________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૧૭, ૧૮
૧૮૫ ભાવનાઓથી આત્માને અત્યંત વાસિત કરવા યત્ન કરે છે. સંસારના વાસ્તવિક સ્વરૂપનું અનુપ્રેક્ષણ કરવામાં તત્પર થઈને અને સંસારના ઉચ્છેદનું પ્રબળ કારણ ક્ષપકશ્રેણી છે તેને પ્રાપ્ત કરવાની પરિણતિનું સૂક્ષ્મ અનુપ્રેક્ષણ કરીને સંસારના ભાવોથી આત્મા નિર્લેપ-નિર્લેપતર થાય તેવો યત્ન કરે છે. પોતાનાં વ્રતોની સ્મૃતિ અને જગતના ભાવોથી પર થવાના કારણે તે સમાધિબહુલ બને છે=વ્રતોની અત્યંત સ્મૃતિ અને ચિત્ત અત્યંત સમાધિવાળું બને તેવા યત્નવાળું થવાને કારણે શ્રાવક પ્રચુર સમાધિ યુક્ત થાય છે. આ રીતે મારણાન્તિક સંલેખના કરનાર શ્રાવક ઉત્તમાર્થનો આરાધક થાય છે=મોક્ષ માટે જે પ્રકૃષ્ટ પ્રયત્ન કરીને મનુષ્યભવને સફળ કરવાનો છે તે રીતે મનુષ્યભવને સફળ કરવા દ્વારા મોક્ષનો આરાધક થાય છે. તેથી શ્રાવકે મરણકાળ ઉપસ્થિત થાય તેના પૂર્વે પણ યથાશક્તિ કષાયોની સંલેખના કરીને આત્માને તે રીતે ભાવનાઓ દ્વારા વાસિત કરવા દીર્ઘકાળ સુધી યત્ન કરવો જોઈએ, જેથી તે સુઅભ્યસ્ત ભાવો મરણ વિષયક પીડાકાળમાં પણ સુખપૂર્વક ઉપસ્થિત રહે. આ શુભભાવોના બળથી ઉત્તરના ઉત્તમ જન્મની પ્રાપ્તિ થાય છે. II૭/૧ણા
ભાષ્ય :
एतानि दिग्वतादीनि शीलानि भवन्ति, “निःशल्यो व्रती” (अ० ७, सू० १३) इति वचनादुक्तं भवति-व्रती नियतं सम्यग्दृष्टिरिति, तत्र - ભાષ્યાર્થ
આ દિવ્રતાદિ શીલો છે=સૂત્ર-૧૬ અને સૂત્ર-૧૭માં બતાવેલ દિવ્રતાદિ અને સંલેખના શીલો છે ચારિત્રની પરિણતિ છે, સૂત્ર-૧૩માં નિઃશલ્ય વ્રતી’ એ પ્રમાણે વચનથી કહેવાયેલું થાય છે=અર્થથી કહેવાયેલું થાય છે.
શું કહેવાયેલું થાય છે? તેથી કહે છે – વ્રતી નિયત સમ્યગ્દષ્ટિ હોય છે. એથી ત્યાં=સમ્યક્તમાં, શું શું અતિચાર હોય છે ? તે બતાવે છે –
ભાવાર્થ :
સૂત્ર-૧૬ અને સૂત્ર-૧૭માં બતાવ્યું એ ચારિત્રની પરિણતિરૂપ શીલાદિ છે. તેથી શીલાદિવાળો શ્રાવક વ્રતી છે તેવો અર્થ પ્રાપ્ત થાય છે. સૂત્ર-૩માં ગ્રંથકારશ્રીએ કહેલ કે ત્રણ શલ્યથી રહિત વ્રતવાળો હોય છે. તેથી એ ફલિત થયું કે જે જીવમાં સમ્યક્ત હોય તે નિયમો માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાત્વશલ્યથી રહિત હોય છે. વ્રતવાળો શ્રાવક નિયમો સમ્યગ્દષ્ટિ હોય છે, કેમ કે જો ત્રણ શલ્યમાંથી કોઈ શલ્ય હોય તો સમ્યક્ત નથી અને સમ્યક્ત ન હોય તો વ્રતોનું પાલન હોવા છતાં તે વ્રતી નથી; કેમ કે નિઃશલ્ય નથી. તેથી વ્રતી થવા માટે નિઃશલ્ય થવું જોઈએ અને નિઃશલ્ય સમ્યગ્દષ્ટિ જીવ જ હોય છે. તેથી સમ્યનાં પાંચ અતિચારો બતાવે છે –