SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ GO તન્વાર્યાવિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૧ (૧૧) દર્શનક્રિયા - જીવ કે અજીવને જોવાની, ઉત્સુકતાથી જોવાની ક્રિયા તે દર્શનક્રિયા. સાધુ કે શ્રાવક ધર્માનુષ્ઠાન અત્યંત ઉપયુક્ત થઈને કરતા ન હોય તો તથા પ્રકારની જોવાની ઉત્સુકતાને કારણે કોઈ જતું આવતું હોય તેને જોવા માટે સહજ ઉપયોગ પ્રવર્તે તે દર્શનક્રિયા છે. તે દર્શનક્રિયાથી રાગ-દ્વેષ કે ઉપેક્ષાનો પરિણામ થાય છે, તે સાંપરાયિક આશ્રવ છે. (૧૨) સ્પર્શનક્રિયા: સ્પર્શનક્રિયા બે પ્રકારની છે : (૧) જીવસ્પર્શનક્રિયા અને (૨) અવસ્પર્શનક્રિયા. જીવ સ્ત્રી-પુરુષનપુંસકને સ્પર્શ કરે તે જીવસ્પર્શનક્રિયા છે. કોઈ પુરુષ રાગને વશ સ્ત્રીને સ્પર્શ કરે, કોઈ સ્ત્રી પુરુષને સ્પર્શ કરે કે કોઈ નપુંસક સ્ત્રી કે પુરુષને સ્પર્શ કરે તે વખતે તે પ્રકારના કામના વિકારોનું કારણ બને તેવી જ ક્રિયા તે જીવસ્પર્શનક્રિયા છે. વળી સુખના નિમિત્તે મૂદુ પરિણામવાળા અજીવ પદાર્થોને રાગને વશ સ્પર્શ કરે તે અજીવ સ્પર્શનક્રિયા છે. આ સ્પર્શનક્રિયાથી જીવમાં રાગાદિભાવોનો અતિશય થવાથી સાંપરાયિક આશ્રવની પ્રાપ્તિ છે. (૧૩) પ્રત્યચક્રિયા: પ્રત્યયક્રિયા બે પ્રકારની છેજીવપ્રત્યયક્રિયા અને અજીવપ્રત્યયક્રિયા. જીવને આશ્રયીને જીવમાં વર્તતી રાગાદિની પરિણતિ તે જીવપ્રત્યયિકક્રિયા છે. અજીવને આશ્રયીને જીવમાં વર્તતી રાગાદિની પરિણતિ તે અજીવપ્રત્યયિકક્રિયા છે. આ બંને પ્રકારની પ્રત્યયિકક્રિયા કરનારા જીવોને સાંપરાયિક કર્મબંધ થાય છે. (૧૪) સમતઅનુપાતક્રિયા - સમંતઅનુપાતક્રિયા બે પ્રકારની છે : (૧) જીવસમંતઉપનિપાતિકી અને અજીવસમંતઉપનિપાતિકી. દા. ત. કોઈના પુષ્ટબળદ આદિને લોકો જોવા આવે અને પ્રશંસા કરે જે જોઈને બળદના માલિકને હર્ષ થાય તે જીવસમંતઉપનિપાતનિકી ક્રિયા છે. પોતાના સુંદર રથ આદિ જોવાથી લોકો પ્રશંસા કરે જે સાંભળીને તેના માલિકને હર્ષ થાય તે અજીવસમતઅનુપાતક્રિયા છે=લોકોના સમુદાયના આગમનથી થયેલી હર્ષની ક્રિયા છે. (૧૫) અનાભોગક્રિયા: સાધુ કે શ્રાવક જોયા અને પ્રમાર્યા વગર કોઈ વસ્તુને ગ્રહણ કરે કે કોઈ વસ્તુ મૂકે તે અનાભોગક્રિયા કહેવાય. તે ક્રિયાથી કોઈક જીવોની વિરાધના થવાની સંભાવના હોવા છતાં તે પ્રકારના જીવરક્ષાને અનુકૂળ યતના પરિણામનો અભાવ હોવાથી તે ક્રિયાથી સાંપરાયિક આશ્રવની પ્રાપ્તિ થાય છે. (૧૬) સ્વાહસ્તિકીકિયા - સ્વાહસ્તિકીક્રિયા બે પ્રકારની છે : (૧) જીવસ્વાહસ્તિકીક્રિયા અને (૨) અજીવસ્વાહસ્તિકીક્રિયા. જીવ
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy