SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર–૩, ૪ ૧૪૩ છે. સાધુ આ પ્રણીતરસના ભોજનનું વર્જન કરે છે; કેમ કે સુંદર ભોજનથી તૃપ્ત થયેલ ઇન્દ્રિયો કામના વિકારને ઉત્પન્ન કરીને સાધુના બ્રહ્મચર્યવ્રતનો નાશ કરે છે. આ પ્રકારે ભાવન કરવાથી પ્રણીત ભોજન પ્રત્યેના વર્જનનો પક્ષપાત સ્થિર થાય છે. (૫) આકિંચનમહાવ્રતની પાંચ ભાવનાઓ : આકિંચનવ્રતની પાંચ ભાવનાનું ભાવન સાધુ નીચે દર્શાવ્યા મુજબ કરે છે. (i-v) મનોજ્ઞશબ્દરૂપરસસ્પર્શગંધગાવર્જન-અમનોજ્ઞશબ્દરૂપરસસ્પર્શગંધદ્વેષવર્જનભાવના : આકિંચનવ્રતમાં સાધુએ પાંચે ઇન્દ્રિયોના (૧) મનોજ્ઞ શબ્દ-રૂપ-૨સ-સ્પર્શ-ગંધ આત્મક વિષયો પ્રત્યે ગૃદ્ધિનું વર્જન અને (૨) અમનોજ્ઞ શબ્દ-રૂપ-૨સ-સ્પર્શ-ગંધ આત્મક વિષયોની પ્રાપ્તિમાં દ્વેષનું વર્જન કરવું જોઈએ. આ પ્રકારે પાંચ ઇન્દ્રિયના વિષયોને આશ્રયીને રાગ-દ્વેષના વર્ઝનને અનુકૂળ પાંચ ભાવનાઓ છે. જેથી પાંચે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે નિર્મળ થયેલા સાધુ આકિંચન નામના પાંચમા મહાવ્રતના સ્વૈર્યને પ્રાપ્ત કરે છે; કેમ કે પાંચે ઇન્દ્રિયોના કોઈપણ વિષય પ્રત્યે રાગ થાય કે દ્વેષ થાય તો અપરિગ્રહવ્રતના અતિચારની પ્રાપ્તિ થાય. તેથી અપરિગ્રહવ્રતની સુરક્ષા અર્થે પાંચે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે સાધુ નિર્મમ થવા યત્ન કરે છે. વળી શ્રાવક પણ જેમ સાધુધર્મનું પરિભાવન કરે છે, તેમ સાધુધર્મ પ્રત્યેના સૂક્ષ્મભાવોને સ્થિર કરવા અર્થે આકિંચન ભાવના કરે છે. શ્રાવક રોજ વિચારે છે કે સાધુ મહાત્માઓ પાંચે ઇન્દ્રિયોના મનોજ્ઞ વિષયો પ્રત્યે ગૃદ્ધિનું વર્જન અને અમનોજ્ઞ વિષયો પ્રત્યે દ્વેષનું વર્જન ક૨ના૨ા હોવાથી, મહાત્માઓને ક્યાંય મમત્વ નથી, જેથી તેઓ સદા સુખી છે. માટે હું પણ તે ભાવનાઓ કરીને તેમના જેવી શક્તિનો સંચય કરું. આ પ્રકારે ઉચિતકાળે શ્રાવક પણ સાધુધર્મની ભાવનાઓ કરે છે. અહીં વિશેષ એ છે કે સૂત્ર-૨માં કહ્યું કે હિંસાદિ પાંચની વિરતિ દેશ અને સર્વથી છે. ત્યારપછી સૂત્ર૩માં કહ્યું કે તે દેશ અને સર્વથી જે વિરતિ છે તેના સ્વૈર્ય માટે પાંચે વિરતિની પાંચ-પાંચ ભાવનાઓ છે. તે પાંચ-પાંચ ભાવનાઓ સાક્ષાત્ મહાવ્રત સાથે સંબંધિત છે, તોપણ જે પ્રકારે તત્ત્વાર્થસૂત્રકારે તેનું યોજન કર્યું છે તેનાથી જ નક્કી થાય છે કે શ્રાવક જેમ સાધુધર્મના અભિલાષી છે તેમ સાધુધર્મના અંગભૂત પાંચ મહાવ્રતોની પાંચ-પાંચ ભાવનાઓને સ્થિર કરવાના પણ અભિલાષી છે. તેથી પ્રસ્તુત સૂત્રમાં બતાવેલ પાંચ-પાંચ ભાવનાઓ માત્ર સાધુધર્મને જ આશ્રયીને છે તેવો અર્થ ક૨વો ઉચિત લાગતો નથી. Il૭/૩ll ભાષ્યઃ किञ्चान्यदिति - ભાષ્યાર્થ : વળી બીજું શું છે ? તેથી કહે છે
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy