SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૫ / સૂત્ર-૨૮, ૨૯ ભાષ્યાર્થ: મેદસક્ષતામ્યાં. સામેલાāતિ || ભેદ અને સંઘાત દ્વારા ચક્ષથી દેખાતા સ્કંધો ઉત્પન્ન થાય છે. વળી ચક્ષથી નહીં દેખાતા એવા સ્કંધો પૂર્વમાં કહેલા સંઘાતથી, ભેદથી અને સંઘાત-ભેદથી થાય છે. ત્તિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. પ/૨૮ ભાવાર્થ : ઇન્દ્રિયોથી ગ્રહણ થતા બાદર સ્કંધો ભેદ અને સંઘાતથી ઉત્પન્ન થાય છે, પરંતુ માત્ર સંઘાતથી કે માત્ર ભેદથી ઉત્પન્ન થતા નથી. વળી ચક્ષુથી નહીં દેખાતા દ્યણુકાદિ સ્કંધો કે ચક્ષુથી દેખાતા સ્કંધો કરતાં અધિક પ્રદેશોવાળા સૂક્ષ્મ સ્કંધો ક્યારેક સંઘાતથી પણ થાય છે, ક્યારેક ભેદથી પણ થાય છે અને ક્યારેક સંઘાતભેદથી પણ થાય છે. વળી સૂત્ર-૨૬માં ‘સાતપેરેગ્ય:' એ પ્રકારે સમાસ કર્યો અને પ્રસ્તુત સૂત્રમાં ભેદ ‘બેસીતામ્' એ સમાસ કર્યો, એથી એ પ્રકારનો અર્થ જણાય છે કે બંને રીતે સમાસ થાય છે. સૂત્ર-૨૬માં ત્રણ પ્રકારનાં કારણોને બતાવવા માટે “સાતમેટ્ય:' એ પ્રકારે બહુવચનનો પ્રયોગ કર્યો છે અને પ્રસ્તુત સૂત્રમાં ભેદ-સંઘાતરૂપ એક કારણ દ્વારા ચાક્ષુષ સ્કંધો થાય છે તે બતાવવા માટે દ્વિવચનનો સમાસ કરેલ છે. પ/૨૮ના ભાષ્ય : अत्राह - धर्मादीनि सन्तीति कथं गृह्यत इति ? । अत्रोच्यते - लक्षणतः, किञ्च सतो તક્ષમિતિ ? | મત્રો – ભાષ્યાર્થ: સાદ .... સરોવ્યતે – અહીં-સૂત્ર-૧૭થી માંડીને અત્યાર સુધી ધર્માદિ સર્વ દ્રવ્યોનું લક્ષણ બતાવ્યું એ કથનમાં, પ્રશ્ન કરે છે – ધર્માદિ સર્વ દ્રવ્યો જગતમાં છે અર્થાત્ વિદ્યમાન છે એ પ્રમાણે કેવી રીતે ગ્રહણ થાય છે ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – લક્ષણથી ગ્રહણ થાય છે=વિદ્યમાન વસ્તુનું જે લક્ષણ છે તે લક્ષણથી ગ્રહણ થાય છે. વળી સતનું લક્ષણ શું છે ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – સૂત્ર - उत्पादव्ययध्रौव्ययुक्तं सत् ।।५/२९ ।। સૂત્રાર્થ - ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત એવી વસ્તુ સત્ છે. I૫/૨૯ll
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy