________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૬ | સૂત્ર-૬
(૭) અધિકરણકિયા :
અધિકરણ અનુષ્ઠાન છે અને અધિકરણ બાહ્યવસ્તુ છે. જે સાધુઓ કે ગૃહસ્થો દેહાદિની ક્રિયા કરે છે, તે ક્રિયા પ્રમાદને વશ હોવાના કારણે સંયમવૃદ્ધિનું કારણ ન હોવાથી તેના દ્વારા જો મોહનું જ પોષણ થતું હોય તો તે કાય-મન-વચન થતી ક્રિયા પૂલથી ધર્માનુષ્ઠાન હોય કે કોઈ સંસારની પ્રવૃત્તિ હોય તે સર્વ ક્રિયા અધિકરણક્રિયા છે; કેમ કે તેનો દેહ, કર્મબંધને અનુકૂળ સાધનરૂપ છે, વચન કર્મબંધને અનુકૂળ સાધનરૂપ છે અને મનોવ્યાપાર પણ કર્મબંધને અનુકૂળ સાધનસ્વરૂપ છે. તેથી તે સાંપરાયિક આશ્રવનું કારણ બને છે. વળી કોઈ સાધુ કે ગૃહસ્થ સ્વભૂમિકા અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરતા હોય અને તેનો ઉપયોગ તત્ત્વાતત્ત્વને અભિમુખ વર્તતો હોય ત્યારે તેમના દેહાદિ ધર્મને અનુકૂળ વર્તતા હોવાથી ધર્મના ઉપકરણરૂપ બને છે, કર્મબંધને અનુકૂળ બનતા નથી. આથી તે ક્રિયા અધિકરણક્રિયા બનતી નથી. વળી બાહ્યવસ્તુ પણ અધિકરણ છે. અધિકરણક્રિયાના અધિકરણપ્રવર્તનીક્રિયા અને અધિકરણનિવર્તનીક્રિયા એમ બે પ્રકાર છે. કોઈ અધિકરણનો ઉપયોગ કરવો તે અધિકરણપ્રવર્તની ક્રિયા છે અને કોઈ અધિકરણનું નિષ્પાદન કરવું તે અધિકરણનિવર્તિની ક્રિયા છે. (૮) પ્રાàષિકીક્રિયા:
પ્રાàષિક ક્રિયાના જીવપ્રાષિક ક્રિયા અને અજીવપ્રાષિકીક્રિયા એમ બે પ્રકાર છે. કોઈ જીવના કોઈ પ્રકારના વર્તનને જોઈ પોતાને તે વર્તન ન ગમે, દા. ત. તેના મુખના ભાવો ન ગમે, જેથી ઈષદ્ પણ દ્વેષ થાય તે જીવપ્રાàષિકીક્રિયા છે. વળી કોઈ અજીવ વસ્તુ ઇન્દ્રિયને ગમે તેવી ન હોય તેથી તેને જોઈને પ્રસ્વેષ થાય તે અજીવપ્રાàષિકીક્રિયા છે. આથી જ આહાર આદિ વાપરતી વખતે ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા આહારમાં ઉપયોગ જાય ત્યારે જો ઈષતું પણ પ્રદેષ થાય તે અજીવપ્રાદેષિકીક્રિયા છે. (૯) પરિતાપનક્રિયા :
જીવોને પીડા કરે તેવી ક્રિયા તે પરિતાપનક્રિયા છે. પરિતાપનક્રિયાના બે પ્રકાર છેઃ (૧) સ્વદેહપરિતાપનક્રિયા અને (૨) પરદેહપરિતાપનક્રિયા. પોતાના દેહને પરિતાપન કરે ત્યારે સ્વદેહપરિતાપનક્રિયા થાય છે. અન્યના દેહને પરિતાપન કરે ત્યારે પરદેહપરિતાપનક્રિયા થાય છે. દા. ત. કોઈ સાધુ કાજો આદિ કાઢતા હોય ત્યારે ત્યાં રહેલા જીવોને ઉચિત સ્થાને ન મૂકે ત્યારે પરસ્પર સંઘટ્ટન આદિ કૃત પરદેહપરિતાપનક્રિયા થાય છે. (૧૦) પ્રાણાતિપાતક્રિયા :
આ ક્રિયા બે પ્રકારે છે. (૧) સ્વપ્રાણાતિપાતક્રિયા (૨) પરપ્રાણાતિપાતક્રિયા. જીવ કષાયને વશ થઈ પોતાના પ્રાણોનો ત્યાગ કરે તે સ્વપ્રાણાતિપાતક્રિયા છે અને કષાયને વશ થઈને બીજાના પ્રાણોનો નાશ કરે તે પરપ્રાણાતિપાતક્રિયા છે.