SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭ તસ્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧ યોગ છે. વળી કોઈકની ખરાબ પ્રવૃત્તિ જોયેલી હોય, જે તેના હિતાદિના પ્રયોજન વગર કોઈકને કહેવાની વૃત્તિથી કહેવામાં આવે તો તે પશુન્ય સ્વરૂપ અશુભવાચિકયોગ છે. અભિધ્યા અશુભ ચિંતવન=જેમ કોઈના તરફથી પોતાને ઉપદ્રવ થતો હોય અને વિચાર આવે કે આ મરે તો હું સુખેથી જીવી શકું, અથવા કોઈકનું અહિત થાય તેનો વિચાર કર્યા વગર, આ જીવ આ પ્રવૃત્તિ કરે તો સારું એવું ચિંતવન કરે તો અશુભ મનોયોગ છે. જેમ વિવેક વગર અયતનાપૂર્વક પ્રવૃત્તિ કરનાર કોઈક સાધુને અનુલક્ષીને અન્ય સાધુ વિચારે કે આ સાધુ આવું કૃત્ય કરે તો સારું, આ પ્રકારની વિચારણા અશુભ મનોયોગ છે; કેમ કે તે કૃત્યથી જે પણ આરંભ-સમારંભ થશે તે સર્વની અનુમોદના, તે માનસ વિચારથી પ્રાપ્ત થાય છે. આ બીજા પ્રકારનું અશુભ ચિંતવન સૂક્ષ્મ અશુભ મનોયોગ છે અને પ્રથમ પ્રકારનું અશુભ ચિંતવન સ્કૂલ અશુભ મનોયોગ છે. આ રીતે અન્ય સર્વ પણ ચિંતવની ભૂમિકાના ભેદથી અનેક પ્રકારની તરતમતાવાળા અશુભ મનોયોગો છે. વ્યાપાદ=બીજાના આરંભ-સમારંભ કૃત્યોનો વિચાર કર્યા વગર તે અમુક પ્રકારનું બાહ્ય કૃત્ય કરે તેવા આશયથી અન્યને તે પ્રકારે પ્રેરણા કરવા અર્થે કહેવાનો વિચાર, તે વ્યાપાદ નામનો માનસ અશુભયોગ છે; કેમ કે તે વિચારથી પ્રેરાઈને અન્યને કંઈ કહેવામાં આવે અને તે પ્રમાણે અન્ય વ્યક્તિ તે કૃત્ય કરવા માટે તે પુરુષને પ્રેરણા કરે જેનાથી કોઈ શુભ પરિણામ થાય તેમ ન હોય પરંતુ આરંભ-સમારંભની પ્રવૃત્તિ કરીને તે કર્મ જ બાંધે તેમ હોય, તેવા કર્મબંધને અનુકૂળ કૃત્ય કરાવવાનો આ પરિણામ છે. વળી કોઈકનાં બાહ્ય સંપત્તિ, માન-સન્માન, વિદ્વત્તા કે તપાદિ ક્રિયાને જોઈને અસહિષ્ણુ પરિણામ થાય તે ઇર્ષ્યા આત્મક અશુભ માનસયોગ છે. દા. ત. કોઈ તપ કરતું હોય જેનાથી તેની ખ્યાતિ થતી હોય તે જોઈને મનમાં ઇર્ષ્યા થાય તે અશુભ માનસયોગ છે. અસૂયા ઈષ્યનો જ કાંઈક ભેટવાળો પર્યાયવાચી શબ્દ છે. જેમ કોઈ મુનિ સાધ્વાચાર યથાતથા=જેમતેમ, પાળતાં હોય છતાં પોતે સુસાધુ છે તેમ માનતા હોય, તેમના “હું સુસાધુ છું તે પ્રકારનાં વચનો સાંભળી કોઈને અરુચિવિશેષરૂપ અકળામણ થાય તે અસૂયા છે. વળી અહિંસાનો, અસ્તેયનો અને બ્રહ્મચર્યાદિનો યોગ કાયિક શુભયોગ છે. જેમ મેઘકુમારના જીવે સસલાની દયા કરી ત્યારે કાયાને આશ્રયીને અહિંસાનો કાયિક શુભયોગ હતો. ભાવસાધુ પ્રમાદથી પડિલેહણ કરતા હોય ત્યારે કાયાને આશ્રયીને અહિંસાથી વિપરીત હિંસાનો યોગ હોય છે, જ્યારે તે જ મહાત્મા ષકાયના પાલનના પરિણામથી ઉપયુક્ત થઈને પડિલેહણમાં યત્ન કરતા હોય તો અહિંસાનો યોગ છે. વળી કોઈ ગૃહસ્થ ધન કમાવા યત્ન કરતો હોય તે વખતે લોભને વશ થઈને કૂટ-તોલ, કૂટ-માપ આદિ કર્યા વગર નીતિપૂર્વક ધનાર્જનનો યત્ન કરતો હોય તો તે અસ્તેયવ્રતનો પરિણામ હોવાથી શુભકાયયોગ વર્તે છે. વળી કોઈ સાધુ, ભગવાનનાં વચનાનુસાર આહાર પ્રાપ્તિ અર્થે ભિક્ષાગમનકાલે ભિક્ષાના દોષોના પરિહારપૂર્વક યત્ન કરતા હોય આમ છતાં અંતરંગ રીતે અપ્રમાદભાવથી શક્તિ અનુસાર સંયમમાં ઉદ્યમ ન કરતા હોય
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy