________________
૨૨૯
તત્તાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૩૪ પાત્રવિશેષમાં વર્તતા ગુણો તેઓની મુદ્રા આદિથી અભિવ્યંગ્ય થાય છે અને તેના બળથી ભક્તિનો પ્રકર્ષ થાય છે. પાત્રવિશેષ પણ ભાવના અતિશયમાં કારણ છે તેમ વ્યવહારનય સ્વીકારે છે, જ્યારે નિશ્ચયનય અનુસાર તો પાત્રના વિશેષથી કે દ્રવ્યના વિશેષથી ફલભેદ નથી; પરંતુ જીવના પરિણામના વિશેષથી ફળભેદ છે. ll૭/૩૪l
- સાતમો અધ્યાય સમાપ્ત
અનુસંધાનઃ તત્ત્વાર્થસૂત્ર ભાગ-૪