SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૬ | સૂત્ર-૧૦ निक्षेपः २ संयोगो ३ निसर्ग ४ इति । तत्र निर्वर्तनाधिकरणं द्विविधम् - मूलगुणनिर्वर्तनाधिकरणमुत्तरगुणनिर्वर्तनाधिकरणं च, तत्र मूलगुणनिर्वर्तना पञ्च शरीराणि वाङ्मनःप्राणापानाच, उत्तरगुणनिर्वर्तना काष्ठपुस्तचित्रकर्मादीनि । निक्षेपाधिकरणं चतुर्विधम्, तद्यथा - अप्रत्यवेक्षितनिक्षेपाधिकरणं १, दुष्प्रमार्जितनिक्षेपाधिकरणं २, सहसानिक्षेपाधिकरणं ३, अनाभोगनिक्षेपाधिकरणमिति ४ । संयोगाधिकरणं द्विविधम् - भक्तपानसंयोजनाधिकरणं १, उपकरणसंयोजनाधिकरणं २ च । निसर्गाधिकरणं त्रिविधम् - कायनिसर्गाधिकरणं १, वानिसर्गाधिकरणं २. मनोनिसर्गाधिकरणमिति ३ ।।६/१०।। ભાષાર્થ – પતિ .... મનોનિસffથશરતિ | સૂત્રક્રમના પ્રામાયથી સૂત્ર ૮માં જીવ અને અજીવઅધિકરણ છે તે સૂત્ર ક્રમના પ્રામાયથી, પર એ બીજા અજીવઅધિકરણને કહે છે=પર શબ્દથી ગ્રંથકારશ્રી કહે છે. તે=આજીવઅધિકરણ, સંક્ષેપથી ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે – (૧) તિવર્તના, (૨) વિક્ષેપ, (૩) સંયોગ, (૪) નિસર્ગ. ત્તિ' શબ્દ અજીવઅધિકરણના ચાર ભેદની સમાપ્તિ માટે છે. ત્યાં ચાર પ્રકારના અજીવઅધિકરણમાં, નિર્વતનાઅધિકરણ બે પ્રકારનું છે – (૧) મૂલગુણનિર્વર્તના અધિકરણ અને (૨) ઉત્તરગુણનિર્વર્તનાઅધિકરણ. ત્યાં=બે પ્રકારના નિર્વર્તનાઅધિકરણમાં, મૂલગુણનિર્તના પાંચ શરીરો, વચન, મન અને શ્વાસોચ્છવાસ છે. ઉત્તરગુણતિવર્તના કાષ્ઠકર્મ, પુસ્તકર્મ, ચિત્રકર્મ આદિ છે. હવે વિક્ષેપઅધિકરણ ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે – (૧) અપ્રત્યવેક્ષિતવિક્ષેપઅધિકરણ જીવો છે કે નહીં તેને જોયા વગર કોઈ વસ્તુને મૂકવામાં આવે તે અપ્રત્યવેક્ષિતવિક્ષેપઅધિકરણ છે. (૨) દુષ્પમાજિતવિક્ષેપઅધિકરણ=સાધુ પ્રમાર્જના કરે છતાં શાસ્ત્રમર્યાદા પ્રમાણે પ્રમાર્જતા ન કરી હોય અને વસ્તુને મૂકે તે દુધ્રમાર્જનાવિક્ષેપઅધિકરણ છે. (૩) સહસાનિક્ષેપઅધિકરણ જીવો છે કે નહીં ? તેને જોયા વગર સહસા કોઈ વસ્તુનો વિક્ષેપ કરે કે જોયા વગર ગમતાદિ પ્રવૃત્તિકાલમાં પાદનો નિક્ષેપ કરે તે સહસાનિક્ષેપઅધિકરણ છે. (૪) અનાભોગનિક્ષેપઅધિકરણ=જીવરક્ષા વિષયક ઉપયોગના અભાવપૂર્વક કોઈ વસ્તુનું સ્થાપન કરે અથવા જીવરક્ષાના ઉપયોગ વગર ગમન વખતે અનાભોગથી પાદનો નિક્ષેપ કરે તે અનાભોગવિક્ષેપઅધિકરણ છે. તિ' શબ્દ વિક્ષેપઅધિકરણના ચાર ભેદની સમાપ્તિ માટે છે. હવે સંયોગઅધિકરણ બે પ્રકારનું છે – (૧) ભક્તપાનસંયોજનઅધિકરણ, (૨) ઉપકરણસંયોજનઅધિકરણ.
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy