબંધ થાય છે. માટે તે નિક્ષેપઅધિકરણ ભાવઅધિકરણનું કારણ છે, તેથી દ્રવ્યઅધિકરણ છે તથા નિક્ષેપની ક્રિયા શરીરથી થાય છે, માટે અજીવઅધિકરણ છે. સાધુ દુષ્પમાર્જનાપૂર્વક કોઈ વસ્તુનો નિક્ષેપ કરે ત્યારે દુષ્પમાર્જિતનિક્ષેપઅધિકરણરૂપ દ્રવ્યઅધિકરણની પ્રાપ્તિ થાય છે. કોઈ સાધુ ઉપયોગપૂર્વક પ્રમાર્જીને વસ્તુ મૂકતા હોય તે છતાં કોઈક નિમિત્તને પામીને સહસા નિક્ષેપ થાય ત્યારે તે નિક્ષેપની ક્રિયા સહસાનિક્ષેપઅધિકરણરૂપ દ્રવ્યઅધિકારણ બને છે. વળી, જીવરક્ષા વિષયક કોઈ ઉપયોગ વગર અનાભોગથી સાધુ કે ગૃહસ્થ કોઈ વસ્તુ મૂકતા હોય તો તે નિક્ષેપની ક્રિયા અનાભોગનિક્ષેપઅધિકરણ બને. આ નિક્ષેપની ક્રિયાને અનુરૂપ જીવને ભાવઅધિકરણની પ્રાપ્તિ છે અને તેને અનુરૂપ કર્મબંધની પ્રાપ્તિ છે | નિક્ષેપઅધિકરણ દ્રવ્યઅધિકરણના છેદન-ભેદન આદિ ક્રિયામાં અંતર્ભાવ પામે છે; કેમ કે છેદન-ભેદન આદિની જેમ જ નિક્ષેપની ક્રિયા છે. (૩) સંયોગઅધિકરણ - સંયોગ અધિકરણ બે પ્રકારે છે – (૧) ભક્તપાનસંયોજનઅધિકરણ અને (૨) ઉપકરણસંયોજનઅધિકરણ. સાધુ આહાર વાપરતી વખતે ભક્ત અને પાનનું પોતાને અનુકૂળતા પ્રમાણે સંયોજન કરીને વાપરે ત્યારે, તે સંયોજન કરવાની ક્રિયા ભાવઅધિકરણનું કારણ બને છે. તેથી ભક્ત-પાનસંયોજનઅધિકરણ દ્રવ્યઅધિકરણરૂપ છે અને પુદ્ગલની ક્રિયારૂપ હોવાથી અજીવઅધિકરણ છે. ભક્ત-પાન સંયોજન અધિકરણ જેમ સાધુને પ્રાપ્ત થાય તેમ ગૃહસ્થને પણ પ્રાપ્ત થાય છે અને તે પ્રમાણે જ કર્મબંધ થાય છે. વળી, સાધુ ચોલપટ્ટો અને કામળી આદિના પરસ્પર સંયોજન કરીને વાપરે, જેથી શોભાની વૃદ્ધિ થાય તો ઉપકરણસંયોજનાઅધિકરણ છે. ગૃહસ્થ પણ જે પ્રકારનું વસ્ત્ર પરિધાન કરે તેમાં ઉપકરણનું સંયોજન કરે તે ઉપકરણસંયોજનઅધિકરણ છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ તત્વાર્યાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧૦, ૧૧ આ સંયોગની ક્રિયા છેદન-ભેદન આદિરૂપ દ્રવ્યઅધિકરણમાં અંતર્ભાવ પામશે; કેમ કે છેદન-ભેદન આદિની જેમ જ સંયોજન કરવાની ક્રિયા છે. અર્થાત્ જેમ છેદન-ભેદનની શરીરની ક્રિયા ભાવઅધિકરણનું કારણ છે તેમ સંયોજનની ક્રિયા પણ ભાવઅધિકરણનું કારણ છે. (૪) નિસર્ગઅધિકરણ - વળી, નિસર્ગઅધિકરણ ત્રણ પ્રકારનું છે : (૧) કાયનિસર્ગઅધિકરણ, (૨) વાગુનિસર્ગઅધિકરણ અને (૩) મનોનિસર્ગઅધિકરણ. કાયાનો અવિધિથી ત્યાગ કરવામાં આવે ત્યારે તે કાયાના ત્યાગની ક્રિયા કાયનિસર્ગઅધિકરણ છે, તે ભાવઅધિકરણનું કારણ હોવાથી દ્રવ્યઅધિકરણ બને છે, કાયનિસર્ગઅધિકરણમાં કાયા અજીવરૂપ હોવાથી અજીવઅધિકરણ છે. વળી, સાધુ જિનવચનથી અનિયંત્રિત વાણીનો પ્રયોગ કરે તે વાગુનિસર્ગઅધિકરણ છે. તે ભાવઅધિકરણનું કારણ હોવાથી દ્રવ્યઅધિકારણ બને છે, વાણીના ત્યાગની ક્રિયા અજીવ પુદ્ગલરૂપ હોવાથી અજીવઅધિકરણ વળી, મનોવર્ગણાના પગલો જિનવચનથી અનિયંત્રિત પ્રવર્તાવે તે મનોનિસર્ગ અધિકરણ છે, જે ભાવઅધિકરણનું કારણ છે. મનોદ્રવ્ય પુદ્ગલાત્મક હોવાથી તેના નિસર્ગની ક્રિયા અજીવઅધિકરણ છે. નિસર્ગઅધિકરણ પણ છેદન-ભેદન આદિ ક્રિયામાં જે અંતર્ભાવ પામે છે; કેમ કે છેદન-ભેદન આદિની ક્રિયાની જેમ જ નિસર્ગઅધિકરણની ક્રિયા છે. II/૧ના ભાષ્ય : अत्राह - उक्तं भवता (अ० ६, सू० ५) सकषायाकषाययोर्योगः साम्परायिकेर्यापथयोरास्रव इति, साम्परायिकं चाष्टविधं वक्ष्यते (अ० ६, सू० २८) । तत् किं सर्वस्याविशिष्ट आस्रव आहोस्वित् प्रतिविशेषोऽस्तीति ?, अत्रोच्यते - सत्यपि योगत्वाविशेषे प्रकृतिं प्राप्यास्त्रवविशेषो ભવતિ | તથા – ભાષ્યાર્થઃ ૩ીદ તથા – અહીં=આશ્રવનું અત્યાર સુધી વર્ણન કર્યું તેમાં, પ્રશ્ન કરે છે – સકષાયવાળા અને અકષાયવાળા જીવોનો યોગ સાંપરાયિક અને ઈર્યાપથિકનો આશ્રવ છે, એ પ્રમાણે તમારા વડે કહેવાયું. અને સાંપરાયિક કર્મ ૮ પ્રકારનું અધ્યાય-૬, સૂત્ર-૨૮માં કહેવાશે, તે=૮ પ્રકારનું સાંપરાયિક કર્મ, શું સર્વને અવિશિષ્ટ આશ્રવ છે? અથવા તેમાં પ્રતિવિશેષ છે? અહીંઆ પ્રકારના પ્રશ્નમાં, ઉત્તર આપે છે – યોગપણું અવિશેષ હોવા છતાં પણ મન-વચન કાયાની પ્રવૃત્તિરૂપ યોગપણું Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧| સૂત્ર-૧૧ સમાન હોવા છતાં પણ, પ્રકૃતિને આશ્રયીને=જીવતા સ્વભાવને આશ્રયીને, આશ્રવવિશેષ થાય છે. તે આ પ્રમાણે – ભાવાર્થ – પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે કષાયવાળા જીવોને સાંપરાયિક આશ્રવ થાય છે અને તે સાંપરામિક આશ્રવ ૮ પ્રકારના કર્મબંધરૂપ છે. ત્યાં પ્રશ્ન થાય કે યોગને અનુરૂપ બધા જીવોને આશ્રવ સમાન થાય છે કે સમાન યોગવાળા જીવોમાં પણ આશ્રવનો ભેદ છે ? તેના સમાધાનરૂપે ભાષ્યકારશ્રી કહે છે – તે તે જીવોમાં મન-વચન-કાયાના વ્યાપારરૂપ યોગ સમાન હોય તોપણ તે તે જીવમાં વર્તતા ભિન્ન ભિન્ન સ્વભાવને આશ્રયીને આશ્રવનો વિશેષ ભેદ, પ્રાપ્ત થાય છે. જેમ બે જીવો સમાન યોગની પ્રવૃત્તિથી કર્મ બાંધતા હોય, તે છતાં એકને જ્ઞાનાદિના પ્રષનો પરિણામ વર્તતો હોય તો તે પ્રષના પરિણામરૂપ સ્વભાવને કારણે જ્ઞાનાવરણ-દર્શનાવરણ આદિ ઘાતપ્રકૃતિઓ વિશેષ બંધાય છે. સૂત્ર: तत्प्रदोषनिह्नवमात्सर्यान्तरायासादनोपघाता ज्ञानदर्शनावरणयोः I૬/૨ા. સૂત્રાર્થ : તેનો જ્ઞાનનો, જ્ઞાનવાળા પુરુષનો અને જ્ઞાનનાં સાધનોનો, પ્રદોષ, નિદ્ભવ, માત્સર્ય, જ્ઞાનની પ્રવૃત્તિમાં અંતરાય, આસાદન=અવિધિથી શાસ્ત્ર અધ્યયનની ક્રિયા, ઉપઘાત જ્ઞાનાવરણદર્શનાવરણના આશ્રવો છે. II૬/૧૧il ભાષ્ય : आश्रवो ज्ञानस्य ज्ञानवतां ज्ञानसाधनानां च प्रदोषो निह्नवो मात्सर्यम् अन्तराय आसादनं उपघात इति ज्ञानावरणास्त्रवा भवन्ति एतैर्हि ज्ञानावरणकर्म बध्यते, एवमेव दर्शनावरणस्येति T૬/૨ા ભાષ્યાર્થ : સાથવો ..... નવરાતિ | જ્ઞાનનો, જ્ઞાનવાળા પુરુષોનો, જ્ઞાનનાં સાધનોનો પ્રદોષ=પ્રઢષ, વિક્તવ, માત્સર્ય, અંતરાય, આસાદન, ઉપઘાત તે જ્ઞાનાવરણના આશ્રવો છે. જે કારણથી આ બધા વડે જ્ઞાનાવરણ કર્મ બંધાય છે, એ રીતે જ જ્ઞાનાવરણની જેમ જ દર્શનાવરણના આ આશ્રવો છે. ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ૬/૧૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૧૧ ભાવાર્થ: જ્ઞાન એ વિશેષ બોધરૂપ છે. દર્શન સામાન્ય બોધરૂપ છે. જ્ઞાનની વિકૃતિ મોહના ઉદયથી થાય છે. જ્ઞાનની વિકૃતિ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ પ્રત્યે કા૨ણ છે. જ્યાં સુધી મોહનો ઉદય છે ત્યાં સુધી જીવ જ્ઞાનાવરણકર્મ અને દર્શનાવરણકર્મ અવશ્ય બાંધે છે. મિથ્યાત્વના પ્રાચુર્યમાં વિશેષ પ્રકારનો જ્ઞાનાવરણદર્શનાવરણ બંધાય છે તોપણ નિબિડ જ્ઞાનાવરણ અને દર્શનાવરણ બંધ પ્રત્યે કોણ કારણ છે ? તે પ્રસ્તુત સૂત્રમાં બતાવેલ છે. ૧૦૯ જેઓ જ્ઞાન પ્રત્યે દ્વેષ ધારણ કરે છે, જ્ઞાનવાળા પ્રત્યે દ્વેષ ધારણ કરે છે તેઓ જ્ઞાનાવરણીયકર્મનો અને દર્શનાવરણીયકર્મનો વિશેષ બંધ કરે છે. ફક્ત આ જ્ઞાન મિથ્યા છે તે બુદ્ધિથી તે મિથ્યાજ્ઞાન પ્રત્યે મિથ્યાજ્ઞાનની બુદ્ધિથી દ્વેષ થાય તો તે જ્ઞાનાવરણીયબંધનું અને દર્શનાવરણીયબંધનું કારણ નથી. વળી જ્ઞાનવાળા પુરુષ પ્રત્યે કોઈ નિમિત્તથી પ્રદ્વેષ થાય કે જ્ઞાનનાં સાધનો પ્રત્યે કોઈક નિમિત્તથી પ્રદ્વેષ થાય તો તે જ્ઞાનાવરણ-દર્શનાવરણના વિશેષ બંધનું કારણ છે. પોતે કોઈના પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેવા જ્ઞાની પુરુષનો અપલાપ ક૨વામાં આવે, અથવા પાંચ જ્ઞાન શાસ્ત્ર કહે છે તે પ્રકારે પાંચ જ્ઞાન નથી તેમ જ્ઞાનનો નિહ્નવ ક૨વામાં આવે, અથવા પોતે કોઈક વસ્તુનું સમ્યજ્ઞાન ધરાવતો હોવા છતાં કોઈ પૂછવા આવે તો મને ખબર નથી એ પ્રમાણે પોતાનામાં વિદ્યમાન જ્ઞાનનો અપલાપ કરેયોગ્ય પણ જીવને તે જ્ઞાન નહીં આપવાની બુદ્ધિથી અપલાપ કરે, અથવા જ્ઞાનનાં સાધનો પોતાની પાસે હોય તે વખતે કોઈ માંગે તો ‘મારી પાસે નથી’ એ પ્રમાણે કહી અપલાપ કરે તો તેઓ વિશેષ પ્રકારે જ્ઞાનાવરણકર્મ બાંધે. વળી, જ્ઞાનનું, જ્ઞાનવાનનું અને જ્ઞાનના સાધનનું માત્સર્યવિશેષ જ્ઞાનાવરણકર્મનું કારણ છે. જેમ પોતાની પાસે કોઈક વસ્તુનો સૂક્ષ્મબોધ હોય, હું અન્યને આપીશ તો મારા સમકક્ષ થશે તેવી માત્સર્યબુદ્ધિથી જ્ઞાન આપે નહીં, અથવા પોતાનાથી અધિક જ્ઞાનવાળાને જોઈને મત્સર ભાવ ધારણ કરે, અથવા જ્ઞાનનાં સાધનો પ્રત્યે મત્સરભાવને કારણે તેનો વિનાશ કરે ત્યારે નિબિડ જ્ઞાનાવરણ કર્મ બંધાય છે. કોઈ જ્ઞાન ભણતો હોય તેને ભણવામાં અંતરાય કરે તે જ્ઞાનનો અંતરાય છે, જ્ઞાનવાન પુરુષ કોઈને જ્ઞાન પ્રદાન કરતા હોય તેમાં અંતરાય કરે તે જ્ઞાનવાનનો અંતરાય છે. જ્ઞાનનાં સાધનો કોઈને જોઈતાં હોય, તેને પ્રાપ્ત થવામાં અંતરાય કરે તે સર્વ વિશેષ પ્રકારના જ્ઞાનાવરણ બંધનાં કારણો છે. વળી જ્ઞાનનું ગ્રહણ અવિધિથી કરે, જ્ઞાનવાન પુરુષ પાસેથી અવિનયપૂર્વક ગ્રહણ કરે, જ્ઞાનનાં સાધનોનો અવિધિથી ઉપયોગ કરે ત્યારે અવિધિથી આસાદનને કારણે વિશિષ્ટ પ્રકારનાં જ્ઞાનાવરણ કર્મ બંધાય છે. વળી જ્ઞાનનો ઉપઘાત કરે, જ્ઞાનવાળાનો ઉપઘાત કરે અને જ્ઞાનનાં સાધનોનો ઉપઘાત કરે તો વિશિષ્ટ પ્રકા૨નો જ્ઞાનાવરણનો આશ્રવ થાય છે. કોઈના જ્ઞાનનો નાશ થાય તેવી પ્રવૃત્તિ ક૨વામાં આવે, તે જ્ઞાનનો ઉપઘાત છે. કોઈ જ્ઞાનવાન પુરુષ પ્રત્યે દ્વેષાદિના કારણે તેનો નાશ કરવા યત્ન કરવામાં આવે તો તે Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧૧, ૧૨ જ્ઞાનવાનનો ઉપઘાત છે અને જ્ઞાનનાં સાધનોનો નાશ કરવામાં આવે તો તે જ્ઞાનસાધનોનો ઉપઘાત છે. તેનાથી ગાઢ જ્ઞાનાવરણ કર્મ બંધાય છે. વળી, જ્યારે જ્ઞાનાવરણ કર્મ બંધાય છે, ત્યારે દર્શનાવરણ પણ અવશ્ય બંધાય છે. તેથી જ્ઞાનનાં સાધનો વગેરેના ઉપઘાતથી જ દર્શનાવરણ પણ બંધાય છે. આથી જ જ્ઞાનના સાધનરૂપ કોઈની ઇન્દ્રિયોનો ઉપઘાત કરવામાં આવે તેનાથી વિશિષ્ટ દર્શનાવરણ કર્મ બંધાય છે; કેમ કે પાંચ ઇન્દ્રિય પણ જ્ઞાનના સાધનરૂપ જ છે. II/૧૧થા સૂત્ર : दुजर दुःखशोकतापाक्रन्दनवधपरिदेवनान्यात्मपरोभयस्थान्यसद्वेद्यस्य ।।६/१२।। સૂત્રાર્થ : આત્મસ્થ, પરસ્થ અને ઉભયસ્થ એવા દુખ, શોક, તાપ, આક્રંદ, વધ અને પરિદેવનાદિ અશાતા વેદનીયના આશ્રવો છે. ll૧/૧૨ા. ભાષ્ય :___ दुःखं शोकः ताप आक्रन्दनं वधः परिदेवनमित्यात्मसंस्थानि परस्य क्रियमाणानि उभयोश्च क्रियमाणानि असद्वेद्यस्यास्रवा भवन्तीति ।।६/१२।। ભાગાર્ય : દુઃઉં.... ભવન્તરિ | દુઃખ, શોક, તાપ, આકંદ, વધ, પરિદેવન=પરિતાપત, એ આત્મામાં રહેલા, પરના કરાતા અને ઉભયના કરાતા અશાતાવેદનીયતા આશ્રવો છે. ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. iis/૧૨ા ભાવાર્થ : જે જીવો દુઃખનું વેદન કરે છે, તે વખતે જે વ્યાકુળતા વર્તે છે તેનાથી વિશેષ પ્રકારનું અશાતાવેદનીય કર્મ બંધાય છે. આથી જ અવિધિથી લોચ કરાવનારને લોચકાળમાં પણ દુઃખનું વદન થતું હોવાથી અશાતાવેદનીયકર્મ બંધાય છે. વળી, બીજાને દુઃખ આપે છે ત્યારે પણ વિશેષ પ્રકારનું અશાતાવેદનીય બાંધે છે. વળી સ્વયં દુઃખી થતા હોય અને બીજાને દુઃખી કરતા હોય તે સર્વ અશાતાવેદનીય કર્મ બાંધે છે. વળી સ્વયં શોકાતુર હોય, અથવા બીજાને શોક ઉત્પન્ન કરતા હોય અથવા સ્વયં શોકાતુર હોય અને બીજાને શોકાતુર કરતા હોય તેઓ શોકના પરિણામને કારણે અશાતાવેદનીય બાંધે છે. વળી શોકને કારણે જેઓ હંમેશાં સંતપ્ત રહેતા હોય, અથવા બીજાને સંતપ્ત કરતા હોય, અથવા સ્વયં સંતપ્ત રહેતા હોય અને બીજાને સંતપ્ત કરતા હોય, તેઓ અશાતાવેદનીય બાંધે છે. વળી, જેઓ અતિશોકને કારણે આજંદ કરે છે અથવા બીજાને આક્રંદ કરાવે છે અથવા સ્વયં આક્રંદ કરે છે અને બીજાને પણ આક્રંદ કરાવે છે તે સર્વ અશાતાવેદનીય બાંધે છે. વળી Page #128 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧૨, ૧૩ ૧૧૧ પરનો વધ કરે અથવા સ્વયં પોતાના આત્માનો વધ કરે અથવા સ્વ-પરનો વધ કરે તે સર્વ અશાતાવેદનીય કર્મબંધનાં કારણો છે. વળી કોઈ પોતાના આત્માનું પરિદેવન કરે અર્થાત્ વારંવાર વિલાપ કર્યા કરે, અથવા બીજાને વિલાપ કરાવે અથવા સ્વ-પર ઉભયને વિલાપ કરાવે તે સર્વ અશાતાવેદનીયના આશ્રવો છે. II૧/૧ સૂત્ર : भूतव्रत्यनुकम्पा दानं सरागसंयमादि योगः क्षान्तिः शौचमिति सद्वेद्यस्य T૬/૧૩ સૂત્રાર્થ : ભૂતની અનુકંપા, વ્રતીની અનુકંપા, દાન, સરાગસંયમ આદિ, યોગ, ક્ષાન્તિ, શૌચ એ શાતાવેદનીયનાં આશ્રયસ્થાનો છે. lls/૧૩ ભાગ - सर्वभूतानुकम्पा अगारिष्वनगारिषु च व्रतिष्वनुकम्पाविशेषो दानं सरागसंयमः संयमासंयमः अकामनिर्जरा बालतपो योगः क्षान्तिः शौचमिति सद्वेद्यस्यास्रवा भवन्ति ।।६/१३।। ભાષાર્થ : સર્વભૂતાનુ .... ભત્તિ | સર્વ જીવોની અનુકંપા, અગારી-અલગારી એવા વ્રતીમાં અનુકંપાવિશેષ, દાન, સરાગસંયમ, સંયમસંયમ, અકામનિર્જરા, બાલતપ, યોગ, ક્ષમા, શૌચ એ શાતાવેદનીયતા આશ્રયસ્થાનો છે. lls/૧૩ ભાવાર્થ : સર્વ જીવોમાં અનુકંપા એ શાતાવેદનીય કર્મબંધનું કારણ છે. આથી જેઓ હૈયાને સ્પર્શે તે રીતે મૈત્રીભાવના કરતા હોય ત્યારે તેમને તેટલા અંશથી શાતાવેદનયનો બંધ થાય છે. વળી, વ્રતધારી ગૃહસ્થ કે સાધુ પ્રત્યે અનુકંપાનો પરિણામ અર્થાત્ તેઓનાં દુઃખોને દૂર કરવાનો પરિણામ શાતાવેદનીય કર્મબંધનું કારણ છે. આથી જ સુસાધુ પ્રત્યે પણ તેઓના કષ્ટને જોઈને તે કષ્ટના નિવારણનો પરિણામ થાય ત્યારે શાતાવંદનીય કર્મનો બંધ થાય છે. સર્વ જીવોમાં કે વ્રતવાળા ગૃહસ્થમાં કે વ્રતવાળા સાધુમાં આહારાદિનું દાન તે શાતા વેદનીયનું કારણ છે; કેમ કે અન્યને શાતા ઉત્પાદનને અનુકૂળ વ્યાપારરૂપ છે. તે રીતે સરાગસંયમ શાતા વેદનીય બંધનું કારણ છે; કેમ કે સરાગસંયમકાળમાં જીવો પ્રત્યે દયાનો પરિણામ વર્તે છે, તેથી શાતાવેદનીય બંધાય છે. સૂત્રમાં રહેલા આદિ શબ્દથી સંયમસંયમ, અકામનિર્જરા અને બાલતપનું ગ્રહણ છે. સંયમસંયમરૂપ દેશવિરતિની આચરણા પણ શાતાવેદનીય કર્મબંધનું કારણ છે; Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧૩ કેમ કે દેશવિરતિમાં સ્થૂલથી જીવરક્ષાને અનુકૂળ પરિણામરૂપ છે, જે અન્યની અશાતાના પરિહારરૂપ છે. વળી સંસારી જીવો અકામનિર્જરા કરીને કાંઈક શુભભાવો કરે છે ત્યારે તે શુભભાવરૂપ પરિણામ દ્વારા અકામનિર્જરા શાતાવેદનીયનું કારણ થાય છે. સામાન્યથી અકામનિર્જરા શબ્દથી કામના વગર થયેલી નિર્જરા પ્રાપ્ત થાય; વળી કર્મની નિર્જરા સ્વયં શાતાવેદનીય બંધનું કારણ બને નહીં, પરંતુ શાતાવેદનીય બંધને અનુકૂળ અધ્યવસાય જ શાતાવેદનીય બંધનું કારણ બને છે. શતાબંધને અનુકૂળ અધ્યવસાય અકામનિર્જરાથી થાય છે માટે અનામનિર્જરાને શાતાવેદનીય બંધનું કારણ કહ્યું છે. એકેન્દ્રિયાદિ જીવો સતત છેદન-ભેદનાદિ પામે છે અને વિવિધ પ્રકારની યાતનાઓ ભોગવે છે. તેથી તેઓને અકામનિર્જરા થતી હોવા છતાં તે અકામનિર્જરા દેહની પીડાને કારણે આર્તધ્યાનમાં જ પરિણમન પામતી હોવાને કારણે એકેન્દ્રિયાદિ જીવો પ્રાયઃ અશાતાવેદનીય જ બાંધતા હોય છે. તેથી એ પ્રાપ્ત થાય કે સર્વ પ્રકારની અકામનિર્જરા શાંતાબંધનું કારણ નથી, પરંતુ વિશિષ્ટ અકામનિર્જરા જે રીતે સમકિતનું કારણ છે તે રીતે શાતાવેદનીયને અનુકૂળ શુભ અધ્યવસાયનું પણ કારણ છે. વળી જેઓ પંચાગ્નિ આદિ બાહ્યકષ્ટવાળા બાલતપ કરે છે, તે વખતે થતી પીડા પ્રત્યે ઉપેક્ષા હોય છે. તેથી તેઓનો બાલતા શાતાવેદનીય બંધનું કારણ બને છે, કેમ કે કષ્ટથી વ્યાકુળતા જેમ અશાતાવેદનીય કારણ છે, તેમ કષ્ટ પ્રત્યે ઉપેક્ષા શતાબંધનું કારણ બને છે. કષ્ટ વેઠતી વખતે સમભાવવાળા મુનિને સમભાવના રાગથી વિશેષ પ્રકારની શાતા બંધાય છે. વળી યોગ લોક અભિમત નિરવદ્ય વ્યાપારરૂપ પ્રવૃત્તિ, શાતાવેદનીય બંધનું કારણ છે. આથી જેઓ બીજાનાં દુઃખ દૂર કરવાનો વ્યાપાર કરે છે તેનાથી શાતાવેદનીય કર્મ બાંધે છે. વળી, ઉપકારી આદિના ભેદથી ક્ષમાનો પરિણામ શાતાવેદનીયના બંધનું કારણ છે. તેથી કોઈ વ્યક્તિ આ મારા ઉપકારી છે તેવી બુદ્ધિથી તેના તરફના કોઈ વર્તન પ્રત્યે દ્વેષ ન કરે ત્યારે ઉપકારી ક્ષમાને કારણે શાતાવેદનીયનો બંધ થાય છે. વળી કોઈ વ્યક્તિ વિચારે કે આના અનુચિત વ્યવહારને કારણે હું ગુસ્સો કરીશ, તો તે મારો અપકાર કરશે અર્થાતું મને અનેક જાતની પ્રતિકૂળતા ઊભી કરશે. તે પ્રકારના ભયથી પણ ગુસ્સો ન કરે અને તેના કઠોર વચનને સહન કરે ત્યારે અપકારી ક્ષમાના કારણે પણ શાતાવેદનીય બંધાય છે. વળી કોઈ પોતાના ઉપકારી ન હોય અને પોતે તેને સંભળાવે તો પણ તેના તરફથી કોઈ અપકાર થવાનો સંભવ ન હોય, છતાં ક્રોધનું ફળ મને પ્રાપ્ત થશે. આ પ્રકારે ક્રોધના વિપાકનો વિચાર કરીને ક્રોધ ન કરે ત્યારે પણ શાતાવેદનીય બંધાય છે. વળી જિનવચનાનુસાર ઉપયુક્ત સાધુને વચનક્ષમા વર્તે છે. તેનાથી વિશેષ પ્રકારનું શાતાવેદનીય બંધાય છે અને પોતાના આત્માનો સ્વભાવ ક્ષમા ધારણ કરવી તે છે એમ વિચારી આત્માના ગુણરૂપ ધર્મક્ષમાનું પાલન કરનારને વિશિષ્ટ પ્રકારનું શાતાવેદનીય બંધાય છે. બાહ્ય પદાર્થનો લોભ આત્માને મલિન કરે છે, તેથી તે અશૌચ છે. જે જે અંશથી આત્માને મલિન કરનાર લોભના ત્યાગને અનુકૂળ ઉપયોગ વર્તે છે તે તે અંશથી આત્મામાં અશૌચનો પરિણામ પ્રવર્તે છે. તે શૌચના પરિણામથી શાતાવેદનીય કર્મનો બંધ થાય છે. II૬/૧૩મા Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧| સૂત્ર-૧૪ સૂત્રઃ केवलिश्रुतसङ्घधर्मदेवावर्णवादो दर्शनमोहस्य ।।६/१४ ।। સૂત્રાર્થ : કેવલીનો, શ્રુતનો, સંઘનો, ધર્મનો અને દેવનો અવર્ણવાદ દર્શનમોહનીયનો આશ્રવ છે. II૬/૧૪ll ભાષ્ય :___ भगवतां परमर्षीणां केवलिनामर्हत्प्रोक्तस्य च साङ्गोपाङ्गस्य श्रुतस्य, चातुर्वर्णस्य सङ्घस्य, पञ्चमहाव्रतसाधनस्य धर्मस्य चतुर्विधानां च देवानामवर्णवादो दर्शनमोहस्यास्त्रवा इति ।।६/१४।। ભાષ્યાર્થઃ ભજવતાં રિ II ભગવાન પરમઋષિ કેવલીઓનો, અરિહંત વડે કહેવાયેલ અંગ-ઉપાંગ સહિત શ્રુતનો, ચારવર્ણવાળા સંઘનો, પાંચ મહાવ્રતના સાધનરૂપ ધર્મનો અને ચાર પ્રકારના દેવોનો અવર્ણવાદ દર્શનમોહનો આશ્રવ છે. તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. lig/૧૪માં ભાવાર્થ :(૧) કેવલીઅવર્ણવાદ - કેવલીઓના વાસ્તવિક સ્વરૂપનો અપલાપ કરે, અવાસ્તવિક સ્વરૂપનું આરોપણ કરવામાં આવે તો તે કેવલીનો અવર્ણવાદ છે. આથી જ કેવલી કવલભોજી નથી એ પ્રકારે કહેવું તે પણ કેવલીનો અવર્ણવાદ છે. તે સિવાય અન્ય પણ કેવલીની વાસ્તવિક સ્થિતિથી અન્ય પ્રકારે કેવલીના સ્વરૂપનું કથન કરવું તે સર્વે કેવલીનો અવર્ણવાદ જ છે. (૨) શ્રુતઅવર્ણવાદઃ સર્વજ્ઞનાં વચન અંગ-ઉપાંગ સહિત શ્રુતજ્ઞાન સ્વરૂપ છે. અને આપાતથી શ્રુતનાં વચનોનો પરસ્પર વિરોધ જણાય, ત્યારે પોતાની મતિની મંદતાના કારણે પોતે તેનો નિર્ણય કરી શકે નહીં તેટલા માત્રથી આ સર્વ શ્રુતનાં વચનો પરસ્પર અસંબદ્ધ છે તે પ્રકારે શ્રુતનો અવર્ણવાદ દર્શનમોહનીયનો આશ્રવ છે. વળી શ્રુતમાં જે પદાર્થો જે રીતે નિબદ્ધ હોય તેને યથાર્થ જાણ્યા વગર સ્વમતિ અનુસાર યથા-તથા યોજન કરે તેનાથી પણ શ્રતના વિપરીત યોજનરૂપ અવર્ણવાદના કારણે દર્શનમોહના આશ્રવની પ્રાપ્તિ છે. (૩) સંઘઅવર્ણવાદ - સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચાર પ્રકારના સંઘનો અવર્ણવાદ દર્શનમોહનીયનો આશ્રવ છે. દા.ત. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ તત્ત્વાર્થાધિગમસુત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧૪, ૧૫ કોઈ સાધુની પ્રમાદયુક્ત આચરણા જોઈને જૈન સાધુઓ આ રીતે અનુચિત કરનારા હોય છે તેમ કહેવું તે સંઘનો અવર્ણવાદ છે. વળી કોઈ શ્રાવક કે સાધુ ઉચિત પ્રવૃત્તિ કરતા હોય છતાં સ્વમતિદૌર્બલ્યના કારણે તેઓની તે પ્રવૃત્તિ અનુચિત જણાય તેથી તેના કારણે તેઓનો અવર્ણવાદ કરવામાં આવે તે પણ સંઘનો અવર્ણવાદ છે, જેનાથી દર્શનમોહનીયના આશ્રવની પ્રાપ્તિ છે. (૪) ધર્મઅવર્ણવાદ : પાંચ મહાવ્રતોના સાધન એવા ધર્મનો અવર્ણવાદ દર્શનમોહનીયનો આશ્રવ છે. દા. ત. જીવમાં વર્તતા પાંચ મહાવ્રતોની નિષ્પત્તિમાં કારણભૂત એવા સંયમની આચરણાની કોઈક નિંદા કરે કે “સાધુઓ સ્વપરાક્રમથી ભોજન કરતા નથી, પરંતુ આ રીતે લોકો પાસેથી માંગીને ખાય છે તે ધર્મનો અવર્ણવાદ છે. વળી પાંચ મહાવ્રતોની જે સંયમની ઉચિત આચરણાઓ છે તેની અન્યથા પ્રરૂપણા કરવી તે પણ પાંચ મહાવ્રતના સાધનનો અવર્ણવાદ છે, જેનાથી દર્શનમોહનીયના આશ્રવની પ્રાપ્તિ છે. (૫) દેવઅવર્ણવાદ : ચાર નિકાયવાળા દેવો ભોગ-વિલાસવાળા છે' તેમ કહીને તેઓનો અવર્ણવાદ કરવો તે દર્શનમોહનીયનો આશ્રવ છે. વસ્તુતઃ ધર્મપરાયણ એવા ચારનિકાયના દેવો પણ સ્વભૂમિકા અનુસાર ઉચિત ધર્મ સેવીને આત્મહિત સાધનારા છે. તેથી તેઓના ઉત્તમ ગુણો પ્રત્યે અનાદર થાય તે રીતે તેઓના ભોગને પ્રધાન કરીને તેઓની નિંદા કરવાથી દર્શનમોહનીયના આશ્રવની પ્રાપ્તિ થાય છે. આથી જ સંયમ પાળીને દેવલોકમાં ગયેલા દેવોને આશ્રયીને શાસ્ત્રમાં તેઓને નોવિરતનોઅવિરત કહેવાયા છે; કેમ કે વિરતિના ફળવાળા હોવાથી અવિરત નથી અને વર્તમાનમાં વિરતિનો પરિણામ નથી માટે વિરત નથી. જેના જેટલા ગુણો હોય તે ગુણો પ્રત્યે અનાદર થાય તે પ્રકારે તેનો અવર્ણવાદ કરવામાં આવે તો દર્શનમોહનીયના આશ્રવોની પ્રાપ્તિ થાય છે. જોકે મિથ્યાત્વમોહનીયના ઉદયથી જ દર્શનમોહનીયના આશ્રવની પ્રાપ્તિ છે, તેથી કોઈ પ્રકારનો કોઈનો અવર્ણવાદ ન કરતા હોય તેવા પણ જીવો મિથ્યાત્વના ઉદયથી દર્શનમોહનીય બાંધે છે, તોપણ ગુણસંપન્ન જીવોના અવર્ણવાદથી વિશેષ પ્રકારે દર્શનમોહનીય બંધાય છે. આથી જ અયોગ્ય જીવો પાસે મોક્ષનું વર્ણન કરવાથી મોક્ષ પ્રત્યે તેમને દ્વેષ થાય તો તેઓ વિશેષ પ્રકારે દર્શનમોહનીય બાંધે છે. માટે જ અયોગ્યને તે પ્રકારનો ઉપદેશ આપવાનો શાસ્ત્રમાં નિષેધ છે. IIS/૧૪ સૂત્ર : कषायोदयात् तीव्रात्मपरिणामश्चारित्रमोहस्य ।।६/१५।। સૂત્રાર્થ :કષાયના ઉદયથી તીવ્ર આત્મપરિણામ ચારિત્રમોહનો આશ્રવ છે. II૬/૧૫ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧| સૂત્ર-૧૫, ૧૬ ભાષ્ય : कषायोदयात्तीव्रात्मपरिणामश्चारित्रमोहस्यास्रवो भवति ।।६/१५ ।। ભાષ્યાર્ચ - વષયોદયાત્ .... મતિ . કષાયના ઉદયથી તીવ્ર આત્મપરિણામ ચારિત્રમોહનો આશ્રવ થાય છે. li૬/૧૫ ભાવાર્થ : સામાન્યથી અનંતાનુબંધી ચાર કષાયમાંથી જે કષાયનો ઉદય હોય તે કષાયનો બંધ થાય છે. આથી સમકિત પામનાર જીવ અનિવૃત્તિકરણના ચરમસમય સુધી અનંતાનુબંધીના ઉદયવાળો હોવાથી અનંતાનુબંધી કષાયમોહનીયકર્મ બાંધે છે. તે રીતે અપ્રત્યાખ્યાનીયકષાયો, પ્રત્યાખ્યાનીયકષાયો આદિનો પણ સ્વ ઉદય સાથે અવશ્ય બંધ છે, તોપણ જે કષાયનો ઉદય તત્ત્વ તરફ જતો હોય, તે કષાય ક્રમશઃ મંદ-મંદતર થાય છે. તેથી પૂર્વ-પૂર્વ કરતાં ઓછું-ઓછું ચારિત્રમોહનીય કર્મ બંધાય છે. જે વખતે કષાયનો ઉદય બાહ્ય પદાર્થને અવલંબીને પ્રવર્તતો હોય છે ત્યારે તેનાથી જે કષાયનો પરિણામ તીવ્ર થાય છે તે પ્રધાનરૂપે ચારિત્રમોહનીયનો આશ્રવ છે. વિપર્યાસને અભિમુખ અનંતાનુબંધી કષાય જીવમાં વર્તતો હોય તે તીવ્ર છે. તેથી અનંતાનુબંધી કષાયના આશ્રવનું કારણ બને છે. પરંતુ જ્યારે તે અનંતાનુબંધી કષાય જ તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ ઉચિત યત્નમાં પ્રવર્તે છે ત્યારે તે અનંતાનુબંધી કષાયનો પરિણામ તીવ્ર નહીં હોવાથી ચારિત્રમોહનીયનો આશ્રવ કહેવાતો નથી. આથી જ કષાયને પરવશ થયેલા સમ્યગ્દષ્ટિને, દેશવિરતિને કે સર્વવિરતિધર સાધુને જ્યારે જ્યારે જે જે કષાય તે તે નિમિત્તને પામીને વર્તે છે ત્યારે ત્યારે તે તે કષાયનો ઉદય વિશેષ પ્રકારના ચારિત્રમોહનીયકર્મના આશ્રવરૂપ બને છે અને જે વખતે તેઓ સ્વભૂમિકા અનુસાર યોગમાર્ગમાં યત્ન કરતા હોય ત્યારે તેઓનો કષાયનો ઉદય ક્ષયોપશમભાવરૂપે પ્રવર્તતો હોવાથી મંદ-મંદતર થાય છે. તેથી વિશેષ પ્રકારનું ચારિત્રમોહનીયકર્મ બંધાતું નથી. I૬/૧પણા સૂત્ર : बह्वारम्भपरिग्रहत्वं च नारकस्यायुषः ।।६/१६।। સૂત્રાર્થ : બહુઆરંભપણું અને બહુપરિગ્રહપણું નરકઆયુષ્યનો આશ્રવ છે. Is/૧૬ ભાગ - बह्वारम्भता बहुपरिग्रहता च नारकस्यायुष आस्रवो भवति ॥६/१६।। Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ભાષ્યાર્થ : बह्वारम्भता તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ / સૂત્ર-૧૬, ૧૭, ૧૮ મતિ ।। બહુઆરંભતા અને બહુપરિગ્રહતા નરકઆયુષ્યનો આશ્રવ છે. II૬/૧૬૫ ભાવાર્થ: બાહ્યથી ઘણો આરંભ હોય કે બાહ્યથી ઘણો પરિગ્રહ હોય છતાં જે જીવોને તત્ત્વાતત્ત્વનો વિવેક છે અને ધીરે-ધીરે નિરારંભતા અને નિષ્પરિગ્રહત્વ પ્રત્યે જવાનો યત્ન છે તેઓના આરંભ અને પરિગ્રહમાં બાહ્યથી બહુલતા હોવા છતાં પણ ભાવથી અલ્પતા છે. આથી જ તે ન૨કઆયુષ્યનો આશ્રવ બનતો નથી. જેઓ પાસે ઘણું ધન નથી અને ઘણો આરંભ કરવાનું સામર્થ્ય નથી, છતાં બહુઆરંભ અને બહુપરિગ્રહમાં જ સારપણાની બુદ્ધિ પડી છે તેથી શક્તિ અનુસાર ઘણા આરંભની પ્રવૃત્તિઓ કરે છે અને બહુપરિગ્રહ પ્રાપ્ત કરવા સતત યત્ન કરે છે અને તેને અનુકૂળ જ પરિણામોનો પ્રવાહ ચિત્તમાં વર્તે છે, તે નરકઆયુષ્યનો આશ્રવ છે. II૬/૧૬ા સૂત્રઃ માયા તૈર્વયોનર્થ ।।૬/૨૯।। સૂત્રાર્થ : તિર્યંચયોનિનો આશ્રવ માયા છે. II૬/૧૭|| ભાષ્યઃ माया तैर्यग्योनस्यायुष आस्रवो भवति ।।६/१७।। ભાષ્યાર્થ : माया મવૃત્તિ ।। તિર્યંચ યોનિના આયુનો આશ્રવ માયા=માયાકષાય, છે. ૬/૧૭|| ભાવાર્થ: જે જીવોમાં અત્યંત વિપર્યાસબુદ્ધિ છે અને તેના કારણે વક્ર સ્વભાવ છે. તેથી પ્રવૃત્તિકાળમાં વારંવાર માયાનો પરિણામ થયા કરતો હોય છે. તેઓનો માયાનો પરિણામ તિર્યંચના આયુષ્યનો આશ્રવ છે. ૫૬/૧૭|| સૂત્ર ઃ ..... अल्पारम्भपरिग्रहत्वं स्वभावमार्दवार्जवं च मानुषस्य ।।६/ १८ ।। Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧| સૂત્ર-૧૮, ૧૯ સૂત્રાર્થ : અા આરંભ, પરિગ્રહપણું, સ્વભાવમાર્દવ સ્વાભાવિક મૃદુતા, અને સ્વભાવઆર્જવ રવાભાવિક ઋજુતા, મનુષ્યઆયુષ્યનો આશ્રવ છે. lls/૧૮ ભાગ - अल्पारम्भपरिग्रहत्वं स्वभावमार्दवार्जवं च मानुषस्यायुष आस्रवो भवति ।।६/१८ ।। ભાષ્યાર્થ: અત્યાર.......... મતિ | અલ્પઆરંભ, અલ્પપરિગ્રહપણું, સ્વભાવમાર્દવ=સ્વાભાવિક મૃદુતા, અને સ્વભાવઆર્જવ=સ્વાભાવિક ઋજુતા, મનુષ્યઆયુષ્યનો આશ્રવ છે. lig/૧૮ ભાવાર્થ : જે જીવોને આરંભ પાપસ્વરૂપ છે, પરિગ્રહ પાપસ્વરૂપ છે તેવી બુદ્ધિને કારણે અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ રાખવાનો પરિણામ છે, તેથી બાહ્યથી સમૃદ્ધિવાળા હોય તોપણ સ્વભૂમિકા અનુસાર પરિગ્રહની મર્યાદા કરનારા હોય છે અને સ્વભૂમિકા અનુસાર અતિ આરંભવાળી પ્રવૃત્તિનું વર્જન કરનારા હોય છે. તેઓનો તે પરિણામ મનુષ્યઆયુષ્યનો આશ્રવ છે. વળી જેઓનો સ્વભાવ જ ગુણવાન પ્રત્યે નમ્રતાના પરિણામવાળો છે, અર્થાત્ સ્વાભાવિક રીતે જ માદવ છે, તે માદવસ્વભાવ મનુષ્યઆયુષ્યનું કારણ છે. વળી કેટલાક જીવો સ્વાભાવિક રીતે સરળ સ્વભાવના હોય છે. આ સરળ સ્વભાવ પણ મનુષ્યઆયુષ્યનો આશ્રવ છે. II/૧૮ સૂત્ર : નિઃશનવ્રતવં ચ સર્વેક્ષા ૬/૨૧iા સૂત્રાર્થ - અને નિઃશીલપણું અને નિર્વતપણું સર્વ આયુષ્યનું પૂર્વમાં વર્ણન કરાયેલા નરક-તિર્યંચમનુષ્ય-ગણે આયુષ્યનું, કારણ છે. lls/૧૯ll ભાષ્ય : निःशीलव्रतत्वं च सर्वेषां नारकतैर्यग्योनमानुषाणामायुषामास्रवो भवति, यथोक्तानि च T૬/૨૧ ભાષ્યાર્થ:નિશીનરંતર્વ ..... અથોન ર | નિઃશીલપણું અને વિદ્રતપણું તારક-તિર્યંચ-મનુષ્યરૂપ સર્વ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ / સૂત્ર-૧૯, ૨૦ આયુષ્યનું આશ્રવ છે, અને યથોક્ત આશ્રવો છે=સૂત્ર-૧૬-૧૭-૧૮માં કહ્યું તે ત્રણે તે તે આયુષ્યના આશ્રવો છે. I૬/૧૯] ભાવાર્થ: નરકઆયુષ્યનું જેમ બહુઆરંભપણું-બહુપરિગ્રહપણું આશ્રવ છે તેમ શીલ અને વ્રતનો સર્વથા અભાવ પણ નરકઆયુષ્યનો આશ્રવ છે. વળી તિર્યંચ યોનિનો જેમ માયા આશ્રવ છે તેમ શીલ અને વ્રતનો સર્વથા અભાવ પણ તિર્યંચ યોનિના આયુષ્યનો આશ્રવ છે. વળી, અલ્પઆરંભ-અલ્પપરિગ્રહપણું, સ્વભાવમાર્દવ, સ્વભાવઆર્જવ જેમ મનુષ્યઆયુષ્યનો આશ્રવ છે તેમ નિઃશીલપણું અને નિવ્રુતપણું પણ મનુષ્યઆયુષ્યનો આશ્રવ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જેઓ શીલ અને વ્રતમાં લેશ પણ યત્ન કરતા નથી તેઓના શીલ અને વ્રતના અભાવમાં જેટલી ક્લિષ્ટતા થાય તેના પ્રમાણે આયુષ્યનો ભેદ પ્રાપ્ત થાય છે. તેથી જેઓ શીલ વગરના અને વ્રત વગરના અતિ ક્લિષ્ટ પરિણામવાળા હોય તે નરકઆયુષ્ય બાંધે છે, જેઓ શીલ અને વ્રત વગરના હોવા છતાં શીલ-વ્રતના અભાવમાં અતિક્લિષ્ટતાવાળા ન હોય પરંતુ મધ્યમ ક્લિષ્ટતાવાળા હોય તો તિર્યંચયોનિનું આયુષ્ય બાંધે છે. વળી જેઓ શીલ અને વ્રતના અભાવવાળા છે છતાં અલ્પ ક્લેશવાળા છે. તેઓને શીલ અને વ્રતનો અભાવ મનુષ્યઆયુષ્યનું કારણ બને છે. II૬/૧૯૫ ભાષ્ય : अथ दैवस्यायुषः क आस्रव इति ? । अत्रोच्यते ભાષ્યાર્ચઃ હવે દેવઆયુષ્યનો શું આશ્રવ છે ? તે પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે સૂત્રઃ સૂત્રાર્થ -- सरागसंयमसंयमासंयमाकामनिर्जराबालतपांसि दैवस्य ||६ / २० ॥ સરાગસંયમ, સંયમાસંયમ, અકામનિર્જરા અને બાલતપ દેવના આશ્રવો છે. II૬/૨૦ના ભાષ્ય : संयमो विरतिर्व्रतमित्यनर्थान्तरम्, 'हिंसाऽनृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिर्व्रतम्' (अ० ७, सू० १) इति वक्ष्यते । संयमासंयमो देशविरतिरणुव्रतमित्यनर्थान्तरम्, 'देशसर्वतोऽणुमहती' (अ० ७, सू० २) इत्यपि वक्ष्यते । अकामनिर्जरा पराधीनतयाऽनुरोधाच्चाकुशलनिवृत्तिराहारादिनिरोधश्च, बालतपः, Page #136 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૨૦ ૧૧૯ बालो मूढ इत्यनर्थान्तरम्, तस्य तपो बालतपः तच्चाग्निप्रवेशमरुत्प्रपातजलप्रवेशादि । तदेवं सरागसंयमसंयमासंयमादीनि च दैवस्यायुष आस्रवा भवन्तीति । ६ / २० ।। ભાષ્યાર્થ : संयमो ભવન્તીતિ ।। સંયમ, વિરતિ, વ્રત તે અનર્થાન્તર છે. “હિંસા, અમૃત=અસત્ય, સ્તેય=ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહથી વિરતિ વ્રત છે” તે પ્રમાણે કહેવાશે=અધ્યાય-૭, સૂત્ર-૧માં કહેવાશે. સંયમાસંયમ, દેશવિરતિ, અણુવ્રત એ અનર્થાન્તર છે=એકાર્થવાચી શબ્દો છે. “દેશથી અને સર્વથી અણુ અને મહા છે” એ પ્રમાણે પણ કહેવાશે=અધ્યાય-૭, સૂત્ર-૨માં કહેવાશે. પરાધીનતાથી, અનુરોધથી, અકુશલની નિવૃત્તિ અને આહાર આદિનો નિરોધ છે તે અકામનિર્જરા છે. બાલતપ : બાલ, મૂઢ એ અનર્થાન્તર છે=એકાર્થવાચી શબ્દો છે. તેનો=બાલનો, તપ બાલતપ છે અને તે અગ્નિપ્રવેશ, પર્વત ઉપરથી પ્રપાત, જલપ્રવેશ આદિરૂપ છે. આ રીતે સરાગસંયમ, સંયમાસંયમ આદિ દેવઆયુષ્યના આશ્રવો છે. ‘કૃતિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. II૬/૨૦ના ***** ભાવાર્થ: જે જીવોને પાપથી વિરામનો પરિણામ થવાના કારણે પાપના વિરામરૂપ સંયમ પર રાગ થવાથી સંયમના રાગપૂર્વક સંયમનું પાલન કરે છે તે સ૨ાગસંયમવાળા છે. આ સંયમ વિરતિસ્વરૂપ છે=હિંસા આદિ પાંચ પાપસ્થાનકની વિરતિ સ્વરૂપ છે. તેથી જેઓ હિંસા આદિ પાંચ પાપની વિરતિના રાગપૂર્વક મહાવ્રતોને પાળે છે તે સરાગસંયમ છે, જે દેવઆયુષ્યનું કારણ છે. વળી જેઓ તે પાંચ પાપસ્થાનકનો સ્થૂલથી ત્યાગ કરીને દેશવિરતિ પાળે છે તેઓ સંયમાસંયમવાળા છે. આ સંયમાસંયમ પણ દેવઆયુષ્યનો આશ્રવ છે. વળી પરાધીનતાને કા૨ણે કે કોઈના અનુરોધના કારણે અકુશલ એવા પાપની નિવૃત્તિ કે પરાધીનતાને કારણે આહાર આદિનો નિરોધ તે અકામનિર્જરા છે. અર્થાત્ તે અકુશલ એવી પાપ પ્રવૃત્તિની નિવૃત્તિથી કે આહાર આદિના નિરોધથી જીવ અકામનિર્જરાને પ્રાપ્ત કરે છે. આ અકામનિર્જરાને કારણે જીવને જે શુભ અધ્યવસાય થાય છે તે દેવઆયુષ્યનો આશ્રવ છે. જેમ અકામનિર્જરા તેવા પ્રકારના કર્મના વિગમનને કારણે સમકિતનું કારણ બને છે તે સ્થાનમાં તે અકામનિર્જરાથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય પણ ક્ષીણ થાય તેવો અધ્યવસાય થાય છે. તેથી અકામનિર્જરાથી જેમ તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ નિર્મળ દૃષ્ટિરૂપ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે તેમ કેટલાક જીવોને અકામનિર્જરાથી મિથ્યાત્વ મંદ થાય છે અને ઉત્તમ દેવભવની પ્રાપ્તિ થાય તેવા પણ અધ્યવસાયની પ્રાપ્તિ થાય છે. વળી, કેટલાકને અકામનિર્જરાથી મિથ્યાત્વ મંદ થતું નથી, માત્ર દેવભવ પ્રાપ્ત થાય છે. વળી કેટલાક જીવો બાલતપ કરે છે. પ્રસ્તુતમાં બાલ શબ્દનો અર્થ મૂઢભાવ છે. મૂઢભાવથી જે તપ કરાય તે બાલતપ છે. આ બાલતપ અગ્નિપ્રવેશાદિરૂપ છે. આ બાલતપ કરનારા જીવો તે બાલતપના પ્રભાવથી Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૨૦ દેવભવનું આયુષ્ય બાંધે છે. આમ છતાં કેટલાક બાલતપ કરનારા ભદ્રક પ્રકૃતિવાળા હોય તો દેવભવને પામીને સન્માર્ગની પણ પ્રાપ્તિ કરે છે. કેટલાક બાલતપ કરનારા અત્યંત વિપર્યાસબુદ્ધિવાળા હોય તો દેવભવને પામીને વિષયોમાં મૂઢ બનીને દુર્ગતિની પરંપરાને પ્રાપ્ત કરે છે. (૧) નરકઆયુષ્યના આશ્રવો : અહીં ચાર ગતિના આયુષ્ય વિષયક વિશેષ એ છે કે તે તે નરકમાં ઉપપાત માટે જરૂરી નરકઆયુષ્યબંધને અનુકૂળ અધ્યવસાયસ્થાન સર્વ જીવો માટે સમાન જ હોય છે. આ અધ્યવસાયસ્થાનને જે જીવ સ્પર્શે તે દરેક જીવોને તે અધ્યવસાયસ્થાનને અનુરૂપ નરકની પ્રાપ્તિ કરે છે. નરક પ્રાપ્તિ પ્રત્યે જે અધ્યવસાય આવશ્યક છે તે અધ્યવસાયની પ્રાપ્તિ પ્રત્યે બહુ આરંભ પણ કારણ છે, બહુ પરિગ્રહ પણ કારણ છે અને શીલ-વ્રત રહિતપણું પણ કારણ છે. તેથી જે જીવને બહુ આરંભથી કે બહુ પરિગ્રહથી કે શીલ અને વ્રતના રહિતપણાથી નરકગતિપ્રાયોગ્ય જે પ્રકારનો અધ્યવસાય થાય તે જીવ તે પ્રકારનું નરકઆયુષ્ય બાંધે છે. વળી જેમ બાહ્ય પ્રવૃત્તિ તે અધ્યવસાય પ્રત્યે કારણ છે તેમ ક્રોધ-માન-માયા-લોભરૂપ કષાય પણ તે અધ્યવસાય પ્રત્યે કારણ છે. આથી જેઓને પર્વતની રેખા જેવો કોઈક નિમિત્તથી ગુસ્સો થયો હોય તે વખતે તે ગુસ્સાના ક્લેશને અનુરૂપ જો આયુષ્ય બાંધે તો નરકનું જ આયુષ્ય બાંધે છે. તેથી બાહ્ય આચરણા ઉ૫૨થી આયુષ્યબંધનો નિર્ણય ક૨વા માટે તે તે આયુષ્યબંધનાં કારણો ગ્રંથકારશ્રીએ બતાવ્યાં છે. તે રીતે કોઈકને માનકષાયનો પત્થરના થાંભલા જેવો તીવ્ર ઉદય હોય ત્યારે તે કષાયના અધ્યવસાયથી વર્તતા સંકલ્પકાળમાં તે જીવ તે સંકલેશને અનુરૂપ નરકગતિનું આયુષ્ય બાંધે છે. (૨) તિર્યંચઆયુષ્યના આશ્રવો : વળી તિર્યંચગતિના આયુષ્યબંધ પ્રત્યે તેનો નિયત અધ્યવસાય જ કારણ છે. આ અધ્યવસાયની નિષ્પત્તિ પ્રત્યે માયા બાહ્યથી પ્રબળ કારણ છે. તે સિવાય નિઃશીલત્વ અને નિવ્રુતપણું પણ નરકના અધ્યવસાય જેવું ઉત્કટ ન હોય તો તે પણ તિર્યંચઆયુષ્ય પ્રત્યે કારણ છે. ક્રોધ-માન-માયા-લોભ આત્મક ચાર કષાય પણ જમીનમાં પડેલી રેખાતડ, આદિ જેવા હોય તો જે વખતે જે ક્રોધાદિનો જે પ્રકારનો ઉદય વર્તતો હોય, તે પ્રકારે તે ક્રોધાદિના નિમિતે તિર્યંચઆયુષ્યબંધની પ્રાપ્તિ છે. (૩) મનુષ્યઆયુષ્યના આશ્રવો : વળી મનુષ્યઆયુષ્યનું કારણ જેઓને અલ્પ આરંભ કરવાનો અને અલ્પ પરિગ્રહ રાખવાનો પરિણામ વર્તતો હોય; સ્વભાવથી માર્દવસ્વભાવ કે આર્જવસ્વભાવ હોય તો તેઓ મનુષ્યઆયુષ્યને બાંધે છે. વળી કોઈક નિમિતે તેઓને ક્રોધ, માન, માયા, લોભ કષાય થાય જે રેતીમાં પડેલ રેખા આદિ જેવા હોય તો તે કષાયથી મનુષ્યઆયુષ્યનો બંધ થાય છે. (૪) દેવઆયુષ્યના આશ્રવો : વળી, દેવઆયુષ્ય જેમ સરાગસંયમ આદિ ભાવોથી થાય છે તેમ પાણીની રેખા આદિ જેવા ક્રોધ આદિ Page #138 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૨૦, ૨૧ ૧૨૧ કષાયથી પણ દેવઆયુષ્યનો બંધ થાય છે. ફક્ત સમ્યગ્દષ્ટિજીવ સંયમનો અત્યંત રાગી હોય છે, તેથી તેઓમાં અપ્રત્યાખ્યાનીય આદિ કષાયો હોવા છતા સર્વવિરતિ પ્રત્યેનો અને દેશવિરતિ પ્રત્યેનો ઉત્કટ રાગ હોવાને કારણે મનુષ્ય હોય તો દેવઆયુષ્ય જ બાંધે છે અને દેવ હોય તો મનુષ્યઆયુષ્ય જ બાંધે છે. વળી, મિથ્યાદષ્ટિ જીવને અનંતાનુબંધી કષાયોનો ઉદય હોવા છતાં જ્યારે પર્વતની રેખા જેવા ક્રોધાદિરૂપ અનંતાનુબંધી કષાયો ઉદયમાં નથી ત્યારે તેઓ વિદ્યમાન કષાયને અનુરૂપ મનુષ્યગતિ કે દેવગતિનું આયુષ્ય પણ બાંધે છે. તેથી ગુણસ્થાનકને આશ્રયીને પહેલા ગુણસ્થાનકના અનિવૃત્તિકરણના છેલ્લા સમય સુધી અનંતાનુબંધી કષાયનો ઉદય છે, જે અનંતાનુબંધીનો ઉદય નરકનું કારણ છે તેવો અર્થ કરવો ઉચિત જણાતો નથી; પરંતુ પર્વતની રેખા જેવો અનંતાનુબંધીક્રોધનો પરિણામ જેને છે તેવો અનંતાનુબંધી કષાય નરકનું કારણ છે તેમ માનવું ઉચિત જણાય છે. વળી દેશવિરતિધર શ્રાવકને પ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ઉદય છે માટે તેઓ જ મનુષ્યઆયુષ્ય બાંધે છે તેવો નિયમ નથી, પરંતુ પ્રત્યાખ્યાનાવરણીયકષાય જેવા, વાલુકાની રેખા જેવા ક્રોધાદિ જેઓને છે તેઓ મનુષ્યઆયુષ્ય બાંધે છે તેમ સ્વીકારવું ઉચિત જણાય છે. આ પ્રમાણે અમને ભાસે છે. આ વિષયમાં તત્ત્વ બહુશ્રુત વિચારે. I૬/૨ના ભાષ્ય :__ अथ नाम्नः क आस्रव इति ?, अत्रोच्यते - ભાષ્યાર્થ: હવે નામકર્મનો શો આશ્રવ છે? અહીં=આ પ્રકારના પ્રશ્નમાં, ઉત્તર આપે છે – સૂત્ર योगवक्रता विसंवादनं चाशुभस्य नाम्नः ।।६/२१।। સૂત્રાર્થ : ચોગવક્રતા અને વિસંવાદન અશુભ નામકર્મનો આશ્રવ છે. Is/૨૧TI ભાષ્ય : कायवाङ्मनोयोगवक्रता विसंवादर्न चाशुभस्य नाम्न आस्रवो भवतीति ।।६/२१ ।। ભાષ્યાર્ચ - થવાનોયોગવતા ....... મવતીતિ | કાયયોગ, વચનયોગ અને મનોયોગની વક્રતા તથા વિસંવાદન અશુભ નામકર્મનો આશ્રવ છે. ‘ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. I૬/૨૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તન્વાર્યાવિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૨૧, ૨૨ ભાવાર્થ : મનમાં કાંઈક હોય અને કાયાથી કંઈક બતાવવામાં આવે ત્યારે અશુભ નામકર્મનો આશ્રવ થાય છે. દા. ત. જીવરક્ષાના પરિણામથી યતનાપૂર્વક ચાલવાનો પરિણામ ન હોય છતાં કોઈકને બતાવવા જયણાપૂર્વક ચાલે ત્યારે કાયાની વક્રતા હોવાથી અશુભ નામકર્મનો આશ્રવ થાય છે, તે રીતે મનમાં કાંઈક હોય અને વાણીમાં કાંઈક બતાવવામાં આવે ત્યારે વાણીની વક્રતા થાય છે. અથવા પૂર્વમાં કાંઈક બોલે અને થોડીવાર પછી કાંઈક બોલે તો તે બન્ને વાણીની વક્રતા છે. આવા પ્રકારની કોઈપણ જાતની વાણીની વક્રતાથી અશુભ નામકર્મનો આશ્રવ થાય છે. વળી મન કોઈકના વિષયમાં સ્વકલ્પનાઓથી અભિપ્રાયો બાંધે છે તે વખતે વાસ્તવિકતાને જોવાના વ્યાપારવાળું મન નહીં હોવાથી મનની વક્રતા છે. વળી, મન-વચન-કાયાનું વિસંવાદન પણ અશુભ નામકર્મનું કારણ છે. દા. ત. જે વ્યક્તિએ જે કૃત્ય કરવાની પ્રતિજ્ઞા કરી હોય તે પ્રમાણે તે વર્તન ન કરે તો અશુભ નામકર્મનો બંધ છે. જે રીતે કોઈ સાધુ ષટ્કાયના પાલનની પ્રતિજ્ઞા કર્યા પછી તેને અનુરૂપ કોઈ યત્ન ન કરે તો તેના યોગો વિસંવાદનરૂપ હોવાથી અશુભ નામકર્મના બંધનું કારણ થાય. Iકરવા સૂત્ર : વિપરીત સુમ૨ TI૬/૨૨ સૂત્રાર્થ - વિપરીત શુભ નામકર્મનો આશ્રવ છે. Ig/રચા ભાષ્ય : एतदुभयं विपरीतं शुभस्य नाम्न आस्रवो भवतीति ।।