________________
૨૧૭
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૩૦, ૩૧
વળી શ્રાવક જેમ ભોજનમાં સચિત્તાદિના ત્યાગરૂપ ભોગપભોગવત ગ્રહણ કરે છે તેમ પરિભોગના સાધનરૂપ વસ્ત્રાલંકાર વગેરેનું પણ પરિમાણ કરે છે અને તે પરિમાણમાં અનાભોગથી કે સહસાત્કારથી કે અતિક્રમાદિથી ઉલ્લંઘન થાય તો અતિચારની પ્રાપ્તિ થાય.II૭/૩ અવતરણિકા -
હવે ક્રમ પ્રાપ્ત અતિથિસંવિભાગવતના અતિચારો બતાવે છે – સૂત્રઃ
सचित्तनिक्षेपपिधानपरव्यपदेशमात्सर्यकालातिक्रमाः ।।७/३१।। સૂત્રાર્થ -
સચિતમાં નિક્ષેપ, સચિત્તથી પિધાન=સચિવ વસ્તુથી નિર્દોષ આહારનું પિધાન, પરવ્યપદેશ, માત્સર્ય અને કાલનો અતિક્રમ એ અતિથિસંવિભાગવતના પાંચ અતિચાર છે. ll૩૧] ભાષ્ય :
अन्नादेव्यजातस्य सचित्तनिक्षेपः सचित्तपिधानं परस्येदमिति परव्यपदेशः मात्सर्यं कालातिक्रम इत्येते पञ्चातिथिसंविभागस्यातिचारा भवन्ति ।।७/३१।। ભાષ્યાર્થઃ
અત્રવેઃ ..... મવત્તિ અલ્લાદિ દ્રવ્ય સમુદાયનો સચિત વસ્તુમાં વિક્ષેપ કરવો, સાધુને વહોરાવી શકાય તેવી વસ્તુને સચિવ વસ્તુથી ઢાંકી રાખવું, પરનું આ છે એ પ્રમાણે પરવ્યપદેશ, માત્સર્ય અને કાલાતિક્રમ એ પાંચ અતિથિસંવિભાગવ્રતના અતિચારો છે. I૭/૩૧૫ ભાવાર્થ :અતિથિસંવિભાગવતના અતિચારો -
શ્રાવક સુસાધુના ગુણોનું સ્મરણ કરીને તેઓના સંયમજીવન માટે વપરાયેલા પોતાના આહારનો સદ્ ઉપયોગ છે તેમ માનીને સુસાધુની ભક્તિ કરે છે અને સાધુની ભક્તિ દ્વારા સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે, છતાં મુગ્ધતાને કારણે કે અવિચારકતાને કારણે સુસાધુની ભક્તિ કરવાના પ્રસંગે અનાભોગાદિથી અતિચારોનું સેવન કરે છે ત્યારે તે અતિથિસંવિભાગવ્રત પરમાર્થથી સંયમની શક્તિનું કારણ બનતું નથી; પરંતુ સુસાધુ પ્રત્યે અભક્તિના પરિણામને જ પ્રગટ કરે છે. અહીં પોતે વ્રત ગ્રહણ કરેલું છે તેથી સાધુને વહોરાવે છે, માટે ભૂલથી અતિથિસંવિભાગવ્રતનું પાલન છે પરંતુ વ્રતના પ્રયોજનનો નાશ કરે તેવી પ્રવૃત્તિ કરે છે જે અતિથિસંવિભાગવતના અતિચારરૂપ છે. તે અતિચારો અનેક હોવા છતાં સ્થૂલથી તે પાંચ છે.