________________
૨૧૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૮, ૨૯
(૪) અનાદરઅતિચાર :
સામાન્યથી જે વસ્તુનો અત્યંત આદર હોય તે પ્રવૃત્તિ કરવાનો ઉચિતકાળ પ્રાપ્ત થાય કે તરત જ તેનું સ્મરણ થાય છે અને પોતાની અત્યંત પ્રિય વસ્તુનું સેવન કર્યા પછી પણ તેનું સ્મરણ રહે છે. શ્રાવકના મનમાં સામાયિકનો પરિણામ અત્યંત આદરનું સ્થાન ધરાવે છે; કેમ કે સામાયિકનો પરિણામ જ સર્વ કલ્યાણનું કારણ છે, તેવી તેનામાં સ્થિરબુદ્ધિ હોય છે. જો આ પ્રકારનો સામાયિક વિષયક ઉપયોગ ન વર્તતો હોય તો યથા-તથા સામાયિક કરાય છે અને સામાયિક સ્વીકાર્યા પછી તેને સતત પુષ્ટ કરવા માટે ઉચિત ક્રિયા કરવામાં યત્ન થતો નથી, જે સામાયિક પ્રત્યેનો અનાદરનો પરિણામ છે. કોઈક રીતે સામાયિકના ઉત્તમ ફળની અનુપસ્થિતિ થવાને કારણે અનાભોગાદિથી સામાયિકની પ્રવૃત્તિમાં અનાદર થયો હોય તો તે સામાયિકની ક્રિયામાં અતિચારરૂપ છે; કેમ કે બાહ્યથી સામાયિકની ક્રિયા કરે છે અને અંતરંગભાવની વૃદ્ધિ માટે કે સામાયિકની પરિણતિની નિષ્પત્તિ માટે પ્રયત્ન કરવામાં પ્રમાદ વર્તે છે, માટે તે અતિચાર છે. (૫) સ્મૃતિઅનુપસ્થાપન અતિચાર :
જે વસ્તુનું જેને અત્યંત મહત્ત્વ હોય તે વસ્તુની તેને અવશ્ય સ્મૃતિ રહે છે અને તેના સેવનકાળમાં પણ તેમાં સતત દૃઢ ચિત્ત પ્રવર્તે છે; પરંતુ પ્રમાદને વશ ઉચિતકાળે સામાયિક કરવાનું સ્મરણ ન થાય કે સામાયિક ગ્રહણ કર્યા પછી પણ હું સામાયિકના પરિણામની મર્યાદામાં છું કે નહીં તેનું સ્મરણ ન રહે અને યથા-તથા પ્રવૃત્તિ થાય ત્યારે સ્મૃતિમાં સામાયિકનું અનુપસ્થાપન થવાથી અતિચારની પ્રાપ્તિ થાય છે. માટે શ્રાવકે સામાયિકના પરિણામના પારમાર્થિક સ્વરૂપનું ભાવન કરીને અંતરંગ સામાયિકનો પરિણામ પ્રગટ થાય તદર્થે સામાયિકકાળ દરમિયાન ત્રણે યોગના દુષ્પણિધાનનો પરિહાર કરવો જોઈએ અને સામાયિકની પ્રવૃત્તિ પ્રત્યે લેશ પણ અનાદર ન થાય અને સામાયિકની નિષ્પત્તિના ઉપાયમાં ઉચિત યત્નનું વિસ્મરણ ન થાય તે રીતે સર્વ અતિચારોના પરિહારપૂર્વક સામાયિકમાં યત્ન કરવો જોઈએ, જેથી સામાયિકના ફળની પ્રાપ્તિ થાય. II૭/૨૮ અવતરણિકા -
હવે ક્રમ પ્રાપ્ત પૌષધોપવાસવ્રતના પાંચ અતિચાર બતાવે છે – સૂત્ર
अप्रत्यवेक्षिताप्रमार्जितोत्सर्गादाननिक्षेपसंस्तारोपक्रमणानादरस्मृत्यनुपस्थापनानि ।।७/२९।। સૂત્રાર્થ :
અપ્રત્યવેક્ષિત અપમાર્જિત ભૂમિમાં ઉત્સર્ગ, અપ્રત્યવેક્ષિત અપમાર્જિત વસ્તુનું આદાન