SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ તત્ત્વાર્થાવગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૩૨ ભાષ્યાર્થ - નીવિતાશા ... કૃતિ છે જીવિતની આશંસા=સંલેખતાકાળમાં (પ્રાપ્ત થતા સન્માન આદિની વાંછાને કારણે) સમભાવના પરિણામનો ત્યાગ કરીને જીવિતની આશંસા, મરણની આશંસા સંલેખવાના કષ્ટ પ્રત્યેના દ્વેષને કારણે મરણની આશંસા, મિત્રનો અનુરાગ=સંલેખના કાળમાં મિત્ર-સ્વજનાદિ સંબંધી રાગનો ઉપયોગ, સુખનો અનુબંધ=શાતાના સુખ પ્રત્યેનો દઢ પક્ષપાત, નિદાનકરણ સંલેખવાના ફળરૂપે પરલોકના ફળની આશંસા, એ મારણાતિક સંખતાના પાંચ અતિચારો છે. તે કારણથી આ ૬૫ અતિચારસ્થાનરૂપ, સમ્યક્ત, વ્રત, શીલતા વ્યતિક્રમસ્થાનોમાં અપ્રમાદ વ્યાધ્ય છે. તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. II૭/૩રા ભાવાર્થ - સંલેખનાના અતિચારો : શ્રાવક બાર વ્રતોને પાળીને સર્વવિરતિની શક્તિનો સંચય કરવા અર્થે સતત યત્ન કરે છે. તેથી વ્રતગ્રહણના કાળથી જ પોતાના કષાયોની સંખના કરવા યત્ન કરે છે, જેથી ઉદયમાન એવા પ્રત્યાખ્યાનીય કષાયો સતત ક્ષણ-ક્ષીણતર થાય છે. બારવ્રતોના પાલનથી ઉદયમાન પ્રત્યાખ્યાનીય કષાયો ક્ષયોપશમભાવને પામે તેમ છે તેવું જણાય તો શ્રાવક સર્વવિરતિ ગ્રહણ કરે છે, પરંતુ જીવનના અંત સમય સુધી સર્વવિરતિને અનુકૂળ ત્રણ ગુપ્તિમાં સમ્યગુ યત્ન થઈ શકે તેવા બળનો સંચય ન થાય તો પ્રત્યાખ્યાન કષાય ક્ષયોપશમભાવને પામ્યા નથી, તેમ નિર્ણય થાય છે. વળી, સર્વવિરતિના ગ્રહણથી તે કષાયો ક્ષયોપશમભાવને પામે તેમ નથી તેવું જણાય તો શ્રાવક જિંદગીના અંત સમય સુધી સર્વવિરતિ ગ્રહણ ન કરે; આમ છતાં જીવનનો અંત સમય જણાતો હોય તો વિશેષ પ્રકારની શરીરની અને કષાયોની સંલેખના કરવા અર્થે સૂત્ર-૧૭માં બતાવ્યા પ્રમાણે સંલેખનામાં ઉદ્યમ કરે. (૧) જીવિતઆશંસાઅતિચાર : સંલેખનાના ઉદ્યમકાળમાં ભગવાનના વચનરૂપ સૂત્રથી આત્માને વાસિત કરવાનો યત્ન ચાલતો હોવા છતાં પણ અનાદિ કાળના પ્રમાદી સ્વભાવને કારણે કાષાયિક ભાવોનો ઉપયોગ થવાથી અતિચારોની પ્રાપ્તિ થાય છે. તેથી સંલેખનાકાળમાં શરીર અતિ ક્ષીણ થયેલું હોવા છતાં હજી હું જીવું તો સારું એ પ્રકારની જીવિત આશંસામાં ઉપયોગ પ્રવર્તે ત્યારે સૂત્રથી આત્માને ભાવિત કરીને વીતરાગભાવનામય ચિત્તની નિષ્પત્તિને અનુકૂળ વ્યાપારમાં અલના થાય છે, તેથી અતિચારની પ્રાપ્તિ થાય છે. વસ્તુતઃ શત્રુ-મિત્ર, જીવન-મૃત્યુ, સુખ-દુઃખ આદિ સર્વ ભાવો પ્રત્યે ચિત્ત સમાન વર્તે તે પ્રકારના દૃઢ પ્રણિધાનપૂર્વક તેની પુષ્ટિ કરે એ રીતે સંસારના સ્વરૂપાદિના ચિંતવનરૂપ ભાવોથી શ્રાવકે સંલેખનકાળમાં ઉદ્યમ કરવો જોઈએ. આ ઉદ્યમમાં દૃઢ યત્ન કરવાને બદલે જીવવાની આશંસાનો વચ-વચમાં ઉપયોગ આવે
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy