________________
ॐ ह्रीं अहँ नमः । ही श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
હું નમઃ |
વાચકવર શ્રીમાનું ઉમાસ્વાતિજી વિરચિત સ્વપજ્ઞભાષ્યઅલંકૃત
તત્વાર્યાદિગમસૂત્ર પ્રાયઃ શબ્દશઃ વિવેચન
ભાગ-૩ અધ્યાય-૫, ૬, ૭
I પખ્યમોધ્યાયઃ |
ભાષ્ય :
उक्ता जीवाः, अजीवान् वक्ष्यामः - ભાષ્યાર્થ :
૩ ... વસ્યામ: - જીવો કહેવાયા. અજીવોને અમે કહીશું – ભાવાર્થ :
પ્રથમ અધ્યાયમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે તેમ બતાવ્યું. ત્યારપછી સમ્યગ્દર્શનનું લક્ષણ કરતાં કહ્યું કે તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન છે. તત્ત્વ જીવ, અજીવ આદિ સાત છે તેમ પ્રથમ અધ્યાયમાં કહેલ. તેમાંથી જીવરૂપ તત્ત્વ બીજા અધ્યાયથી માંડીને ચોથા અધ્યાય સુધી બતાવ્યું. હવે ક્રમ પ્રાપ્ત અજીવતત્ત્વને બતાવતાં કહે છે –
સૂત્રઃ
अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः ।।५/१।।