________________
OT
તસ્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫| સૂત્ર-૨ અવતરણિકા:
પ્રથમ અધ્યાયમાં કહેલ કે મતિજ્ઞાનનો અને શ્રુતજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યો અને અસર્વ પર્યાયો છે અને કેવલજ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયો છે. તેથી જગતમાં દ્રવ્ય અને પર્યાય બે વસ્તુ છે, તેની ઉપસ્થિતિ થાય છે. વળી, ગ્રંથકારશ્રીએ પૂર્વના અધ્યાયોમાં જીવનું વર્ણન કર્યું અને પ્રસ્તુત અધ્યાયના પ્રથમ સૂત્રમાં ચાર અજીવકાયો છે તેમ કહ્યું, તેથી જિજ્ઞાસા થાય કે જીવ અને ચાર અજીવકાયો એ દ્રવ્ય છે કે પર્યાય છે ? તેના સમાધાન અર્થે કહે છે – સૂત્રઃ
દ્રવ્યાળિ નીવાશ્વ શાહ/રા સૂત્રાર્થ -
અને જીવો પૂર્વસૂત્રમાં બતાવેલા ચાર અજીવકાયો અને જીવો, દ્રવ્ય છે. આપ/રા ભાષ્યઃ
एते धर्मादयश्चत्वारो प्राणिनश्च पञ्च द्रव्याणि च भवन्तीति, उक्तं हि - ‘मतिश्रुतयोर्निबन्धो सर्वद्रव्येष्वसर्वपर्यायेषु' (अ० १, सू० २७) 'सर्वद्रव्यपर्यायेषु केवलस्य' (अ० १, सू० ३०) इति T /૨ ભાષ્યાર્ચ -
ત્તેિ .... તિ આ ધર્માદિ ચાર અને જીવો પાંચ દ્રવ્યો જ છે. જે કારણથી કહેવાયું છે - “સર્વ દ્રવ્યોમાં અને અસર્વ પર્યાયોમાં અતિશ્રતનો નિબંધ છે=વિષય વ્યાપાર છે." (અધ્યાય-૧, સૂત્ર-૨૭) "સર્વ દ્રવ્યો અને સર્વ પર્યાયોમાં કેવલનો વ્યાપાર છે.” (અધ્યાય-૧, સૂત્ર-૩૦)
તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. પ/રા ભાવાર્થ :
સૂત્ર-૫/૧માં ચાર અજીવકાય છે તે બતાવ્યું અને તેના પૂર્વે જીવોનું સ્વરૂપ બતાવ્યું, તે ધર્માદિ ચાર અને જીવ એ પાંચ દ્રવ્યો છે. ભાષ્યમાં “વ્યા જ ભવન્તીતિ" એ પ્રકારનો પ્રયોગ છે ત્યાં ‘વકાર ‘વકાર અર્થમાં ગ્રહણ કરવો.
અહીં પ્રશ્ન થાય કે ધર્માદિ ચાર અને જીવો એ પાંચ દ્રવ્યો છે તે કેમ નક્કી થાય ? તેથી ભાષ્યકારશ્રી કહે છે –
અધ્યાય ૧માં કહેવું છે કે “સર્વ દ્રવ્ય અને અસર્વ પર્યાયને જાણનાર મતિ-શ્રુતજ્ઞાન છે.” અને “સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાયને જાણનાર કેવલજ્ઞાન છે.” તેથી જ્ઞાનના વિષયભૂત જે સર્વ દ્રવ્યો છે તે સર્વ દ્રવ્યો ધર્માદિ ચાર અને જીવ એ સ્વરૂપ પાંચ છે, એનાથી અતિરિક્ત અન્ય કોઈ દ્રવ્ય નથી. આપણા