SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૫, ૬ અશુભ ભાવોમાં નિયામક એવા કષાયને અને સંપૂર્ણ શુદ્ધભાવના નિયામક અકષાયને સામે રાખીને કેવા પ્રકારનો કર્મબંધ થાય છે ? તે બતાવે છે – સકષાય=કષાયવાળા જીવોને સાંપરામિકકમ યથાસંભવ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે કષાયવાળા જીવો મન-વચન-કાયાથી જે પ્રવૃત્તિ કરે તેમાં જે પ્રકારની કષાયની ઉત્કટતા અને અનુત્કટતા છે તેને અનુરૂપ કર્મબંધ થાય છે. સકષાયી જીવોમાં પણ કેટલાક સંજ્વલનના ઉદયવાળા છે અને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીયના અને પ્રત્યાખ્યાનીયના ક્ષયોપક્ષમભાવવાળા છે. આ જીવો જ્યારે કષાયને વશ કોઈ શુભયોગ કે અશુભયોગમાં પ્રવર્તે છે ત્યારે તે કષાયને અનુસાર તેઓને સાંપરાયિક કર્મબંધ થાય છે ચાર ગતિના પરિભ્રમણરૂપ સંસારનો હેતુ એવો કર્મબંધ થાય છે અને તે મહાત્માઓ જ્યારે સંજવલનના ઉદયને જિનવચનથી નિયંત્રિત કરીને સંયમની વૃદ્ધિને અનુકૂળ પ્રવર્તાવે છે ત્યારે તેઓમાં કષાય વિદ્યમાન હોવા છતાં તે વખતે તેઓમાં કષાયનું અપ્રવર્તન છે; કેમ કે કષાયના નાશને અનુકૂળ પ્રવર્તન હોવાથી નષ્યમાં નષ્ટ એ વચનાનુસાર તેઓ અકષાયવાળા છે તેથી તેઓને ઈર્યાપથિક કર્મબંધ થાય છે. આશય એ છે કે જે સાધુ જે કાળમાં જે કાયિક, વાચિક કે માનસિક પ્રવૃત્તિ કરતા હોય તે ક્રિયાને છોડીને અન્ય ક્રિયામાં ઉપયોગવાળા ન હોય અને તે ક્રિયામાં જિનવચનથી નિયંત્રિત સૂક્ષ્મ બોધપૂર્વક ઉપયોગ પ્રવર્તતો હોય તો તે ક્રિયાકાળમાં તે મહાત્માનો ઉપયોગ જિનતુલ્ય થવા માટે વ્યાપારવાળો છે, તેથી ત્યાં ઈર્યાપથિક કર્મબંધ થાય છે. જ્યારે સાધુ પ્રમાદને વશ અન્યમનસ્ક હોય ત્યારે સાંપરાયિક કર્મબંધ થાય છે. તે રીતે પ્રત્યાખ્યાન કષાયના ઉદયવાળા જીવોને અને અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયવાળા જીવોને તેમના ઉપયોગાનુસાર બંધ થાય છે. આથી અવિરતસમ્યગ્દષ્ટિ જીવો પણ જ્યારે જિનવચનથી ભાવિત થઈને સ્વશક્તિ અનુસાર અપ્રમાદભાવથી ઉત્તરના ગુણસ્થાનકમાં જવા માટે યત્ન કરે છે ત્યારે તેનો સાંપરાયિક આશ્રવ પણ ઈર્યાપથિક આશ્રવને અભિમુખ જ હોય છે. કોઈ મિથ્યાદૃષ્ટિ જીવ અનંતાનુબંધીના ઉદયવાળા હોય આમ છતાં માર્ગાનુસારી પ્રૌઢ પ્રજ્ઞાથી તત્ત્વાતત્ત્વના વિભાગ માટે યત્ન કરે છે ત્યારે સમ્યત્ત્વની પ્રાપ્તિ નહીં હોવા છતાં સમ્યક્તને અભિમુખ જ તેઓને સાંપરાયિક આશ્રવની પ્રાપ્તિ થાય છે. તેથી કષાયવાળા જીવોને તેમની ભૂમિકાનુસાર તરતમતાવાળો સાંપરાયિક આશ્રવ થાય છે. અગિયારમા ગુણસ્થાનકથી માંડીને ઉપરના અકષાયવાળા જીવોને ઈર્યાપથિક આશ્રવ એક સમયની સ્થિતિવાળો હોય છે. અગિયારમાં ગુણસ્થાનક પૂર્વે સર્વ જીવો કષાયવાળા જ છે તોપણ અત્યંત અપ્રમાદથી અકષાયવાળા થવા માટે યત્ન કરતા હોય ત્યારે ઈર્યાપથિક કર્મબંધનું કારણ તેઓનો સકષાય અવસ્થાનો ઉપયોગ છે. તેથી ઉપચારથી તેઓને ઈર્યાપથિક આશ્રવ છે તેમ કહેવાય છે. પિતા અવતરણિકા : પૂર્વમાં કષાયવાળાને સાંપરાધિક આશ્રવ થાય છે તેમ કહ્યું. હવે તે સાંપરાધિક આશ્રવોના ભેદો બતાવે છે –
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy