________________
૧૩૬
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૨, ૩ મન, વચન અને કાયાને આશ્રયીને દેશથી વિરતિ અણુવ્રતરૂપ છે, વળી સર્વથી વિરતિ મહાવ્રતરૂપ છે. II૭/શા સૂત્ર :
तत्स्थैर्यार्थं भावनाः पञ्च पञ्च ।।७/३।। સૂત્રાર્થ :
તેના ધૈર્ય અર્થે પાંચ-પાંચ-ભાવનાઓ છે-પાંચ મહાવ્રતોના ધૈર્ય માટે પાંચ-પાંચ-ભાવનાઓ છે. II૭/3II
ભાષ્ય :
तस्य पञ्चविधस्य व्रतस्य, स्थैर्यार्थमेकैकस्य पञ्च पञ्च भावना भवन्ति । तद्यथा - अहिंसायास्तावदीर्यासमितिः, मनोगुप्तिः, एषणासमितिः, आदाननिक्षेपणासमितिः, आलोकितपानभोजनमिति । सत्यवचनस्यानुवीचिभाषणं, क्रोधप्रत्याख्यानं, लोभप्रत्याख्यानं, अभीरुत्वं, हास्यप्रत्याख्यानमिति । अस्तेयस्यानुवीच्यवग्रहयाचनं, अभीक्ष्णावग्रहयाचनं, एतावदित्यवग्रहावधारणं, समानधार्मिकेभ्योऽवग्रहयाचनं, अनुज्ञापितपानभोजनमिति । ब्रह्मचर्यस्य स्त्रीपशुपण्डकसंसक्तशयनासनवर्जनम्, रागसंयुक्तस्त्रीकथावर्जनं, स्त्रीणां मनोहरेन्द्रियालोकनवर्जनं, पूर्वरतानुस्मरणवर्जनं, प्रणीतरसभोजनवर्जनमिति । आकिञ्चनस्य पञ्चानामिन्द्रियार्थानां स्पर्शरसगन्धवर्णशब्दानां मनोज्ञानां प्राप्तौ गार्थ्यवर्जनममनोज्ञानां प्राप्तौ द्वेषवर्जनमिति ।।७/३।। ભાષ્યાર્થ :
તસ્ય ફેષવર્નનમિતિ તે પાંચ પ્રકારના વ્રતના સ્વૈર્ય માટે-પૂર્વમાં દેશથી અને સર્વથી વિરતિ કહી તે વિરતિરૂપ પાંચ પ્રકારનાં વ્રતના સ્વૈર્ય માટે, એક એક વ્રતની પાંચ-પાંચ ભાવના છે. તે આ પ્રમાણે – અહિંસાની=અહિંસામહાવ્રતની, ઈર્યાસમિતિ, મનોગુપ્તિ, એષણાસમિતિ, આદાનવિક્ષેપણાસમિતિ અને આલોકિતપાન-ભોજન, તે પ્રકારે પાંચ ભાવનાઓ છે. ‘તિ' શબ્દ અહિંસાવ્રતની પાંચ ભાવનાની સમાપ્તિ માટે છે.
સત્યવચનની=સત્યમહાવ્રતની, અનુવીચિભાષણ=આલોચનપૂર્વક ભાષણ, ક્રોધપ્રત્યાખ્યાન, લોભપ્રત્યાખ્યાન, અભીરુપણું, હાસ્યપ્રત્યાખ્યાન.
ત્તિ' શબ્દ સત્યવ્રતની પાંચ ભાવનાની સમાપ્તિ માટે છે. અસ્તેયની અસ્તેયમહાવ્રતની, અનુવીચિઅવગ્રહ યાચન=આલોચન કરીને અવગ્રહનું યાચન, અભીણ અવગ્રહ યાચન=વારંવાર અવગ્રહનું યાચન, આટલું એ પ્રકારના અવગ્રહનું અવધારણ, સાધર્મિકાદિથી અવગ્રહનું વાચન, અનુજ્ઞાતિપાતભોજન=ગુરુથી અનુજ્ઞા અપાયેલ પાન-ભોજન.