________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૭
૨૦૯ તે પ્રકારે બોલવાને અભિમુખ પરિણામમાત્ર થયો હોય, છતાં વ્રતના સ્મરણથી તે પ્રકારનું ઉચ્ચારણ કર્યું ન હોય તોપણ મુખરપણારૂપ અતિચારની પ્રાપ્તિ થાય છે. આથી શ્રાવકે સતત અનર્થદંડના પારમાર્થિક સ્વરૂપને વિચારીને અને જે પ્રકારે પોતાને પૂર્વમાં મુખરપણાનો અભ્યાસ થયો છે, તેના પ્રત્યે વારંવાર અત્યંત જુગુપ્સા કરીને તેનાથી સંવૃત થવા યત્ન કરવો જોઈએ. જ્યાં સુધી તે પ્રકારે શક્તિનો સંચય ન થાય ત્યાં સુધી વ્રત ગ્રહણ કરવામાં પણ વિલંબન કરવું જોઈએ. આ પ્રકારે અભ્યાસથી આત્માને સંપન્ન કરીને પછી જ વ્રત ગ્રહણ કરવું જોઈએ, છતાં તે પ્રકારનો અભ્યાસ કરીને કંઈક મુખરપણાના પરિણામથી ચિત્ત વિરામ પામેલું હોય અને ત્યારપછી વ્રત ગ્રહણ કરેલ હોય તોપણ અનાભોગાદિથી તેવો મુખરપણાનો પ્રયોગ થાય ત્યારે અતિચારની પ્રાપ્તિ થાય છે. (૪) અસમીક્ષ્યઅધિકરણઅતિચાર :
વિચાર્યા વગર અન્યની પાપની પ્રવૃત્તિ થાય તેવો વચનપ્રયોગ કે તેવી અધિકરણની સામગ્રીનું પ્રદાન કે અન્યના આરંભ-સમારંભમાં સહાયક થવારૂપ અધિકરણની પ્રવૃત્તિ તે અસમીક્ષ્યાધિકરણ છે.
કોઈ પ્રવૃત્તિથી પોતાનું પ્રયોજન સિદ્ધ થતું ન હોવા છતાં અન્યને આરંભ-સમારંભની સલાહ આપે કે આરંભ-સમારંભને અનુકૂળ સામગ્રી પ્રદાન કરે કે અન્યના આરંભ-સમારંભની પ્રવૃત્તિમાં સહાયક બને તે પણ અસમીક્ષ્યાધિકરણ નામનો દોષ છે.
પોતાનું કોઈક પ્રયોજન સિદ્ધ થતું હોવા છતાં શ્રાવક પોતાની મર્યાદા અનુસાર કોઈ પ્રવૃત્તિ માટે ઉચિતઅનુચિતનો વિચાર કર્યા વગર તેવી પ્રવૃત્તિ વિષયક કોઈને સલાહ આપે છે તેવી પ્રવૃત્તિ કોઈ કરતું હોય તેમાં સહાયક થાય તો અસમીક્ષ્યઅધિકરણ દોષ અનર્થદંડમાં અતિચારરૂપે પ્રાપ્ત થાય છે. વસ્તુતઃ એ અનર્થદંડરૂપ જ છે, પરંતુ અનાભોગથી કે સહસાત્કારથી કે માત્ર મનના વિકલ્પથી તેવો પરિણામ થયો હોય ત્યારે અતિચાર કહેવાય છે; પરંતુ જેઓ સતત વિચાર્યા વગર તેવી પ્રવૃત્તિઓ કરે છે તેઓને અનર્થદંડવિરમણવ્રતનો ભંગ છે. (૫) ઉપભોગાપિક્યઅતિચાર :
શ્રાવક સમ્યવને ધારણ કરનાર હોય છે અને સમ્યક્તને સ્થિર કરવા અર્થે સતત ભગવાનના વચનના પરમાર્થને જાણીને તેનાથી આત્માને ભાવિત કરવા યત્ન કરે છે. તેથી જે ભોગપભોગની પ્રવૃત્તિનું પોતે નિવર્તન કરી શકે તેમ નથી તેવી ભોગોપભોગની પ્રવૃત્તિ પણ વણલેપની જેમ કરે છે, જેથી તે ભોગોપભોગની પ્રવૃત્તિમાં નિઃસારતાના બોધને કારણે શ્રાવકનો સંશ્લેષનો પરિણામ પૂર્વ પૂર્વ કરતાં સતત અલ્પ-અલ્પતર થાય છે. શ્રાવક અનર્થદંડવિરમણવ્રત ગ્રહણ કરે છે ત્યારે ભોગમાં તીવ્ર વૃદ્ધિ કરનાર ભોગોપભોગનું વિરમણ કરે છે, છતાં ક્યારેક પૂર્વના સંસ્કારથી અનાભોગાદિ દ્વારા ઉપભોગનું અધિકતાથી સેવન થાય ત્યારે અનર્થદંડવિરમણવ્રતના અતિચારની પ્રાપ્તિ થાય છે, જે શ્રાવકજીવનની મર્યાદા અનુસાર ભોગપભોગરૂપ નથી, પરંતુ ભોગની વૃદ્ધિના અંગભૂત છે. તેથી ભોગની વૃદ્ધિના સ્વરૂપનું ભાવન કરીને શ્રાવકે સદા ભોગોપભોગની વૃદ્ધિનો પરિહાર થાય તેવો યત્ન કરવો જોઈએ. ll૭/૨૭