________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૧ | સૂત્ર-૧ તો સાધુને શાતા અર્થે ભગવાને ભિક્ષા ગ્રહણ કરવાની અનુજ્ઞા આપી નથી છતાં તે સાધુ ભિક્ષા ગ્રહણ કરે છે તે વખતે સ્લેયરૂપ=તીર્થંકર અદત્તરૂપ, અશુભ કાયયોગ વર્તે છે. વળી જો તે સાધુ પોતાની શક્તિને ગોપવ્યા વગર અપ્રમાદભાવથી સંયમમાં ઉદ્યમ કરતા હોય અને સંયમના ઉદ્યમના અંગભૂત નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત થતી ન હોય અને દોષિત ભિક્ષાથી જ સંયમમાં ઉદ્યમ શક્ય હોય ત્યારે સ્વશક્તિ અનુસાર પંચકહાનિપૂર્વક દોષિત ભિક્ષા ગ્રહણ કરે તો પણ અસ્તેય વ્રતમાં યત્ન હોવાથી, અસ્તેય સંબંધી કાયિક શુભયોગ વર્તે છે. વળી, કોઈ શ્રાવક ભોગાદિ કરતા હોય છતાં બ્રહ્મચર્યના રાગને કારણે સ્વશક્તિ અનુસાર અબ્રહ્મના નિવારણ માટે યત્ન કરે છે ત્યારે જે દેશથી તેમનો બ્રહ્મચર્યના પાલનનો પરિણામ છે તે કાયિક શુભયોગ છે. વળી કોઈ સાધુ અબ્રહ્મનું સેવન કરતા ન હોય છતાં બ્રહ્મચર્યની વાડીમાં ઉચિત યત્ન ન કરતા હોય જેના કારણે તે તે નિમિત્તને પામીને સ્ત્રી આદિના કંઠની મધુરતા આદિ ભાવીકૃત ઇષદ્ પણ વિકાર થતા હોય ત્યારે અબ્રહ્માદિ અશુભ કાયયોગ વર્તે છે. તે જ મહાત્મા જ્યારે પોતાના બ્રહ્મચર્ય વ્રતનું સ્મરણ કરીને તેના રક્ષણ અર્થે નવવાડોના પાલનમાં ઉદ્યમશીલ છે ત્યારે બ્રહ્મચર્યના પાલનરૂપ શુભકાયયોગ વર્તે છે.
વળી સાધુ વસ્ત્ર, પાત્ર, વસતિ આદિ પ્રામાણિક અપવાદનાં કારણ વગર દોષિત ગ્રહણ કરે ત્યારે કાયિક અશુભયોગ પ્રવર્તે છે. પરિગ્રહ પરિમાણના વ્રતવાળો શ્રાવક પોતાના પરિગ્રહ વ્રતની મર્યાદા અનુસાર અધિક પરિગ્રહના પરિહાર માટે યતના કરે છે ત્યારે કાયિક શુભયોગ વર્તે છે.
કોઈક સાધુ ભગવાનના વચનાનુસાર નિરવદ્ય ભાષણ કરતા હોય, આમ છતાં બોલતી વખતે મુખવસ્ત્રિકાના ઉપયોગ પ્રત્યે પ્રમાદવાળા હોય ત્યારે તે અંશથી તેમનો બોલવાનો ઉપયોગ સાવદ્ય વાચિક અશુભયોગ છે. સાધુ સંવેગપૂર્વક મુખવસ્ત્રિકાના ઉપયોગ સહિત ઉચિત ભાષણ કરે ત્યારે નિરવદ્ય વાચિક યોગ હોવાથી શુભયોગ છે. કોઈ સાધુ પ્રમાદવશ મૃષાભાષણ કરતા હોય તો વાચિક અશુભયોગ છે. સાધુ અપવાદથી જીવરક્ષાદિના પ્રયોજનથી મૃષાભાષણ કરતા હોય તો તે પણ વાચિક શુભયોગ છે. જેમ ધ્યાનમાં ઊભેલા સાધુને શિકારીએ પૂછેલું કે હરણ કઈ દિશામાં ગયું ? ત્યારે સંયોગને અનુસાર તે મુનિએ મૃષાભાષણ કર્યું, તો તે પણ સાધુ શુભઅધ્યવસાયવાળા હોવાથી તેમના માટે વાચિક શુભયોગ છે. કોઈ સાધુ કોઈની પ્રવૃત્તિ જોઈને પોતાના અસહિષ્ણુ સ્વભાવના કારણે પરુષવચનથી તેને કહે તો વાચિક અશુભયોગ છે, તો વળી કોઈ ગુરુ શિષ્યની અલનામાં શિષ્યને તીવ્ર સંવેગ કરાવવા અર્થે પરુષશબ્દથી કહે, જેનાથી યોગ્ય શિષ્યને તીવ્ર સંવેગ થાય ત્યારે તે પરુષવચન પણ શુભયોગ છે.
કોઈ સાધુ કે કોઈ ગૃહસ્થ કોઈનું કોઈ પ્રકારનું વર્તન અનુચિત જણાય તો પોતાના અસહિષ્ણુતાના કારણે તેના અનુચિત વર્તનનું કોઈ પાસે પ્રકાશન કરે ત્યારે અશુભ વાચિકયોગ હોય છે. વળી કોઈ અન્ય સાધુ કોઈની અનુચિત પ્રવૃત્તિ જોઈને ગુરુ આદિના વચનથી તેઓ સુધરે તેવી સંભાવના જોઈને અનુચિત પ્રવૃત્તિ કરનારા જીવોના હિતને અર્થે ગુરુ આદિને તેઓની અનુચિત પ્રવૃત્તિનું કથન કરે ત્યારે વાચિક શુભયોગ છે.