SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭ તત્ત્વાર્યાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૬ વ્યાપાર થાય છે. જેમ મેઘકુમારનો હાથીનો જીવ અવ્રતના પરિણામવાળો હતો; છતાં સસલાની દયા કરી ત્યારે મિથ્યાત્વ મંદ હોવાના કારણે પ્રમત્તયોગથી પ્રાણવ્યપરોપણની ક્રિયા ન હતી, પરંતુ અપ્રમાદભાવથી અહિંસાને અનુકૂળ વ્યાપાર હતો. તેથી ક્રમસર અનંતાનુબંધી આદિ કષાયો તેના મંદ-મંદતર થતા હતા તે રીતે કોઈપણ જીવને દયાને અનુકૂળ પ્રશસ્તરાગના પરિણામનો ઉપયોગ વર્તતો હોય છે ત્યારે અથવા અસદ્ગહ વગરના જીવો કે મંદ અસદ્ગહવાળા જીવો તત્ત્વાતત્ત્વનો વિચાર કરતા હોય છે ત્યારે, તેઓનો ઉપયોગ તત્ત્વ પ્રત્યેના રાગવાળો અને અતત્ત્વ પ્રત્યેના દ્વેષવાળો વર્તતો હોય તો કષાયકૃત આશ્રવના નાશને અભિમુખ તેમનો યત્ન વર્તે છે. વળી પ્રમત્ત પુરુષની પાંચ ઇન્દ્રિયો સાંપરાયિક આશ્રવ છે. જોકે ઇન્દ્રિયના વિષયસેવનકાળમાં કોઈક અને કોઈક કષાયની પ્રવૃત્તિ છે તોપણ કષાયો કરતાં ઇન્દ્રિયના વિકારનો પૃથક બોધ કરાવવા માટે તેને પૃથક આશ્રવરૂપે ગ્રહણ કરેલ છે. વળી સાધુ, શ્રાવક કે અવિરત સમ્યગ્દષ્ટિ પણ જિનવચનાનુસાર અપ્રમાદપૂર્વક તત્ત્વાતત્ત્વની વિચારણા કરીને ઉચિત પ્રવૃત્તિ કરતા હોય ત્યારે ઇન્દ્રિયના વિષયમાં પ્રવૃત્તિ નહીં હોવાથી ઇન્દ્રિયરૂપ સાંપરાયિક આશ્રવ પ્રાપ્ત થાય નહીં. જ્યારે સાધુ, શ્રાવક કે અવિરત સમ્યગ્દષ્ટિ પ્રમાદસહિત ધર્માનુષ્ઠાન આદિ કોઈપણ ક્રિયા કરતા હોય તે કાળે તેઓ કોઈ ને કોઈ ઇન્દ્રિયના વિષય સાથે સંબંધિત થઈને પરિણામ કરતા હોય છે, તેથી તે કાળે તેમને ઇન્દ્રિયરૂપ આશ્રવની પ્રાપ્તિ થાય છે. મિથ્યાદૃષ્ટિ જીવો પણ તત્ત્વને અભિમુખ વિચાર કરતા હોય છે ત્યારે મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય મંદ થાય છે. મિથ્યાષ્ટિ જીવોમાં આવો માર્ગાનુસારી યત્ન થતો હોય ત્યારે તેઓ સ્વભૂમિકાનુસાર અપ્રમાદથી હિત માટે યત્નવાળા પણ હોય છે. તેથી તે કાળમાં તેમનો ઇન્દ્રિયના વિષયગ્રહણમાં વ્યાપાર થતો નથી, જેથી ઇન્દ્રિયકૃત સાંપરાયિક આશ્રવ તેમને પ્રાપ્ત થતો નથી. સાંપરાયિક કર્મબંધનું કારણ પચ્ચીસ ક્રિયા છે અને તે ક્રિયા આ પ્રમાણે છે – (૧) સમ્યક્તક્રિયા : કોઈ જીવ મિથ્યાત્વ અવસ્થામાં હોય છતાં મિથ્યાત્વ મંદભાવમાં વર્તતું હોય ત્યારે માર્ગાનુસારી ઊહના કારણે તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ યત્ન વર્તતો હોય છે તે સમયે શાસ્ત્રશ્રવણ કે અધ્યયનની જે ક્રિયા છે તે સમ્યક્તની ક્રિયા છે. સમ્યક્ત પ્રાપ્ત થયા પછી પણ વિશેષ વિશેષ પ્રકારનાં તત્ત્વોની પ્રાપ્તિને અનુકૂળ શ્રવણક્રિયા કે અધ્યયનક્રિયા ચાલતી હોય તે સમ્યક્તક્રિયા છે. (૨) મિથ્યાત્વક્રિયા : કોઈ જીવ સમ્યક્ત પામેલ ન હોય અને વિપર્યાસની ક્રિયા અતિશય-અતિશય થાય તે પ્રકારે પદાર્થની વિચારણા કરતા હોય તે મિથ્યાત્વક્રિયા છે. વળી સમ્યક્ત પામેલો પણ જીવ તત્ત્વાતત્ત્વના વિભાગથી વિપરીત વિચારણા કરતો હોય તેની મનોવ્યાપારની ક્રિયા મિથ્યાત્વક્રિયા બને છે. આથી બ્રાહ્મી-સુંદરીના જીવે પૂર્વભવમાં ચારિત્રઅવસ્થામાં પણ ભરત-બાહુબલીની ગુરુ ભગવંતે ઉપબૃહણા કરી અને પોતાની
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy