SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૮ ૫ ભાષ્ય : अत्राह-तीव्रमन्दादयो भावा लोकप्रतीताः, वीर्यं च जीवस्य क्षायोपशमिकः क्षायिको वा भाव ત્યુ, (૪૦ ૨, સૂo ૪-૫) કથાધિરyi વિમિતિ ? / મત્રોચ્યતે – ભાષ્યાર્ચ - અહીં-સૂત્ર-૭માં તીવ્રભાવ આદિવા ભેદથી સાંપરાયિક આશ્રવનો ભેદ છે તેમ કહ્યું એમાં, પ્રશ્ન કરે છે – તીવ્ર, મંદ આદિ ભાવો લોકપ્રતીત છે અને વીર્ય જીવનો ક્ષાયોપથમિકભાવ કે ક્ષાયિકભાવ છે એ પ્રમાણે પૂર્વમાં કહેવાયું. હવે અધિકરણ શું છે ? એ પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – ભાવાર્થ - સૂત્ર-૭માં તીવ્ર આદિ ભાવોથી સાંપરાયિક આશ્રવનો ભેદ છે અને તેનાથી કર્મબંધનો ભેદ છે તેમ કહ્યું, એ કથનમાં પ્રશ્ન કરે છે. શું પ્રશ્ન કરે છે ? તે બતાવે છે – તીવ્રભાવ, મદભાવ, જ્ઞાતભાવ, અજ્ઞાતભાવ તે લોકમાં પ્રતીત છે, તેથી ભાષ્યકારશ્રી તેની સ્પષ્ટતા કરતા નથી. વીર્ય જીવનો ક્ષાયોપથમિકભાવ છે અથવા ક્ષાયિકભાવ છે, એ પ્રમાણે પૂર્વમાં કહ્યું, તેથી વીર્યના ભેદથી સાંપરાયિક આશ્રવનો ભેદ શું છે ? તે પણ ભાષ્યકારશ્રી સ્પષ્ટતા કરતા નથી. પરંતુ કર્મબંધના ભેદનું નિયામક અધિકરણ શું છે ? તે પ્રકારની જિજ્ઞાસામાં પ્રશ્ન કરે છે અને તેનો ઉત્તર સૂત્ર-૮માં આપે છે – સૂત્ર : થર નીવાનીવા: ૬/૮ સૂત્રાર્થ - અધિકરણ જીવો અને અજીવોરૂપ છે. ૧૬/૮ ભાષ્ય : अधिकरणं द्विविधम् - द्रव्याधिकरणं, भावाधिकरणं च, तत्र द्रव्याधिकरणं छेदनभेदनादि शस्त्रं च दशविधम्, भावाधिकरणमष्टोत्तरशतविधम् । एतदुभयं जीवाधिकरणमजीवाधिकरणं च ૬/૮ ભાષ્યાર્થ : ઘર – ૨ અધિકરણ બે પ્રકારનું છે : દ્રવ્યઅધિકરણ અને ભાવઅધિકરણ. ત્યાં દ્રવ્યઅધિકરણ છેદન-ભેદન આદિ અને દશ પ્રકારનું શસ્ત્ર છે. અને ભાવઅધિકરણ ૧૦૮ પ્રકારનું છે.
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy