________________
૨૨૪
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૩૩
સૂત્ર :
अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम् ।।७/३३।। સૂત્રાર્થ -
અનુગ્રહ માટે સ્વનો અતિસર્ગ પોતાના દ્રવ્યના સમુદાયનું પાત્રમાં વિતરણ, દાન છે. I૭/૩૩ll ભાષ્ય :
आत्मपरानुग्रहार्थं स्वस्य द्रव्यजातस्यानपानवस्त्रादेः पात्रेऽतिसर्गो दानम् ।।७/३३।। ભાષ્યાર્ચ -
માત્મપરાનુ દાર્થ એ. વાનમ્ | આત્મા અને પરના અનુગ્રહ માટે સ્વતા અન્ન-પાન-વસ્ત્રાદિરૂપ દ્રવ્યસમુદાયનું પાત્રમાં અતિસર્ગ દાન છે. ll૭/૩૩ ભાવાર્થ :દાનની વ્યાખ્યા :
પોતાના ઉત્તમ ભાવના પ્રયોજનથી અને પરને ઉપકાર કરવાના પ્રયોજનથી પોતાનાં અન્ન-પાન-વસ્ત્રાદિ વસ્તુને ઉચિત પાત્રમાં વિતરણ કરવું તે દાન કહેવાય. તેથી એ પ્રાપ્ત થાય કે ગુણવાન એવા તીર્થંકરો, સુસાધુઓ કે સુશ્રાવકોની ભક્તિ કરીને પોતાના આત્મા ઉપર અનુગ્રહ કરવાના પરિણામપૂર્વક અને સાધુ તથા શ્રાવકોને ધર્મની આરાધનામાં અતિશય કરવામાં કારણ બને તેવા પરના અનુગ્રહ માટે, પોતાની વસ્તુનું પાત્રમાં દાન કરવામાં આવે તે સુપાત્રદાન છે, તે સુંદર કોટિના શતાબંધનું કારણ છે એમ છઠ્ઠા અધ્યાયના ૧૩મા સૂત્ર સાથે સંબંધ છે.
અહીં વિશેષ એ છે કે પોતાની વસ્તુ બીજાને આપવાની ક્રિયા બાહ્ય પ્રવૃત્તિ સ્વરૂપ છે. કર્મબંધ કે નિર્જરાની પ્રાપ્તિ પોતાના અંતરંગ પરિણામને અનુરૂપ થાય છે તોપણ ભગવાનના ગુણોના સ્મરણપૂર્વક પુષ્પાદિ ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની પૂજા કરનારને સુંદર ભાવો થાય છે, જેનાથી પુણ્ય બંધાય છે. પુષ્પાદિ અર્પણ કરવાની ક્રિયા તે દાનની ક્રિયા છે. તે દાનની ક્રિયાથી સાક્ષાત્ ભગવાનને કોઈ અનુગ્રહ થતો નથી, તોપણ પોતાના શુભ અધ્યવસાયથી પોતાને અનુગ્રહ થાય છે. ભગવાનની પૂજાને જોઈને ઘણા યોગ્ય જીવોને બીજાધાનાદિ થાય છે તે રૂપ પરાનુગ્રહ થાય છે. માટે ભગવાનની પૂજાની ક્રિયા દાનધર્મ છે.
વળી ગુણસંપન્ન એવા સુસાધુઓના ગુણોના સ્મરણપૂર્વક તે ગુણો પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ થાય તે રીતે આત્માના અનુગ્રહ માટે અને સુસાધુ પણ અપાયેલા દાન દ્વારા સંયમની વૃદ્ધિ કરી શકે તેવા પરના અનુગ્રહ માટે જે દાન અપાય છે તે શાતાવેદનીયકર્મબંધનું કારણ છે, એમ છટ્ટા અધ્યાય સાથે સંબંધ છે.
વળી ગુણસંપન્ન એવા શ્રાવકના ગુણોના સ્મરણપૂર્વક તેઓને કરાયેલા દાનથી પોતાનો નિસ્વાર થાય એ