________________
૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૩૨ દઢ અવલંબન લઈને આત્માને ભાવિત કરે; આમ છતાં કોઈક નિમિત્તે મિત્ર-સ્વજનાદિનું સ્મરણ થાય અથવા મિત્ર-સ્વજનાદિ સન્મુખ આવેલા હોય તેના કારણે તેમના પ્રત્યે કંઈક રાગનો પરિણામ થાય ત્યારે કષાયોની સંલેખના કરવાને અનુકૂળ દૃઢ ઉદ્યમ સ્કૂલના પામે છે. મિત્રનો અનુરાગ સંલેખનામાં અતિચારરૂપ છે અર્થાત્ મિત્ર-સ્વજન-સંબંધી-સ્નેહી વગેરે કોઈનો પણ અનુરાગ કોઈક નિમિત્તથી અલ્પ પણ ઉસ્થિત થાય તો તત્ત્વના ભાવનથી થયેલ સમભાવનો પરિણામ તેટલા અંશમાં પ્લાન થાય છે, વૃદ્ધિ પામતો અટકે છે અને પાતને અભિમુખ જાય છે. તેથી કલ્યાણના અર્થીએ સંલેખનકાળમાં સ્વજનાદિના અનુરાગને અતિચારરૂપે જાણીને તેના પરિહાર માટે યત્ન કરવો જોઈએ. (૪) સુખાનુબંધઅતિચાર :
જીવને સહજ સ્વભાવથી સુખ પ્રત્યેનું વલણ છે અર્થાત્ શાતાના સુખ પ્રત્યેનું વલણ છે, પરંતુ આત્માની સ્વસ્થતારૂપ સમભાવના સુખ પ્રત્યેનું વલણ નથી. અનશનકાળમાં શાસ્ત્રવચનથી ભાવિત થઈને સમભાવ માટે યત્ન કરનારા શ્રાવકને પણ શરીરની શાતા પ્રત્યેનો રાગ ઉલ્લસિત થાય તો વારંવાર શરીરની શાતા ઉપજે તે પ્રકારે કંઈક પ્રયત્ન કરવાનો પરિણામ થાય, જેથી શાસ્ત્રના ભાવન દ્વારા સમભાવની વૃદ્ધિને અનુકૂળ પ્રવર્તતો યત્ન વારંવાર સ્કૂલના પામે છે. તેથી સંલેખનામાં સુખનો અનુબંધ અતિચારરૂપ બને છે. માટે શ્રાવકે શાતા-અશાતારૂપ સુખ-દુઃખ પ્રત્યે સમભાવને ધારણ કરવો જોઈએ. જે અશાતાની ઉપેક્ષા કરવાથી સમભાવની વૃદ્ધિ થઈ શકે તેમ હોય તે અશાતાની ઉપેક્ષા કરીને સમભાવ માટે જ ઉદ્યમ કરવો જોઈએ. જ્યારે શરીરની તે પ્રકારની અશાતા સમભાવના ઉદ્યમમાં પ્રયત્ન કરવા માટે બાધક બને તેમ જણાય ત્યારે સમભાવના ઉપાયરૂપે તે પ્રકારની અશાતાને દૂર કરવા યત્ન કરવો જોઈએ, જેથી સમભાવને અનુકૂળ ઉદ્યમ દઢ થઈ શકે.
ઇંગિત મરણ સ્વીકારનાર શ્રાવક એક આસનમાં બેસીને સૂત્રથી આત્માને વાસિત કરવા ઉદ્યમ કરતા હોય તે વખતે એક આસનમાં બેસવાને કારણે શરીરની કંઈક અશાતા થતી હોય તેની ઉપેક્ષા કરીને શાસ્ત્રોથી આત્માને ભાવિત કરવા યત્ન કરે છે. આમ છતાં જ્યારે તે સ્થિરતાને કારણે દેહની પીડા તે પ્રકારની અતિશયિત બને કે જેના કારણે સ્ત્રાનુસાર અંતરંગ સમભાવને અનુકૂળ યત્ન સ્કૂલના પામતો હોય ત્યારે વિવેકપૂર્વક દેહનું ઉદ્વર્તન અપવર્તન કરે છે અર્થાત્ એક અવસ્થામાંથી અન્ય અવસ્થામાં જવા માટે દેહને પ્રવર્તાવે છે, જેના બળથી અંતરંગ સમભાવને અનુકૂળ ઉદ્યમ થાય છે; પરંતુ અણસણકાળમાં જેનું ચિત્ત સુખાનુબંધવાળું છે તે શ્રાવક શરીરને ઈષદુ દુઃખ જણાય કે તરત તેના નિવર્તન માટે જ યત્ન કરે છે. સંલેખના કાળમાં વારંવાર તે પ્રકારે દેહનું પરિવર્તન કરે તેવા શ્રાવકને સુખાનુબંધરૂપ અતિચારની પ્રાપ્તિ થાય છે. (૫) નિદાનકરણઅતિચાર -
વળી કોઈ મહાત્મા સંલેખના કર્યા પછી જીવિતની આશંસાવાળા ન હોય, મરણની આશંસાવાળા ન