SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૬ સૂત્ર : ____ अव्रतकषायेन्द्रियक्रियाः पञ्चचतुःपञ्चपञ्चविंशतिसङ्ख्याः पूर्वस्य भेदाः સૂત્રાર્થ : અવત, કષાય, ઈન્દ્રિય અને ક્રિયા પાંચ, ચાર, પાંચ અને પચ્ચીસ સંખ્યાવાળા પૂર્વના સાંપરાયિક આશ્રવના, ભેદો છે. II૬/૬ાાં ભાષ્ય : पूर्वस्येति सूत्रक्रमप्रामाण्यात् साम्परायिकस्याह । साम्परायिकस्यास्रवभेदाः पञ्च चत्वारः पञ्च पञ्चविंशतिरिति भवन्ति । ‘पञ्च हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहाः । प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा' (अ०७, सू० ९-१०) इत्येवमादयो वक्ष्यन्ते, चत्वारः क्रोधमानमायालोभा अनन्तानुबन्ध्यादयो वक्ष्यन्ते, पञ्च प्रमत्तस्येन्द्रियाणि, पञ्चविंशतिः क्रियाः, तत्रेमे क्रियाप्रत्यया यथासङ्ख्यं प्रत्येतव्याः, तद्यथा - सम्यक्त्वमिथ्यात्वप्रयोगसमादानेर्यापथाः कायाधिकरणप्रदोषपरितापनप्राणातिपाताः दर्शनस्पर्शनप्रत्ययसमन्तानुपातानाभोगाः स्वहस्तनिसर्गविदारणानयनानवकाङ्क्षा आरम्भपरिग्रहमायामिथ्यादर्शनाप्रत्याख्यानक्रिया इति ।।६/६।। ભાષ્યાર્થ પૂર્વતિ - તિ પૂર્વના એ પ્રકારે સૂત્રક્રમ પ્રામાણ્યથી સૂત્ર-પમાં બતાવાયેલા ક્રમ અનુસાર પ્રથમ એવા સાંપરાયિકના=સાંપાયિક આશ્રવના, ભેદો છે એ પ્રમાણે કહે છે. સાંપરાધિક આશ્રવના ભેદો પાંચ, ચાર, પાંચ અને પચ્ચીશ એ પ્રમાણે થાય છે. સાંપરાયિકતા પાંચ ભેદો “હિંસા, અમૃત= મૃષા, સ્તેય ચોરી, અબ્રા અને પરિગ્રહ પાંચ ભેદો અવ્રતના છે.” “પ્રમત્તયોગથી પ્રાણવ્યપરોપણ હિંસા છે” (અધ્યાય-૫, સૂત્ર-૯-૧૦) એ વગેરે આગળમાં કહેવાશેઃપાંચ અવ્રતોનું સ્વરૂપ આગળમાં કહેવાશે. ચાર ક્રોધ, માન, માયા, લોભ અનંતાનુબંધી આદિરૂપ આગળમાં કહેવાશે. પ્રમત્તની પાંચ ઇન્દ્રિયો સાંપરાધિક આશ્રવ છે.. પચ્ચીસ ક્રિયા સાંપરાધિક આશ્રવ છે. ત્યાં સાંપરાધિક આશ્રવના ભેદોમાં, આ આગળમાં બતાવે છે એ, ક્રિયાપ્રત્યયઃક્રિયાથી થનારા, સાંપરાયિક આશ્રવ યથાક્રમ જાણવા. તે આ પ્રમાણે – સમ્યક્ત, મિથ્યાત્વ, પ્રયોગ, સમાદાન અને ઈર્યાપથ. આ પાંચ પ્રકારની ક્રિયા છે. વળી અન્ય પ્રકારે પાંચ ક્રિયા બતાવે છે - કાયા, અધિકરણ, પ્રદોષ, પરિતાપન અને પ્રાણાતિપાત, આ પાંચ પ્રકારની ક્રિયા છે.
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy