SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ તન્વાર્યાવિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૨૧, ૨૨ ભાવાર્થ : મનમાં કાંઈક હોય અને કાયાથી કંઈક બતાવવામાં આવે ત્યારે અશુભ નામકર્મનો આશ્રવ થાય છે. દા. ત. જીવરક્ષાના પરિણામથી યતનાપૂર્વક ચાલવાનો પરિણામ ન હોય છતાં કોઈકને બતાવવા જયણાપૂર્વક ચાલે ત્યારે કાયાની વક્રતા હોવાથી અશુભ નામકર્મનો આશ્રવ થાય છે, તે રીતે મનમાં કાંઈક હોય અને વાણીમાં કાંઈક બતાવવામાં આવે ત્યારે વાણીની વક્રતા થાય છે. અથવા પૂર્વમાં કાંઈક બોલે અને થોડીવાર પછી કાંઈક બોલે તો તે બન્ને વાણીની વક્રતા છે. આવા પ્રકારની કોઈપણ જાતની વાણીની વક્રતાથી અશુભ નામકર્મનો આશ્રવ થાય છે. વળી મન કોઈકના વિષયમાં સ્વકલ્પનાઓથી અભિપ્રાયો બાંધે છે તે વખતે વાસ્તવિકતાને જોવાના વ્યાપારવાળું મન નહીં હોવાથી મનની વક્રતા છે. વળી, મન-વચન-કાયાનું વિસંવાદન પણ અશુભ નામકર્મનું કારણ છે. દા. ત. જે વ્યક્તિએ જે કૃત્ય કરવાની પ્રતિજ્ઞા કરી હોય તે પ્રમાણે તે વર્તન ન કરે તો અશુભ નામકર્મનો બંધ છે. જે રીતે કોઈ સાધુ ષટ્કાયના પાલનની પ્રતિજ્ઞા કર્યા પછી તેને અનુરૂપ કોઈ યત્ન ન કરે તો તેના યોગો વિસંવાદનરૂપ હોવાથી અશુભ નામકર્મના બંધનું કારણ થાય. Iકરવા સૂત્ર : વિપરીત સુમ૨ TI૬/૨૨ સૂત્રાર્થ - વિપરીત શુભ નામકર્મનો આશ્રવ છે. Ig/રચા ભાષ્ય : एतदुभयं विपरीतं शुभस्य नाम्न आस्रवो भवतीति ।।६/२२।। ભાષ્યાર્થઃ તિદુમવું... આવતીતિ છે. આ ઉભય=કાયયોગ-વચનયોગ-મનોયોગની વક્રતા અને વિસંવાદન એ ઉભય, વિપરીત કાયયોગ-વચનયોગ-મનોયોગની અવક્રતા અને અવિસંવાદન, શુભ નામકર્મનો આશ્રવ છે. તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. I૬/રરા ભાવાર્થ : જે જીવો પ્રકૃતિથી ભદ્રક હોય છે તેઓ સરળ ભાવથી જે પોતાના હૈયામાં હોય તે પ્રમાણે જ કાયાની ચેષ્ટા કરે છે, જે પ્રમાણે પૂર્વમાં બોલ્યા હોય, તે પ્રમાણે જ ઉત્તરમાં બોલે છે. ફક્ત અનાભોગથી કે પૂર્વના કથનની વિસ્મૃતિથી ઉત્તરમાં અન્ય પ્રકારે બોલે છે, પરંતુ અંતરંગ વાગૂ વક્રતા નથી. મન પણ કોઈના
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy