________________
૧૦.
તત્ત્વાર્થાધિગમસુત્ર ભાગ-૩) અધ્યાય-૫ / સૂત્ર-૭, ૮
ભાષ્યાર્થ:
પ્રવેશ ..... રૂરિ પ્રદેશ એટલે અપેક્ષાથી કરાયેલો સર્વ સૂક્ષ્મ પરમાણુનો અવગાહ, ‘ત્તિ’ શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ૫/૭થા ભાવાર્થ :
પૂર્વસૂત્રના ભાષ્યમાં ભાષ્યકારશ્રીએ કહેલ કે પરમાણુને છોડીને સર્વને પ્રદેશો છે અને સ્કંધોને જ અવયવો છે. પ્રસ્તુત સૂત્રમાં ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય એ દ્રવ્યોના અસંખ્યાતા પ્રદેશો છે તેમ બતાવ્યું. તેથી પ્રદેશ વસ્તુ શું છે ? તેની સ્પષ્ટતા કરે છે –
ધર્માસ્તિકાયદ્રવ્યનો અને અધર્માસ્તિકાયદ્રવ્યનો સર્વ સૂક્ષ્મ પરમાણુની અવગાહનાવાળો એવો અપેક્ષાથી કરાયેલો બુદ્ધિકૃત વિભાગ તે પ્રદેશ છે.
એથી એ પ્રાપ્ત થાય કે ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયાદિ દ્રવ્ય અનેક પ્રદેશના સમૂહથી બનેલું નથી પરંતુ એક અખંડ દ્રવ્ય છે; છતાં તે અખંડ દ્રવ્યના કદને જાણવા માટે સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવા પરમાણુ દ્રવ્યને ગ્રહણ કરીને તેની અવગાહનાવાળો જે વિભાગ છે તે પ્રદેશ છે.
ધર્માસ્તિકાયના અને અધર્માસ્તિકાયના આવા કેટલા પ્રદેશો થાય? તેનો બોધ કરાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે –
ધર્માસ્તિકાયદ્રવ્યના અને અધર્માસ્તિકાયદ્રવ્યના અસંખ્યાત પ્રદેશો છે. આપણા સૂત્ર -
जीवस्य च ।।५/८॥ સૂત્રાર્થ :
અને જીવના અસંખ્યાત પ્રદેશો છે. II૫/૮ ભાષ્ય :
एकजीवस्य चासङ्ख्येयाः प्रदेशा भवन्तीति ।।५/८।। ભાષ્યાર્થ:
નીવસ્ય ... ભવન્તીતિ છે અને એક જીવના અસંખ્યાત પ્રદેશો છે. ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. પ/૮ ભાવાર્થસૂત્રમાં અને ભાષ્યમાં ‘વકાર છે તે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશોનો સમુચ્ચય