SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ તત્ત્વાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૧, ૨૨ (૩) ફૂટલેખક્રિયાઅતિચાર - લોભાદિના કારણે ખોટા લેખો કરીને પોતાના ઇષ્ટની પ્રાપ્તિ કરવાનો પ્રયાસ એ કૂટલેખક્રિયા આત્મક બીજાવ્રતનો અતિચાર છે; કેમ કે બીજાને ઠગવાનો પરિણામ બીજાને પીડાકારી હોવાથી મૃષાવાદરૂપ છે. (૪) વ્યાસાપહારઅતિચાર: કોઈના પૈસા આપવાના હોય અને સામી વ્યક્તિને તેનું વિસ્મરણ થઈ ગયું હોય તો તેને યાદ કરીને આપે નહીં, પરંતુ પરને આપવાના પૈસા પોતે ગ્રહણ કરી લે અર્થાત્ રાખી લે, તે ન્યાસઅપહાર કહેવાય. જેમાં બીજાનું ધન ગ્રહણ કરવાને અનુકૂળ મૃષાપરિણામ છે માટે મૃષાવાદનો પરિણામ છે. (૫) સાકારમંત્રભેદઅતિચાર : સાકારમંત્રભેદ એ પશુન્ય અથવા કોઈની ગુપ્તવાતની મંત્રણાનું પ્રકાશન કરવારૂપ છે. તેથી એ પ્રાપ્ત થાય કે કોઈના બાહ્ય આકારો દ્વારા તેના વિચારો જાણીને બીજાને પ્રકાશન કરવાનો પરિણામ તે બીજાની ચાડી ખાવા સ્વરૂપ છે. અથવા તેની ગુપ્તવાતને તેના શરીરના આકાર દ્વારા કે શરીરની ચેષ્ટા દ્વારા જાણીને બીજાને પ્રકાશન કરવા સ્વરૂપ છે. સાકારમંત્રભેદ બીજાને પીડા કરે તેવો વચનપ્રયોગ છે, તેથી સ્કૂલમૃષાવાદવિરમણવ્રતમાં તે અતિચારરૂપ છે. II૭/૨વા અવતારણિકા : હવે ક્રમ પ્રાપ્ત ત્રીજા સ્થૂલ અદત્તાદાનવિરમણવ્રતના અતિચારોને બતાવે છે – સૂત્ર : स्तेनप्रयोगतदाहृतादानविरुद्धराज्यातिक्रमहीनाधिकमानोन्मानप्रतिरूपकવ્યવહાર: ૭/૨૨ાા સૂત્રાર્થ - સ્તનપ્રયોગ ચોરોમાં ધનાદિ માટે પ્રયોગ અર્થાત્ ચોરીનાં સાધનોનું અર્પણ, તેમના દ્વારા લવાયેલનું ગ્રહણ, વિરુદ્ધ રાજ્યાતિક્રમ, હીન-અધિક માન-ઉન્માન અને પ્રતિરૂપકવ્યવહાર=સારી વસ્તુના સ્થાને તેના જેવી હલકી વસ્તુ બનાવીને વેચવી, એ ત્રીજા અણુવ્રતના પાંચ અતિચારો છે. ll૭/રચા ભાષ્ય : - एते पञ्चास्तेयव्रतस्यातिचारा भवन्ति । तत्र - स्तेनेषु हिरण्यादिप्रयोगः । स्तेनैराहतद्रव्यस्य मुधा क्रयेण वा ग्रहणं तदाहतादानम् । विरुद्धराज्यातिक्रमश्चास्तेयव्रतस्यातिचारः, विरुद्ध हि राज्ये सर्वमेव स्तेययुक्तमादानं भवति । हीनाधिकमानोन्मानप्रतिरूपकव्यवहारः कूटतुलाकूटमानवञ्चनादि
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy