________________
૨૦૮
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૨૭ (૧) કંદર્પઅતિચાર :
જે શ્રાવક પોતાની શક્તિ અનુસાર નિરર્થક ભોગોપભોગની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ રહે તે પ્રકારના ગુપ્તિના પરિણામવાળા છે તેઓ જે પ્રવૃત્તિથી ભોગ-ઉપભોગત શાતાની પ્રાપ્તિ નથી, પરંતુ તુચ્છ વૃત્તિઓનું પોષણ છે તેવી પ્રવૃત્તિઓ પોતાના જીવનમાં ન થાય એ પ્રકારે ચિત્તને ગુપ્ત રાખીને સર્વ પ્રવૃત્તિઓ કરે છે. આવા શ્રાવક અનર્થદંડવિરમણવ્રતવાળા છે. '
શ્રાવક પણ મોહને વશ થઈને કોઈક નિમિત્તને પામીને અનાભોગ-સહસત્કારથી કંદર્પાદિ ભાવો કરે ત્યારે અતિચારની પ્રાપ્તિ થાય છે. જેઓએ શ્રાવકનાં બારે વ્રતો લીધેલાં હોય, છતાં પોતાની ઉપહાસાદિની પ્રકૃતિ અનુસાર કંદર્પાદિ ભાવો કરતા હોય તેઓને અનર્થદંડવિરમણવ્રત ગ્રહણમાત્રરૂપ છે, સેવનરૂપ નથી; કેમ કે પ્રત્યક્ષથી નિરપેક્ષરૂપે તેઓ કંદર્પાદિ ભાવો કરે છે. આથી જ જે શ્રાવક કંદર્પાદિ ભાવોના પારમાર્થિક સ્વરૂપને જાણીને એ ભાવો ન ઊઠે તે પ્રકારની ગુપ્તિવાળા છે તેઓને જ અનર્થદંડવિરમણવ્રતની પ્રાપ્તિ છે અને કોઈક નિમિત્તને પામીને ક્યારેક કંદર્પાદિ ભાવો થયા હોય ત્યારે અતિચારની પ્રાપ્તિ છે. ત્યાં કોઈ શ્રાવક રાગથી યુક્ત કોઈના હાસ્યાદિ અર્થે અસભ્ય વાક્યપ્રયોગ કરે ત્યારે તેની તે ચેષ્ટા અને તેનું તે પ્રકારનું હાસ્ય કંદર્પક્રીડા કહેવાય છે. અનાભોગાદિથી તેવો ભાવ થયો હોય તેનું સ્મરણ કરીને શ્રાવક તેની શુદ્ધિ કરે છે. (૨) કૌલુચ્ચઅતિચાર :
વળી રાગસંયુક્ત અસભ્ય વાણીપ્રયોગ અને હાસ્યથી યુક્ત એવી દુષ્ટ કાયચેષ્ટા કરે ત્યારે કૌત્કચ્ય નામનો અતિચાર થાય છે અર્થાતુ મુખને તે રીતે મચકોડે અને તેના દ્વારા કુત્સિત ચેષ્ટાઓ કરે તે કૌન્દુશ્મનો ભાવ છે. આવો પરિણામ શ્રાવક સામાન્ય રીતે કરે નહીં, છતાં પૂર્વના અભ્યાસને કારણે ક્યારેક તેવા ભાવ કરવાનો મનમાં પરિણામ થાય અથવા કૃત્યથી પણ તેવો ભાવ કરે ત્યારે અતિચારની પ્રાપ્તિ થાય છે. તેથી શ્રાવકે તે પ્રકારના કંદર્પના અને કૌત્કચ્યના ભાવોના કુત્સિત સ્વરૂપનું ચિંતવન કરીને તે પ્રકારના વિકારો મનમાં પણ ન ઊઠે, કોઈનાં તેવાં કૃત્યો જોવાને અભિમુખ પરિણામ પણ ન થાય તે રીતે સંવૃત રહેવું જોઈએ. અનાભોગથી પણ કોઈના તે પ્રકારના વર્તનને જોઈને કંઈક પ્રીતિ થાય ત્યારે પણ અતિચારની પ્રાપ્તિ થાય છે. (૩) મૌખર્યઅતિચાર -
ઘણા જીવોની સ્વાભાવિક પ્રકૃતિ હોય છે કે જે કાંઈ જાણે, જુએ તે સર્વ કોઈને કહે ત્યારે જ તેને સંતોષ થાય. આવી મુખર પ્રકૃતિવાળો જીવ પણ કોઈક નિમિત્તને પામીને તત્ત્વને પામ્યો હોય તો અનર્થદંડવિરમણવ્રતના અનર્થને જાણીને બિનજરૂરી બોલવાના વ્યવહારોને નિરોધ કરવા યત્ન કરે છે, છતાં પૂર્વના સુઅભ્યસ્ત સ્વભાવને કારણે અનાભોગાદિથી અસંબદ્ધ એવો બહુપ્રલાપ થાય ત્યારે અનર્થદંડવિરમણવ્રતના અતિચારની પ્રાપ્તિ થાય છે, અથવા તો કોઈકને તે પ્રકારે બોલતા જોઈને કે પૂર્વના અભ્યાસને કારણે સહસા