६/२२।। ભાષ્યાર્થઃ તિદુમવું... આવતીતિ છે. આ ઉભય=કાયયોગ-વચનયોગ-મનોયોગની વક્રતા અને વિસંવાદન એ ઉભય, વિપરીત કાયયોગ-વચનયોગ-મનોયોગની અવક્રતા અને અવિસંવાદન, શુભ નામકર્મનો આશ્રવ છે. તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. I૬/રરા ભાવાર્થ : જે જીવો પ્રકૃતિથી ભદ્રક હોય છે તેઓ સરળ ભાવથી જે પોતાના હૈયામાં હોય તે પ્રમાણે જ કાયાની ચેષ્ટા કરે છે, જે પ્રમાણે પૂર્વમાં બોલ્યા હોય, તે પ્રમાણે જ ઉત્તરમાં બોલે છે. ફક્ત અનાભોગથી કે પૂર્વના કથનની વિસ્મૃતિથી ઉત્તરમાં અન્ય પ્રકારે બોલે છે, પરંતુ અંતરંગ વાગૂ વક્રતા નથી. મન પણ કોઈના Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩ તત્વાર્યાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૨૨, ૨૩. વિષયમાં યથા-તથા અભિપ્રાય બાંધતું નથી, પરંતુ સરળ ભાવથી વિચારણા કરે છે તેઓને કાય-વાગુમનના યોગો અવક્રપણે પ્રવર્તે છે, જે શુભ નામકર્મના આશ્રવો છે. વળી, પોતે જે પ્રકારની પ્રતિજ્ઞા કરી હોય અને પ્રતિજ્ઞાન વિષયનો પોતાને જે પ્રમાણે બોધ હોય તે પ્રમાણે જ તેનું પાલન કરે છે તે અવિસંવાદન છે, જે શુભ નામકર્મનો આશ્રવ છે. વરસા ભાષ્ય : किञ्चान्यत् - ભાષ્યાર્થ: વળી, નામકર્મના શુભ-અશુભ વિભાગનું કથન કર્યા પછી શુભ નામકર્મની અંતર્ગત જ તીર્થંકરનામકર્મ છે તેને વિશેષથી કહેવા અર્થે “અન્ય શું છે?” તેમ કહીને તેનું સ્વરૂપ બતાવે છે – સૂત્ર दर्शनविशुद्धिविनयसंपन्नता शीलव्रतेष्वनतिचारोऽभीक्ष्णं ज्ञानोपयोगसंवेगौ शक्तितस्त्यागतपसी सङ्घसाधुसमाधिवैयावृत्त्यकरणमर्हदाचार्यबहुश्रुतप्रवचनभक्तिरावश्यकापरिहाणिर्मार्गप्रभावना प्रवचनवत्सलत्वमिति तीर्थकृत्त्वस्य ।।६/२३।। સૂત્રાર્થ : દર્શનની વિશુદ્ધિ, વિનયની સંપન્નતા, શીલ-વ્રતમાં અનતિચાર, અભીષ્ણ જ્ઞાનનો ઉપયોગ અને અભીણ સંવેગ, શક્તિથી ત્યાગ અને તપ, સંઘની અને સાધુની સમાધિને અનુકૂળ વૈયાવચ્ચ, અરિહંત-આચાર્ય-બહુશ્રુત-પ્રવચનમાં ભક્તિ, આવશ્યકની અપરિહાણિ, માર્ગખંભાવના અને પ્રવચનવાત્સલ્ય એ તીર્થંકરનામકર્મના આશ્રવ છે. II૬/ર૩|| ભાષ્ય : परमप्रकृष्टा दर्शनविशुद्धिः, विनयसम्पन्नता च, शीलव्रतेष्वात्यन्तिको भृशमप्रमादोऽनतिचारः, अभीक्ष्णं ज्ञानोपयोगः संवेगश्च, यथाशक्तिस्त्यागस्तपश्च, सङ्घस्य साधूनां च समाधिवैयावृत्त्यकरणम्, अर्हत्स्वाचार्येषु बहुश्रुतेषु प्रवचने च परमभावविशुद्धियुक्ता भक्तिः, सामायिकादीनामावश्यकानां भावतोऽनुष्ठानस्यापरिहाणिः, सम्यग्दर्शनादेर्मोक्षमार्गस्य निहत्य मानं करणोपदेशाभ्यां प्रभावना, अर्हच्छासनानुष्ठायिनां श्रुतधराणां बालवृद्धतपस्विशैक्षकग्लानादीनां च सङ्ग्रहोपग्रहानुग्रहकारित्वं प्रवचनवत्सलत्वमिति । एते गुणाः समस्ता व्यस्ता वा तीर्थकरनाम्न आस्रवा भवन्तीति T૬/૨રૂા. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૨૩ ભાષ્યાર્થ : परमप्रकृष्टा મવન્તીતિ ।। પરમ પ્રકૃષ્ટ એવી દર્શનવિશુદ્ધિ, વિનયસંપન્નતા, શીલ-વ્રતોમાં આત્યન્તિક અને અતિશય અપ્રમાદરૂપ અતિચાર, અભીક્ષ્ણ જ્ઞાનનો ઉપયોગ અને અભીક્ષ્ણ સંવેગ, યથાશક્તિથી ત્યાગ અને તપ, સંઘની અને સાધુની સમાધિને અનુકૂળ વૈયાવચ્ચકરણ, અરિહંતમાં, આચાર્યમાં, બહુશ્રુતમાં અને પ્રવચનમાં પરમભાવની વિશુદ્ધિયુક્ત ભક્તિ, સામાયિક આદિ આવશ્યકોના ભાવથી સેવનની અપરિહાણિ, માનને હણીને સમ્યગ્દર્શન આદિ મોક્ષમાર્ગના કરણ-ઉપદેશ દ્વારા પ્રભાવના=અભિમાન કર્યા વગર સમ્યગ્દર્શન આદિના સેવન અને સમ્યગ્દર્શન આદિના ઉપદેશ દ્વારા મોક્ષમાર્ગની પ્રભાવતા, અરિહંતશાસનના અનુષ્ઠાનને કરનારા શ્રુતધરો, બાલ, વૃદ્ધ, તપસ્વી, શૈક્ષક, ગ્લાન આદિનું સંગ્રહકારીપણું, ઉપગ્રહકારીપણું, અને અનુગ્રહકારીપણું એ રૂપ પ્રવચનવાત્સલ્ય. ........... ‘કૃતિ’ શબ્દ તીર્થંકરનામકર્મના આશ્રવોની સમાપ્તિ અર્થે છે. આ સમસ્ત ગુણો અથવા વ્યસ્ત ગુણો=તેમાંથી કોઈક એક આદિ ગુણો, તીર્થંકરનામકર્મના આશ્રવો થાય છે. ‘કૃતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. II૬/૨૩।। ભાવાર્થ: તીર્થંકરનામકર્મનો બંધ ચોક્કસ અને પ્રતિનિયત અધ્યવસાયથી થાય છે. તેથી જે જીવોને તત્ત્વ પ્રત્યે પ્રકર્ષયુક્ત રાગ છે તે રાગ તીર્થંકરનામકર્મના બંધનું કારણ છે અને તીર્થંકર તુલ્ય ઉત્તમ ગુણસંપત્તિનાં આવા૨ક કર્મોને શિથિલ ક૨વાનું કારણ છે. જે કોઈ જીવ તીર્થંકરનામકર્મ બાંધે છે, તે સર્વ પ્રત્યે એક જ અધ્યવસાય કારણ છે. જે કોઈ તીર્થંકરનામકર્મ નિકાચિત કરે છે તેના પ્રત્યે તે નિકાચિતકરણને અનુકૂળ એક જ અધ્યવસાય કારણ છે. આ અધ્યવસાયની નિષ્પત્તિમાં બાહ્ય અંગરૂપે પ્રસ્તુત સૂત્રમાં બતાવેલાં ભિન્નભિન્ન કારણો છે, તેથી કોઈ મહાત્મા આ સર્વે કારણો સેવતા હોય, જેનાથી તેવા પ્રકારના અધ્યવસાય પ્રગટે તો તીર્થંક૨નામકર્મનો બંધ થાય છે. અને તે અધ્યવસાયનો જ વિશેષ પ્રકારનો પ્રકર્ષ થાય તો તીર્થંકરનામકર્મ નિકાચિત થાય છે. વળી કોઈ મહાત્મા આ સર્વકારણોમાંથી કોઈક એક આદિ કારણનું સેવન કરતા હોય અને તેના બળથી તીર્થંકરનામકર્મના બંધને અનુકૂળ અધ્યવસાય થાય તો તે અધ્યવસાયથી તીર્થંકરનામકર્મ બાંધે છે અને નિકાચનાકરણને અનુકૂળ અધ્યવસાય થાય તો નિકાચના પણ કરે છે. ૧. પરમ પ્રકૃષ્ટ દર્શનવિશુદ્ધિ - આત્માના પારમાર્થિક સ્વરૂપને યથાર્થ દેખાડે, સંસારના વાસ્તવિક સ્વરૂપને યથાર્થ દેખાડે અને સંસારથી નિસ્તા૨ના ઉપાયને યથાર્થ દેખાડે તે દર્શનવિશુદ્ધિ છે. અત્યંત સૂક્ષ્મ ઉપયોગપૂર્વક તત્ત્વનું અવલોકન કરતા હોય તેનાથી આ દર્શનવિશુદ્ધિ પ્રગટે છે. જેમ શ્રેણિક મહારાજા ભગવાનની ભક્તિ કરતી વખતે ભગવાનના Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૫ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૨૩ પારમાર્થિક સ્વરૂપને યથાર્થ જોવામાં અત્યંત ઉપયુક્ત હતા, તેનાથી તેઓશ્રીની દર્શનવિશુદ્ધિ પરમ પ્રકૃષ્ટ થવાથી શ્રેણિક મહારાજાને તીર્થંકર નામકર્મની પ્રાપ્તિ થઈ. ૨. વિનયસંપન્નતા - કર્મનું જેનાથી વિનયન થાય તેવો આત્માનો પરિણામ તે વિનય છે. કર્મના વિનયનનો ઉપાય ગુણવાન જીવો પ્રત્યે વૃદ્ધિ પામતો બહુમાનનો પરિણામ છે. તેથી જે મહાત્માનું ચિત્ત સદા ગુણવાન પ્રત્યે અને ગુણપ્રાપ્તિના ઉપાય પ્રત્યે અત્યંત બહુમાનના પરિણામવાળું છે, તેઓમાં વિનયસંપન્નતા છે. આ વિનયસંપન્નતા જ તીર્થંકર નામકર્મના બંધને અનુકૂળ અધ્યવસાયનું કારણ બને તે પ્રકારે ગુણવાન પ્રત્યે બહુમાનભાવવાળો પરિણામ થાય તો તીર્થંકર નામકર્મના બંધનું કારણ બને છે. ૩. શીલ-વ્રતમાં અનતિચાર : શીલ-વ્રતોમાં આત્યંતિક અતિશય અપ્રમાદરૂપ અનતિચાર તીર્થંકર નામકર્મનું કારણ છે. આશય એ છે કે શીલ અને વ્રતમાં સર્વાશથી પ્રયત્ન થાય તે આત્મત્તિક અપ્રમાદ છે. વળી, સર્વાશથી થતો પ્રયત્ન પોતાની શક્તિના અતિશયથી થાય ત્યારે તે અત્યંત અપ્રમાદ છે, જે અનતિચારરૂપ છે. આ પ્રકારનો શીલ-વ્રતમાં અનતિચારનો યત્ન તીર્થંકરનામકર્મના આશ્રવનું કારણ છે. જેમ કોઈ મહાત્મા સંયમજીવનમાં સમિતિ-ગુપ્તિને વિશે અત્યંત યત્નશીલ હોય, તથા તે યત્નકાળમાં અંતરંગ રીતે શક્તિના પ્રકર્ષથી અસંગભાવ તરફ જવા યત્ન કરતા હોય; જેથી તે યત્નના બળથી, તે મહાત્માને તીર્થંકર નામકર્મને અનુકૂળ અધ્યવસાય ઉલ્લસિત થાય છે. તેથી શીલ-વ્રતમાં અનતિચાર તીર્થંકર નામકર્મના આશ્રવનું કારણ છે. અહીં શીલ શબ્દથી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું ગ્રહણ છે જ્યારે વ્રત શબ્દથી પાંચ મહાવ્રતનું ગ્રહણ છે. ૪. અભીક્ષ્ણ જ્ઞાનનો ઉપયોગ - મહાત્માઓ સંયમજીવનમાં સતત શ્રુતજ્ઞાનનો ઉપયોગ પ્રવર્તાવીને શ્રુતના બળથી જ સર્વ પ્રવૃત્તિ કરે છે. તીર્થંકરના વચનસ્વરૂપ આ શ્રુતજ્ઞાનના અભણ ઉપયોગથી જીવ તીર્થંકર બને છે. તેથી અભણ જ્ઞાનોપયોગ તીર્થંકર નામકર્મના બંધનો આશ્રવ છે. ૫. અભીષ્ણ સંવેગ - સંવેગ એટલે સંસારના ભાવોને ન સ્પર્શ અને મોક્ષને અનુકૂળ ઉત્તમભાવોની વૃદ્ધિ થાય તે પ્રકારનો ચિત્તનો પરિણામ. આવા સંવેગના પરિણામનું સતત પ્રવર્તન તીર્થંકર નામકર્મનો આશ્રવ છે. સામાન્યથી અરિહંત, સુસાધુ અને જિનવચન પ્રત્યેનો નિશ્ચલ રાગ તે સંવેગનો પરિણામ છે. તેથી તીર્થકરો, તીર્થકરના વચન પ્રમાણે ચાલતા સુસાધુઓ અને તીર્થંકરનું વચન જેઓના સ્મૃતિપથમાં સદા રહે છે તથા તે સ્મૃતિના નિયંત્રણ નીચે જેઓ સર્વ ઉચિત પ્રવૃત્તિ કરે છે તેઓને સંવેગનો અભીષ્ણ પરિણામ વર્તે છે. આ સંવેગનો Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૨૩ પરિણામે તે પ્રકારના પ્રકર્ષવાળો થાય તો તીર્થંકરનામકર્મના બંધને અનુકૂળ અધ્યવસાય પ્રગટે છે. તેથી અભણ સંવેગનો પરિણામ તીર્થંકરનામકર્મનો આશ્રવ છે. ૬. યથાશક્તિ ત્યાગ અને તપ : જે મહાત્માઓ સંસારથી અત્યંત ભય પામેલા છે, મોક્ષના અર્થી છે અને માર્ગાનુસારી બુદ્ધિ પ્રકર્ષવાળી છે તેઓ ત્યાગના પરમાર્થને અને તપના પરમાર્થને જાણીને કયા પ્રકારના બાહ્યત્યાગ અને બાહ્યતપ દ્વારા પોતે અસંગભાવને ઉલ્લસિત કરી શકે છે ? તેનો નિર્ણય કરીને શક્તિને ગોપવ્યા વગર અપ્રમાદભાવથી યત્ન કરે છે. આ તપ અને ત્યાગ પ્રકર્ષવાળો થાય તો તીર્થકર નામકર્મના બંધને અનુકૂળ અધ્યવસાય પ્રગટે છે. તેથી યથાશક્તિ ત્યાગ અને તપ તીર્થકર નામકર્મનો આશ્રવ છે. યથાશક્તિ તપ-ત્યાગના બળથી તીર્થકરના ભવમાં મહાસત્ત્વવાળું સંયમ પ્રાપ્ત થાય છે. ૭. સંઘ અને સાધુની સમાધિનું કારણ બને તેવા પ્રકારનું વૈયાવચ્ચનું કરણ - દરેક જીવોની ચિત્તની કોઈક ભૂમિકા હોય છે. તે ભૂમિકામાં સ્વસ્થ થઈને તે જીવ તત્ત્વ તરફ જવા યત્ન કરે તો ઉત્તર-ઉત્તરની ભૂમિકામાં જવા માટે તે જીવ સમર્થ બને છે. આમ છતાં કોઈ બાહ્ય નિમિત્તોની પ્રતિકૂળતાથી પોતાનામાં તે પ્રકારની સ્વસ્થતા ન રહેવાથી ઉત્તર-ઉત્તરના યોગમાર્ગને સેવી શકતા નથી. તેથી કોઈ મહાત્મા ચતુર્વિધ સંઘ અંતર્ગત કોઈપણ જીવોની તેઓની ભૂમિકા અનુસાર સ્વસ્થતાની પ્રાપ્તિ થાય તે પ્રકારે વૈયાવચ્ચ કરે તો તે વૈયાવચ્ચના બળથી સ્વસ્થ થયેલા એવા તેઓ ઉત્તર-ઉત્તરની ભૂમિકામાં જઈને પોતાનો સંસાર પરિમિત કરી શકે છે. કોઈ સાધુ કોઈક પ્રતિકૂળ સંયોગને કારણે પોતાના ચિત્તની સ્વસ્થતામાં વર્તતા ન હોય તેઓને ચિત્તની સ્વસ્થતાની પ્રાપ્તિ થાય તે પ્રકારે તેઓની વૈયાવચ્ચ કરવામાં આવે તો તેઓ ઉત્તર-ઉત્તરની સમાધિને પામીને સુખપૂર્વક સંસારનો ઉચ્છેદ કરી શકે છે. તેથી જે મહાત્મા વિવેકપૂર્વક સંઘ અંતર્વર્તી સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સર્વને લક્ષ્યમાં રાખી કે કોઈક સાધવિશેષને લક્ષ્યમાં રાખીને તેઓની સમાધિ માટે વિવેકપૂર્વક તેમને અનુકૂળ થઈને જિનાજ્ઞા અનુસાર વૈયાવચ્ચ કરે તો તે વૈયાવચ્ચકરણમાં અન્ય જીવોના હિતને અનુકૂળ એવા ઉત્તમ પરિણામનું પ્રવર્તન હોવાથી તીર્થંકર નામકર્મનો આશ્રવ થઈ શકે છે. ૮. અરિહંત-આચાર્ય-બહુશ્રુત-પ્રવચનમાં પરમભાવની વિશુદ્ધિયુક્ત ભક્તિ અરિહંતમાં, આચાર્યમાં, બહુશ્રુતમાં અને પ્રવચનમાં પરમ ભાવની વિશુદ્ધિથી યુક્ત એવી ભક્તિ તીર્થકર નામકર્મનો આશ્રવ છે. કોઈક જીવોને તીર્થકરના પારમાર્થિક સ્વરૂપનો સૂક્ષ્મ બોધ થાય, જેના કારણે સદા તેઓના સ્વરૂપ પ્રત્યે ચિત્ત આવર્જિત રહે જેથી તીર્થકરના ગુણો પ્રત્યે બહુમાનભાવરૂપ પરમભાવની વિશુદ્ધિથી યુક્ત એવી ભક્તિની ઉચિત ક્રિયા કરે તો તીર્થકર નામકર્મના આશ્રવની પ્રાપ્તિ થાય. મનોયોગપ્રધાન એવી પૂજા કરનારા પરમશ્રાવકો ભગવાનની ભક્તિ માટે વર્તમાનની ઉપલબ્ધ શ્રેષ્ઠ સામગ્રીથી પણ સંતોષ પામતા નથી. તેઓને થાય છે કે પ્રકૃષ્ટ ગુણવાળા પુરુષની ભક્તિ તો પ્રકૃષ્ટ ગુણવાળા નંદનવનના પુષ્પોથી Page #144 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૨૩ ૧૨૭ જ થઈ શકે. જેથી શારીરિક રીતે પોતે નંદનવનમાં જવાને શક્તિમાન ન હોવા છતાં મન દ્વારા પોતે નંદનવનમાં ગયા હોય અને ત્યાંથી નંદનવનનાં પુષ્પોને લાવ્યો હોય તે રીતે અત્યંત ભક્તિપૂર્વક ભગવાનના ગુણોમાં તન્મયતા આવે તે રીતે પરમાત્માની પુષ્પપૂજા કરે છે. પરમભાવની વિશુદ્ધિથી યુક્ત તે ભક્તિ તેવા પ્રકારના પ્રકર્ષવાળી થાય તો તીર્થંકરનામકર્મનો આશ્રવ બને છે. વળી કોઈ સાધુને અરિહંત પ્રત્યે અત્યંત ભક્તિ વર્તતી હોય અને સતત તેઓના ગુણોનું સ્મરણ થાય તે પ્રકારના પરમભાવની વિશુદ્ધિથી યુક્ત ચૈત્યવંદન આદિ ક્રિયા કરે તો તેના બળથી પણ તે મહાત્માને તીર્થકર નામકર્મના આશ્રવની પ્રાપ્તિ થાય છે. વળી, આચાર્ય ભગવંતો ૩૦ ગુણોથી યુક્ત હોય છે. તેવા ગુણોથી યુક્ત ભાવાચાર્યને જોઈને જેઓના ચિત્તમાં તે ભાવાચાર્યના ગુણો પ્રત્યેનો બહુમાનભાવ પ્રકૃષ્ટ ભાવની વિશુદ્ધિથી યુક્ત બને, જેથી તેઓની સ્વશક્તિ અનુસાર ભક્તિ કરે, તો એ ભક્તિના કાળમાં તેઓ પ્રતિ વધતો જતો બહુમાનનો પરિણામ તીર્થંકરનામકર્મનો આશ્રવ બને છે; કેમ કે ભાવાચાર્ય તીર્થકર સમાન છે અને તીર્થંકરના અભાવકાળમાં તીર્થંકરનું કાર્ય ભાવાચાર્ય જ કરે છે. તેથી તેઓની ભક્તિ તીર્થકર તુલ્ય થવાનું કારણ બને છે. વળી, ભગવાનના વચનના સૂક્ષ્મ રહસ્યને જાણનારા બહુશ્રુતો પ્રત્યે જેમને ભક્તિ છે તેઓને પરમાર્થથી ભગવાનનાં વચનોમાં જ ભક્તિ છે. આવા બહુશ્રુતો પ્રત્યેની પરમવિશુદ્ધ ભાવથી ભક્તિ તીર્થંકરનામકર્મના આશ્રવનું કારણ છે. આ વળી પ્રવચન એ પ્રકૃષ્ટ વચન છે. અને એ તીર્થંકરનું જ વચન છે. અને તીર્થકરનું વચન સંસારસમુદ્રમાં જીવને રક્ષણ કરનાર છે. તે પ્રકારે સ્થિર બુદ્ધિ થવાને કારણે જેઓને ભગવાનના વચનમાં પ્રકૃષ્ટ ભાવથી વિશુદ્ધ એવી ભક્તિ છે, તેઓ પણ તે પરિણામને કારણે તીર્થંકર નામકર્મનો આશ્રવ પ્રાપ્ત કરે છે. ૯. આવશ્યકની અપરિહાણિ: સામાયિક આદિ આવશ્યકોના અનુષ્ઠાનની ભાવથી અપરિહાણિ તીર્થંકર નામકર્મના બંધનું કારણ છે. જે શ્રાવકો કે સાધુઓ સામાયિક આદિ છે આવશ્યકોના પરમાર્થને જાણનારા છે, આથી જે ગુણોથી અને જે ભાવોથી તે સામાયિકાદિ આવશ્યક ભગવાને કહેલું છે તે ગુણો અને તે ભાવપૂર્વક સામાયિકાદિ અનુષ્ઠાન કરવા માટે અંતરંગ મહાપરાક્રમરૂપ ભાવથી પ્રયત્ન કરતા હોય; ક્વચિત્ શારીરિક શક્તિના અભાવના કારણે બાહ્ય પ્રવૃત્તિમાં ન્યૂનતા હોય, તોપણ સામાયિકાદિ આવશ્યકો પ્રત્યે તે ગુણોથી અને તે ભાવોથી અંતરંગ અત્યંત બહુમાન વર્તતું હોય, જેથી તે અનુષ્ઠાન દઢ પરિણામપૂર્વક થતું હોય તો તીર્થંકર નામકર્મના આશ્રવનું કારણ બને છે. અહીં, સામાયિકાદિ આવશ્યકો જે ભાવોથી કરવા માટે શાસ્ત્રમાં વિહિત છે તે ભાવોનો જેને બોધ છે તે જીવ તે ભાવોથી સામાયિક આદિ આવશ્યકો કરી શકે છે. આ સામાયિકાદિ આવશ્યકોથી જે ઉપશમભાવના પરિણામરૂપ ફળો કે અન્ય જે ફળ પ્રાપ્ત થાય છે તેનો જેને બોધ છે, તે જીવને સામાયિક Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧/ સૂત્ર-૨૩ આદિના તે ગુણોના કારણે પણ સામાયિક આદિ આવશ્યકના સેવનથી પ્રાપ્ત થતા ફળોરૂપ ગુણોને કારણે પણ, તેના પ્રત્યે બહુમાનનો અતિશય થાય છે. તેઓ તે ગુણોથી અને તે તે ભાવોથી છ આવશ્યકનું સેવન કરે છે. ૧૦. માર્ગપ્રભાવના : માનને હણીને કરણ દ્વારા અને ઉપદેશ દ્વારા સમ્યગ્દર્શન આદિરૂપ મોક્ષમાર્ગની પ્રભાવના તીર્થંકરનામકર્મનો આશ્રવ છે. જે જીવોને સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યક્યારિત્ર આત્મક મોક્ષમાર્ગના પરમાર્થનો સૂક્ષ્મ બોધ છે તેઓ પોતે સંયમ પાળે છે, ત્યાગ કરે છે. માનકષાયને હણીને સમ્યગ્દર્શન આદિ ભાવો પ્રત્યે જ બદ્ધરાગ ધારણ કરીને સ્વશક્તિ અનુસાર અપ્રમાદથી ગુણની નિષ્પત્તિ થાય તે પ્રકારે સમ્યગ્દર્શન આદિ મોક્ષમાર્ગનું અનુષ્ઠાન સેવે છે અને યોગ્ય જીવોને સમ્યગ્દર્શન આદિની પારમાર્થિક પ્રાપ્તિ થાય તે પ્રકારે ઉપદેશ આપે છે, તેઓને રત્નત્રયીના સેવનકાળમાં વર્તતો અને ઉપદેશકાળમાં વર્તતો રત્નત્રયી પ્રત્યેનો બહુમાનભાવ ઘણા યોગ્ય જીવોને માર્ગપ્રાપ્તિનું કારણ બને છે, જે મોક્ષમાર્ગની પ્રભાવનારૂપ છે. આ પ્રકારની પ્રભાવના માન આદિ કષાયના પરિણામ વગર જેઓ કરે છે તેઓને તીર્થંકરનામકર્મના આશ્રવની પ્રાપ્તિ થાય છે. ૧૧. પ્રવચન વાત્સલ્ય : અરિહંત શાસનના અનુષ્ઠાન કરનારા શ્રતધરોનો અને બાલ-વૃદ્ધ-તપસ્વી-શૈક્ષક-ગ્લાન આદિનો સંગ્રહઉપગ્રહ-અનુગ્રહ કરવો તે પ્રવચનવત્સલપણું છે, જે તીર્થંકર નામકર્મનો આશ્રવ છે. જે મહાત્માઓ અરિહંતના શાસન અનુસાર અનુષ્ઠાન કરનારા છે તથા તેનાં શાસ્ત્રો ભણી શ્રતધર થયા છે તેવા મહાત્માઓ પ્રત્યે ભક્તિનો પરિણામ હોવાથી જે સાધુ તેઓના સંગ્રહ, ઉપગ્રહ અને અનુગ્રહ કરનાર થાય, તે પ્રવચનનું વત્સલપણું છે. આવા કૃતધર પુરુષોને પોતાની સાથે રાખવા તે સંગ્રહકારીપણું છે, તેઓને આહાર-વસ્ત્ર આદિ પ્રદાન કરવાં તે ઉપગ્રહકારીપણું છે, પોતે અધિક શ્રત ધારણ કરનારા હોય તો આવા ધૃતધરોને નવું નવું શ્રત આપીને અનુગ્રહકારીપણું છે. સંગ્રહ-ઉપગ્રહ-અનુગ્રહ પ્રાપ્ત થવાથી તે શ્રતધર મહાત્માઓ ભગવાનના શાસનના વિશેષ પ્રકારના પરિણામને પ્રાપ્ત કરે છે. તેવા શ્રુતધરો આવા ઉત્તમ પરિણામને પ્રાપ્ત કરે તેવા શુભાશયપૂર્વક જે મહાત્માઓ સંગ્રહ આદિરૂપ પ્રવચનવત્સલપણું ધારણ કરે છે તેઓને ભગવાનના વચનમાં અત્યંત ભક્તિ છે. તેથી જ યોગ્ય જીવોમાં ભગવાનનું વચન વિશેષરૂપે પરિણમન પામે તેવો યત્ન કરે છે. તેથી તે પ્રવૃત્તિને આશ્રયીને જો તે મહાત્માને તીર્થંકર નામકર્મને અનુકૂળ અધ્યવસાયની પ્રાપ્તિ થાય તો તે પ્રવચનવત્સલપણું તીર્થકર નામકર્મના આશ્રવનું કારણ બને છે. વળી, ભગવાનના શાસનને અનુસરનારા એવા બાળ, વૃદ્ધ, તપસ્વી, શૈક્ષક કે ગ્લાનને જોઈને કોઈ મહાત્માને વિચાર થાય કે જો આ બધાને સમ્યગુ પાલન કરવામાં આવશે તો તેઓને ભગવાનનું વચન વિશેષરૂપે પરિણમન પામશે. તેથી પોતાની શક્તિ અનુસાર બાલાદિમાંથી યથા ઉચિતનો સંગ્રહ કરે, Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧| સૂત્ર-૨૩, ૨૪ તેઓનો આહાર આદિથી ઉપગ્રહ કરે, અને તેઓને નવું નવું શ્રત પ્રદાન કરીને અનુગ્રહ કરે. જેથી તેવા યોગ્ય જીવોને ભગવાનનું વચન વિશેષ-વિશેષરૂપે પરિણમન પામે, આ પ્રકારે યોગ્ય જીવોમાં ભગવાનના વચનની પરિણતિ અતિશયિત કરવાના સંશુદ્ધ આશયથી પ્રવચનવત્સલપણું તીર્થકર નામકર્મના આશ્રવનું કારણ બને છે. ઉપરમાં વર્ણન કરાયેલા સર્વ ગુણો કોઈ મહાત્મા સેવતા હોય તેનાથી જેમ તીર્થકર નામકર્મનો બંધ થાય છે તો વળી કોઈ મહાત્મા તે સર્વ ગુણોમાંથી કોઈ એક ગુણ કે બે ગુણ આદિ સેવતા હોય તો તે તીર્થકર નામકર્મના બંધનું કારણ બને છે. તેથી આ બાહ્ય આચરણારૂપ સર્વ ગુણો સમુદિત થઈને કોઈ જીવને તે પ્રકારના તીર્થંકરનામકર્મને અનુકૂળ અધ્યવસાયનું કારણ બને છે તો કોઈકને તે સર્વમાંથી એકની આચરણા પણ તે પ્રકારના તીર્થકર નામકર્મના આશ્રવનું કારણ બને છે. IIકરવા સૂત્રઃ ___परात्मनिन्दाप्रशंसे सदसद्गुणाच्छादनोद्भावने च नीचैर्गोत्रस्य ।।६/२४।। સૂત્રાર્થ : પરની નિંદા અને આત્માની પ્રશંસા, સદ્ ગુણનું આચ્છાદન અને અસદ્ ગુણનું ઉભાવન નીચગોત્રનો આશ્રવ છે. II/II. ભાષ્ય : परनिन्दा आत्मप्रशंसा सद्गुणाच्छादनमसद्गुणोद्भावनं चात्मपरोभयस्थं नीचैर्गोत्रस्यास्त्रवा भवन्ति T૬/૨૪ ભાષાર્થ – પનિના.. મત્તિ પરની નિંદા અને આત્માની પ્રશંસા નીચગોત્રનો આશ્રવ છે. અને આત્મપર-ઉભયસ્થ સદ્ ગુણનું છાદન અને અસદ્ ગુણનું ઉદ્ભાવન=પોતાના અસદ્ ગુણોનું ઉદ્દભાવન, પરના સદ્ ગુણોનું છાદન અને ઉભય પોતાના અસદ્ ગુણોનું ઉદ્દભાવન અને પરના સદ્ ગુણોનું છાદન, નીચગોત્રનો આશ્રવ છે. I૬/૨૪ ભાવાર્થ - પોતાનામાં વિદ્યમાન સદ્ ગુણોનું પણ લોકોને જ્ઞાન થશે તો લોકો તેની પ્રશંસા કરીને ધર્મ પામશે, તે પ્રકારે પોતાના માનકષાયથી પ્રેરિત મતિ કોઈ જીવને થાય છે. તેથી પોતાનામાં જે ગુણો વિદ્યમાન હોય તે ગુણોની પ્રશંસા કરીને તે તે ગુણોનો મદ કરે છે તે નીચગોત્રબંધનું કારણ છે. જેમ વીર ભગવાનને મરીચિના ભવમાં થયું કે “મારા દાદા પ્રથમ તીર્થકર, મારા પિતા પ્રથમ ચક્રવર્તી અને હું પણ તીર્થંકર, ચક્રવર્તી તથા પ્રથમ વાસુદેવ થઈશ, માટે મારું કુળ ઉત્તમ છે”. આ પ્રકારની પરિણતિની અભિવ્યક્તિરૂપે Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૨૪, ૨૫ મરીચિ હર્ષિત થાય છે. તેથી તેમને નીચગોત્ર બંધાય છે. તે રીતે લોકમાં પ્રશંસાના આશયથી પોતાના સદ્ભૂત અર્થાત્ પોતાનામાં હોય તેવા પ્રકારના ગુણો, કે જેને લોકો ન જાણતા હોય અથવા લોકો જાણતા પણ હોય છતાં મદથી તેનું પ્રકાશન કરે, ત્યારે નીચગોત્રનો આશ્રવ થાય છે. વળી, પોતાની અસહિષ્ણુપ્રકૃતિને કારણે પરના દોષોને જોઈને તેમની નિંદા કરવામાં આવે ત્યારે નીચગોત્રનો આશ્રવ પ્રાપ્ત થાય છે. વળી, કોઈ વ્યક્તિ પોતાનામાં રહેલા અદ્ભૂત ગુણોનું ઉલ્કાવન કરે અર્થાત્ આત્મસાક્ષીએ જોવાથી પોતાનામાં ચારિત્રની પરિણતિ નથી તેવું દેખવા છતાં અમે ચારિત્રી છીએ; કેમ કે ચારિત્રાચાર પાળીએ છીએ, તે પ્રકારે અસભૂતનું ઉલ્કાવન કરે ત્યારે નીચગોત્ર કર્મનો બંધ થાય છે. તે રીતે અન્ય પણ કોઈ ગુણો પોતાનામાં વિદ્યમાન ન હોય છતાં માનને વશ પોતાનામાં અવિદ્યમાન ગુણોનું ઉલ્કાવન કરવામાં આવે તો નીચગોત્રબંધની પ્રાપ્તિ થાય અને વિદ્યમાન ગુણોનું ઉદ્દભાવન કરવામાં આવે તો આત્મપ્રશંસાને કારણે નીચગોત્રનો આશ્રવ થાય. વળી, અન્યના સદ્ભૂત ગુણો પ્રકાશનમાં આવતા હોય તેને નહીં જોઈ શકવાથી તેના છાદન માટે પ્રયત્ન કરવામાં આવે તો બીજાના ગુણ પ્રત્યેના મત્સરભાવને કારણે નીચગોત્ર આશ્રવની પ્રાપ્તિ થાય છે. વળી, કોઈ વ્યક્તિ પોતાના અસદ્ ગુણોનું કથન કરતો હોય તથા તેના દ્વારા અન્ય ગુણસંપન્ન પુરુષ કરતાં પણ પોતાની પ્રતિષ્ઠા વધારવા પ્રયત્ન કરતો હોય ત્યારે ઉભયસ્થ એવા સદ્ ગુણના છાદનની અને અસદ્ ગુણના ઉભાવનની પ્રાપ્તિ થાય છે=બીજાના વિદ્યમાન ગુણોના છાદનની અને પોતાના અવિદ્યમાન ગુણોના ઉદ્દભાવનની પ્રાપ્તિ થાય છે, તેના કારણે પણ નીચગોત્રનો આશ્રવ થાય છે. I૬૨૪ll સૂત્ર : तद्विपर्ययो नीचैर्वृत्त्यनुत्सेको चोत्तरस्य ।।६/२५।। સૂત્રાર્થ : તેનાથી વિપરીત કારણો-નીચગોત્રનાં જે કારણો કહ્યાં તેનાથી વિપરીત કારણો, અને નીરવૃત્તિ નમ્ર-ભાવ, અને અનુસેક ઉત્તરનો ઉચ્ચગોરનો, આશ્રવ છે. lls/પી ભાષ્ય : उत्तरस्येति सूत्रक्रमप्रामाण्यादुच्चैर्गोत्रस्याह । नीचे!त्रास्रवविपर्ययो नीचैर्वृत्तिरनुत्सेकश्चोच्चैर्गोत्रस्यास्रवा भवन्ति ।।६/२५।। ભાષાર્થ - ઉત્તરતિ .. મત્તિ સૂત્રક્રમના પ્રામાણ્યથી ઉત્તરનો એ પદ ઉચ્ચગોત્રને કહે છે. નીચગોત્રના આશ્રવતો વિપર્યય, નીચવૃત્તિ=સમ્રભાવ, અને અનુત્યેક ઉચ્ચગોત્રના આશ્રવ છે. Ing/રપા Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૨૫, ૨૬ ભાવાર્થ ગુણસંપન્ન પુરુષ પ્રત્યે નમ્રભાવ અને પોતાના ગુણોની પ્રશંસા કોઈ કરે તેને સાંભળીને પ્રીતિ થવારૂપ ઉત્સુક ન થાય; પરંતુ વિચારે કે આ મારી પ્રશંસા નથી, ગુણોની છે; તેથી ગુણ જ પૂજ્ય છે, તે ઉચ્ચગોત્ર બંધનું કારણ છે. જેઓ હંમેશાં તીર્થકરો, પૂર્વધરો આદિ પ્રત્યે નમ્રભાવવાળા છે અને તેઓના ગુણોથી આત્મા વાસિત કરવા યત્ન કરે છે, તેઓને તે ગુણો પ્રત્યેનો નમ્રભાવ જ ઉચ્ચગોત્ર બંધનું કારણ બને છે. બીજાના દ્વારા પોતાની પ્રશંસા સાંભળતી વખતે જેઓ સંવરભાવથી વાસિત નથી તેઓને તે પ્રશંસાના શ્રવણમાં રતિ થાય છે તેનાથી નીચગોત્રની પ્રાપ્તિ થાય છે. જ્યારે તેનાથી વિપરીત જેઓએ પોતાની પ્રશંસાના શ્રવણમાં ઉત્સુક ન થાય તેવો પરિણામ સ્થિર કર્યો છે તેવા અનુસૅકવાળા જીવોને ઉચ્ચ ગોત્રનો આશ્રવ થાય છે. વળી, પોતાના દોષોની નિંદા અને પરના વાસ્તવિક ગુણોની પ્રશંસા જેઓ કરે છે તેઓને ઉચ્ચગોત્રનો આશ્રવ પ્રાપ્ત થાય છે. ઉપયોગપૂર્વક દુષ્કતગર્તા કરનારને અને ઉપયોગપૂર્વક સુકૃતઅનુમોદના કરનારને ઉચ્ચગોત્રનો બંધ પ્રાપ્ત થાય છે. વળી, પોતાના અસદ્ભૂત ગુણો કોઈનાથી ઉદ્દભાવન થયા હોય તેના છાદન માટે જે યત્ન કરે છે તેઓને પોતાની અસત્ પ્રશંસા ગમતી નથી તેથી ઉચ્ચગોત્ર બંધ થાય છે. વળી કોઈના સદ્ ગુણ આચ્છાદિત હોય તે જોઈને તે ગુણ પ્રત્યેના બહુમાનને કારણે યોગ્ય જીવન સદ્ ગુણને પ્રકાશન કરવાનો પરિણામ થાય છે તે ઉચ્ચગોત્રબંધનું કારણ છે. II/પા. સૂત્ર : विघ्नकरणमन्तरायस्य ।।६/२६।। સૂત્રાર્થ - વિદ્ધનું કરવું અંતરાયનો આશ્રવ છે. II/રકા ભાષ્ય : दानादीनां विघ्नकरणमन्तरायस्यास्रवो भवतीति, एते साम्परायिकस्याष्टविधस्य पृथक् पृथगास्रवविशेषा भवन्तीति ।।६/२६ ।। इति तत्त्वार्थाधिगमेऽर्हत्प्रवचनसङ्ग्रहे भाष्यतः षष्ठोऽध्यायः समाप्तः ।। ભાષ્યાર્થ: તનાવીનાં ... ભવન્તરિ | દાનાદિના વિધ્ધનું કરણ અંતરાયનો=દાનાંતરાય આદિ અંતરાયોનો, આશ્રવ છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૨૬ ત્તિ' શબ્દ અંતરાયના આશ્રવની સમાપ્તિ માટે છે. આઠ પ્રકારના સાંપરાયિકના=સાંપાયિક કર્મબંધના, આ પૃથ-પૃથન્ આશ્રવવિશેષ છે. ત્તિ' શબ્દ આઠેય આશ્રવવિશેષોની સમાપ્તિ માટે છે. iis/૨કાઆ પ્રમાણે અરિહંતના પ્રવચનસંગ્રહરૂપ તત્વાર્થાધિગમસૂત્રમાં ભાગથી છો અધ્યાય સમાપ્ત થયો. || - ભાવાર્થ - કોઈ જીવ કોઈકને દાન કરતી વખતે અંતરાય કરે તો દાનાંતરાયના આશ્રવની પ્રાપ્તિ થાય. જેમ કોઈ વ્યક્તિ ધર્મઅનુષ્ઠાનમાં વિવેકપૂર્વક દાનની પ્રવૃત્તિ કરતી હોય, તેમાં લોભને વશ કે અન્ય કોઈ કારણે અંતરાય કરવામાં આવે તો દાનાંતરાયકર્મના બંધની પ્રાપ્તિ થાય; પરંતુ કોઈ વ્યક્તિ અવિવેકમૂલક દાનની પ્રવૃત્તિ કરતી હોય તે વખતે તેના અવિવેકના નિષેધ અર્થે તે દાનની નિંદા કરવામાં આવે ત્યારે દાનાંતરાય કર્મની પ્રાપ્તિ નથી. દા. ત. સાવદ્યાચાર્યે અવિધિથી કરવામાં આવતી જિનાલય નિર્માણની પ્રવૃત્તિને સાવદ્ય કહી, તેનાથી જિનાલય નિર્માણની પ્રવૃત્તિમાં જે અંતરાયની પ્રાપ્તિ થઈ; પરંતુ તે નિષેધથી સન્માર્ગનું સ્થાપન થતું હોવાથી સાવઘાચાર્યને દાનાંતરાય કર્મના બંધની પ્રાપ્તિ થઈ નહીં. વળી કોઈને કોઈની પાસેથી કોઈક વસ્તુનો લાભ થતો હોય, તેમાં અંતરાય કરવામાં આવે તો લાભાંતરાય કર્મનો બંધ થાય. વળી કોઈને ભોગની પ્રવૃત્તિમાં અંતરાય કરવામાં આવે ત્યારે ભોગાંતરાયકર્મની અને ઉપભોગની પ્રવૃત્તિમાં અંતરાય કરવામાં આવે તો ઉપભોગાંતરાયકર્મની પ્રાપ્તિ થાય છે. આમ છતાં કોઈ રોગી અપથ્યનું સેવન કરતો હોય તે વખતે તેના હિત અર્થે અપથ્યનું નિવારણ કરવામાં આવે ત્યારે તેના હિતની બુદ્ધિ હોવાથી ભોગાંતરાયકર્મનો કે ઉપભોગાંતરાય કર્મનો બંધ થતો નથી. વળી કોઈ વ્યક્તિ ઉચિત પ્રવૃત્તિમાં સર્વીર્ય પ્રવર્તાવતી હોય તેમાં વિઘ્ન કરવામાં આવે તો વીર્યંતરાયના આશ્રવની પ્રાપ્તિ છે. ફક્ત ધર્મઅનુષ્ઠાનની અવિવેકપૂર્વકની પ્રવૃત્તિમાં અવિવેકના નિષેધાર્થે તેનો નિષેધ કરવાથી તે પ્રવૃત્તિમાં અંતરાય થાય તોપણ વિર્યાતરાયકર્મના બંધની પ્રાપ્તિ નથી. આથી જ સાવદ્યાચાર્યે અવિધિપૂર્વક કરવામાં આવતી જિનાલય નિર્માણની પ્રવૃત્તિને સાવદ્ય કહી, તેનાથી જિનાલય નિર્માણની પ્રવૃત્તિમાં જે વીર્યનું સ્કુરણ થવાનું હતું તેમાં અંતરાયની પ્રાપ્તિ થઈ, છતાં તે નિષેધથી સન્માર્ગનું સ્થાપન થતું હોવાથી સાવઘાચાર્યને વીર્યતરાયકર્મના બંધની પ્રાપ્તિ થઈ નહીં. વળી, આઠ પ્રકારના કર્મબંધના કારણભૂત એવા સાંપરાયિક આશ્રવનાં ૧૧થી ૨૦ સુધી સૂત્રો બતાવ્યાં તે પૃથફ-પૃથફ આશ્રવવિશેષો છે. તેથી એ પ્રાપ્ત થાય કે સામાન્યથી સાંપરાયિક આશ્રવવાળા જીવો જ્ઞાનાવરણીય આદિ ૭ કર્મ કે ૮ કર્મ બાંધતા હોય છે, છતાં તેમાં તે તે અધ્યવસાયવિશેષો જ્ઞાનાવરણીય Page #150 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-| અધ્યાય-૧ | સૂત્ર-૨૬ ૧૩૩ આદિ તે તે કર્મબંધનાં કારણો છે તેમ કહ્યું તે આશ્રવવિશેષને આશ્રયીને છે. તેથી જ્ઞાનના પ્રદોષાદિ ભાવો વિશિષ્ટ પ્રકારના જ્ઞાનાવરણીયના બંધનાં કારણો છે. તે પ્રકારે અન્ય કર્મોમાં પણ તે તે આશ્રવો વિશેષ પ્રકારના તે તે કર્મબંધનાં કારણો છે, તેમ સમજવું. IIકારા છઠ્ઠો અધ્યાય સમાપ્ત Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧ | સપ્તમોધ્યાયઃ | ભાષ્ય :___ अत्राह - उक्तं भवता सातावेद्यस्यास्रवेषु (अ० ६, सू० १३) 'भूतव्रत्यनुकम्पे ति, तत्र किं व्रतं ? જે વા વ્રતીતિ ? સત્રોચતે – ભાષ્યાર્થ ત્રાદ... ગત્રોચ્ચ – અહીં છઠ્ઠા અધ્યાયની સમાપ્તિમાં પ્રશ્ન કરે છે – તમારા વડે સઢેઘતા આશ્રવમાં=અધ્યાય-૬, સૂત્ર-૧૩માં શાતાવેદનીયકર્મબંધના આશ્રવના વર્ણનમાં, ભૂત-વ્રતીની અનુકંપા એ પ્રમાણે કહેવાયું. ત્યાં વ્રત શું છે ? અને વ્રતવાળા કોણ છે ? તિ' શબ્દ પ્રશ્નની સમાપ્તિ અર્થે છે. અહીં=એ પ્રકારના પ્રશ્નમાં, ઉત્તર આપે છે – ભાવાર્થ : છઠ્ઠા અધ્યાયમાં ગ્રંથકારશ્રીએ કહેલું કે જીવોની અને વતી એવા સાધુઓની અને શ્રાવકોની અનુકંપા શાતાવેદનીયકર્મનો આશ્રવ છે. તેથી જિજ્ઞાસા થાય કે ભૂતો તો પૃથ્વીકાયાદિ જીવો છે અને તેઓની અનુકંપાથી શાતાવેદનીયનો બંધ થાય છે; પરંતુ વ્રતીની અનુકંપાથી જે શાતાવેદનીયનો બંધ થાય છે તે વ્રતીમાં વર્તતાં વ્રતો શું છે ? અને વ્રતવાળા જીવો કોણ છે ? તેના ઉત્તરમાં કહે છે – સૂત્ર : હિંસાવૃતત્તેયાત્રદારિદૃશ્યો વિરંતિદ્ગતમ્ II૭/ સૂત્રાર્થ : હિંસા, અમૃત મૃષાવાદ, સ્તેય, અબ્રહ્મ, અને પરિગ્રહથી વિરતિ વ્રત છે. ll૭/૧II ભાષ્ય : हिंसाया अनृतवचनात् स्तेयादब्रह्मतः परिग्रहाच्च कायवाङ्मनोभिर्विरतिव्रतम्, विरतिर्नाम ज्ञात्वाऽभ्युपेत्याकरणम् । अकरणं निवृत्तिरुपरमो विरतिरित्यनर्थान्तरम् ।।७/१।। ભાષ્યા - હિંસાથી ....... વિનિરિત્યનરમ્ હિંસાથી, અમૃત વચનથી=મૃષાવચનથી, તેથી, અબ્રાહાથી, અને પરિગ્રહથી કાયા, વાણી અને મન વડે વિરતિ વ્રત છે. વિરતિ એટલે જાણીને, સ્વીકારીને અકરણ. Page #152 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧, ૨ વિરતિના એકાર્થવાચી બતાવે છે અકરણ, નિવૃત્તિ, ઉપરમ, વિરતિ એ અનર્થાતર છે=એકાર્થવાચી શબ્દો છે. II૭/૧ - ભાવાર્થ: હિંસાદિ પાંચે પાપસ્થાનકોનો કાયા, વાણી અને મનથી વિરામ એ વ્રત છે. તેથી એ પ્રાપ્ત થાય કે માત્ર કાયાથી હિંસાનો ત્યાગ કે માત્ર વાણીથી મૃષાનો ત્યાગ તે વ્રત નથી, પરંતુ ત્રણેય યોગથી આગળમાં બતાવાશે તેવા સ્વરૂપવાળા હિંસાદિનો ત્યાગ તે વિરતિ છે. તે વિરતિ કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ ક૨વા અર્થે કહે છે હિંસાદિ પાંચેયના સ્વરૂપને જાણીને આ વસ્તુ ત્યાગ કરવા યોગ્ય છે તે પ્રમાણે સ્વીકારીને ત્રણે યોગોથી તે પાપોનું અકરણ એ વ્રત છે. પાપોનું અક૨ણ શું ચીજ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે તેના પર્યાયવાચી શબ્દો કહે છે - ૧૩૫ - પાપોનું અકરણ તે પાપોની નિવૃત્તિરૂપ છે, પાપોના ઉપ૨મરૂપ છે અને પાપોની વિરતિરૂપ છે. તેથી એ પ્રાપ્ત થાય કે મન-વચન-કાયાના યોગથી કઈ રીતે પાપની વિરતિ થઈ શકે છે ? તેનો યથાર્થ બોધ કરીને તે પ્રમાણે રુચિ કરીને તે પ્રમાણે મન-વચન-કાયાને દૃઢ રીતે પ્રવર્તાવવાથી જે અસમભાવના પરિણામથી પૂર્વમાં પાપો થતાં હતાં તે અસમભાવથી વિરુદ્ધ સર્વત્ર સમભાવનો પરિણામ થવાને કારણે જે પાપની વિરતિ થાય છે, તે વ્રત છે. Il૭/૧]] સૂત્ર : देशसर्वतोऽणुमहती ।।७/२।। સૂત્રાર્થ : દેશ અને સર્વથી અણુ અને મહાન વિરતિ છે. II૭/૨ ..... ભાષ્ય : एभ्यो हिंसादिभ्य एकदेशविरतिरणुव्रतं, सर्वतो विरतिर्महाव्रतमिति । ।७/२॥ ભાષ્યાર્થ : एभ्यो વિરતિર્મહાવ્રતમિતિ +1 આ હિંસાદિથી દેશથી વિરતિ અણુવ્રત છે, સર્વથી વિરતિ મહાવ્રત છે. ‘કૃતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ૭/૨ ભાવાર્થ: હિંસાદિ પાંચ પાપસ્થાનકોનું સ્વરૂપ આગળમાં ગ્રંથકારશ્રી બતાવશે તે પાપસ્થાનકોની વિરતિ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૨, ૩ મન, વચન અને કાયાને આશ્રયીને દેશથી વિરતિ અણુવ્રતરૂપ છે, વળી સર્વથી વિરતિ મહાવ્રતરૂપ છે. II૭/શા સૂત્ર : तत्स्थैर्यार्थं भावनाः पञ्च पञ्च ।।७/३।। સૂત્રાર્થ : તેના ધૈર્ય અર્થે પાંચ-પાંચ-ભાવનાઓ છે-પાંચ મહાવ્રતોના ધૈર્ય માટે પાંચ-પાંચ-ભાવનાઓ છે. II૭/3II ભાષ્ય : तस्य पञ्चविधस्य व्रतस्य, स्थैर्यार्थमेकैकस्य पञ्च पञ्च भावना भवन्ति । तद्यथा - अहिंसायास्तावदीर्यासमितिः, मनोगुप्तिः, एषणासमितिः, आदाननिक्षेपणासमितिः, आलोकितपानभोजनमिति । सत्यवचनस्यानुवीचिभाषणं, क्रोधप्रत्याख्यानं, लोभप्रत्याख्यानं, अभीरुत्वं, हास्यप्रत्याख्यानमिति । अस्तेयस्यानुवीच्यवग्रहयाचनं, अभीक्ष्णावग्रहयाचनं, एतावदित्यवग्रहावधारणं, समानधार्मिकेभ्योऽवग्रहयाचनं, अनुज्ञापितपानभोजनमिति । ब्रह्मचर्यस्य स्त्रीपशुपण्डकसंसक्तशयनासनवर्जनम्, रागसंयुक्तस्त्रीकथावर्जनं, स्त्रीणां मनोहरेन्द्रियालोकनवर्जनं, पूर्वरतानुस्मरणवर्जनं, प्रणीतरसभोजनवर्जनमिति । आकिञ्चनस्य पञ्चानामिन्द्रियार्थानां स्पर्शरसगन्धवर्णशब्दानां मनोज्ञानां प्राप्तौ गार्थ्यवर्जनममनोज्ञानां प्राप्तौ द्वेषवर्जनमिति ।।७/३।। ભાષ્યાર્થ : તસ્ય ફેષવર્નનમિતિ તે પાંચ પ્રકારના વ્રતના સ્વૈર્ય માટે-પૂર્વમાં દેશથી અને સર્વથી વિરતિ કહી તે વિરતિરૂપ પાંચ પ્રકારનાં વ્રતના સ્વૈર્ય માટે, એક એક વ્રતની પાંચ-પાંચ ભાવના છે. તે આ પ્રમાણે – અહિંસાની=અહિંસામહાવ્રતની, ઈર્યાસમિતિ, મનોગુપ્તિ, એષણાસમિતિ, આદાનવિક્ષેપણાસમિતિ અને આલોકિતપાન-ભોજન, તે પ્રકારે પાંચ ભાવનાઓ છે. ‘તિ' શબ્દ અહિંસાવ્રતની પાંચ ભાવનાની સમાપ્તિ માટે છે. સત્યવચનની=સત્યમહાવ્રતની, અનુવીચિભાષણ=આલોચનપૂર્વક ભાષણ, ક્રોધપ્રત્યાખ્યાન, લોભપ્રત્યાખ્યાન, અભીરુપણું, હાસ્યપ્રત્યાખ્યાન. ત્તિ' શબ્દ સત્યવ્રતની પાંચ ભાવનાની સમાપ્તિ માટે છે. અસ્તેયની અસ્તેયમહાવ્રતની, અનુવીચિઅવગ્રહ યાચન=આલોચન કરીને અવગ્રહનું યાચન, અભીણ અવગ્રહ યાચન=વારંવાર અવગ્રહનું યાચન, આટલું એ પ્રકારના અવગ્રહનું અવધારણ, સાધર્મિકાદિથી અવગ્રહનું વાચન, અનુજ્ઞાતિપાતભોજન=ગુરુથી અનુજ્ઞા અપાયેલ પાન-ભોજન. Page #154 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ / સૂત્ર-૩ ૧૩૭ ત્તિ શબ્દ અસ્તેયવ્રતની પાંચ ભાવનાની પૂર્ણાહુતિ માટે છે. બ્રહાચર્યની=બ્રહ્મચર્યમહાવ્રતની, સ્ત્રી-પશુ-નપુંસકથી સંસક્ત શયન-આસનનું વર્જન, રાગસંયુક્ત સ્ત્રીકથાનું સ્ત્રી સાથે વાતચીતનું, વર્જન, સ્ત્રીની મનોહર ઇન્દ્રિયના આલોકનનું વર્જન, પૂર્વની ક્રીડાના અસ્મરણનું વર્જત, પ્રણીતરસભોજનનું વર્જન. તિ' શબ્દ બ્રહ્મચર્યની પાંચ ભાવનાની સમાપ્તિ માટે છે. આકિંચનવ્રતની=અપરિગ્રહમહાવ્રતની, પાંચ ઈન્દ્રિયોના મનોજ્ઞ સ્પર્શ, રસ, ગંધ, વાર્ણ અને શબ્દોની પ્રાપ્તિમાં વૃદ્ધિનું વર્જન અને અમનોજ્ઞની અમનોજ્ઞ સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દોની, પ્રાપ્તિમાં દ્વેષનું વર્જન. ત્તિ' શબ્દ આકિંચનવ્રતની પાંચ ભાવનાની સમાપ્તિ માટે છે. ૭/૩ ભાવાર્થ - વિરતિ દેશથી અને સર્વથી છે. દેશથી વિરતિધર શ્રાવક, સર્વવિરતિનો અત્યંત અર્થી છે. તેથી પ્રતિદિન સર્વવિરતિના સ્વરૂપને સૂક્ષ્મ-સૂક્ષ્મતર ભાવન કરીને સર્વવિરતિની શક્તિનો સંચય કરવા યત્ન કરે છે. સર્વવિરતિના વ્રતવાળા સુસાધુઓ સર્વવિરતિના આચારોનું પાલન કરીને ભાવથી નિગ્રંથભાવના પરિણામરૂપ સર્વવિરતિને ઉલ્લસિત કરે છે. દેશવિરતિધર શ્રાવકો અને સુસાધુઓ પ્રસંગે-પ્રસંગે સર્વવિરતિની પાંચ ભાવનાઓનું ભાવન કરે છે, તેમાં દેશવિરતિધર શ્રાવક પાંચ મહાવ્રતોની ૨૫ ભાવનાઓનું ભાવન કરીને સર્વવિરતિ પ્રત્યેના સૂક્ષ્મ રાગને સ્થિર કરે છે અને સર્વવિરતિધર સાધુ પાંચ મહાવ્રતોની ૨૫ ભાવનાઓનું ભાવન કરીને પોતાનામાં વર્તતા પાંચ મહાવ્રતોરૂપ મૂલગુણોને સ્થિર કરે છે, જેથી ગુણસ્થાનકથી પાત ન થાય અને ઉત્તર-ઉત્તરના ગુણસ્થાનકની વૃદ્ધિને અનુકૂળ સદા ઉદ્યમ થાય. (૧) અહિંસામહાવ્રતની પાંચ ભાવનાઓ: સાધુ પહેલા અહિંસાવ્રતની પાંચ ભાવનાઓ નીચે જણાવ્યા અનુસાર કરે છે : (i) ઈર્ચાસમિતિભાવના : ઈર્યાસમિતિનું સ્વરૂપ વારંવાર સૂક્ષ્મબુદ્ધિથી વિચારે છે કે જે મહાત્મા ષટ્કાયના પાલનના અત્યંત પરિણામવાળા છે તેઓ અત્યંત ઉપયોગપૂર્વક ગમન કરવારૂપ ઈર્યાસમિતિના પાલનના બળથી દયાળુ ચિત્તની વૃદ્ધિ કરીને સર્વ જીવો પ્રત્યે સમભાવના પરિણામની જ વૃદ્ધિ કરે છે. તેથી મારે પણ સંયમની વૃદ્ધિ અર્થે કોઈપણ ચેષ્ટા કરવાનું પ્રયોજન જણાય ત્યારે જીવરક્ષાને અનુકૂળ દયાળુ પરિણામપૂર્વક ઈર્યાસમિતિમાં ઉદ્યમ કરવો જોઈએ. આ પ્રકારની ભાવનાથી અહિંસાવ્રતમાં ધૈર્ય પ્રાપ્ત થાય છે. (i) મનોગુપ્તિભાવના : સાધુએ પોતાના ભાવપ્રાણના રક્ષણાર્થે સતત મનને ભગવાનના વચનના નિયંત્રણથી પ્રવર્તાવવું જોઈએ, Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૩ જેથી નિમિત્તોને પામીને કષાયોની કાલુષતા કે નોકષાયની કાલુપતા ચિત્તમાં સ્પર્શે નહીં અને પોતાના ભાવપ્રાણનું રક્ષણ થાય. આ પ્રમાણે મનોગુપ્તિના ભાવન દ્વારા મહાત્મા સુભટની જેમ મોહની સામે લડવાના બલનો સંચય કરે છે, જેથી પોતાના ભાવપ્રાણના રક્ષણરૂપ અહિંસાવ્રત સ્થિરભાવને પામે છે. (i) એષણાસમિતિભાવના : વળી સાધુ વિચારે છે કે સાધુનો દેહ સંયમ પાલન માટે જરૂરી એવા ઉપકરણ સ્વરૂપ છે. તેથી સંયમપાલન માટે દેહને સમર્થ કરવા અર્થે આહારાદિની આવશ્યકતા જણાય ત્યારે એષણાસમિતિપૂર્વક આહાર, વસ્ત્ર, પાત્ર, વસતિ આદિમાં યત્ન કરવો જોઈએ. જેથી નિર્દોષ આહારાદિ દ્વારા દેહનું પાલન કરીને સંયમની વૃદ્ધિમાં સમ્યગુ યત્ન થઈ શકે. આ પ્રકારે એષણાસમિતિથી ભાવિત થયેલા મુનિ આહારાદિની સર્વ પ્રવૃત્તિ એષણાદોષના પરિવાર માટે સમ્યગુ યત્નપૂર્વક કરી શકે છે. જેથી નિરારંભજીવનને અનુકૂળ પરિણામરૂપ અહિંસા મહાવ્રતમાં ધૈર્યની પ્રાપ્તિ થાય છે. (iv) આદાનનિક્ષેપસમિતિભાવના : સાધુ સતત વિચારે છે કે જગતમાં જીવસૃષ્ટિ ઠાંસી ઠાંસીને રહેલી છે. જેનું ચિત્ત જગતના જીવો પ્રત્યે દયાળુ હોય તેવા મહાત્માએ સંયમના પ્રયોજન સિવાય કોઈ વસ્તુનું ગ્રહણ-મોચન કરવું જોઈએ નહીં; પરંતુ સંયમની વૃદ્ધિ અર્થે આવશ્યક જણાય ત્યારે તે સંયમના ઉપકરણને સાધુએ પ્રથમ ચક્ષુથી અવલોકન કરવી જોઈએ, જેથી ત્યાં કોઈ જીવ દેખાય તો તેને ઉચિત યતનાપૂર્વક ઉચિત સ્થાને મૂકી શકાય. ત્યારપછી ચક્ષુથી અગોચર કોઈ સૂક્ષ્મ જંતુ હોય, તેની વિરાધના થવાની સંભાવનાના પરિવાર અર્થે ગ્રહણના સ્થાને તે વસ્તુને પ્રમાર્જીને સાધુ ગ્રહણ કરે અને નિક્ષેપના સ્થાને ભૂમિનું અવલોકન કરી પ્રમાર્જીને સાધુ નિક્ષેપ કરે. તે રીતે મળ-મૂત્રાદિનું વિસર્જન પણ ચક્ષુથી ભૂમિનું અવલોકન કરી, પ્રમાર્જીને સાધુ કરે, તો સાધુનું ચિત્ત સર્વ જીવો પ્રત્યે સમભાવને ધારણ કરવા સમર્થ બને છે. આ પ્રકારે વારંવાર ભાવના કરીને આત્માને અહિંસાભાવનામાં સ્થિર કરવામાં આવે તો તે પ્રકારના યત્નના પરિણામથી પહેલું મહાવ્રત સ્થિર થાય છે. (૫) આલોકિતપનભોજનભાવના : વળી સાધુ દોષ રહિત ભિક્ષા ગ્રહણ કર્યા પછી પણ તે ગ્રહણ કરાયેલ ભોજન પણ જીવસંસક્ત છે કે નહીં તે પ્રકારે સૂક્ષ્મ ઉપયોગપૂર્વક અવલોકન કરીને પાન-ભોજન વાપરે છે, જેથી જીવરક્ષાના પરિણામ અત્યંત સ્થિર થાય. આ પ્રકારે અહિંસા મહાવ્રતની ભાવનાઓ કરવાથી સાધુમાં અહિંસા મહાવ્રતરૂપ મૂળગુણ સ્થિરભાવને પામે છે. (૨) સત્યમહાવ્રતની પાંચ ભાવનાઓ - વળી, સત્યવ્રતના સ્થિરીકરણ અર્થે સાધુ પાંચ ભાવના કરે છે અને સાધુધર્મનું પરિભાવન કરીને જેમ Page #156 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૩ ૧૩૯ શ્રાવક સાધુધર્મ પ્રત્યે રાગને અતિશયિત કરે છે, તેમ સાધુધર્મના અંગભૂત બીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ કરીને શુદ્ધ એવા બીજા મહાવ્રતને પાળવાની શક્તિનો સંચય કરવા અર્થે સત્ય મહાવ્રતની પાંચ ભાવનાઓ કરે છે. (i) અનુવીચિભાષણભાવના : સંયમના પ્રયોજન સિવાય કે યોગ્યજીવોના ઉપકારના પ્રયોજન સિવાય સાધુ કોઈ વસ્તુના આલાપસંલાપ કરવાનો પરિણામ ધારણ કરનારા નથી. તેથી બોલવાને અભિમુખ પરિણામ પણ સાધુને થતો નથી; પરંતુ કોઈ સંયોગ ઉપસ્થિત થાય ત્યારે કોઈ વસ્તુનું કથન કરવાથી સંયમની વૃદ્ધિ થશે કે નહીં, અથવા કોઈને ઉપકાર થશે કે નહીં, તેનો ઉચિત નિર્ણય કરીને બોલે છે; જે અનુવચિભાષણ છે. આ પ્રકારની અનુવાચિભાષણની ભાવનાથી આત્માને ભાવિત કરીને સંવૃત થયેલા પરિણામવાળા મુનિ બીજા મહાવ્રતને સ્થિર કરવાના અંગભૂત ભાષાસમિતિના પરિણામને દઢ કરે છે. (i) ક્રોધપ્રત્યાખ્યાનાભાવના : ક્રોધ-અરુચિ-મત્સરતા આદિ ક્રોધના જ પર્યાયવાચી શબ્દો છે. સાધુએ ક્રોધનું