________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ અધ્યાય-૭ | સૂત્ર–૨૯
૨૧૩
નિક્ષેપ=ગ્રહણ અને સ્થાપન, અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત એવા સંથારા ઉપર ઉપક્રમ, અનાદર, સ્મૃતિનું અનુપસ્થાપન એ પાંચ પૌષધોપવાસવ્રતના અતિચારો છે. II૭/૨૯।।
ભાષ્યઃ
अप्रत्यवेक्षिताप्रमार्जिते उत्सर्गः, अप्रत्युपेक्षिताप्रमार्जितस्यादाननिक्षेपौ, अप्रत्यवेक्षिताप्रमाजितसंस्तारोपक्रमः, अनादरः, स्मृत्यनुपस्थापनमित्येते पञ्च पौषधोपवासस्यातिचारा भवन्ति
।।૭/૨૦૦૫
ભાષ્યાર્થ ઃ
अप्रत्यवेक्षिताप्रमार्जिते મત્તિ ।। અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત ભૂમિમાં ઉત્સર્ગ, અપ્રત્યુપેક્ષિત અપ્રમાર્જિત વસ્તુનું આદાન-નિક્ષેપ=ગ્રહણ અને સ્થાપન, અપ્રત્યુપેક્ષિત અપ્રમાર્જિત એવા સંથારા ઉપર ઉપક્રમ, અનાદર=પૌષધવ્રતમાં અનાદર, સ્મૃતિનું અનુપસ્થાપન=પૌષધવ્રતની મર્યાદાનું વિસ્મરણ, એ પાંચ પૌષધોપવાસવ્રતના અતિચારો છે. ।।૭/૨૯લા
ભાવાર્થ:
પૌષધોપવાસવ્રતના અતિચારો :
શ્રાવક સંપૂર્ણ આરંભ-સમારંભથી નિવૃત્ત થઈને સાધુની જેમ અવ્યાપારવાળા થવા માટે પર્વતિથિની આરાધના નિમિત્તે પૌષધોપવાસ કરે છે=આહારપૌષધ આદિ ચાર પ્રકારનો પૌષધ કરે છે, જેમાં સંપૂર્ણ પાપના વિરામરૂપ અવ્યાપારપૌષધ મુખ્ય છે અને તેના અંગરૂપે આહારપૌષધ, બ્રહ્મચર્યપૌષધ, અને શરીરસત્કારના ત્યાગરૂપ પૌષધ સ્વીકારે છે. આ પૌષધની આરાધનાના બળથી શ્રાવક સંપૂર્ણ નિરારંભ જીવનને અનુકૂળ શક્તિનો સંચય કરે છે. પૌષધ દરમિયાન શ્રાવક શાસ્ત્રઅધ્યયનાદિ દ્વારા આત્માને અત્યંત વાસિત કરવા યત્ન કરે છે.
(૧) અપ્રત્યવેક્ષિતઅપ્રમાર્જિતઉત્સર્ગઅતિચાર :
પૌષધવ્રત અંગીકાર કર્યા પછી દેહના ધર્મ તરીકે મળમૂત્રાદિનો ત્યાગ કરવાનો પ્રસંગ આવે ત્યારે શ્રાવક ભૂમિનું ચક્ષુથી નિરીક્ષણ કરી ત્યાં કોઈ જીવ નથી તેવો નિર્ણય કર્યા પછી ચક્ષુને અગોચર એવા પણ કોઈ જીવની હિંસા ન થાય, તદર્થે તે ભૂમિનું પ્રમાર્જન કરે; ત્યારપછી તે ભૂમિમાં મળનો ઉત્સર્ગ કરે. પ્રમાદને વશ તે પ્રકારની મળવિસર્જનની પ્રવૃત્તિમાં ક્યાંય સ્ખલના કરી હોય ત્યારે અપ્રત્યવેક્ષિત અપ્રમાર્જિત ભૂમિમાં પરઠવવારૂપ અતિચારની પ્રાપ્તિ થાય છે. તેથી શ્રાવકે પૌષધ દરમિયાન જીવરક્ષાને અનુકૂળ અંતરંગ દયાના પરિણામપૂર્વક દઢ ઉપયોગ સહિત ભૂમિનું પ્રેક્ષણ અને પ્રમાર્જન કરીને જ મળવિસર્જન કરવું જોઈએ.
(૨) અપ્રત્યવેક્ષિતઅપ્રમાર્જિતઆદાનનિક્ષેપઅતિચાર :
વળી, શ્રાવક પૌષધ દરમિયાન સતત આત્માને ત્રણ ગુપ્તિમાં રાખીને સાધુની જેમ અસંગભાવની વૃદ્ધિ