________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર–૩૪
સરવ
વળી દાન આપતી વખતે ગુણવાન પુરુષ પ્રત્યેનો સત્કા૨નો ભાવ હોય, આથી જ સુસાધુ આવે કે સુશ્રાવક આવે તો ઊભા થાય, આદર-સત્કાર કરે, ઉચિત આસન આપે અને સાધુને કે શ્રાવકને આસન ઉપર બેસવાની વિનંતી કરે, બેસે તો સુંદર અને અનુકૂળતા ન હોય તોપણ ઉચિત સત્કાર કરેલો હોવાથી ભાવને અનુરૂપ ફળ મળે છે.
વળી સાધુને ભિક્ષાદાનના ક્રમની વિધિ અનુસાર આપે તો વિધિપૂર્વક કહેવાય. જેમ સુંદર વસ્તુ પ્રથમ ગ્રહણ કરે અને ભક્તિને વશ તે સુંદર વસ્તુ મહાત્મા વહોરે તે પ્રકારના પ્રયત્નપૂર્વક અન્ય-અન્ય વસ્તુ વહોરાવે. તે રીતે શ્રાવકની સાધર્મિકભક્તિમાં પણ ઉચિત ક્રમપૂર્વક ભક્તિ કરે તો વિધિપૂર્વક દાન કહેવાય. વળી સાધુને કે શ્રાવકને કલ્પનીય હોય તેવી જ વસ્તનું દાન કરે તે વિધિપૂર્વક કહેવાય. તે સિવાય અન્ય પણ વિધિનાં અંગો જાણવાં.
દ્રવ્યવિશેષ :
વળી દ્રવ્યવિશેષથી પણ દાનનો વિશેષ થાય છે. જેમ શાલિભદ્રે પૂર્વભવમાં ઉત્તમ દ્રવ્ય સુસાધુને વહોરાવ્યું, જેથી ભાવવિશેષની પ્રાપ્તિ થઈ. તેથી ઉત્તમ જાતિના અન્નાદિનો યોગ હોય તે દ્રવ્યવિશેષ કહેવાય અર્થાત્ ઉત્તમ દ્રવ્યોથી બનેલી વસ્તુ હોય તે દ્રવ્યવિશેષ કહેવાય. તે વસ્તુને અનુરૂપ પણ દાનમાં ભેદ પડે છે.
દાતૃવિશેષ
વળી દાતૃવિશેષના ભેદથી પણ દાનનો ભેદ પડે છે. દાતૃવિશેષ ગ્રહણ કરનાર પ્રત્યે ઈર્ષાદિભાવવાળો ન હોય. વળી દાન આપ્યા પછી અવિષાદવાળો હોય
દાતૃવિશેષ કહેવાય.
:
જેમ કોઈને સાધુ કે શ્રાવક પોતાના ઘરે વારંવાર આવતા હોય, તેના કા૨ણે ઈષદ્ પણ દ્વેષ થતો હોય તો તે દાતાને વિશેષ લાભ થાય નહીં; પરંતુ આ મહાત્મા મારા ઉપર ઉપકાર કરે છે તેવી ભક્તિથી દાન આપે તો તે દાતાવિશેષ છે.
દાન આપ્યા પછી લેશ પણ વિષાદ ન થાય તો તે દાતાવિશેષ છે. જેમ સાધુને સિંહકેસરિયા મોદક વહોરાવ્યા પછી મમ્મણશેઠના જીવને પૂર્વભવમાં વિષાદ થયો, જેથી તે મોદક પાછા લેવા માટે સાધુ પાસે જાય છે. આવા દાતાને વિશેષ લાભ થાય નહીં; પરંતુ દાન આપ્યા પછી વિષાદ ન થાય પણ પોતે સુંદર કૃત્ય કર્યું છે તેવા દાન પ્રત્યેની રુચિવાળા દાતાને દાતૃવિશેષ કહેવાય.
વળી જે દાતા દાન આપ્યા પછી સાધુનો પરિભવ ન કરે તે દાતાવિશેષ કહેવાય. જેમ કોઈ સાધુને દાન આપ્યા પછી પોતે દાન આપ્યું છે તેવી બુદ્ધિને કારણે તેમને કહે કે તમારે આ કાર્ય આમ કરવું જોઈએ. તે સાધુ તે પ્રમાણે ન કરે તો તેને અનાદર થાય અને કહે તેમની ભક્તિ કરી તેની પણ કદર નથી. આવા શ્રાવકો પરિભવ કરનાર શ્રાવક છે. આવા પરિભવથી જે દાન કરે તે દાતાવિશેષ નથી; પરંતુ સાધુના ગુણોના સ્મરણપૂર્વક ભક્તિ કરે તે દાતાવિશેષ છે.
ન