SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૫| સૂત્ર-૩૪, ૩૫ સામ્ય હોતે છતે, સદશ એવા પુદ્ગલોનો=સ્નિગ્ધપુદ્ગલનો સ્નિગ્ધપુદ્ગલની સાથે અને રૂક્ષપગલોનો રૂક્ષપુદ્ગલોની સાથે, બંધ થતો નથી=એકત્વપરિણામ થતો નથી. તે આ પ્રમાણે – તુલ્યગુણવાળા સ્નિગ્ધપુદ્ગલોનો તુલ્યગુણવાળા સ્નિગ્ધપુદ્ગલોની સાથે બંધ થતો નથી, તુલ્યગુણવાળા રૂક્ષપુદ્ગલોનો તુલ્યગુણવાળા રૂક્ષપુદ્ગલોની સાથે બંધ થતો નથી. તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ૫/૩૪ ભાષ્ય : अत्राह - सदृशग्रहणं किमपेक्षत ? इति, अत्रोच्यते - गुणवैषम्ये सदृशानां बन्धो भवतीति । अत्राह - किमविशेषेण गुणवैषम्ये सदृशानां बन्यो भवतीति ?, अत्रोच्यते - ભાષ્યાર્ચ - અહીં શંકા કરે છે – સદશનું ગ્રહણ ગુણસાગમાં સદશનો બંધ થતો નથી એ કથનમાં સદેશનું ગ્રહણ, શેની અપેક્ષા રાખે છે ? ‘ત્તિ' શબ્દ શંકાની સમાપ્તિ અર્થે છે. અહીં=આ પ્રકારના પ્રશ્નમાં, ઉત્તર આપે છે – ગુણવૈષમ્યમાં સ્નિગ્ધતા કે રૂક્ષતાના અંશરૂપ ગુણવૈષમ્યમાં, સદશનો બંધ થાય છે એ પ્રકારની અપેક્ષા સદશ ગ્રહણ રાખે છે. ત્તિ” શબ્દ ઉત્તરની સમાપ્તિ અર્થે છે. અહીં આ પ્રકારના ઉત્તરમાં, પ્રશ્ન કરે છે – શું અવિશેષથી ગુણ વૈષમ્યમાં સદશનો બંધ થાય રૂતિ’ શબ્દ પ્રશ્નની સમાપ્તિ અર્થે છે. અહીં=એ પ્રકારના પ્રશ્નમાં, ઉત્તર આપે છે=આગળના સૂત્રથી ઉત્તર આપે છે – ભાવાર્થ : પૂર્વસૂત્રમાં કહ્યું કે ગુણસામ્યમાં સદશનો બંધ થતો નથી, તેથી અર્થથી પ્રાપ્ત થયું કે ગુણસામ્યમાં વિસદશનો બંધ થાય છે. ત્યાં પ્રશ્ન થયો કે ગુણસામ્યમાં સદશનો બંધ થતો નથી એ કથનમાં સદશનું ગ્રહણ શું અપેક્ષા રાખે છે? તેના ઉત્તરરૂપે કહે છે – ગુણવૈષમ્યમાં સદશનો બંધ થાય છે એ પ્રકારનો અર્થ પ્રાપ્ત થાય છે. પરંતુ એ અર્થમાં એકાંત નથી તેથી ગુણવૈષમ્યમાં સદશનો બંધ થાય છે તે સ્થાનમાં ભાષ્યકારશ્રી શંકા કરે છે –
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy