SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૧ | સૂત્ર-૨૪, ૨૫ મરીચિ હર્ષિત થાય છે. તેથી તેમને નીચગોત્ર બંધાય છે. તે રીતે લોકમાં પ્રશંસાના આશયથી પોતાના સદ્ભૂત અર્થાત્ પોતાનામાં હોય તેવા પ્રકારના ગુણો, કે જેને લોકો ન જાણતા હોય અથવા લોકો જાણતા પણ હોય છતાં મદથી તેનું પ્રકાશન કરે, ત્યારે નીચગોત્રનો આશ્રવ થાય છે. વળી, પોતાની અસહિષ્ણુપ્રકૃતિને કારણે પરના દોષોને જોઈને તેમની નિંદા કરવામાં આવે ત્યારે નીચગોત્રનો આશ્રવ પ્રાપ્ત થાય છે. વળી, કોઈ વ્યક્તિ પોતાનામાં રહેલા અદ્ભૂત ગુણોનું ઉલ્કાવન કરે અર્થાત્ આત્મસાક્ષીએ જોવાથી પોતાનામાં ચારિત્રની પરિણતિ નથી તેવું દેખવા છતાં અમે ચારિત્રી છીએ; કેમ કે ચારિત્રાચાર પાળીએ છીએ, તે પ્રકારે અસભૂતનું ઉલ્કાવન કરે ત્યારે નીચગોત્ર કર્મનો બંધ થાય છે. તે રીતે અન્ય પણ કોઈ ગુણો પોતાનામાં વિદ્યમાન ન હોય છતાં માનને વશ પોતાનામાં અવિદ્યમાન ગુણોનું ઉલ્કાવન કરવામાં આવે તો નીચગોત્રબંધની પ્રાપ્તિ થાય અને વિદ્યમાન ગુણોનું ઉદ્દભાવન કરવામાં આવે તો આત્મપ્રશંસાને કારણે નીચગોત્રનો આશ્રવ થાય. વળી, અન્યના સદ્ભૂત ગુણો પ્રકાશનમાં આવતા હોય તેને નહીં જોઈ શકવાથી તેના છાદન માટે પ્રયત્ન કરવામાં આવે તો બીજાના ગુણ પ્રત્યેના મત્સરભાવને કારણે નીચગોત્ર આશ્રવની પ્રાપ્તિ થાય છે. વળી, કોઈ વ્યક્તિ પોતાના અસદ્ ગુણોનું કથન કરતો હોય તથા તેના દ્વારા અન્ય ગુણસંપન્ન પુરુષ કરતાં પણ પોતાની પ્રતિષ્ઠા વધારવા પ્રયત્ન કરતો હોય ત્યારે ઉભયસ્થ એવા સદ્ ગુણના છાદનની અને અસદ્ ગુણના ઉભાવનની પ્રાપ્તિ થાય છે=બીજાના વિદ્યમાન ગુણોના છાદનની અને પોતાના અવિદ્યમાન ગુણોના ઉદ્દભાવનની પ્રાપ્તિ થાય છે, તેના કારણે પણ નીચગોત્રનો આશ્રવ થાય છે. I૬૨૪ll સૂત્ર : तद्विपर्ययो नीचैर्वृत्त्यनुत्सेको चोत्तरस्य ।।६/२५।। સૂત્રાર્થ : તેનાથી વિપરીત કારણો-નીચગોત્રનાં જે કારણો કહ્યાં તેનાથી વિપરીત કારણો, અને નીરવૃત્તિ નમ્ર-ભાવ, અને અનુસેક ઉત્તરનો ઉચ્ચગોરનો, આશ્રવ છે. lls/પી ભાષ્ય : उत्तरस्येति सूत्रक्रमप्रामाण्यादुच्चैर्गोत्रस्याह । नीचे!त्रास्रवविपर्ययो नीचैर्वृत्तिरनुत्सेकश्चोच्चैर्गोत्रस्यास्रवा भवन्ति ।।६/२५।। ભાષાર્થ - ઉત્તરતિ .. મત્તિ સૂત્રક્રમના પ્રામાણ્યથી ઉત્તરનો એ પદ ઉચ્ચગોત્રને કહે છે. નીચગોત્રના આશ્રવતો વિપર્યય, નીચવૃત્તિ=સમ્રભાવ, અને અનુત્યેક ઉચ્ચગોત્રના આશ્રવ છે. Ing/રપા
SR No.022542
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages248
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy