SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૨૦, ૨૧ ૧૨૧ કષાયથી પણ દેવઆયુષ્યનો બંધ થાય છે. ફક્ત સમ્યગ્દષ્ટિજીવ સંયમનો અત્યંત રાગી હોય છે, તેથી તેઓમાં અપ્રત્યાખ્યાનીય આદિ કષાયો હોવા છતા સર્વવિરતિ પ્રત્યેનો અને દેશવિરતિ પ્રત્યેનો ઉત્કટ રાગ હોવાને કારણે મનુષ્ય હોય તો દેવઆયુષ્ય જ બાંધે છે અને દેવ હોય તો મનુષ્યઆયુષ્ય જ બાંધે છે. વળી, મિથ્યાદષ્ટિ જીવને અનંતાનુબંધી કષાયોનો ઉદય હોવા છતાં જ્યારે પર્વતની રેખા જેવા ક્રોધાદિરૂપ અનંતાનુબંધી કષાયો ઉદયમાં નથી ત્યારે તેઓ વિદ્યમાન કષાયને અનુરૂપ મનુષ્યગતિ કે દેવગતિનું આયુષ્ય પણ બાંધે છે. તેથી ગુણસ્થાનકને આશ્રયીને પહેલા ગુણસ્થાનકના અનિવૃત્તિકરણના છેલ્લા સમય સુધી અનંતાનુબંધી કષાયનો ઉદય છે, જે અનંતાનુબંધીનો ઉદય નરકનું કારણ છે તેવો અર્થ કરવો ઉચિત જણાતો નથી; પરંતુ પર્વતની રેખા જેવો અનંતાનુબંધીક્રોધનો પરિણામ જેને છે તેવો અનંતાનુબંધી કષાય નરકનું કારણ છે તેમ માનવું ઉચિત જણાય છે. વળી દેશવિરતિધર શ્રાવકને પ્રત્યાખ્યાનાવરણીય કષાયનો ઉદય છે માટે તેઓ જ મનુષ્યઆયુષ્ય બાંધે છે તેવો નિયમ નથી, પરંતુ પ્રત્યાખ્યાનાવરણીયકષાય જેવા, વાલુકાની રેખા જેવા ક્રોધાદિ જેઓને છે તેઓ મનુષ્યઆયુષ્ય બાંધે છે તેમ સ્વીકારવું ઉચિત જણાય છે. આ પ્રમાણે અમને ભાસે છે. આ વિષયમાં તત્ત્વ બહુશ્રુત વિચારે. I૬/૨ના ભાષ્ય :__ अथ नाम्नः क आस्रव इति ?, अत्रोच्यते - ભાષ્યાર્થ: હવે નામકર્મનો શો આશ્રવ છે? અહીં=આ પ્રકારના પ્રશ્નમાં, ઉત્તર આપે છે – સૂત્ર योगवक्रता विसंवादनं चाशुभस्य नाम्नः ।।६/२१।। સૂત્રાર્થ : ચોગવક્રતા અને વિસંવાદન અશુભ નામકર્મનો આશ્રવ છે. Is/૨૧TI ભાષ્ય : कायवाङ्मनोयोगवक्रता विसंवादर्न चाशुभस्य नाम्न आस्रवो भवतीति ।।६/२१ ।। ભાષ્યાર્ચ - થવાનોયોગવતા ....... મવતીતિ | કાયયોગ, વચનયોગ અને મનોયોગની વક્રતા તથા વિસંવાદન અશુભ નામકર્મનો આશ્રવ છે. ‘ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. I૬/૨૧
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy