________________
૫
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫ | સૂત્ર–૩, ૪
જીવરૂપે નિત્ય રહે છે તે રીતે ધર્માસ્તિકાય આદિ અન્ય સર્વ દ્રવ્યો પણ તે તે પર્યાયરૂપે ઉત્પન્ન થાય છે અને પૂર્વના તે તે પર્યાયરૂપે નાશ પામે છે, છતાં પોતાના મૂળ દ્રવ્યસ્વરૂપે નિત્ય છે.
વળી આ દ્રવ્યો પર્યાયથી અન્ય અન્યભાવરૂપે થાય છે તે પ્રમાણે તેઓની પાંચની સંખ્યા સદા રહે છે કે નથી રહેતી ? એ પ્રકારની શંકાને સામે રાખીને કહે છે
આ પાંચે દ્રવ્યો અવસ્થિત છે=ક્યારેય પણ પાંચની સંખ્યાનો વ્યભિચાર થતો નથી અને પોતાનામાં રહેલ તે તે સ્વરૂપે ભૂતાર્થપણું પણ ક્યારેય નાશ પામતું નથી પણ સદા અવસ્થિતિ છે. જેમ જીવ સંસારી અવસ્થારૂપે સદા અવસ્થિત નથી આથી જ મુક્ત થાય છે ત્યારે સંસારી અવસ્થા નાશ પામે છે. તેથી સંસારી અવસ્થાવાળા જીવોની સંખ્યા પણ સદા અવસ્થિત નથી, પરંતુ જેમ જેમ જીવો મુક્ત થાય છે તેમ તેમ સંસારી અવસ્થાવાળા જીવોની સંખ્યા ન્યૂનતાને પામે છે. તે રીતે ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યોની મૂળ સંખ્યા ક્યારેય પાંચપણાથી ન્યૂન થતી નથી, પરંતુ પાંચસ્વરૂપે સદા અવસ્થિત છે. વળી જેમ જીવો સંસારીરૂપે પૂર્વમાં ભૂતાર્થ હોય છે અને મુક્ત થાય ત્યારે સંસારીરૂપે ભૂતાર્થ રહેતા નથી પરંતુ મુક્તરૂપે ભૂતાર્થ ૨હે છે તેમ પાંચની સંખ્યામાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનું જે સ્વરૂપે ભૂતાર્થપણું છે તે સ્વરૂપના ભૂતાર્થપણાનો ક્યારેય નાશ થતો નથી. જેમ જીવ સંસારીરૂપ ભૂતાર્થપણાથી નાશ પામતો હોવા છતાં જીવત્વરૂપ ભૂતાર્થપણાથી ક્યારેય નાશ પામતો નથી માટે સદા અવસ્થિત છે, તેમ ધર્માસ્તિકાયાદિ પાંચેય દ્રવ્યો પોતપોતાના ભૂતાર્થરૂપે સદા અવસ્થિત છે. આથી જ ૫૨માણુમાંથી કંધો બને અને સ્કંધોમાંથી પરમાણુ છૂટા પડે છે, તેથી પુદ્ગલોમાં કોઈ પુદ્ગલ પરમાણુરૂપે સદા પ્રાપ્ત થતું નથી અને કોઈ પુદ્ગલ સ્કંધરૂપે સદા પ્રાપ્ત થતું નથી, તોપણ દરેક પરમાણુ અને દરેક સ્કંધના દરેક પરમાણુ પોતાના અસ્તિત્વરૂપ ભૂતાર્થરૂપે સદા અવસ્થિત છે.
વળી આ ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્યો અરૂપી છે એમ કહ્યા પછી પુદ્ગલોને આગળના સૂત્રમાં રૂપી કહેશે. એથી પુદ્ગલને છોડીને ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્યો અરૂપી છે.
અરૂપીનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે
જેઓને રૂપ નથી તે અરૂપી છે.
રૂપ શું છે ? તે સ્પષ્ટ કરે છે
-
રૂપ ઇન્દ્રિયગ્રાહ્ય એવી મૂર્તિ છે.
અહીં પ્રશ્ન થાય કે પુદ્ગલદ્રવ્યો રૂપી છે તેમાં માત્ર રૂપ નથી, પરંતુ રૂપ સિવાય સ્પર્શાદિ પણ છે. તેથી તે રૂપ અને સ્પર્શાદિ સર્વના અભાવરૂપ અરૂપી છે, તેમ કહેવું જોઈએ. તેથી કહે છે
–
મૂર્તિના આશ્રયવાળાં સ્પર્શાદિ છે=જે મૂર્તિવાળું દ્રવ્ય હોય તેના આશ્રયવાળાં સ્પર્શ, રૂપ, રસ, ગંધ છે, તેથી રૂપ, રસ, સ્પર્શ, ગંધ જેમાં નથી તેવાં અરૂપી દ્રવ્યો છે. ૫/૩
અવતરણિકા :
પૂર્વસૂત્રમાં કહ્યું આ પાંચે દ્રવ્યો અરૂપી છે, તેથી પુદ્ગલને પણ અરૂપી સ્વીકારવાની આપત્તિ આવે. તેના નિવારણ અર્થે કહે છે
-