________________
૨૧૧
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ / સૂત્ર-૨૮ તેવું બને તે વખતે ખણજની ઉપેક્ષા કરીને સમભાવમાં યત્ન કરી શકે તેમ ન હોય તો જીવરક્ષાના પરિણામપૂર્વક કાયાનું અવલોકન કે પ્રમાર્જન કરીને તે રીતે જ ખણજ કરે કે જેથી કોઈ જીવની હિંસા થવાનો સંભવ ન રહે. આવા વખતે જો અનાભોગ-સહસાત્કારથી તે રીતે અવલોકન કે પ્રમાર્જન કર્યા વગર ખણજ આદિ કરે તો કાયદુષ્મણિધાન નામના અતિચારની પ્રાપ્તિ થાય.
વળી સામાયિક દરમ્યાન અધ્યયન આદિ અર્થે ગુરુ આદિ પાસે જવાનો પ્રસંગ હોય તો અત્યંત સંવૃત થઈને ઈર્યાસમિતિ આદિપૂર્વક શ્રાવક જાય છે, પરંતુ તે વખતે ઈર્યાસમિતિ આદિના પાલનમાં ક્યાંય
અલના થાય તો કાયદુપ્પણિધાન નામના અતિચારની પ્રાપ્તિ થાય. વળી કાયાની કોઈપણ સૂક્ષ્મ પ્રવૃત્તિ નિધ્ધયોજન કરવામાં આવે તો સમભાવની વૃદ્ધિમાં તે પ્રવૃત્તિ વ્યાઘાતક હોવાથી કાયદુષ્મણિધાનરૂપ છે.
વળી, કાયાની જે પ્રકારની પ્રવૃત્તિ ન કરવામાં આવતાં અંતરંગ રીતે સમભાવનો યત્ન સ્કૂલના પામતો હોય તે પ્રકારની પ્રવૃત્તિ જીવરક્ષાના દયાળુ સ્વભાવને ઉલ્લસિત કરીને યતનાપૂર્વક કરવામાં ન આવે, પરંતુ યથાતથી કરવામાં આવે તોપણ કાયદુષ્મણિધાન અતિચારની પ્રાપ્તિ થાય છે. (૨) વાડ્મ્રણિધાનઅતિચાર:
વળી સામાયિક કાળ દરમિયાન સમભાવની વૃદ્ધિનું કારણ ન હોય તે પ્રકારનો વચનપ્રયોગ કરવામાં આવે તો વાડુઝ્મણિધાનની પ્રાપ્તિ થાય. તેથી સંયમનું પ્રયોજન ન હોય તો સામાયિક દરમિયાન શ્રાવક બાહ્ય પદાર્થો વિષયક કોઈપણ પ્રકારનો વચનપ્રયોગ કરે નહીં. વળી સામાયિક દરમિયાન શાસ્ત્રના પદાર્થો વિષયક પણ વચનપ્રયોગ તત્ત્વને સ્પર્શે અને સમભાવની વૃદ્ધિ થાય તેમ ન કરવામાં આવે તો વાક્ષ્મણિધાનની પ્રાપ્તિ થાય; કેમ કે તે વચનપ્રયોગ શબ્દથી શાસ્ત્રવચનરૂપ હોવા છતાં અર્થથી સામાયિકના પરિણામ સાથે અસંબદ્ધ હોવાથી સામાયિકના પરિણામનો વ્યાઘાત કરનાર છે. માટે અત્યંત વચનગુપ્તિપૂર્વક સામાયિકના પરિણામની વૃદ્ધિનું કારણ બને તે પ્રકારે જ વચનપ્રયોગ સામાયિક દરમિયાન કરવો જોઈએ, અન્યથા વાક્મણિધાન નામના અતિચારની પ્રાપ્તિ થાય. (૩) મનોદુષ્પણિધાનઅતિચાર :
મન જ આત્માના સામાયિકના પરિણામની નિષ્પત્તિ કરે છે અને નિષ્પન્ન થયેલા સામાયિકના પરિણામની વૃદ્ધિ કરે છે. અપક્વદશામાં મન દ્વારા સામાયિકનો પરિણામ પ્રગટ ન થતો હોય તો પણ તેને અનુરૂપ મનોયોગ પ્રવર્તાવાવમાં આવે તો સામાયિકના પરિણામની નિષ્પત્તિનું અંગ તે મનોયોગ બને છે. તેથી સાક્ષાત્ કે પરંપરાએ સામાયિકના પરિણામ સાથે સંબંધવાળો ન હોય તેવો સૂક્ષ્મ પણ વિચાર મનમાં સ્પર્શ તો તે મનોદુમ્બ્રણિધાન છે. આથી જ કોઈ ઇન્દ્રિય સાથે કોઈ વિષયનો સંપર્ક થાય અને જિજ્ઞાસાને વશ તે વિષય સંબંધી કોઈક વિચાર સામાયિક દરમિયાન આવે તો પણ તે મનોદુપ્પણિધાન છે; કેમ કે સામાયિક દરમિયાન શ્રાવકને સુખ-દુઃખ, શત્રુ-મિત્ર, જીવન-મૃત્યુ આદિ સર્વ ભાવો પ્રત્યે સમભાવને વહન કરે અને તે ભાવને જ અતિશય કરે તેવી રીતે મનોયોગને પ્રવર્તાવવો જોઈએ, તેમાં અનાભોગથી કે સહસાત્કારથી પણ અન્ય વિચાર સ્પર્શે તો મનોદુષ્પણિધાનની પ્રાપ્તિ છે.