SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૧૬ દિવ્રત એટલે તિર્ય, ઊર્ધ્વ અને અધઃ દશે દિશાઓમાં યથાશક્તિ ગમનપરિમાણનો અભિગ્રહ. અને તેના પરથીeતે ગમનપરિમાણના અભિગ્રહથી આગળ, સર્વભૂતોમાં અર્થથી અને અનર્થથી સર્વ સાવધ યોગનો નિક્ષેપ છેઃનિરાસ છે. દેશવ્રત એટલે અપવરક ઓરડી, ગૃહ કે ગામની સીમાદિમાં યથાશક્તિ પ્રવિચાર માટે ગમતાદિ પ્રવૃત્તિ માટે, પરિમાણનો અભિગ્રહ અને તેના પરથી=એ ક્ષેત્રની મર્યાદાવા પરથી, સર્વ જીવોમાં સર્વ સાવધ યોગનો વિક્ષેપ છે=જે ક્ષેત્રનું પરિમાણ કર્યું છે તે ક્ષેત્રથી બહારના ક્ષેત્રમાં જે સર્વ સાવધ યોગનો પરિહાર છે તે સર્વવિરતિ તુલ્ય સર્વ સાવધયોગનો પરિહાર નથી, પરંતુ “પોતાના સંસારના પ્રયોજનરૂપ અર્થથી કે નિરર્થક ચેષ્ટારૂપ અનર્થથી સાવઘયોગ થાય છે” તેવા સર્વ સાવધયોગનો પરિહાર છે. અનર્થદંડ એટલે ઉપભોગ પરિભોગ આ અગારીતો-વ્રતીનો અર્થ છે=પ્રયોજન છે, તદ્દ વ્યતિરિક્ત અનર્થ છે. તદ્ અર્થવાળો દંડ-ભોગ-ઉપભોગથી વ્યતિરિક્ત અર્થવાળો દંડ, અનર્થદંડ છે, તેની વિરતિ=અનર્થદંડની વિરતિ, વ્રત છે. સામાયિક એટલે કાળને ગ્રહણ કરીને કાલનું નિયમન કરીને, સર્વ સાવધયોગનો નિક્ષેપ=સર્વ સાવધ યોગનો ત્યાગ. પૌષધોપવાસ એટલે પૌષધમાં ઉપવાસ. પૌષધ, પર્વ એ અનર્થાન્તર છે એકાર્યવાચી શબ્દ છે. અને તે પર્વ, આઠમ, ચૌદશ અને પૂનમ, અમાસ છે અથવા અન્યતમ તિથિ છે. તેને આશ્રયીને ચતુર્નાદિ ઉપવાસ વડે, સ્નાન-અનુલેપન-ગંધ-માલ્યાદિ અલંકારના ત્યાગ વડે, સર્વ સાવધ યોગના ત્યાગ વડે, કુશ-સંથાર-ફલકાદિના અન્યતમ સંથારાનો વિસ્તાર કરીને, અથવા સ્થાન-વીરાસતનિષઘાના અવ્યતમનું આસ્થાન કરીને અન્યતમ સ્થાનનો સ્વીકાર કરીને, ધર્મજાગરિકા પરથી ધર્મજાગરિકામાં તત્પર થવાથી (પૌષધોપવાસનું) અનુષ્ઠાન કરવું જોઈએ. ઉપભોગ-પરિભોગ વ્રત એટલે અશત-પાન-ખાદ્ય-સ્વાધ, ગંધ, માલ્યાદિનું અને પ્રાવરણ–આચ્છાદન, અલંકાર, શયન, આસન, ગૃહ, યાન, વાહન આદિના બહુ સાવધનું વર્જન અને અલ્પ સાવઘનું પણ પરિમાણ કરણ છે. અતિથિસંવિભાગવ્રત એટલે વ્યાયથી પ્રાપ્ત થયેલા કલ્પનીય અન્ન-પાનાદિ દ્રવ્યોનું દેશ-કાળશ્રદ્ધા-સત્કારના ક્રમથી યુક્ત પ્રકૃષ્ટ આત્મઅનુગ્રહબુદ્ધિથી સંયતોને દાન છે. તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. ll૭/૧૬ ભાવાર્થ : દેશવિરતિધારી શ્રાવક જેમ પાંચ અણુવ્રતો ગ્રહણ કરે છે તેમ અન્ય પણ વ્રતો ગ્રહણ કરે છે, તે વ્રતો ગ્રંથકારશ્રી પ્રસ્તુત સૂત્રમાં બતાવે છે. દિવ્રતાદિ ઉત્તરવ્રતથી યુક્ત અગારી એવો શ્રાવક વ્રતી હોય છેવ્રતવાળો હોય છે.
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy