________________
૨૧૪
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૯, ૩૦ થાય તે રીતે અંતરંગ ઉચિત યત્ન કરે છે અને તેને ઉપષ્ટભક સ્વાધ્યાય આદિની ક્રિયા કરે છે. તે વખતે પુસ્તકાદિ કે અન્ય કોઈ વસ્તુનું ગ્રહણ તેના અંગરૂપે આવશ્યક જણાય તો તેને ગ્રહણ કર્યા પૂર્વે જે જે સ્થાનમાં તેને સ્પર્શ કરવાનો પ્રસંગ હોય તે સ્થાનને પ્રથમ ચક્ષુથી ‘જીવ છે કે નહીં’ તેનો નિર્ણય થાય તે રીતે તેનું પ્રેક્ષણ કરે, ત્યારપછી ચક્ષુ અગ્રાહ્ય કોઈક સૂક્ષ્મ જીવ ન મરે તદર્થે પ્રમાર્જનાની ઉચિત વિધિ અનુસાર પ્રમાર્જના કરે. આ રીતે વસ્તુનું ગ્રહણ કરીને જે સ્થાનમાં તેને સ્થાપન ક૨વાનું હોય ત્યાં પણ સૂક્ષ્મ ચક્ષુથી અવલોકન કરે અને ઉચિતવિધિથી પ્રમાર્જન કરે. આ સર્વમાં કોઈપણ પ્રકારની યતનાની સ્ખલના થાય તે પૌષધવ્રતમાં અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિતના આદાન-નિક્ષેપરૂપ અતિચાર છે.
(૩) અપ્રત્યવેક્ષિતઅપ્રમાર્જિતસંસ્તારકઉપક્રમણઅતિચાર :
વળી, શ્રાવક પૌષધ દરમિયાન સંથારો પાથરીને કે કટાસણું આદિ પાથરીને તેના ઉપર બેસે છે ત્યારે બેસતા પૂર્વે ચક્ષુથી ‘જીવ છે કે નહીં’ તેનું સમ્યગ્ અવલોકન કરે અને ચક્ષુથી ન દેખાય તેવા સૂક્ષ્મ જીવોના રક્ષણાર્થે પ્રમાર્જના કરે ત્યારપછી સંથારા ઉપર ઉપક્રમ કરે, અર્થાત્ બેસે. આ પ્રકારની ઉચિત વિધિમાં જે પણ સૂક્ષ્મ સ્ખલના થાય તે અપ્રત્યવેક્ષિતઅપ્રમાર્જિતસંસ્તારકઉપક્રમણ નામનો અતિચાર છે.
(૪) અનાદરઅતિચાર :
શ્રાવક માટે પૌષધની ક્રિયા સર્વવિરતિની શક્તિના સંચયને અનુકૂળ નિરારંભ જીવનના અભ્યાસરૂપ છે. તેને યોગ્ય અંતરંગ પરિણામમાં યત્ન કર્યા વગર માત્ર બાહ્યક્રિયા કરવામાં આવે તો પૌષધોપવાસવ્રતમાં અપેક્ષિત પરિણામ પ્રત્યે અનાદર વર્તે છે, જે અતિચારરૂપ છે; કેમ કે અનાદરથી કરાયેલી પ્રવૃત્તિ ગુણવૃદ્ધિનું કારણ બનતી નથી પરંતુ કાયિકક્રિયા માત્ર બને છે. તેથી પૌષધવ્રતના ગુણોનું સ્મરણ કરીને તે ગુણોની વૃદ્ધિ થાય તે પ્રકારના અંતરંગ વ્યાપારપૂર્વક અત્યંત આદરથી યુક્ત પૌષધની ક્રિયા ક૨વી જોઈએ. (૫) સ્મૃતિઅનુપસ્થાપનઅતિચાર :
:
શ્રાવકે પૌષધ દરમિયાન ‘હું પૌષધમાં છું અને આ પૌષધ વ્રતની મર્યાદા છે' તે પ્રકારે પૌષધની મર્યાદાના સ્મરણપૂર્વક પૌષધની ક્રિયા કરવી જોઈએ, જેથી સ્વીકારાયેલ વ્રત ગુણસ્થાનકની વૃદ્ધિનું કારણ બને. પરંતુ પ્રમાદને વશ સ્મૃતિ વગર માત્ર ક્રિયાઓ કરવામાં આવે કે ક્રિયાકાળમાં કાંઈક સ્મૃતિ હોવા છતાં વારંવાર સ્મૃતિનું અનુપસ્થાપન થાય ત્યારે પૌષધવ્રતના સ્મૃતિઅનુપસ્થાપન નામના અતિચારની પ્રાપ્તિ થાય છે. આ અતિચારની ઉપેક્ષા કરવામાં આવે તો પૌષધ વ્રત ગુણવૃદ્ધિનું કારણ બનતું નથી. ll૭/૨૯॥ અવતરણિકા :
હવે ક્રમપ્રાપ્ત ઉપભોગવ્રતના અતિચારો બતાવે છે
સૂત્રઃ
-
सचित्तसम्बद्धसंमिश्राभिषवदुष्पक्वाहाराः ।।७/३०।।