________________
૨૧૫
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૩૦ સૂત્રાર્થ -
સચિત્ત, સચિનસંબદ્ધ, સચિરસંમિશ્ર, અભિષવ, દુષ્પક્વ (એવા આહારનું સેવન ઉપભોગ વ્રતના અતિચારો છે. II૭/૩oll ભાષ્ય :- सचित्ताहारः, सचित्तसम्बद्धाहारः, सचित्तसंमिश्राहारः, अभिषवाहारः, दुष्पक्वाहार इत्येते पञ्च उपभोगव्रतस्यातिचारा भवन्ति ।।७/३०।। ભાષ્યાર્થ :
સચિરાહાર, સચિનસંબદ્ધ આહાર, સચિરસંમિશ્ર આહાર, અભિષવાહાર અને દુષ્પાહાર એ પાંચ ઉપભોગવતના અતિચારો છે. I૭/૩૦|| ભાવાર્થ :ભોગોપભોગવિરમણવ્રતના અતિચારો -
શ્રાવક ભોગોપભોગવ્રતની મર્યાદા કરીને સંપૂર્ણ અભોગના પરિણામવાળા સાધુ તુલ્ય થવાના અર્થી છે; કેમ કે સાધુ આહાર વાપરતા નથી. પરંતુ સંયમવૃદ્ધિનું અંગ જણાય તો જેમ વસ્ત્ર ધારણ કરે છે તેમ સંયમવૃદ્ધિના અંગભૂત દેહનું પાલન કરવા અર્થે આહાર વાપરે છે; પરંતુ આહારસંજ્ઞાને વશ થઈને આહાર વાપરતા નથી, માત્ર સંયમવૃદ્ધિના ઉપાયનું સેવન કરે છે. માટે સાધુ સંપૂર્ણ ભોગ-ઉપભોગના પરિણામથી પર છે અને શ્રાવક આવા સંપૂર્ણ ભોગ-ઉપભોગના પરિણામથી પર થવાના અર્થી છે. તેથી શ્રાવક હંમેશાં સાધુધર્મનું પરિભાવન કરીને તેના પાલનને યોગ્ય શક્તિના સંચયાર્થે ભોગનું અને ઉપભોગનું પરિમાણ કરે છે. (૧-૨-૩) સચિત્તઆહાર, સચિત્તસંબદ્ધ અને સચિરસંમિશ્રઆહાર અતિચાર:
જે શ્રાવકની શક્તિ હોય તે શ્રાવક સચિત્ત એવા સર્વ ભોગોનો અવશ્ય ત્યાગ કરે છે અને સંપૂર્ણ સચિત્તના ત્યાગની શક્તિ ન હોય અર્થાત્ સચિત્તનો સંપૂર્ણ ત્યાગ કરે તો ચિત્ત તે પ્રકારના રાગને કારણે અસ્વસ્થ રહે તેમ છે તો સચિત્ત આહાર ગ્રહણ કરવાની મર્યાદા નક્કી કરે છે. તે મર્યાદામાં જે અતિક્રમણ થાય તેને આશ્રયીને ઉપભોગના પાંચ અતિચારો ભાષ્યકારશ્રીએ બતાવ્યા છે. ઉપલક્ષણથી પરિભોગના પણ અતિચારોનું ગ્રહણ હોવું જોઈએ તેમ જણાય છે. ટીકાકારશ્રીએ તેનો કોઈ ખુલાસો કર્યો નથી, તેથી બહુશ્રુતો વિચારે.
વળી કોઈ શ્રાવક સંપૂર્ણ ભોગથી પર એવા સાધુ તુલ્ય થવાની શક્તિના સંચયાર્થે પોતે દેહના રાગને કારણે અને આહારસંજ્ઞાના વશના કારણે જે આહારાદિનો ઉપભોગ કરે છે તેના ઉપર નિયંત્રણ કરવા અર્થે સચિત્તનો સર્વથા ત્યાગ કરે છે, છતાં અનાભોગથી કે સહસાત્કારથી સચિત્ત આહારનું ગ્રહણ થાય કે સચિત્તસંબદ્ધ આહારનું ગ્રહણ થાય કે સચિત્તસંમિશ્રઆહારનું ગ્રહણ થાય તો અતિચારની પ્રાપ્તિ થાય.