SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૭ युक्ताः प्रादुर्भावतिरोभावस्थित्यन्यताऽनुग्रहविनाशाः, कायस्वभावोऽनित्यता दुःखहेतुत्वं निःसारताऽशुचित्वमिति । एवं ह्यस्य भावयतः संवेगो वैराग्यं च भवति । तत्र संवेगो नाम संसारभीरुत्वमारम्भपरिग्रहेषु दोषदर्शनादरतिः धर्मे बहुमानो धार्मिकेषु च धर्मश्रवणे धार्मिकदर्शने च मनःप्रसाद उत्तरोत्तरगुणप्रतिपत्तौ च श्रद्धेति । वैराग्यं नाम शरीरभोगसंसारनिर्वेदोपशान्तस्य बाह्याभ्यन्तरेषूपधिष्वनभिष्वङ्ग इति ।।७/७।। ભાષ્યાર્થ :ન વસ્વભાવો ... તિ | સંવેગ અને વૈરાગ્ય માટે જગતસ્વભાવનું અને કાયસ્વભાવનું ભાવન કરવું જોઈએ. ત્યાં જગતસ્વભાવમાં અને કાયસ્વભાવમાં, દ્રવ્યોનો અનાદિમત્ અને આદિમત્ એવા પરિણામથી યુક્ત પ્રાદુર્ભાવ, તિરોભાવ, સ્થિતિ, અવ્યતા, અનુગ્રહ અને વિનાશરૂપ જગતસ્વભાવ છે, અતિત્યતા, દુઃખહેતુત્વ, નિસારતા, અશુચિત્ર કાયસ્વભાવ છે. આ પ્રમાણે આનું ભાવન કરવાથી= જગતસ્વભાવનું અને કાયસ્વભાવનું ભાવન કરવાથી, સંવેગ અને વૈરાગ્ય થાય છે. ત્યાં સંસારભીરુત્વ, આરંભ-પરિગ્રહમાં દોષદર્શનથી અરતિ, ધર્મમાં અને ધાર્મિકોમાં બહુમાન, ધર્મશ્રવણમાં અને ધાર્મિકતા દર્શનમાં મનનો પ્રસાદ, ઉત્તરોત્તર ગુણપ્રતિપત્તિમાં શ્રદ્ધા-રુચિ, સંવેગ છે. વૈરાગ્ય એટલે શરીરથી, ભોગથી અને સંસારથી નિર્વેદ થવાને કારણે પ્રાપ્ત થયેલા ઉપશમભાવવાળા જીવને બાહ્ય અને અભ્યતર ઉપધિમાં=બાહ્ય એવા શરીરાદિ પદાર્થોમાં અને અત્યંતર એવી લબ્ધિઓમાં, અનભિન્કંગ છે-અનભિન્કંગ વૈરાગ્ય છે. તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. જેના ભાવાર્થ : સાધુને કે શ્રાવકને પોતાના ગ્રહણ કરાયેલા વ્રતોના અતિશય માટે સંવેગ અને વૈરાગ્ય આવશ્યક છે. વળી, સંવેગની વૃદ્ધિ અને વૈરાગ્યની વૃદ્ધિ માટે સાધુએ કે શ્રાવકે જગતના સ્વભાવનું ભાવન કરવું જોઈએ અને કાયના સ્વભાવનું ભાવન કરવું જોઈએ. કઈ રીતે જગતના સ્વભાવનું ભાવન કરવું જોઈએ ? તે બતાવવા અર્થે કહે છે – જગતમાં વર્તતા ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્યો અનાદિવાળા અને આદિવાળા પરિણામથી યુક્ત છે, તેથી બધાં દ્રવ્યોમાં કોઈક દૃષ્ટિથી અનાદિનો પરિણામ વિદ્યમાન છે. જેમ આત્માના અસંખ્યાત પ્રદેશો, આત્માનું ચૈતન્યત્વ આદિ ભાવો અનાદિના છે, વળી આત્માનો તે તે ગતિનો પરિણામ આદિમાન છે. તે રીતે સર્વ દ્રવ્યમાં કોઈક પરિણામ અનાદિનો છે અને કોઈક પરિણામ આદિમાન છે. વળી જગતમાં વર્તતા પદાર્થોમાં કોઈક ભાવ પ્રાદુર્ભાવ પામે છે, કોઈક ભાવ તિરોભાવ પામે છે અને કોઈક ભાવરૂપે પદાર્થ સ્થિતિવાળો છે. જેમ આત્મા, આત્મારૂપે સદા સ્થિતિવાળો છે અને જે ભવમાં જાય છે, જે કર્મ બાંધે છે તે સ્વરૂપે પ્રાદુર્ભાવ પામે છે અને પૂર્વનું સ્વરૂપ તિરભાવ પામે છે.
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy