SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ 33 તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૪ વિધઃ औत्कारिकः चौर्णिकः खण्डः प्रतरः अनुतट इति । तमश्छायातपोद्योताश्च परिणामजाः । सर्व एवैते स्पर्शादयः पुद्गलेष्वेव भवंतीत्यतः पुद्गलास्तद्वन्तः । अत्राह - किमर्थं स्पर्शादीनां शब्दादीनां च पृथक्सूत्रकरणमिति ?, अत्रोच्यते स्पर्शादयः परमाणुषु स्कन्धेषु च परिणामजा एव भवन्ति शब्दादयश्च स्कन्धेष्वेव भवन्त्यनेकनिमित्ताश्चेत्यतः पृथक्करणम् ।।५ / २४ ।। ભાષ્યાર્થ ઃ GET ..... પૃથવાનામ્ ।। ત્યાં=પુદ્ગલોના શબ્દાદિ પરિણામમાં, શબ્દ છ પ્રકારનો છે. તત=મૃદંગપટહાદિ વગાડવાથી થનારો તાનિ એ પ્રકારે થતો ધ્વનિ તે તત કહેવાય. વીણાદિ વાજિંત્રોથી થનારો ધ્વનિ વિતત કહેવાય. કાંસાદિના ભાજનથી થયેલો ધ્વનિ ઘન કહેવાય. વાંસળી વગેરેથી ઉત્પન્ન થયેલો ધ્વનિ શુધિર કહેવાય. વસ્ત્ર, પાટનાદિ સંઘર્ષથી ઉત્પન્ન થયેલો ધ્વનિ સંઘર્ષ કહેવાય. વ્યક્ત વાણીથી બોલાયેલો શબ્દ ભાષા કહેવાય. ‘કૃતિ’ શબ્દ શબ્દના પ્રકારોની સમાપ્તિ અર્થે છે. - બંધ ત્રણ પ્રકારનો છે – પ્રયોગબંધ, વિસસાબંધ, અને મિશ્રબંધ, “સ્નિગ્ધ-રૂક્ષપણાથી થાય છે—બંધ થાય છે,” (અધ્યાય-૫, સૂત્ર-૩૨) એ પ્રમાણે કહેવાશે. સૌક્ષ્ય બે પ્રકારનું છે : અંત્ય અને આપેક્ષિક. અંત્ય પરમાણુમાં જ છે, આપેક્ષિક ૠણુકાદિમાં સંઘાત પરિણામની અપેક્ષાથી થાય છે. તે આ પ્રમાણે – આમલકથી=આમળાથી, બદર=બોર, સૂક્ષ્મ છે. ‘કૃતિ’ શબ્દ સૌમ્યના પ્રકારોની સમાપ્તિ અર્થે છે. સ્થૌલ્ય બે પ્રકારનું છે : અંત્ય અને આપેક્ષિક. સંઘાત પરિણામની અપેક્ષાએ જ આપેક્ષિક સ્થૌલ્ય થાય છે. ત્યાં=બે પ્રકારના સ્થૌલ્યમાં, અંત્ય સર્વલોકવ્યાપી મહાસ્કંધમાં થાય છે. આપેક્ષિક બદરાદિથી આમલ-કાદિમાં સ્થૌલ્ય થાય છે. ‘કૃતિ’ શબ્દ સ્થૌલ્યના પ્રકારોની સમાપ્તિ અર્થે છે. સંસ્થાન અનેક પ્રકારનું છે ઃ દીર્ઘત્ય, હૃસ્વત્વ આદિ અનિત્યંત્વ પર્યંત. ભેદ પાંચ પ્રકારનો છે : ઔત્કારિક, ચૌણિક, ખંડ, પ્રતર અને અનુતટ. ‘કૃતિ’ શબ્દ ભેદના પ્રકારોની સમાપ્તિ અર્થે છે. તમઃ, છાયા, આતપ, ઉદ્યોત પરિણામથી થનારા છે. સર્વ જ આ સ્પર્શાદિ પુદ્ગલોમાં જ થાય છે, એથી પુદ્ગલો તદવાત્ છે=સ્પર્શોદિવાન્ છે.
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy