________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ / સૂત્ર-૩૧, ૩૨
૨૧૯ માત્સર્ય નામના અતિચારની પ્રાપ્તિ થાય છે. વસ્તુતઃ સાધુના ગુણનું સ્મરણ કરીને તેઓના ગુણ પ્રત્યેના બહુમાનપૂર્વક તેમની ભક્તિ કરવાના અધ્યવસાયથી સુંદર વસ્તુ વહોરાવવી જોઈએ. એના બદલે માત્સર્યથી વહોરાવવામાં આવે ત્યારે અધ્યવસાયની મલિનતાને કારણે અતિથિસંવિભાગવતમાં અતિચારની પ્રાપ્તિ છે. વળી પોતાને ત્યાં પધારેલા સાધુને કોઈક વસ્તુનો ખપ હોય અને સાધુ તેના જોગની પૃચ્છા કરે ત્યારે કંઈક ઈષદ્ દ્વેષ થાય અને અરુચિપૂર્વક તે વસ્તુ વહોરાવે ત્યારે માત્સર્ય નામના અતિચારની પ્રાપ્તિ થાય છે. (૫) કાલાતિક્રમઅતિચાર -
વળી સાધુ આવે ત્યારે શ્રાવક આહારદાન આદિ કરતા હોય છતાં ભોજનના અવસરે જ સાધુ આવતા હોય ત્યારે સારી વસ્તુ નહીં આપવાની ઇચ્છાથી પોતાની ભોજનની પ્રવૃત્તિ આગળ-પાછળ કરે, જેથી જે વિદ્યમાન વસ્તુ હોય તે આપીને જ અતિથિસંવિભાગ કરે ત્યારે સાધુના ભોજનના કાળનો અતિક્રમ થાય છે, તેથી અતિથિસંવિભાગવતના કાલાતિક્રમઅતિચારની પ્રાપ્તિ થાય છે. અહીં શ્રાવકમાં સાધુને સુંદર આહાર આપીને ભક્તિ કરવાનો અધ્યવસાય ન હોવા છતાં સાધુ આવે છે ત્યારે વહોરાવે છે તેથી કાલના અતિક્રમને અતિચારરૂપે કહેલ છે. જે શ્રાવકને સાધુ પ્રત્યે ભક્તિ છે અને ભક્તિના કારણે જ સાધુને વહોરાવવાના અભિલાષથી સાધુના વહોરાવવાના કાળે પોતાનો ભોજનનો સમય ફેરવે ત્યારે કાલાતિક્રમ અતિચારની પ્રાપ્તિ નથી; પરંતુ સાધુને તે આહાર અકથ્ય થાય તે દોષની પ્રાપ્તિ છે. ll૭/૩શા અવતરણિકા -
શ્રાવકને જીવનના અંત સમયે સંલેખના કરવાની વિધિ છે, જેનો નિર્દેશ સૂત્ર-૧૭માં ગ્રંથકારશ્રીએ કરેલ છે. તેથી શ્રાવકનાં બારે વ્રતોના અતિચાર કહ્યા પછી ક્રમ પ્રાપ્ત સંલેખતાવ્રતમાં સંભવતા અતિચારોને બતાવે છે – સૂત્ર:
जीवितमरणाशंसामित्रानुरागसुखानुबन्धनिदानकरणानि ।।७/३२।।
સૂત્રાર્થ:
જીવિતઆશંસા, મરણઆશંસા, મિત્રાનુરાગ, સુખનો અનુબંધ, નિદાનનું કરણ એ પાંચ મારશાબ્દિક સંલેખનાના અતિચારો છે. II૭/૩શા ભાષ્ય :
जीविताशंसा मरणाशंसा मित्रानुरागः सुखानुबन्धो निदानकरणमित्येते मारणान्तिकसंलेखनायाः पञ्चातिचारा भवन्ति ।
तदेतेषु सम्यक्त्वव्रतशीलव्यतिक्रमस्थानेषु पञ्चषष्टिष्वतिचारस्थानेषु अप्रमादो न्याय्य इति TI૭/રૂા.