________________
૧૫૦
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય- સૂત્ર-૪, ૫ પરલોકમાં દુર્ગતિની પ્રાપ્તિ થાય છે અને લોકોમાં આ લોભી છે એ પ્રકારની નિંદા થાય છે. માટે પરિગ્રહનો ત્યાગ કરવો જોઈએ.
સંપૂર્ણ પરિગ્રહનો ત્યાગ સુસાધુ જ કરી શકે છે; કેમ કે સુસાધુ દેહ પ્રત્યે પણ પરિગ્રહસંજ્ઞાવાળા નથી. તેથી ધર્મના ઉપકરણરૂપે જ, ધર્મની વૃદ્ધિ થાય તે રીતે દેહનું પાલન કરે છે. આમ, સંપૂર્ણ પરિગ્રહનો ત્યાગ સર્વ ભાવો પ્રત્યે નિઃસ્પૃહી એવા મુનિને છોડીને સુશ્રાવક આદિ અન્ય કોઈ પણ કરી શકતા નથી; છતાં સંપૂર્ણ પરિગ્રહના ત્યાગ પ્રત્યે અત્યંત રાગવાળા શ્રાવકો સ્વશક્તિ અનુસાર પરિગ્રહનો સંકોચ કરીને સ્વસ્થતાના સુખને પ્રાપ્ત કરે છે અને સંપૂર્ણ પરિગ્રહ વગરના મુનિના સ્વસ્થતાના સુખનું નિત્ય સ્મરણ કરે છે. તેથી કાંઈક પરિગ્રહ હોવા છતાં પરિગ્રહના મોટા અનર્થોને પ્રાપ્ત કરતા નથી.
વસ્તુતઃ આત્માથી ભિન્ન કોઈપણ પદાર્થ પ્રત્યે મમત્વબુદ્ધિ પરિગ્રહ છે, જે ક્લેશના પરિણામ સ્વરૂપ છે. અક્લેશનો અર્થી જીવ સતત ક્લેશના કારણભૂત મમત્વના પરિવાર માટે યત્ન કરે છે, જે પરિગ્રહના ત્યાગ સ્વરૂપ છે. તેથી સ્થૂલ દૃષ્ટિથી બાહ્ય પરિગ્રહનો ત્યાગ મમત્વત્યાગ પ્રત્યે કારણ હોવાથી પરિગ્રહનો કરાયેલો સંકોચ ત્યાગરૂપ ગણાય છે. પરંતુ જેઓ બાહ્ય સ્થૂલ ત્યાગ કરીને સર્વવિરતિરૂપ સર્વથા મમત્વ રહિત ભાવનું પ્રતિસંધાન કરીને તેનું ભાવન કરતા નથી તેઓમાં જે અંશથી મમત્વનો પ્રકર્ષ છે તે અંશથી તેઓ પરિગ્રહના અનર્થોને પ્રાપ્ત કરે છે. માટે પરિગ્રહના ત્યાગના અર્થીએ અપરિગ્રહભાવનાથી આત્માને સદા વાસિત કરવો જોઈએ; કેમ કે બાહ્ય પદાર્થોમાં મમત્વ જ વૃદ્ધિ પામીને પરિગ્રહનાં સર્વ પ્રકારનાં લેશોને પ્રાપ્ત કરાવે છે. I૭/૪
ભાષ્ય :
किञ्चान्यत् - ભાષ્યાર્થ :
અને વળી અન્ય શું છે? (તેથી કહે છે –) ભાવાર્થ :
પૂર્વમાં કહ્યું કે હિંસાદિ પાંચની વિરતિ વ્રત છે અને તેના જ ધૈર્ય માટે પાંચ-પાંચ ભાવનાઓ કરવી જોઈએ. અહિંસાદિ વ્રતોના શૈર્ય માટે હિંસા આદિના અપાયો અને અવધનું દર્શન કરવું જોઈએ. વળી અહિંસાદિના વૈર્ય માટે અન્ય શું ભાવન કરવું જોઈએ ? તે “
વિશ્વાચથી બતાવે છે –
સૂત્ર :
કુશ્વમેવ વા II૭/પા. સૂત્રાર્થ :
અથવા દુઃખ જ છે હિંસાદિ પાંચેયમાં દુઃખ જ છે, એ પ્રકારે ભાવન કરવું જોઈએ. II૭/પા.