પ્રત્યાખ્યાન કર્યું છે, તેથી સંયમજીવનમાં ક્રોધ-અરુચિ-મત્સરતા આદિ ભાવો ન થાય તે રીતે આત્માને સંવૃત કરવો જોઈએ. આ પ્રમાણે વારંવાર ભાવના કરવાથી ઈષદ્ ક્રોધ નિમિત્તે પણ કે અરુચિ નિમિત્તે પણ વચનપ્રયોગ થાય નહીં. મુનિ હંમેશાં ક્રોધપ્રત્યાખ્યાનરૂપ ભાવનાથી આત્માને તે રીતે ભાવિત કરે છે કે જેથી ઈષદ્ પણ અરુચિ આદિ ભાવો થાય નહીં કે જેથી અસત્યવચન અથવા સત્યવચન પણ કષાયને વશ બોલવાનો પ્રસંગ પ્રાપ્ત થાય, જેથી બીજા મહાવ્રતની ગુપ્તિ અતિશયવાળી થાય છે. (ii) લોભપ્રત્યાખ્યાનાભાવના :- સાધુને લોભનું પ્રત્યાખ્યાન હોય છે તેથી વસ્ત્ર-પાત્ર-વસતિ આદિ કોઈ પ્રત્યે લેશ પણ સંશ્લેષ ન થાય તે રીતે સાધુ સંયમના પ્રયોજનથી તેને ગ્રહણ કરે છે; એટલું જ નહીં પણ દેહની શાતા પ્રત્યે પણ લોભ હોતો નથી; પરંતુ સમભાવનાં કંડકોની વૃદ્ધિમાં જ લોભ પરિણામ સ્થિર થયેલો હોય છે. વારંવાર પોતાને લોભપ્રત્યાખ્યાન છે તેમ ભાવન કરીને સાધુ આત્માને તે રીતે ભાવિત કરે છે કે જેથી લોભને વશ વસ્ત્રાદિ ગ્રહણ કરવાના પરિણામથી સત્ય કે અસત્ય બોલવાનો પ્રસંગ પ્રાપ્ત ન થાય. આ રીતે લોભપ્રત્યાખ્યાનના ભાવનના બળથી સાધુ વચનગુપ્તિના પરિણામમાં સ્થિર થાય છે. (iv) અભીરુભાવના : સાધુ ભગવાનના વચનને પરતંત્ર ચાલનારા હોય છે અને સંસારથી અત્યંત ભય પામેલા હોય છે. આમ છતાં ભગવાનના વચનને પરતંત્ર હોવાથી આલોકના અને પરલોકના સાતે ભયોથી નિર્ભય હોય છે, કેમ કે ભગવાનનું વચન તેઓની સુરક્ષા કરનાર છે તેવો સ્થિર નિર્ણય છે. તેથી સાતે ભયોથી પોતે અભીરુ છે તે પ્રકારની ભાવના કરીને આત્માને એ રીતે સ્થિર કરે છે જેથી સંસારી જીવો આલોક આદિના ભયથી Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦. તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૩ મૃષાવચન બોલે છે તેમ સાધુ સર્વ ભયોથી અભીરુ હોવાના કારણે ક્યારેય મૃષાવચન બોલતા નથી. આ પ્રકારની અભીરુભાવનાના બળથી મુનિ પોતાના બીજા મહાવ્રતને સ્થિર કરે છે. (v) હાસ્યપ્રત્યાખ્યાનભાવના : વળી સાધુએ ચાર કષાયો અને નવ નોકષાયોનું પ્રત્યાખ્યાન કર્યું છે. તદ્ અંતર્ગત હાસ્યનું પ્રત્યાખ્યાન પણ પ્રાપ્ત થાય છે. તેથી હાસ્યથી પણ ક્યારેય સત્યવચન કે અસત્યવચન બોલવાનો પ્રસંગ ન થાય તે રીતે હાસ્યપ્રત્યાખ્યાનથી આત્માને ભાવિત કરે છે. જે ભાવનાના બળથી બીજું મહાવ્રત સુરક્ષિત બને છે. અહીં મૃષાવાદ બોલવાનાં કારણોને સામે રાખીને મૃષાવાદની પાંચ ભાવના બતાવાઈ છે. સામાન્ય રીતે જેમ વિચાર્યા વગર બોલવાથી મૃષાવાદની પ્રાપ્તિ થાય છે તેમ ક્રોધથી, લોભથી, ભયથી અને હાસ્યથી મૃષાવાદ થાય છે. એટલું જ નહીં, ક્રોધાદિથી બોલાયેલું સત્યવચન પણ મૃષાવાદના કાર્યરૂપ કર્મબંધનું કારણ થાય છે, તેથી મૃષાવાદરૂપ જ છે. તેથી તે ક્રોધાદિ સર્વના પ્રત્યાખ્યાનને આશ્રયીને આત્મા ભાવન કરે તો મૃષાવાદ થાય નહીં. સાધુ સંયમ ગ્રહણ કરે છે ત્યારે ક્રોધાદિ ચારેય કષાયો અને નવ નોકષાયો હવે પછી હું ક્યારેય કરીશ નહીં એ પ્રકારની પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે. તેથી તે કષાયો અને નોકષાયોના નિરોધથી સંયમના કંડકોને પ્રાપ્ત કરે છે. સાધુ સત્યમહાવ્રતને દૃઢ કરવાના પ્રતિસંધાનથી ક્રોધાદિ પ્રત્યાખ્યાનની ભાવનાઓ કરે છે અને શ્રાવક પણ સાધુધર્મનું પરિભાવન કરતી વખતે સાધુધર્મના પાંચ મહાવ્રતોની ભાવનાઓને પણ ભાવે છે. તેથી શ્રાવક પણ સત્યમહાવ્રતને આત્મામાં સ્થિર કરવા અર્થે અને તેના પ્રત્યેની રાગવૃદ્ધિ કરવા અર્થે બીજા મહાવ્રતની પાંચ ભાવનાઓ કરે છે. (૩) અસ્તેયમહાવ્રતની પાંચ ભાવનાઓ : વળી ત્રીજા મહાવ્રતને સ્થિર કરવા અર્થે સાધુ નીચે મુજબ પાંચ ભાવનાઓ કરે છે : (i) અનુવચિઅવગ્રહયાચનભાવના: સાધુ પાંચ પ્રકારના અવગ્રહનું સ્વરૂપ યથાર્થ નિર્મીત કરીને જેની પાસે જે વસ્તુની માલિકી છે, તેની પાસેથી જ તે વસ્તુનું વાચન કરે છે. જેની તેની પાસેથી ગમે તે વસ્તુનું યાચન કરવામાં આવે અને તે વસ્તુના માલિક પાસે કરવામાં ન આવે તો અસ્તેય વ્રતમાં મલિનતાની પ્રાપ્તિ થાય છે, એ પ્રકારે ભાવન કરીને સાધુ અસ્તેય વ્રતને સ્થિર કરે છે. શ્રાવક પણ તે ભાવના કરીને ત્રીજા મહાવ્રત પ્રત્યે દૃઢ પક્ષપાતને સ્થિર કરે છે. (ii) અભીષ્ણઅવગ્રહયાચનાભાવના : વળી સાધુ અભીષ્ણ અવગ્રહ યાચન કરે છે અર્થાત્ વસતિ આદિ ગ્રહણ કરતી વખતે સંયમને ઉપકારક ન હોય તેવાં વસતિ આદિ ગ્રહણ ન કરે; પરંતુ સંયમમાં ઉપકારક હોય એટલી જ પ્રમાણોપેત વસતિ આદિ ગ્રહણ કરે છે. તે વસતિ આદિ ગ્રહણ કર્યા બાદ ગ્લાન આદિના પ્રયોજનથી અધિક વસતિ આદિની આવશ્યકતા જણાય તો ફરી તેના સ્વામી પાસે યાચના કરે છે. જેની યાચના કરીને પોતે વસતિ સ્વીકારેલી Page #158 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૩ ૧૪૧ છે, તે વસતિમાં પણ પાઠવવા વિશે કોઈ પ્રવૃત્તિ કરવી હોય તો તેના અર્થે ફરી ફરી એના સ્વામી પાસે યાચના કરે છે, જેથી તેના સ્વામીને તે નિમિત્તે અલ્પ પણ દ્વેષ ન થાય કે ફરી વસતિ ન આપવાનો પરિણામ ન થાય. આ પ્રકારની ભાવના કરીને સાધુ ત્રીજા મહાવ્રતને સ્થિર કરે છે. (i) અવગ્રહઅવધારણભાવના : સંયમ માટે ઉપકારક હોય તેટલી જ વસતિ સાધુ ગ્રહણ કરે પરંતુ અધિક વસતિ ગ્રહણ કરે નહીં. તેથી વસતિ ગ્રહણ કરતી વખતે તે વસતિના સ્વામીને કહે છે – આટલી જ વસતિ અમને ખપે છે, અધિક નહીં. એ પ્રકારના અવગ્રહના અવધારણનું વારંવાર ભાવન કરીને સાધુ આત્મામાં અસ્તેય વ્રતને સ્થિર કરે છે, જેથી પ્રવૃત્તિકાળમાં તે ભાવનથી ભાવિત થયેલું ચિત્ત હોવાથી તે મર્યાદાનું ઉલ્લંઘન થાય નહીં. અહીં વિશેષ એ છે કે મમત્વના પરિવાર અર્થે ભગવાને સંયમના પ્રયોજન વગર વસતિ ગ્રહણ કરવાનો નિષેધ કર્યો છે અને સંયમના પ્રયોજનથી ગ્રહણ કરાયેલી વસતિમાં પણ અપ્રમાદથી સંયમપાલન કરનારા સાધુને સંયમમાં ઉપકારક હોય તેટલી જ વસતિ ગ્રહણ કરવાની અનુજ્ઞા આપી છે. તે અનુજ્ઞાનું ઉલ્લંઘન થાય તો તીર્થકરઅદત્તની પ્રાપ્તિ થાય. તેથી તીર્થકરઅદત્તના પરિવાર અર્થે સાધુ સંયમમાં ઉપકારક હોય એટલી જ મર્યાદાવાળી વસતિ ગ્રહણ કરે છે, અધિક વસતિ ગ્રહણ કરતા નથી. તેથી સ્વામી અધિક વસતિ આપે અને અધિક વસતિ ગ્રહણ કરવામાં આવે તો સ્વામીઅદત્તની પ્રાપ્તિ થાય નહીં. પરંતુ તીર્થકરઅદત્તની પ્રાપ્તિ અવશ્ય થાય; તેના પરિવાર અર્થે “આટલી જ વસતિ' તે પ્રકારના અવગ્રહના અવધારણની ભાવના સાધુ કરે છે. જેથી તે ભાવનાથી ભાવિત થયેલા સાધુ ત્રીજા મહાવ્રતનું રક્ષણ કરી શકે છે. (iv) સાધર્મિકઅવગ્રહયાચનભાવના: સાધુ સમાન ધાર્મિકો પાસેથી અવગ્રહનું યાચન કરે છે, જેથી ત્રીજા મહાવ્રતની સુરક્ષા થાય છે. આશય એ છે કે સંયમની વૃદ્ધિના અર્થે ઉચિત વસતિની પ્રાપ્તિ માલિક પાસેથી થઈ હોય તેવી વસતિ સાધુ ગ્રહણ કરે અને ત્યાં રહીને સંયમની આરાધના કરે તો તીર્થંકર અદત્તની પ્રાપ્તિ થાય નહીં, પરંતુ તે વસતિમાં કોઈ અન્ય સાધુ ઊતરેલા હોય અને તેઓની પાસે અવગ્રહની યાચના ન કરવામાં આવે તો તે વસતિના તેટલા કાળ માટે થયેલા સ્વામી એવા તે સમાન ધાર્મિકને પૂછ્યા વગર ઊતરવાથી અસ્તેયવ્રતમાં મલિનતાની પ્રાપ્તિ થાય છે. તેથી સાધુ હંમેશાં ભાવન કરે છે કે એક ઉપાશ્રયરૂપ એક વસતિ હોય કે એક વિભાગમાં અન્ય ઉપાશ્રયરૂપ કે અન્ય ગૃહરૂપ એક વસતિ હોય તો ત્યાં વર્તતા સાધુના અવગ્રહની યાચનાપૂર્વક મારે ત્યાં રહેવું જોઈએ, જેથી તે વસતિમાં વર્તતા સાધુને ભિક્ષા આદિમાં વિઘ્નોની પ્રાપ્તિ થાય નહી. - (૫) અનુજ્ઞાપિતપનભોજનભાવનાઃ વળી સાધુ સંયમવૃદ્ધિ અર્થે વિધિપૂર્વક જે ભિક્ષા આદિ લાવે છે તે ગીતાર્થ ગુરુને બતાવીને તેમનાથી અનુજ્ઞા અપાયેલ ભોજન-પાન કરે, તો જ ગુરુઅદત્તની પ્રાપ્તિ થાય નહીં. તેથી સાધુ આત્માને ભાવિત કરે Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૩ છે કે અસ્તેયવ્રતના રક્ષણ માટે ગુરુ વડે અનુજ્ઞાપિત જ પાન-ભોજન કરવું જોઈએ, જેના બળથી અસ્તેય વ્રતમાં કોઈ અતિચાર લાગે નહીં. વળી શ્રાવક પણ સાધુનાં પાંચ મહાવ્રતો પ્રત્યે રાગની વૃદ્ધિ કરવા અર્થે, જેમ સાધુધર્મનું પરિભાવન કરે છે તેમ સાધુના અસ્તેય વ્રતની પાંચ ભાવનાનું પણ પરિભાવન કરે છે, જેથી અસ્તેયવ્રતની પાંચ ભાવનાથી પરિભાવિત સુવિશુદ્ધ અસ્તેયવ્રતના પાલન પ્રત્યેનો બદ્ધરાગ સ્થિર-સ્થિરતર થાય. (૪) બ્રહ્મચર્યમહાવ્રતની પાંચ ભાવનાઓ : વળી, સાધુ બ્રહ્મચર્યવ્રતને સુસ્થિર કરવા માટે નીચે મુજબ પાંચ ભાવનાથી આત્માને ભાવિત કરે છે : (i) સ્ત્રી-પશુ-નપુંસકસંસક્તશયનઆસનવર્જનભાવના: સ્ત્રી, પશુ અને નપુંસકથી સંસક્ત એવા શયન-આસનનું સાધુએ વર્જન કરવું જોઈએ. જેથી ઉદયમાન એવો વેદનો ઉદય નિમિત્ત પામીને વિકારોને ઉત્પન્ન કરે નહીં. આ પ્રકારના ભાવનના બળથી વિકારનાં નિમિત્તોથી દૂર રહેવાને અનુકૂળ વિર્યનો સંચય થાય છે. (i) રાગસંયુક્તસ્ત્રીકથાવર્જનભાવના: વળી રાગસંયુક્ત સ્ત્રીકથાનું સાધુએ વર્જન કરવું જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય કે સતી સ્ત્રીઓનાં ગુણગાન અર્થે સ્ત્રીકથાની વિચારણામાં ગુણની વૃદ્ધિ થતી હોવાથી દોષરૂપ નથી; પરંતુ સ્ત્રી સાથે કોઈ પ્રસંગે કથન=વાતચીત, કરતી વખતે ઈષદુ પણ રાગનો પરિણામ થાય તો બ્રહ્મચર્યવ્રતમાં મલિનતા થાય. તેથી તેના વર્જનની ભાવનાથી ભાવિત થયેલા સાધુ નિમિત્તને પામીને પણ તે પ્રકારનું સંભાષણ કરતા નથી. (i) સ્ત્રીમનોહરક્રિયઅવલોકનવર્જનભાવના : વળી સ્ત્રીઓની મનોહર ઇન્દ્રિયોના અવલોકનનું વર્જન સાધુ કરે છે, જેથી બ્રહ્મચર્યવ્રત સુસ્થિર રહે. જો સાધુ આ પ્રકારની ભાવનાથી ભાવિત ન હોય તો ભિક્ષાદિના ગ્રહણના પ્રસંગે કે વંદનાદિ અર્થે આવેલ સ્ત્રીના દર્શનના પ્રસંગે મનોહર ઇન્દ્રિયના અવલોકનને અનુકૂળ સૂક્ષ્મ પણ વ્યાપાર થાય તો બ્રહ્મચર્યવ્રત મલિન થાય છે. આ પ્રકારે વારંવાર ભાવન કરીને તે પ્રકારના વિકારોથી ચિત્તને દૂર કરીને સાધુ બ્રહ્મચર્ય વ્રતને સ્થિર કરે છે. (iv) પૂર્વરતઅનુસ્મરણવર્જનભાવના : વળી સંયમ ગ્રહણ કર્યા પૂર્વે જે સ્ત્રીઓ સાથે વિલાસ કરેલ હોય તેને સ્મરણ કરવાથી બ્રહ્મચર્યમાં મલિનતા થાય છે, તેથી સાધુ તે પ્રકારે પૂર્વના પ્રસંગોનું સ્મરણ ન થાય તેમ નિર્મળ ભાવના કરીને બ્રહ્મચર્ય વતને સ્થિર કરે છે. (v) પ્રણીતરસભોજનવર્જનભાવના : બ્રહ્મચર્યને સ્થિર કરવા અર્થે વિકારના પ્રબળ કારણભૂત ઇન્દ્રિયોને અનુકૂળ રસનું ભોજન તે પ્રણીતરસભોજન Page #160 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર–૩, ૪ ૧૪૩ છે. સાધુ આ પ્રણીતરસના ભોજનનું વર્જન કરે છે; કેમ કે સુંદર ભોજનથી તૃપ્ત થયેલ ઇન્દ્રિયો કામના વિકારને ઉત્પન્ન કરીને સાધુના બ્રહ્મચર્યવ્રતનો નાશ કરે છે. આ પ્રકારે ભાવન કરવાથી પ્રણીત ભોજન પ્રત્યેના વર્જનનો પક્ષપાત સ્થિર થાય છે. (૫) આકિંચનમહાવ્રતની પાંચ ભાવનાઓ : આકિંચનવ્રતની પાંચ ભાવનાનું ભાવન સાધુ નીચે દર્શાવ્યા મુજબ કરે છે. (i-v) મનોજ્ઞશબ્દરૂપરસસ્પર્શગંધગાવર્જન-અમનોજ્ઞશબ્દરૂપરસસ્પર્શગંધદ્વેષવર્જનભાવના : આકિંચનવ્રતમાં સાધુએ પાંચે ઇન્દ્રિયોના (૧) મનોજ્ઞ શબ્દ-રૂપ-૨સ-સ્પર્શ-ગંધ આત્મક વિષયો પ્રત્યે ગૃદ્ધિનું વર્જન અને (૨) અમનોજ્ઞ શબ્દ-રૂપ-૨સ-સ્પર્શ-ગંધ આત્મક વિષયોની પ્રાપ્તિમાં દ્વેષનું વર્જન કરવું જોઈએ. આ પ્રકારે પાંચ ઇન્દ્રિયના વિષયોને આશ્રયીને રાગ-દ્વેષના વર્ઝનને અનુકૂળ પાંચ ભાવનાઓ છે. જેથી પાંચે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે નિર્મળ થયેલા સાધુ આકિંચન નામના પાંચમા મહાવ્રતના સ્વૈર્યને પ્રાપ્ત કરે છે; કેમ કે પાંચે ઇન્દ્રિયોના કોઈપણ વિષય પ્રત્યે રાગ થાય કે દ્વેષ થાય તો અપરિગ્રહવ્રતના અતિચારની પ્રાપ્તિ થાય. તેથી અપરિગ્રહવ્રતની સુરક્ષા અર્થે પાંચે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે સાધુ નિર્મમ થવા યત્ન કરે છે. વળી શ્રાવક પણ જેમ સાધુધર્મનું પરિભાવન કરે છે, તેમ સાધુધર્મ પ્રત્યેના સૂક્ષ્મભાવોને સ્થિર કરવા અર્થે આકિંચન ભાવના કરે છે. શ્રાવક રોજ વિચારે છે કે સાધુ મહાત્માઓ પાંચે ઇન્દ્રિયોના મનોજ્ઞ વિષયો પ્રત્યે ગૃદ્ધિનું વર્જન અને અમનોજ્ઞ વિષયો પ્રત્યે દ્વેષનું વર્જન ક૨ના૨ા હોવાથી, મહાત્માઓને ક્યાંય મમત્વ નથી, જેથી તેઓ સદા સુખી છે. માટે હું પણ તે ભાવનાઓ કરીને તેમના જેવી શક્તિનો સંચય કરું. આ પ્રકારે ઉચિતકાળે શ્રાવક પણ સાધુધર્મની ભાવનાઓ કરે છે. અહીં વિશેષ એ છે કે સૂત્ર-૨માં કહ્યું કે હિંસાદિ પાંચની વિરતિ દેશ અને સર્વથી છે. ત્યારપછી સૂત્ર૩માં કહ્યું કે તે દેશ અને સર્વથી જે વિરતિ છે તેના સ્વૈર્ય માટે પાંચે વિરતિની પાંચ-પાંચ ભાવનાઓ છે. તે પાંચ-પાંચ ભાવનાઓ સાક્ષાત્ મહાવ્રત સાથે સંબંધિત છે, તોપણ જે પ્રકારે તત્ત્વાર્થસૂત્રકારે તેનું યોજન કર્યું છે તેનાથી જ નક્કી થાય છે કે શ્રાવક જેમ સાધુધર્મના અભિલાષી છે તેમ સાધુધર્મના અંગભૂત પાંચ મહાવ્રતોની પાંચ-પાંચ ભાવનાઓને સ્થિર કરવાના પણ અભિલાષી છે. તેથી પ્રસ્તુત સૂત્રમાં બતાવેલ પાંચ-પાંચ ભાવનાઓ માત્ર સાધુધર્મને જ આશ્રયીને છે તેવો અર્થ ક૨વો ઉચિત લાગતો નથી. Il૭/૩ll ભાષ્યઃ किञ्चान्यदिति - ભાષ્યાર્થ : વળી બીજું શું છે ? તેથી કહે છે Page #161 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૪ ભાવાર્થ: પૂર્વમાં કહ્યું કે હિંસાદિ વિરતિના સ્વૈર્ય માટે પાંચ-પાંચ ભાવનાઓ છે. તેથી હિંસાદિ વિરતિના સ્વૈર્ય માટે અન્ય શું છે ? તે પ્રકારની જિજ્ઞાસામાં કહે છે – સૂત્રઃ हिंसादिष्विहामुत्र चापायावद्यदर्शनम् ।।७/४।। ૧૪૪ સૂત્રાર્થ હિંસાદિ હોતે છતે આલોકમાં અને પરલોકમાં અપાયના અને અવધના દર્શનનું ભાવન કરવું જોઈએ=હિંસાદિ કૃત્યો કરવાથી આલોકમાં અને પરલોકમાં શું શું અપાયો થાય છે ? અને હિંસાદિ કૃત્યો અવધ છે=ગર્ભિત છે, એ પ્રકારના અવલોકનનું ભાવન કરવું જોઈએ. 1ા૭/૪ ભાષ્યઃ *= हिंसादिषु पञ्चस्वास्त्रवेषु इहामुत्र चापायदर्शनम् अवद्यदर्शनं च भावयेत् । तद्यथा - हिंसायास्तावत् हिंस्रो हि नित्योद्वेजनीयो नित्यानुबद्धवैरश्च, इहेव वधबन्धपरिक्लेशादीन् प्रतिलभते प्रेत्य चाशुभां गतिं गर्हितश्च भवतीति हिंसाया व्युपरमः श्रेयान् । ભાષ્યાર્થ ઃ हिंसादिषु શ્રેયાન્ ।। હિંસાદિ પાંચ આશ્રવો હોતે છતે આલોકમાં અને પરલોકમાં અપાયોના દર્શનનું અને અવઘના દર્શનનું ભાવન કરવું જોઈએ. તે આ પ્રમાણે – હિંસાથી હિંસા કરનાર વ્યક્તિ નિત્ય પરને ઉદ્વેગ કરનારી અને નિત્ય અનુબદ્ધ વૈરવાળી થાય છે. અહીં જ=આ ભવમાં જ, વધબંધ-પરિક્લેશાદિને પ્રાપ્ત કરે છે અને પરલોકમાં અશુભગતિને પામે છે અને ગહિત થાય છે, એથી હિંસાથી વ્યુપરમ=વિશ્રાંતિ, શ્રેય માટે છે. ભાવાર્થ: હિંસાદિ પાંચની વિરતિના સ્વૈર્ય માટે સાધુએ કે શ્રાવકે હિંસાદિ પાંચ આશ્રવો હોતે છતે આલોકમાં અને પરલોકમાં જે અપાયો થાય છે તેનું ભાવન કરવું જોઈએ. (૧) હિંસાના અપાયોનું વર્ણન : કયા પ્રકારના અપાયોનું ભાવન કરવું જોઈએ ? તે બતાવતાં ભાષ્યકારશ્રી પ્રથમ હિંસાના અપાયોને બતાવે છે . હિંસા કરનાર જીવો જોવામાત્રથી ક્રૂર દેખાય છે તેથી હંમેશાં બીજાને ઉદ્વેગ કરે છે. વળી, તેવી ક્રૂર પ્રકૃતિને કારણે બધા સાથે વૈરનો અનુબંધ પ્રાપ્ત કરે છે. વળી, જે જીવો બીજા જીવોની હિંસા કરે છે તે Page #162 -------------------------------------------------------------------------- ________________ તન્વાર્યાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૪ ૧૪૫ જીવો આલોકમાં જ વધ-બંધ-પરિફ્લેશ આદિને પામે છે અને પરલોકમાં અશુભ ગતિને પામે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જે જીવો ક્રૂર અને ઘાતકી છે તેઓ અન્ય મનુષ્યાદિનો ઘાત કરે તો રાજસેવકો તેમને ગ્રહણ કરીને તેઓનો વધ કરે છે અથવા તેમને કારાગૃહના બંધનમાં રાખવામાં આવે છે, અર્થાત્ તેઓ વધ-બંધના ક્લેશોને પ્રાપ્ત કરે છે. તેથી નક્કી થાય છે કે હિંસા ખરાબ છે. જેવી હિંસા મનુષ્યમાં થાય છે તેવી જ હિંસા એકેન્દ્રિયાદિ જીવોની છે. તે હિંસાનું બીજ રાગાદિથી થતો ભાવપ્રાણોનો નાશ છે. તેથી મનુષ્ય વિષયક થતી હિંસા જેમ આલોકમાં અનર્થનું કારણ બને છે તેમ એકેન્દ્રિય આદિ વિષયક હિંસા પણ અનર્થનું કારણ હોવાથી તે હિંસા પણ નિંદનીય છે અને તે હિંસાના કારણભૂત કષાયોની પરિણતિ પણ નિંદનીય છે. વળી હિંસાને કારણે પરલોકમાં અશુભ ગતિની પ્રાપ્તિ થાય છે. તેથી એકેન્દ્રિયથી માંડીને પંચેંદ્રિય સુધીની સર્વ હિંસા નિંદનીય છે અને તેના કારણભૂત કષાયની પરિણતિરૂપ ભાવહિંસા અશુભગતિનું કારણ છે, માટે નિંદનીય છે. આ પ્રકારે હિંસાના અપાયનું દર્શન કરીને હિંસાથી વિરામ કરવો જોઈએ. વળી, આ હિંસા લોકમાં ગતિ છે, તે હિંસાનું અવદ્ય દર્શન છે. તેથી હિંસાનો વિરામ કરવો શ્રેય માટે છે. અહીં વિશેષ એ છે કે દેશવિરતિધર શ્રાવક કે અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવક ગૃહસ્થ અવસ્થામાં પૃથ્વીકાયાદિની હિંસા કરે છે તોપણ સંપૂર્ણ હિંસાની નિવૃત્તિરૂપ સાધુધર્મના અત્યંત અભિલાષવાળા છે. તેથી સર્વવિરતિની લાલસાના પરિણામના બળથી તેઓના જીવનમાં જે કોઈ સ્થાવર આદિની હિંસા થાય છે તે વખતે પણ અધ્યવસાયની નિર્મળતાને કારણે હિંસાનું તેવું ફળ પ્રાપ્ત થતું નથી; છતાં હિંસા કરનારા જીવોમાં જે હિંસક ભાવ છે તે હંમેશાં પોતાને ઉગ કરાવનારો હોય છે અને જેઓની હિંસા થાય છે તેઓને પણ ઉદ્વેગ કરાવનારો હોય છે; કેમ કે બીજાની મેં હિંસા કરી છે તેથી જો રાજપુરુષો દ્વારા હું ગ્રહણ થઈશ તો મને વધ-બંધાદિની પ્રાપ્તિ થશે એ પ્રકારના ભયરૂપ ક્લેશ ચિત્તમાં રહે છે, અને જેઓની હિંસા કરે છે તેઓને પણ તેના તરફથી સતત સંત્રાસ ઉત્પન્ન થાય છે અને નિત્ય બીજા સાથે વેરનો અનુબંધ થાય છે. તેથી આ ભવમાં પણ સદા ભય-ઉદ્વેગ આદિ રહે છે અને જન્માંતરમાં પણ વેરના અનુબંધને કારણે અનેક જીવો તરફથી અનર્થો થાય છે તથા અશુભગતિમાં સતત ઉદ્વેગની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારે ભાવન કરીને સાધુ અને શ્રાવક હિંસક ચિત્તનું નિવર્તન કરે તે બતાવવા માટે કહે છે – હિંસાના વિરામ માટે યત્ન કરવો જોઈએ. ભાષ્ય : तथाऽनृतवादी अश्रद्धेयो भवति, इहैव जिह्वाच्छेदादीन प्रतिलभते, मिथ्याभ्याख्यानदुःखितेभ्यश्च बद्धवैरेभ्यस्तदधिकान् दुःखहेतून् प्राप्नोति, प्रेत्य चाशुभां गतिं गर्हितश्च भवतीति अनृतवचनाद् व्युपरमः श्रेयान् । Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૪ ભાષ્યાર્થ : તથા ..... શ્રેયાન્ ।। અને મૃષાભાષી અશ્રદ્ધેય થાય છે=લોકમાં અવિશ્વસનીય થાય છે. અહીં જ= આલોકમાં જ, જિહ્યાછેદ આદિને પ્રાપ્ત કરે છે અને મિથ્યા અભ્યાખ્યાનથી દુઃખિત થયેલા અને બદ્ધવેરવાળા જીવો પાસેથી તેનાથી અધિક દુઃખોના હેતુને પ્રાપ્ત કરે છે=જિહ્વાછેદાદિ દુઃખો પ્રાપ્ત થાય તેનાથી અધિક અન્ય દુઃખના હેતુઓને પ્રાપ્ત કરે છે, અને પરલોકમાં અશુભ ગતિને પામે છે અને ગર્હિત થાય છે=મૃષા બોલનાર જીવ લોકોમાં ગહિત થાય છે, તેથી મૃષાવચનથી વ્યુપરમ=વિરામ, શ્રેય માટે છે. ભાવાર્થ: (૨) મૃષાવાદના અપાયોનું વર્ણન : જે જીવો મૃષાવાદ ક૨ના૨ા છે તે જીવો પ્રત્યે લોકોને વિશ્વાસ રહેતો નથી, એ રૂપ મૃષાવાદનો અપાય છે. વળી આલોકમાં તેઓ જિલ્લાછેદાદિ પ્રાપ્ત કરે છે તે પણ આલોકનો અપાય છે; કેમ કે મૃષા બોલવાને કારણે કોઈ મોટું અકાર્ય થયું હોય ત્યારે રાજા વગેરે તેના મૃષાભાષણને કા૨ણે જિહ્વાછેદાદિ કરાવે છે. વળી, તે મિથ્યા બોલનાર જીવોના મિથ્યાભાષણથી દુઃખિત થયેલા અને તેની સાથે જેને વેર બંધાયું છે તેવા જીવો જિહ્વાછેદાદિ કરાવ્યા પછી પણ તેઓને અધિક દુઃખના હેતુ બને છે તે સર્વ આલોકના અપાય છે અને પરલોકમાં અશુભગતિને પામે છે તે પરલોકનો અપાય છે. વળી મૃષા બોલનાર જીવ લોકોમાં ગર્હિત બને છે તે અવઘનું દર્શન છે. એથી વિવેકીએ મૃષાભાષણનો વિરામ કરવો જોઈએ. અનાભોગથી પણ સૂક્ષ્મ પણ મૃષાવાદ ન થાય તે પ્રકારે યત્ન કરવો જોઈએ. હાસ્યાદિથી પણ મૃષાવાદ ન થાય તેવો યત્ન કરવો જોઈએ. આનાથી એ પ્રાપ્ત થાય કે કર્મબંધનું કારણ હોય તેવું સત્યવચન પણ સૂક્ષ્મ દૃષ્ટિથી મૃષાવચન છે. સાધુ સંયમના પ્રયોજન વગર નિરર્થક વચનપ્રયોગ કરે, કોઈના રાગના ઉદ્ભવનું કારણ બને તેવું સત્યવચન કહે, કોઈના દ્વેષના ઉદ્દભવનું કારણ બને તેવું સત્યવચન કહે કે પોતાના પણ રાગાદિની વૃદ્ધિ થાય તેવા કોઈપણ પ્રકારના વચનપ્રયોગ કરે તે સર્વ અસત્ય વચન છે. માટે સૂક્ષ્મ મૃષાવાદના પરિહારના અર્થી એવા સાધુએ અંતરંગ રીતે સદા મનોગુપ્તિ અને વચનગુપ્તિપૂર્વક જ ઉચિત સંભાષણ કરવું જોઈએ તથા પ્રયોજન વગર વચનપ્રયોગનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. શ્રાવકને માટે સૂક્ષ્મ મૃષાવાદનો પરિહાર અશક્ય છે, તેથી જ તે સ્થૂલ મૃષાવાદના પરિહારનું વ્રત ગ્રહણ કરે છે તોપણ તેણે સૂક્ષ્મ મૃષાવાદના સ્વરૂપનું ભાવન ક૨ીને સૂક્ષ્મ મૃષાવાદના પરિહારની શક્તિનો સંચય થાય તે રીતે સ્થૂલ મૃષાવાદના પરિહારનું પાલન કરવું જોઈએ, જેથી વાણી ઉપરના અતિ સંવરભાવને કારણે સૂક્ષ્મ મૃષાવાદના પરિહારને અનુકૂળ શક્તિનો સંચય થાય; કેમ કે કષાયને વશ જીવ મૃષા બોલે છે અને તે કષાય વૃદ્ધિ પામે તો ઉપરમાં બતાવેલા સર્વ પ્રકારના આલોકનાં અને પરલોકનાં અનર્થોનું કારણ બને તેવો મૃષાવાદ પણ જીવથી થાય છે. માટે મૃષાવાદના બીજનો જ નાશ ક૨વો જોઈએ. Page #164 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૪ ભાષ્ય : तथा स्तेनः परद्रव्यहरणप्रसक्तमतिः सर्वस्योद्वेजनीयो भवति इहैव चाभिघातवध ( बन्धन) हस्तपादकर्णनासोत्तरोष्ठच्छेदनभेदनसर्वस्वहरणवध्ययातनमारणादीन् प्रतिलभते, प्रेत्य चाशुभां गतिं गर्हितश्च भवतीति स्तेयाद् व्युपरमः श्रेयान् । ૧૪૭ ભાષ્યાર્થ ઃ तथा શ્રેયાન્ ।। અને ચોર પરદ્રવ્યના હરણમાં પ્રસક્ત મતિવાળો, સર્વ જીવને ઉદ્વેગને કરાવનારો થાય છે. અહીં જ=આલોકમાં જ, અભિઘાત, વધ, બંધન, હસ્ત-પાદ-કર્ણ-નાસિકાઉત્તરના હોઠનું છેદન, ભેદન, સર્વસ્વહરણ, વધ્ય, યાતના, મારણ આદિને પ્રાપ્ત કરે છે અને પરલોકમાં અશુભગતિને પ્રાપ્ત કરે છે અને ગહિત થાય છે=લોકમાં નિંદાપાત્ર થાય છે. તેથી સ્તેયથી વિરામ પામવો શ્રેયકારી છે. ભાવાર્થ: (૩) અદત્તાદાનના અપાયોનું વર્ણન : ચોરી કરવાના યત્નવાળા જીવો પરદ્રવ્યના હરણ કરવાની મનોવૃત્તિવાળા હોય છે. તેથી બધા જીવોને ઉદ્વેગ કરાવનારા થાય છે, જેથી ચોરી અનુચિત વર્તનરૂપ છે. ચોરી કરનારા જીવો આ ભવમાં પણ અનેક પ્રકારના અનર્થોને પ્રાપ્ત કરે છે અને પરલોકમાં પણ અશુભગતિને પ્રાપ્ત કરે જે બન્ને ચોરીના અપાયો છે. વળી, ચોરી કરનાર જીવો લોકમાં ગર્હિત થાય છે તે ચોરીનું અવઘદર્શન છે. લોકમાં શીઘ્ર ગ્રહણ થાય તેવી ચો૨ી જેમ અનર્થરૂપ છે તેમ તીર્થંકરઅદત્તાદિમાં પણ સૂક્ષ્મથી ચોરી પ્રાપ્ત થાય છે; કેમ કે જેમ ચોરને પરદ્રવ્ય ગ્રહણ કરવાનો અધ્યવસાય થાય છે તેની જેમ જ સાધુપણામાં તીર્થંકરની આજ્ઞા સ્વીકાર્યા પછી તીર્થંકરે જેનો નિષેધ કર્યો છે તેના ગ્રહણ ક૨વાનો પરિણામ પ્રમાદી સાધુને થાય છે. તીર્થંકરઅદત્ત, જીવઅદત્ત આદિ સર્વ અદત્તો પરલોકના અનર્થને કરનારા છે અને શિષ્યલોકમાં ગર્હિત છે માટે સૂક્ષ્મ પણ અદત્તાદાનના પરિહારના અર્થી સાધુએ સર્વ પ્રકારે શૌચભાવનાથી આત્માને ભાવિત કરીને અદત્તાદાનનો પરિહાર કરવો જોઈએ. શ્રાવક સૂક્ષ્મ અદત્તાદાનનો પરિહાર કરવા સમર્થ નથી તોપણ શક્તિ અનુસાર સ્થૂલ અદત્તાદાનનો પરિહાર કરે છે અને સૂક્ષ્મ અદત્તાદાનના પરિહારને અનુકૂળ શક્તિ સંચય કરે છે. જેઓ તે પ્રકારે યત્ન કરતા નથી તેવા શ્રાવકોને અદત્તાદાનનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. માટે વિવેકપૂર્વક અદત્તાદાનનો પરિહાર ક૨વા યત્ન કરવો જોઈએ; કેમ કે સૂક્ષ્મ પણ અદત્તાદાનનું ગ્રહણ કષાયના વશથી થાય છે અને તે કષાય વૃદ્ધિ પામીને મોટી ચોરીનું જ કારણ છે, જેનાથી પૂર્વમાં કહેલા આલોકનાં અને પરલોકનાં સર્વ અનર્થો પ્રાપ્ત થાય છે. માટે અદત્તાદાનના બીજનો જ નાશ કરવો જોઈએ. ..... ભાષ્ય : तथा अब्रह्मचारी विभ्रमोद्भ्रान्तचित्तो विप्रकीर्णेन्द्रियो मदान्धो गज इव निरङ्कुशः शर्म नो Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૪ लभते मोहाभिभूतश्च कार्याकार्यानभिज्ञो न किञ्चिदकुशलं नारभते परदाराभिगमनकृतांश्च इहैव वैरानुबन्धलिङ्गच्छेदनवधबन्धनद्रव्यापहारादीन् प्रतिलभतेऽपायान् प्रेत्य चाशुभां गतिं गर्हितश्च भवतीति ब्रह्मणो व्युपरमः श्रेयानिति । ભાષ્યાર્થ : તથા **** શ્રેયાનિતિ ।। અને અબ્રહ્મચારી વિભ્રમથી ઉભ્રાન્ત ચિત્તવાળો=ભોગવિલાસની વૃત્તિથી ઉત્ક્રાન્ત ચિત્તવાળો, વિપ્રકીર્ણ ઇન્દ્રિયવાળો=ઇન્દ્રિયોના સર્વ વિષયોમાં આસક્તિવાળો, મદાન્ધ ગજની જેમ નિરંકુશ, સુખને પ્રાપ્ત કરતો નથી=સ્વસ્થતાના સુખને પ્રાપ્ત કરતો નથી. અને મોહથી અભિભૂત થયેલો કાર્ય-અકાર્યને નહીં જાણનારો કોઈ અકુશલને નથી આરંભતો એમ નહીં=સર્વ અકુશલનો આરંભ કરે છે. અને પરદારામાં ગમન કરવાને કારણે કરાયેલા આ ભવમાં જ વેરઅનુબંધ-લિંગછેદન-વધબંધન-દ્રવ્યઅપહાર આદિ અપાયોને પ્રાપ્ત કરે છે. અને પરલોકમાં અશુભગતિને પ્રાપ્ત કરે છે અને ગહિત થાય છે=લોકમાં નિંદનીય બને છે, તેથી અબ્રહ્મથી વિરામ શ્રેયકારી છે. ‘કૃતિ’ શબ્દ અબ્રહ્મના અપાયોની સમાપ્તિ અર્થે છે. ભાવાર્થઃ (૪) મૈથુનના અપાયોનું વર્ણન : જેઓમાં કામની વૃત્તિ અત્યંત છે તેઓનું ચિત્ત હંમેશાં કામના વિચારોથી ઉદ્ભ્રાન્ત રહે છે. એથી ચિત્તના સ્વાસ્થ્યના સુખને તે જીવો પ્રાપ્ત કરી શકતા નથી. વળી કામની વૃત્તિવાળા જીવોને બધી ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ રહે છે, એથી તેઓ ઇન્દ્રિયોમાં આસક્ત થવાને કારણે મદાંધ હાથીની જેમ નિરંકુશ ચિત્તવૃત્તિવાળા હોય છે. ફલસ્વરૂપ સ્વસ્થતાના સુખને પ્રાપ્ત કરતા નથી. વળી કામવાસનાથી વ્યાકુળ જીવો કાર્ય-અકાર્યના અનભિન્ન થઈને સર્વ અકુશલનો આરંભ કરે છે. તેથી આ ભવમાં પણ દેહનો નાશ અને સ્વસ્થતાના સુખનો નાશ પ્રાપ્ત કરે છે. વળી, અનુચિત કૃત્યો કરીને લોકમાં નિંદનીય બને છે અને લોકો તરફથી અનેક ઉપદ્રવોને પ્રાપ્ત કરે છે. ૫૨દારાગમનને વશ જીવો આલોકમાં અનેક અનર્થોને પ્રાપ્ત કરે છે, પરલોકમાં અશુભ ગતિને પ્રાપ્ત કરે છે અને લોકોમાં પણ નિંદનીય બને છે. તેથી વિવેકસંપન્ન જીવે અબ્રહ્મનો ત્યાગ કરવો જોઈએ. જોકે શ્રાવક સંપૂર્ણ અબ્રહ્મનો વિરામ કરવા સમર્થ નથી તોપણ સંપૂર્ણ અબ્રહ્મના નિરોધ અર્થે વારંવાર અબ્રહ્મના સ્વરૂપનું ઉચિત ભાવન કરીને સંપૂર્ણ બ્રહ્મચર્યના પાલનની શક્તિના સંચય અર્થે ઉદ્યમ કરે છે. વળી કોઈ શ્રાવક સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરતા હોય તોપણ પહેલા મહાવ્રતના અંગરૂપ બ્રહ્મચર્યનું પાલન મુનિ જ કરી શકે છે; કેમ કે શુદ્ધ ભાવપ્રાણોના રક્ષણ માટે યત્ન દેહ પ્રત્યેના મમત્વ વગરના સુસાધુ સિવાય કોઈ શ્રાવક કરી શકે નહીં, તેથી સ્થૂલથી સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન હોય તોપણ શુદ્ધ ભાવપ્રાણના Page #166 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૪ ૧૪૯ રક્ષણને અનુકૂળ બ્રહ્મચર્યનું પાલન સુસાધુથી જ થઈ શકે છે અને તેના સ્વરૂપનું ભાવન કરીને શ્રાવક પણ સદા શુદ્ધ બ્રહ્મચર્યની શક્તિનો સંચય કરે છે; કેમ કે વેદના ઉદયને વશ કામનો વિકાર થાય છે અને વૃદ્ધિ પામેલો તે વિકાર પૂર્વમાં બતાવેલા આલોકનાં અને પરલોકનાં સર્વ અનર્થોનું કારણ છે. તેથી સર્વ અનર્થોનાં બીજભૂત કામના વિકારને શાંત કરવા જ યત્ન કરવો જોઈએ. ભાષ્ય : तथा परिग्रहवान् शकुनिरिव मांसपेशीहस्तोऽन्येषां क्रव्यादशकुनानामिहैव तस्करादीनां गम्यो भवति, अर्जनरक्षणक्षयकृतांश्च दोषान् प्राप्नोति । न चास्य तृप्तिर्भवतीन्धनैरिवाग्नेः, लोभाभिभूतत्वाच्च कार्याकार्यानपेक्षो भवति प्रेत्य चाशुभां गतिं प्राप्नोति, लुब्धोऽयमिति च गर्हितो भवतीति परिग्रहाद् व्युपरमः श्रेयान् ।।७ / ४ ।। ભાષ્યાર્થ : FET ..... શ્રેવાન્ ।। અને માંસપેશી છે હાથમાં જેને એવું શકુનિ નામનું પક્ષી અન્ય વ્યાદશકુનોને= અન્ય માંસ ખાનારા શકુનિ સિવાયના ગીધ આદિને, જેમ ગમ્ય બને છે=નજરે ચડે છે, તેમ પરિગ્રહવાળો આલોકમાં ચોરાદિનો જ ગમ્ય બને છે. અને અર્જુન-રક્ષણ-ક્ષયકૃત દોષોને પ્રાપ્ત કરે છે. આને=પરિગ્રહવાળાને, ઈંધણથી અગ્નિની જેમ તૃપ્તિ થતી નથી. અને લોભથી અભિભૂતપણું હોવાથી કાર્ય-અકાર્ય અનપેક્ષ થાય છે=પરિગ્રહવાળો કાર્ય-અકાર્યના વિચાર વગરનો થાય છે, તથા પરલોકમાં અશુભગતિને પ્રાપ્ત કરે છે. અને આ લુબ્ધ છે એ પ્રમાણે ગહિત થાય છે=નિંદાને પાત્ર બને છે. એથી પરિગ્રહથી વિરામ શ્રેયકારી છે. ।।૭/૪૫ ભાવાર્થ: (૫) પરિગ્રહના અપાયોનું વર્ણન : શકુનિપક્ષી માંસપેશી લઈને બેઠેલ હોય ત્યારે માંસના અર્થી અન્ય હિંસક પ્રાણીઓ તે શકુનિ પક્ષીને માંસ ખાવાના વ્યાપારવાળો જોઈને પાછળથી પકડી લે છે, પરિણામે તેના પ્રાણનો નાશ થાય છે. તે રીતે પરિગ્રહવાળો જીવ ચોર, રાજા આદિને ગમ્ય બને છે. તેને ચોર, રાજા આદિ ત૨ફથી ત્રાસ પ્રાપ્ત થાય છે. તેથી સતત પરિગ્રહને કારણે તેને મૃત્યુનો ભય રહે છે. વળી, પરિગ્રહના અર્જનમાં ક્લેશ પ્રાપ્ત થાય છે, રક્ષણમાં ક્લેશ પ્રાપ્ત થાય છે અને પરિગ્રહનો નાશ થાય ત્યારે પણ ખેદ-ઉદ્વેગ આદિ દોષો પ્રાપ્ત થાય છે. વળી પરિગ્રહની પ્રાપ્તિ પછી તૃપ્તિ થતી નથી, પરંતુ ઈંધન મળવાથી જેમ અગ્નિ વૃદ્ધિ પામે છે તે રીતે જેમ જેમ ધન આદિરૂપ પરિગ્રહ પ્રાપ્ત થાય છે તેમ તેમ પરિગ્રહની લાલસા વૃદ્ધિ પામે છે, જે પીડા સ્વરૂપ છે. જેઓને પરિગ્રહ વિષયક લોભની વૃદ્ધિ થાય ત્યારે અધિક પરિગ્રહ મેળવવા માટે ઉચિત કૃત્ય શું ? અને અનુચિત કૃત્ય શું ? તેનો વિચાર કર્યા વગર કર્માદાનાદિ કાર્યો સેવવાનો પણ પરિણામ થાય છે, તેમને Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય- સૂત્ર-૪, ૫ પરલોકમાં દુર્ગતિની પ્રાપ્તિ થાય છે અને લોકોમાં આ લોભી છે એ પ્રકારની નિંદા થાય છે. માટે પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ. સંપૂર્ણ પરિગ્રહનો ત્યાગ સુસાધુ જ કરી શકે છે; કેમ કે સુસાધુ દેહ પ્રત્યે પણ પરિગ્રહસંજ્ઞાવાળા નથી. તેથી ધર્મના ઉપકરણરૂપે જ, ધર્મની વૃદ્ધિ થાય તે રીતે દેહનું પાલન કરે છે. આમ, સંપૂર્ણ પરિગ્રહનો ત્યાગ સર્વ ભાવો પ્રત્યે નિઃસ્પૃહી એવા મુનિને છોડીને સુશ્રાવક આદિ અન્ય કોઈ પણ કરી શકતા નથી; છતાં સંપૂર્ણ પરિગ્રહના ત્યાગ પ્રત્યે અત્યંત રાગવાળા શ્રાવકો સ્વશક્તિ અનુસાર પરિગ્રહનો સંકોચ કરીને સ્વસ્થતાના સુખને પ્રાપ્ત કરે છે અને સંપૂર્ણ પરિગ્રહ વગરના મુનિના સ્વસ્થતાના સુખનું નિત્ય સ્મરણ કરે છે. તેથી કાંઈક પરિગ્રહ હોવા છતાં પરિગ્રહના મોટા અનર્થોને પ્રાપ્ત કરતા નથી. વસ્તુતઃ આત્માથી ભિન્ન કોઈપણ પદાર્થ પ્રત્યે મમત્વબુદ્ધિ પરિગ્રહ છે, જે ક્લેશના પરિણામ સ્વરૂપ છે. અક્લેશનો અર્થી જીવ સતત ક્લેશના કારણભૂત મમત્વના પરિવાર માટે યત્ન કરે છે, જે પરિગ્રહના ત્યાગ સ્વરૂપ છે. તેથી સ્થૂલ દૃષ્ટિથી બાહ્ય પરિગ્રહનો ત્યાગ મમત્વત્યાગ પ્રત્યે કારણ હોવાથી પરિગ્રહનો કરાયેલો સંકોચ ત્યાગરૂપ ગણાય છે. પરંતુ જેઓ બાહ્ય સ્થૂલ ત્યાગ કરીને સર્વવિરતિરૂપ સર્વથા મમત્વ રહિત ભાવનું પ્રતિસંધાન કરીને તેનું ભાવન કરતા નથી તેઓમાં જે અંશથી મમત્વનો પ્રકર્ષ છે તે અંશથી તેઓ પરિગ્રહના અનર્થોને પ્રાપ્ત કરે છે. માટે પરિગ્રહના ત્યાગના અર્થીએ અપરિગ્રહભાવનાથી આત્માને સદા વાસિત કરવો જોઈએ; કેમ કે બાહ્ય પદાર્થોમાં મમત્વ જ વૃદ્ધિ પામીને પરિગ્રહનાં સર્વ પ્રકારનાં લેશોને પ્રાપ્ત કરાવે છે. I૭/૪ ભાષ્ય : किञ्चान्यत् - ભાષ્યાર્થ : અને વળી અન્ય શું છે? (તેથી કહે છે –) ભાવાર્થ : પૂર્વમાં કહ્યું કે હિંસાદિ પાંચની વિરતિ વ્રત છે અને તેના જ ધૈર્ય માટે પાંચ-પાંચ ભાવનાઓ કરવી જોઈએ. અહિંસાદિ વ્રતોના શૈર્ય માટે હિંસા આદિના અપાયો અને અવધનું દર્શન કરવું જોઈએ. વળી અહિંસાદિના વૈર્ય માટે અન્ય શું ભાવન કરવું જોઈએ ? તે “ વિશ્વાચથી બતાવે છે – સૂત્ર : કુશ્વમેવ વા II૭/પા. સૂત્રાર્થ : અથવા દુઃખ જ છે હિંસાદિ પાંચેયમાં દુઃખ જ છે, એ પ્રકારે ભાવન કરવું જોઈએ. II૭/પા. Page #168 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૫ ભાષ્ય ઃ दुःखमेव वा हिंसादिषु भावयेत्, यथा ममाप्रियं दुःखं, एवं सर्वसत्त्वानामिति हिंसाया व्युपरमः श्रेयान् । यथा मम मिथ्याभ्याख्यानेनाभ्याख्यातस्य तीव्रं दुःखं भूतपूर्वं भवति च तथा सर्वसत्त्वानामिति अनृतवचनाद् व्युपरमः श्रेयान् । यथा ममेष्टद्रव्यवियोगे दुःखं भूतपूर्वं भवति च तथा सर्वसत्त्वानामिति स्तेयाद् व्युपरमः श्रेयान् । तथा रागद्वेषात्मकत्वान्मैथुनं दुःखमेव, स्यादेतत् स्पर्शनसुखमिति तच्च न, कुतः ? व्याधिप्रतीकारत्वात् कण्डूपरिगतवच्चाब्रह्मव्याधिप्रतीकारत्वात् असुखे ह्यस्मिन् सुखाभिमानो मूढस्य । तद्यथा तीव्रया त्वक्छोणितमांसानुगतया कण्ड्वा परिगतात्मा काष्ठशकललोष्टशर्करानखशुक्तिभिर्विच्छिन्नगात्रो रुधिरार्द्रः कण्डूयमानो दुःखमेव सुखमिति मन्यते, तद्वन्मैथुनोपसेवीति मैथुनाद् व्युपरमः श्रेयान् । तथा परिग्रहवानप्राप्तप्राप्तनष्टेषु काङ्क्षारक्षणशोकोद्भवं दुःखमेव प्राप्नोतीति परिग्रहाद् व्युपरमः श्रेयानिति । एवं भावयतो व्रतिनो व्रतस्थैर्यं મતિ ।।૭/પ્ર - ૧૫૧ ભાષ્યાર્થ ઃ दुःखमेव મવૃત્તિ ।। અથવા હિંસાદિમાં દુઃખનું જ ભાવન કરવું જોઈએ. જે પ્રમાણે મને દુઃખ અપ્રિય છે એ રીતે સર્વ સત્ત્વોને=જીવોતે, દુઃખ અપ્રિય છે, એથી હિંસાનો વિરામ પ્રેયકારી છે. જે પ્રમાણે મિથ્યા અભ્યાખ્યાનથી અભ્યાખ્યાત એવા મને=મિથ્યા બોલનાર એવા કોઈના વડે ઠગાયેલા એવા મતે, તીવ્ર દુઃખ ભૂતપૂર્વ=પહેલાં થયેલું હતું, અને થાય છે=દુઃખ થાય છે, એથી મૃષાવચનથી વિરતિ શ્રેયકારી છે. જે પ્રમાણે મતે ઇષ્ટ દ્રવ્યના વિયોગમાં દુ:ખ ભૂતપૂર્વ છે=પહેલા થયેલું છે, અને થાય છે= વર્તમાનમાં થાય છે, તે પ્રમાણે સર્વ જીવોને દુઃખ થાય છે−તેઓના દ્રવ્યના હરણથી દુ:ખ થાય છે. એથી ચોરીથી વ્યુપરમ શ્રેય છે. અને રાગ-દ્વેષાત્મકપણું હોવાથી મૈથુન દુઃખ જ છે. આ પ્રકારની શંકા થાય=સ્પર્શન સુખ છે એ પ્રકારની શંકા થાય. ‘કૃતિ’ શબ્દ શંકાની સમાપ્તિ અર્થે છે. અને તે બરાબર નથી=સ્પર્શન સુખ છે તે બરાબર નથી. કેમ ? એથી કહે છે વ્યાધિનું પ્રતીકારપણું છે=ભોગની ઇચ્છારૂપ વ્યાધિનું ભોગની ક્રિયામાં પ્રતીકારપણું છે. - અહીં પ્રશ્ન થાય કે વ્યાધિના પ્રતીકા૨કાળમાં પણ વ્યાધિના કાંઈક શમનથી સુખ થાય છે, તેથી મૈથુનમાં સ્પર્શનનું સુખ નથી, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે - Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-પ ખણજથી પરિગત પુરુષની જેમ અબ્રહ્મરૂપ વ્યાધિનું પ્રતીકારપણું હોવાથી અસુખ એવા આમાંગ અસુખ એવા અબ્રહ્મરૂપ વ્યાધિમાં, મૂઢને સુખનું અભિમાન છે. તે આ પ્રમાણે – ત્વચ, લોહી, માંસથી અનુગત એવી તીવ્ર ખણજથી યુક્ત એવો જીવ કાષ્ઠ, શકલ પત્થર, લોષ્ટ, શર્કરા, નખ, શક્તિથી વિચ્છિન્ન ગાત્રવાળો રુધિરથી આર્ટ ખણજ કરતો દુઃખને જ સુખ એ પ્રમાણે માને છે, તેની જેમ મૈથુનનો સેવનારો જીવ દુઃખરૂપ એવા મૈથુનને સુખરૂપ માને છે, એથી મૈથુનથી ચુપરમ શ્રેયકારી છે. અને પરિગ્રહવાળો અપ્રાપ્ત, પ્રાપ્ત અને તેમાં કાંક્ષા, રક્ષણ અને શોકથી ઉદ્દભવ એવા દુઃખને જ=અપ્રાપ્તમાં કાંક્ષાથી, પ્રાપ્તમાં રક્ષણથી અને અષ્ટમાં શોકથી ઉત્પન્ન થયેલા દુઃખને જ, પ્રાપ્ત કરે છે. એથી પરિગ્રહથી ચુપરમ શ્રેય છે. આ રીતે અત્યાર સુધી પાંચે વ્રતોના વૈર્યના માટે બતાવ્યું એ રીતે, ભાવન કરતા વ્રતીનું વ્રતમાં સ્વૈર્ય થાય છે. II૭/પા ભાવાર્થ હિંસાદિ પાંચે આત્મા માટે દુઃખરૂપ છે, એ પ્રકારે ભાવન કરીને દેશવિરતિધર શ્રાવક કે સર્વવિરતિધર સાધુ પોતાનાં વ્રતોને સ્થિર કરે છે. કઈ રીતે હિંસાદિ અવ્રતો દુઃખરૂપ છે ? તે ભાવન કરતાં બતાવે છે – (૧) હિંસાઅવ્રતની દુઃખરૂપતા : જેમ પોતાને શારીરિક પીડા, કષાયનો ઉદ્રક કે પ્રાણના નાશરૂપ દુઃખ અપ્રિય છે અર્થાત્ વિવેકીને પોતાને થતી દેહની પીડા, પોતાનામાં વર્તતી કષાયની આકુળતા કે પ્રાણનાશકાલમાં થતી અત્યંત પીડા અપ્રિય જણાય છે, માટે દુઃખરૂપ ભાસે છે તે રીતે સર્વ જીવોને પોતાની હિંસા અપ્રિય છે. માટે વિવેકીએ કોઈનો પ્રાણનાશ, કોઈને પીડા કે કોઈના કષાયના ઉદ્રકમાં નિમિત્ત થવારૂપ હિંસાથી વિરામ પામવું જોઈએ. આ રીતે હિંસા વિષયક ભાવન કરીને મહાત્મા હિંસાની વિરતિરૂપ પ્રથમ મહાવ્રતમાં દઢ ઉદ્યમવાળા થાય છે. વળી દેશવિરતિધર શ્રાવક પણ આ રીતે હિંસાના સ્વરૂપનું ભાવન કરીને સર્વવિરતિરૂપ પ્રથમ મહાવ્રત પ્રત્યે પક્ષપાતવાળા થાય છે અને સર્વવિરતિની શક્તિ નહીં હોવાને કારણે દેશવિરતિ સ્વીકારી છે તેને અતિશય કરવા અર્થે ઉદ્યમ કરે છે. (૨) અસત્યાવ્રતની દુઃખરૂપતા : વળી બીજા મહાવ્રત વિશે સાધુ વિચારે છે કે મિથ્યાભ્યાખ્યાન કરનાર પુરુષ વડે ઠગાયેલા એવા મને તીવ્ર દુઃખ થાય છે અને પૂર્વમાં થયેલું, તે પ્રમાણે હું બીજા જીવો મિથ્યા કથન કરીશ તો તે જીવોને પણ તીવ્ર દુઃખ થશે, માટે મારે મિથ્યા કથન કરવું જોઈએ નહીં. આનાથી એ પ્રાપ્ત થાય કે બીજા જીવોના અહિતનું કારણ હોય તેવું કોઈ વચન સમ્યગુ હોય કે મિથ્યા હોય નિશ્ચયનયથી તે મિથ્યા વચન જ છે. તેથી સાધુ અનાભોગથી પણ કોઈના અહિતનું કારણ બને તેવું Page #170 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૫ ૧૫૩ વચન બોલતા નથી. આથી જ કોઈને પીડાકર હોય, કોઈને રાગ ઉત્પન્ન કરાવે તેવું હોય કે કોઈને ઉન્માર્ગમાં પ્રવર્તક હોય તેવું મિથ્યા વચન સાધુ બોલતા નથી. આ પ્રકારે ભાવન કરીને સાધુ બીજા મહાવ્રતમાં અપ્રમાદવાળા થાય છે. વળી સંવિગ્નપાક્ષિક પણ ભગવાનના વચનથી વિપરીત કોઈની આગળ પ્રરૂપણા ન થાય તે રીતે અપ્રમાદથી દેશના આદિમાં યત્ન કરે છે; કેમ કે સર્વવિરતિ સ્વીકારેલી હોવા છતાં સર્વવિરતિને પાળવાની શક્તિ નહીં હોવાના કારણે અપ્રમાદથી બધાં વ્રતોમાં ઉદ્યમ નહીં થતો હોવા છતાં બીજા મહાવ્રતને સ્થિર ક૨વા અર્થે પોતાની હીનતાને બતાવીને પણ માર્ગની શુદ્ધ પ્રરૂપણા કરે છે. વળી દેશવિરતિધર શ્રાવક પણ આ પ્રકારે મિથ્યાભાષણ અન્યના દુઃખનું કારણ છે તેમ ભાવન કરીને ધનાદિના લાભાદિ અર્થે પણ મૃષા ભાષણ ન થાય તેવો યત્ન કરે છે અને ભગવાનના વચનના માર્ગનો અપલાપ ન થાય તેવો યત્ન કરે છે, જેથી માર્ગના અપલાપ દ્વારા ઘણા જીવોના દુઃખનું નિમિત્ત પોતે ન થાય. (૩) અદત્તાદાનઅવ્રતની દુઃખરૂપતા : જે પ્રમાણે મને ઇષ્ટ દ્રવ્યનો વિયોગ વર્તમાનમાં દુઃખરૂપ થાય છે અને ભૂતકાળમાં પણ દુઃખરૂપ થયેલ તે પ્રમાણે સર્વ જીવોને તેમના દ્રવ્યનો વિયોગ દુઃખરૂપ થાય છે. તેથી ચોરી દુઃખરૂપ જ છે. માટે મારે ચોરીથી વિરામ પામવું જોઈએ, આ પ્રકારે ભાવન કરીને સાધુ ચોરીરૂપ અકાર્યથી અટકે છે. જેમ ચોરી સાક્ષાત્ બીજાના દુઃખનું કારણ છે તેવી જ રીતે તીર્થંકરઅદત્ત આદિ ચારેય પ્રકારના અદત્તો પણ સ્વને દુઃખનું કારણ જ છે. જોકે તીર્થંક૨અદત્ત સેવનારા પ્રમાદી સાધુથી સાક્ષાત્ કોઈનું દ્રવ્ય અપહરણ થતું નથી, તોપણ જે રીતે બીજાના દ્રવ્યના અપહારમાં ચોરીનો પરિણામ છે તેમ ભગવાનને સમર્પિત થયા પછી ભગવાનના વચનથી વિપરીત રીતે વસ્ત્રાદિ ગ્રહણ કરવામાં ચોરીનો પરિણામ છે. તેથી અદત્તાદાનની પ્રાપ્તિ છે, જે દુઃખરૂપ છે. એ પ્રકારે ભાવન કરીને સુસાધુ તીર્થંકરઅદત્તાદિ ચારે અદત્તાદાનનું પારમાર્થિક સ્વરૂપ સૂક્ષ્મ રીતે જાણીને તેના પરિહાર માટે યત્ન કરે છે. શ્રાવક સંપૂર્ણ અદત્તાદાનના પરિહાર માટે અસમર્થ હોવા છતાં સ્કૂલથી અદત્તાદાનના પરિહાર અર્થે અન્યની માલિકીની નાની પણ વસ્તુ તેની અનુજ્ઞા વગર ગ્રહણ કરતા નથી, જેથી પરને પીડાનું કારણ ન બને. (૪) મૈથુનઅવ્રતની દુઃખરૂપતા : વળી સાધુ ભાવન કરે છે કે રાગ-દ્વેષાત્મકપણું હોવાથી મૈથુન દુઃખ જ છે. તેથી એ પ્રાપ્ત થાય કે મૈથુનના પ્રવૃત્તિકાળમાં રાગનો કે દ્વેષનો સૂક્ષ્મ પણ પરિણામ અવશ્યપણે વર્તતો હોય છે. તેથી કોઈના રૂપાદિ જોઈને પણ વિકાર થાય ત્યારે તે મૈથુન પોતાને પીડા કરનારું બને છે, તેથી દુઃખરૂપ જ છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૫ અહીં પ્રશ્ન થાય કે ભોગ કરનાર જીવને સ્પર્શનું સુખ થાય છે, તેથી તે દુઃખ જ છે તેમ કેવી રીતે કહી શકાય ? તેથી ભાષ્યકારશ્રી ખુલાસો કરે છે ૧૫૪ – વ્યાધિનું પ્રતીકારપણું હોવાથી મૈથુનમાં સ્પર્શનું સુખ નથી. જે રીતે ખાજના વ્યાધિવાળો વ્યક્તિ ખણજથી વ્યાકુળ થયેલો હોય અને ખણજ કરે ત્યારે પણ ખણજની પીડા જ વર્તે છે, પરંતુ કાંઈક પ્રતિકારપૂર્વકની ખણજની પીડા છે. તેથી પ્રતિકાર વગરના કાળમાં જે પીડા હતી તેના કરતાં કાંઈક અલ્પ પીડા હોવા છતાં તે પીડા જ છે, તેમ કામવૃત્તિથી વ્યાકુળ થયેલો જીવ કાંઈક તેના પ્રતિકારરૂપ મૈથુન સેવે છે ત્યારે પણ તે વ્યાધિની પીડાનો જ અનુભવ કરે છે. ફક્ત કામથી વિહ્વળ થયેલો ભોગની ક્રિયા કરતો નથી ત્યારે અતિશય વિહ્વળ છે અને ભોગની ક્રીડા કરે છે ત્યારે વિહ્વળતા કાંઈક અલ્પ છે, તોપણ રાગાદિની વિહ્વળતા હોવાને કા૨ણે તેમાં સુખ નથી. મૂઢને જ ભોગની ક્રિયામાં સુખનું અભિમાન થાય છે. માટે મૈથુનથી વિરામ જ પામવો જોઈએ, એ પ્રકારે ભાવન કરીને મુનિ રાગાદિ આકુળતાના અત્યંત ઉચ્છેદ માટે અને મૈથુનના વિકાર વગરની શાશ્વત અવસ્થાના સુખ માટે ઉદ્યમ કરે છે. શ્રાવક પણ સાધુની જેમ જ મૈથુન કઈ રીતે દુઃખરૂપ છે ? તેનું ભાવન કરીને મૈથુનથી અત્યંત વિરામ પામવા યત્ન કરે છે. જે વખતે મૈથુનના વિકારનો પ્રતીકાર અશક્ય જણાય ત્યારે પણ તેમાં સુખબુદ્ધિને ધારણ કરતો નથી, પરંતુ વિચારે છે કે ખણજથી વ્યાકુળ થયેલો જીવ ખણજ વગર રહી શકતો નથી તેમ હું વિકારથી વ્યાકુળ છું, માટે શક્ય ઔષધ કરીને મારે વિકારને શાંત ક૨વો જોઈએ અને અશક્ય જણાય ત્યારે યતનાપૂર્વક ભોગ ભોગવીને પણ ભોગની પ્રવૃત્તિમાં દુઃખની બુદ્ધિને સ્થિર કરવી જોઈએ, જેથી મહાવ્રતોને અનુકૂળ શક્તિના સંચયનો યત્ન થઈ શકે. (૫) પરિગ્રહઅવ્રતની દુઃખરૂપતા : વળી પરિગ્રહની ઇચ્છાવાળો જીવ અપ્રાપ્તમાં ઇચ્છાના દુઃખને પ્રાપ્ત કરે છે, પરિગ્રહની પ્રાપ્તિમાં રક્ષણના દુઃખને પ્રાપ્ત કરે છે અને પ્રાપ્ત થયેલા પરિગ્રહના નાશમાં શોકરૂપ દુઃખને પ્રાપ્ત કરે છે. તેથી પરિગ્રહ પ્રાપ્તિ પૂર્વે, પ્રાપ્તિકાળમાં અને નાશકાળમાં દુઃખરૂપ જ છે, તે પ્રકારે ભાવન કરીને પરિગ્રહથી વિરામ કરવો જોઈએ. આ પ્રમાણે ભાવન કરીને સાધુ આત્માથી ભિન્ન એવા દેહમાં કે સ્વજનમાં કે શિષ્યાદિમાં ક્યાંય પણ મમત્વબુદ્ધિ કરીને પરિગ્રહની પીડાને પ્રાપ્ત કરતા નથી; પરંતુ ધર્મના ઉપકરણરૂપે દેહને ધારણ કરીને અપરિગ્રહની પરિણતિરૂપ નિર્મમ ભાવની વૃદ્ધિ થાય તે રીતે દેહમાં, શિષ્યવર્ગમાં કે પરિચયમાં આવતા સર્વ સાથે વર્તે છે, જેથી પરિગ્રહકૃત પીડા થાય નહીં. વળી શ્રાવક પણ આ રીતે પરિગ્રહના દુ:ખનું ભાવન કરીને સાધુની જેમ સર્વથા અપરિગ્રહવાળા થવાની ઇચ્છા રાખે છે અને સર્વથા અપરિગ્રહના પરિણામ પ્રાપ્ત કરવા માટે પોતાનું સામર્થ્ય નહીં હોવાથી દેશથી પરિગ્રહનો ત્યાગ કરીને સર્વથા પરિગ્રહના વિરામની શક્તિનો સંચય કરવા યત્ન કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે બાહ્ય પરિગ્રહનો ત્યાગ કરવામાત્રથી પરિગ્રહના દુ:ખથી મુક્ત થવાતું નથી; પરંતુ દેહથી માંડીને Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧પપ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૫, ૬ સર્વ પદાર્થો પ્રત્યે નિર્મમભાવવાળું ચિત્ત નિષ્પન્ન કરવાથી પરિગ્રહની પીડા દૂર થાય છે, તેથી દુઃખથી આત્માનું રક્ષણ કરવાર્થે અપરિગ્રહભાવનાથી સદા આત્માને ભાવિત કરવો જોઈએ. આ રીતે પાંચ મહાવ્રતોના ધૈર્ય માટે હિંસાદિ પાંચેયના દુઃખને ભાવન કરનાર વ્રતવાળા સાધુ ભગવંત વ્રતમાં ધૈર્યને પ્રાપ્ત કરે છે અને દેશવિરતિધર શ્રાવક દેશવિરતિની વૃદ્ધિ થાય અને સર્વવિરતિને અનુકૂળ બળ સંચય થાય તે રીતે વ્રત સ્વૈર્યને પ્રાપ્ત કરે છે. ll૭/પા. ભાષ્ય : किञ्चान्यत् - ભાષ્યાર્થ વળી અન્ય શું ભાવન કરે છે ? તે બતાવે છે – ભાવાર્થ હિંસાદિ પાંચથી વિરતિરૂપ મહાવ્રતોને કે અણુવ્રતોને સ્થિર કરવા અર્થે જેમ હિંસાદિના અપાયો અને હિંસાદિ દુઃખરૂપ છે તેનું ભાવન આવશ્યક છે તેમ સર્વ જીવો સાથે સર્વ પ્રકારે ઉચિત પ્રવૃત્તિ કરવી પણ આવશ્યક છે; કેમ કે તેનાથી જ સમભાવની વૃદ્ધિ થાય છે. સમભાવના પ્રકર્ષથી જ સુખાત્મક એવાં મહાવ્રતો પરિણમન પામે છે. તેથી અન્ય શું ભાવન કરવું જોઈએ ? તે બતાવે છે – સૂત્ર : मैत्रीप्रमोदकारुण्यमाध्यस्थ्यानि सत्त्वगुणाधिकक्लिश्यमानाविनेयेषु T૭/૬ાા સૂત્રાર્થ : સત્વોમાં=સર્વ જીવોમાં, ગુણાધિકોમાં ગુણાધિક જીવોમાં, ક્રિશ્યમાનોમાં કિલશ્યમાન જીવોમાં, અને અવિનયોમાં-અયોગ્ય જીવોમાં, મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યચ્યભાવના કરવી જોઈએ= યથાક્રમ ભાવના કરવી જોઈએ. ll૭/કા ભાષ્ય : भावयेद् यथासङ्ख्यम्, मैत्री सर्वसत्त्वेषु, क्षमेऽहं सर्वसत्त्वानाम्, क्षमयेऽहं सर्वसत्त्वान्, मैत्री मे सर्वसत्त्वेषु, वैरं मम न केनचिदिति । प्रमोदं गुणाधिकेषु, प्रमोदो नाम विनयप्रयोगः, वन्दनस्तुतिवर्णवादवैयावृत्त्यकरणादिभिः सम्यक्त्वज्ञानचारित्रतपोऽधिकेषु साधुषु परात्मोभयकृतपूजाजनितः सर्वेन्द्रियाभिव्यक्तो मनःप्रहर्ष इति । कारुण्यं क्लिश्यमानेषु, कारुण्यमनुकम्पा दीनानुग्रह इत्यना Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬. તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૬ न्तरम्। तन्महामोहाभिभूतेषु मतिश्रुतविभङ्गाज्ञानपरिगतेषु विषयतर्षाग्निना दन्दह्यमानमानसेषु हिताहितप्राप्तिपरिहारविपरीतप्रवृत्तिषु विविधदुःखार्दितेषु दीनकृपणानाथबालमोमुहवृद्धेषु सत्त्वेषु भावयेत्, तथा हि भावयन् हितोपदेशादिभिस्ताननुगृह्णातीति । माध्यस्थ्यमविनेयेषु, माध्यस्थ्यमौदासीन्यमुपेक्षेत्यनर्थान्तरम्, अविनेया नाम मृत्पिण्डकाष्ठकुड्यभूता ग्रहणधारणविज्ञानेहाऽपोहवियुक्ता महामोहाभिभूता दुष्टावग्राहिताश्च, तेषु माध्यस्थ्यं भावयेत्, न हि तत्र वक्तुर्हितोपदेशसाफल्यं भवति TI૭/૬ાા ભાષ્યાર્થ :ભાવ . ભવતિ | યથાક્રમ ભાવન કરવું જોઈએ. અને તે ક્રમ જ સ્પષ્ટ કરે છે – સર્વ જીવોમાં મૈત્રીનું ભાવત કરવું જોઈએ. કઈ રીતે ભાવન કરવું જોઈએ ? તે સ્પષ્ટ કરે છે – સર્વ જીવોની હું ક્ષમા યાચું છું, સર્વ જીવોને હું ક્ષમા કરું ક્ષમા આપું છું, સર્વ જીવોમાં મને મૈત્રી છે, મને કોઈની સાથે વેર નથી. આ પ્રકારે મૈત્રી ભાવના કરવી જોઈએ. ગુણાધિકમાં પ્રમોદ ભાવન કરવું જોઈએ. પ્રમોદ એટલે વિનયપ્રયોગ. કઈ રીતે વિનયપ્રયોગ કરવો જોઈએ ? તેથી કહે છે – વંદન, સ્તુતિ, વર્ણવાદ, વૈયાવૃત્યકરણાદિ દ્વારા સમ્યક્ત, જ્ઞાન, ચારિત્ર, તપથી અધિક એવા સાધુઓમાં પરકૃત, આત્માકૃત અને ઉભયકૃત પૂજા જલિત સર્વ ઈન્દ્રિયોથી અભિવ્યક્ત થતો મનનો પ્રહર્ષ પ્રમોદ છે. એ પ્રકારે વ્રતીએ પ્રમોદ ભાવના કરવી જોઈએ, એમ અવાય છે. ક્લિશ્યમાન જીવોમાં કરુણા કરવી જોઈએ, એમ અત્રય છે. કરુણાના પર્યાયવાચી બતાવે છે – કારુણ્ય, અનુકંપા, દીનનો અનુગ્રહ એકાર્યવાચી શબ્દો છે. તે કારુણ્ય મહામોહથી અભિભૂત જીવોમાં ભાવન કરવું જોઈએ, મતિ-સુત-વિભંગ આત્મક અજ્ઞાનથી પરિગત જીવોમાં ભાવન કરવું જોઈએ. વિષયની તૃષારૂપ અગ્નિથી બળતા માનસવાળા જીવમાં કરુણા કરવી જોઈએ. હિતની પ્રાપ્તિમાં અને અહિતના પરિહારમાં વિપરીત પ્રવૃત્તિ કરનાર જીવો ઉપર (કરુણા) કરવી જોઈએ. વિવિધ દુઃખથી પીડિત જીવોમાં (કરુણા) કરવી જોઈએ. દીન, કૃપણ=દરિદ્ર, અનાથ, બાળ, મોમુહ અપકારી, અને વૃદ્ધ જીવોમાં કરુણા ભાવન કરવી જોઈએ. અને તે પ્રકારે ભાવન કરતા મહાત્મા હિતોપદેશાદિ દ્વારા તેઓને અનુગ્રહ કરે છે. માધ્યથ્ય અયોગ્ય જીવોમાં છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧ ૧૫૭ માધ્યય્યના પર્યાયવાચી બતાવે છે – માધ્યચ્ય, દાસીચ, ઉપેક્ષા એ અનર્થાન્તર છે એકાર્યવાચી શબ્દો છે. અવિનયો એટલે મૃપિંડકાષ્ઠ અને કુષ્ય જેવા, ગ્રહણ-ધારણ-વિજ્ઞાન-ઊહ-અપોહથી રહિત, મહામોહથી અભિભૂત, દુષ્ટ અવગ્રાહી-દુષ્ટ વ્યક્તિઓથી વિપરીત રીતે બોધ કરાયેલા; તેઓમાં આવા અવિનયી જીવોમાં, માધ્યસ્થનું ભાવન કરવું જોઈએ. દિકજે કારણથી, ત્યાં-તેવા જીવોમાં, વક્તાના હિતોપદેશનું સફલપણું થતું નથી. li૭/૬il. ભાવાર્થ : સર્વ જીવો સાથે તે તે જીવોની ભૂમિકા અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાથી યોગમાર્ગની વૃદ્ધિ થાય છે, તેથી સુસાધુ કે શ્રાવક મૈત્રી આદિ ચાર ભાવનાઓથી આત્માને અત્યંત ભાવિત કરે છે, જેથી સર્વ જીવોમાં જે જે પ્રકારની ભૂમિકા છે તે તે અનુસાર ઉચિત પ્રયત્ન થાય અને પોતાનાં મહાવ્રતો કે અણુવ્રતો વિશુદ્ધવિશુદ્ધતર બને. (૧) મૈત્રીભાવના :કઈ રીતે સર્વ જીવો સાથે ઉચિત પ્રવૃત્તિ અર્થે ભાવના કરવી જોઈએ ? તે બતાવતાં કહે છે - સર્વ જીવોમાં મૈત્રીની ભાવના કરવી જોઈએ. કઈ રીતે મૈત્રીભાવના કરવી જોઈએ ? તે સ્પષ્ટ કરે છે – સર્વ જીવોની હું ક્ષમા યાચું છું. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈપણ જીવને પોતે કોઈપણ પ્રકારના ક્લેશનું કારણ બન્યો હોય તો તે ક્લેશના નિવારણ અર્થે ભાવન કરે છે કે બધા જીવોની હું ક્ષમા યાચું છું. વળી પોતાના અંતરંગભાવને અતિશયિત કરવા અર્થે ભાવન કરે છે કે સર્વ જીવોને હું ક્ષમા આપું છું. તેથી સર્વ જીવો દ્વારા પોતાનો કોઈ અપરાધ થયો હોય તે અપરાધને પોતે ભૂલી જઈને તેઓને ક્ષમા આપે છે, જેથી બધા જીવોના પોતાના પ્રત્યેના અનુચિત વર્તનનો પોતાને દ્વેષ ન રહે અને પોતે અન્ય જીવો સાથે જે અનુચિત વર્તન કર્યું છે, તેની ક્ષમાયાચના કરીને પોતે તે અનુચિત વર્તનની નિંદા કરે છે, જેથી સર્વ જીવો સાથે પોતાને કોઈ પ્રકારનો વેરનો પરિણામ રહે નહીં. સર્વ જીવોમાં મૈત્રીનો પરિણામ રહે સર્વ જીવોનું હું કઈ રીતે હિત કરું ? એવો પરિણામ રહે, પરંતુ કોઈ જીવની અનુચિત પ્રવૃત્તિની અસહિષ્ણુતા પોતાનામાં રહે નહીં. આ પ્રકારે અત્યંત ભાવિત થવાથી જીવમાત્ર સાથે ઉચિત પ્રવૃત્તિ કરવાનો પરિણામ સ્થિર થાય છે અને કોઈના અનુચિત વર્તનને કારણે તેના પ્રત્યે લેશ પણ દ્વેષ થતો નથી પરંતુ તેના હિતની ચિંતા થાય છે. (૨) પ્રમોદભાવના : ગુણાધિક જીવોમાં પ્રમોદભાવના કરવી જોઈએ. પ્રમોદ એટલે વિનયનો પ્રયોગ. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૬ તેથી એ પ્રાપ્ત થાય કે ગુણાધિક જીવોને અધિક ગુણવાળા જોવાથી તે ગુણો પ્રત્યે જો બહુમાનભાવ થાય તો અવશ્ય ઉચિત વિનયનો પ્રયોગ થાય છે, તે પ્રમોદ ભાવના છે. કઈ રીતે ગુણવાનમાં વિનયનો પ્રયોગ કરે, જેથી પ્રમોદભાવના થાય ? તેથી કહે છે – ગુણાધિક પુરુષોમાં વંદન, સ્તુતિ, વર્ણવાદ તેઓના ગુણોની પ્રશંસા, અને વૈયાવચ્ચકરણાદિથી મનનો પ્રકૃષ્ટ હર્ષ, તે વિનયપ્રયોગ છે. કેવા પુરુષોમાં તે વિનયનો પ્રયોગ થાય છે ? તેથી કહે છે – પોતાનાથી અધિક એવા સમ્યક્ત, જ્ઞાન, ચારિત્ર અને તપવાળા સાધુઓમાં તે મનનો પ્રહર્ષ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓ સૂક્ષ્મ-સૂક્ષ્મતર તત્ત્વને અવલોકન કરીને અત્યંત અમૂઢદૃષ્ટિવાળા છે, જેના કારણે તેઓ સમ્યક્ત ગુણમાં પોતાનાથી અધિક હોય છે. વળી, જેઓ ભગવાનના વચનના સૂક્ષ્મ બોધપૂર્વક અનેક શાસ્ત્રો ભણેલા છે, જેના કારણે તેઓ જ્ઞાનગુણથી પોતાનાથી અધિક છે. વળી જેઓએ સંયમના સર્વ આચારો અપ્રમાદથી સેવીને આત્માને વિશેષ પ્રકારે નિર્લેપ કર્યો છે, જેના કારણે તેઓ ચારિત્ર ગુણથી પોતાનાથી અધિક છે અને શક્તિના પ્રકર્ષથી બાર પ્રકારનો ઉચિત તપ વિવેકપૂર્વક જેઓએ પોતાનાથી ઘણો સેવ્યો છે તેઓ પોતાનાથી તપ ગુણથી અધિક છે. આવા સાધુઓમાં વિનયનો પ્રયોગ તે પ્રમોદભાવના છે. વળી, તે વિનયનો પ્રયોગ માત્ર પોતાનાથી કરાયેલા તે પ્રકારના ઉપચારવિનય સ્વરૂપ નથી, પરંતુ પોતાનાથી કે અન્યથી તેવા મહાત્માઓની પૂજા-ભક્તિ આદિ થતાં હોય તે સર્વ વખતે તે પૂજાભક્તિને જોવાથી પોતાને વર્તતો હર્ષ વિનયપ્રયોગ સ્વરૂપ છે. વળી આ વિનયપ્રયોગ સર્વઇન્દ્રિયોથી અભિવ્યક્ત થતા હર્ષરૂપ હોય છે. તેથી એ પ્રાપ્ત થાય કે ઉત્તમ પુરુષોની કોઈ ભક્તિ કરતા હોય તેને જોઈને પોતાના હૈયામાં ઉત્પન્ન થયેલી પ્રીતિ મુખાદિ ઉપર સ્પષ્ટ અભિવ્યક્ત થતી હોય તે વિનયપ્રયોગરૂપ છે. વળી, પોતે પણ ગુણવાનની ભક્તિ કરે ત્યારે તેઓના ગુણના સ્મરણને કારણે ચિત્તમાં જે હર્ષ વર્તતો હોય તેની અભિવ્યક્તિ મુખાદિ ઉપર સ્પષ્ટ થતી હોય તે વિનયપ્રયોગ છે. વળી, કેટલીક વખત મહાત્માઓની ભક્તિ પોતે કરતા હોય, કોઈ અન્ય વ્યક્તિઓ કરતી હોય કે પોતે અને અન્ય એમ બંને કરતા હોય તેને જોઈને ચિત્તમાં હર્ષ વર્તતો હોય તે પ્રમોદભાવના છે. તેથી ગુણવાનના તે તે અધિક ગુણોને સૂક્ષ્મ અવલોકન કરીને જેમ જેમ તે તે ગુણો પ્રત્યે બહુમાન ભાવ થાય તેમ તેમ તેને અનુરૂપ પ્રમોદભાવના વધતી જાય છે. જેઓએ પ્રમોદભાવનાથી પોતાના આત્માને અત્યંત વાસિત કર્યો છે તેવા મહાત્માઓને વારંવાર તીર્થંકર આદિ ઉત્તમ પુરુષોના ગુણોના સ્મરણને કારણે સદા પ્રમોદભાવ વર્તે છે. આ પ્રમોદભાવને અતિશયિત કરવા અર્થે ઉચિત કાળે વંદન, સ્તુતિ, આદિ ઉચિત ક્રિયાઓ કરે છે. વળી જેઓ માત્ર ભાવના તરીકે પ્રમોદભાવના ભાવે છે, પરંતુ ગુણવાનના ગુણોને સૂક્ષ્મ રીતે જોવા યત્ન કરતા નથી તેથી ગુણવાન પુરુષોમાં પોતાનાથી અધિક ગુણો વર્તતા હોવા છતાં તે ગુણોની કોઈ ઉપસ્થિતિ થતી નથી તેઓને વિશેષ પ્રકારે પ્રમોદભાવના પ્રગટ થતી Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ તસ્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩/ અધ્યાય-૭ / સૂત્ર- નથી. તેથી પ્રમોદભાવનાના અર્થી એવા સાધુએ અને શ્રાવકે સદા સૂક્ષ્મ અવલોકન કરીને તેઓના અધિક ગુણોમાં તે રીતે બહુમાન આદિ કરવું જોઈએ, જેથી પોતાને પણ તેવા પ્રકારના વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિ થાય. (૩) કરુણાભાવના :ક્લિશ્યમાન જીવોમાં કરુણાની ભાવના કરવી જોઈએ. કારુણ્ય અનુકંપા છે, દિનનો અનુગ્રહ છે. તે કારુણ્ય કયા કયા જીવોમાં થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – જે મહામોહથી અભિભૂત જીવો છે, તેઓના પ્રત્યે કરુણાનો પરિણામ કરીને મહાત્મા વિચારે છે કે હું શું કરું કે જેથી તેઓનો મહામોહ ઘટે અને તત્ત્વની વિચારણા પ્રગટે ? આ વિચારણા કરુણાભાવના છે. આશય એ છે કે જે જીવોને આત્માના હિત વિષયક કોઈ વિચાર પ્રગટ્યો નથી, પરંતુ મોહને વશ કેવલ ભોગ-વિલાસ આદિમાં ચિત્ત વર્તે છે, છતાં ઉચિત નિમિત્તોને પામીને તેઓનું હિત થઈ શકે તેવું જણાય ત્યારે મહાત્મા વિચારે છે કે હું શું પ્રયત્ન કરું ? કે જેથી આ જીવો આત્મહિત વિષયક ઉચિત વિચારણા કરીને પોતાનું હિત સાધે. આ પ્રકારની ભાવના કરવાથી તે તે પ્રકારના યોગ્ય જીવોનું હિત થાય તે પ્રકારે દયાળુ ચિત્ત બને છે અને તેવા પ્રકારનો પ્રસંગ પ્રાપ્ત થતાં તે જીવોના હિતને અનુકૂળ વ્યાપાર થાય છે. વળી કેટલાક જીવો મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનથી પરિણત છે, તેથી તેઓ આત્માના હિત અર્થે ધર્માદિ પ્રવૃત્તિ કરતા હોય તોપણ અજ્ઞાનને વશ વિપરીત પ્રવૃત્તિ કરીને અહિત સાધે છે. આવા જીવોમાં અનુકંપાબુદ્ધિ થાય તે પ્રકારે ભાવન કરવાથી તેવા જીવોના અજ્ઞાનને જોઈને દ્વેષ થતો નથી પરંતુ હું શું કરું જેથી તેઓનું હિત થાય ? એ પ્રકારની નિર્મળબુદ્ધિ પ્રગટે છે. તેથી ઉચિત સંયોગો પ્રાપ્ત થાય તો તેઓના અજ્ઞાનનું નિવર્તન કરાવીને તેઓને જિનાજ્ઞાની પ્રાપ્તિ થાય તે પ્રકારે ઉચિત યત્ન થાય છે, અને ઉચિત યત્ન થવાનો સંયોગ ન હોય તોપણ તે પ્રકારની કરુણાભાવનાથી ભાવિત થયેલા જીવોને તે જીવોનું હિત કરવાનો પરિણામ સદા વર્તે છે. આ ભાવના તેઓ જ સમ્યગુ કરી શકે છે જે જીવોમાં સમ્યજ્ઞાન વર્તતું હોય. જેઓને પોતાને જ સમ્યજ્ઞાન નથી તેઓ શબ્દથી તેવી ભાવના કરે તોપણ મતિઅજ્ઞાન આદિ વિપરીત જ્ઞાનના પરમાર્થને જાણનારા ન હોવાના કારણે પોતાનામાં વર્તતા વિપરીત જ્ઞાનને પણ નિવારણ કરવા ઉદ્યમ કરી શકતા નથી તો અન્યના અજ્ઞાનના નિવારણનો ઉચિત યત્ન કઈ રીતે કરી શકે ? અને અન્યના અજ્ઞાનના નિવારણની પારમાર્થિક ભાવના પણ કઈ રીતે કરી શકે ? અર્થાત્ જેઓને પોતાનામાં વર્તતું અજ્ઞાન પણ યથાર્થ જ્ઞાનરૂપ ભાસે છે તેઓ મતિઅજ્ઞાન આદિ અજ્ઞાન અને મતિજ્ઞાન આદિ જ્ઞાનના ભેદને જાણવા જ સમર્થ નથી. વળી વિષયની તૃષારૂપ અગ્નિથી દહ્યમાન માનસવાળા જીવોમાં કરુણાભાવના ભાવવી જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય કે કેટલાક જીવોને વિષયની ઉત્કટ પરિણતિ વર્તતી હોવાથી વિષયોને છોડવાની ઇચ્છા હોય તોપણ છોડી શકતા નથી અને કેટલાક જીવોને ઉત્કટ ઇચ્છાને કારણે છોડવાનો પરિણામ પણ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૬ થતો નથી. આવા જીવોને પણ ઉચિત દિશા બતાવનાર મળે તો તે વિષયની પીડાથી પોતાના આત્માનું રક્ષણ કરી શકે તેવા છે. આવા જીવોને જોઈને વિવેકી પુરુષો ભાવના કરે છે કે હું શું કરુ ? જેથી આ જીવોની વિષયની તૃષ્ણા શાંત થાય અને તેઓ આ પ્રકારની પીડાથી દૂર થાય. તેથી યોગ્ય જીવોને જે જે પ્રકારની વિષયતૃષ્ણા સતાવતી હોય તે જીવોને તે તે વિષયોથી થતો અનર્થોને ઉચિત રીતે બતાવવામાં આવે તો અવશ્ય તેઓની વિષયતૃષ્ણા શાંત થાય છે. જેમ કોઈ સુંદર ભોજન હોય, પોતાને તે અત્યંત પ્રિય હોય વળી તે ભોજન કરવાની પોતાને અત્યંત તૃષા વર્તતી હોય, ત્યારે પણ તે ભોજનમાં ઝેર છે, તેવું જ્ઞાન કોઈ રીતે સ્પષ્ટ થાય તો તે ભોજન પ્રત્યેની તૃષા શાંત થાય છે, તેમ વિષયોના સેવનકાળમાં કેવા કેવા સંક્લેશો થાય છે ?, અને તે તે સંક્લેશને અનુરૂપ કેવા કેવા અનર્થો પ્રાપ્ત થાય છે ? ઇત્યાદિનો સમ્યગુ બોધ કરાવવામાં આવે તો તેના ભાવનથી વિષયોની તૃષ્ણાવાળા જીવો વિષયોની તૃષ્ણાથી બળતા પોતાના આત્માનું રક્ષણ કરી શકે છે. જે મહાત્મા તે પ્રકારની ભાવનાથી આત્માને અત્યંત ભાવન કરે છે તે મહાત્મા સ્વયં તે વિષયતૃષાના અનર્થોને અત્યંત જાણનારા હોય છે. તેથી પોતે તો પોતાના આત્માની કરુણા કરે છે, પરંતુ અન્ય જીવો વિષયક તે પ્રકારની કરુણાનું ભાવન કરીને તે પ્રકારના યોગ્ય જીવોને ઉચિત દિશા બતાવીને તેઓની વિષયોની પીડાને દૂર કરે છે. વળી કેટલાક જીવો હિતની પ્રાપ્તિના અર્થી હોવા છતાં વિપરીત પ્રવૃત્તિઓ કરતા હોય છે અને અહિતના પરિહારના અર્થી હોવા છતાં વિપરીત પ્રવૃત્તિ કરતા હોય છે. આવા જીવોમાં કરુણાભાવના ભાવવી જોઈએ. આશય એ છે કે આત્મકલ્યાણના અર્થે બાહ્ય રીતે તપ-સ્વાધ્યાય આદિ કરીને હિત સાધવાના અર્થી હોવા છતાં અજ્ઞાનને વશ તે બાહ્યક્રિયા કરીને પણ અંતરંગ રીતે અવિવેકને કારણે કર્મબંધ થાય તેવી જ પ્રવૃત્તિ કરતા હોય છે તેવા જીવોમાં કરુણાભાવના કરવી જોઈએ કે હું શું કરું, કે જેથી ઉચિત બોધ કરીને આ જીવો હિતની પ્રાપ્તિના ઉપાયોને સમ્યગુ સેવીને અંતરંગ ગુણસંપત્તિ પ્રાપ્ત કરી શકે અને અહિતના પરિહારમાં સમ્યગુ ઉદ્યમ કરીને અહિતના અનર્થથી આત્માનું રક્ષણ કરી શકે. વળી વિવિધ પ્રકારના દુઃખની પીડાવાળા દીન, કૃપણ, અનાથ, બાલ, મોમુહ=અપકારી, અને વૃદ્ધ જીવોમાં કરુણાભાવના કરવી જોઈએ. સંસારમાં કેટલાક જીવો અનેક પ્રકારનાં દુઃખોથી પીડાતા હોય છે. તેમાં જેઓ દીન, કૃપણ અને અનાથ છે તેઓ આજીવિકાના અભાવને કારણે દુઃખી થતા હોય છે. આવા જીવોને તે દુઃખની પીડામાંથી હું કઈ રીતે મુક્ત કરીને તેઓનું હિત કરું ? એ પ્રકારની ભાવના સાધુ કે શ્રાવક કરે છે. સાધુ ઉચિત હિતોપદેશ આદિ દ્વારા તેમનો અનુગ્રહ કરે છે. વળી બાળકો પોતાની જીવનવ્યવસ્થા માટે અસમર્થ હોય છે, તેથી અનેક પ્રકારનાં દુઃખોથી પીડિત હોય છે. ઉચિત હિતોપદેશના પ્રદાન દ્વારા તેમની આંતરિક પીડાને દૂર કરવા સાધુ યત્ન કરે છે અને શ્રાવક પોતાની શક્તિ અનુસાર તેમની બાહ્ય પીડા દૂર થાય તેવો ઉચિત યત્ન કરે છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-| અધ્યાય-૭ | સૂત્ર વળી જેઓ મોમુહ પ્રકૃતિવાળા હોય છે અર્થાતુ બીજા પર અપકાર કરવાની વૃત્તિવાળા હોય છે, તેથી સ્વયં પોતાની પ્રકૃતિથી દુઃખી હોય છે અને બીજાને દુઃખી કરે છે, એવા જીવોને પણ હિતોપદેશ આદિ દ્વારા માર્ગમાં લાવવા માટે મહાત્મા કરુણાભાવના કરે છે. વળી, વૃદ્ધ અવસ્થાવાળા જીવો વૃદ્ધાવસ્થાને કારણે વિવિધ પ્રકારના દુઃખથી પીડિત હોય છે. તેઓને ઉચિત હિતોપદેશ આદિ દ્વારા કે ઉચિત પ્રવૃત્તિ દ્વારા અનુગ્રહ કરીને કરુણાભાવના કરવી જોઈએ, જેથી જગતના જીવોના દુઃખના નિવારણ માટે ઉચિત પરિણતિ પ્રગટ થાય. આ કરુણાભાવના વિરતિના પરિણામના શૈર્ય માટે અત્યંત ઉપકારક છે; કેમ કે દુઃખી પ્રત્યેનું દયાળુ ચિત્ત સર્વ જીવો પ્રત્યે સમભાવવાળું બને છે. જેમ પોતાને પોતાનાં દુઃખો અનિચ્છનીય છે તેમ જગતના જીવોને પણ પોતાનાં દુઃખો અનિચ્છનીય જ હોય છે. આ બે પ્રકારના પરિણામથી સર્વ જીવો પ્રત્યે સમભાવનો પરિણામ થાય છે. ફક્ત તે દુઃખો માત્ર શારીરિક કે દરિદ્ર અવસ્થામાં જ ગ્રહણ કરીને જેઓ કરુણા કરે છે તે આદ્ય ભૂમિકાની કરુણા છે. વિવેકસંપન્ન મુનિઓ કે શ્રાવકો જે જે પ્રકારની કદર્થનાઓ જેઓ જેઓ પામતા હોય તે સર્વ વિષયક તે તે પ્રકારની કરુણાભાવના કરે છે. આથી જ મહામોહથી અભિભૂત થયેલા જીવોમાં તે પ્રકારની કરુણા મહાત્માઓ કરે છે અને મતિ આદિ અજ્ઞાનવાળા જીવોમાં તે પ્રકારની કરુણા કરે છે. (૪) માધ્યશ્મભાવના : અવિનયી જીવોમાં માધ્યશ્મભાવના કરવી જોઈએ. જેઓ પ્રયત્નથી સુધરી શકે તેવા નથી પરંતુ તેમના માટે કરાયેલા પ્રયત્નથી તેમનું જ અહિત થાય તેવું છે અથવા પોતાને ક્લેશ પ્રાપ્ત થાય તેમ છે તેવા જીવો પ્રત્યે કરુણાને બદલે માધ્યશ્મભાવના કરવી જોઈએ. માધ્યથ્ય, ઔદાસીન્ય, ઉપેક્ષા એકાર્યવાચી શબ્દો છે. જે જીવોને સુધારવા શક્ય નથી તેવા જીવો પ્રત્યે ઉપેક્ષા કરવી એ જ માધ્યશ્મભાવના છે. માધ્યશ્મભાવનાના વિષયભૂત જીવો કોણ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – મૃતિંડ, કાષ્ઠ, કુડ઼ય જેવા જીવો છે, જે અવિનય છે અર્થાત્ જેમ માટીનો પિંડ જડ છે, કાષ્ઠ જડ છે, ભીંત જડ છે તેમ જડ જેવા જે જીવો છે તે અયોગ્ય છે. આથી જ ઉપદેશાદિ દ્વારા તત્ત્વનું ગ્રહણ, તત્ત્વનું ધારણ, તત્ત્વ વિષયક વિશેષ જ્ઞાન અને ઊહાપોહથી રહિત છે. તેવા જીવોને ઉપદેશાદિ દ્વારા પણ તત્ત્વની પ્રાપ્તિ અશક્ય છે. કેમ તત્ત્વના ગ્રહણ-ધારણ આદિ માટે તે જીવો અસમર્થ છે ? તેથી કહે છે – મહામોહથી અભિભૂત છે કેટલાક જીવો મહામોહના અત્યંત તીવ્ર પરિણામવાળા હોવાથી તત્ત્વને સંમુખ થાય તેવા નથી, અથવા દુષ્ટ પુરુષથી અવગ્રાહિત છે=કેટલાક જીવો કોઈક દુષ્ટ પુરુષ દ્વારા વિપરીત બોધ કરાવાયા છે, તેથી તે બોધથી નિવર્તન પામે તેવા નથી. આવા જીવોને ઉચિત બોધ કરાવવો અશક્ય Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૬, ૭ છે, તેથી તેઓ ઉપેક્ષાભાવનાના વિષયભૂત છે. આવા જીવો પ્રત્યે માધ્યસ્થ્યભાવના કરવી જોઈએ; કેમ કે વક્તાનો હિતોપદેશ તેઓમાં સફળ થતો નથી. મૈત્રીભાવના આદિ ચારનું ફળ : જે મહાત્માઓ મૈત્રી આદિ ચાર ભાવનાઓથી આત્માને ભાવિત કરે છે એવા મહાત્માઓનું ચિત્ત સર્વ જીવોના હિતને અનુકૂળ મૈત્રીભાવવાળું હોય છે; પરંતુ કોઈના પ્રત્યે વેરના પરિણામવાળું હોતું નથી. તેથી વ્રતની સ્થિરતાની પ્રાપ્તિ થાય છે; કેમ કે સર્વ જીવો સાથે વે૨ના પરિણામનો ત્યાગ કરીને ઉચિત પ્રવૃત્તિ ક૨વી એ સમભાવનું બીજ છે. વળી અધિક ગુણવાળામાં વિનયનો પ્રયોગ કરવો તે ગુણવૃદ્ધિને અનુકૂળ વ્યાપારરૂપ છે. તેથી પ્રમોદભાવનાથી ભાવિત થયેલા મહાત્મા ગુણવૃદ્ધિને અનુકૂળ વ્યાપાર કરીને પ્રમોદભાવના દ્વારા વ્રતોને સ્થિર કરે છે. વળી, ક્લિશ્યમાન જીવોમાં કરુણા કરીને સર્વ જીવો પ્રત્યે સમભાવનો પરિણામ સ્થિર થાય છે. તેથી જેમ પોતાના ક્લેશના નિવારણ માટે જીવ ઉચિત યત્ન કરે છે તેમ અન્યના ક્લેશના નિવારણ માટેના ઉચિત પ્રયત્નથી સમભાવનો પરિણામ સ્થિર થાય છે. વળી અયોગ્ય જીવોની ઉપેક્ષા કરવાથી તેઓના અહિતમાં યત્ન થતો નથી; કેમ કે અયોગ્ય જીવોને ઉપદેશ આપવાથી તેઓને સન્માર્ગમાં દ્વેષ થાય છે, જેનાથી તેઓનું અહિત થાય છે. માટે માધ્યસ્થ્યભાવના પણ અયોગ્ય જીવોના હિતને અનુકૂળ વ્યાપારરૂપ હોવાથી સમભાવનું જ કારણ બને છે. માટે માધ્યસ્થ્યભાવનાથી પણ વ્રતો સ્થિર થાય છે. II૭/બ્રા ભાષ્યઃ किञ्चान्यत् · ભાષ્યાર્થ ઃ વળી વ્રતના સ્વૈર્ય માટે અન્ય શું ભાવન કરવું જોઈએ ? તેથી કહે છે સૂત્રઃ जगत्कायस्वभावौ च संवेगवैराग्यार्थम् ।।७ / ७। સૂત્રમાર્થ સંવેગ અને વૈરાગ્ય માટે જગતસ્વભાવનું અને કાયસ્વભાવનું ભાવન કરવું જોઈએ. II૭/૭11 ભાષ્ય : जगत्कायस्वभावौ च भावयेत् संवेगवैराग्यार्थम् । तत्र जगत्स्वभावो द्रव्याणामनाद्यादिमत्परिणाम : Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૭ युक्ताः प्रादुर्भावतिरोभावस्थित्यन्यताऽनुग्रहविनाशाः, कायस्वभावोऽनित्यता दुःखहेतुत्वं निःसारताऽशुचित्वमिति । एवं ह्यस्य भावयतः संवेगो वैराग्यं च भवति । तत्र संवेगो नाम संसारभीरुत्वमारम्भपरिग्रहेषु दोषदर्शनादरतिः धर्मे बहुमानो धार्मिकेषु च धर्मश्रवणे धार्मिकदर्शने च मनःप्रसाद उत्तरोत्तरगुणप्रतिपत्तौ च श्रद्धेति । वैराग्यं नाम शरीरभोगसंसारनिर्वेदोपशान्तस्य बाह्याभ्यन्तरेषूपधिष्वनभिष्वङ्ग इति ।।७/७।। ભાષ્યાર્થ :ન વસ્વભાવો ... તિ | સંવેગ અને વૈરાગ્ય માટે જગતસ્વભાવનું અને કાયસ્વભાવનું ભાવન કરવું જોઈએ. ત્યાં જગતસ્વભાવમાં અને કાયસ્વભાવમાં, દ્રવ્યોનો અનાદિમત્ અને આદિમત્ એવા પરિણામથી યુક્ત પ્રાદુર્ભાવ, તિરોભાવ, સ્થિતિ, અવ્યતા, અનુગ્રહ અને વિનાશરૂપ જગતસ્વભાવ છે, અતિત્યતા, દુઃખહેતુત્વ, નિસારતા, અશુચિત્ર કાયસ્વભાવ છે. આ પ્રમાણે આનું ભાવન કરવાથી= જગતસ્વભાવનું અને કાયસ્વભાવનું ભાવન કરવાથી, સંવેગ અને વૈરાગ્ય થાય છે. ત્યાં સંસારભીરુત્વ, આરંભ-પરિગ્રહમાં દોષદર્શનથી અરતિ, ધર્મમાં અને ધાર્મિકોમાં બહુમાન, ધર્મશ્રવણમાં અને ધાર્મિકતા દર્શનમાં મનનો પ્રસાદ, ઉત્તરોત્તર ગુણપ્રતિપત્તિમાં શ્રદ્ધા-રુચિ, સંવેગ છે. વૈરાગ્ય એટલે શરીરથી, ભોગથી અને સંસારથી નિર્વેદ થવાને કારણે પ્રાપ્ત થયેલા ઉપશમભાવવાળા જીવને બાહ્ય અને અભ્યતર ઉપધિમાં=બાહ્ય એવા શરીરાદિ પદાર્થોમાં અને અત્યંતર એવી લબ્ધિઓમાં, અનભિન્કંગ છે-અનભિન્કંગ વૈરાગ્ય છે. તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. જેના ભાવાર્થ : સાધુને કે શ્રાવકને પોતાના ગ્રહણ કરાયેલા વ્રતોના અતિશય માટે સંવેગ અને વૈરાગ્ય આવશ્યક છે. વળી, સંવેગની વૃદ્ધિ અને વૈરાગ્યની વૃદ્ધિ માટે સાધુએ કે શ્રાવકે જગતના સ્વભાવનું ભાવન કરવું જોઈએ અને કાયના સ્વભાવનું ભાવન કરવું જોઈએ. કઈ રીતે જગતના સ્વભાવનું ભાવન કરવું જોઈએ ? તે બતાવવા અર્થે કહે છે – જગતમાં વર્તતા ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્યો અનાદિવાળા અને આદિવાળા પરિણામથી યુક્ત છે, તેથી બધાં દ્રવ્યોમાં કોઈક દૃષ્ટિથી અનાદિનો પરિણામ વિદ્યમાન છે. જેમ આત્માના અસંખ્યાત પ્રદેશો, આત્માનું ચૈતન્યત્વ આદિ ભાવો અનાદિના છે, વળી આત્માનો તે તે ગતિનો પરિણામ આદિમાન છે. તે રીતે સર્વ દ્રવ્યમાં કોઈક પરિણામ અનાદિનો છે અને કોઈક પરિણામ આદિમાન છે. વળી જગતમાં વર્તતા પદાર્થોમાં કોઈક ભાવ પ્રાદુર્ભાવ પામે છે, કોઈક ભાવ તિરોભાવ પામે છે અને કોઈક ભાવરૂપે પદાર્થ સ્થિતિવાળો છે. જેમ આત્મા, આત્મારૂપે સદા સ્થિતિવાળો છે અને જે ભવમાં જાય છે, જે કર્મ બાંધે છે તે સ્વરૂપે પ્રાદુર્ભાવ પામે છે અને પૂર્વનું સ્વરૂપ તિરભાવ પામે છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૭ વળી દરેક પદાર્થોનો પરસ્પર અન્યતાપરિણામ છે અર્થાત્ એક જીવ સાથે અન્ય જીવનો ભેદપરિણામ છે તેમ દરેક પદાર્થોમાં પરસ્પર ભેદપરિણામ છે. વળી દરેક દ્રવ્યો કોઈક રીતે એકબીજાને અનુગ્રહ કરે છે. જેમ આકાશ બધાં-દ્રવ્યોને અવગાહન આપે છે, ધર્માસ્તિકાય ગતિમાં જીવ અને પુદ્ગલને સહાય કરે છે. જીવ પણ ઉપદેશાદિ દ્વારા અન્ય જીવોને અનુગ્રહ કરે છે. વળી દરેક પદાર્થો કોઈક સ્વરૂપે વિનાશ પામે છે. આ પ્રકારનો જગતનો સ્વભાવ વિચા૨વાથી જીવોને સંવેગ અને વૈરાગ્ય થાય છે; કેમ કે આત્મા પર્યાયરૂપે ભલે અનિત્ય હોય તોપણ દ્રવ્યરૂપે આત્મા નિત્ય જ છે. તેથી આત્માના હિતની ચિંતા થાય છે અને પોતે ચારગતિમાં અનેક પ્રકારની વિડંબના પામે છે તે સ્વરૂપે જગતનો સ્વભાવ ભાવન કરવાથી તેની સ્પષ્ટ ઉપસ્થિતિ થવાના કારણે પોતાના આત્માનું અહિત ન થાય તે પ્રકારે યત્ન કરવાના પરિણામરૂપ સંવેગ ઉત્પન્ન થાય છે. વળી સંસારની વિષમ સ્થિતિ જોઈને સંસારના ભાવો પ્રત્યે વિરક્તભાવ થાય છે. આથી સંયમ ગ્રહણ કર્યા પછી સાધુએ અને દેશવિરતિ સ્વીકાર્યા પછી શ્રાવકે સતત જગતના સ્વભાવનું વારંવાર ભાવન કરવું જોઈએ, જેથી પોતાના આત્મા ઉપર પોતે કઈ રીતે અનુગ્રહ કરી શકે ?, પોતે સ્વીકારેલ સર્વવિરતિ કે દેશવિરતિ પોતાને કઈ રીતે અનુગ્રહનું કારણ બની શકે છે ? અને પ્રમાદને વશ યથા-તથા સેવન કરવાથી કઈ રીતે વિનાશનું કારણ બની શકે છે ? તેનું પણ સ્મરણ થાય છે. ભગવાનના શાસનને પામીને પ્રમાદને વશ થયેલા જીવો અનંત સંસારનું અર્જન કરીને પોતાના આત્માનો વિનાશ કરે છે તે સર્વ જગતના સ્વભાવના ચિંતનથી ઉપસ્થિત થાય છે, જેથી સંવેગ અને વૈરાગ્ય સ્થિર થાય છે. વળી, કાયસ્વભાવનું ભાવન ક૨વા અર્થે સાધુએ અને શ્રાવકે સદા વિચારવું જોઈએ કે આ કાયા અનિત્ય છે. તેથી અનિત્ય એવી કાયા પ્રત્યે મારે મમત્વ ક૨વું જોઈએ નહીં, પરંતુ કાયા દ્વારા આત્માની નિર્લેપતાની પરિણતિ વૃદ્ધિ થાય તે રીતે જ મારે યત્ન ક૨વો જોઈએ. વળી આ કાયા દુઃખનો હેતુ છે; કેમ કે વર્તમાનમાં પણ આ કાયાથી અનેક પ્રકારના ઉપદ્રવોની પ્રાપ્તિ થાય છે. જો તેને સાચવવામાં ન આવે તો તેનાથી અનેક જાતની અશાતા ઉત્પન્ન થાય છે, જ્યારે શ૨ી૨ને સાચવવા માટે અનેક પ્રકારના આરંભ કરીને પાપની પ્રાપ્તિ થાય છે, જેના ફળરૂપે દુર્ગતિઓની પ્રાપ્તિ થાય છે. માટે કાયા પ્રત્યે વિરક્તભાવ કરીને આત્માના મૂળ સ્વભાવ પ્રત્યે રાગભાવ થાય તે પ્રકારે મારે સમભાવમાં ઉદ્યમ કરવો જોઈએ. વળી આ કાયા નિઃસાર છે; કેમ કે ગમે ત્યારે નાશ પામે તેવી છે, સાચવવા છતાં પ્રતિકૂળ વર્તે તેવી છે. નિઃસાર એવી આ કાયા પ્રત્યે રાગભાવ ધારણ કરવો તે મૂઢતા છે. વસ્તુતઃ આત્માના મૂળ સ્વભાવ પ્રત્યે જ રાગભાવ ધારણ કરવો જીવ માટે ઉચિત છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૭, ૮ આ પ્રકારે કાયાના સ્વભાવનું ભાવન કર્યા પછી સાધુએ કે શ્રાવકે વિચારવું જોઈએ કે આ કાયા અશુચિ એવા વિષ્ટા આદિ ભાવોથી યુક્ત છે. તેથી આવી અસાર કાયા પ્રત્યે વિવેકી પુરુષોએ રાગભાવ ધારણ કરવો જોઈએ નહીં અને અન્યની પણ તેવી અશુચિવાળી કાયા પ્રત્યે રાગ કરવો જોઈએ નહીં; પરંતુ આત્માનો જે વીતરાગ સ્વભાવ છે તેના પ્રત્યે જ રાગભાવ ધારણ કરવો જોઈએ. આ પ્રકારે કાયસ્વભાવનું ભાવન કરવાથી અને જગતના સ્વભાવનું ભાવન કરવાથી સંવેગ અને વૈરાગ્ય થાય છે. અહીં પ્રશ્ન થાય કે સંવેગ શું છે ? તેથી કહે છે – સંસારનું ભીરુપણું સંવેગ છે. આરંભ-પરિગ્રહમાં દોષ-દર્શનને કારણે અરતિ છે તે સંવેગ છે. ધર્મમાં અને ધાર્મિક જીવોમાં બહુમાન છે તે સંવેગ છે. ધર્મશ્રવણમાં અને ધાર્મિક જીવોના દર્શનમાં મનનો પ્રસાદ છે તે સંવેગ છે અને ઉત્તરોત્તર ગુણવૃદ્ધિના યત્નમાં રુચિ છે તે સંવેગ છે. તેથી એ ફલિત થાય કે સંસાર અને સંસારનાં કારણોને દૂર કરવા અર્થે ઉત્કટ પરિણામ થાય અને ગુણનિષ્પત્તિનાં કારણોને સેવવાનો ઉત્કટ પરિણામ થાય તે સંવેગ છે. સંવેગના અર્થીએ માત્ર બાહ્ય ક્રિયાથી સંતોષ માનવો જોઈએ નહીં, પરંતુ ગુણવૃદ્ધિમાં ઉદ્યમ થાય તે રીતે જ ધર્મશ્રવણાદિ સર્વ કૃત્યો કરવાં જોઈએ. આવું સંવેગઉત્પત્તિનું બીજ બને તે રીતે જ જગતસ્વભાવનું અને કાયસ્વભાવનું ભાવન કરવું જોઈએ, પરંતુ માત્ર જગતસ્વભાવની વિચારણા કે કાયસ્વભાવની વિચારણા કરીને સંતોષ માનવો જોઈએ નહીં. વળી વૈરાગ્ય શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – શરીરથી, ભોગોથી અને સંસારથી નિર્વેદ થવાને કારણે ઉપશાંત થયેલ જીવને બાહ્ય ઉપધિમાં અને અત્યંતર ઉપધિમાં અનભિન્કંગ પરિણામ વૈરાગ્ય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જે મહાત્મા જગતનો સ્વભાવ અને કાયાનો સ્વભાવ સમ્યગુ રીતે ભાવન કરે છે તેઓને શરીરની શાતા પ્રત્યે ઉપેક્ષા થાય છે; પરંતુ આત્માની સ્વસ્થતા પ્રત્યે જ બદ્ધરાગ થાય છે, સંસારના પરિભ્રમણ પ્રત્યે નિર્વેદ થાય છે અને આત્માની મોહથી અનાકુળ અવસ્થા જ સારરૂપ જણાય છે, જેથી બાહ્ય પદાર્થોને આશ્રયીને જે કષાયો પ્રવર્તતા હતા તે શાંત થાય છે. તેથી શરીર અને શરીરને અનુકૂળ એવી બાહ્ય સામગ્રીમાં રાગનો પરિણામ દૂર થાય છે; કેમ કે તેનો રાગનો ભાવ સમભાવમાં જ સ્થિર થાય છે. અત્યંતર ઉપધિરૂપ લબ્ધિઓ પ્રાપ્ત થાય કે વિદ્વત્તા આદિ પ્રાપ્ત થાય તે સર્વ પ્રત્યે અનભિન્કંગ થાય છે અને સર્વ ઉદ્યમથી સંયમના કંડકોની વૃદ્ધિ કરવાનો પરિણામ થાય છે તે વૈરાગ્ય છે. ll૭/ળા ભાષ્ય : સત્રાદ – ૩ ભવતા હિંસચ્ચિો વિરતિદ્ગતમ્' (૫૦ ૭, સૂo ) તિ, તત્ર 1 હિંસા નાતિ ? अत्रोच्यते - Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૮ ભાગાર્ય : અહીં-સૂત્ર-૧માં વ્રતનું સ્વરૂપ બતાવ્યું ત્યારપછી તેના દેશથી અને સર્વથી ભેદો બતાવ્યા. ત્યારપછી તે વ્રતોને સ્થિર કરવા અર્થે શું શું કરવું જોઈએ ? તે અત્યાર સુધી બતાવ્યું એ કથનમાં, પ્રશ્ન કરે છે – તમારા વડે “હિંસાથી વિરતિ વ્રત છે” (અધ્યાય-૭, સૂત્ર-૧) એમ કહેવાયું ત્યાં=હિંસાથી વિરતિમાં, હિંસા શું છે? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – સૂત્ર : પ્રમત્તયોના પ્રાવ્યપરોપvi હિંસા II૭/૮ સૂત્રાર્થ : પ્રમતયોગથી પ્રાણનું વ્યપરોપણ હિંસા છે. ll૭/૮ ભાષ્ય : प्रमत्तो यः कायवाङ्मनोयोगैः प्राणव्यपरोपणं करोति सा हिंसा, हिंसा मारणं प्राणातिपातः प्राणवधः देहान्तरसंक्रामणं प्राणव्यपरोपणमित्यनर्थान्तरम् ।।७/८।। ભાષ્યાર્થ : પ્રમો ..... અનર્થાતરમ્ | કાયયોગ, વચનયોગ અને મનોયોગ વડે પ્રમત એવો જે પ્રાણ વ્યપરોપણ કરે છે, તે હિંસા છે. હિંસાના પર્યાયવાચી શબ્દો બતાવે છે – હિંસા, મારણ, પ્રાણાતિપાત, પ્રાણવધ, દેહાંતરસંક્રામણ, પ્રાણવ્યપરોપણ એ અનર્થાતર છે= એકાર્યવાચી છે. ૭/૮ ભાવાર્થ - (૧) હિંસા : જે સાધુ નિત્ય જિનવચનનું સ્મરણ કરીને જિનવચનના દઢ અવલંબનપૂર્વક, જિનતુલ્ય થવાનો વ્યાપાર થાય તે પ્રકારે મન-વચન-કાયાના યોગોથી સંયમની સર્વ ક્રિયાઓ કરે છે તે અપ્રમત્ત સાધુ છે. જે સાધુ સંયમની ક્રિયા કરવા છતાં કાયાને, વાણીને અને મનોયોગને જિનવચનના સ્મરણપૂર્વક અંતરંગ અને બહિરંગ ઉચિત વ્યાપારમાં પ્રવર્તાવતા નથી તેઓનો અંતરંગ વ્યાપાર વીતરાગભાવને સ્પર્શનારો નહીં હોવાથી, બાહ્યભાવને સ્પર્શીને પ્રમાદની વૃદ્ધિ કરે છે અને બાહ્ય ક્રિયાઓ જીવરક્ષાને અનુકૂળ ઉચિત વ્યાપારવાળી નહીં હોવાથી પ્રસાદ સ્વરૂપ છે. તેથી તેઓની ક્રિયાથી કોઈ જીવના પ્રાણનું વ્યપરોપણ થાય તે પ્રમાદયોગથી થયેલી હિંસા છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩/ અધ્યાય-૭ / સૂત્ર-૮, ૯ ૧૭ વળી કોઈ સાધુ સંયમની સર્વ પ્રવૃત્તિઓ જિનવચનનું સ્મરણ કરીને વિતરાગ થવાને અનુકૂળ અંતરંગ વ્યાપાર થાય તે રીતે કરતા હોય અને કોઈ જીવોની હિંસા અનાભોગથી થાય તોપણ હિંસાને અનુકૂળ કર્મબંધ થતો નહીં હોવાથી પરમાર્થથી હિંસા નથી. આવા અપ્રમત્ત સાધુ ક્વચિત્ યતનાપૂર્વક નદી ઊતરતા હોય તે વખતે ઉપયોગપૂર્વક નદી ઊતરવાની ક્રિયામાં સાક્ષાત્ જીવોની હિંસા થતી હોવા છતાં સંયમની વૃદ્ધિના પ્રયોજનનો દઢ અધ્યવસાય હોવાથી તે નદી ઊતરવાની ક્રિયાથી થતી હિંસામાં પણ હિંસાકૃત કર્મબંધની પ્રાપ્તિ નથી તેથી પરમાર્થથી અહિંસા જ છે. માટે જે પ્રવૃત્તિમાં પ્રમાદનો યોગ હોય અને પ્રાણ વ્યપરોપણ થાય તે હિંસા નિશ્ચયનય અને વ્યવહારનય ઉભય નયને સંમત છે. જે પ્રવૃત્તિમાં પ્રમાદનો યોગ હોય અને બાહ્યથી કોઈ પ્રાણ વ્યપરોપણ થયેલ ન હોય ત્યારે નિશ્ચયનયથી હિંસા હોવા છતાં વ્યવહારનયથી હિંસા નથી; કેમ કે બાહ્ય જીવોની હિંસા થયેલ નથી, છતાં અંતરંગ પ્રમાદયોગ હોવાને કારણે હિંસાના ફળરૂપ કર્મબંધની પ્રાપ્તિ છે, માટે નિશ્ચયનયથી હિંસા છે. વળી, જે મહાત્મા જે જે અંશથી અપ્રમાદભાવમાં અત્યંત યત્ન કરે કે જેના કારણે કષાયોનો ઉપશમ અતિશય-અતિશયતર થાય છે તે અંશથી અધિક અધિક ભાવપ્રાણનું રક્ષણ થાય છે. તેથી અધિક અધિક અહિંસાનું પાલન થાય છે. આથી જ અપ્રમાદથી સંયમમાં યત્ન કરનારા મહાત્મા પણ જે જે અંશથી ક્રિયાકાળમાં સ્કૂલના પામે છે, ત્યારે ત્યારે અતિચારોની પ્રાપ્તિ થાય છે, તેટલા અંશમાં કર્મબંધની પણ પ્રાપ્તિ થાય છે. I૭/૮l ભાષ્ય : ગન્નાદ – અથાગૃતિ વિમિતિ ?, ગાત્રો – ભાષ્યાર્થ : અહીંહિંસાનું સ્વરૂપ બતાવ્યું ત્યાં, પ્રશ્ન કરે છે – હવે મૃષાવચન શું છે? તે પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – સૂત્ર: असदभिधानमनृतम् ।।७/९।। સૂત્રાર્થ : અસદ્ કથન અમૃત છે. ll૭/૯ ભાષ્ય - असदिति सद्भावप्रतिषेधोऽर्थान्तरं गर्दा च । तत्र सद्भावप्रतिषेधो नाम सद्भूतनिह्नवोऽभूतोद्भावनं च, तद्यथा - नास्त्यात्मा नास्ति परलोक इत्यादि भूतनिह्नवः, श्यामाकतण्डुलमानोऽयमात्मा, अङ्गुष्ठपर्वमात्रोऽयमात्मा, आदित्यवर्णः, निष्क्रिय इत्येवमाद्यभूतोद्भावनम् । अर्थान्तरं यो Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬. તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૯ गां ब्रवीत्यश्वं अश्वं च गौरिति । गर्हेति हिंस्रपारुष्यपैशुन्यादियुक्तं वचः सत्यमपि गर्हितमनृतमेव મવતીતિ ।।૭/૧।। ભાષ્યાર્થ : - असदिति મવતીતિ।। અસ ્ એટલે સદ્ભાવનો પ્રતિષેધ, અર્થાન્તર અને ગર્હા. ત્યાં=ત્રણ પ્રકારના અસદ્ અભિધાનમાં, સદ્ભાવનો પ્રતિષેધ એટલે સદ્ભૂતનો અપલાપ અને અભૂતનું ઉદ્ભાવન. તે આ પ્રમાણે છે ‘આત્મા નથી, પરલોક નથી' ઇત્યાદિ ભૂતનો નિહ્નવ છે=સદ્ભૂતનો અપલાપ છે, ‘શ્યામાક નામના તંડુલ=ચોખા, જેટલો આ આત્મા છે, અંગુષ્ઠપર્વમાત્ર=અંગૂઠાના પર્વ જેટલો, આ આત્મા છે, આદિત્ય વર્ણ જેવો આ આત્મા છે, નિષ્ક્રિય આ આત્મા છે' એ વગેરે અભૂત ઉદ્ભાવન છે. અર્થાન્તર ‘જે ગાયને અશ્વ કહે છે અને અશ્વને ગાય કહે છે' ગર્હ એટલે હિંસ્ર, પારુષ્ય, વૈશુન્ય આદિ યુક્ત વચન સત્ય પણ ગહિત અમૃત જ થાય છે. ‘કૃતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. ૭/૯|| ભાવાર્થ : (૨) અમૃત=મૃષાવાદ : જે સાધુ અપ્રમાદભાવથી સંયમના પ્રયોજનથી સત્યવચન કે તેવા કોઈ કારણવિશેષથી અસત્ય વચન બોલે છે તે મૃષાભિધાન નથી, પરંતુ જે વચનપ્રયોગમાં સ્વ-૫૨ના કલ્યાણનું પ્રયોજન નથી તેવા સર્વ વચનપ્રયોગ મૃષાવાદ જ છે. આથી જ સુસાધુ સંયમની વૃદ્ધિનું પ્રયોજન ન હોય કે કોઈ યોગ્ય જીવના ઉપકારનું પ્રયોજન ન હોય તો કોઈ પ્રકારનો વચનપ્રયોગ તો કરતા નથી પરંતુ બોલવાને અભિમુખ પરિણામવાળા પણ થતા નથી. તેવા સમયે તેઓ વચનગુપ્તિ દ્વારા સંવૃત થઈને આત્મભાવોમાં જવા યત્ન કરે છે અર્થાત્ પોતાના ક્ષયોપશમભાવની વૃદ્ધિ થાય તે પ્રકારે સંયમના ઉચિત પરિણામવાળા રહે છે. જે સાધુ આ પ્રકારની વચનગુપ્તિવાળા નથી તેઓ ક્વચિત્ બોલતા ન હોય તોપણ નિમિત્ત પામીને બોલવાને અભિમુખ પરિણામવાળા થાય છે. તે વચનપ્રયોગ ક્વચિત્ મૃષારૂપ પણ હોય અને ક્વચિત્ સત્યરૂપ પણ હોય તે સર્વ અસદ્ અભિધાનરૂપ હોવાથી અસત્ય છે. આ અસત્યને જ ભાષ્યકારશ્રીએ ત્રણ ભાવોમાં વિભક્ત કરેલ છે : (૧) સદ્દભાવનું પ્રતિષેધ, (૨) અર્થાન્તર અને (૩) ગર્હ. (i) સદ્ભાવનો પ્રતિષેધ : સદ્ભાવનો પ્રતિષેધ બે રૂપે થાય છે ઃ (૧) સદ્ભૂતના અપલાપરૂપ અને (૨) અભૂતના ઉદ્ભાવન રૂપ. તેમાં સદ્ભૂતનો અપલાપ એટલે આત્મા નથી, પરલોક નથી ઇત્યાદિ વિદ્યમાન વસ્તુનો અપલાપ. ભગવાનના વચન અનુસાર જે જે પદાર્થો જેવી રીતે વિદ્યમાન હોય તેનો અપલાપ કરવામાં આવે ત્યારે તે સદ્ભૂતના અપલાપરૂપ થાય. જેમ કેસરથી ભગવાનની પૂજા કરવાનાં વિધાનો સ્પષ્ટ શાસ્ત્રમાં પ્રાપ્ત થવા છતાં સ્વમતિ અનુસાર કેટલાક પ્રતિપાદન કરતા હોય કે ‘ભગવાનની કેસરથી પૂજા થાય નહીં' તે સદ્ભૂતનો Page #186 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૯ ૧૬૯ અપલાપ છે. વળી ભગવાન યોગનિરોધ અવસ્થાવાળા છે, સાધુ છે, તેથી તેમની વીતરાગમુદ્રાનો નાશ થાય તેવા અલંકારો આદિથી વિભૂષા કરાય નહીં, તે પ્રકારનાં વચનો શાસ્ત્રના સદ્ભૂત ભાવોનો અપલાપ કરનારાં હોવાથી મૃષાવાદરૂપ છે. વળી, અભૂતનું ઉદ્દ્ભાવન એટલે આત્મા શરીરવ્યાપી અસંખ્યાત્ પ્રદેશરૂપ છે, તેમ શાસ્ત્રસંમત હોવા છતાં કેટલાક કહે છે કે શ્યામાક નામના તંડુલ માત્ર આ આત્મા છે. આ પ્રકારે સ્વકલ્પનાથી આત્માનું જેવું.. સ્વરૂપ નથી તેવું સ્વરૂપ કહેવું તે અભૂતનું ઉદ્દ્ભાવન છે. તે રીતે અંગુષ્ઠ પર્વમાત્ર આ આત્મા છે, તે કથન પણ અભૂતના ઉદ્ભાવન સ્વરૂપ મૃષાવચન છે. વળી કોઈ કહે છે કે ‘સૂર્ય જેવો પ્રકાશવાળો આત્મા છે.' વસ્તુતઃ આત્મા અરૂપી છે અને સૂર્યનો પ્રકાશ રૂપી છે. તેથી આત્મા સૂર્યના વર્ણ જેવો છે, તે કથન પણ અભૂતના ઉદ્ભાવનરૂપ હોવાથી મૃષાવચન છે. વળી કેટલાક આત્માને એકાંત નિષ્ક્રિય માને છે. તેઓ કહે છે કે ‘સંસારી જીવો પ્રત્યક્ષથી જે જે ક્રિયા કરનારા દેખાય છે, તે તે ક્રિયા આત્મા કરતો નથી, શરીર કરે છે.' આવું કહીને જે આત્માની ક્રિયાનો અપલાપ કરવામાં આવે છે તે અભૂતનું ઉદ્દ્ભાવન છે. ૫૨માર્થથી સિદ્ધના આત્માઓ સર્વક્રિયાથી રહિત હોવાને કારણે નિષ્ક્રિય છે, તેમ કહેવામાં કોઈ દોષ નથી; પરંતુ સંસારી આત્માને નિષ્ક્રિય કહેવો તે મૃષાવચન છે. આ પ્રકારે જે કાંઈ અભૂતનું ઉદ્દ્ભાવન કરાય છે તે મૃષાવચન છે. (ii) અર્થાન્તર : વળી કોઈ પુરુષ ગાયને અશ્વ કહે છે અને અશ્વને ગાય કહે છે તે અર્થાન્તરરૂપ મૃષાવચન છે. તે રીતે ભગવાનના શાસનમાં જે પદાર્થો જે રૂપે કહેવાયા હોય તે પદાર્થોને યથાર્થ જાણ્યા વગર અન્યથારૂપે કહે તો તે અર્થાન્તરરૂપ મૃષાવચન છે. આથી જ મહાત્માઓ જે પદાર્થનો શાસ્ત્રવચનથી સ્પષ્ટ નિર્ણય ન થાય તે પદાર્થોને કહેતા નથી પરંતુ ‘તત્ત્વ કેવલીગમ્ય છે' તેમ કહે છે, જેથી પદાર્થ અન્યથારૂપે કહેવાથી મૃષાવાદની પ્રાપ્તિ ન થાય. (iii) ગર્હા : વળી કોઈ પુરુષ સત્યવચન કહે છતાં ત્યાં હિંસાનો પરિણામ હોય, પારુષ્યનો અર્થાત્ કઠોરભાવનો પરિણામ હોય કે પૈશુન્યનો પરિણામ હોય તો તેવા કોઈક પરિણામથી યુક્ત સત્ય વચન પણ ગર્હિત હોવાને કારણે અસત્યરૂપ જ છે. દા.ત. કોઈને પીડાકારી સત્યવચન કહેવામાં આવે ત્યાં પીડા ઉત્પન્ન કરવારૂપ હિંસાનો પરિણામ છે અથવા તેની પીડાની ઉપેક્ષાનો પરિણામ છે, તેથી તે સત્યવચન પણ મૃષારૂપ છે. જેમ કોઈ શિકારી સાધુ ભગવંતને પૂછે કે હ૨ણ કઈ દિશામાં ગયું છે ? એ વખતે તે મહાત્મા જો સત્ય કથન કરે તો તે સત્યવચન પણ મૃષાવચનરૂપ છે. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ તાર્યાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૯, ૧૦ વળી કોઈ જીવને કોઈક વ્યક્તિ પ્રત્યે કઠોર પરિણામો વર્તતા હોય તેથી કઠોરભાવપૂર્વક તેના વર્તન વિષયક અન્યને સત્ય પણ વચન કહે તો તે પરુષવચનરૂપ હોવાને કારણે મૃષાવચન બને છે. આવા પરુષવચનને કારણે કદાચ પેલી વ્યક્તિને પીડા ન થાય તો પણ પોતાનો પરુષભાવ હોવાથી તે વચન મૃષારૂપ જ કહેવાય છે. વળી કોઈકની કોઈક પ્રવૃત્તિનું પોતાને જ્ઞાન હોય તેથી તેની પ્રવૃત્તિની અન્ય પાસે ચાડી ખાવાની વૃત્તિથી અન્યને કહેવામાં આવે તો તે પૈશુન્યભાવ છે. પશુન્યભાવથી સત્યવચન કહેવામાં આવે તોપણ તે મૃષાવચનરૂપ છે. આ પ્રકારે મૃષાવચનના સ્વરૂપનું ભાવન કરીને મહાવ્રતધારી સાધુએ સંયમના પ્રયોજન સિવાય કે કોઈક જીવના પારમાર્થિક ઉપકારના પ્રયોજન સિવાય બોલવું જોઈએ નહીં; પરંતુ વચનગુપ્તિથી આત્માને ભાવિત કરીને સદા સંવૃત રહેવું જોઈએ અને તે વખતે સંયમના પ્રયોજનથી અથવા યોગ્ય જીવોના ઉપકારના પ્રયોજનથી જેટલું આવશ્યક જણાય તેટલું જ હિતકારી અને પરિમિત સત્યવચન કહેવું જોઈએ. I૭/લા ભાષ્ય : अत्राह - अथ स्तेयं किमिति ?, अत्रोच्यतेભાષાર્થ: અહીં–મૃષાવાદનું સ્વરૂપ બતાવ્યું ત્યાં, પ્રશ્ન કરે છે – હવે તેય શું છે? અહીં આ પ્રકારના પ્રશ્નમાં, ઉત્તર આપે છે – સૂત્ર : अदत्तादानं स्तेयम् ।।७/१०।। સૂત્રાર્થ : અદત્તાદાન સ્લેય છે. ll૭/૧૦ll ભાષ્ય : स्तेयबुद्ध्या परैरदत्तस्य परिगृहीतस्य वा तृणादेव्यजातस्यादानं स्तेयम् ।।७/१०।। ભાષ્યાર્થ - યથા ..... તેવમ્ | પર વડે નહીં અપાયેલ અથવા પરિગૃહીત તૃણાદિ દ્રવ્ય સમુદાયનું, તે બુદ્ધિથી ગ્રહણ તેય છે. ll૭/૧ Page #188 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૧૦, ૧૧ ભાવાર્થ: (૩) અદત્તાદાન ઃ ૫૨ વડે ગ્રહણ કરાયેલા એવા તૃણાદિ અથવા ૫ર દ્વારા અપાયેલા ન હોય તેવા દ્રવ્યને કોઈ સ્ટેયબુદ્ધિથી ગ્રહણ કરે તો તે અદત્તાદાન છે. અહીં સ્તેયબુદ્ધિ કહેવાથી એ પ્રાપ્ત થાય કે જીવ જ્ઞાનાવરણીય આદિ કર્મો બાંધે છે તે સ્થાનમાં પણ તે કર્મપુદ્ગલો કોઈના વડે અપાયા નથી છતાં તેને ગ્રહણ કરે છે, પરંતુ ત્યાં સ્તેયબુદ્ધિ નથી; તે સિવાય કોઈની પણ વસ્તુ પૂછ્યા વગર ગ્રહણ કરે તો અદત્તાદાનની પ્રાપ્તિ થાય, તેથી તૃણાદિ પણ તેના માલિકને પૂછ્યા વગર સાધુ ગ્રહણ કરે નહીં. વળી સૂત્ર-૮માં પ્રમત્તયોગથી પ્રાણવ્યપરોપણરૂપ હિંસા કહેલ તેમાં પ્રમત્તયોગની અનુવૃત્તિ મૃષાવાદ આદિ સર્વમાં છે. તેથી જે સાધુ પ્રમાદયોગવાળા હોય ત્યારે સાક્ષાત્ અદત્તાદાનની કોઈ પ્રવૃત્તિ ન હોય તોપણ પ્રમત્તયોગને કારણે અદત્તાદાનનું પાપ પ્રાપ્ત થાય છે. પ્રમાદયોગપૂર્વક અદત્તનું ગ્રહણ કરવામાં આવે ત્યારે પરિણામની અપેક્ષાએ અને કૃત્યની અપેક્ષાએ પણ અદત્તાદાનની પ્રાપ્તિ થાય છે. આથી જ જે સાધુ સંયમમાં અપ્રમાદવાળા નથી, તેઓને ભગવાને વસતિ, આહાર વગેરે ગ્રહણ કરવાની અનુજ્ઞા આપી નથી, છતાં તે વસતિ આદિનો ઉપભોગ કરે છે તેથી તેમને તીર્થંકરઅદત્તની પ્રાપ્તિ થાય છે. તેથી અદત્તાદાનવિરમણમહાવ્રતના રક્ષણ અર્થે સાધુએ ધર્મવૃદ્ધિ થાય તે રીતે જ સર્વ ધર્મ ઉપકરણોનો ઉપયોગ કરવો જોઈએ, જેથી અદત્તાદાનની પ્રાપ્તિ ન થાય. Il૭/૧૦ll ભાષ્યઃ अत्राह ભાષ્યાર્થ : સૂત્રાર્થ અત્ર=અહીં=અદત્તાદાનનું સ્વરૂપ બતાવ્યું ત્યાં, પ્રશ્ન કરે છે પ્રકારના પ્રશ્નમાં, કહે છે સૂત્રઃ : - अथाब्रह्म किमिति ?, अत्रोच्यते ભાષ્ય - - ૧૭૧ મૈથુનમત્રજ્ઞ ।।૭/।। મૈથુન અબ્રહ્મ છે. II૭/૧૧|| = स्त्रीपुंसयोमिथुनभावो मिथुनकर्म वा मैथुनं तदब्रह्म ।।७ /११ ।। હવે અબ્રહ્મ શું છે ? અહીં=આ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ભાષ્યાર્થ :स्त्रीपुंसयोः ||૭/૧૧|| ભાવાર્થ: (૪) મૈથુન વેદના ઉદયથી સ્ત્રી અને પુરુષનો સંબંધનો પરિણામ તે મિથુનભાવ છે અથવા સંબંધની ક્રિયા તે મૈથુન છે. તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૧, ૧૨ તવસ્ત્રહ્મ ।। સ્ત્રી-પુરુષનો મિથુનભાવ અથવા મિથુનકર્મ મૈથુન છે, તે અબ્રહ્મ છે. : આનાથી એ પ્રાપ્ત થાય કે સાક્ષાત્ સ્ત્રી-પુરુષનો સંબંધ ન થયો હોય પરંતુ અંતરંગ રીતે વેદના ઉદયનો પરિણામ વર્તતો હોવાથી સ્ત્રી આદિને જોઈને કે તેના શબ્દાદિનું શ્રવણાદિ કરીને કોઈક રાગ ભાવ ઉત્પન્ન થાય તો તે મૈથુનભાવ છે. જ્યાં સુધી વેદનો ઉદય છે ત્યાં સુધી અપ્રમાદભાવથી વેદના ઉદયરૂપ નોકષાયના સંવરને અનુકૂળ દઢ વ્યાપાર ન પ્રવર્તતો હોય તો તે તે નિમિત્તોને પામીને સૂક્ષ્મ પણ મૈથુનભાવ થવાનો સંભવ રહે છે. વળી સાક્ષાત્ મૈથુનની ક્રિયા એ પણ મૈથુન છે. મૈથુન અબ્રહ્મ છે અર્થાત્ આત્માનું કુત્સિત સ્વરૂપ છે. તેથી બ્રહ્મચર્યરૂપ મહાવ્રતના પાલનના અર્થ સાધુએ સદા અપ્રમાદભાવપૂર્વક મોહથી અનાકુળ ભાવમાં ઉદ્યમ ક૨વો જોઈએ, જેથી કોઈ બાહ્ય નિમિતને પામીને વેદમોહનીયના ઉદયકૃત લેશ પણ વિકારની પ્રાપ્તિ થાય નહીં. Il૭/૧૧l ભાષ્યઃ સૂત્રાર્થ - अत्राह ભાષ્યાર્થ : અહીં=મૈથુનનું સ્વરૂપ બતાવ્યું ત્યાં, પ્રશ્ન કરે છે આપે છે સૂત્રઃ ભાષ્યઃ अथ परिग्रहः क इति ? । अत्रोच्यते મૂર્છા પરિગ્રહઃ ।।૭/૧૨।। મૂર્છા પરિગ્રહ છે. II૭/૧૨।। - હવે પરિગ્રહ શું છે ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર चेतनावत्स्वचेतनेषु बाह्याभ्यन्तरेषु द्रव्येषु मूर्च्छा परिग्रहः, इच्छा ગથ્થુ મૂર્ચ્છત્યનર્થાન્તરમ્ ।।૭/૧૨।। प्रार्थना कामोऽभिलाषः काङ्क्षा Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-) અધ્યાય-૭ | સૂત્ર-૧૨, ૧૩ ભાષ્યાર્થ : ચેતનાવ... અનર્થાન્તરમ્ | ચેતનાવાળાં બાહ્ય દ્રવ્યોમાં, અચેતનવાળાં બાહ્ય દ્રવ્યોમાં તથા ચેતનાવાળાં અત્યંતર દ્રવ્યોમાં અને અચેતનવાળાં અત્યંતર દ્રવ્યોમાં મૂચ્છ પરિગ્રહ છે. મૂર્છાના પર્યાયવાચી શબ્દો બતાવે છે – ઇચ્છા, પ્રાર્થના, કામ, અભિલાષ, કાંક્ષા, ગાર્થ, મૂચ્છ એ અનર્થાતર છે=મૂચ્છના એકાWવાચી શબદો છે. I૭/૧૨ા ભાવાર્થ : (પ) પરિગ્રહ - ચેતનવાળા એવા બાહ્ય ભાવો અર્થાતુ પોતાનાથી ભિન્ન પુત્રાદિ, રૂપસંપન્ન મનુષ્યાદિ કે અન્ય પણ જીવોમાં જે મૂર્છા થાય છે અર્થાત્ તેને જોઈને પ્રીતિ થાય છે, જોવાની ઇચ્છા થાય છે, આલાપ-સંલાપ કરવાનો પરિણામ થાય છે તે પરિગ્રહ છે. વળી ચેતનવાળા અભ્યતર ભાવો અર્થાતુ પોતાનામાં વર્તતા જ્ઞાન, બુદ્ધિમત્તા, ચાતુર્ય કે ગુસ્સો કરીને પોતાનું કાર્ય સાધવાની શક્તિ - તે સર્વમાં થતો મૂનો પરિણામ તે પરિગ્રહ છે. અચેતન એવા ગૃહાદિ કે ધનાદિ બાહ્ય ભાવોમાં મૂર્છા થાય તે પણ પરિગ્રહ છે. વળી અચેતન એવા દેહ અંતરવર્તી લોહી, માંસાદિ અત્યંતર દ્રવ્યોમાં મૂર્છા થાય એ પણ પરિગ્રહ છે. આનાથી એ ફલિત થાય કે જીવ જ્યાં સુધી વીતરાગ નથી ત્યાં સુધી જે પદાર્થને જોશે તે સુંદર લાગશે તો પ્રીતિ થશે અને અસુંદર લાગશે તો અપ્રીતિ થશે. બાહ્ય પદાર્થોમાં કે અત્યંતર પદાર્થોમાં મૂચ્છના પરિવાર અર્થે આત્માની સાથે અભિન્ન એવા વીતરાગભાવમાં કે વીતરાગભાવની પ્રાપ્તિના કારણીભૂત જિનવચનાદિ સદ્આલંબનોમાં સતત દૃઢ યત્નપૂર્વક રાગ પ્રવર્તે તો તે રાગ વીતરાગતા તરફ જનાર હોવાથી મૂર્છારૂપ બનતો નથી; પરંતુ જ્યારે જ્યારે ઉપયોગ આત્માના વીતરાગભાવને પ્રગટ કરવાને અનુકૂળ વ્યાપારમાં દઢ ઇચ્છાપૂર્વક પ્રવર્તતો નથી ત્યારે ત્યારે બાહ્ય પદાર્થો વિષયક જોવાની, જાણવાની જે ઉત્સુકતા આદિ થાય છે તે ઇચ્છા, કાંક્ષા આદિ મૂચ્છ સ્વરૂપ છે. આથી જ સર્વથા પરિગ્રહના ત્યાગી મુનિ દેહને પણ ધર્મના ઉપકરણરૂપે ધારણ કરી દેહકૃત કોઈ પ્રકારની શાતાના અર્થી નથી, પરંતુ દેહને સમભાવની વૃદ્ધિમાત્રમાં પ્રવર્તાવવાની ઇચ્છાવાળા છે, જેથી મૂચ્છરૂપ પરિગ્રહનો નાશ થાય. I૭/૧રના ભાષ્ય : अत्राह - गृह्णीमस्तावद् व्रतानि, अथ व्रती क इति ?, अत्रोच्यते - Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૩ ભાષ્યાર્થ : અહીં=હિંસાદિ પાંચનું સ્વરૂપ બતાવ્યું ત્યાં, પ્રશ્ન કરે છે – વ્રતોનું સ્વરૂપ અમે ગ્રહણ કર્યું=પ્રથમ સૂત્રથી શરૂ કરી અત્યાર સુધીના સૂત્રથી વ્રતોનું સ્વરૂપ અમે ગ્રહણ કર્યું. હવે વ્રતી કોણ છે ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે સૂત્રઃ નિઃશલ્યો વ્રતી ।।૭/૨૩।। સૂત્રાર્થ: - નિઃશલ્યવાળા વ્રતી છે. II૭/૧૩II ભાષ્ય : - मायानिदानमिथ्यादर्शनशल्यैस्त्रिभिर्वियुक्तो निःशल्यो व्रती भवति व्रतान्यस्य सन्तीति व्रती । तदेवं निःशल्यो व्रतवान् व्रती भवतीति । । ७ / १३ ।। ભાષ્યાર્થ - मायानिदानमिथ्या મવતીતિ।। માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાદર્શનશલ્ય એ ત્રણથી વિયુક્ત એવા નિઃશલ્ય વ્રતી હોય છે. વ્રતીની વ્યાખ્યા બતાવે છે વ્રતો છે આવે એ વ્રતી છે, આ રીતે શલ્ય વગરના વ્રતવાન વ્રતી છે. ‘કૃતિ' શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. ।।૭/૧૩|| — ભાવાર્થ: જે સાધુ કે શ્રાવક ભગવાનના વચનથી અન્ય કોઈ વચન પ્રત્યે રુચિવાળા નથી, માત્ર ભગવાનનું વચન જ કલ્યાણનું એક કારણ છે એવી સ્થિર રુચિવાળા છે, તેથી સ્વશક્તિ અનુસાર ભગવાનના વચનના પરમાર્થને જાણવા માટે અને જાણીને સ્વશક્તિ અનુસાર સેવીને વીતરાગ થવાની એક ઇચ્છાવાળા છે તેઓ મિથ્યાદર્શનના શલ્યથી રહિત છે. વળી પોતે જે વ્રતો સ્વીકાર્યાં છે તે વ્રતોમાં આત્માને ઠગીને - યથાતથા આચારો પાળીને હું વ્રતવાળો છું, એવા માયાશલ્યને ધારણ કરતા નથી પરંતુ પ્રામાણિક રીતે આત્મહિત થાય તેનું સમ્યક્ સમાલોચન કરીને માયા રહિત ઉચિત પ્રવૃત્તિઓ કરે છે. માયાશલ્ય શબ્દથી ઉપલક્ષણ દ્વારા અન્ય કષાયોનું પણ અહીં ગ્રહણ છે. પોતાનામાં વિદ્યમાન સર્વ કષાયોને વ્રતની રક્ષાને અર્થે જેઓ પ્રવર્તાવે છે તેઓ માયાશલ્ય રહિત છે અર્થાત્ માયાથી ઉપલક્ષિત ચારે કષાયોના શલ્યથી રહિત છે. Page #192 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૧૩, ૧૪ ૧૭૫ વળી પોતે જે વ્રતો સ્વીકારે છે તેના ફલરૂપે તુચ્છ ઐહિક સુખોની કે તુચ્છ પારલૌકિક સુખોની ઇચ્છા રાખતા નથી; પરંતુ પોતે જે વ્રતો સ્વીકાર્યાં છે તે વ્રતો ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને અસંગભાવનું એક કારણ બને તેવા પરિણામવાળાં છે, તેઓ નિદાનશલ્યથી રહિત છે. આ રીતે માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાદર્શનશલ્યથી રહિત - નિઃશલ્યવાળા થવાપૂર્વક પૂર્વમાં બતાવેલા હિંસાદિ પાંચથી વિરતિ આત્મક વ્રતવાળા હોવાથી વ્રતી છે. તેથી એ ફલિત થયું કે માયાશલ્યાદિ ત્રણ શલ્યોથી રહિત દેશથી કે સર્વથી સ્વીકારેલાં વ્રતોને અસંગભાવને અનુકૂળ શક્તિ સંચય થાય તે રીતે જેઓ સેવે છે તેઓ વ્રતી છે. II૭/૧૩ સૂત્રઃ અનાર્યનનારÆ ।।૭/૨૪।। સૂત્રાર્થ = અને (તે વ્રતી) અગારી અને અણગાર (એમ બે પ્રકારે છે.) Il૭/૧૪|| ભાષ્ય : स एष व्रती द्विविधो भवतीति ભાષ્યાર્થ : અનારી અનારÆ, શ્રાવ: શ્રમ શ્વેત્વર્થ: ।।૭/૨૪।। ABC ..... શ્રમળશ્વેત્વર્થ: ।। તે આ વ્રતી=સૂત્ર ૧૩માં બતાવ્યું તેવા નિઃશલ્ય એવા આ વ્રતી, બે પ્રકારના છે : અગારી અને અણગાર; શ્રાવક અને શ્રમણ, એ પ્રકારનો અર્થ છે. ૫૭/૧૪ ભાવાર્થ: અગાર એટલે ઘર, અને અગારી એટલે ઘરવાળા એવા શ્રાવકો; ત્રણ શલ્યથી રહિત સ્વભૂમિકા અનુસાર દેશથી વ્રતો ગ્રહણ કરનાર અગારી એવા શ્રાવક દેશથી વ્રતવાળા છે. સાધુની જેમ સંપૂર્ણ અસંગભાવમાં જવાની ઇચ્છાવાળા, આત્મવંચના કર્યા વગર આલોકના અને પરલોકના તુચ્છ ફળોની ઇચ્છા વગરના અને સર્વ ઉદ્યમથી સર્વવિરતિની શક્તિના સંચયના અર્થી એવા શ્રાવકો પોતાની ભૂમિકાનું આલોચન કરીને જે જે વ્રતો દ્વારા પોતે અણગાર ધર્મને અનુકૂળ શક્તિનો સંચય કરી શકે તે પ્રકારે તે તે વ્રતોને સ્વીકારીને સર્વવિરતિની શક્તિને અનુકૂળ સદા ઉદ્યમ કરનારા બને તેવા શ્રાવકો અગારીરૂપ વ્રતી છે. ઘર વગરના અણગાર છે. સર્વ પદાર્થો પ્રત્યેની મૂર્છાનો ત્યાગ કરીને પોતાના અસંગભાવને પ્રગટ કરવા અર્થે જિનવચનાનુસાર દશવિધ યતિધર્મ પાલન ક૨વામાં ઉદ્યમવાળા છે તેવા સાધુઓ અણગારરૂપ વ્રતી છે. II૭/૧૪ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ભાષ્યઃ अत्राह कोsनयोः प्रतिविशेष इति ? । अत्रोच्यते ભાષ્યાર્થ : = અહીં=વ્રતી બે પ્રકારના છે એમ પૂર્વસૂત્રમાં કહ્યું એમાં, પ્રશ્ન કરે છે આ બેમાં=અગારી અને અણગાર એ બેમાં, શું પ્રતિવિશેષ છે ?-શું ભેદ છે ? અહીં=આ પ્રકારની શંકામાં, ઉત્તર આપે છે . સૂત્ર ઃ અણુવ્રતોડરી ।।૭/।। સૂત્રાર્થ : - અણુવ્રતવાળો અગારી છે. II૭/૧૫।। ભાષ્યઃ अणून्यस्य व्रतानीत्यणुव्रतः, तदेवमणुव्रतधरः श्रावकोऽगारी व्रती भवति ।।७/१५।। ભાષ્યાર્થ : अणून्यस्य મવૃત્તિ ।। અણુ છે વ્રતો આને તે અણુવ્રતવાળા, તે કારણથી=જે કારણથી અણુવ્રતો છે આને તે કારણથી, આ રીતે અણુવ્રતવાળો=અણુવ્રતને ધારણ કરનારો, શ્રાવક અગારી વ્રતી છે. ।।૭/૧૫/ ભાવાર્થ ..... તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૧૫, ૧૬ किञ्चान्यत् - ભાષ્યાર્થ : સંસારના વાસ્તવિક સ્વરૂપને જાણીને માયાશલ્ય, નિદાનશલ્ય, મિથ્યાત્વશલ્યના ત્યાગપૂર્વક સંપૂર્ણ મહાવ્રતના પાલનના અત્યંત અર્થી હોવા છતાં જેઓમાં મહાવ્રતને પાળવાને અનુકૂળ અંતરંગ શક્તિનો સંચય થયો નથી તેઓ પોતાની શક્તિ અનુસાર અણુવ્રતોને સ્વીકારીને દેશવિરતિધર્મ પાળે છે. આવા શ્રાવકો અગારી છે અર્થાત્ ઘરવાળા છે; અને દેશથી વ્રતો પાળે છે તેથી વ્રતી છે. આવા શ્રાવકો પણ ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા કરીને પરલોક આદિની કે આલોકની આશંસા વગરના થઈને સ્વશક્તિ અનુસાર વ્રતો પાળે છે ત્યારે કષાયોને પરવશ થયા વગર ઉત્તર ઉત્તરના ગુણસ્થાનકની શક્તિનો સંચય થાય તે રીતે દેશિવરતિમાં યત્ન કરે છે તેથી નિઃશલ્ય છે અને વ્રતવાળા છે. II૭/૧૫॥ ભાષ્યઃ - વળી બીજું શું છે ? તેથી કહે છે - Page #194 -------------------------------------------------------------------------- ________________ तत्वार्थाधिगमसूत्र भाग - 3 / अध्याय -७ / सूत्र- १५ भावार्थ : અણુવ્રતધારી શ્રાવક દેશથી વ્રતી છે તે પૂર્વમાં સ્થાપન કર્યું. આવા અણુવ્રતધારી શ્રાવકમાં અન્ય શું હોય છે ? તે બતાવે છે सूत्र : १७७ दिग्देशानर्थदण्डविरतिसामायिकपौषधोपवासोपभोगपरिभोगपरिमाणातिथि संविभागव्रतसंपन्नश्च ।।७/१६।। सूत्रार्थ : हिगवत, हेरावत = देशावगासिऽव्रत, अनर्थहंडविरतिव्रत, सामायिऽव्रत, पौषधोपवासव्रत, ઉપભોગપરિભોગપરિમાણવત, અતિથિસંવિભાગવત સંપન્ન હોય છે=અણુવ્રતધારી અગારી સંપન્ન होय छे. ॥७/१५ ॥ भाष्य : I एभिश्च दिग्व्रतादिभिरुत्तरव्रतैः सम्पन्नोऽगारी व्रती भवति, तत्र दिग्व्रतं नाम तिर्यगूर्ध्वमधो दशानां दिशां यथाशक्ति गमनपरिमाणाभिग्रहः तत्परतश्च सर्वभूतेष्वर्थतोऽनर्थतश्च सर्वसावद्य (योग) निक्षेपः । देशव्रतं नाम अपवरकगृहग्रामसीमादिषु यथाशक्ति प्रविचाराय परिमाणाभिग्रहः तत्परतश्च सर्वसावद्ययोगनिक्षेपः । अनर्थदण्डो नाम उपभोगपरिभोगावस्यागारिणो व्रतिनोऽर्थः, तद्व्यतिरिक्तोऽनर्थः, तदर्थो दण्डोऽनर्थदण्डः, तद्विरतिर्व्रतम् । सामायिकं नामाभिगृह्य कालं सर्वसावद्ययोगनिक्षेपः । पौषधोपवासो नाम पौषधे उपवासः, पौषधः पर्वेत्यनर्थान्तरम्, सोऽष्टमीं चतुर्दशीं पञ्चदशीं अन्यतमां वा तिथिमभिगृह्य चतुर्थाद्युपवासिना व्यपगतस्नानानुलेपनगन्धमाल्यालंकारेण न्यस्तसर्वसावद्ययोगेन कुशसंस्तारफलकादीनामन्यतमं संस्तारकमास्तीर्य स्थानं वीरासननिषद्यानां वाऽन्यतममास्थाय धर्मजागरिकापरेणानुष्ठेयो भवति । उपभोगपरिभोगव्रतं नाम अशनपानखाद्यस्वाद्यगन्धमाल्यादीनां प्रावरणालङ्कारशयनासनगृहयानवाहनादीनां बहुसावद्यानां च वर्जनम(ल्पसावद्यानाम) पि परिमाणका (क) रणमिति । अतिथिसंविभागो नाम न्यायागतानां कल्पनीयानामन्नपानादीनां (च) द्रव्याणां देशकाल श्रद्धासत्कारक्रमोपेतं परयाऽऽत्मानुग्रहबुद्ध्या संयतेभ्यो दानमिति ।।७ / १६ ।। भाष्यार्थ : एभिश्च दानमिति । जने खा हिताहि उत्तरव्रतोथी संपन्न अगारी प्रती होय छे. त्यां Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૧૬ દિવ્રત એટલે તિર્ય, ઊર્ધ્વ અને અધઃ દશે દિશાઓમાં યથાશક્તિ ગમનપરિમાણનો અભિગ્રહ. અને તેના પરથીeતે ગમનપરિમાણના અભિગ્રહથી આગળ, સર્વભૂતોમાં અર્થથી અને અનર્થથી સર્વ સાવધ યોગનો નિક્ષેપ છેઃનિરાસ છે. દેશવ્રત એટલે અપવરક ઓરડી, ગૃહ કે ગામની સીમાદિમાં યથાશક્તિ પ્રવિચાર માટે ગમતાદિ પ્રવૃત્તિ માટે, પરિમાણનો અભિગ્રહ અને તેના પરથી=એ ક્ષેત્રની મર્યાદાવા પરથી, સર્વ જીવોમાં સર્વ સાવધ યોગનો વિક્ષેપ છે=જે ક્ષેત્રનું પરિમાણ કર્યું છે તે ક્ષેત્રથી બહારના ક્ષેત્રમાં જે સર્વ સાવધ યોગનો પરિહાર છે તે સર્વવિરતિ તુલ્ય સર્વ સાવધયોગનો પરિહાર નથી, પરંતુ “પોતાના સંસારના પ્રયોજનરૂપ અર્થથી કે નિરર્થક ચેષ્ટારૂપ અનર્થથી સાવઘયોગ થાય છે” તેવા સર્વ સાવધયોગનો પરિહાર છે. અનર્થદંડ એટલે ઉપભોગ પરિભોગ આ અગારીતો-વ્રતીનો અર્થ છે=પ્રયોજન છે, તદ્દ વ્યતિરિક્ત અનર્થ છે. તદ્ અર્થવાળો દંડ-ભોગ-ઉપભોગથી વ્યતિરિક્ત અર્થવાળો દંડ, અનર્થદંડ છે, તેની વિરતિ=અનર્થદંડની વિરતિ, વ્રત છે. સામાયિક એટલે કાળને ગ્રહણ કરીને કાલનું નિયમન કરીને, સર્વ સાવધયોગનો નિક્ષેપ=સર્વ સાવધ યોગનો ત્યાગ. પૌષધોપવાસ એટલે પૌષધમાં ઉપવાસ. પૌષધ, પર્વ એ અનર્થાન્તર છે એકાર્યવાચી શબ્દ છે. અને તે પર્વ, આઠમ, ચૌદશ અને પૂનમ, અમાસ છે અથવા અન્યતમ તિથિ છે. તેને આશ્રયીને ચતુર્નાદિ ઉપવાસ વડે, સ્નાન-અનુલેપન-ગંધ-માલ્યાદિ અલંકારના ત્યાગ વડે, સર્વ સાવધ યોગના ત્યાગ વડે, કુશ-સંથાર-ફલકાદિના અન્યતમ સંથારાનો વિસ્તાર કરીને, અથવા સ્થાન-વીરાસતનિષઘાના અવ્યતમનું આસ્થાન કરીને અન્યતમ સ્થાનનો સ્વીકાર કરીને, ધર્મજાગરિકા પરથી ધર્મજાગરિકામાં તત્પર થવાથી (પૌષધોપવાસનું) અનુષ્ઠાન કરવું જોઈએ. ઉપભોગ-પરિભોગ વ્રત એટલે અશત-પાન-ખાદ્ય-સ્વાધ, ગંધ, માલ્યાદિનું અને પ્રાવરણ–આચ્છાદન, અલંકાર, શયન, આસન, ગૃહ, યાન, વાહન આદિના બહુ સાવધનું વર્જન અને અલ્પ સાવઘનું પણ પરિમાણ કરણ છે. અતિથિસંવિભાગવ્રત એટલે વ્યાયથી પ્રાપ્ત થયેલા કલ્પનીય અન્ન-પાનાદિ દ્રવ્યોનું દેશ-કાળશ્રદ્ધા-સત્કારના ક્રમથી યુક્ત પ્રકૃષ્ટ આત્મઅનુગ્રહબુદ્ધિથી સંયતોને દાન છે. તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. ll૭/૧૬ ભાવાર્થ : દેશવિરતિધારી શ્રાવક જેમ પાંચ અણુવ્રતો ગ્રહણ કરે છે તેમ અન્ય પણ વ્રતો ગ્રહણ કરે છે, તે વ્રતો ગ્રંથકારશ્રી પ્રસ્તુત સૂત્રમાં બતાવે છે. દિવ્રતાદિ ઉત્તરવ્રતથી યુક્ત અગારી એવો શ્રાવક વ્રતી હોય છેવ્રતવાળો હોય છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૧૬ (૧) દિગવ્રત=દિક્પરિમાણવ્રત: ત્યાં પ્રથમ દિવ્રતનું સ્વરૂપ બતાવે છે – બારે વ્રતો ગ્રહણ કરેલાં હોવા છતાં શ્રાવક શાતાનો અર્થી હોવાથી તપાવેલા લોઢાના ગોળા જેવો છે. શ્રાવકને પાંચ અણુવ્રતો દ્વારા આરંભનો સંકોચ થયો હોવા છતાં ચૌદ રાજલોકવર્તી સર્વ ક્ષેત્રમાં (મન-વચન-કાયાથી) ગમનાદિ પ્રવૃત્તિનો સંભવ હોવાને કારણે તે સર્વ ક્ષેત્રને આશ્રયીને તપાવેલા ગોળા તુલ્ય આરંભની પરિણતિ શ્રાવકના ચિત્તમાં વર્તે છે. જેમ તપાવેલો લોઢાનો ગોળો જ્યાં જાય ત્યાં અન્ય જીવોનો સંહાર થાય છે તેમ શ્રાવક જ્યાં જ્યાં જાય ત્યાં મન-વચન-કાયાની પ્રવૃત્તિથી અન્ય જીવોનો સંહાર થાય છે. આ આરંભની પરિણતિનો સંકોચ કરવા માટે શ્રાવક દશે દિશાઓના ગમનપરિણામનો યથાશક્તિ સંકોચ કરે છે, જેથી તે દિશાથી બહારની દિશામાં જવાને અનુકૂળ સંકલ્પનો ઉચ્છેદ થાય છે. જેમ પાંચ અણુવ્રત ગ્રહણ કરવા દ્વારા હિંસાદિ આરંભનો સંકોચ કરવાથી ચિત્તમાં સંવરભાવ પ્રગટેલો, તેમ દિશાના પરિમાણથી ચિત્તમાં સર્વ ક્ષેત્રને આશ્રયીને જે આરંભનો પરિણામ હતો તેમાં સંવરભાવની પ્રાપ્તિ થાય છે. શ્રાવક સંપૂર્ણ નિરવદ્ય જીવનના અર્થી છે, તેથી પ્રતિદિન ભાવસાધુના દશવિધ યતિધર્મને સ્મૃતિમાં રાખીને સંપૂર્ણ નિરારંભ જીવન નિષ્પન્ન થાય તેવા સામાયિકના પરિણામની અત્યંત ઇચ્છા રાખે છે. આવા પરિણામના નિષ્પત્તિના અંગરૂપે જેમ તે પાંચ અણુવ્રતો ગ્રહણ કરે છે તેમ તે પાંચ અણુવ્રતોથી અવશેષ એવો જે આરંભનો અંશ છે તેમાં અત્યંત સંકોચ કરવા અર્થે દિશાપરિમાણનું વ્રત ગ્રહણ કરે છે, જેનાથી સર્વવિરતિને અનુકૂળ શક્તિનો સંચય થાય તે રીતે સંયમમાં યત્ન કરે છે. શ્રાવક કોઈપણ ક્ષેત્રમાં જાય તો તેનું અવસ્થાન પોતાના દેહના પરિમાણ જેટલા ક્ષેત્રમાં થાય છે. સામાન્ય રીતે તે જે ક્ષેત્રમાં વસતો હોય છે તે ક્ષેત્રમાં જે પ્રકારના આરંભ પોતે રહેલા પરિમિત ક્ષેત્રમાં કરે છે તેમ અન્ય સ્થાને જાય છે ત્યારે ત્યાં પણ જઈને તેટલા પરિમિત ક્ષેત્રમાં જ રહીને આરંભ-સમારંભ કરે છે, આમ છતાં દિપરિમાણવ્રત ગ્રહણ નહીં કરેલ હોવાથી ચિત્તમાં ભોગાદિ અર્થે સર્વ ક્ષેત્રમાં જવાનો પરિણામ વિદ્યમાન છે. આ પરિણામમાં સંવર લાવવા અર્થે દિપરિમાણવ્રત ગ્રહણ કરાય છે. જેટલા દૃઢ યત્નપૂર્વક જેટલો સંવરભાવ આત્મામાં નિષ્પન્ન થાય તેટલા અંશથી બાહ્ય પદાર્થનો સંશ્લેષ ન્યૂન થાય છે અને જેટલો બાહ્ય પદાર્થમાં સંશ્લેષ ન્યૂન થાય છે તેટલો કર્મબંધ અટકે છે. શ્રાવક જે ક્ષેત્રનું પરિમાણ કરે છે તેનાથી પર ક્ષેત્રમાં સર્વ ભાવો વિષયક આરંભ-સમારંભને આશ્રયીને અર્થથી અને અનર્થથી સાવદ્ય યોગનો પરિહાર થાય છે; કેમ કે શ્રાવક જ્યારે જિનવચનાનુસાર ઉપયોગ યુક્ત હોય ત્યારે શ્રાવકધર્મની મર્યાદા અનુસાર સર્વવિરતિની શક્તિનો સંચય થાય તે રીતે જ ભોગાદિમાં પ્રવૃત્તિ કરે છે. પોતાના સુખાદિ પ્રયોજન અર્થે સાવઘયોગની પ્રવૃત્તિ હોય છે તે વખતે અર્થદંડ હોય છે અને જે વખતે પ્રમાદયુક્ત થઈ પ્રવૃત્તિ કરવામાં આવે ત્યારે અનર્થદંડ હોય છે. દિક્પરિમાણવ્રત ગ્રહણ કરવાથી જે અર્થને આશ્રયીને દંડ હતો તેવા અર્થદંડરૂપ અને અનર્થને આશ્રયીને દંડ હતો તેવા અનર્થદંડરૂપ સર્વ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૬ સાવદ્ય યોગનો પરિહાર પોતાના દ્વારા સ્વીકારાયેલા દિશાના પરિમાણથી અન્ય ક્ષેત્ર વિષયક શ્રાવકને પ્રાપ્ત થાય છે. (૨) દેશાવગાસિકવત : દિવ્રત ગ્રહણ કર્યા પછી પ્રતિદિન દિશાને અત્યંત સંકોચ કરવા અર્થે શ્રાવક દેશાવગાસિકવ્રત ગ્રહણ કરે છે. આ વ્રતમાં શ્રાવક પ્રતિદિન દિવસના ઉચિત કાળ માટે દિશાનો અત્યંત સંકોચ કરે છે. દેશાવગાસિકવ્રતમાં ઘરના એક ઓરડામાં અમુક સમય સુધી હું રહીશ તેવી કાલાવધિથી શ્રાવક દિશાનો સંકોચ કરે છે, જેથી પોતાના આખા ઘરમાં પણ ગમનાગમનનો પ્રતિષેધ થાય છે, અથવા પોતાના ગૃહથી બહાર અમુક સમય સુધી હું જઈશ નહીં એ પ્રમાણે સંકોચ કરે છે, અથવા પોતાના ગામની સીમાદિને આશ્રયીને સંકોચ કરે છે. આ પ્રકારના સંકોચથી તેટલા સમય માટે તે ક્ષેત્રથી અધિક ક્ષેત્ર સાથે પણ અગમનના પરિણામરૂપ સંવરભાવની પ્રાપ્તિ થાય છે. આ રીતે ક્ષેત્રનો સંકોચ કરતાં કરતાં, આત્માના પોતાના શુદ્ધભાવોને છોડીને અન્યત્ર ગમનના નિષેધને અનુકૂળ શક્તિનો સંચય શ્રાવક કરે છે. અહીં (પચ્ચખ્ખાણને આશ્રયીને) કાળની અવધિ જઘન્યથી બે ઘડીની છે. તેથી બે ઘડી કે તેનાથી અધિક કાળમર્યાદાને આશ્રયીને શ્રાવક ક્ષેત્રનો સંકોચ કરે છે અને પ્રતિદિવસ ભાવન કરે છે કે સુસાધુઓ સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવો પ્રત્યે સર્વથા પ્રતિબંધ વગરના સંશ્લેષ વગરના, હોય છે, મારે પણ તે પ્રકારે સર્વત્ર સંશ્લેષ વગરના થવું છે. દેશાવગાસિકવ્રતમાં શ્રાવક કિંચિત્ કાળ સુધી જેમ ક્ષેત્રનો સંવર કરે છે તેમ ઉપલક્ષણથી ભોગોપભોગમાં પણ કિંચિત્ કાળ સુધી સંકોચ કરે છે; તેટલું જ નહીં, પાંચ અણુવ્રતો જે ગ્રહણ કર્યા છે તેમાં પણ સર્વવિરતિને અનુકૂળ વિશેષ સંકોચ કરે છે, જે સંકોચના બળથી સર્વત્ર અપ્રતિબદ્ધ માનસવાળા-મુનિ તુલ્ય થવાને અનુકૂળ શક્તિસંચયનો અધ્યવસાય પ્રગટે છે. વળી દેશાવગાસિકવ્રતથી પાંચ અણુવ્રતો અને ત્રણ ગુણવ્રતોમાં વિશેષથી સંકોચ કરાવવામાં આવે છે તે બતાવવા માટે જ ભાષ્યકારશ્રીએ કહ્યું કે તે ક્ષેત્રથી પરના ક્ષેત્રમાં સર્વ જીવોમાં અર્થથી અને અનર્થથી સર્વ સાવદ્ય યોગનો નિક્ષેપ થાય છે=અર્થદંડથી થતા સાવદ્ય યોગ અને અનર્થદંડથી થતા સાવદ્ય યોગનો પરિહાર થાય છે. માટે શ્રાવકે પોતાના ચિત્તની ભૂમિકાનું સમ્યગુ સમાલોચન કરીને જે પ્રમાણે પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનનું બાહ્ય આરંભ સમારંભથી નિવર્તન કરી શકે અને છ કાયના પાલન માટે જે પ્રકારનું દયાળુ ચિત્ત કરી શકે તે પ્રકારે યત્ન કરવો જોઈએ, જેથી દેશાવગાસિકવ્રત ઉત્તર-ઉત્તર વૃદ્ધિને પામીને સર્વથા નિરવદ્ય જીવનનું કારણ બને. (૩) અનર્થદંડવિરમણવ્રત: શ્રાવક મોક્ષનો અર્થ હોય છે, મોક્ષનો એક ઉપાય સર્વ સાવદ્ય યોગની વિરતિ છે, આ સર્વવિરતિની પ્રાપ્તિ વિષયક શક્તિનો સંચય કરવા અર્થે (જીવનજરૂરી) ભોગોપભોગ સિવાય કોઈ નિરર્થક પ્રવૃત્તિ કરીને કર્મબંધ ન થાય તેના સંકોચ અર્થે શ્રાવક અનર્થદંડની વિરતિ કરે છે. હજી ભોગોપભોગની વૃત્તિ સર્વથા નાશ પામી નથી તેથી તે ભોગપભોગની વૃત્તિનો સંકોચ કરીને અશક્યપરિહાર જણાય ત્યારે તે ભોગપભોગની Page #198 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૧૬ ૧૮૧ પ્રવૃત્તિ કરે છે. અનર્થદંડવિરમણવ્રતમાં ભોગોપભોગનું કોઈ પ્રયોજન ન હોવા છતાં કાંદર્ષિકી આદિ પાંચ પ્રકા૨ની વૃત્તિઓને કારણે આત્મામાં થતા વિકારોનું નિવર્તન કરાય છે. કાંદર્ષિકીવૃત્તિ આદિ પાંચ વૃત્તિઓ ભોગોપભોગ માટે જરૂરી નથી, તેનાથી માત્ર વિકારની વૃદ્ધિરૂપે અનર્થદંડની જ પ્રાપ્તિ થાય છે. શ્રાવકનું ચિત્ત સર્વ સાવદ્યયોગની વિરતિ તરફ અત્યંત આકર્ષણવાળું હોય છે, છતાં દેહ પ્રત્યેના મમત્વને કારણે ભોગોપભોગની પ્રવૃત્તિ સર્વથા ત્યાગ કરી શકે તેમ ન હોય તેવો શ્રાવક ભોગોપભોગના સંકોચ વિષયક સદા યત્ન કરે છે પરંતુ તેની વૃદ્ધિમાં ક્યારેય યત્ન કરતો નથી. ભોગોપભોગના સંકોચ માટેના યત્નને છોડીને ભોગોપભોગ વિષયક માનસિક વિચારણાઓ દ્વારા જે કોઈ નિરર્થક પ્રવૃત્તિઓ શ્રાવક દ્વારા થાય છે તે સર્વ અનર્થદંડરૂપ છે, તેથી તેનું સમાલોચન કરીને તેનાથી નિવૃત્તિ શ્રાવકે ક૨વી જોઈએ. (૪) સામાયિકવ્રત ઃ શ્રાવક સંપૂર્ણ નિરવદ્ય જીવનનો અર્થી હોય છે. પાંચ ઇન્દ્રિય અને મન સંસારના ભાવોમાં સંશ્લેષ પામીને કર્મબંધ કરાવે છે, તે કર્મબંધથી વિરામ પામવા માટે પાંચ ઇન્દ્રિયોને અને મનને ભગવાનના વચનથી નિયંત્રિત કરવા દ્વારા સંવર કરીને સંપૂર્ણ નિરવદ્ય જીવન પ્રાપ્ત કરવા અર્થે મોહના પરિણામનો નિરોધ કરવા શ્રાવક યત્ન કરે છે અને સર્વ જીવો પ્રત્યે દયાનો પરિણામ ઉલ્લસિત થાય તે અર્થે ષટ્કાયના પાલનનો અધ્યવસાય કરે છે. આવો અધ્યવસાય જાવજ્જીવ ક૨વા માટે શ્રાવક સમર્થ નથી તેથી સામાયિક ઉચ્ચરાવીને સામાયિકની અવધિ સુધી તે પ્રકારે મન-વચન-કાયાને પ્રવર્તાવે છે, જેથી ષટ્કાયના પાલનના અધ્યવસાય દ્વારા અને પાંચ ઇન્દ્રિય તથા છટ્ઠા મન દ્વારા દ્વિવિધ-ત્રિવિધ સાવઘયોગની વિરતિ પ્રાપ્ત થાય છે, જે સામાયિકવ્રત છે. આ સામાયિકવ્રતની જઘન્ય કાલાવધિ બે ઘડીની છે, તેના પૂર્વે સામાયિક પારી શકાય નહીં; જ્યારે સામાયિકની ઉત્કૃષ્ટ કાલાવધિ અનિયત છે. કોઈની શક્તિ હોય તો બે ઘડીથી અધિક દશ-પંદર મિનિટ જે કાંઈ શક્ય હોય તેટલો સમય સામાયિકમાં અવસ્થાન કરે તે ભાવવૃદ્ધિનું જ કારણ છે. આથી જેમ પચ્ચક્ખાણ પારતી વખતે તિ૨ીયં શબ્દથી અધિક કાલ પસાર કર્યો છે તેમ જણાવવામાં આવે છે, જે પચ્ચક્ખાણની મર્યાદામાં અતિશયતારૂપ છે, તેથી અધિક લાભનું કારણ છે; તેમ સામાયિકમાં પણ અધિક કાળ પસાર થાય તે અધિક લાભનું કારણ છે. હા, માત્ર અધિક કાળ સાથે અધિક નિર્જરાનો સંબંધ નથી, પરંતુ સમભાવના પરિણામને અનુકૂળ, સમભાવના રાગપૂર્વક, સમભાવને અનુકૂળ કરાતા યત્નના પ્રકર્ષથી નિર્જરાનો પ્રકર્ષ થાય છે. તેથી નિર્જરાના અર્થી શ્રાવકે શક્તિના સંચયાર્થે સામાયિક દરમિયાન સમભાવની વૃદ્ધિ થાય તે પ્રકારે જ મન, વચન, કાયાથી કરણના ત્રણ અને કરાવણના ત્રણ એમ છ પ્રકારની અવિરતિના ત્યાગમાં જ ઉદ્યમ ક૨વો જોઈએ, જેથી સમભાવનો પરિણામ પ્રગટે. (૫) પૌષધોપવાસવ્રત ઃ પૌષધોપવાસ એટલે પૌષધમાં ઉપવાસ=પર્વતિથિઓમાં આત્મા પોતાના મૂળ સ્વભાવને પ્રગટ ક૨વાને અનુકૂળ વ્યાપારવાળો થાય તે પૌષધમાં ઉપવાસ છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩અધ્યાય-૭ | સૂત્ર-૧૬ પૌષધની વ્યુત્પત્તિ કરે છે – પોષને કરે તે પૌષધ. શેના પોષને કરે ? તેથી કહે છે – ધર્મનું પોષણ કરે તે પૌષધ. શ્રાવક માટે ધર્મનું પોષણ કરનાર અષ્ટમી આદિ પર્વતિથિઓ છે. તેથી પૌષધ શબ્દથી પર્વતિથિનું ગ્રહણ છે. પર્વતિથિમાં શ્રાવક ચાર પ્રકારના પૌષધ કરે છે. (૧) આહારપૌષધ, (૨) શરીરસત્કારપૌષધ, (૩) બ્રહ્મચર્યપૌષધ અને (૪) અવ્યાપારપૌષધ. શ્રાવક આહાર સંજ્ઞાનો નિરોધ કરીને અણાહારીભાવને ઉલ્લસિત કરવા અર્થે અને દેહના મમત્વના ત્યાગાર્થે ચતુર્થ ભક્તાદિ ઉપવાસ આત્મક આહારપૌષધ કરે છે. વળી દેહ પ્રત્યે નિર્લેપભાવ કરવા અર્થે અને સાવદ્ય પ્રવૃત્તિના પરિહાર અર્થે દેહના સત્કારાદિરૂપ ક્રિયાનું વર્જન કરવા સ્વરૂપ શરીરસત્કારપૌષધ કરે છે. વળી સાધુની જેમ સંપૂર્ણ બ્રહ્મચર્યની પ્રાપ્તિનો કાંઈક અંશે આસ્વાદ ચાખવા માટે શ્રાવક પૌષધના કાળપર્યત સર્વથા બ્રહ્મચર્યને અંગીકાર કરવા આત્મક બ્રહ્મચર્યપૌષધ કરે છે વળી, શ્રાવક આત્મામાં ધર્મબુદ્ધિ સ્થિર થાય તેવા સંસ્કારના આધાનને અનુકૂળ, મન-વચન-કાયાથી થતા સર્વ સાવઘયોગના પરિહાર આત્મક અવ્યાપારપૌષધ કરે છે. આહારપૌષધ આદિ ચારમાં અવ્યાપારપૌષધ પ્રધાન છે. શ્રાવક આહારપૌષધ આદિ ચાર કરવાપૂર્વક સંથારાદિનો વિસ્તાર કરીને તેના ઉપર વીરાસનાદિ આસનપૂર્વક સ્થિર થઈને ધર્મજાગરિકામાં ઉદ્યમ કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે શ્રાવક પૌષધ દરમિયાન સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવો પ્રત્યે ચિત્તનો સંશ્લેષ ન થાય તે રીતે આત્મામાં ધર્મની વૃદ્ધિ થાય તેને અનુરૂપ ઉચિત ભાવનાઓથી આત્માને વાસિત કરે છે, જેથી સર્વવિરતિને અનુકૂળ મહાબળનો સંચય થાય. શ્રાવક આ રીતે પૌષધ દરમિયાન યત્ન કરે છે, તેમાં જો તેનામાં તથાવિધ વિર્ય હોય=શારીરિક શક્તિ હોય, તો શ્રાવક આખી રાત કાયોત્સર્ગ કરવા આદિ પૂર્વક ધર્મજાગરિકામાં જ પસાર કરે છે, પરંતુ રાત્રિનો સમય છે માટે સૂવું જોઈએ એ પ્રકારનો યત્ન શ્રાવક પૌષધ દરમિયાન કરતો નથી. ક્વચિત્ દેહની તેવી સ્થિરતા ન રહે તો અત્યંત યતનાપૂર્વક અલ્પકાળ માટે નિદ્રા કરે છે. (૬) ભોગોપભોગવિરમણવ્રતઃ શ્રાવક સતત સર્વવિરતિધર્મના સ્વરૂપનું ચિંતવન કરીને સંપૂર્ણ નિરવ જીવન પ્રાપ્ત કરવાના અત્યંત અર્થી હોય છે અને શક્તિ અનુસાર નવું નવું શાસ્ત્ર ભણીને પોતાની તત્ત્વની રુચિને સ્થિર કરતા હોય છે. તેથી ભોગોપભોગની સાવદ્ય પ્રવૃત્તિ પોતાના જીવનમાં જે વિદ્યમાન છે તેને અલ્પ-અલ્પતર કરવાના અત્યંત અર્થી છે. તેને માટે શ્રાવક અત્યંત સાવદ્ય એવા ભોગપભોગનું વર્જન કરે છે અને અલ્પ સાવદ્ય હોય તેવા Page #200 -------------------------------------------------------------------------- ________________ તવાર્યાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૬, ૧૭ ૧૮૩ પણ ભોગોની સામગ્રીનું પરિમાણ કરે છે. તેથી ભોગપભોગના વિષયભૂત આહાર, પાણી, સુગંધી પદાર્થો, વસ્ત્ર-અલંકાર, શયન, આસન, ગૃહ, વાહન આદિ જે પદાર્થો બહુસાવદ્ય સ્વરૂપ હોય તેનો શ્રાવક પરિહાર કરે છે. વળી, શ્રાવક જેમાં સાવદ્ય પ્રવૃત્તિ ઘણી ઓછી હોય તેવા ભોગોપભોગનાં સાધનોનું પણ પરિમાણ કરીને અલ્પ કરવા પ્રયત્ન કરે છે. સંયમ ગ્રહણ કરવા યોગ્ય શક્તિનો સંચય કરવા અર્થે જ શક્તિ અનુસાર ભોગોપભોગમાં સંકોચ કરી કરીને સંપૂર્ણ નિરવદ્ય જીવન જીવવાને અનુકૂળ માનસ ઉત્પન્ન કરે છે અને શક્તિનો સંચય થાય ત્યારે સર્વવિરતિને ગ્રહણ કરે છે. (૭) અતિથિસંવિભાગવ્રત શ્રાવક ન્યાયપૂર્વક ધનાર્જનાદિ કરીને પોતાના શ્રાવકજીવનને ઉચિત એવાં અન્ન-પાનાદિ દ્રવ્યો પોતાના માટે બનાવે છે, તે અન્ન-પાનાદિ દ્રવ્યો સાધુને નિર્દોષ હોવાથી કલ્પનીય છે. શ્રાવક વિચારે છે કે સંયમ માટે આ દ્રવ્યોનો ઉપયોગ કરીને સુસાધુઓ સંયમની વૃદ્ધિ કરશે તેથી તે દ્રવ્ય સફળ થશે, હું પણ તેઓની ભક્તિ કરીને તેઓની જેમ સંયમની શક્તિનો સંચય કરું. આ પ્રકારે વિશુદ્ધ અધ્યવસાયપૂર્વક દેશકાળ, પોતાની શ્રદ્ધા, સાધુના ગુણને અનુરૂપ સત્કાર અને વહોરાવવાના ઉચિત ક્રમપૂર્વક શ્રાવક સાધુને જે દાન આપે છે તે અતિથિસંવિભાગવત છે. શક્તિસંપન્ન શ્રાવક આ રીતે સાધુની પ્રાપ્તિ હોય તો પ્રતિદિન પોતાના માટે કરાયેલા ભોજનાદિથી સુસાધુની ભક્તિ કરીને સંયમની શક્તિની વૃદ્ધિ કરે છે, તે અતિથિસંવિભાગવત છે. Il૭/૧કા ભાષ્ય : किञ्चान्यदिति - ભાષ્યાર્થ : વળી અન્ય શું છે ?–અણુવ્રતધારી શ્રાવક પૂર્વસૂત્રમાં કહ્યું તેવાં વ્રતો ગ્રહણ કરે છે એનાથી અન્ય શું કરે છે ? તે બતાવે છે – સૂત્ર : मारणान्तिकी संलेखनां जोषिता ।।७/१७।। સૂત્રાર્થ - મારણાન્તિકી સંલેખનાને જોષિતા કરનારો, શ્રાવક થાય છે. II૭/૧૭ના ભાષ્ય : कालसंहननदौर्बल्योपसर्गदोषाद् धर्मावश्यकपरिहाणिं मरणं वाऽभितो ज्ञात्वाऽवमौदर्यचतुर्थषष्ठाष्टमभक्तादिभिरात्मानं संलिख्य संयमं प्रतिपद्योत्तमव्रतसम्पन्नश्चतुर्विधाहारं प्रत्याख्याय याव Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૭ ज्जीवं भावनाऽनुप्रेक्षापर: स्मृतिसमाधिबहुलो मारणान्तिकीं संलेखनां जोषिता उत्तमार्थस्याराधको ભવતીતિ ।।૭/૨।। ભાષ્યાર્થ : कालसंहनन મવતીતિ ।। કાલ, સંઘયણના દૌર્બલ્યના કારણે, ઉપસર્ગના દોષને કારણે, ધર્મના આવશ્યકની પરિહાણિને અથવા ચારેબાજુથી મરણને જાણીને, અવમઔદર્ય=ઊણોદરી, ચતુર્થ, ષષ્ઠ, અષ્ટમભક્તાદિ વડે આત્માનું સંલેખન કરીને=દેહનું સંલેખન કરીને, સંયમ સ્વીકારીને=સર્વ સાવધયોગના ત્યાગનો સ્વીકાર કરીને, ઉત્તમ વ્રતસંપન્ન એવો શ્રાવક ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન કરીને જાવજ્જીવ સુધી ભાવનામાં અને અનુપ્રેક્ષામાં તત્પર=ભાવનામાં અને અનુપ્રેક્ષામાં યત્નશીલ, સ્મૃતિ સમાધિ બહુલ મારણાન્તિક સંલેખનાને કરનાર ઉત્તમાર્થનો આરાધક થાય છે=જીવનના અંતિમ સમયમાં કરવા યોગ્ય સંલેખના દ્વારા પ્રકૃષ્ટ પુરુષાર્થરૂપ મોક્ષનો આરાધક થાય છે. ‘કૃતિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. ।।૭/૧૭|| ભાવાર્થ: સંલેખનાવ્રત : શ્રાવક સ્વભૂમિકા અનુસાર ૧૨ વ્રતોને પાળ્યા પછી કાળને કારણે ધર્મના આવશ્યકની પરિહાણિ થતી જાણે, અથવા સંઘયણની દુર્બલતાને કારણે ધર્મના આવશ્યકની પરિહાણિને જાણે અથવા રોગાદિ ઉપસર્ગને કારણે ધર્મના આવશ્યકની પરિહાણિને જાણે અથવા ચારેબાજુથી મરણ ઉપસ્થિત થયું છે તેમ જાણે ત્યારે જીવનના અંત સમયે કરવા યોગ્ય આરાધના માટે તત્પર થાય છે. તે વિચારે છે કે હવે આ દેહ ધર્મના ઉચિત કૃત્યો કરવા માટે સમર્થ નથી તેથી વિધિપૂર્વક આ દેહનો ત્યાગ કરીને મારા આત્માનું વિશેષ હિત સાધવા માટે હું યત્ન કરું. પોતાની કાયાને સંલેખના કરવા માટે પ્રથમ આહાર અલ્પ કરે છે અર્થાત્ ઊણોદરીનું પાલન કરે છે અને પોતાની શક્તિ અનુસાર ઉપવાસ-છટ્ઠ-અટ્ટમ આદિ તપ કરે છે. તેના દ્વારા પોતાના શ૨ી૨ને કસે છે, જેથી શરીર પ્રત્યેનો પ્રતિબંધ દૂર થાય. તે તપાદિકાળમાં જેમ તપાદિ દ્વારા કાયાને સંલેખન કરે છે તેમ સૂત્રના અર્થોનું ચિંતન-મનન કરવા દ્વારા આત્માને શુભભાવોથી વાસિત કરીને પોતાના ચિત્તમાં વર્તતા કષાયોનું પણ સંલેખન કરે છે. ફલસ્વરૂપે જેમ જેમ કાયા ક્ષીણ થાય છે અને સૂત્ર-અર્થના ભાવનથી આત્મા અલ્પ-અલ્પતર કષાયવાળો થાય છે, જેથી ચિત્ત દૃઢ પ્રણિધાનપૂર્વક નિર્લેપ પરિણામની વૃદ્ધિના યત્નવાળું બને છે, તેમ તેમ કષાયોની સંલેખના થાય છે. આ રીતે સંલેખના કર્યા પછી શ્રાવક સંયમને સ્વીકારે=શક્તિ હોય તો સર્વ સાવઘયોગનો ત્યાગ કરે. પાંચ મહાવ્રતોરૂપ ઉત્તમવ્રતને પામેલો તે શ્રાવક ચાર પ્રકારના આહારનું જાવજ્જીવ સુધી પ્રત્યાખ્યાન કરે છે અને ભાવનાથી અને અનુપ્રેક્ષાથી આત્માને વાસિત ક૨વા યત્ન કરે છે અર્થાત્ અનિત્ય આદિ બાર Page #202 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૧૭, ૧૮ ૧૮૫ ભાવનાઓથી આત્માને અત્યંત વાસિત કરવા યત્ન કરે છે. સંસારના વાસ્તવિક સ્વરૂપનું અનુપ્રેક્ષણ કરવામાં તત્પર થઈને અને સંસારના ઉચ્છેદનું પ્રબળ કારણ ક્ષપકશ્રેણી છે તેને પ્રાપ્ત કરવાની પરિણતિનું સૂક્ષ્મ અનુપ્રેક્ષણ કરીને સંસારના ભાવોથી આત્મા નિર્લેપ-નિર્લેપતર થાય તેવો યત્ન કરે છે. પોતાનાં વ્રતોની સ્મૃતિ અને જગતના ભાવોથી પર થવાના કારણે તે સમાધિબહુલ બને છે=વ્રતોની અત્યંત સ્મૃતિ અને ચિત્ત અત્યંત સમાધિવાળું બને તેવા યત્નવાળું થવાને કારણે શ્રાવક પ્રચુર સમાધિ યુક્ત થાય છે. આ રીતે મારણાન્તિક સંલેખના કરનાર શ્રાવક ઉત્તમાર્થનો આરાધક થાય છે=મોક્ષ માટે જે પ્રકૃષ્ટ પ્રયત્ન કરીને મનુષ્યભવને સફળ કરવાનો છે તે રીતે મનુષ્યભવને સફળ કરવા દ્વારા મોક્ષનો આરાધક થાય છે. તેથી શ્રાવકે મરણકાળ ઉપસ્થિત થાય તેના પૂર્વે પણ યથાશક્તિ કષાયોની સંલેખના કરીને આત્માને તે રીતે ભાવનાઓ દ્વારા વાસિત કરવા દીર્ઘકાળ સુધી યત્ન કરવો જોઈએ, જેથી તે સુઅભ્યસ્ત ભાવો મરણ વિષયક પીડાકાળમાં પણ સુખપૂર્વક ઉપસ્થિત રહે. આ શુભભાવોના બળથી ઉત્તરના ઉત્તમ જન્મની પ્રાપ્તિ થાય છે. II૭/૧ણા ભાષ્ય : एतानि दिग्वतादीनि शीलानि भवन्ति, “निःशल्यो व्रती” (अ० ७, सू० १३) इति वचनादुक्तं भवति-व्रती नियतं सम्यग्दृष्टिरिति, तत्र - ભાષ્યાર્થ આ દિવ્રતાદિ શીલો છે=સૂત્ર-૧૬ અને સૂત્ર-૧૭માં બતાવેલ દિવ્રતાદિ અને સંલેખના શીલો છે ચારિત્રની પરિણતિ છે, સૂત્ર-૧૩માં નિઃશલ્ય વ્રતી’ એ પ્રમાણે વચનથી કહેવાયેલું થાય છે=અર્થથી કહેવાયેલું થાય છે. શું કહેવાયેલું થાય છે? તેથી કહે છે – વ્રતી નિયત સમ્યગ્દષ્ટિ હોય છે. એથી ત્યાં=સમ્યક્તમાં, શું શું અતિચાર હોય છે ? તે બતાવે છે – ભાવાર્થ : સૂત્ર-૧૬ અને સૂત્ર-૧૭માં બતાવ્યું એ ચારિત્રની પરિણતિરૂપ શીલાદિ છે. તેથી શીલાદિવાળો શ્રાવક વ્રતી છે તેવો અર્થ પ્રાપ્ત થાય છે. સૂત્ર-૩માં ગ્રંથકારશ્રીએ કહેલ કે ત્રણ શલ્યથી રહિત વ્રતવાળો હોય છે. તેથી એ ફલિત થયું કે જે જીવમાં સમ્યક્ત હોય તે નિયમો માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાત્વશલ્યથી રહિત હોય છે. વ્રતવાળો શ્રાવક નિયમો સમ્યગ્દષ્ટિ હોય છે, કેમ કે જો ત્રણ શલ્યમાંથી કોઈ શલ્ય હોય તો સમ્યક્ત નથી અને સમ્યક્ત ન હોય તો વ્રતોનું પાલન હોવા છતાં તે વ્રતી નથી; કેમ કે નિઃશલ્ય નથી. તેથી વ્રતી થવા માટે નિઃશલ્ય થવું જોઈએ અને નિઃશલ્ય સમ્યગ્દષ્ટિ જીવ જ હોય છે. તેથી સમ્યનાં પાંચ અતિચારો બતાવે છે – Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮ तत्याधिगमसूत्रनाग-3/अध्याय-७/सूत्र-१८ सूत्र: शङ्काकाङ्क्षाविचिकित्साऽन्यदृष्टिप्रशंसासंस्तवाः सम्यग्दृष्टेरतीचाराः ।।७/१८।। सूत्रार्थ : શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અવ્યદૃષ્ટિની પ્રશંસા (અને) અચદષ્ટિનો સંતવ સમ્યગ્દષ્ટિના मतियारी छ सभ्यर्शनना पांय मतियारो छे. II७/१८|| भाष्य : शङ्का काङ्क्षा विचिकित्सा अन्यदृष्टिप्रशंसा संस्तवः इत्येते पञ्च सम्यग्दृष्टेरतिचारा भवन्ति, अतिचारो व्यतिक्रमः स्खलनमित्यनर्थान्तरम् । अधिगतजीवाजीवादितत्त्वस्यापि भगवतः शासनं भावतोऽभिप्रपन्नस्यासंहार्यमतेः सम्यग्दृष्टेरर्हतोक्तेषु अत्यन्तसूक्ष्मेष्वतीन्द्रियेषु केवलागमगम्येष्वर्थेषु यः सन्देहो भवति ‘एवं स्यादेवं न स्यादिति सा शङ्का । ऐहलौकिकपारलौकिकेषु विषयेष्वाशंसा काङ्क्षा, सोऽतिचारः सम्यग्दृष्टेः, कुतः ? काङ्किता ह्यविचारितगुणदोषः समयमतिक्रामति । विचिकित्सा नाम 'इदमप्यस्तीदमपि' इति मतिविप्लुतिः । अन्यदृष्टिरित्यर्हच्छासनव्यतिरिक्तां दृष्टिमाह, सा द्विविधा - अभिगृहीता चानभिगृहीता च तद्युक्तानां क्रियावादिनामक्रियावादिनामज्ञानिकानां वैनयिकानां च प्रशंसासंस्तवौ सम्यग्दृष्टेरतिचार इति । अत्राह - प्रशंसासंस्तवयोः कः प्रतिविशेष इति ?, अत्रोच्यते - ज्ञानदर्शनगुणप्रकर्षोद्भावनं भावतः प्रशंसा, संस्तवस्तु सोपधं निरुपधं च भूताभूतगुणवचनमिति ।।७/१८ ।। भाष्यार्थ : शङ्का ..... वचनमिति ।। शंst, sial, पिल्सिा , सत्य हटिनी प्रशंसा (सने) सव्यष्टिनो સંતવ એ પાંચ સમ્યગ્દષ્ટિના અતિચારો છે. અતિચારના પર્યાયવાચી બતાવે છે – અતિચાર, વ્યતિક્રમ, સ્કૂલન એ અનર્થાન્તર છે=એકાર્યવાચી શબ્દો છે. પ્રાપ્ત કરાયેલા જીવાજીવાદિ તત્વોવાળા પણ ભાવથી ભગવાનના શાસનને સ્વીકારાયેલા અસંહાર્ય મતિવાળા=અવ્યદર્શનના વચનથી વિપર્યાસ ન પામે તેવી મતિવાળા, સમ્યગ્દષ્ટિને ભગવાને કહેલા અત્યંત સૂક્ષ્મ અતીન્દ્રિય અર્થવાળા કેવલ આગમગ્રાહ્ય તત્ત્વમાં જે સંદેહ થાય છે=આ પ્રમાણે છે કે આ પ્રમાણે નથી' એ પ્રકારની શંકા થાય છે, તે આશંકા છે. ઈહલૌકિક (અને) પારલૌકિક વિષયોમાં આશંસા કાંક્ષા છે, તે સમ્યગ્દષ્ટિનો અતિચાર છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૮ કયા કારણથી અતિચાર છે ? તેથી કહે છે – કાંક્ષાવાળો=આલોક અને પરલોકના વિષયમાં આશંસાવાળો, અવિચારિત ગુણદોષવાળો, સમયનું અતિક્રમણ કરે છે=ભગવાનના શાસનના સિદ્ધાંતનું અતિક્રમણ કરે છે. વિચિકિત્સા એટલે આ પણ છે અને આ પણ છે એ પ્રકારે મતિની વિધ્વતિ=મતિનો વિપર્યાસ. અવ્યદૃષ્ટિ એટલે અરિહંતના શાસનથી વ્યતિરિક્ત એવી દષ્ટિને કહે છે. તે અવ્યદૃષ્ટિ, બે પ્રકારની છે – અભિગૃહીત અને અનભિગૃહીત=અભિગૃહીત મિથ્યાષ્ટિની અભિગૃહીતા અત્યદષ્ટિ છે અને અનભિગૃહીતમિથ્યાદષ્ટિની અનભિગૃહીતા અવ્યદૃષ્ટિ છે. અને તેનાથી યુક્તઅવ્યદૃષ્ટિથી યુક્ત, એવા ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનિક અને વૈયિકોની પ્રશંસા અને સંસવ સમ્યગ્દષ્ટિનો અતિચાર છે. અહીં પ્રશંસા અને સંસ્તવમાં, પ્રશ્ન કરે છે – પ્રશંસા અને સંસ્તવમાં શું પ્રતિવિશેષ છે? શું ભેદ છે ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – જ્ઞાન-દર્શન ગુણના પ્રકર્ષનું ઉભાવન ભાવથી પ્રશંસા છે. વળી સંસ્તવ સોપવૅ ઉપાધિસહિત કપટરૂપ ઉપાધિ સહિત, નિરુપથં કપટરૂપ ઉપાધિથી રહિત, વિદ્યમાન કે અવિદ્યમાન ગુણનું વચન એ સંસ્તવ છે. I૭/૧૮. ભાવાર્થ : વ્રતધારી શ્રાવક હંમેશાં સમ્યગ્દષ્ટિ જ હોય છે, કેમ કે નિઃશલ્ય વતી કહેવાથી માયાદિ ત્રણ શલ્યથી રહિત વતી હોય છે. માયાદિ ત્રણે શલ્ય મિથ્યાત્વ સાથે અવિનાભાવી છે. તેથી વતી એવા સમ્યગ્દષ્ટિમાં પાંચ અતિચારો સંભવે છે તે ભાષ્યકારશ્રી બતાવે છે – અતિચાર એટલે વ્રતોનું અતિક્રમણ, વ્રતોનું અલન. સમ્યક્તના પાંચ અતિચારોમાંથી કોઈપણ અતિચાર પ્રાપ્ત થાય ત્યારે સમ્યક્તરૂપ ગુણનું અલન થાય છે. (૧) શંકાઅતિચાર - તેમાં પ્રથમ શંકાઅતિચાર બતાવે છે – શ્રાવક સમ્યક્ત સ્વીકાર્યા પછી સમ્યક્તની શુદ્ધિ અર્થે અને વૃદ્ધિ અર્થે સતત નવું નવું અધ્યયન સ્વશક્તિ અનુસાર અવશ્ય કરે છે અને જીવાદિ તત્ત્વોનો સૂક્ષ્મ-સૂક્ષ્મતર બોધ કરવા યત્ન કરે છે. ભગવાને જે પ્રકારે જીવાદિ પદાર્થો કહ્યો છે તે પ્રકારે જ રુચિપૂર્વક શ્રદ્ધા કરે છે. અન્યદર્શનના વચનથી જેની મતિ આક્ષેપ પામે તેવી નથી પરંતુ ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધા છે તેવા સમ્યગ્દષ્ટિને ભગવાનના શાસનમાં કહેવાયેલા અત્યંત સૂક્ષ્મ અને ઇન્દ્રિયોથી અગમ્ય કેવલ આગમગ્રાહ્ય અર્થોમાં જે સંદેહ થાય છે કે આ વસ્તુ આ પ્રમાણે છે=જે પ્રમાણે શાસ્ત્રમાં ઉલ્લેખ મળે છે તે પ્રમાણે છે કે આ પ્રમાણે છે–પોતાને યુક્તિથી અન્ય પ્રકારે જણાય છે એ પ્રમાણે છે ? એ પ્રકારની શંકા તે અતિચારરૂપ છે; કેમ કે ભગવાનનું વચન કષ-છેદતાપ શુદ્ધ છે, તેની પરીક્ષા કર્યા પછી શાસ્ત્રમાં કહેલાં વચનો જે યુક્તિગમ્ય હોય તેને યુક્તિથી જાણવા યત્ન Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૮ કરવો જોઈએ અને આગમગમ્ય હોય તે પદાર્થોને આગમવચનથી જ સ્વીકારવા જોઈએ; પરંતુ આગમગ્રાહ્ય અર્થોમાં સ્વમતિ અનુસાર વિકલ્પ કરીને અન્યથારૂપે શંકા કરવી તે જિનવચનમાં અશ્રદ્ધારૂપ હોવાથી સમ્યક્તના અતિચારરૂપ છે=સમ્યક્તમાં સ્કૂલનરૂપ છે. (૨) કાંક્ષાઅતિચાર - સમ્યગ્દષ્ટિ જીવ મોક્ષનો અત્યંત અર્થી હોય છે, પરંતુ તુચ્છ એવા આલોકના અને પરલોકના વિષયોની ઇચ્છા કરતો નથી. આમ છતાં તીવ્ર અવિરતિનો ઉદય હોય તો ભોગનો ત્યાગ ન પણ કરી શકે; છતાં તેને ઇચ્છા તો ભોગના સંક્લેશ વગરની સર્વ કર્મ રહિત એવી મુક્ત અવસ્થાની જ હોય છે. ક્યારેક વિષયોનું આકર્ષણ થવાથી આલોકના સુખોની આકાંક્ષા થાય કે પરલોકના સુખોની આકાંક્ષા થાય, તે સમ્યત્વનો અતિચાર છે અર્થાત્ સમ્યત્વગુણ એ પ્રકારની આકાંક્ષાથી અલિત થાય છે. કેમ ? તેથી ભાષ્યકારશ્રી કહે છે – આલોકનાં અને પરલોકનાં સુખોમાં કાંક્ષાવાળો સમ્યગ્દષ્ટિ જીવ અવિચારિતગુણ-દોષવાળો બને છે; કેમ કે સંસારનાં વૈષયિક સુખો જીવને ક્લેશ કરાવનારાં છે, તેથી વિચારકને તેની કાંક્ષા થાય નહીં, પરંતુ પોતાને ત્યાગ કરવાની શક્તિ ન હોય તો ધીરે-ધીરે પણ વિષયોને ત્યાગ કરવાને અનુકૂળ શક્તિનો સંચય કરે છે. તેના બદલે ધર્મ સેવીને એવાં તુચ્છ વૈષયિક સુખોની કાંક્ષા થાય ત્યારે તે સમ્યગ્દષ્ટિ જીવ વિષયોના દોષોમાં અને વિષયોના ત્યાગથી થતા ગુણોમાં અવિચારિત પ્રજ્ઞાવાળો બને છે. તેથી શાસ્ત્રનું અતિક્રમણ કરે છે અર્થાત્ ભગવાનના વચનમાં સ્થિર શ્રદ્ધાનું ઉલ્લંઘન કરે છે. આથી જ તે જીવ કાંઈક સુખશીલિયા સ્વભાવને કારણે બૌદ્ધદર્શનના બાહ્યત્યાગ વગરના અને ધ્યાનથી મોક્ષ સાધવાના વચનને સાંભળીને તે ધર્મને અંગીકાર કરવાની ઇચ્છાવાળો થાય છે, જેથી તેનું સમ્યક્ત મલિન બને છે. આનાથી એ ફલિત થાય કે સમ્યગ્દષ્ટિ જીવને આલોકના અને પરલોકના વિષયોની આકાંક્ષા થાય નહીં. જેમ કોઈને ખણજ થયેલી હોય તે ખણજની ક્રિયા કરે; પરંતુ ખણજ મને પ્રાપ્ત થાઓ' તેવી ઇચ્છા કરે નહીં, તેમ સમ્યગ્દષ્ટિ જીવ પણ વિષયોની ઇચ્છાથી આકુળ થાય ત્યારે વિષયોની પ્રવૃત્તિ કરે, પણ તુચ્છ એવા આલોકનાં અને પરલોકનાં ભૌતિકસુખો મને પ્રાપ્ત થાઓ' તેવી આકાંક્ષા કરે નહીં. આવી આકાંક્ષા થાય ત્યારે સમ્યગ્દષ્ટિ જીવમાં પણ ગુણદોષની વિચારણામાં વિપર્યાસ થાય છે. આથી જ વિષયોની પરિણતિ પીડારૂપ હોવા છતાં તેની પ્રાપ્તિની આકાંક્ષા થાય છે. આવી આકાંક્ષા સમ્યક્તને મલિન કરે છે. આ પ્રકારના કાંક્ષાઅતિચારના વર્ણન ઉપરથી અવંતિસુકુમાલને થયેલ સ્વર્ગની આકાંક્ષા પણ સમ્યક્તનો કાંક્ષારૂપ અતિચાર છે, એમ જણાય છે, તત્ત્વ બહુશ્રુતો વિચારે. અહીં વિશેષ એ જણાય છે કે સમ્યગ્દષ્ટિને ભોગની ઇચ્છા થાય, પરંતુ ભોગના ઇચ્છાકાળમાં પણ તે ભોગશક્તિને ક્ષીણ કરવાની ઇચ્છાવાળો હોય છે. જેમ કોઈને પણ થઈ હોય ત્યારે પણ ખણવાની ઇચ્છા Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ તવાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૮ હોવા છતાં તેનામાં ખણજના રોગને ક્ષીણ કરવાની ઇચ્છા અવશ્ય વર્તે છે, પરંતુ ખણજ વૃદ્ધિની ઇચ્છા ક્યારેય થતી નથી, તેમ સમ્યગ્દષ્ટિને પણ આલોકના અને પરલોકના વિષયોની વૃદ્ધિની ઇચ્છા ક્યારેય વર્તતી નથી. ખણજનો રોગી જેમ રોગથી આકુળ થઈ ખણજની પ્રવૃત્તિ કરે છે તેમ ભોગની ઇચ્છાથી આકુળ સમ્યગ્દષ્ટિ જીવ ભોગમાં પ્રવૃત્તિ કરે છે તોપણ તે ભોગશક્તિને ક્ષણ કરવાની ઇચ્છાવાળો હોવાથી તે સંવેગસારા પાપપ્રવૃત્તિ કરે છે અર્થાત્ સંવેગથી યુક્ત થઈને ભોગની ઇચ્છા મંદ થાય તે રીતે ભોગની પ્રવૃત્તિ કરે છે. (૩) વિચિકિત્સાઅતિચાર :વિચિકિત્સા એટલે પોતાના વડે સેવાતા ધર્મ અનુષ્ઠાનના ફળમાં સંદેહ. કયા પ્રકારનો સંદેહ થાય છે ? તે સ્પષ્ટ કરતાં ભાષ્યકારશ્રી કહે છે – સંસારમાં કરાતી ક્રિયામાં ‘આ પણ છે અર્થાત્ આ ક્રિયા ફળયુક્ત પણ છે” અને “આ પણ છે અર્થાત્ આ ક્રિયા ફળરહિત પણ છે એ પ્રકારે જોવાથી પોતે જે ધર્મકૃત્ય કરે છે તેના ફળના વિષયમાં પણ એ પ્રકારનો સંદેહ થાય છે કે “મારા ધર્મકૃત્યનું વાસ્તવિક ફળ છે કે વાસ્તવિક ફળ નથી ?' આ પ્રકારનો મતિનો વિપ્લવ એ વિચિકિત્સા છે. આશય એ છે કે સમ્યજ્ઞાનપૂર્વકની કરાયેલી ક્રિયા ક્યારેય નિષ્ફળ થતી નથી, પરંતુ સમ્યજ્ઞાનના અભાવને કારણે કે સમ્યજ્ઞાનના અનિયંત્રણને કારણે ક્રિયાના ફળના અભાવની પ્રાપ્તિ થાય છે. જેમ રસોઈ કરનારાં બહેનોને રસોઈ વિષયક સમ્યજ્ઞાન હોય અને તેને અનુસાર રસોઈક્રિયા કરે તો રસોઈની નિષ્પત્તિરૂપ ફળને તેઓ અવશ્ય પ્રાપ્ત કરે. ધનાર્જન માટે કોઈક પ્રયત્ન કરતો હોય તે વખતે તે જે પ્રવૃત્તિ કરે છે તેનાથી ફળ નહીં મળે તેના અજ્ઞાનને કારણે તેની તે પ્રવૃત્તિ નિષ્ફળ પણ બને છે, પરંતુ જો તેને સમ્યજ્ઞાન હોત તો તે પ્રવૃત્તિ ક્યારેય નિષ્ફળ બને નહીં. આથી જ ખેડૂત ખેતી કરે છે, વરસાદની સંભાવના રાખે છે, છતાં વરસાદ ન પડે તો તેની ક્રિયા નિષ્ફળ બને છે તે સ્થાનમાં પણ વરસાદ પડશે કે નહીં, તેના સમ્યગુ નિર્ણયના અભાવને કારણે જ તેની ક્રિયા નિષ્ફળ થઈ. જ્યારે સમ્યજ્ઞાનપૂર્વકની કરાયેલી કોઈ ક્રિયા ક્યારેય પણ નિષ્ફળ થતી નથી, આથી જ જેઓ ભગવાનના વચનાનુસાર ઉચિત ક્રિયાઓનો યથાર્થ બોધ કરીને પોતાની કૃતિથી ક્રિયાની સાધ્યતાનો નિર્ણય કરીને જે રીતે જે ક્રિયા અંતરંગ અને બહિરંગ યત્નપૂર્વક ભગવાને કરવાની કહી છે તે રીતે તે ક્રિયા જેઓ કરે છે તે ક્રિયાના ફળને તેઓ અવશ્ય પ્રાપ્ત કરે છે. આમ છતાં સૂક્ષ્મબુદ્ધિના અભાવને કારણે બાહ્ય પ્રવૃત્તિના સ્થાનમાં ક્વચિત્ નિષ્ફળ ક્રિયાને જોઈને સર્વશે બતાવેલા અનુષ્ઠાન વિષયક ફળનો સંદેહ થાય છે તે વિચિકિત્સા નામનો સમ્યક્તનો અતિચાર છે. ભગવાનના વચનાનુસાર સંસારી જીવોનો આત્મા દેહવ્યાપી છે અને તૈયાયિકના મતાનુસાર આત્મા વિભુ છે, આવું સાંભળ્યા બાદ કોઈક જીવને મતિની દુર્બળતાના કારણે જણાય કે “આ પણ છે=ભગવાનના વચનાનુસાર વિચારવામાં આવે તો આત્મા શરીરવ્યાપી છે એમ જણાય છે અને આ પણ છે નૈયાયિકની Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૧૮ યુક્તિ અનુસાર વિચારીએ તો આત્મા સર્વવ્યાપી છે એ પણ સંગત જણાય છે. આ વખતે તેને નૈયાયિકની માન્યતા સાચી હોઈ શકે છે તેવી મતિ થવારૂપ મતિનો જે વિપ્લવ થાય છે તે વિચિકિત્સા છે. (૪) અન્યદૃષ્ટિપ્રશંસાઅતિચાર અને (૫) અન્યદષ્ટિસંસ્તવઅતિચાર : અન્યદર્શનવાળા બે પ્રકારના હોય છે – કેટલાક પોતપોતાના દર્શન પ્રત્યેના બદ્ધરાગવાળા હોય છે, તેથી પોતાના દર્શનના પદાર્થોનું સ્થાપન કરવા માટે સદા યત્ન કરનારા હોય છે. પરંતુ તત્ત્વનો નિર્ણય કરવાને અભિમુખ પરિણામવાળા હોતા નથી, તેઓ અભિગૃહીત મિથ્યાદૃષ્ટિ છે. વળી, જેઓ કોઈક દર્શનને સ્વીકારનારા હોવા છતાં તે તે દર્શનની સુંદર ક્રિયાઓને જોઈને તે બધા પ્રત્યે સમાન વલણવાળા હોય છે પરંતુ કોઈ દર્શનના આગ્રહવાળા હોતા નથી તેઓ અનાભિગ્રહિક મિથ્યાષ્ટિ છે. આ બન્ને પ્રકારના મિથ્યાદૃષ્ટિમાંથી કેટલાક ક્રિયાવાદી છે, કેટલાક અક્રિયાવાદી છે, કેટલાક અજ્ઞાનવાદી છે અને કેટલાક વૈનાયિકમતના આશ્રયવાળા છે. તેઓના કોઈક આચારોને જોઈને તેઓની પ્રશંસા કરવામાં આવે કે તેઓનો સંતવ કરવામાં આવે તો સમ્યગ્દષ્ટિ જીવને અતિચારની પ્રાપ્તિ થાય છે; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવ તત્ત્વનો યથાર્થ નિર્ણય કરીને સર્વજ્ઞનું વચન જ પરિપૂર્ણ યથાર્થવાદી હોવાથી તેનો જ સ્વીકાર કરે છે. વળી ઓઘથી (સંક્ષેપથી) કે વિસ્તારથી તત્ત્વનો નિર્ણય કરીને સમ્યગ્દષ્ટિ જીવે જૈનદર્શનનો સ્વીકાર કર્યો હોય છે, તેમાં સ્થિર શ્રદ્ધાવાળાને પણ મિથ્યાદર્શનના કંઈક અવિવેકવાળા અને કંઈક વિવેકવાળા એવા આચારોની પ્રશંસા કરવાનો પરિણામ થાય કે સંસ્તવ કરવાનો પરિણામ થાય તે સમ્યક્તના સ્થિરબોધમાં મલિનતાજન્ય પરિણામ છે; કેમ કે સમ્યગ્દષ્ટિ જીવને યથાર્થ તત્ત્વ પ્રત્યે જ પક્ષપાત હોય છે તેથી તેની જ તે પ્રશંસા કરે કે સંસ્તવ કરે, પરંતુ જે દર્શનના આચારોમાં અનેક સ્થાને અવિવેક વર્તે છે તેવા આચારોની તે સ્તવના કરે નહીં. અન્યદર્શનના જીવન પરિચયના કારણે તેઓનો સંસ્તવ કરવામાં આવે કે પ્રશંસા કરવામાં આવે તે સમ્યક્તનો અતિચાર છે. અહીં પ્રશ્ન થાય કે પ્રશંસા અને સંસ્તવમાં શું ભેદ છે ? તેથી કહે છે – કોઈ સમ્યગ્દષ્ટિ જીવ અન્યદર્શનના જીવો સાથે પરિચયમાં હોય, જેના કારણે તેના જ્ઞાન, તેના દર્શનની રુચિ અને તે જીવમાં વર્તતા દાક્ષિણ્યાદિ ગુણો જોઈને તેના પ્રકર્ષનું ઉભાવન કરે અર્થાત્ આ બધા ગુણો આ દર્શનવાળામાં ઘણા છે તે ભાવથી પ્રશંસા છે, જે સમ્યક્તમાં અતિચાર સ્વરૂપ છે; કેમ કે ભગવાનના વચનાનુસાર સૂક્ષ્મ વિવેકવાળું જ્ઞાન તે દર્શનમાં નથી, પૂલથી કોઈક સ્થાનમાં સુંદર વચનો ત્યાં પ્રાપ્ત થતાં હોય છે. વળી તે દર્શનવાળા જીવોમાં પોતાના દર્શન પ્રત્યેની રૂચિ અવિવેકવાળી હોવાથી પ્રશંસાપાત્ર નથી. વળી તેઓમાં વર્તતા દાક્ષિણ્યાદિ ગુણો પણ સુંદર હોવા છતાં વિપરીત (તત્ત્વ માટેની) રુચિથી દોષવાળા છે. માટે એવા ગુણોની પ્રશંસા કરવાથી તેના દર્શનની પુષ્ટિ થાય છે, જેનાથી સમ્યક્તમાં મલિનતાની પ્રાપ્તિ થાય છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૧૮, ૧૯, ૨૦ ૧૯૧ અન્ય દર્શનવાળા જીવો સંબંધી “સોપધ કે નિરુપધ, સદભૂત કે અસભૂત ગુણોને કહેનારું વચન” એ સંસ્તવ છે. તેથી એ પ્રાપ્ત થાય કે અન્યદર્શનવાળા સાથે પોતાને પરિચય હોય અને તેની સાથે સારો સંબંધ રાખવાની વૃત્તિ હોય ત્યારે સોપધ એટલે કપટપૂર્વક અને નિરુપધ એટલે કપટરહિત તેના દર્શનના કે તેના દર્શનના સેવનથી તેનામાં પ્રગટ થયેલા વાસ્તવિક ગુણો કે અવાસ્તવિક ગુણોનું કથન કરે અર્થાત્ તારામાં આ બધા ગુણો ઘણા સારા છે અથવા તારા દર્શનની આ બધી વાતો સુંદર છે તેમ કહેવું એ સંસ્તવ નામનો સમ્યક્તનો અતિચાર છે. પ્રશંસામાં પોતાને તે દર્શનમાં ઘણા ગુણો દેખાય છે, તેથી હૈયાથી પ્રશંસા થયેલ છે અને સંસ્તવમાં તે દર્શનના ગુણોને જોઈને પ્રશંસાનો પરિણામ નથી, પરંતુ મિત્રતા આદિના સંબંધને કારણે તેને સુંદર લાગે તેવા તે દર્શનની પ્રશંસા કરનારાં વચનો કહેવામાં આવે છે. ૭/૧૮ અવતરણિકા : સમ્યક્તના પાંચ અતિચાર બતાવ્યા પછી શ્રાવકના બાર વ્રતોના અતિચારો બતાવવા અર્થે કહે છે – સૂત્ર : વ્રતશીજોપુ પશ્વ પશ્વ યથાશ્ચમમ્TI૭/૨૧ સૂત્રાર્થ - વ્રતમાં અને શીલમાં=અણુવતોમાં અને ગુણવત તથા શિક્ષાવતરૂપ શીલોમાં, યથાક્રમ પાંચપાંચ અતિચારો છે. ll૭/૧૯ll ભાષ્ય : व्रतेषु पञ्चसु शीलेषु च सप्तसु पञ्च पञ्चातीचारा भवन्ति, यथाक्रममिति ऊर्ध्वं यद्वक्ष्यामः T૭/૧ ભાષ્યાર્થ :ત્ર યસ્થાન | પાંચ વ્રતોમાં=પાંચ અણુવ્રતોમાં, અને સાત શીલોમાં–ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતમાં, પાંચ-પાંચ અતિચારો થાય છે, યથાક્રમ=આગળમાં અમે જે કહીશું તે ક્રમાનુસાર, છે. I૭/૧૯I ભાષ્ય : તથા - Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૨ તવાર્યાયિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૦ ભાષ્યાર્થ - તે આ પ્રમાણે છે=વ્રતો અને શીલોમાં યથાક્રમ કહેવાનારા અતિચારો આ પ્રમાણે છે – સૂત્ર : बन्धवधच्छविच्छेदातिभारारोपणानपाननिरोधाः ।।७/२०।। સૂત્રાર્થ - બંધ, વધ, ચામડાનો છેદ, અતિભારનું આરોપણ, અન્ન-પાનનો નિરોધ, પહેલા વ્રતમાં પાંચ અતિચારો છે. ll૭/૨૦|| ભાષ્યઃ त्रसस्थावराणां जीवानां बन्धवधौ, त्वक्छेदः काष्ठादीनां, पुरुषहस्त्यश्वगोमहिषादीनां चातिभारारोपणं तेषामेव चानपाननिरोधः अहिंसाव्रतस्यातिचारा भवन्ति ।।७/२०।। ભાષ્યાર્થ: ત્રસ્થાવરાળ ... ભવન્તિ | ત્રાસ-સ્થાવર જીવોનો બંધ અને વધુ પહેલા અણુવ્રતમાં અતિચાર છે. કાષ્ઠાદિના ત્વચૂનો છેદ પહેલા અણુવ્રતમાં અતિચાર છે. પુરુષ, હસ્તિ, અશ્વ, ગાય, મહિષાદિને અતિભારનું આરોપણ પહેલા અણુવ્રતમાં અતિચાર છે. તેઓના જ અન્નપાતનો વિરોધ અહિંસા વ્રતના અતિચાર થાય છે. li૭/૨૦માં ભાવાર્થ :શૂલપ્રાણાતિપાત વિરમણવ્રતના અતિચાર :(૧-૨) વધ-બંધઅતિચાર : શ્રાવક સ્વશક્તિ અનુસાર ત્રસજીવોના રક્ષણનું અહિંસા વ્રત સ્વીકારે છે. તેની સાથે જ સ્થાવરમાં પણ શક્ય એટલી ઉચિત યતનાપૂર્વક હિંસાના પરિહારનું પચ્ચખ્ખાણ કરે છે. તેથી પ્રમાદને વશ ત્રણ-સ્થાવર જીવોનો વધ કરે કે તેઓને દોરડા આદિથી બાંધે તો પહેલા વ્રતમાં અતિચારની પ્રાપ્તિ થાય છે. શ્રાવકે વૃક્ષાદિનું છેદન કે અગ્નિકાયના આરંભ કે અન્ય સ્થાવર જીવોની હિંસા હોય તેવાં કૃત્યો કરવા જોઈએ નહીં, છતાં તેવાં કૃત્યો કરે તો પહેલા વ્રતમાં અતિચારની પ્રાપ્તિ થાય, ફક્ત પોતાની આજીવિકા માટે યતનાપૂર્વક ત્રસ અને સ્થાવરની રક્ષા માટે ઉચિત યત્ન કરે અને તેમાં હિંસા થાય તે હિંસા અતિચારરૂપ નથી, આથી જ ગૃહકાર્યમાં યતનાપૂર્વક સ્થાવર જીવોની રક્ષા માટે અપ્રમાદથી જે શ્રાવક યત્ન કરે છે, તેને (કોઈક જીવની હિંસા થવા છતાં પણ) વધ-બંધ અતિચારની પ્રાપ્તિ નથી, પરંતુ જે શ્રાવક પ્રમાદવશ ત્રણસ્થાવર જીવોની વધ-બંધાદિની પ્રવૃત્તિ કરે છે તેને પહેલા વ્રતમાં અતિચારની પ્રાપ્તિ થાય છે. માટે શક્તિ Page #210 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૦, ૨૧ ૧૯૩ અનુસાર ત્રસ જીવોની રક્ષા માટે અને સ્થાવર જીવોની પણ રક્ષા માટે જેઓ ઉચિત યતના કરે છે તેઓને વધ-બંધાદિ અતિચારની પ્રાપ્તિ થતી નથી. (૩) છવિચ્છેદઅતિચાર : વળી વૃક્ષના કાષ્ઠ આદિની ત્વચાનું છેદન કરે તો પહેલા અણુવ્રતમાં અતિચારની પ્રાપ્તિ થાય છે. શ્રાવક ગૃહકાર્યમાં વનસ્પતિ આદિનો ઉપભોગ કરે છે ત્યારે રાંધવામાં છેદન-ભેદનની ક્રિયાઓ થાય છે, છતાં તેમાં શક્ય એટલી યતના રાખે છે અને અશક્ય પરિહાર હોય તેટલું જ છેદન-ભેદન કરે છે. અધિક સંકોચવાળા શ્રાવકો વનસ્પતિ આદિનો ઉપયોગ ન થાય તે રીતે પણ પહેલું અણુવ્રત ગ્રહણ કરે છે. આથી જ પોતાના માટે ભોજનાદિ કરાયું ન હોય તેવું જ ભોજન ગ્રહણ કરે છે. જેમ વીરપ્રભુએ નંદીવર્ધનરાજાની બે વર્ષ ગૃહવાસમાં રોકાણ સંબંધી વિનંતીનો સ્વીકાર કરતાં કહેલ કે હવે પછી મારા માટે કોઈ આરંભનાં કૃત્યો કરવાં નહીં'. તેમ શ્રાવકની પ્રતિમા વહન કરનાર પણ કેટલાક શ્રાવકો પોતાના માટે બનેલ વસ્તુનો વપરાશ કરતા નથી; છતાં લોભને વશ કાષ્ઠની ત્વચાનું છેદન કરે તો અતિચારની પ્રાપ્તિ થાય છે; કેમ કે દયાળુ ચિત્ત નાશ પામે છે. (૪) અતિભારારોપણઅતિચાર - લોભાદિને વશ થઈને પુરુષ કે પશુ આદિ ઉપર અતિભારનું આરોપણ કરવામાં આવે તો પ્રથમવ્રતનો અતિભારારોપણ નામનો અતિચાર પ્રાપ્ત થાય છે. તેથી શ્રાવકે શક્ય હોય તો એવાં કૃત્યો જ ન કરવાં કે જેથી અન્ય ઉપર ભાર આરોપણનો પ્રસંગ પ્રાપ્ત થાય; છતાં તેવું અશક્ય હોય તો દયાળુ સ્વભાવપૂર્વક અતિભારના આરોપણનું વર્જન કરવું જોઈએ. હસ્તિ આદિ ચતુષ્પદ અને નોકર-ચાકર આદિ દ્વિપદ ઉપર અતિભારનું આરોપણ ન થાય એ રીતે વ્યવસાય કરવાથી અતિભારારોપણ નામના પ્રથમ અણુવ્રતના અતિચારની પ્રાપ્તિ થતી નથી. (૫) અન્નપાનનિરોધઅતિચાર: વળી મનુષ્ય કે પશુ આદિને અન્નપાનનો વિરોધ કરવામાં આવે તો પહેલા અણુવ્રતમાં અતિચારની પ્રાપ્તિ થાય છે. શ્રાવકે હંમેશાં પોતાના આશ્રિત જીવોના અન્નપાનની ચિંતા કરીને પછી જ ભોજન કરવું જોઈએ; કેમ કે શ્રાવક દયાળુ ચિત્તવાળા હોય છે. પહેલું અણુવ્રત દયાળુ ચિત્તને જ દઢ કરવા માટે ગ્રહણ કરાય છે. કોઈ આશ્રિતને અન્ન-પાન વગરનો રાખીને શ્રાવક ભોજન કરે તો તેના દયાળુ ચિત્તનો નાશ થાય છે, તેથી અતિચારની પ્રાપ્તિ થાય છે. ક્વચિત્ કોઈકનું અનુચિત વર્તન હોય તો કેવળ શબ્દથી જ શ્રાવક કહે કે આજે તેને ભોજન મળશે નહીં. ભોજનવેળાએ અન્યના અન્નપાનનો નિરોધ કરીને ભોજન કરે તો અતિચારની પ્રાપ્તિ થાય. I૭/૨ના અવતરણિકા - હવે ક્રમપ્રાપ્ત બીજા સ્થૂલ મૃષાવાદવિરમણવ્રતના અતિચારોને બતાવે છે – Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩અધ્યાય-૭ / સૂત્ર-૨૧ સૂત્ર : मिथ्योपदेशरहस्याभ्याख्यानकूटलेखक्रियान्यासापहारसाकारमन्त्रभेदाः TI૭/૨ા સૂત્રાર્થ : મિથ્યાઉપદેશ, રહસ્યનું અભ્યાખ્યાન, ફૂટલેખજિયા, ન્યાસાપહાર, સાકારમંત્રભેદ એ પાંચ બીજા અણુવ્રતના અતિચારો છે. I૭/૨૧] ભાષ્ય : एते पञ्च मिथ्योपदेशादयः सत्यवचनस्यातिचारा भवन्ति । तत्र मिथ्योपदेशो नाम प्रमत्तवचनमयथार्थवचनोपदेशो विवादेष्वतिसन्धानोपदेश इत्येवमादिः । रहस्याभ्याख्यानं नाम स्त्रीपुंसयोः परस्परेणान्यस्य वा रागसंयुक्तं हास्यक्रीडासङ्गादिभिः रहस्येनाभिशंसनम् । कूटलेखक्रिया लोकप्रतीता । न्यासापहारो विस्मरणकृतपरनिक्षेपग्रहणम् । साकारमन्त्रभेदः पैशुन्यं गुह्यमन्त्रभेदश्च ।।७/२१।। ભાષ્યાર્થ તે ...... ગુહામત્રમેલબ્ધ છે. આ પાંચ મિથ્યાઉપદેશાદિ સત્યવચનના=સ્થૂલ મૃષાવાદવિરમણવ્રતતા, અતિચારો છે. ત્યાં મિથ્થા ઉપદેશ એટલે પ્રમતવચન=વિચાર્યા વગર પ્રમાદથી બોલાયેલું વચન, અયથાર્થ વચન અથવા અયથાર્થ ઉપદેશ, વિવાદમાં અતિસંધાનનો ઉપદેશ=બીજાને ઠગવાનો ઉપદેશ, એ વગેરે મિથ્યાઉપદેશ છે. સ્ત્રી-પુરુષના પરસ્પરથી રહસ્યનું અભ્યાખ્યાત અથવા અન્યના રાગસંયુક્તને હાસ્ય ક્રીડા આસંગાદિ વડે રહસ્યથી કહેવું. ફૂટલેખની ક્રિયા લોકપ્રતીત છે. વ્યાસનો અપહાર=વિસ્મરણકૃત પરના વિક્ષેપનું ગ્રહણ=અન્ય વ્યક્તિ ગ્રહણ કરવાનું ભૂલી ગઈ હોય તે ધનનું પોતે ગ્રહણ, કરે તે વ્યાસ અપહાર છે. સાકારમંત્રભેદ=ઈંગિત આકારથી મંત્રણાનું પ્રકાશન, તે પશુન્યરૂપ અથવા ગુપ્ત મંત્રણાનું પ્રકાશન છે. II૭/૨૧II ભાવાર્થ :સ્થૂલ મૃષાવાદવિરમણવ્રતના અતિચાર - (૧) મિથ્યાઉપદેશઅતિચાર: કોઈને પીડાકારી વચનપ્રયોગ નહીં કરવો તેવું શ્રાવકને બીજા વ્રત અંતર્ગત પચ્ચખાણ છે. તેથી કોઈને પીડા કરે તેવો વચનપ્રયોગ જો તે કરે તો તે સત્યવચન હોય કે મિથ્યાવચન હોય તોપણ તે મિથ્યા ઉપદેશ કહેવાય. આ બતાવવા અર્થે મિથ્યાઉપદેશનો અર્થ કર્યો કે મિથ્યાઉપદેશ એટલે પ્રમત્તવચન. Page #212 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ અધ્યાય-૭ / સૂત્ર-૨૧ ૧૯૫ તેથી એ પ્રાપ્ત થાય કે શ્રાવકે સદા સ્મરણ રાખવું જોઈએ કે કોઈને પીડાકારી થાય તેવું વચન મારાથી બોલાય નહીં, છતાં અનાભોગાદિથી પ્રમાદને કારણે કોઈને પીડાકારી વચન બોલાય તો તે મિથ્યા ઉપદેશ છે. આથી જ ઘરમાં બેઠેલ વ્યક્તિ કોઈ ખાસ પ્રયોજન વિના કોઈક કાર્યનું સૂચન કરે, જેના કા૨ણે આરંભસમારંભ થાય તેમ હોય, તો તે મિથ્યા ઉપદેશરૂપ છે. તેથી જીવનવ્યવસ્થા માટે અતિ આવશ્યક હોય તેનો ઉચિત વિચાર કરીને જ વિવેકસંપન્ન શ્રાવક કોઈ કૃત્ય કરવાનું કોઈકને સૂચન કરે છે. આવું કોઈ પ્રયોજન ન હોય છતાં કહે કે ઊંટને વહન કરો, તો તેમ કહેવાથી ઊંટને પીડા થાય. તેથી ઊંટને પીડાકારી એવું તે વચન પ્રમત્ત વચન છે. અયથાર્થ વચન કે અયથાર્થ ઉપદેશ એ પણ મિથ્યા ઉપદેશ છે. જેમ કોઈક પ્રશ્ન કરે તો તેનો ઉત્તર વસ્તુ જે પ્રમાણે ન હોય તે પ્રમાણે કથન કરે તે અયથાર્થ વચન છે. આવો અયથાર્થ વચનપ્રયોગ મિથ્યા ઉપદેશ છે. અથવા કોઈ વ્યક્તિ કોઈને સલાહ આપે જે અયથાર્થ ઉપદેશરૂપ હોય જેનાથી પરને પીડા થાય; તો તેવો ઉપદેશ મિથ્યાઉપદેશ છે. વળી કોઈના વિવાદ થયા હોય તે વખતે તેમાં કોઈકને અતિસંધાનનો ઉપદેશ આપે અર્થાત્ છલ કરીને તું આ રીતે તારો પક્ષ મજબૂત કર તે પ્રકારનો ઉપદેશ આપવામાં આવે તે મિથ્યા ઉપદેશ છે. આ પ્રકારનો મિથ્યા ઉપદેશ પોતાના સ્વાર્થ માટે પણ હોય કે નિષ્પ્રયોજન પણ હોય, તે સર્વ મિથ્યા ઉપદેશ છે. મિથ્યાઉપદેશમાં સામાન્યતયા બીજા અણુવ્રતનો ભંગ જ થાય છે, છતાં અનાભોગથી કે સહસાત્કારથી તે પ્રકારે પ્રયત્ન થયો હોય તો અતિચારની પ્રાપ્તિ થાય. વળી આના જેવા અન્ય પણ મિથ્યા ઉપદેશો છે તેનો ભાષ્યકારશ્રીએ ‘વવિ'થી સમુચ્ચય કર્યો છે. (૨) રહસ્યઅભ્યાખ્યાનઅતિચાર : સ્ત્રી, પુરુષના પરસ્પરથી અથવા અન્યના હાસ્ય, ક્રીડા, આસંગાદિથી રાગસંયુક્ત રહસ્યનું અભિશંસન એ રહસ્યના અભ્યાખ્યાનરૂપ સ્કૂલમૃષાવાદવિરમણવ્રતનો બીજો અતિચાર છે. પોતાને પરિચિત સ્ત્રી-પુરુષની સાથે હાસ્યથી, ક્રીડાથી કે અત્યંત પ્રીતિ આદિથી તેઓની ગુપ્તવાતનું રાગપૂર્વક કથન કરીને આનંદ લેવા યત્ન કરવો તે બીજાવ્રતમાં અતિચાર છે. તે રીતે હાસ્યથી, ક્રીડાથી કે આસંગરૂપ અત્યંત પ્રીતિ આદિથી રાગસંયુક્ત થઈને પરિચિત સ્ત્રી-પુરુષ સિવાયના અન્ય કોઈ સ્ત્રી કે પુરુષને પણ તેમના ભૂતકાળના કોઈક પ્રસંગોનું કથન ક૨વું અને તેના દ્વારા આનંદ લેવા પ્રયત્ન કરવો તે બીજા અણુવ્રતમાં અતિચાર છે; કેમ કે તે પ્રકારના વચનપ્રયોગોથી સ્વ-પરના રાગાદિ ભાવો અને તુચ્છ ભાષણ કરવાની પ્રકૃતિનું પોષણ થાય છે. તેથી વિવેકસંપન્ન શ્રાવક બીજા અણુવ્રતના રક્ષણાર્થે સ્વભૂમિકાનુસાર વચનગુપ્તિથી ગુપ્ત થઈને ઉચિત જ સંભાષણ કરે, પરંતુ હાસ્યાદિના પ્રયોજનથી આ પ્રકારના વાર્તાલાપો કરે નહીં. અનાભોગાદિથી રહસ્યાભ્યાખ્યાન થાય તો અતિચારની પ્રાપ્તિ થાય અને નિરપેક્ષપણે તે રીતે હાસ્યાદિ કરવામાં આવે તો બીજા અણુવ્રતનો ભંગ થાય. Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ તત્ત્વાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૧, ૨૨ (૩) ફૂટલેખક્રિયાઅતિચાર - લોભાદિના કારણે ખોટા લેખો કરીને પોતાના ઇષ્ટની પ્રાપ્તિ કરવાનો પ્રયાસ એ કૂટલેખક્રિયા આત્મક બીજાવ્રતનો અતિચાર છે; કેમ કે બીજાને ઠગવાનો પરિણામ બીજાને પીડાકારી હોવાથી મૃષાવાદરૂપ છે. (૪) વ્યાસાપહારઅતિચાર: કોઈના પૈસા આપવાના હોય અને સામી વ્યક્તિને તેનું વિસ્મરણ થઈ ગયું હોય તો તેને યાદ કરીને આપે નહીં, પરંતુ પરને આપવાના પૈસા પોતે ગ્રહણ કરી લે અર્થાત્ રાખી લે, તે ન્યાસઅપહાર કહેવાય. જેમાં બીજાનું ધન ગ્રહણ કરવાને અનુકૂળ મૃષાપરિણામ છે માટે મૃષાવાદનો પરિણામ છે. (૫) સાકારમંત્રભેદઅતિચાર : સાકારમંત્રભેદ એ પશુન્ય અથવા કોઈની ગુપ્તવાતની મંત્રણાનું પ્રકાશન કરવારૂપ છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈના બાહ્ય આકારો દ્વારા તેના વિચારો જાણીને બીજાને પ્રકાશન કરવાનો પરિણામ તે બીજાની ચાડી ખાવા સ્વરૂપ છે. અથવા તેની ગુપ્તવાતને તેના શરીરના આકાર દ્વારા કે શરીરની ચેષ્ટા દ્વારા જાણીને બીજાને પ્રકાશન કરવા સ્વરૂપ છે. સાકારમંત્રભેદ બીજાને પીડા કરે તેવો વચનપ્રયોગ છે, તેથી સ્કૂલમૃષાવાદવિરમણવ્રતમાં તે અતિચારરૂપ છે. II૭/૨વા અવતારણિકા : હવે ક્રમ પ્રાપ્ત ત્રીજા સ્થૂલ અદત્તાદાનવિરમણવ્રતના અતિચારોને બતાવે છે – સૂત્ર : स्तेनप्रयोगतदाहृतादानविरुद्धराज्यातिक्रमहीनाधिकमानोन्मानप्रतिरूपकવ્યવહાર: ૭/૨૨ાા સૂત્રાર્થ - સ્તનપ્રયોગ ચોરોમાં ધનાદિ માટે પ્રયોગ અર્થાત્ ચોરીનાં સાધનોનું અર્પણ, તેમના દ્વારા લવાયેલનું ગ્રહણ, વિરુદ્ધ રાજ્યાતિક્રમ, હીન-અધિક માન-ઉન્માન અને પ્રતિરૂપકવ્યવહાર=સારી વસ્તુના સ્થાને તેના જેવી હલકી વસ્તુ બનાવીને વેચવી, એ ત્રીજા અણુવ્રતના પાંચ અતિચારો છે. ll૭/રચા ભાષ્ય : - एते पञ्चास्तेयव्रतस्यातिचारा भवन्ति । तत्र - स्तेनेषु हिरण्यादिप्रयोगः । स्तेनैराहतद्रव्यस्य मुधा क्रयेण वा ग्रहणं तदाहतादानम् । विरुद्धराज्यातिक्रमश्चास्तेयव्रतस्यातिचारः, विरुद्ध हि राज्ये सर्वमेव स्तेययुक्तमादानं भवति । हीनाधिकमानोन्मानप्रतिरूपकव्यवहारः कूटतुलाकूटमानवञ्चनादि Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૨ युक्तः क्रयो विक्रयो वृद्धिप्रयोगश्च । प्रतिरूपकव्यवहारो नाम सुवर्णरूप्यादीनां द्रव्याणां प्रतिरूपकक्रिया व्याजीकरणानि चेति, एते पञ्चास्तेयव्रतस्यातिचारा भवन्ति ।।७/२२।। ભાષ્યાર્થ : ત્તેિ.... ભક્તિ આ પાંચ સૂત્રમાં કહેલા એ પાંચ, અસ્તેયવ્રતના અતિચારો છે. ત્યાં અસ્તેયવ્રતના અતિચારોમાં, ચોરોમાં હિરણ્યાદિ માટે પ્રયોગ=હિરણ્યાદિ લાવવા માટે સામગ્રીનું અપણ, ચોરો વડે હરણ કરાયેલા દ્રવ્યનું મફતમાં કે કય દ્વારા ગ્રહણ તે તદાહતઆદાન છે. વિરુદ્ધ રાજ્યનો અતિક્રમ અસ્તેય વ્રતનો અતિચાર છે. દિ જે કારણથી, વિરુદ્ધ રાજ્યમાં સર્વ જ તેયયુક્ત આદાન થાય છે અર્થાત્ તે રાજ્યની મર્યાદા ઓળંગીને ( રાજ્યના નિયમથી વિરુદ્ધ) જે કાંઈ ગ્રહણ થાય છે તે તેયયુક્ત જ ગ્રહણ થાય છે. હીન-અધિક-માન-ઉન્માન અને પ્રતિરૂપક વ્યવહાર એ તેયવ્રતના અતિચાર છે. હીન-અધિક-માન-ઉન્માનનો અર્થ સ્પષ્ટ કરે છે – ફૂટતુલા, કૂટમાન દ્વારા વંચાદિ યુક્ત ક્રિય-વિક્રય અને વૃદ્ધિનો પ્રયોગ પોતાના ધનનો વ્યાજ દ્વારા વૃદ્ધિનો પ્રયોગ, લોકમર્યાદાથી અતિક્રમ કરીને કરે તે તેયવ્રતનો અતિચાર છે. પ્રતિરૂપક વ્યવહાર એટલે સુવર્ણ, રૂપ્ય આદિ દ્રવ્યને સમાનરૂપ કરવાની ક્રિયા અને વ્યાજીકરણ=કોઈક વસ્તુને તેની પ્રતિરૂપ ન બનાવે છતાં કાંઈક ફેરફાર કરીને સુંદર દ્રવ્ય જેવી અસુંદર વસ્તુને કરે તે બીજાને ઠગવાની ક્રિયારૂપ છે; તેથી આ પ્રતિરૂપકવ્યવહાર ત્રીજા વ્રતનો અતિચાર છે. ત્તિ' શબ્દ ત્રીજા અદત્તાદાતવિરમણવ્રતના અતિચારતા નિરૂપણની સમાપ્તિ અર્થે છે. આ પાંચ અસ્તેયવ્રતના અતિચારો થાય છે. ll/૨૨ ભાવાર્થ : સ્થૂલ અદત્તાદાનવિરમણવ્રતના અતિચાર : શ્રાવક ધર્મપરાયણ વ્રતવાળા હોય છે. તેથી આલોકમાં પણ ક્લેશ વગરની જીવનવ્યવસ્થા થાય તે રીતે જીવવાના અર્થી છે અને પરલોકમાં પણ પોતાને ક્લેશો પ્રાપ્ત ન થાય તેની ચિંતા કરનાર હોય છે. સંપૂર્ણ ક્લેશ વગરની અવસ્થા સંગ વગરના મુનિઓને છે, તેવી અવસ્થામાં પોતે રહી શકે તેમ નથી; તેથી તેવી ક્લેશરહિત અવસ્થાના પ્રાપ્તિના અર્થી એવા શ્રાવકો ધનાર્જનની પ્રવૃત્તિથી આલોકમાં ક્લેશોની પરંપરા ન થાય તે અર્થે અને પરલોકમાં પણ અહિત ન થાય તે અર્થે ત્રીજું અસ્તેયવ્રત અર્થાત્ સ્થૂલ અદત્તાદાનવિરમણવ્રત નામનું અણુવ્રત સ્વીકારે છે. (૧) સ્તનપ્રયોગઅતિચાર - ત્રીજા અણુવ્રતમાં જે પાંચ અતિચારો કહ્યા છે તેમાં પ્રથમ બે અતિચારો સાક્ષાત્ ચોરી સ્વરૂપ ન હોવા Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮ તવાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ / સૂત્ર-૨૨ છતાં ચોરીનું સાક્ષાત્ કારણ હોવાથી શ્રાવકને ચોરીના પ્રત્યાખ્યાન સાથે અર્થથી સ્તનપ્રયોગ અને તેનાહતાદાન નામના અતિચારોનું પણ પ્રત્યાખ્યાન પ્રાપ્ત થાય છે. ક્યારેક લોભને વશ શ્રાવકને વિચાર આવે કે મેં ચોરીનો ત્યાગ કરવાનું પચ્ચખ્ખાણ કર્યું છે, ચોરોને સહાય ન કરવાનું પચ્ચખાણ કર્યું નથી. આવી બુદ્ધિપૂર્વક ચોરોને દ્રવ્ય લાવવા માટે સહાયક સામગ્રીનો પ્રયોગ કરે ત્યારે વ્રત સાપેક્ષ કાંઈક પરિણામ વિદ્યમાન હોવાથી સ્તનપ્રયોગ નામના અતિચારની પ્રાપ્તિ થાય છે. તેથી અનાભોગાદિથી ક્યારેક લોભને વશ તેવી પ્રવૃત્તિ થઈ હોય તોપણ શ્રાવક એ અતિચારનો પરિહાર કરીને તેની શુદ્ધિ કરે છે. (૨) તેનાહતાદાનઅતિચાર - વળી, ચોરો દ્વારા લાવેલું દ્રવ્ય તેને સહાય કરી હતી તેથી ચોર દ્વારા લાવેલ હોવાથી વગર મૂલ્ય ગ્રહણ કરે કે ધન આપીને ગ્રહણ કરે તો તેનાહતાદાનરૂપ અતિચારની પ્રાપ્તિ થાય છે. અનાભોગાદિથી તેવી પ્રવૃત્તિ થઈ હોય તો શ્રાવક તેનું નિવર્તન કરીને શુદ્ધિ કરે છે. (૩) વિરુદ્ધરાજ્યાતિક્રમઅતિચાર : વળી, પોતે જે રાજ્યમાં રહેતો હોય તેના વિરુદ્ધ એવા રાજ્યમાંથી કોઈક વસ્તુ તે રાજ્યની મર્યાદાને ઓળંગીને પોતાના રાજ્યમાં લાવે જેથી અધિક ધનની પ્રાપ્તિ થાય તે વખતે વિરુદ્ધરાજ્યાતિક્રમ નામના અતિચારની પ્રાપ્તિ થાય છે; કેમ કે તે રાજ્યની મર્યાદાનુસાર કર ચૂકવ્યો ન હોય અથવા તે રાજ્યની મર્યાદા વિરુદ્ધ લાવેલ હોવાથી ચોરી તુલ્ય જ તે કૃત્ય છે. ફક્ત અનાભોગાદિથી થયું હોય તો અતિચાર કહેવાય છે. (૪) ફૂટતુલામાનઅતિચાર: વળી, વ્યાપારમાં ખોટી તુલા રાખવી, ખોટા માન રાખવા અને તેના દ્વારા ખરીદી અને વેચાણમાં બીજાને ઠગવામાં આવે તે ત્રીજાવતનો અતિચાર છે. વળી પોતે પોતાના ધનની વ્યાજ દ્વારા વૃદ્ધિ કરે તેમાં પણ જે શિષ્ટની મર્યાદા હોય તેને ઓળંગીને ગમે તે રીતે વ્યાજ દ્વારા ધનની વૃદ્ધિ કરે તો વૃદ્ધિ પ્રયોગરૂપ અતિચારની પ્રાપ્તિ છે. (૫) પ્રતિરૂપવ્યવહારઅતિચાર - વળી, રૂપ્યાદિ દ્રવ્યોને સુવર્ણના જેવા જ વર્ણવાળા દ્રવ્યરૂપે બનાવીને સુવર્ણરૂપે વેચે ત્યારે પ્રતિરૂપક વ્યવહાર નામનો અતિચાર પ્રાપ્ત થાય છે. અથવા કોઈક હીન વસ્તુને અન્ય સુંદર વસ્તુ જેવી – બહારથી સુંદર કરીને વેચે ત્યારે વ્યાજીકરણરૂપ પ્રતિરૂપકવ્યવહારની પ્રાપ્તિ છે, જે ત્રીજા વતનો અતિચાર છે. શ્રાવકે પાંચે અતિચારોના સૂક્ષ્મ સ્વરૂપનું સૂક્ષ્મ સમાલોચન કરીને કોઈને ઠગવાની વૃત્તિ ન થાય અને આલોકમાં પણ પોતાને ક્લેશ ન થાય તે રીતે ધર્મપરાયણ જીવન જીવવા ત્રીજા વ્રતના પાંચે અતિચારોનું વર્જન કરવું જોઈએ. I૭/૨ાા Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ તવાર્યાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સુત્ર-૨૩ | ૧૯ અવતરણિકા : હવે ક્રમ પ્રાપ્ત ચોથા સ્થલમૈથુનવિરમણવ્રતના અતિચારોને બતાવે છે – સૂત્ર : परविवाहकरणेत्वरपरिगृहीताऽपरिगृहीतागमनानङ्गक्रीडातीव्रकामाभिનિવેશ: II૭/૨રૂા. સૂત્રાર્થ : પરવિવાહનું કરણ, ઈત્રપરિગૃહીતાનું ગમન, અપરિગૃહીતાનું ગમન, અનંગક્રીડા અને તીવ્ર કામનો અભિનિવેશ તીવ્ર કામની અભિલાષા, એ પાંચ ચોથા વ્રતના અતિચાર છે. l૭/૨૩| ભાષ્ય : परविवाहकरणमित्वरपरिगृहीतागमनमपरिगृहीतागमनमनङ्गक्रीडा तीव्रकामाभिनिवेश इत्येते पञ्च ब्रह्मचर्यव्रतस्यातिचारा भवन्ति ।।७/२३।। ભાષ્યાર્થ - પવિવાદ ... ભવત્તિ પરવિવાહનું કરણ, ઇત્વરપરિગૃહીતાનું ગમન, અપરિગૃહીતાનું ગમત, અનંગની ક્રીડા=કામનાં અંગો સિવાયનાં અન્ય અંગોથી ક્રીડા, તીવ્ર કામનો અભિનિવેશ, એ પાંચ બ્રહ્મચર્યવ્રતના અતિચારો છે. ll૭/૨૩મા ભાવાર્થ :સ્કૂલમૈથુનવિરમણવ્રતના અતિચાર :(૧) પરવિવાહરણઅતિચાર - શ્રાવક સાધુની જેમ સંપૂર્ણ બ્રહ્મવ્રત પાળવાના અર્થી હોય છે. વેદનો ઉદય જ્યાં સુધી વર્તે છે ત્યાં સુધી કામના વિકારોનો રોધ અતિ દુષ્કર છે. તેનો સમ્યગુરોધ કરવા અર્થે શ્રાવક પ્રતિદિન કામની કુત્સિતતા અને તેના અનર્થોથી આત્માને ભાવિત કરે છે. શક્તિ અનુસાર કામની વૃત્તિ ઉપર નિયંત્રણ કરવાથું દેશથી બ્રહ્મવ્રતનો સ્વીકાર કરે છે. આમ છતાં મુગ્ધતાથી કે અવિચારકપણાથી પરના વિવાહ કરવાનાં કૃત્યોમાં રસ લે ત્યારે કામનું સાક્ષાત્ સેવન નહીં હોવા છતાં પોતાનામાં વર્તતી કામવૃત્તિનું પોષણ થાય છે; કેમ કે બીજાનાં લગ્ન કરાવી તેને કામવૃત્તિને અનુકૂળ સામગ્રી સંપાદનમાં અંગરૂપે તેની પરવિવાહની પ્રવૃત્તિ છે, તેથી તેમાં અનુમોદનની પ્રાપ્તિ થાય છે. વસ્તુતઃ શ્રાવકે કામની પ્રવૃત્તિ પ્રત્યે સતત જુગુપ્સા થાય તે પ્રકારે જ ભાવન કરવું જોઈએ. જો અનાભોગથી પણ કામની પ્રવૃત્તિ આત્માની કુત્સિત અવસ્થા છે તેવી ઉપસ્થિતિ ન રહે તો મિથ્યાત્વની પ્રાપ્તિ થવાની પણ સંભાવના રહે છે; કેમ કે આત્મા માટે જે પ્રવૃત્તિ અત્યંત કુત્સિત Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૩ પ્રવૃત્તિ હોય તે પ્રવૃત્તિ પ્રત્યે “આ પ્રવૃત્તિ કરવા જેવી છે' તેવી પરિણતિ થાય તો મિથ્યાત્વની પ્રાપ્તિ થાય. માટે શ્રાવકે પરવિવાહના કરણમાં પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. તે સિવાય પુત્રાદિના શીલ રક્ષણાર્થે, તેઓ ઉન્માર્ગગામી ન થાય તદર્થે ઔચિત્યપૂર્વક ઉચિત યત્ન કરવો જોઈએ. વળી પરવિવાહકરણને ચોથાવતના અતિચારરૂપે કહેલ છે તેનું કારણ પોતે જે ચોથું વ્રત ગ્રહણ કર્યું છે તેને હું ઉલ્લંઘન કરતો નથી, ફક્ત હું તો પરનાં લગ્ન કરાવું છું તેવી બુદ્ધિ હોવાથી વ્રત સાપેક્ષ કંઈક પરિણામ છે, છતાં પરનાં લગ્ન કરાવવામાં અબ્રહ્મની અનુમોદના છે તે અપેક્ષાએ ભંગ છે. માટે પરવિવાહકરણને અતિચાર કહેલ છે. (૨) ઇત્રપરિગૃહીતાગમન અતિચાર : વળી, ઇત્વર પરિગૃહીતાનું ગમન ચોથાવ્રતનો અતિચાર છે. જેમ કોઈ શ્રાવકે પરસ્ત્રીગમનનું પચ્ચખાણ કરેલ હોય અને વેશ્યા સાથે સંબંધનો ત્યાગ કરવા અસમર્થ હોય તો શક્તિ અનુસાર તેનું નિયંત્રણ કરવા માટે યત્ન કરે છે; આમ છતાં જ્યારે વિકારોથી વ્યાકુળ થાય ત્યારે તે વ્રતમર્યાદા અનુસાર વેશ્યાગમન કરે ત્યારે વ્રતભંગ થતો નથી. પરંતુ કોઈ વેશ્યાને થોડા કાળ માટે ધન આપીને કોઈએ સ્વીકારેલી હોય, તો તેટલા કાળ માટે તે વેશ્યા તેના માટે પરસ્ત્રી છે; કેમ કે ધન આપનારે તેને પોતાની સ્વીકારેલી છે. ત્યારે જો તે શ્રાવક વેશ્યાનું ગમન કરે તો અતિચારની પ્રાપ્તિ થાય; કેમ કે તેને વિચાર આવે છે કે આ પરસ્ત્રી નથી પરંતુ વેશ્યા છે અને મેં પરસ્ત્રીની મર્યાદા કરી છે તે પ્રમાણે હું પરસ્ત્રીનું ગમન કરતો નથી; આમ છતાં ઇવર કાલ માટે તે પરપરિગૃહીત હોવાની અપેક્ષાએ તે પરસ્ત્રીરૂપ છે, તેથી અતિચારની પ્રાપ્તિ થાય છે. (૩) અપરિગૃહીતાગમન અતિચાર - વળી અપરિગૃહીતાગમન એ ચોથાવતનો અતિચાર છે. જેમ કોઈ શ્રાવકે પરસ્ત્રીનું વિરમણ અને સ્વદારાસંતોષનું વ્રત લીધેલું હોય તેના માટે વાસ્તવિક રીતે પોતાની સ્ત્રીથી અતિરિક્ત વેશ્યા, અપરિણીત કન્યા કે વિધવા સર્વ સ્વસ્ત્રી નથી, તેથી ત્યાજ્ય છે; પરંતુ જ્યારે કામની ઇચ્છા અસહ્ય થાય છે ત્યારે જીવ સહજ કાંઈક તેનો ઉપાય વિચારીને વ્રતના રક્ષણાર્થે માર્ગ શોધે છે. ત્યારે તેને વિચાર આવે કે થોડા સમય માટે આ વેશ્યા કે અપરિણીત કન્યા (અન્ય દ્વારા પરિગૃહીત નથી અને હું તેને ગ્રહણ કરું છું તેથી તે) મારી સ્ત્રી જ છે, પરસ્ત્રી નથી. તેથી મારા વ્રતની મર્યાદાનો ભંગ થતો નથી તેમ વિચારીને અપરિગૃહીત એવી વેશ્યાદિનું ગમન કરે ત્યારે કંઈક વ્રત સાપેક્ષતા હોવાથી અતિચારરૂપ છે અને પરમાર્થથી તે તેની સ્વસ્ત્રી નથી, તેથી વ્રતભંગ છે; આમ છતાં આવા અતિચારસેવનકાળમાં સૂક્ષ્મ વિવેકનો નાશ થાય તો મિથ્યાત્વની પ્રાપ્તિ થવાની સંભાવના રહે છે. અહીં પ્રાયશ્ચિત્ત અતિચારને અનુરૂપ જ પ્રાપ્ત થાય છે. માટે વ્રતના રક્ષણનો અર્થી અને સમ્યક્તના રક્ષણનો અર્થી શ્રાવક અબ્રહ્મની કુત્સિતતાનું અત્યંત ભાવન કરીને સ્વીકારાયેલા વ્રતના રક્ષણાર્થે જેમ પરસ્ત્રીગમનના ત્યાગનું ભાવન કરે છે તેમ ચોથાવતના સર્વ અતિચારો અત્યંત ત્યાજ્ય છે તેનું પણ ભાવન કરવું જોઈએ. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ સ્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭, સૂત્ર-૨૩, ૨૪ વળી ચોથું વ્રત જે પ્રકારે મન-વચન-કાયાને આશ્રયીને અને કરણ કરાવણને આશ્રયીને ગ્રહણ કરેલું હોય તેના સૂક્ષ્મ સ્વરૂપનું અવલોકન કરીને નાનો પણ વિકાર થતો હોય તો તે વ્રતમાં અતિચાર સ્વરૂપ છે, તેનું ઉપલક્ષણથી ગ્રહણ થાય છે. (૪) અનંગક્રીડાઅતિચાર : વળી અનંગક્રીડા તે ચોથા વ્રતનો અતિચાર છે. ભોગની પ્રવૃત્તિને અનુરૂપ ચેષ્ટાથી સ્વસ્ત્રીના અથવા પરસ્ત્રીના અન્ય દેહના અવયવો સાથે તે પ્રકારની કામ ઉત્તેજક ચેષ્ટાઓ એ અનંગક્રીડા નામનો અતિચાર છે. તેથી શ્રાવકને વિચાર આવે કે મેં સ્વસ્ત્રીનો ત્યાગ કર્યો નથી તેથી સ્વસ્ત્રી સાથે તે તે પ્રકારની ચેષ્ટા કરે. વસ્તુતઃ શ્રાવકને કામની વૃદ્ધિ થાય તેવી સ્વસ્ત્રી સાથેની પણ ચેષ્ટા વ્રતમાં અતિચારરૂપ છે. વળી શ્રાવક વિચારે કે મેં પરસ્ત્રીના ત્યાગનું જ વ્રત લીધેલ છે, પરંતુ તેનાં અંગોને સ્પર્શવાનું પચ્ચખ્ખાણ કર્યું નથી, તેથી તે પ્રકારની ક્રિયા કરે તો ચોથા વ્રતમાં અતિચારની પ્રાપ્તિ થાય. (૫) તીવ્રકામાભિનિવેશઅતિચાર - તીવ્રકામનો અભિનિવેશ તે પણ ચોથાવતમાં અતિચાર છે, જેમ કોઈ શ્રાવકે સ્વસ્ત્રીની મર્યાદા કરી હોય તેવા પણ શ્રાવકે કામની કુત્સિતતાનું ભાવન કરીને સદા કામવિકારોના શમન માટે ઉદ્યમ કરવો જોઈએ. જ્યારે કામમાંથી આનંદ લેવાની વૃત્તિ અતિશયિત થાય છે ત્યારે કામની કુત્સિતતાના ભાવના વિચારો ઉપસ્થિત થતા નથી; પરંતુ તેમાંથી આનંદ લેવાના જ પરિણામો થાય છે. પ્રાયઃ કરીને તે વખતે મિથ્યાત્વના ઉદયની સંભાવના રહે છે; કેમ કે કામમાં સારબુદ્ધિ થાય તો અવશ્ય મિથ્યાત્વનો ઉદય થાય છે. આમ છતાં શ્રાવક વિચારે છે કે મેં પરસ્ત્રીના વિરમણનું વ્રત ગ્રહણ કરેલ છે તે મર્યાદાથી હું વ્રત પાળું છું, તેવી બુદ્ધિપૂર્વક તીવ્રકામના પરિણામ પ્રત્યેનો રાગભાવ ધારણ કરે તે પણ બ્રહ્મવ્રતમાં અતિચાર સ્વરૂપ છે. ક્રમસર વિકારોને શાંત કરીને પૂર્ણ બ્રહ્મવ્રતની શક્તિનો સંચય કરવો એ દેશથી બ્રહ્મચર્ય વ્રતનું પ્રયોજન છે. તેથી જે પ્રવૃત્તિથી અબ્રહ્મના વિકારો વૃદ્ધિ પામતા હોય એવા તીવ્રકામનો અભિનિવેશ એ પણ દેશથી બ્રહ્મચર્યના પ્રયોજનમાં બાધક હોવાથી અતિચારરૂપ છે. II૭/૨૩ અવતરણિકા : હવે ક્રમ પ્રાપ્ત પાંચમા સ્થૂલ પરિગ્રહ પરિમાણવ્રતના અતિચારો કહે છે – સૂત્રઃ क्षेत्रवास्तुहिरण्यसुवर्णधनधान्यदासीदासकुप्यप्रमाणातिक्रमाः ।।७/२४ ।। સૂત્રાર્થ : ક્ષેત્ર-વાસ્તુ, હિરણ્ય-ચાંદી-સુવર્ણ, ધન-ધાન્ય, દાસી-દાસ (અને) કુષ્યના પ્રમાણનો અતિક્રમ પાંચમા અણુવ્રતના અતિચારો છે. I૭/રા Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ તત્ત્વાર્થાવગમસુત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૪ ભાષ્ય : क्षेत्रवास्तुप्रमाणातिक्रमः हिरण्यसुवर्णप्रमाणातिक्रमः धनधान्यप्रमाणातिक्रमः दासीदासप्रमाणातिक्रमः कुप्यप्रमाणातिक्रम इत्येते पञ्चेच्छापरिमाणव्रतस्यातिचारा भवन्ति ।।७/२४।। ભાષ્યાર્થ: ક્ષેત્રવાળું .... અવન્તિ લા ક્ષેત્ર, વાસ્તુના પ્રમાણનો અતિક્રમeખેતી આદિનું ક્ષેત્ર અને નિવાસસ્થાન આદિરૂપ જે વાસ્તુ તેના પ્રમાણનો અતિક્રમ, હિરણ્ય-સુવર્ણતા પ્રમાણનો અતિક્રમ=ચાંદી અને સુવર્ણના પ્રમાણનું ઉલ્લંઘન, ધન-ધાન્યતા પ્રમાણનો અતિક્રમ, દાસ-દાસીના પ્રમાણનો અતિક્રમ (અને) કુષ્યના પ્રમાણનો અતિક્રમ=સુવર્ણ-ચાંદી સિવાયની અન્ય ધાતુઓના પ્રમાણનો અતિક્રમ, એ પાંચ ઇચ્છાપરિમાણવ્રતના=પાંચમા સ્થૂલ પરિગ્રહ પરિમાણવ્રતતા, અતિચાર થાય છે. 1/રજા ભાવાર્થ:સ્થૂલ પરિગ્રહ પરિમાણવ્રતના અતિચારો : શ્રાવક સંસારના વાસ્તવિક સ્વરૂપને જોનારા છે. સંસારની સર્વ કદર્થના ઇચ્છાના કારણે થાય છે, તેથી શ્રાવકને સાધુની જેમ સર્વથા ઇચ્છાથી રહિત થવાની ઉત્કટ ઇચ્છા હોય છે. સર્વથા ઇચ્છાથી રહિત થવાની ઉત્કટ ઇચ્છા હોવા છતાં સાધુની જેમ સર્વ પરિગ્રહનો ત્યાગ કરીને કેવલ અનિચ્છા માટે ઉદ્યમ કરવાર્થે જે સમર્થ નથી તેવા શ્રાવકો પોતાની ઇચ્છાને પરિમિત કરવા અર્થે ક્ષેત્રાદિ નવ પ્રકારના પરિગ્રહ) વિષયક શક્તિ અનુસાર પ્રમાણ કરે છે અર્થાત્ આનાથી અધિક ક્ષેત્રાદિ વસ્તુઓનો પરિગ્રહ હું ધારણ કરીશ નહીં. આ પ્રકારના દઢ પ્રણિધાનના બળથી શ્રાવક ઇચ્છાપરિમાણ નામના પાંચમાં અણુવ્રતને ગ્રહણ કરે છે. આમ છતાં અનાદિ મોહને પરવશ જીવ છે, તેથી નિમિત્તને પામીને પોતાના વ્રતની મર્યાદા સાચવવાનો પણ પરિણામ થાય અને અધિકની પ્રાપ્તિ થતી હોય તેને ગ્રહણ કરવાની પણ કાંઈક ઇચ્છા થાય ત્યારે શ્રાવકને તે તે પ્રવૃત્તિને અનુરૂપ ઇચ્છાપરિમાણવ્રતના અતિચારોની પ્રાપ્તિ થાય છે. વસ્તુતઃ ક્ષેત્ર-વાસ્તુ આદિના પ્રમાણનો અતિક્રમ કરે તો ગ્રહણ કરાયેલા વ્રતનું ઉલ્લંઘન જ પ્રાપ્ત થાય છે; આમ છતાં કાંઈક વ્રત સાપેક્ષ રહીને અનાભોગાદિથી અતિક્રમણ થાય ત્યારે અતિચારની પ્રાપ્તિ છે. જેમ ક્યારેક વ્રતની મર્યાદાના વિસ્મરણને કારણે કાંઈક અધિક ગ્રહણ થાય અને વ્રતનું સ્મરણ થવાની સાથે જ તે અધિક પરિમાણનો ત્યાગ કરે ત્યારે વ્રતના રક્ષણનો પરિણામ વિદ્યમાન છે; તોપણ વ્રતનું અત્યંત સ્મરણ કરીને પ્રવૃત્તિ કરવામાં પ્રમાદ વર્તે છે, તેથી અતિચારની પ્રાપ્તિ છે. આવા સ્થાનમાં બહારથી વ્રતનો ભંગ છે અને અંતરમાં વ્રતનો પરિણામ હોવા છતાં વ્રતને અનુકૂળ ઉચિત યત્નના અભાવને કારણે વ્રત વિષયક મલિનતા પણ છે. આ રીતે અનેક પ્રકારે ક્ષેત્રાદિ વિષયક અતિચારોની પ્રાપ્તિ છે, તે પ્રમાણે જાણવું.૭/૨૪ Page #220 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાવગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-રપ ૨૦૩ અવતરણિકા : હવે ક્રમ પ્રાપ્ત દિફપરિમાણવ્રતના અતિચાર બતાવે છે – સૂત્ર - ऊर्ध्वाधस्तिर्यग्व्यतिक्रमक्षेत्रवृद्धिस्मृत्यन्तर्धानानि ।।७/२५ ।। સૂત્રાર્થ : ઊર્ધ્વ, અધ, તિર્યગ, વ્યતિક્રમ ક્ષેત્રની વૃદ્ધિ અને સ્મૃતિનું અંતર્ધાન એ દિવ્રતના અતિચારો છે. II૭/રપો ભાષ્ય : ऊर्ध्वव्यतिक्रमः अधोव्यतिक्रमः तिर्यग्व्यतिक्रमः क्षेत्रवृद्धिः स्मृत्यन्तर्धानमित्येते पञ्च दिग्व्रतस्यातिचारा भवन्ति, स्मृत्यन्तर्धानं नाम स्मृतेभ्रंशोऽन्तर्धानमिति ।।७/२५ ।। ભાષ્યાર્ચ - કર્ધ્વતિ ...ડત્તનમિતિ ઊર્ધ્વદિશાનો વ્યતિક્રમ, અધોદિશાનો વ્યતિક્રમ, તિર્થક દિશાનો વ્યતિક્રમ, ક્ષેત્રની વૃદ્ધિ અવ્ય દિશામાંથી ક્ષેત્રનો સંકોચ કરીને અભિપ્રેત ક્ષેત્રમાં જવાને અનુકૂળ ક્ષેત્રની વૃદ્ધિ અને સ્મૃતિનું અંતર્ધાન એ પાંચ દિવ્રતના અતિચાર છે. સ્મૃતિનું અંતર્ધાન એટલે સ્મૃતિના ભ્રંશના કારણે થતું અંતર્ધાન છે= ક્ષેત્રનું ઉલ્લંઘન છે. તિ' ટીકાની સમાપ્તિ અર્થે છે. ll/રપા ભાવાર્થ :દિક્પરિમાણવ્રતના અતિચાર : શ્રાવકને પરિપૂર્ણ મહાવ્રતની ઉત્કટ ઇચ્છા હોય છે; કેમ કે મહાવ્રતના પાલન વગર સંસારના ઉચ્છેદનો સંભવ નથી તેવો સ્થિર નિર્ણય શ્રાવકને હોય છે. સતત ત્રણ ગુપ્તિમાં જેઓ ગુપ્ત રહે છે તેઓ જ મહાવ્રતો પાળી શકે છે. તેથી તેની શક્તિના સંચય અર્થે શ્રાવક સ્વભૂમિકાનુસાર પાંચ અણુવ્રતો સ્વીકારે છે. તે પાંચ અણુવ્રતોમાં દેશથી સંવરનો પરિણામ હોવા છતાં અન્ય અંશ અસંવરનો છે તેથી અસંવરને કારણે સતત કર્મનું આગમન છે અને કર્મના આગમનથી સંસારની વૃદ્ધિ છે. અને સંસારના પરિભ્રમણથી ભય પામેલ શ્રાવક અવિરતિના અંશકૃત કર્મના આગમનના સંકોચાર્યે દિક્પરિમાણ વ્રત ગ્રહણ કરે છે; કેમ કે શ્રાવકનું ચિત્ત દિપરિમાણવ્રતવાળું ન હોય તો સર્વ ક્ષેત્ર સાથે આરંભ-સમારંભના પરિણામવાળું રહે છે. તેનો સંકોચ કરીને ક્ષેત્રમર્યાદાથી પાંચ અણુવ્રતમાં અતિશય કરવા અર્થે દિક્પરિમાણવ્રત ગ્રહણ કરે છે. આ વ્રતના પાલન અર્થે શ્રાવકે સદા પોતાના વ્રતનું સ્મરણ રાખવું જોઈએ. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ / સૂત્ર-૨પ (૧-૨-૩) ઊર્ધ્વ-અધો-તિર્યદિશાવ્યતિક્રમઅતિચાર - વસ્તુતઃ શ્રાવકે મન-વચન-કાયાથી કરણ-કરાવણને આશ્રયીને અન્ય ક્ષેત્ર સાથે પ્રવૃત્તિ કરવાનો પરિણામ ન થાય તે રીતે આત્માને સંવૃત રાખવો જોઈએ, તેના માટે દિપરિમાણવ્રત ગ્રહણ કરે છે. આમ છતાં અનાભોગ કે સહસાત્કારથી ઊર્ધ્વ-અધો-તિર્યમ્ દિશામાં જવાનો પરિણામ ક્ષેત્રમર્યાદાથી અધિક મનથી, વચનથી કે કાયાથી કે તે ત્રણેમાંથી કોઈ એકથી થયેલો હોય તો અતિચારની પ્રાપ્તિ થાય છે. વળી તે અતિક્રમ ખાલી મનથી થયેલ હોય, ખાલી વચનથી થયેલ હોય; પરંતુ કાયાથી થયેલ ન હોય તો તે અતિચારરૂપ છે. જો કાયાથી પણ તે ક્ષેત્રનું ઉલ્લંઘન થાય તો વ્રતનો ભંગ જ થાય, આમ છતાં અનાભોગ કે સહસાત્કારથી તે ક્ષેત્રનું ઉલ્લંઘન થયું હોય અને ત્યારપછી વ્રતનું સ્મરણ થાય તો તે ઉલ્લંઘન થયેલા ક્ષેત્રમાં કાર્ય કર્યા વગર નિવર્તન પામે ત્યારે અતિચારની પ્રાપ્તિ છે. જો ઉલ્લંઘન થયા પછી ત્યાં પોતાને અભિપ્રેત કાર્ય કરીને આવે તો વ્રતના ભંગની પ્રાપ્તિ થાય. તેથી ભાવથી વ્રતના પરિણામના અર્થી શ્રાવકે પોતાના વ્રતની મર્યાદાનું નિત્ય સ્મરણ કરીને મનથી પણ તે ક્ષેત્રના કાર્ય કરવાનો વિચાર કરવો જોઈએ નહીં અને અનાભોગાદિથી પણ ત્યાં ગમન કરવું જોઈએ નહીં. વળી આ વ્રત જેણે કરણ, કરાવણને આશ્રયીને ગ્રહણ કરેલ હોય તેણે કોઈ અન્ય માણસને તે ક્ષેત્રમાં મોકલવાનો વિચાર માત્ર પણ કરવો જોઈએ નહીં અને જો અન્યને મોકલવાનો વિચાર માત્ર પણ આવે તો અતિચારની પ્રાપ્તિ થાય. (૪) ક્ષેત્રવૃદ્ધિઅતિચાર - વળી લોભને વશ એક ક્ષેત્રમાં જે મર્યાદા કરેલી હોય તે મર્યાદાને ઉલ્લંઘન કરવાનો પરિણામ થાય ત્યારે અન્ય દિશાના ક્ષેત્રનો સ્વબુદ્ધિથી સંકોચ કરીને તે ક્ષેત્રમાં અધિક જવાનો સંકલ્પમાત્ર પણ કરે તો ક્ષેત્રવૃદ્ધિ નામના અતિચારની પ્રાપ્તિ થાય છે અને તે સંકલ્પ અનુસાર જવાનો વચનપ્રયોગ કરે કે કાયાથી ગમન કરે કે કોઈને મોકલે ત્યારે પરમાર્થથી વ્રતનું સંપૂર્ણ ઉલ્લંઘન છે. હું અન્ય દિશાનો સંકોચ કરીને તે દિશામાં અધિક જઉં છું, એવો કંઈક વ્રત પ્રત્યેનો સાપેક્ષ પરિણામ છે, તેટલા અલ્પ અંશરૂપ વ્રતના રાગના પરિણામને સામે રાખીને ક્ષેત્રવૃદ્ધિને અતિચાર સ્વીકારેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે અનાભોગાદિથી ક્ષેત્રનો જે અતિક્રમ થાય છે ત્યાં જેને વ્રતના ઉલ્લંઘનનો લેશ પણ પરિણામ ન હોવા છતાં વ્રતને દૃઢતાથી પાળવાનો રાગનો પરિણામ અને વ્રતની મર્યાદાને નિત્ય સ્મરણ કરવારૂપ રાગનો પરિણામ નથી તેથી તેટલા અંશથી વ્રત મલિન છે. જયારે ક્ષેત્રવૃદ્ધિ કરે છે ત્યારે લોભાશને કારણે વ્રતની મર્યાદા પ્રત્યે લેશ પણ રાગ નથી તોપણ કંઈક વ્રતને રક્ષણ કરવાનો અલ્પ અંશરૂપ રાગાંશ છે, આથી અન્ય દિશાના ક્ષેત્રનો સંકોચ કરે છે, તે અપેક્ષાએ વ્રતનો નાશ નથી તેમ કહેલ છે. (૫) સ્મૃતિઅંતર્ધાનઅતિચાર : વળી, શ્રાવકે ગ્રહણ કરેલા વ્રતનું સતત સ્મરણ રાખવું જોઈએ; પરંતુ પ્રમાદને વશ સ્મૃતિભ્રંશને કારણે પોતાના સ્વીકારેલા ક્ષેત્રથી અધિક ક્ષેત્રમાં જવાનો સંકલ્પાદિ થાય ત્યારે સ્મૃતિભ્રંશને કારણે ક્ષેત્રના અતિક્રમણરૂપ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૫ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૫, ૨૬ અતિચારની પ્રાપ્તિ થાય છે. આ અતિચાર કાળમાં પણ વ્રત પ્રત્યેનો જેને અત્યંત રાગ છે તેવા શ્રાવકને વ્રતના સ્મરણ પ્રત્યે જે ઉપેક્ષાનો અંશ છે તેટલો મલિન પરિણામ છે. II૭/રપા અવતરણિકા - હવે ક્રમ પ્રાપ્ત દેશાવગાસિકવ્રતના પાંચ અતિચાર બતાવે છે – સૂત્ર : आनयनप्रेष्यप्रयोगशब्दरूपानुपातपुद्गलक्षेपाः ।।७/२६।। સૂત્રાર્થ : આનયન, શ્રેષ્ઠ પ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત, પુદ્ગલનો ક્ષેપ એ પાંચ દેશાવગાસિકવ્રતના અતિચાર છે. ll૭/રો. ભાષ્ય : द्रव्यस्यानयनं प्रेष्यप्रयोगः शब्दानुपातः रूपानुपातः पुद्गलक्षेप इत्येते पञ्च देशव्रतस्यातिचारा મત્તિ પા૭/રદા ભાષ્યાર્થ: દ્રવ્યથાન નં. ભવત્તિ દ્રવ્યનું આયન, પ્રેળનો પ્રયોગ–માણસને અન્ય ક્ષેત્રમાં મોકલવાનો પ્રયોગ, શબ્દનો અનુપાત શબ્દ દ્વારા અન્યને બોલાવવું. રૂપનો અનુપાત=રૂપને દેખાડીને અવ્યને બોલાવવું, અને પુગલના ક્ષેપ-પથ્થર આદિ પદાર્થોના ક્ષેપ, દ્વારા અવ્યને બોલાવવું એ પાંચ દેશવ્રતના-દેશાવગાસિકવ્રતના, અતિચારો છે. IN/૨૬ ભાવાર્થદેશાવગાસિકવ્રતના અતિચારો: શ્રાવકને સાધુની જેમ સદા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રત્યે અપ્રતિબદ્ધ થવાની ઉત્કટ ઇચ્છા હોય છે, છતાં તથા પ્રકારના સત્ત્વનો સંચય થયેલો નહીં હોવાથી પાંચ અણુવ્રતો ગ્રહણ કરે છે. તે પાંચને પણ અતિશય કરવાથું, જાવજીવાદિનું દિપરિમાણવ્રત ગ્રહણ કરે છે, તે દિ૫રિમાણવ્રતમાં પણ અલ્પકાળ માટે અત્યંત સંકોચ કરીને અત્યંત સંવરભાવને અતિશય કરવા અર્થે યત્ન કરે છે. તેના માટે પ્રતિદિન કેટલીક કાલાવધિને સામે રાખીને ગૃહ આદિની મર્યાદાથી બહાર નહીં જવાનું પ્રત્યાખ્યાન કરે છે. આ પ્રકારની પરિમિત ક્ષેત્રની મર્યાદા કરીને પોતાના આરંભ-સમારંભના પરિણામને અત્યંત સંકોચ કરવા યત્ન કરે છે. (૧) આનયનપ્રયોગઅતિચાર : શ્રાવકે પોતાની સ્વીકારાયેલી ક્ષેત્રમર્યાદાથી અધિક ક્ષેત્રના વિષયમાં મન-વચન-કાયાથી કરણ અને Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૨૬ કરાવણને આશ્રયીને જે પ્રમાણે વ્રત ગ્રહણ કર્યું હોય તે પ્રકારે તેનું સ્મરણ કરીને તે ક્ષેત્રની મર્યાદાથી અન્ય ક્ષેત્રમાં કોઈ આરંભ કરવાનો લેશ પણ પરિણામ ન થાય તે રીતે સંવૃત થઈને રહેવું જોઈએ, છતાં લોભને વશ ક્યારેક તે ક્ષેત્રની બહારથી દ્રવ્યના આનયનનો પરિણામ થાય તો અતિચારની પ્રાપ્તિ થાય અને આનયનનો વિચાર થયા પછી તે મંગાવવા માટે કોઈને કહેવામાં આવે ત્યારે અધિક વ્રતભંગને અનુકૂળ પરિણામ થાય છે. શ્રાવક વસ્તુ મંગાવે અને તેનો ઉપયોગ કરે ત્યારે વળી તેનાથી અધિક વ્રતભંગને અનુકૂળ પરિણામ થાય છે. આમ છતાં હું તે ક્ષેત્રમાં ગયો નથી તેવી બુદ્ધિ હોવાથી કાંઈક વતરક્ષણનો પરિણામ છે. તેટલા અંશથી વ્રતસાપેક્ષ હોવાને કારણે દ્રવ્યના આનયનને દેશાવગાસિકવ્રતના અતિચારરૂપે કહેલ છે. વસ્તુતઃ સ્વીકારાયેલા વ્રતની મર્યાદાનું ઉલ્લંઘન હોવાથી વ્રતભંગ જ છે; કેમ કે વ્રત પ્રત્યે નિરપેક્ષ પરિણામ ઘણો છે. (૨) પ્રખ્યપ્રયોગઅતિચાર: વળી વ્રતના રક્ષણના અર્થી શ્રાવકને કોઈક વસ્તુની ઉત્કટ ઇચ્છા થાય ત્યારે તે વિચારે કે મેં ઘરની બહાર જવાનો નિષેધ સ્વીકાર્યો છે, પરંતુ બીજાને મોકલવાનો નિષેધ સ્વીકાર્યો નથી તેમ વિચારીને ક્ષેત્ર બહાર કોઈને મોકલીને વસ્તુ મંગાવે ત્યારે અન્ય ક્ષેત્રમાંથી વસ્તુ લાવવાનો પરિણામ થાય છે. જ્યારે દેશાવગાસિકવ્રતમાં તો તેટલી કાલાવધિ સુધી તેટલા પરિમિત ક્ષેત્રથી અતિરિક્ત સર્વ ક્ષેત્ર સાથેની પ્રવૃત્તિનો પ્રતિષેધ સ્વીકારાય છે. તેથી માણસને મોકલીને વસ્તુ મંગાવે ત્યારે વ્રતભંગ થાય છે, છતાં મનના વિકલ્પથી વ્રત સાપેક્ષતાને કારણે અતિચાર કહેવાય છે. વસ્તુતઃ માણસની પાસેથી મંગાવવામાં અયતનાપૂર્વક તેની લાવવાની પ્રવૃત્તિને કારણે અધિક દોષની પ્રાપ્તિ થાય છે, તોપણ વ્રત સાપેક્ષ પરિણામ હોવાને કારણે અતિચાર છે. આથી જ પોતે વ્રતના સંરક્ષણના પરિણામને કારણે તે ક્ષેત્રમર્યાદાથી બહાર જતો નથી, આમ છતાં સ્વીકારાયેલા વ્રત પ્રત્યે જેટલો ઉપેક્ષાનો પરિણામ તે પ્રમાણે ક્લિષ્ટ કર્મબંધ અવશ્ય થાય છે. આથી જ વ્રત સ્વીકાર્યા પછી અતિચારના સેવનકાળમાં ક્લિષ્ટ પરિણામ થાય તો તિર્યંચગતિ કે નરકગતિ પણ બંધાઈ શકે છે. (૩-૪-૫) શબ્દાનુપાત-રપાનુપાત-પુગલપ્રક્ષેપઅતિચાર : વળી કેટલાક શ્રાવક દેશાવગાસિકવ્રતમાં ક્ષેત્રમર્યાદા કર્યા પછી તે ક્ષેત્રથી બહારના ક્ષેત્રમાંથી કોઈકને બોલાવવાનું પ્રયોજન થાય ત્યારે સાક્ષાત્ તેમને બોલાવવાથી વ્રતભંગ થશે તેવા ભયથી બોલાવે નહીં અને બોલાવવાની ઉત્કટ ઇચ્છા હોવાથી ખોંખારો આદિ કરીને બહારની વ્યક્તિને અંદર આવવાનું સૂચન કરે અથવા પોતાનું રૂપ બહારની વ્યક્તિને બતાવીને તેને બોલાવવા પ્રયત્ન કરે અથવા પથ્થર આદિ કોઈપણ પ્રકારના પુદ્ગલાને તેના તરફ ફેંકીને તેને બોલાવવાનો પ્રયત્ન કરે ત્યારે જેટલા અંશમાં સ્વીકારાયેલા વ્રત પ્રત્યેનો અનાદર છે અને જેટલા અંશમાં પરક્ષેત્રમાં કાર્ય કરવાને અભિમુખ પરિણામ છે તેટલા અંશમાં ક્લિષ્ટ કર્મ બંધાય છે અને તેટલા અંશમાં વ્રતનું ઉલ્લંઘન જ થયું છે. ફક્ત વ્રત પાળવાના કંઈક પરિણામને Page #224 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૨૬, ૨૭ ૨૦૭ કારણે સ્વયં ક્ષેત્રથી બહાર જતો નથી અને આત્મવંચના કરીને બહારનાં કૃત્યો કરવાના પરિણામવાળો થાય છે. તેથી અતિચારની પ્રાપ્તિ છે. ll૭/રા અવતરણિકા : હવે ક્રમપ્રાપ્ત અનર્થદંડવિરમણવ્રતના અતિચાર બતાવે છે – સૂત્ર: कन्दर्पकौत्कुच्यमौखर्यासमीक्ष्याधिकरणोपभोगाधिकत्वानि ।।७/२७।। સૂત્રાર્થ - કંદર્પ, કોકુચ્ય, મૌખર્ય, અસમીક્ષ્યાધિકરણ અને ઉપભોગનું અધિકપણું એ અનર્થદંડના અતિચાર છે. ll૭/૨૭ળા ભાષ્ય :। कन्दर्पः कौत्कुच्यं मौखर्यमसमीक्ष्याधिकरणमुपभोगाधिकत्वमित्येते पञ्चानर्थदण्डविरतेरतिचारा भवन्ति, तत्र कन्दर्पो नाम रागसंयुक्तोऽसभ्यो वाक्प्रयोगो हास्यं च । कौत्कुच्यं नाम एतदेवोभयं दुष्टकायप्रचारसंयुक्तम् । मौखर्यमसम्बद्धबहुप्रलापित्वम् । असमीक्ष्याधिकरणं लोकप्रतीतम् । उपभोगाधिकत्वं चेति ।।७/२७।। ભાષ્યાર્થ: ન . રેતિ / કંદર્પ, કૌસ્તુચ્ય, મૌખર્ય, અસમીક્ષ્યાધિકરણ (અ) ઉપભોગનું અધિકપણું એ પાંચ અનર્થદંડ વિરતિ વ્રતના અતિચાર છે. ત્યાં અનર્થદંડના પાંચ અતિચારમાં, કંદર્પ એટલે રાગસહિત અસભ્ય વાફપ્રયોગ અને હાસ્ય. કૌત્કચ્ય એટલે આ જ બન્નરાગસહિત અસભ્ય વાફપ્રયોગ અને હાસ્ય આ બ, દુષ્ટકાયમચારસંયુક્ત. મૌખર્ય એટલે અસંબદ્ધબહુમલાપીપણું. અસમીક્ષ્યાધિકરણ લોકપ્રતીત છે અને ઉપભોગનું અધિકપણું લોકપ્રતીત છે. તિ' શબ્દની ટીકાની સમાપ્તિ અર્થે છે. ll૭/૨૭યા. ભાવાર્થ:અનર્થદંડવિરમણવ્રતના અતિચારો - શ્રાવકે સાધુની જેમ સર્વથા નિર્મમ થવા માટે સમર્થ નથી, તેથી દેહજન્ય શાતા અર્થે ભોગ-ઉપભોગની પ્રવૃત્તિ કરે છે; તોપણ ભોગ-ઉપભોગના પ્રયોજન સિવાય નિરર્થક કર્મબંધની પ્રાપ્તિ ન થાય તેની વિરતિ અર્થે અનર્થદંડવિરમણવ્રત ગ્રહણ કરે છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૭ (૧) કંદર્પઅતિચાર : જે શ્રાવક પોતાની શક્તિ અનુસાર નિરર્થક ભોગોપભોગની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ રહે તે પ્રકારના ગુપ્તિના પરિણામવાળા છે તેઓ જે પ્રવૃત્તિથી ભોગ-ઉપભોગત શાતાની પ્રાપ્તિ નથી, પરંતુ તુચ્છ વૃત્તિઓનું પોષણ છે તેવી પ્રવૃત્તિઓ પોતાના જીવનમાં ન થાય એ પ્રકારે ચિત્તને ગુપ્ત રાખીને સર્વ પ્રવૃત્તિઓ કરે છે. આવા શ્રાવક અનર્થદંડવિરમણવ્રતવાળા છે. ' શ્રાવક પણ મોહને વશ થઈને કોઈક નિમિત્તને પામીને અનાભોગ-સહસત્કારથી કંદર્પાદિ ભાવો કરે ત્યારે અતિચારની પ્રાપ્તિ થાય છે. જેઓએ શ્રાવકનાં બારે વ્રતો લીધેલાં હોય, છતાં પોતાની ઉપહાસાદિની પ્રકૃતિ અનુસાર કંદર્પાદિ ભાવો કરતા હોય તેઓને અનર્થદંડવિરમણવ્રત ગ્રહણમાત્રરૂપ છે, સેવનરૂપ નથી; કેમ કે પ્રત્યક્ષથી નિરપેક્ષરૂપે તેઓ કંદર્પાદિ ભાવો કરે છે. આથી જ જે શ્રાવક કંદર્પાદિ ભાવોના પારમાર્થિક સ્વરૂપને જાણીને એ ભાવો ન ઊઠે તે પ્રકારની ગુપ્તિવાળા છે તેઓને જ અનર્થદંડવિરમણવ્રતની પ્રાપ્તિ છે અને કોઈક નિમિત્તને પામીને ક્યારેક કંદર્પાદિ ભાવો થયા હોય ત્યારે અતિચારની પ્રાપ્તિ છે. ત્યાં કોઈ શ્રાવક રાગથી યુક્ત કોઈના હાસ્યાદિ અર્થે અસભ્ય વાક્યપ્રયોગ કરે ત્યારે તેની તે ચેષ્ટા અને તેનું તે પ્રકારનું હાસ્ય કંદર્પક્રીડા કહેવાય છે. અનાભોગાદિથી તેવો ભાવ થયો હોય તેનું સ્મરણ કરીને શ્રાવક તેની શુદ્ધિ કરે છે. (૨) કૌલુચ્ચઅતિચાર : વળી રાગસંયુક્ત અસભ્ય વાણીપ્રયોગ અને હાસ્યથી યુક્ત એવી દુષ્ટ કાયચેષ્ટા કરે ત્યારે કૌત્કચ્ય નામનો અતિચાર થાય છે અર્થાતુ મુખને તે રીતે મચકોડે અને તેના દ્વારા કુત્સિત ચેષ્ટાઓ કરે તે કૌન્દુશ્મનો ભાવ છે. આવો પરિણામ શ્રાવક સામાન્ય રીતે કરે નહીં, છતાં પૂર્વના અભ્યાસને કારણે ક્યારેક તેવા ભાવ કરવાનો મનમાં પરિણામ થાય અથવા કૃત્યથી પણ તેવો ભાવ કરે ત્યારે અતિચારની પ્રાપ્તિ થાય છે. તેથી શ્રાવકે તે પ્રકારના કંદર્પના અને કૌત્કચ્યના ભાવોના કુત્સિત સ્વરૂપનું ચિંતવન કરીને તે પ્રકારના વિકારો મનમાં પણ ન ઊઠે, કોઈનાં તેવાં કૃત્યો જોવાને અભિમુખ પરિણામ પણ ન થાય તે રીતે સંવૃત રહેવું જોઈએ. અનાભોગથી પણ કોઈના તે પ્રકારના વર્તનને જોઈને કંઈક પ્રીતિ થાય ત્યારે પણ અતિચારની પ્રાપ્તિ થાય છે. (૩) મૌખર્યઅતિચાર - ઘણા જીવોની સ્વાભાવિક પ્રકૃતિ હોય છે કે જે કાંઈ જાણે, જુએ તે સર્વ કોઈને કહે ત્યારે જ તેને સંતોષ થાય. આવી મુખર પ્રકૃતિવાળો જીવ પણ કોઈક નિમિત્તને પામીને તત્ત્વને પામ્યો હોય તો અનર્થદંડવિરમણવ્રતના અનર્થને જાણીને બિનજરૂરી બોલવાના વ્યવહારોને નિરોધ કરવા યત્ન કરે છે, છતાં પૂર્વના સુઅભ્યસ્ત સ્વભાવને કારણે અનાભોગાદિથી અસંબદ્ધ એવો બહુપ્રલાપ થાય ત્યારે અનર્થદંડવિરમણવ્રતના અતિચારની પ્રાપ્તિ થાય છે, અથવા તો કોઈકને તે પ્રકારે બોલતા જોઈને કે પૂર્વના અભ્યાસને કારણે સહસા Page #226 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૭ ૨૦૯ તે પ્રકારે બોલવાને અભિમુખ પરિણામમાત્ર થયો હોય, છતાં વ્રતના સ્મરણથી તે પ્રકારનું ઉચ્ચારણ કર્યું ન હોય તોપણ મુખરપણારૂપ અતિચારની પ્રાપ્તિ થાય છે. આથી શ્રાવકે સતત અનર્થદંડના પારમાર્થિક સ્વરૂપને વિચારીને અને જે પ્રકારે પોતાને પૂર્વમાં મુખરપણાનો અભ્યાસ થયો છે, તેના પ્રત્યે વારંવાર અત્યંત જુગુપ્સા કરીને તેનાથી સંવૃત થવા યત્ન કરવો જોઈએ. જ્યાં સુધી તે પ્રકારે શક્તિનો સંચય ન થાય ત્યાં સુધી વ્રત ગ્રહણ કરવામાં પણ વિલંબન કરવું જોઈએ. આ પ્રકારે અભ્યાસથી આત્માને સંપન્ન કરીને પછી જ વ્રત ગ્રહણ કરવું જોઈએ, છતાં તે પ્રકારનો અભ્યાસ કરીને કંઈક મુખરપણાના પરિણામથી ચિત્ત વિરામ પામેલું હોય અને ત્યારપછી વ્રત ગ્રહણ કરેલ હોય તોપણ અનાભોગાદિથી તેવો મુખરપણાનો પ્રયોગ થાય ત્યારે અતિચારની પ્રાપ્તિ થાય છે. (૪) અસમીક્ષ્યઅધિકરણઅતિચાર : વિચાર્યા વગર અન્યની પાપની પ્રવૃત્તિ થાય તેવો વચનપ્રયોગ કે તેવી અધિકરણની સામગ્રીનું પ્રદાન કે અન્યના આરંભ-સમારંભમાં સહાયક થવારૂપ અધિકરણની પ્રવૃત્તિ તે અસમીક્ષ્યાધિકરણ છે. કોઈ પ્રવૃત્તિથી પોતાનું પ્રયોજન સિદ્ધ થતું ન હોવા છતાં અન્યને આરંભ-સમારંભની સલાહ આપે કે આરંભ-સમારંભને અનુકૂળ સામગ્રી પ્રદાન કરે કે અન્યના આરંભ-સમારંભની પ્રવૃત્તિમાં સહાયક બને તે પણ અસમીક્ષ્યાધિકરણ નામનો દોષ છે. પોતાનું કોઈક પ્રયોજન સિદ્ધ થતું હોવા છતાં શ્રાવક પોતાની મર્યાદા અનુસાર કોઈ પ્રવૃત્તિ માટે ઉચિતઅનુચિતનો વિચાર કર્યા વગર તેવી પ્રવૃત્તિ વિષયક કોઈને સલાહ આપે છે તેવી પ્રવૃત્તિ કોઈ કરતું હોય તેમાં સહાયક થાય તો અસમીક્ષ્યઅધિકરણ દોષ અનર્થદંડમાં અતિચારરૂપે પ્રાપ્ત થાય છે. વસ્તુતઃ એ અનર્થદંડરૂપ જ છે, પરંતુ અનાભોગથી કે સહસાત્કારથી કે માત્ર મનના વિકલ્પથી તેવો પરિણામ થયો હોય ત્યારે અતિચાર કહેવાય છે; પરંતુ જેઓ સતત વિચાર્યા વગર તેવી પ્રવૃત્તિઓ કરે છે તેઓને અનર્થદંડવિરમણવ્રતનો ભંગ છે. (૫) ઉપભોગાપિક્યઅતિચાર : શ્રાવક સમ્યવને ધારણ કરનાર હોય છે અને સમ્યક્તને સ્થિર કરવા અર્થે સતત ભગવાનના વચનના પરમાર્થને જાણીને તેનાથી આત્માને ભાવિત કરવા યત્ન કરે છે. તેથી જે ભોગપભોગની પ્રવૃત્તિનું પોતે નિવર્તન કરી શકે તેમ નથી તેવી ભોગોપભોગની પ્રવૃત્તિ પણ વણલેપની જેમ કરે છે, જેથી તે ભોગોપભોગની પ્રવૃત્તિમાં નિઃસારતાના બોધને કારણે શ્રાવકનો સંશ્લેષનો પરિણામ પૂર્વ પૂર્વ કરતાં સતત અલ્પ-અલ્પતર થાય છે. શ્રાવક અનર્થદંડવિરમણવ્રત ગ્રહણ કરે છે ત્યારે ભોગમાં તીવ્ર વૃદ્ધિ કરનાર ભોગોપભોગનું વિરમણ કરે છે, છતાં ક્યારેક પૂર્વના સંસ્કારથી અનાભોગાદિ દ્વારા ઉપભોગનું અધિકતાથી સેવન થાય ત્યારે અનર્થદંડવિરમણવ્રતના અતિચારની પ્રાપ્તિ થાય છે, જે શ્રાવકજીવનની મર્યાદા અનુસાર ભોગપભોગરૂપ નથી, પરંતુ ભોગની વૃદ્ધિના અંગભૂત છે. તેથી ભોગની વૃદ્ધિના સ્વરૂપનું ભાવન કરીને શ્રાવકે સદા ભોગોપભોગની વૃદ્ધિનો પરિહાર થાય તેવો યત્ન કરવો જોઈએ. ll૭/૨૭ Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ તત્ત્વાર્થાધિગમસત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૮ અવતરણિકા : હવે ક્રમ પ્રાપ્ત સામાયિકવ્રતના અતિચારોને કહે છે – સૂત્ર: - યોકુળાનાના મૃત્યુનુપસ્થાપનાનિ ૭/૨૮ાા સૂત્રાર્થ : યોગદુષ્પણિધાન, અનાદર અને સ્મૃતિઅનુપસ્થાપન એ પાંચ સામાયિકવ્રતના અતિચાર છે. II૭/૨૮li ભાષ્ય : कायदुष्प्रणिधानं वाग्दुष्प्रणिधानं मनोदुष्प्रणिधानमनादरः स्मृत्यनुपस्थापनमित्येते पञ्च सामायिकव्रतस्यातिचारा भवन्ति ।।७/२८।। ભાષ્યાર્થ: સાવેલુળાનં .... મત્તિ | કાયદુષ્પણિધાત=સામાયિકના પરિણામમાં મલિનતા કરે તે પ્રકારે કાયાનું પ્રવર્તન, વાડુઝ્મણિધાન સામાયિકના પરિણામમાં મલિનતા કરે તે પ્રકારે વાણીનો પ્રયોગ, મનોદુમ્બ્રણિધાન સામાયિકના પરિણામમાં મલિનતા કરે તે પ્રકારે સૂક્ષ્મ પણ મનનો વિચાર, અનાદર=સામાયિક કાળ દરમિયાન સમભાવના પરિણામની વૃદ્ધિને અનુકૂળ અયત્ન, સ્મૃતિનું અનુપસ્થાપન=સામાયિકના પરિણામનું સ્મૃતિમાં ઉપસ્થિત કરીને તેને અનુરૂપ પ્રયત્ન કરવાનો અભાવ તે સ્મૃતિ અનુપસ્થાપન, છે. એ પાંચ સામાયિકવ્રતના અતિચાર છે. ll/૨૮. ભાવાર્થસામાયિકવ્રતના અતિચારો: શ્રાવક સર્વવિરતિના બળસંચયાર્થે અંતર્મુહૂર્ત કાળની અવધિ કરીને જગતના સર્વ ભાવો પ્રત્યે સમભાવની વૃદ્ધિ થાય તે પ્રકારે સમભાવ પ્રત્યે રાગ ધારણ કરીને સમભાવની વૃદ્ધિના ઉપાયમાં યત્ન કરવા સામાયિક ઉચ્ચરાવે છે અને સામાયિક ઉચ્ચરાવ્યા પછી સમભાવની વૃદ્ધિને અનુકૂળ ત્રણ ગુપ્તિથી ગુપ્ત થઈને સતત યત્ન કરે છે. (૧) કાયદુષ્મણિધાનઅતિચાર - સામાયિક ગ્રહણ કર્યા બાદ સમભાવની વૃદ્ધિમાં કાયાની પ્રવૃત્તિનું પ્રયોજન ન હોય તો શ્રાવક કાયાને સ્થિર રાખીને સ્વાધ્યાયાદિમાં યત્ન કરવા દ્વારા સમભાવના પરિણામને દઢ-દઢતર કરવા યત્ન કરે છે; છતાં કોઈક નિમિત્તથી ખણજ આદિ થાય અને ઉપયોગ ત્યાં જાય તો સમભાવને અનુકૂળ યત્નમાં સ્કૂલના થાય Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ / સૂત્ર-૨૮ તેવું બને તે વખતે ખણજની ઉપેક્ષા કરીને સમભાવમાં યત્ન કરી શકે તેમ ન હોય તો જીવરક્ષાના પરિણામપૂર્વક કાયાનું અવલોકન કે પ્રમાર્જન કરીને તે રીતે જ ખણજ કરે કે જેથી કોઈ જીવની હિંસા થવાનો સંભવ ન રહે. આવા વખતે જો અનાભોગ-સહસાત્કારથી તે રીતે અવલોકન કે પ્રમાર્જન કર્યા વગર ખણજ આદિ કરે તો કાયદુષ્મણિધાન નામના અતિચારની પ્રાપ્તિ થાય. વળી સામાયિક દરમ્યાન અધ્યયન આદિ અર્થે ગુરુ આદિ પાસે જવાનો પ્રસંગ હોય તો અત્યંત સંવૃત થઈને ઈર્યાસમિતિ આદિપૂર્વક શ્રાવક જાય છે, પરંતુ તે વખતે ઈર્યાસમિતિ આદિના પાલનમાં ક્યાંય અલના થાય તો કાયદુપ્પણિધાન નામના અતિચારની પ્રાપ્તિ થાય. વળી કાયાની કોઈપણ સૂક્ષ્મ પ્રવૃત્તિ નિધ્ધયોજન કરવામાં આવે તો સમભાવની વૃદ્ધિમાં તે પ્રવૃત્તિ વ્યાઘાતક હોવાથી કાયદુષ્મણિધાનરૂપ છે. વળી, કાયાની જે પ્રકારની પ્રવૃત્તિ ન કરવામાં આવતાં અંતરંગ રીતે સમભાવનો યત્ન સ્કૂલના પામતો હોય તે પ્રકારની પ્રવૃત્તિ જીવરક્ષાના દયાળુ સ્વભાવને ઉલ્લસિત કરીને યતનાપૂર્વક કરવામાં ન આવે, પરંતુ યથાતથી કરવામાં આવે તોપણ કાયદુષ્મણિધાન અતિચારની પ્રાપ્તિ થાય છે. (૨) વાડ્મ્રણિધાનઅતિચાર: વળી સામાયિક કાળ દરમિયાન સમભાવની વૃદ્ધિનું કારણ ન હોય તે પ્રકારનો વચનપ્રયોગ કરવામાં આવે તો વાડુઝ્મણિધાનની પ્રાપ્તિ થાય. તેથી સંયમનું પ્રયોજન ન હોય તો સામાયિક દરમિયાન શ્રાવક બાહ્ય પદાર્થો વિષયક કોઈપણ પ્રકારનો વચનપ્રયોગ કરે નહીં. વળી સામાયિક દરમિયાન શાસ્ત્રના પદાર્થો વિષયક પણ વચનપ્રયોગ તત્ત્વને સ્પર્શે અને સમભાવની વૃદ્ધિ થાય તેમ ન કરવામાં આવે તો વાક્ષ્મણિધાનની પ્રાપ્તિ થાય; કેમ કે તે વચનપ્રયોગ શબ્દથી શાસ્ત્રવચનરૂપ હોવા છતાં અર્થથી સામાયિકના પરિણામ સાથે અસંબદ્ધ હોવાથી સામાયિકના પરિણામનો વ્યાઘાત કરનાર છે. માટે અત્યંત વચનગુપ્તિપૂર્વક સામાયિકના પરિણામની વૃદ્ધિનું કારણ બને તે પ્રકારે જ વચનપ્રયોગ સામાયિક દરમિયાન કરવો જોઈએ, અન્યથા વાક્મણિધાન નામના અતિચારની પ્રાપ્તિ થાય. (૩) મનોદુષ્પણિધાનઅતિચાર : મન જ આત્માના સામાયિકના પરિણામની નિષ્પત્તિ કરે છે અને નિષ્પન્ન થયેલા સામાયિકના પરિણામની વૃદ્ધિ કરે છે. અપક્વદશામાં મન દ્વારા સામાયિકનો પરિણામ પ્રગટ ન થતો હોય તો પણ તેને અનુરૂપ મનોયોગ પ્રવર્તાવાવમાં આવે તો સામાયિકના પરિણામની નિષ્પત્તિનું અંગ તે મનોયોગ બને છે. તેથી સાક્ષાત્ કે પરંપરાએ સામાયિકના પરિણામ સાથે સંબંધવાળો ન હોય તેવો સૂક્ષ્મ પણ વિચાર મનમાં સ્પર્શ તો તે મનોદુમ્બ્રણિધાન છે. આથી જ કોઈ ઇન્દ્રિય સાથે કોઈ વિષયનો સંપર્ક થાય અને જિજ્ઞાસાને વશ તે વિષય સંબંધી કોઈક વિચાર સામાયિક દરમિયાન આવે તો પણ તે મનોદુપ્પણિધાન છે; કેમ કે સામાયિક દરમિયાન શ્રાવકને સુખ-દુઃખ, શત્રુ-મિત્ર, જીવન-મૃત્યુ આદિ સર્વ ભાવો પ્રત્યે સમભાવને વહન કરે અને તે ભાવને જ અતિશય કરે તેવી રીતે મનોયોગને પ્રવર્તાવવો જોઈએ, તેમાં અનાભોગથી કે સહસાત્કારથી પણ અન્ય વિચાર સ્પર્શે તો મનોદુષ્પણિધાનની પ્રાપ્તિ છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૮, ૨૯ (૪) અનાદરઅતિચાર : સામાન્યથી જે વસ્તુનો અત્યંત આદર હોય તે પ્રવૃત્તિ કરવાનો ઉચિતકાળ પ્રાપ્ત થાય કે તરત જ તેનું સ્મરણ થાય છે અને પોતાની અત્યંત પ્રિય વસ્તુનું સેવન કર્યા પછી પણ તેનું સ્મરણ રહે છે. શ્રાવકના મનમાં સામાયિકનો પરિણામ અત્યંત આદરનું સ્થાન ધરાવે છે; કેમ કે સામાયિકનો પરિણામ જ સર્વ કલ્યાણનું કારણ છે, તેવી તેનામાં સ્થિરબુદ્ધિ હોય છે. જો આ પ્રકારનો સામાયિક વિષયક ઉપયોગ ન વર્તતો હોય તો યથા-તથા સામાયિક કરાય છે અને સામાયિક સ્વીકાર્યા પછી તેને સતત પુષ્ટ કરવા માટે ઉચિત ક્રિયા કરવામાં યત્ન થતો નથી, જે સામાયિક પ્રત્યેનો અનાદરનો પરિણામ છે. કોઈક રીતે સામાયિકના ઉત્તમ ફળની અનુપસ્થિતિ થવાને કારણે અનાભોગાદિથી સામાયિકની પ્રવૃત્તિમાં અનાદર થયો હોય તો તે સામાયિકની ક્રિયામાં અતિચારરૂપ છે; કેમ કે બાહ્યથી સામાયિકની ક્રિયા કરે છે અને અંતરંગભાવની વૃદ્ધિ માટે કે સામાયિકની પરિણતિની નિષ્પત્તિ માટે પ્રયત્ન કરવામાં પ્રમાદ વર્તે છે, માટે તે અતિચાર છે. (૫) સ્મૃતિઅનુપસ્થાપન અતિચાર : જે વસ્તુનું જેને અત્યંત મહત્ત્વ હોય તે વસ્તુની તેને અવશ્ય સ્મૃતિ રહે છે અને તેના સેવનકાળમાં પણ તેમાં સતત દૃઢ ચિત્ત પ્રવર્તે છે; પરંતુ પ્રમાદને વશ ઉચિતકાળે સામાયિક કરવાનું સ્મરણ ન થાય કે સામાયિક ગ્રહણ કર્યા પછી પણ હું સામાયિકના પરિણામની મર્યાદામાં છું કે નહીં તેનું સ્મરણ ન રહે અને યથા-તથા પ્રવૃત્તિ થાય ત્યારે સ્મૃતિમાં સામાયિકનું અનુપસ્થાપન થવાથી અતિચારની પ્રાપ્તિ થાય છે. માટે શ્રાવકે સામાયિકના પરિણામના પારમાર્થિક સ્વરૂપનું ભાવન કરીને અંતરંગ સામાયિકનો પરિણામ પ્રગટ થાય તદર્થે સામાયિકકાળ દરમિયાન ત્રણે યોગના દુષ્પણિધાનનો પરિહાર કરવો જોઈએ અને સામાયિકની પ્રવૃત્તિ પ્રત્યે લેશ પણ અનાદર ન થાય અને સામાયિકની નિષ્પત્તિના ઉપાયમાં ઉચિત યત્નનું વિસ્મરણ ન થાય તે રીતે સર્વ અતિચારોના પરિહારપૂર્વક સામાયિકમાં યત્ન કરવો જોઈએ, જેથી સામાયિકના ફળની પ્રાપ્તિ થાય. II૭/૨૮ અવતરણિકા - હવે ક્રમ પ્રાપ્ત પૌષધોપવાસવ્રતના પાંચ અતિચાર બતાવે છે – સૂત્ર अप्रत्यवेक्षिताप्रमार्जितोत्सर्गादाननिक्षेपसंस्तारोपक्रमणानादरस्मृत्यनुपस्थापनानि ।।७/२९।। સૂત્રાર્થ : અપ્રત્યવેક્ષિત અપમાર્જિત ભૂમિમાં ઉત્સર્ગ, અપ્રત્યવેક્ષિત અપમાર્જિત વસ્તુનું આદાન Page #230 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ અધ્યાય-૭ | સૂત્ર–૨૯ ૨૧૩ નિક્ષેપ=ગ્રહણ અને સ્થાપન, અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત એવા સંથારા ઉપર ઉપક્રમ, અનાદર, સ્મૃતિનું અનુપસ્થાપન એ પાંચ પૌષધોપવાસવ્રતના અતિચારો છે. II૭/૨૯।। ભાષ્યઃ अप्रत्यवेक्षिताप्रमार्जिते उत्सर्गः, अप्रत्युपेक्षिताप्रमार्जितस्यादाननिक्षेपौ, अप्रत्यवेक्षिताप्रमाजितसंस्तारोपक्रमः, अनादरः, स्मृत्यनुपस्थापनमित्येते पञ्च पौषधोपवासस्यातिचारा भवन्ति ।।૭/૨૦૦૫ ભાષ્યાર્થ ઃ अप्रत्यवेक्षिताप्रमार्जिते મત્તિ ।। અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત ભૂમિમાં ઉત્સર્ગ, અપ્રત્યુપેક્ષિત અપ્રમાર્જિત વસ્તુનું આદાન-નિક્ષેપ=ગ્રહણ અને સ્થાપન, અપ્રત્યુપેક્ષિત અપ્રમાર્જિત એવા સંથારા ઉપર ઉપક્રમ, અનાદર=પૌષધવ્રતમાં અનાદર, સ્મૃતિનું અનુપસ્થાપન=પૌષધવ્રતની મર્યાદાનું વિસ્મરણ, એ પાંચ પૌષધોપવાસવ્રતના અતિચારો છે. ।।૭/૨૯લા ભાવાર્થ: પૌષધોપવાસવ્રતના અતિચારો : શ્રાવક સંપૂર્ણ આરંભ-સમારંભથી નિવૃત્ત થઈને સાધુની જેમ અવ્યાપારવાળા થવા માટે પર્વતિથિની આરાધના નિમિત્તે પૌષધોપવાસ કરે છે=આહારપૌષધ આદિ ચાર પ્રકારનો પૌષધ કરે છે, જેમાં સંપૂર્ણ પાપના વિરામરૂપ અવ્યાપારપૌષધ મુખ્ય છે અને તેના અંગરૂપે આહારપૌષધ, બ્રહ્મચર્યપૌષધ, અને શરીરસત્કારના ત્યાગરૂપ પૌષધ સ્વીકારે છે. આ પૌષધની આરાધનાના બળથી શ્રાવક સંપૂર્ણ નિરારંભ જીવનને અનુકૂળ શક્તિનો સંચય કરે છે. પૌષધ દરમિયાન શ્રાવક શાસ્ત્રઅધ્યયનાદિ દ્વારા આત્માને અત્યંત વાસિત કરવા યત્ન કરે છે. (૧) અપ્રત્યવેક્ષિતઅપ્રમાર્જિતઉત્સર્ગઅતિચાર : પૌષધવ્રત અંગીકાર કર્યા પછી દેહના ધર્મ તરીકે મળમૂત્રાદિનો ત્યાગ કરવાનો પ્રસંગ આવે ત્યારે શ્રાવક ભૂમિનું ચક્ષુથી નિરીક્ષણ કરી ત્યાં કોઈ જીવ નથી તેવો નિર્ણય કર્યા પછી ચક્ષુને અગોચર એવા પણ કોઈ જીવની હિંસા ન થાય, તદર્થે તે ભૂમિનું પ્રમાર્જન કરે; ત્યારપછી તે ભૂમિમાં મળનો ઉત્સર્ગ કરે. પ્રમાદને વશ તે પ્રકારની મળવિસર્જનની પ્રવૃત્તિમાં ક્યાંય સ્ખલના કરી હોય ત્યારે અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત ભૂમિમાં પરઠવવારૂપ અતિચારની પ્રાપ્તિ થાય છે. તેથી શ્રાવકે પૌષધ દરમિયાન જીવરક્ષાને અનુકૂળ અંતરંગ દયાના પરિણામપૂર્વક દઢ ઉપયોગ સહિત ભૂમિનું પ્રેક્ષણ અને પ્રમાર્જન કરીને જ મળવિસર્જન કરવું જોઈએ. (૨) અપ્રત્યવેક્ષિતઅપ્રમાર્જિતઆદાનનિક્ષેપઅતિચાર : વળી, શ્રાવક પૌષધ દરમિયાન સતત આત્માને ત્રણ ગુપ્તિમાં રાખીને સાધુની જેમ અસંગભાવની વૃદ્ધિ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૯, ૩૦ થાય તે રીતે અંતરંગ ઉચિત યત્ન કરે છે અને તેને ઉપષ્ટભક સ્વાધ્યાય આદિની ક્રિયા કરે છે. તે વખતે પુસ્તકાદિ કે અન્ય કોઈ વસ્તુનું ગ્રહણ તેના અંગરૂપે આવશ્યક જણાય તો તેને ગ્રહણ કર્યા પૂર્વે જે જે સ્થાનમાં તેને સ્પર્શ કરવાનો પ્રસંગ હોય તે સ્થાનને પ્રથમ ચક્ષુથી ‘જીવ છે કે નહીં’ તેનો નિર્ણય થાય તે રીતે તેનું પ્રેક્ષણ કરે, ત્યારપછી ચક્ષુ અગ્રાહ્ય કોઈક સૂક્ષ્મ જીવ ન મરે તદર્થે પ્રમાર્જનાની ઉચિત વિધિ અનુસાર પ્રમાર્જના કરે. આ રીતે વસ્તુનું ગ્રહણ કરીને જે સ્થાનમાં તેને સ્થાપન ક૨વાનું હોય ત્યાં પણ સૂક્ષ્મ ચક્ષુથી અવલોકન કરે અને ઉચિતવિધિથી પ્રમાર્જન કરે. આ સર્વમાં કોઈપણ પ્રકારની યતનાની સ્ખલના થાય તે પૌષધવ્રતમાં અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિતના આદાન-નિક્ષેપરૂપ અતિચાર છે. (૩) અપ્રત્યવેક્ષિતઅપ્રમાર્જિતસંસ્તારકઉપક્રમણઅતિચાર : વળી, શ્રાવક પૌષધ દરમિયાન સંથારો પાથરીને કે કટાસણું આદિ પાથરીને તેના ઉપર બેસે છે ત્યારે બેસતા પૂર્વે ચક્ષુથી ‘જીવ છે કે નહીં’ તેનું સમ્યગ્ અવલોકન કરે અને ચક્ષુથી ન દેખાય તેવા સૂક્ષ્મ જીવોના રક્ષણાર્થે પ્રમાર્જના કરે ત્યારપછી સંથારા ઉપર ઉપક્રમ કરે, અર્થાત્ બેસે. આ પ્રકારની ઉચિત વિધિમાં જે પણ સૂક્ષ્મ સ્ખલના થાય તે અપ્રત્યવેક્ષિતઅપ્રમાર્જિતસંસ્તારકઉપક્રમણ નામનો અતિચાર છે. (૪) અનાદરઅતિચાર : શ્રાવક માટે પૌષધની ક્રિયા સર્વવિરતિની શક્તિના સંચયને અનુકૂળ નિરારંભ જીવનના અભ્યાસરૂપ છે. તેને યોગ્ય અંતરંગ પરિણામમાં યત્ન કર્યા વગર માત્ર બાહ્યક્રિયા કરવામાં આવે તો પૌષધોપવાસવ્રતમાં અપેક્ષિત પરિણામ પ્રત્યે અનાદર વર્તે છે, જે અતિચારરૂપ છે; કેમ કે અનાદરથી કરાયેલી પ્રવૃત્તિ ગુણવૃદ્ધિનું કારણ બનતી નથી પરંતુ કાયિકક્રિયા માત્ર બને છે. તેથી પૌષધવ્રતના ગુણોનું સ્મરણ કરીને તે ગુણોની વૃદ્ધિ થાય તે પ્રકારના અંતરંગ વ્યાપારપૂર્વક અત્યંત આદરથી યુક્ત પૌષધની ક્રિયા ક૨વી જોઈએ. (૫) સ્મૃતિઅનુપસ્થાપનઅતિચાર : : શ્રાવકે પૌષધ દરમિયાન ‘હું પૌષધમાં છું અને આ પૌષધ વ્રતની મર્યાદા છે' તે પ્રકારે પૌષધની મર્યાદાના સ્મરણપૂર્વક પૌષધની ક્રિયા કરવી જોઈએ, જેથી સ્વીકારાયેલ વ્રત ગુણસ્થાનકની વૃદ્ધિનું કારણ બને. પરંતુ પ્રમાદને વશ સ્મૃતિ વગર માત્ર ક્રિયાઓ કરવામાં આવે કે ક્રિયાકાળમાં કાંઈક સ્મૃતિ હોવા છતાં વારંવાર સ્મૃતિનું અનુપસ્થાપન થાય ત્યારે પૌષધવ્રતના સ્મૃતિઅનુપસ્થાપન નામના અતિચારની પ્રાપ્તિ થાય છે. આ અતિચારની ઉપેક્ષા કરવામાં આવે તો પૌષધ વ્રત ગુણવૃદ્ધિનું કારણ બનતું નથી. ll૭/૨૯॥ અવતરણિકા : હવે ક્રમપ્રાપ્ત ઉપભોગવ્રતના અતિચારો બતાવે છે સૂત્રઃ - सचित्तसम्बद्धसंमिश्राभिषवदुष्पक्वाहाराः ।।७/३०।। Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૩૦ સૂત્રાર્થ - સચિત્ત, સચિનસંબદ્ધ, સચિરસંમિશ્ર, અભિષવ, દુષ્પક્વ (એવા આહારનું સેવન ઉપભોગ વ્રતના અતિચારો છે. II૭/૩oll ભાષ્ય :- सचित्ताहारः, सचित्तसम्बद्धाहारः, सचित्तसंमिश्राहारः, अभिषवाहारः, दुष्पक्वाहार इत्येते पञ्च उपभोगव्रतस्यातिचारा भवन्ति ।।७/३०।। ભાષ્યાર્થ : સચિરાહાર, સચિનસંબદ્ધ આહાર, સચિરસંમિશ્ર આહાર, અભિષવાહાર અને દુષ્પાહાર એ પાંચ ઉપભોગવતના અતિચારો છે. I૭/૩૦|| ભાવાર્થ :ભોગોપભોગવિરમણવ્રતના અતિચારો - શ્રાવક ભોગોપભોગવ્રતની મર્યાદા કરીને સંપૂર્ણ અભોગના પરિણામવાળા સાધુ તુલ્ય થવાના અર્થી છે; કેમ કે સાધુ આહાર વાપરતા નથી. પરંતુ સંયમવૃદ્ધિનું અંગ જણાય તો જેમ વસ્ત્ર ધારણ કરે છે તેમ સંયમવૃદ્ધિના અંગભૂત દેહનું પાલન કરવા અર્થે આહાર વાપરે છે; પરંતુ આહારસંજ્ઞાને વશ થઈને આહાર વાપરતા નથી, માત્ર સંયમવૃદ્ધિના ઉપાયનું સેવન કરે છે. માટે સાધુ સંપૂર્ણ ભોગ-ઉપભોગના પરિણામથી પર છે અને શ્રાવક આવા સંપૂર્ણ ભોગ-ઉપભોગના પરિણામથી પર થવાના અર્થી છે. તેથી શ્રાવક હંમેશાં સાધુધર્મનું પરિભાવન કરીને તેના પાલનને યોગ્ય શક્તિના સંચયાર્થે ભોગનું અને ઉપભોગનું પરિમાણ કરે છે. (૧-૨-૩) સચિત્તઆહાર, સચિત્તસંબદ્ધ અને સચિરસંમિશ્રઆહાર અતિચાર: જે શ્રાવકની શક્તિ હોય તે શ્રાવક સચિત્ત એવા સર્વ ભોગોનો અવશ્ય ત્યાગ કરે છે અને સંપૂર્ણ સચિત્તના ત્યાગની શક્તિ ન હોય અર્થાત્ સચિત્તનો સંપૂર્ણ ત્યાગ કરે તો ચિત્ત તે પ્રકારના રાગને કારણે અસ્વસ્થ રહે તેમ છે તો સચિત્ત આહાર ગ્રહણ કરવાની મર્યાદા નક્કી કરે છે. તે મર્યાદામાં જે અતિક્રમણ થાય તેને આશ્રયીને ઉપભોગના પાંચ અતિચારો ભાષ્યકારશ્રીએ બતાવ્યા છે. ઉપલક્ષણથી પરિભોગના પણ અતિચારોનું ગ્રહણ હોવું જોઈએ તેમ જણાય છે. ટીકાકારશ્રીએ તેનો કોઈ ખુલાસો કર્યો નથી, તેથી બહુશ્રુતો વિચારે. વળી કોઈ શ્રાવક સંપૂર્ણ ભોગથી પર એવા સાધુ તુલ્ય થવાની શક્તિના સંચયાર્થે પોતે દેહના રાગને કારણે અને આહારસંજ્ઞાના વશના કારણે જે આહારાદિનો ઉપભોગ કરે છે તેના ઉપર નિયંત્રણ કરવા અર્થે સચિત્તનો સર્વથા ત્યાગ કરે છે, છતાં અનાભોગથી કે સહસાત્કારથી સચિત્ત આહારનું ગ્રહણ થાય કે સચિત્તસંબદ્ધ આહારનું ગ્રહણ થાય કે સચિત્તસંમિશ્રઆહારનું ગ્રહણ થાય તો અતિચારની પ્રાપ્તિ થાય. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૩૦ જે શ્રાવક સંપૂર્ણ સચિત્તઆહારનો ત્યાગ કરી શકે તેમ નથી; કેમ કે તે પ્રકારની લાલસાનો પરિહાર થયો નથી તેવો શ્રાવક પણ શક્તિ અનુસાર સચિત્ત વસ્તુના ગ્રહણની મર્યાદા કરે છે; છતાં ભોગોપભોગવ્રતની મર્યાદાથી અધિક સચિત્ત આહાર અનાભોગથી ગ્રહણ થાય ત્યારે અતિચારની પ્રાપ્તિ છે. વળી સચિત્ત વસ્તુ સાથે સંબંદ્ધ રહેલા આહારને ગ્રહણ કરવાની ઇચ્છા થાય અને પોતાને સચિત્તનો ત્યાગ હોય ત્યારે વિચાર થાય કે આ સચિત્ત નથી માટે હું ગ્રહણ કરું છું; તે વખતે તે આહારના ગ્રહણમાં અતિચારની પ્રાપ્તિ થાય છે; કેમ કે સચિત્તનો ત્યાગ કર્યા પછી સચિત્ત સાથે સંબદ્ધ વસ્તુ હોય કે સચિત્ત સાથે મિશ્ર વસ્તુ હોય, તેવી વસ્તુનો પણ અવશ્ય ત્યાગ કરવો જોઈએ, એ પ્રકારની શાસ્ત્રમર્યાદા છે; છતાં સચિત્ત સાથે સંબદ્ધ આહાર ગ્રહણ કરવામાં આવે તો અતિચારની પ્રાપ્તિ થાય. અથવા અનાભોગ કે સહસાત્કારથી પણ સચિત્ત આહાર ગ્રહણ કરે કે સચિત્તસંબદ્ધ આહાર ગ્રહણ કરે કે સચિત્તસંમિશ્ર આહાર ગ્રહણ કરે તો અતિચારની પ્રાપ્તિ થાય; એટલું જ નહીં પણ સચિત્તની મર્યાદાથી અધિક સચિત્ત ગ્રહણ કરવાનો કે સચિત્તસંબદ્ધ છે માટે સચિત્ત નથી તેમ વિચારીને ગ્રહણ કરવાનો વિચાર માત્ર કરે તોપણ ક્રમશઃ અતિક્રમાદિથી અતિચારની પ્રાપ્તિ થાય. માટે શ્રાવકે સતત સંપૂર્ણ ભોગ રહિત અવસ્થાની પ્રાપ્તિનું કારણ બને તે પ્રકારના ભોગના દેશસંવરના અધ્યવસાયપૂર્વક ભોગ-ઉપભોગની પ્રવૃત્તિ કરવી જોઈએ, જેથી કોઈ અતિચારની પ્રાપ્તિ થાય નહીં. વળી કેટલીક સચિત્ત વસ્તુ અચિત્ત સાથે સંબદ્ધમાત્ર હોતી નથી, પરંતુ તે રીતે મિશ્ર હોય છે કે સચિત્ત અને અચિત્ત બન્નેનો વિભાગ કરીને છુટું કરી શકાય નહીં. જેમ કોઈ સચિત્ત રસ સાથે અન્ય અચિત્ત રસ મિશ્ર થાય ત્યારે તે સચિત્તમિશ્ર બને છે તેવી વસ્તુ ગ્રહણ કરવાથી અથવા સચિત્ત સાથે સંબંધિત વસ્તુને છૂટી કરીને ગ્રહણ કરવાથી અતિચારની પ્રાપ્તિ છે. (૪) અભિષવાહારઅતિચાર : અનેક દ્રવ્યોના મિશ્રણથી થનાર સૂરા=મદ્ય, આદિ દ્રવ્યો અભિષવાહાર છે. તેમાં કોઈક સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ હોવાની સંભાવના રહે છે. વળી તે વિકારનાં ઉત્તેજક દ્રવ્યો છે. તેથી શ્રાવક ભોગોપભોગ વ્રતનું પરિમાણ કરે ત્યારે તેવાં દ્રવ્યોનો ત્યાગ કરે છે, છતાં અનાભોગાદિથી કે મનના વિકલ્પરૂપે અતિક્રમાદિથી તેનું સેવન થાય ત્યારે અતિચારની પ્રાપ્તિ થાય છે. (૫) દુષ્પક્વાહારઅતિચાર: ભોગોપભોગપરિમાણવ્રતને ગ્રહણ કરનાર શ્રાવક જેમ સચિત્તનો ત્યાગ કરે છે તેમ સચિત્તની મિશ્રતાની સંભાવનાના કારણે દુષ્પક્વાહારનો પણ ત્યાગ કરે છે. આમ છતાં અનાભોગાદિથી તેવો આહાર ગ્રહણ થાય તો અતિચારની પ્રાપ્તિ થાય. “આ દુષ્પક્વાહાર છે' તેવું જાણવા છતાં તેને ગ્રહણ કરવાનો વિચાર માત્ર કરે તો પણ અતિક્રમ આદિના ક્રમથી અતિચારની પ્રાપ્તિ થઈ શકે છે. વળી દુષ્પક્વાહાર આરોગ્યનો પણ નાશક છે, તેથી આલોક માટે પણ અહિતકારી હોવાથી વિવેકી શ્રાવક ગ્રહણ કરે નહીં. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૩૦, ૩૧ વળી શ્રાવક જેમ ભોજનમાં સચિત્તાદિના ત્યાગરૂપ ભોગપભોગવત ગ્રહણ કરે છે તેમ પરિભોગના સાધનરૂપ વસ્ત્રાલંકાર વગેરેનું પણ પરિમાણ કરે છે અને તે પરિમાણમાં અનાભોગથી કે સહસાત્કારથી કે અતિક્રમાદિથી ઉલ્લંઘન થાય તો અતિચારની પ્રાપ્તિ થાય.II૭/૩ અવતરણિકા - હવે ક્રમ પ્રાપ્ત અતિથિસંવિભાગવતના અતિચારો બતાવે છે – સૂત્રઃ सचित्तनिक्षेपपिधानपरव्यपदेशमात्सर्यकालातिक्रमाः ।।७/३१।। સૂત્રાર્થ - સચિતમાં નિક્ષેપ, સચિત્તથી પિધાન=સચિવ વસ્તુથી નિર્દોષ આહારનું પિધાન, પરવ્યપદેશ, માત્સર્ય અને કાલનો અતિક્રમ એ અતિથિસંવિભાગવતના પાંચ અતિચાર છે. ll૩૧] ભાષ્ય : अन्नादेव्यजातस्य सचित्तनिक्षेपः सचित्तपिधानं परस्येदमिति परव्यपदेशः मात्सर्यं कालातिक्रम इत्येते पञ्चातिथिसंविभागस्यातिचारा भवन्ति ।।७/३१।। ભાષ્યાર્થઃ અત્રવેઃ ..... મવત્તિ અલ્લાદિ દ્રવ્ય સમુદાયનો સચિત વસ્તુમાં વિક્ષેપ કરવો, સાધુને વહોરાવી શકાય તેવી વસ્તુને સચિવ વસ્તુથી ઢાંકી રાખવું, પરનું આ છે એ પ્રમાણે પરવ્યપદેશ, માત્સર્ય અને કાલાતિક્રમ એ પાંચ અતિથિસંવિભાગવ્રતના અતિચારો છે. I૭/૩૧૫ ભાવાર્થ :અતિથિસંવિભાગવતના અતિચારો - શ્રાવક સુસાધુના ગુણોનું સ્મરણ કરીને તેઓના સંયમજીવન માટે વપરાયેલા પોતાના આહારનો સદ્ ઉપયોગ છે તેમ માનીને સુસાધુની ભક્તિ કરે છે અને સાધુની ભક્તિ દ્વારા સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે, છતાં મુગ્ધતાને કારણે કે અવિચારકતાને કારણે સુસાધુની ભક્તિ કરવાના પ્રસંગે અનાભોગાદિથી અતિચારોનું સેવન કરે છે ત્યારે તે અતિથિસંવિભાગવ્રત પરમાર્થથી સંયમની શક્તિનું કારણ બનતું નથી; પરંતુ સુસાધુ પ્રત્યે અભક્તિના પરિણામને જ પ્રગટ કરે છે. અહીં પોતે વ્રત ગ્રહણ કરેલું છે તેથી સાધુને વહોરાવે છે, માટે ભૂલથી અતિથિસંવિભાગવ્રતનું પાલન છે પરંતુ વ્રતના પ્રયોજનનો નાશ કરે તેવી પ્રવૃત્તિ કરે છે જે અતિથિસંવિભાગવતના અતિચારરૂપ છે. તે અતિચારો અનેક હોવા છતાં સ્થૂલથી તે પાંચ છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૩૧ (૧) સચિત્તનિક્ષેપઅતિચાર : જેમ કોઈ શ્રાવક સુસાધુની ભક્તિ અર્થે ભોજન પૂર્વે સુસાધુનું અવશ્ય સ્મરણ કરે અને સુસાધુ હોય તો તેમને વહોરાવીને ભોજન કરે, આમ છતાં કોઈક સુંદર વસ્તુ હોય તે વહોરાવવાનો પરિણામ ન હોય ત્યારે તે વસ્તુને સચિત્ત વસ્તુ ઉપર મૂકી રાખે તે વખતે તેને સચિત્તનિક્ષેપ નામનો અતિચાર પ્રાપ્ત થાય છે. ક્યારેક લોભને વશ મનથી પણ સચિત્ત વસ્તુ ઉપર તે વસ્તુને રાખવાનો વિચાર આવે તો અતિક્રમાદિથી અતિચારની પ્રાપ્તિ થાય છે. વળી સાધુની ભક્તિમાં ક્યાંય વિઘ્ન ન થાય તે વિષયક ઉચિત ઉપયોગ રાખવા વિષયક અયતનાનો પરિણામ હોય, તેના કારણે અનાભોગથી કે સહસાત્કારથી સચિત્ત વસ્તુ ઉપર તેવાં અન્નાદિને સ્થાપન કરવામાં આવે તે પણ અતિચાર છે; કેમ કે અતિથિની ભક્તિ કરીને હું મારા આત્માનો નિસ્તાર કરું તેવા પ્રકારના પરિણામવાળા શ્રાવકે સુસાધુની ભક્તિ વિષયક ઉચિત યતના પણ અવશ્ય કરવી જોઈએ. (૨) સચિત્તપિધાનઅતિચાર : વળી લોભાદિને વશ કોઈ સારું દ્રવ્ય હોય અને સાધુને નહીં વહોરાવવાના પરિણામને કારણે તે વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ મૂકી રાખે જેથી સાધુ ગ્રહણ ન કરે, ત્યારે સચિત્તપિધાન નામના અતિચારની પ્રાપ્તિ છે. વળી અનાભોગથી કે સહસાત્કારથી પણ સચિત્ત વસ્તુને સાધુને દેય એવા આહાર ઉપર મૂકવામાં આવે ત્યારે સચિત્તપિધાનરૂપ અતિચારની પ્રાપ્તિ થાય છે. આ રીતે સચિત્ત વસ્તુને તેવા દ્રવ્ય પર મૂકવાનો મનમાં સંકલ્પ થાય, પરંતુ સાક્ષાત્ તેવું કૃત્ય ન કરે તોપણ સચિત્તપિધાનરૂપ અતિચારની પ્રાપ્તિ થાય. (૩) પરવ્યપદેશઅતિચાર : વળી અતિથિસંવિભાગવ્રતના પાલન અર્થે સાધુ ઘરે આવેલા હોય કે સ્વયં ઉપાશ્રયાદિ જઈને પોતે સાધુને ઘરે વહોરાવવા અર્થે લઈ આવેલ હોય તે વખતે સાધુને વહોરાવતી વખતે કોઈ સારી વસ્તુ નહીં વહોરાવવાનો પરિણામ હોય તેથી અન્ય વસ્તુ વહોરાવે અને કહે કે આ વસ્તુ ૫૨ની છે. તે વખતે પોતાની સુંદર વસ્તુથી સુસાધુની ભક્તિ કરીને પોતાનો નિસ્તાર કરવાનો પરિણામ ઉલ્લસિત થતો નથી, પરંતુ માત્ર વહોરાવવાનો પરિણામ છે. તેથી દેશથી વ્રતનું પાલન પણ છે અને વ્રતને અનુકૂળ પરિણામનો અભાવ પણ છે. તેથી આ પ૨નું છે એ પ્રકારના કથનકાળમાં અતિચારની પ્રાપ્તિ થાય છે. વળી સાક્ષાત્ તેવો વ્યપદેશ ન કરે, પરંતુ લોભને વશ તે પ્રકારે કહેવાનો મનમાં પરિણામ થયો હોય તોપણ અંતિક્રમાદિના ક્રમથી અતિચારની પ્રાપ્તિ થઈ શકે છે. વળી ક્યારેક લોભને વશ સહસા તેવો પ્રયોગ થઈ જાય ત્યારે પણ અતિચારની પ્રાપ્તિ થાય છે. (૪) માત્સર્યઅતિચાર ઃ વળી સાધુને વહોરાવતી વખતે અન્ય કોઈએ સાધુની સારી ભક્તિ કરી હોય અને સારું દ્રવ્ય વહોરાવ્યું હોય ત્યારે હું કાંઈ તેનાથી ન્યૂન છું ? એ પ્રકારની માત્સર્યબુદ્ધિપૂર્વક સાધુને સુંદર વસ્તુ વહોરાવે ત્યારે Page #236 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ / સૂત્ર-૩૧, ૩૨ ૨૧૯ માત્સર્ય નામના અતિચારની પ્રાપ્તિ થાય છે. વસ્તુતઃ સાધુના ગુણનું સ્મરણ કરીને તેઓના ગુણ પ્રત્યેના બહુમાનપૂર્વક તેમની ભક્તિ કરવાના અધ્યવસાયથી સુંદર વસ્તુ વહોરાવવી જોઈએ. એના બદલે માત્સર્યથી વહોરાવવામાં આવે ત્યારે અધ્યવસાયની મલિનતાને કારણે અતિથિસંવિભાગવતમાં અતિચારની પ્રાપ્તિ છે. વળી પોતાને ત્યાં પધારેલા સાધુને કોઈક વસ્તુનો ખપ હોય અને સાધુ તેના જોગની પૃચ્છા કરે ત્યારે કંઈક ઈષદ્ દ્વેષ થાય અને અરુચિપૂર્વક તે વસ્તુ વહોરાવે ત્યારે માત્સર્ય નામના અતિચારની પ્રાપ્તિ થાય છે. (૫) કાલાતિક્રમઅતિચાર - વળી સાધુ આવે ત્યારે શ્રાવક આહારદાન આદિ કરતા હોય છતાં ભોજનના અવસરે જ સાધુ આવતા હોય ત્યારે સારી વસ્તુ નહીં આપવાની ઇચ્છાથી પોતાની ભોજનની પ્રવૃત્તિ આગળ-પાછળ કરે, જેથી જે વિદ્યમાન વસ્તુ હોય તે આપીને જ અતિથિસંવિભાગ કરે ત્યારે સાધુના ભોજનના કાળનો અતિક્રમ થાય છે, તેથી અતિથિસંવિભાગવતના કાલાતિક્રમઅતિચારની પ્રાપ્તિ થાય છે. અહીં શ્રાવકમાં સાધુને સુંદર આહાર આપીને ભક્તિ કરવાનો અધ્યવસાય ન હોવા છતાં સાધુ આવે છે ત્યારે વહોરાવે છે તેથી કાલના અતિક્રમને અતિચારરૂપે કહેલ છે. જે શ્રાવકને સાધુ પ્રત્યે ભક્તિ છે અને ભક્તિના કારણે જ સાધુને વહોરાવવાના અભિલાષથી સાધુના વહોરાવવાના કાળે પોતાનો ભોજનનો સમય ફેરવે ત્યારે કાલાતિક્રમ અતિચારની પ્રાપ્તિ નથી; પરંતુ સાધુને તે આહાર અકથ્ય થાય તે દોષની પ્રાપ્તિ છે. ll૭/૩શા અવતરણિકા - શ્રાવકને જીવનના અંત સમયે સંલેખના કરવાની વિધિ છે, જેનો નિર્દેશ સૂત્ર-૧૭માં ગ્રંથકારશ્રીએ કરેલ છે. તેથી શ્રાવકનાં બારે વ્રતોના અતિચાર કહ્યા પછી ક્રમ પ્રાપ્ત સંલેખતાવ્રતમાં સંભવતા અતિચારોને બતાવે છે – સૂત્ર: जीवितमरणाशंसामित्रानुरागसुखानुबन्धनिदानकरणानि ।।७/३२।। સૂત્રાર્થ: જીવિતઆશંસા, મરણઆશંસા, મિત્રાનુરાગ, સુખનો અનુબંધ, નિદાનનું કરણ એ પાંચ મારશાબ્દિક સંલેખનાના અતિચારો છે. II૭/૩શા ભાષ્ય : जीविताशंसा मरणाशंसा मित्रानुरागः सुखानुबन्धो निदानकरणमित्येते मारणान्तिकसंलेखनायाः पञ्चातिचारा भवन्ति । तदेतेषु सम्यक्त्वव्रतशीलव्यतिक्रमस्थानेषु पञ्चषष्टिष्वतिचारस्थानेषु अप्रमादो न्याय्य इति TI૭/રૂા. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ તત્ત્વાર્થાવગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૩૨ ભાષ્યાર્થ - નીવિતાશા ... કૃતિ છે જીવિતની આશંસા=સંલેખતાકાળમાં (પ્રાપ્ત થતા સન્માન આદિની વાંછાને કારણે) સમભાવના પરિણામનો ત્યાગ કરીને જીવિતની આશંસા, મરણની આશંસા સંલેખવાના કષ્ટ પ્રત્યેના દ્વેષને કારણે મરણની આશંસા, મિત્રનો અનુરાગ=સંલેખના કાળમાં મિત્ર-સ્વજનાદિ સંબંધી રાગનો ઉપયોગ, સુખનો અનુબંધ=શાતાના સુખ પ્રત્યેનો દઢ પક્ષપાત, નિદાનકરણ સંલેખવાના ફળરૂપે પરલોકના ફળની આશંસા, એ મારણાતિક સંખતાના પાંચ અતિચારો છે. તે કારણથી આ ૬૫ અતિચારસ્થાનરૂપ, સમ્યક્ત, વ્રત, શીલતા વ્યતિક્રમસ્થાનોમાં અપ્રમાદ વ્યાધ્ય છે. તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. II૭/૩રા ભાવાર્થ - સંલેખનાના અતિચારો : શ્રાવક બાર વ્રતોને પાળીને સર્વવિરતિની શક્તિનો સંચય કરવા અર્થે સતત યત્ન કરે છે. તેથી વ્રતગ્રહણના કાળથી જ પોતાના કષાયોની સંખના કરવા યત્ન કરે છે, જેથી ઉદયમાન એવા પ્રત્યાખ્યાનીય કષાયો સતત ક્ષણ-ક્ષીણતર થાય છે. બારવ્રતોના પાલનથી ઉદયમાન પ્રત્યાખ્યાનીય કષાયો ક્ષયોપશમભાવને પામે તેમ છે તેવું જણાય તો શ્રાવક સર્વવિરતિ ગ્રહણ કરે છે, પરંતુ જીવનના અંત સમય સુધી સર્વવિરતિને અનુકૂળ ત્રણ ગુપ્તિમાં સમ્યગુ યત્ન થઈ શકે તેવા બળનો સંચય ન થાય તો પ્રત્યાખ્યાન કષાય ક્ષયોપશમભાવને પામ્યા નથી, તેમ નિર્ણય થાય છે. વળી, સર્વવિરતિના ગ્રહણથી તે કષાયો ક્ષયોપશમભાવને પામે તેમ નથી તેવું જણાય તો શ્રાવક જિંદગીના અંત સમય સુધી સર્વવિરતિ ગ્રહણ ન કરે; આમ છતાં જીવનનો અંત સમય જણાતો હોય તો વિશેષ પ્રકારની શરીરની અને કષાયોની સંલેખના કરવા અર્થે સૂત્ર-૧૭માં બતાવ્યા પ્રમાણે સંલેખનામાં ઉદ્યમ કરે. (૧) જીવિતઆશંસાઅતિચાર : સંલેખનાના ઉદ્યમકાળમાં ભગવાનના વચનરૂપ સૂત્રથી આત્માને વાસિત કરવાનો યત્ન ચાલતો હોવા છતાં પણ અનાદિ કાળના પ્રમાદી સ્વભાવને કારણે કાષાયિક ભાવોનો ઉપયોગ થવાથી અતિચારોની પ્રાપ્તિ થાય છે. તેથી સંલેખનાકાળમાં શરીર અતિ ક્ષીણ થયેલું હોવા છતાં હજી હું જીવું તો સારું એ પ્રકારની જીવિત આશંસામાં ઉપયોગ પ્રવર્તે ત્યારે સૂત્રથી આત્માને ભાવિત કરીને વીતરાગભાવનામય ચિત્તની નિષ્પત્તિને અનુકૂળ વ્યાપારમાં અલના થાય છે, તેથી અતિચારની પ્રાપ્તિ થાય છે. વસ્તુતઃ શત્રુ-મિત્ર, જીવન-મૃત્યુ, સુખ-દુઃખ આદિ સર્વ ભાવો પ્રત્યે ચિત્ત સમાન વર્તે તે પ્રકારના દૃઢ પ્રણિધાનપૂર્વક તેની પુષ્ટિ કરે એ રીતે સંસારના સ્વરૂપાદિના ચિંતવનરૂપ ભાવોથી શ્રાવકે સંલેખનકાળમાં ઉદ્યમ કરવો જોઈએ. આ ઉદ્યમમાં દૃઢ યત્ન કરવાને બદલે જીવવાની આશંસાનો વચ-વચમાં ઉપયોગ આવે Page #238 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર–૩૨ ૨૨૧ તો સમભાવના પરિણામમાં મ્લાનિ થાય છે. વાસ્તવમાં જીવવાની આશંસાથી જીવનની પ્રાપ્તિ થતી નથી કે મરણ દૂર જતું નથી; પરંતુ જીવવાની આશંસારૂપ રાગનો પરિણામ સંલેખના દ્વારા ઉત્તમભાવની પ્રાપ્તિમાં વિઘ્નભૂત બને છે. માટે નિરર્થક વિચારણા કરીને ચિત્તને કાલુષ્યવાળું કરવું જોઈએ નહીં. સંલેખનાકાળમાં શ્રાવકે વિચારવું જોઈએ કે જીવન કે મૃત્યુ પ્રત્યે જો મારો પરિણામ સમાન હશે તો જીવીશ તોપણ શુભભાવોની વૃદ્ધિ થશે અને મૃત્યુ પામીશ તોપણ સદ્ગતિની પ્રાપ્તિ થશે. જો મારો પરિણામ જીવિતઆશંસાથી કલુષિત થયો હશે તો જીવીશ તોપણ હિત થશે નહીં અને મરીશ તોપણ હિત થશે નહીં. માટે સંલેખનાકાળમાં જીવિતઆશંસાનું કોઈ પ્રયોજન નથી; જે જીવિત આશંસાથી અનર્થની પ્રાપ્તિ છે તેવી આશંસાથી સર્યું. આ પ્રકારે ભાવન કરીને શ્રાવકે કષાયની સંલેખનામાં ઉદ્યમ કરવો જોઈએ. (૨) મરણઆશંસાઅતિચાર - વળી સંલેખના સ્વીકાર્યા બાદ શ્રાવકને જીવસ્વભાવે શરીર આદિ સંબંધી પ્રતિકૂળતામાં ખેદ ઉત્પન્ન થાય તો તે પીડામાંથી છૂટવાના ઉપાયરૂપે તેને મૃત્યુ જ દેખાય છે, તેથી તે મરણની આશંસા કરે છે. વસ્તુતઃ મરણની આશંસાથી મ૨ણ થતું નથી અને તે પીડાથી છૂટકારો પણ થતો નથી; પરંતુ તે પીડામાં ઉપયોગ હોવાને કા૨ણે અતિના પરિણામથી પીડાની જ વૃદ્ધિ થાય છે, તે વખતે પીડાને અલ્પ કરવાનો સાક્ષાત્ ઉપાય સમભાવનો જ પરિણામ છે. જે મહાત્માએ સમભાવમાં ચિત્તને સ્થિર કરવાને અનુકૂળ અભ્યાસ સુસ્થિર કર્યો છે તેવા મહાત્માઓને શરીર સંબંધી પીડાકાળમાં પણ તે નિમિત્તને પામીને સમભાવની જ વૃદ્ધિ થાય છે. આથી જ સનતકુમાર મુનિને રોગથી જ સમભાવની વૃદ્ધિ થતી હતી. સમભાવની વૃદ્ધિ થાય તો અંતરંગ સ્વસ્થતાના સુખની જ વૃદ્ધિ થાય છે, શરીરના દુઃખની પીડા જો સમભાવની વૃદ્ધિનું અંગ હોય તો અગણ્ય બને છે. જેમ ધનવૃદ્ધિ માટે કરાતા શ્રમથી ધનની પ્રાપ્તિ થતી હોય તો તે ધન માટે કરાતો યત્ન પીડારૂપ લાગતો નથી. જેઓનું ચિત્ત સમભાવને અનુકૂળ યત્ન કરવા સમર્થ નથી, તેઓને પીડાના નિમિત્તે મરણની આશંસા થાય છે. આમ છતાં આ મરણની આશંસા મારી સંલેખનામાં અતિચારરૂપ છે તેવું સ્મરણ થાય અને દૃઢ પ્રયત્ન દ્વારા તે આશંસાનો પરિહાર કરીને જો તે શ્રાવક સૂત્રથી આત્માને ભાવિત કરવા યત્ન કરે તો મરણની આશંસાના નિવર્તનને કારણે વૃદ્ધિ પામતા સમભાવના બળથી તે શ્રાવક અવશ્ય ઉત્તરના ઉત્તમભવને પ્રાપ્ત કરે છે. જે શ્રાવકનું ચિત્ત સમભાવને અનુકૂળ યત્ન કરવા માટે સમર્થ બન્યું નથી અને રાસિક વૃત્તિથી સંલેખના કરેલ છે તથા સંલેખનાકાળમાં કષાયોની સંલેખના કરવામાં અસમર્થ એવો તે શ્રાવક પીડાથી વ્યાકુળ થઈને મરણની આશંસાપૂર્વક મરણ કરે તો ઉત્તરના ઉત્તમભવની પ્રાપ્તિને બદલે હીન ભવ પ્રાપ્ત થવાની સંભાવના પણ રહે છે. (૩) મિત્રાનુરાગઅતિચાર વિવેકસંપન્ન શ્રાવક પોતાની ભૂમિકાનું સમ્યગ્ સમાલોચન કરી અણસણનો સ્વીકાર કરે તો જીવિત કે મરણની પણ આશંસા ન કરે, પરંતુ જીવન અને મૃત્યુ પ્રત્યે સમભાવની વૃદ્ધિ થાય તે પ્રકારે શાસ્ત્રવચનનું : Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૩૨ દઢ અવલંબન લઈને આત્માને ભાવિત કરે; આમ છતાં કોઈક નિમિત્તે મિત્ર-સ્વજનાદિનું સ્મરણ થાય અથવા મિત્ર-સ્વજનાદિ સન્મુખ આવેલા હોય તેના કારણે તેમના પ્રત્યે કંઈક રાગનો પરિણામ થાય ત્યારે કષાયોની સંલેખના કરવાને અનુકૂળ દૃઢ ઉદ્યમ સ્કૂલના પામે છે. મિત્રનો અનુરાગ સંલેખનામાં અતિચારરૂપ છે અર્થાત્ મિત્ર-સ્વજન-સંબંધી-સ્નેહી વગેરે કોઈનો પણ અનુરાગ કોઈક નિમિત્તથી અલ્પ પણ ઉસ્થિત થાય તો તત્ત્વના ભાવનથી થયેલ સમભાવનો પરિણામ તેટલા અંશમાં પ્લાન થાય છે, વૃદ્ધિ પામતો અટકે છે અને પાતને અભિમુખ જાય છે. તેથી કલ્યાણના અર્થીએ સંલેખનકાળમાં સ્વજનાદિના અનુરાગને અતિચારરૂપે જાણીને તેના પરિહાર માટે યત્ન કરવો જોઈએ. (૪) સુખાનુબંધઅતિચાર : જીવને સહજ સ્વભાવથી સુખ પ્રત્યેનું વલણ છે અર્થાત્ શાતાના સુખ પ્રત્યેનું વલણ છે, પરંતુ આત્માની સ્વસ્થતારૂપ સમભાવના સુખ પ્રત્યેનું વલણ નથી. અનશનકાળમાં શાસ્ત્રવચનથી ભાવિત થઈને સમભાવ માટે યત્ન કરનારા શ્રાવકને પણ શરીરની શાતા પ્રત્યેનો રાગ ઉલ્લસિત થાય તો વારંવાર શરીરની શાતા ઉપજે તે પ્રકારે કંઈક પ્રયત્ન કરવાનો પરિણામ થાય, જેથી શાસ્ત્રના ભાવન દ્વારા સમભાવની વૃદ્ધિને અનુકૂળ પ્રવર્તતો યત્ન વારંવાર સ્કૂલના પામે છે. તેથી સંલેખનામાં સુખનો અનુબંધ અતિચારરૂપ બને છે. માટે શ્રાવકે શાતા-અશાતારૂપ સુખ-દુઃખ પ્રત્યે સમભાવને ધારણ કરવો જોઈએ. જે અશાતાની ઉપેક્ષા કરવાથી સમભાવની વૃદ્ધિ થઈ શકે તેમ હોય તે અશાતાની ઉપેક્ષા કરીને સમભાવ માટે જ ઉદ્યમ કરવો જોઈએ. જ્યારે શરીરની તે પ્રકારની અશાતા સમભાવના ઉદ્યમમાં પ્રયત્ન કરવા માટે બાધક બને તેમ જણાય ત્યારે સમભાવના ઉપાયરૂપે તે પ્રકારની અશાતાને દૂર કરવા યત્ન કરવો જોઈએ, જેથી સમભાવને અનુકૂળ ઉદ્યમ દઢ થઈ શકે. ઇંગિત મરણ સ્વીકારનાર શ્રાવક એક આસનમાં બેસીને સૂત્રથી આત્માને વાસિત કરવા ઉદ્યમ કરતા હોય તે વખતે એક આસનમાં બેસવાને કારણે શરીરની કંઈક અશાતા થતી હોય તેની ઉપેક્ષા કરીને શાસ્ત્રોથી આત્માને ભાવિત કરવા યત્ન કરે છે. આમ છતાં જ્યારે તે સ્થિરતાને કારણે દેહની પીડા તે પ્રકારની અતિશયિત બને કે જેના કારણે સ્ત્રાનુસાર અંતરંગ સમભાવને અનુકૂળ યત્ન સ્કૂલના પામતો હોય ત્યારે વિવેકપૂર્વક દેહનું ઉદ્વર્તન અપવર્તન કરે છે અર્થાત્ એક અવસ્થામાંથી અન્ય અવસ્થામાં જવા માટે દેહને પ્રવર્તાવે છે, જેના બળથી અંતરંગ સમભાવને અનુકૂળ ઉદ્યમ થાય છે; પરંતુ અણસણકાળમાં જેનું ચિત્ત સુખાનુબંધવાળું છે તે શ્રાવક શરીરને ઈષદુ દુઃખ જણાય કે તરત તેના નિવર્તન માટે જ યત્ન કરે છે. સંલેખના કાળમાં વારંવાર તે પ્રકારે દેહનું પરિવર્તન કરે તેવા શ્રાવકને સુખાનુબંધરૂપ અતિચારની પ્રાપ્તિ થાય છે. (૫) નિદાનકરણઅતિચાર - વળી કોઈ મહાત્મા સંલેખના કર્યા પછી જીવિતની આશંસાવાળા ન હોય, મરણની આશંસાવાળા ન Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ તવાર્યાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ / સૂત્ર-૩૨, ૩૩ હોય, મિત્ર-સ્વજનાદિનો અનુરાગ ન હોય, તત્કાલ શરીરની શાતાદિના અર્થી ન હોય અર્થાત્ સુખાનુબંધવાળા ન હોય, તોપણ કોઈક નિમિત્તને કારણે ભવિષ્ય સંબંધી કોઈક પ્રકારના સુખની આશંસાવાળા થાય તો સંલેખનાકાળમાં નિદાન કરે છે. જેમ સંલેખના કાળમાં સ્ત્રી સંબંધી દૌર્ભાગ્યનું સ્મરણ થવાથી “હું સ્ત્રીઓને પ્રીતિપાત્ર થાઉં' એ પ્રકારનું મંદિષેણ મુનિએ નિદાન કર્યું. તે રીતે જેને જે પ્રકારની ભાવિની પ્રાપ્તિનું સ્મરણ થવાથી તેની ઇચ્છા સંલેખનાકાળમાં ચિત્તમાં પ્રવેશ પામે તો તે નિદાનકરણરૂપ દૂષણથી સંલેખનાનો પરિણામ મલિન બને છે. માટે સંલેખનામાં અતિચારની પ્રાપ્તિ છે. આ રીતે સંલેખનાના અતિચારો બતાવ્યા પછી શ્રાવકને યોગ્ય સમ્યત્વમૂલ બારવ્રતોના અતિચારોના પરિહારનો ઉપાય બતાવતાં ભાષ્યકારશ્રી કહે છે – જે કારણથી સંલેખનામાં જીવિતઆશંસાદિ પાંચ અતિચારો પ્રાપ્ત થાય છે તે કારણથી પૂર્વમાં વર્ણન કરાયેલાં સમ્યક્ત, પાંચ અણુવ્રતો અને સાત પ્રકારના શીલવ્રતોના વ્યતિક્રમસ્થાનરૂપ કપ અતિચારસ્થાનોમાં અપ્રમાદ ધારણ કરવો ન્યા... યોગ્ય, છે. તેથી એ ફલિત થાય કે જે મહાત્મા અણસણકાળમાં મૂઢતાનો પરિહાર કરીને સમ્યત્ત્વગુણને અત્યંત પ્રજ્વલિત રાખે છે અને પોતે સ્વીકારેલાં પાંચ અણુવ્રતો અને સાત શીલવ્રતોના સર્વ અતિચારોનો અત્યંત પરિહાર કરે તો સમ્યક્તના ૫ અતિચારો અને બારવ્રતોના ૯૦ અતિચારોનો પરિહાર થાય છે. આ રીતે સતત સ્વશક્તિ અનુસાર દેશવિરતિધર્મનું પાલન કરવાથી સર્વવિરતિને અનુકૂળ બળવાળા બને છે. જે મહાત્મા અપ્રમાદપૂર્વક તત્ત્વનું આલોચન કરીને સ્વશક્તિ અનુસાર સર્વવિરતિ માટે બળની વૃદ્ધિ થાય તે રીતે સંલેખનાકાળમાં દેશવિરતિનું પાલન કરતા હોય તો તે સંલેખનામાં એક પણ અતિચારની પ્રાપ્તિ થવાની સંભાવના રહે નહીં. તે બતાવવા અર્થે ભાષ્યકારશ્રીએ સંલેખનાના અતિચારો બતાવ્યા પછી સમ્યક્ત સહિત ૧૨ વ્રતના અતિચારોમાં તે અતિચારોના પરિવાર માટે અત્યંત અપ્રમાદ કરવો જોઈએ તેમ કહેલ છે. Iીશા ભાષ્ય : अत्राह - उक्तानि व्रतानि व्रतिनश्च, अथ दानं किमिति ? अत्रोच्यते - ભાષ્યાર્થ: અહીં=વ્રત અને વ્રતીનું સ્વરૂપ પ્રસ્તુત અધ્યાયમાં અત્યાર સુધી કહ્યું ત્યાં, પ્રશ્ન કરે છે – વ્રતો કહેવાયાં અને વ્રતી કહેવાયા. હવે દાન શું છે? તે પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – ભાવાર્થ : છઠ્ઠા અધ્યાયના ૧૩મા સૂત્રમાં કહેલ કે ભૂત-વ્રતીની અનુકંપા, દાન ઇત્યાદિ શતાવેદનીયકર્મના આશ્રવો છે. તેથી, “વતી કોણ છે અને વ્રત શું છે ?” તે પ્રકારની જિજ્ઞાસાથી વ્રત અને વ્રતીનું સ્વરૂપ અત્યાર સુધી બતાવ્યું. હવે સદ્ય કર્મના કારણભૂત દાન શું છે ? એ પ્રકારની જિજ્ઞાસામાં કહે છે – Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૩૩ સૂત્ર : अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम् ।।७/३३।। સૂત્રાર્થ - અનુગ્રહ માટે સ્વનો અતિસર્ગ પોતાના દ્રવ્યના સમુદાયનું પાત્રમાં વિતરણ, દાન છે. I૭/૩૩ll ભાષ્ય : आत्मपरानुग्रहार्थं स्वस्य द्रव्यजातस्यानपानवस्त्रादेः पात्रेऽतिसर्गो दानम् ।।७/३३।। ભાષ્યાર્ચ - માત્મપરાનુ દાર્થ એ. વાનમ્ | આત્મા અને પરના અનુગ્રહ માટે સ્વતા અન્ન-પાન-વસ્ત્રાદિરૂપ દ્રવ્યસમુદાયનું પાત્રમાં અતિસર્ગ દાન છે. ll૭/૩૩ ભાવાર્થ :દાનની વ્યાખ્યા : પોતાના ઉત્તમ ભાવના પ્રયોજનથી અને પરને ઉપકાર કરવાના પ્રયોજનથી પોતાનાં અન્ન-પાન-વસ્ત્રાદિ વસ્તુને ઉચિત પાત્રમાં વિતરણ કરવું તે દાન કહેવાય. તેથી એ પ્રાપ્ત થાય કે ગુણવાન એવા તીર્થંકરો, સુસાધુઓ કે સુશ્રાવકોની ભક્તિ કરીને પોતાના આત્મા ઉપર અનુગ્રહ કરવાના પરિણામપૂર્વક અને સાધુ તથા શ્રાવકોને ધર્મની આરાધનામાં અતિશય કરવામાં કારણ બને તેવા પરના અનુગ્રહ માટે, પોતાની વસ્તુનું પાત્રમાં દાન કરવામાં આવે તે સુપાત્રદાન છે, તે સુંદર કોટિના શતાબંધનું કારણ છે એમ છઠ્ઠા અધ્યાયના ૧૩મા સૂત્ર સાથે સંબંધ છે. અહીં વિશેષ એ છે કે પોતાની વસ્તુ બીજાને આપવાની ક્રિયા બાહ્ય પ્રવૃત્તિ સ્વરૂપ છે. કર્મબંધ કે નિર્જરાની પ્રાપ્તિ પોતાના અંતરંગ પરિણામને અનુરૂપ થાય છે તોપણ ભગવાનના ગુણોના સ્મરણપૂર્વક પુષ્પાદિ ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની પૂજા કરનારને સુંદર ભાવો થાય છે, જેનાથી પુણ્ય બંધાય છે. પુષ્પાદિ અર્પણ કરવાની ક્રિયા તે દાનની ક્રિયા છે. તે દાનની ક્રિયાથી સાક્ષાત્ ભગવાનને કોઈ અનુગ્રહ થતો નથી, તોપણ પોતાના શુભ અધ્યવસાયથી પોતાને અનુગ્રહ થાય છે. ભગવાનની પૂજાને જોઈને ઘણા યોગ્ય જીવોને બીજાધાનાદિ થાય છે તે રૂપ પરાનુગ્રહ થાય છે. માટે ભગવાનની પૂજાની ક્રિયા દાનધર્મ છે. વળી ગુણસંપન્ન એવા સુસાધુઓના ગુણોના સ્મરણપૂર્વક તે ગુણો પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ થાય તે રીતે આત્માના અનુગ્રહ માટે અને સુસાધુ પણ અપાયેલા દાન દ્વારા સંયમની વૃદ્ધિ કરી શકે તેવા પરના અનુગ્રહ માટે જે દાન અપાય છે તે શાતાવેદનીયકર્મબંધનું કારણ છે, એમ છટ્ટા અધ્યાય સાથે સંબંધ છે. વળી ગુણસંપન્ન એવા શ્રાવકના ગુણોના સ્મરણપૂર્વક તેઓને કરાયેલા દાનથી પોતાનો નિસ્વાર થાય એ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ / સૂક-૩૩, ૩૪ પ્રકારના પોતાના અનુગ્રહ માટે અને સુશ્રાવકો ધર્મની પ્રવૃત્તિ સુખપૂર્વક કરી શકે તે પ્રકારના પરાનુગ્રહ માટે જે શ્રાવકોને દાન અપાય છે તે દાન શાતાવેદનીયકર્મબંધનું કારણ છે. વળી ઉપલક્ષણથી અનુકંપા પાત્ર જીવોને પણ જે દાન અપાય છે તે શાતાવેદનીયબંધનું કારણ છે તેનું ગ્રહણ થાય છે. તે દાન દ્વારા શ્રાવક પોતાના આત્મા ઉપર અનુગ્રહ કરે છે; કેમ કે તે દાન દ્વારા પોતાનું દયાળુ ચિત્ત વૃદ્ધિ પામે છે. જે દીનાદિને દાન આપે છે તે દાનથી તેઓને આહારાદિની પ્રાપ્તિરૂપ અનુગ્રહ થાય છે અને તેઓની યોગ્યતાને અનુરૂપ બીજાધાનાદિની પ્રાપ્તિ પણ થાય છે તેથી તે પ્રકારના પરાનુગ્રહ માટે પણ દાન અપાય છે. II૭/૩૩ ભાષ્ય : વિષ્ય – ભાષ્યાર્થ : પૂર્વસૂત્રમાં દાનનું સ્વરૂપ બતાવ્યું, હવે તે દાનથી થનારા ફલવિશેષ પ્રત્યે કોણ કારણ છે ? તે બતાવવા અર્થે કહે છે – સૂત્ર : વિધિદ્રવ્યતૃષાત્રવિશેષાદ્ધિશેષ: T૭/રૂા. સૂત્રાર્થ : વિધિવિશેષ, દ્રવ્યવિશેષ, દાતૃવિશેષ અને પાત્રવિશેષથી તેનો વિશેષ છે=દાનનો વિશેષ છે. Il૭/૩૪TI ભાષ્ય : विधिविशेषाद् द्रव्यविशेषाद् दातृविशेषात् पात्रविशेषाच्च तस्य दानधर्मस्य विशेषो भवति तद्विशेषाच्च फलविशेषः । तत्र विधिविशेषो नाम देशकालसम्पच्श्रद्धासत्कारक्रमाः कल्पनीयत्वमित्येवमादिः, द्रव्यविशेषः अनादीनामेव सारजातिगुणोत्कर्षयोगः, दातृविशेषः प्रतिग्रहीतर्यनसूया, त्यागेविषादः, अपरिभाविता, दित्सतो ददतो दत्तवतश्च प्रीतियोगः, कुशलाभिसन्धिता, दृष्टफलानपेक्षिता, निरुपधत्वम् अनिदानत्वमिति, पात्रविशेषः सम्यग्दर्शनज्ञानचारित्रतपःसम्पन्नता इति તા૭/૩૪ इति तत्त्वार्थाधिगमेऽर्हत्प्रवचनसङ्ग्रहे सप्तमोऽध्यायः समाप्तः ।। ભાષ્યાર્થ :વિથિવિશેષારિ I વિધિવિશેષથી, દ્રવ્યવિશેષથી, દાવિશેષથી, પાત્રવિશેષથી તે દાનધર્મનો Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર–૩૪ વિશેષ છે અને તેના વિશેષથી=દાનધર્મના વિશેષથી, ફૂલનો વિશેષ છે=પુણ્યબંધ અને નિર્જરારૂપ ફલનો વિશેષ છે. ત્યાં વિધિવિશેષ એટલે દેશ, કાળ સંપત્, શ્રદ્ધા, સત્કાર, ક્રમ, કલ્પનીયત્વ એ વગેરે છે. દ્રવ્યવિશેષ અન્નાદિના જ સારજાતિવાળા ગુણના ઉત્કર્ષનો યોગ છે. દાતૃવિશેષ પ્રતિગૃહીતામાં અસૂયાનો અભાવ, ત્યાગમાં અવિષાદ, અપરિભાવિતા=આપ્યા પછી લેનારના પરિભવનો અભાવ, આપવાની ઇચ્છાનો પ્રીતિયોગ, આપવાની ક્રિયાનો પ્રીતિયોગ, અપાયેલી વસ્તુનો પ્રીતિયોગ, કુશલ અભિસંધિતા, દુષ્ટફલ અનપેક્ષિતા, નિરુપધિપણું, અનિદાનપણું એ દાતૃવિશેષ છે=દાતાનો વિશેષ છે. પાત્રવિશેષ=સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપસંપન્નતા છે. રૂતિ શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. II૭/૩૪|| આ પ્રમાણે તત્ત્વાર્થાધિગમ નામના અર્હત્ત્રવચનસંગ્રહમાં સાતમો અધ્યાય સમાપ્ત થયો ॥ ભાવાર્થ: સુપાત્રમાં અપાયેલા દાનથી જીવને ફલવિશેષની પ્રાપ્તિ થાય છે. ત્યાં જીવના પરિણામને અનુસાર જ પુણ્યબંધ કે નિર્જરા થાય છે તોપણ પુણ્યબંધ કે નિર્જરાને અનુકૂળ અધ્યવસાયની નિષ્પત્તિ પ્રત્યે વ્યવહારનયની દૃષ્ટિથી વિધિવિશેષાદિ કારણો છે, તેને પ્રસ્તુત સૂત્રમાં ગ્રંથકારશ્રી બતાવે છે. તેથી એ પ્રાપ્ત થાય કે જે દાનની ક્રિયામાં વિધિવિશેષ હોય તેના કારણે દાનમાં વિશેષતા આવે છે. વળી દાનમાં અપાતા દ્રવ્યવિશેષને કારણે પણ દાનમાં વિશેષતાની પ્રાપ્તિ છે. તેથી જેટલું ઉત્તમ દ્રવ્ય તેટલો ભાવનો પ્રકર્ષ પ્રાયઃ થાય છે, માટે દ્રવ્યવિશેષથી દાનની વિશેષતા છે. વળી દાન આપનાર જેટલો વિવેકસંપન્ન હોય તેટલો તેના વિવેકના ભેદથી દાનનો ભેદ પડે છે. વળી દાન ગ્રહણ કરનાર પાત્રના ભેદથી પણ દાનનો ભેદ પડે છે. વળી દાનના ભેદ પ્રમાણે નિર્જરારૂપ કે પુણ્યબંધરૂપ ફલમાં પણ ભેદ પડે છે. વિધિવિશેષ : દાનમાં વિધિવિશેષ શું છે ? તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે દાન આપનાર વ્યક્તિ પોતે જે દેશમાં રહેતો હોય તે દેશને અનુરૂપ કયું ઉચિત દાન છે ? તેનો નિર્ણય કરીને તેવી જ વસ્તુનું દાન કરે તો તે દેશને અનુરૂપ અપાયેલું દાન વિધિવિશેષવાળું કહેવાય અને તેનો વિચાર કર્યા વગર કોઈ દાન આપે તો તે દાનમાં દેશરૂપ અંશ વિધિપૂર્વકનો નથી. - વળી ऋतु આદિ કયા કાળે સાધુના સંયમજીવનમાં કઈ વસ્તુ ઉપકા૨ક છે ? તેનો નિર્ણય કરીને કાળને અનુરૂપ દાન કરે તો તે કાલને આશ્રયીને વિધિપૂર્વક છે. વળી પોતાની જે સંપત્તિ છે તેને અનુરૂપ ઉચિત દાન કરે તો તે વિધિપૂર્વકનું દાન છે; પરંતુ પોતાની પાસે પ્રચુર સંપત્તિ હોવા છતાં દરિદ્રની જેમ દાન કરે તો તે વિધિપૂર્વકનું દાન કહેવાય નહીં. વળી ગુણવાનના ગુણોના સ્મરણપૂર્વક, તેમના ગુણો પ્રત્યેની રુચિપૂર્વક દાન અપાય તો શ્રદ્ધારૂપ વિધિ અંશ છે. આવા પ્રકારની રુચિ વગર સામાન્યથી દાન અપાય તો શ્રદ્ધારૂપ વિધિ અંશની ન્યૂનતા છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર–૩૪ સરવ વળી દાન આપતી વખતે ગુણવાન પુરુષ પ્રત્યેનો સત્કા૨નો ભાવ હોય, આથી જ સુસાધુ આવે કે સુશ્રાવક આવે તો ઊભા થાય, આદર-સત્કાર કરે, ઉચિત આસન આપે અને સાધુને કે શ્રાવકને આસન ઉપર બેસવાની વિનંતી કરે, બેસે તો સુંદર અને અનુકૂળતા ન હોય તોપણ ઉચિત સત્કાર કરેલો હોવાથી ભાવને અનુરૂપ ફળ મળે છે. વળી સાધુને ભિક્ષાદાનના ક્રમની વિધિ અનુસાર આપે તો વિધિપૂર્વક કહેવાય. જેમ સુંદર વસ્તુ પ્રથમ ગ્રહણ કરે અને ભક્તિને વશ તે સુંદર વસ્તુ મહાત્મા વહોરે તે પ્રકારના પ્રયત્નપૂર્વક અન્ય-અન્ય વસ્તુ વહોરાવે. તે રીતે શ્રાવકની સાધર્મિકભક્તિમાં પણ ઉચિત ક્રમપૂર્વક ભક્તિ કરે તો વિધિપૂર્વક દાન કહેવાય. વળી સાધુને કે શ્રાવકને કલ્પનીય હોય તેવી જ વસ્તનું દાન કરે તે વિધિપૂર્વક કહેવાય. તે સિવાય અન્ય પણ વિધિનાં અંગો જાણવાં. દ્રવ્યવિશેષ : વળી દ્રવ્યવિશેષથી પણ દાનનો વિશેષ થાય છે. જેમ શાલિભદ્રે પૂર્વભવમાં ઉત્તમ દ્રવ્ય સુસાધુને વહોરાવ્યું, જેથી ભાવવિશેષની પ્રાપ્તિ થઈ. તેથી ઉત્તમ જાતિના અન્નાદિનો યોગ હોય તે દ્રવ્યવિશેષ કહેવાય અર્થાત્ ઉત્તમ દ્રવ્યોથી બનેલી વસ્તુ હોય તે દ્રવ્યવિશેષ કહેવાય. તે વસ્તુને અનુરૂપ પણ દાનમાં ભેદ પડે છે. દાતૃવિશેષ વળી દાતૃવિશેષના ભેદથી પણ દાનનો ભેદ પડે છે. દાતૃવિશેષ ગ્રહણ કરનાર પ્રત્યે ઈર્ષાદિભાવવાળો ન હોય. વળી દાન આપ્યા પછી અવિષાદવાળો હોય દાતૃવિશેષ કહેવાય. : જેમ કોઈને સાધુ કે શ્રાવક પોતાના ઘરે વારંવાર આવતા હોય, તેના કા૨ણે ઈષદ્ પણ દ્વેષ થતો હોય તો તે દાતાને વિશેષ લાભ થાય નહીં; પરંતુ આ મહાત્મા મારા ઉપર ઉપકાર કરે છે તેવી ભક્તિથી દાન આપે તો તે દાતાવિશેષ છે. દાન આપ્યા પછી લેશ પણ વિષાદ ન થાય તો તે દાતાવિશેષ છે. જેમ સાધુને સિંહકેસરિયા મોદક વહોરાવ્યા પછી મમ્મણશેઠના જીવને પૂર્વભવમાં વિષાદ થયો, જેથી તે મોદક પાછા લેવા માટે સાધુ પાસે જાય છે. આવા દાતાને વિશેષ લાભ થાય નહીં; પરંતુ દાન આપ્યા પછી વિષાદ ન થાય પણ પોતે સુંદર કૃત્ય કર્યું છે તેવા દાન પ્રત્યેની રુચિવાળા દાતાને દાતૃવિશેષ કહેવાય. વળી જે દાતા દાન આપ્યા પછી સાધુનો પરિભવ ન કરે તે દાતાવિશેષ કહેવાય. જેમ કોઈ સાધુને દાન આપ્યા પછી પોતે દાન આપ્યું છે તેવી બુદ્ધિને કારણે તેમને કહે કે તમારે આ કાર્ય આમ કરવું જોઈએ. તે સાધુ તે પ્રમાણે ન કરે તો તેને અનાદર થાય અને કહે તેમની ભક્તિ કરી તેની પણ કદર નથી. આવા શ્રાવકો પરિભવ કરનાર શ્રાવક છે. આવા પરિભવથી જે દાન કરે તે દાતાવિશેષ નથી; પરંતુ સાધુના ગુણોના સ્મરણપૂર્વક ભક્તિ કરે તે દાતાવિશેષ છે. ન Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૮ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૩૪ વળી વહોરાવવાની ઇચ્છાકાળમાં પણ પ્રતિયોગ હોય, વહોરાવતી વખતે પણ પ્રતિયોગ હોય અને આપ્યા પછી પણ પ્રીતિયોગ હોય તે દાતાવિશેષ કહેવાય. જેમ શાલિભદ્રના જીવને સાધુને પધારેલા જોઈને આપવાના ઇચ્છાકાળમાં પણ પ્રીતિ હતી, આપતી વખતે પણ પ્રીતિ વર્તતી હતી અને આપ્યા પછી પણ સાધુને દાન આપ્યાનો હર્ષ વર્તતો હતો. તેથી તેવા દાતાવિશેષને કારણે લાભાવિશેષ થાય છે. વળી કુશલઅભિસંધિતા એ દાતૃવિશેષનો ગુણ છે. જેમ સુસાધુને જોઈને કોઈને પરિણામ થાય કે હું શું કરું કે જેથી તેમના સંયમની વૃદ્ધિ થાય ? તેથી તેમના સંયમને ઉપખંભક બને તે પ્રકારની નિપુણ બુદ્ધિપૂર્વક તે સુસાધુની ભક્તિ કરે તે વખતે તે દાતાવિશેષમાં કુશલઅભિસંહિતા છે, જેના કારણે દાનમાં વિશેષતા આવે છે. વળી દૃષ્ટફલઅનપેક્ષિતા દાતૃવિશેષનો ગુણ છે. જેમ સુસાધુની ભક્તિ કરે કે કોઈ ધર્મક્ષેત્રમાં ધનનો વ્યય કરે ત્યારે લોકમાં ખ્યાતિ કે અન્ય પણ દૃષ્ટફલની અપેક્ષા હોય ત્યારે તે દાતૃના તે ભાવને કારણે ફવિશેષ થતું નથી, પરંતુ આલોકના દૃષ્ટ એવા કોઈ ફલની અપેક્ષા વગર ગુણવાનના ગુણોને જોઈને તેની ભક્તિના આશયથી જે દાન આપે છે તે દાતૃવિશેષ છે. વળી જે દાન આપનાર દાતા નિરુપધાણાવાળો હોય=માયા વગરનો હોય, તે દાતાવિશેષ કહેવાય. જેમ પોતાને સાધુ પ્રત્યે હૈયામાં ભક્તિ હોય નહીં, છતાં બહારથી પ્રગટ થાય તે રીતના માયાના પરિણામપૂર્વક દાન આપનાર દાતાવિશેષ નથી; પરંતુ જે પ્રકારે પોતે દાન આપતી વખતે ભક્તિ બતાવે છે તેવા હૈયામાં વાસ્તવિક ભક્તિભાવ હોય તો તે દાતાવિશેષ કહેવાય. વળી સાધુને કે શ્રાવકને દાન આપ્યા પછી તે દાનના ફળરૂપે કોઈ સાંસારિક ફળની ઇચ્છા ન હોય. માત્ર ગુણવાનના ગુણની ભક્તિનો પરિણામ હોય તો અનિદાનત્વ ગુણને કારણે દાતાવિશેષ કહેવાય છે. પાત્રવિશેષ - વળી પાત્રવિશેષથી પણ વિશેષ થાય છે. દાન સ્વીકારનાર જીવમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્યારિત્ર અને સમ્યક્તપ જેટલા અંશમાં સંપન્ન હોય તેટલા અંશમાં તે પાત્રવિશેષ છે, કારણ તેનામાં ગુણો અતિશયવાળા છે. દાતાને બાહ્ય ઉચિત આચારો દ્વારા પાત્રની વિશેષતાનો બોધ થાય છે. સામાન્ય પાત્ર કરતાં વિશેષ પાત્રમાં દાન આપવાથી દાનની વિશેષતાની પ્રાપ્તિ છે, જેનાથી ફલવિશેષની પ્રાપ્તિ થાય છે. આથી જ સંયમના વેષવાળા ત્યાગી સામાન્ય સાધુને જોઈને જે ભક્તિવિશેષ થાય છે તેના કરતાં મહામુનિઓના ઉત્તમ પરિણામોના બળથી તેમની પાત્રવિશેષતા થવાને કારણે દાનમાં લાભનો અતિશય થાય છે. જેમ બલભદ્રમુનિને દાન આપનાર કઠિયારાને તે પાત્રવિશેષને કારણે જે ભક્તિનો પ્રકર્ષ થયો તે દાનથી થતા ફવિશેષ પ્રત્યે પાત્રવિશેષ કારણ બને છે. આથી જ ગૌતમસ્વામી આદિ મહામુનિને દાન આપવા કરતાં તીર્થકરરૂપ પાત્રવિશેષને દાન આપતી વખતે વિશેષ નિર્જરા થાય છે. અહીં વિશેષ એ છે કે દાન આપનારના પરિણામને આધીન જ પુણ્યબંધ કે નિર્જરા થાય છે, છતાં તે દાન આપનાર પુરુષની વિવેકપૂર્વકની પ્રવૃત્તિ તે પરિણામમાં અતિશયતાનું કારણ બને છે અને દાન લેનાર Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ તત્તાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૩૪ પાત્રવિશેષમાં વર્તતા ગુણો તેઓની મુદ્રા આદિથી અભિવ્યંગ્ય થાય છે અને તેના બળથી ભક્તિનો પ્રકર્ષ થાય છે. પાત્રવિશેષ પણ ભાવના અતિશયમાં કારણ છે તેમ વ્યવહારનય સ્વીકારે છે, જ્યારે નિશ્ચયનય અનુસાર તો પાત્રના વિશેષથી કે દ્રવ્યના વિશેષથી ફલભેદ નથી; પરંતુ જીવના પરિણામના વિશેષથી ફળભેદ છે. ll૭/૩૪l - સાતમો અધ્યાય સમાપ્ત અનુસંધાનઃ તત્ત્વાર્થસૂત્ર ભાગ-૪ Page #247 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાપિગમસૂત્ર ભાગ-૩ (વિશેષ નોંધ) T Page #248 -------------------------------------------------------------------------- ________________ उत्पादव्ययध्रौव्ययुक्तं सत् / / ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત એવી વસ્તુ સત્ છે. : પ્રકાશક : માતાના..? ‘મૃતદેવતા ભવન', 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. 'ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : 32457410 E-mail : gitarthganga@yahoo.co.in, gitarthganga@gmail.com Visit us online : gitarthganga.wordpress.com