________________
૨૨૩
તવાર્યાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ / સૂત્ર-૩૨, ૩૩ હોય, મિત્ર-સ્વજનાદિનો અનુરાગ ન હોય, તત્કાલ શરીરની શાતાદિના અર્થી ન હોય અર્થાત્ સુખાનુબંધવાળા ન હોય, તોપણ કોઈક નિમિત્તને કારણે ભવિષ્ય સંબંધી કોઈક પ્રકારના સુખની આશંસાવાળા થાય તો સંલેખનાકાળમાં નિદાન કરે છે. જેમ સંલેખના કાળમાં સ્ત્રી સંબંધી દૌર્ભાગ્યનું સ્મરણ થવાથી “હું સ્ત્રીઓને પ્રીતિપાત્ર થાઉં' એ પ્રકારનું મંદિષેણ મુનિએ નિદાન કર્યું. તે રીતે જેને જે પ્રકારની ભાવિની પ્રાપ્તિનું સ્મરણ થવાથી તેની ઇચ્છા સંલેખનાકાળમાં ચિત્તમાં પ્રવેશ પામે તો તે નિદાનકરણરૂપ દૂષણથી સંલેખનાનો પરિણામ મલિન બને છે. માટે સંલેખનામાં અતિચારની પ્રાપ્તિ છે.
આ રીતે સંલેખનાના અતિચારો બતાવ્યા પછી શ્રાવકને યોગ્ય સમ્યત્વમૂલ બારવ્રતોના અતિચારોના પરિહારનો ઉપાય બતાવતાં ભાષ્યકારશ્રી કહે છે –
જે કારણથી સંલેખનામાં જીવિતઆશંસાદિ પાંચ અતિચારો પ્રાપ્ત થાય છે તે કારણથી પૂર્વમાં વર્ણન કરાયેલાં સમ્યક્ત, પાંચ અણુવ્રતો અને સાત પ્રકારના શીલવ્રતોના વ્યતિક્રમસ્થાનરૂપ કપ અતિચારસ્થાનોમાં અપ્રમાદ ધારણ કરવો ન્યા... યોગ્ય, છે.
તેથી એ ફલિત થાય કે જે મહાત્મા અણસણકાળમાં મૂઢતાનો પરિહાર કરીને સમ્યત્ત્વગુણને અત્યંત પ્રજ્વલિત રાખે છે અને પોતે સ્વીકારેલાં પાંચ અણુવ્રતો અને સાત શીલવ્રતોના સર્વ અતિચારોનો અત્યંત પરિહાર કરે તો સમ્યક્તના ૫ અતિચારો અને બારવ્રતોના ૯૦ અતિચારોનો પરિહાર થાય છે. આ રીતે સતત સ્વશક્તિ અનુસાર દેશવિરતિધર્મનું પાલન કરવાથી સર્વવિરતિને અનુકૂળ બળવાળા બને છે. જે મહાત્મા અપ્રમાદપૂર્વક તત્ત્વનું આલોચન કરીને સ્વશક્તિ અનુસાર સર્વવિરતિ માટે બળની વૃદ્ધિ થાય તે રીતે સંલેખનાકાળમાં દેશવિરતિનું પાલન કરતા હોય તો તે સંલેખનામાં એક પણ અતિચારની પ્રાપ્તિ થવાની સંભાવના રહે નહીં. તે બતાવવા અર્થે ભાષ્યકારશ્રીએ સંલેખનાના અતિચારો બતાવ્યા પછી સમ્યક્ત સહિત ૧૨ વ્રતના અતિચારોમાં તે અતિચારોના પરિવાર માટે અત્યંત અપ્રમાદ કરવો જોઈએ તેમ કહેલ છે. Iીશા
ભાષ્ય :
अत्राह - उक्तानि व्रतानि व्रतिनश्च, अथ दानं किमिति ? अत्रोच्यते - ભાષ્યાર્થ:
અહીં=વ્રત અને વ્રતીનું સ્વરૂપ પ્રસ્તુત અધ્યાયમાં અત્યાર સુધી કહ્યું ત્યાં, પ્રશ્ન કરે છે – વ્રતો કહેવાયાં અને વ્રતી કહેવાયા. હવે દાન શું છે? તે પ્રકારના પ્રશ્નમાં ઉત્તર આપે છે – ભાવાર્થ :
છઠ્ઠા અધ્યાયના ૧૩મા સૂત્રમાં કહેલ કે ભૂત-વ્રતીની અનુકંપા, દાન ઇત્યાદિ શતાવેદનીયકર્મના આશ્રવો છે. તેથી, “વતી કોણ છે અને વ્રત શું છે ?” તે પ્રકારની જિજ્ઞાસાથી વ્રત અને વ્રતીનું સ્વરૂપ અત્યાર સુધી બતાવ્યું. હવે સદ્ય કર્મના કારણભૂત દાન શું છે ? એ પ્રકારની જિજ્ઞાસામાં કહે છે –