SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૪ लभते मोहाभिभूतश्च कार्याकार्यानभिज्ञो न किञ्चिदकुशलं नारभते परदाराभिगमनकृतांश्च इहैव वैरानुबन्धलिङ्गच्छेदनवधबन्धनद्रव्यापहारादीन् प्रतिलभतेऽपायान् प्रेत्य चाशुभां गतिं गर्हितश्च भवतीति ब्रह्मणो व्युपरमः श्रेयानिति । ભાષ્યાર્થ : તથા **** શ્રેયાનિતિ ।। અને અબ્રહ્મચારી વિભ્રમથી ઉભ્રાન્ત ચિત્તવાળો=ભોગવિલાસની વૃત્તિથી ઉત્ક્રાન્ત ચિત્તવાળો, વિપ્રકીર્ણ ઇન્દ્રિયવાળો=ઇન્દ્રિયોના સર્વ વિષયોમાં આસક્તિવાળો, મદાન્ધ ગજની જેમ નિરંકુશ, સુખને પ્રાપ્ત કરતો નથી=સ્વસ્થતાના સુખને પ્રાપ્ત કરતો નથી. અને મોહથી અભિભૂત થયેલો કાર્ય-અકાર્યને નહીં જાણનારો કોઈ અકુશલને નથી આરંભતો એમ નહીં=સર્વ અકુશલનો આરંભ કરે છે. અને પરદારામાં ગમન કરવાને કારણે કરાયેલા આ ભવમાં જ વેરઅનુબંધ-લિંગછેદન-વધબંધન-દ્રવ્યઅપહાર આદિ અપાયોને પ્રાપ્ત કરે છે. અને પરલોકમાં અશુભગતિને પ્રાપ્ત કરે છે અને ગહિત થાય છે=લોકમાં નિંદનીય બને છે, તેથી અબ્રહ્મથી વિરામ શ્રેયકારી છે. ‘કૃતિ’ શબ્દ અબ્રહ્મના અપાયોની સમાપ્તિ અર્થે છે. ભાવાર્થઃ (૪) મૈથુનના અપાયોનું વર્ણન : જેઓમાં કામની વૃત્તિ અત્યંત છે તેઓનું ચિત્ત હંમેશાં કામના વિચારોથી ઉદ્ભ્રાન્ત રહે છે. એથી ચિત્તના સ્વાસ્થ્યના સુખને તે જીવો પ્રાપ્ત કરી શકતા નથી. વળી કામની વૃત્તિવાળા જીવોને બધી ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ રહે છે, એથી તેઓ ઇન્દ્રિયોમાં આસક્ત થવાને કારણે મદાંધ હાથીની જેમ નિરંકુશ ચિત્તવૃત્તિવાળા હોય છે. ફલસ્વરૂપ સ્વસ્થતાના સુખને પ્રાપ્ત કરતા નથી. વળી કામવાસનાથી વ્યાકુળ જીવો કાર્ય-અકાર્યના અનભિન્ન થઈને સર્વ અકુશલનો આરંભ કરે છે. તેથી આ ભવમાં પણ દેહનો નાશ અને સ્વસ્થતાના સુખનો નાશ પ્રાપ્ત કરે છે. વળી, અનુચિત કૃત્યો કરીને લોકમાં નિંદનીય બને છે અને લોકો તરફથી અનેક ઉપદ્રવોને પ્રાપ્ત કરે છે. ૫૨દારાગમનને વશ જીવો આલોકમાં અનેક અનર્થોને પ્રાપ્ત કરે છે, પરલોકમાં અશુભ ગતિને પ્રાપ્ત કરે છે અને લોકોમાં પણ નિંદનીય બને છે. તેથી વિવેકસંપન્ન જીવે અબ્રહ્મનો ત્યાગ કરવો જોઈએ. જોકે શ્રાવક સંપૂર્ણ અબ્રહ્મનો વિરામ કરવા સમર્થ નથી તોપણ સંપૂર્ણ અબ્રહ્મના નિરોધ અર્થે વારંવાર અબ્રહ્મના સ્વરૂપનું ઉચિત ભાવન કરીને સંપૂર્ણ બ્રહ્મચર્યના પાલનની શક્તિના સંચય અર્થે ઉદ્યમ કરે છે. વળી કોઈ શ્રાવક સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરતા હોય તોપણ પહેલા મહાવ્રતના અંગરૂપ બ્રહ્મચર્યનું પાલન મુનિ જ કરી શકે છે; કેમ કે શુદ્ધ ભાવપ્રાણોના રક્ષણ માટે યત્ન દેહ પ્રત્યેના મમત્વ વગરના સુસાધુ સિવાય કોઈ શ્રાવક કરી શકે નહીં, તેથી સ્થૂલથી સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન હોય તોપણ શુદ્ધ ભાવપ્રાણના
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy