________________
૧૫૬.
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૬ न्तरम्। तन्महामोहाभिभूतेषु मतिश्रुतविभङ्गाज्ञानपरिगतेषु विषयतर्षाग्निना दन्दह्यमानमानसेषु हिताहितप्राप्तिपरिहारविपरीतप्रवृत्तिषु विविधदुःखार्दितेषु दीनकृपणानाथबालमोमुहवृद्धेषु सत्त्वेषु भावयेत्, तथा हि भावयन् हितोपदेशादिभिस्ताननुगृह्णातीति । माध्यस्थ्यमविनेयेषु, माध्यस्थ्यमौदासीन्यमुपेक्षेत्यनर्थान्तरम्, अविनेया नाम मृत्पिण्डकाष्ठकुड्यभूता ग्रहणधारणविज्ञानेहाऽपोहवियुक्ता महामोहाभिभूता दुष्टावग्राहिताश्च, तेषु माध्यस्थ्यं भावयेत्, न हि तत्र वक्तुर्हितोपदेशसाफल्यं भवति TI૭/૬ાા ભાષ્યાર્થ :ભાવ . ભવતિ | યથાક્રમ ભાવન કરવું જોઈએ. અને તે ક્રમ જ સ્પષ્ટ કરે છે – સર્વ જીવોમાં મૈત્રીનું ભાવત કરવું જોઈએ. કઈ રીતે ભાવન કરવું જોઈએ ? તે સ્પષ્ટ કરે છે –
સર્વ જીવોની હું ક્ષમા યાચું છું, સર્વ જીવોને હું ક્ષમા કરું ક્ષમા આપું છું, સર્વ જીવોમાં મને મૈત્રી છે, મને કોઈની સાથે વેર નથી. આ પ્રકારે મૈત્રી ભાવના કરવી જોઈએ. ગુણાધિકમાં પ્રમોદ ભાવન કરવું જોઈએ. પ્રમોદ એટલે વિનયપ્રયોગ. કઈ રીતે વિનયપ્રયોગ કરવો જોઈએ ? તેથી કહે છે –
વંદન, સ્તુતિ, વર્ણવાદ, વૈયાવૃત્યકરણાદિ દ્વારા સમ્યક્ત, જ્ઞાન, ચારિત્ર, તપથી અધિક એવા સાધુઓમાં પરકૃત, આત્માકૃત અને ઉભયકૃત પૂજા જલિત સર્વ ઈન્દ્રિયોથી અભિવ્યક્ત થતો મનનો પ્રહર્ષ પ્રમોદ છે. એ પ્રકારે વ્રતીએ પ્રમોદ ભાવના કરવી જોઈએ, એમ અવાય છે. ક્લિશ્યમાન જીવોમાં કરુણા કરવી જોઈએ, એમ અત્રય છે. કરુણાના પર્યાયવાચી બતાવે છે – કારુણ્ય, અનુકંપા, દીનનો અનુગ્રહ એકાર્યવાચી શબ્દો છે. તે કારુણ્ય મહામોહથી અભિભૂત જીવોમાં ભાવન કરવું જોઈએ, મતિ-સુત-વિભંગ આત્મક અજ્ઞાનથી પરિગત જીવોમાં ભાવન કરવું જોઈએ. વિષયની તૃષારૂપ અગ્નિથી બળતા માનસવાળા જીવમાં કરુણા કરવી જોઈએ. હિતની પ્રાપ્તિમાં અને અહિતના પરિહારમાં વિપરીત પ્રવૃત્તિ કરનાર જીવો ઉપર (કરુણા) કરવી જોઈએ. વિવિધ દુઃખથી પીડિત જીવોમાં (કરુણા) કરવી જોઈએ. દીન, કૃપણ=દરિદ્ર, અનાથ, બાળ, મોમુહ અપકારી, અને વૃદ્ધ જીવોમાં કરુણા ભાવન કરવી જોઈએ. અને તે પ્રકારે ભાવન કરતા મહાત્મા હિતોપદેશાદિ દ્વારા તેઓને અનુગ્રહ કરે છે. માધ્યથ્ય અયોગ્ય જીવોમાં છે.