________________
૨૪
ભાષ્યઃ
किञ्चान्यत्
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર-૨૦
ભાષ્યાર્થ :
અને વળી પુદ્ગલોનો અન્ય શું ઉપકાર છે ? એથી કહે છે
સૂત્રઃ
:
-
સુઘવું:ઘનીવિતમાળોપપ્રહા~ ।।૧/૨૦।।
સૂત્રાર્થ
અને સુખ-ઉપગ્રહ, દુઃખઉપગ્રહ, જીવિતઉપગ્રહ, મરણઉપગ્રહ પુદ્ગલોનો ઉપકાર છે. 114/2011
ભાષ્ય :
सुखोपग्रहो दुःखोपग्रहो जीवितोपग्रहश्च मरणोपग्रहश्चेति पुद्गलानामुपकारः । तद्यथा इष्टाः स्पर्शरसगन्धवर्णशब्दाः सुखस्योपकाराः, अनिष्टा दुःखस्य, स्नानाच्छादनानुलेपनभोजनादीनि विधिप्रयुक्तानि जीवितस्यानपवर्तनं चायुष्कस्य, विषशस्त्राग्न्यादीनि मरणस्य, अपवर्तनं चायुष्कस्य । अत्राह – उपपन्नं तावदेतत् सोपक्रमाणामपवर्तनीयायुषाम्, अथानपवर्त्यायुषां कथमिति ? अत्रोच्यते - तेषामपि जीवितमरणोपग्रहः पुद्गलानामुपकारः, कथमिति चेत्, तदुच्यते - कर्मणः स्थितिक्षयाभ्याम्, कर्म हि पौद्गलमिति, आहारश्च त्रिविधः सर्वेषामेवोपकुरुते, किं कारणम् ?, शरीरस्थित्युपचयबलवृद्धिप्रीत्यर्थं ह्याहार इति ।।५/२० ।।
-
ભાષ્યાર્થ :
सुखोपग्रहो કૃતિ ।। સુખ ઉપગ્રહ, દુ:ખ ઉપગ્રહ, જીવિત ઉપગ્રહ, મરણ ઉપગ્રહ એ પ્રકારે પુદ્ગલોનો ઉપકાર છે=સંસારી જીવોને ઉપકાર છે. તે આ પ્રમાણે — ઇષ્ટ એવા સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ અને શબ્દો સુખના ઉપકારો છે=પુદ્ગલકૃત જીવ ઉપર સુખના ઉપકારો છે. અનિષ્ટ એવા સ્પર્ધાદિ દુઃખના ઉપકારો છે. વિધિપ્રયુક્ત એવા સ્નાન, આચ્છાદન, વિલેપન, ભોજનાદિ જીવિતનો (ઉપગ્રહ છે.) અને આયુષ્યનું અનપવર્તન ઉપગ્રહ છે=આયુષ્યનું અનપવર્તન થાય એ રીતે જીવિતનો ઉપગ્રહ છે. વિષ, શસ્ત્ર, અગ્નિ આદિ મરણનો ઉપગ્રહ છે. અને આયુષ્યનું અપવર્તન (મરણનો ઉપગ્રહ છે.)
www
અહીં પ્રશ્ન કરે છે સોપક્રમ અપવર્તનીયઆયુષ્યવાળાને આ ઉપપન્ન છે=પુદ્ગલકૃત જીવિતનો ઉપગ્રહ છે અને પુદ્ગલકૃત મરણનો ઉપગ્રહ છે એ ઉપપન્ન છે, પરંતુ અનપવર્તનીયઆયુષ્યવાળા