________________
૨૦૬
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩) અધ્યાય-૭ | સૂત્ર-૨૬ કરાવણને આશ્રયીને જે પ્રમાણે વ્રત ગ્રહણ કર્યું હોય તે પ્રકારે તેનું સ્મરણ કરીને તે ક્ષેત્રની મર્યાદાથી અન્ય ક્ષેત્રમાં કોઈ આરંભ કરવાનો લેશ પણ પરિણામ ન થાય તે રીતે સંવૃત થઈને રહેવું જોઈએ, છતાં લોભને વશ ક્યારેક તે ક્ષેત્રની બહારથી દ્રવ્યના આનયનનો પરિણામ થાય તો અતિચારની પ્રાપ્તિ થાય અને આનયનનો વિચાર થયા પછી તે મંગાવવા માટે કોઈને કહેવામાં આવે ત્યારે અધિક વ્રતભંગને અનુકૂળ પરિણામ થાય છે. શ્રાવક વસ્તુ મંગાવે અને તેનો ઉપયોગ કરે ત્યારે વળી તેનાથી અધિક વ્રતભંગને અનુકૂળ પરિણામ થાય છે. આમ છતાં હું તે ક્ષેત્રમાં ગયો નથી તેવી બુદ્ધિ હોવાથી કાંઈક વતરક્ષણનો પરિણામ છે. તેટલા અંશથી વ્રતસાપેક્ષ હોવાને કારણે દ્રવ્યના આનયનને દેશાવગાસિકવ્રતના અતિચારરૂપે કહેલ છે. વસ્તુતઃ સ્વીકારાયેલા વ્રતની મર્યાદાનું ઉલ્લંઘન હોવાથી વ્રતભંગ જ છે; કેમ કે વ્રત પ્રત્યે નિરપેક્ષ પરિણામ ઘણો છે. (૨) પ્રખ્યપ્રયોગઅતિચાર:
વળી વ્રતના રક્ષણના અર્થી શ્રાવકને કોઈક વસ્તુની ઉત્કટ ઇચ્છા થાય ત્યારે તે વિચારે કે મેં ઘરની બહાર જવાનો નિષેધ સ્વીકાર્યો છે, પરંતુ બીજાને મોકલવાનો નિષેધ સ્વીકાર્યો નથી તેમ વિચારીને ક્ષેત્ર બહાર કોઈને મોકલીને વસ્તુ મંગાવે ત્યારે અન્ય ક્ષેત્રમાંથી વસ્તુ લાવવાનો પરિણામ થાય છે. જ્યારે દેશાવગાસિકવ્રતમાં તો તેટલી કાલાવધિ સુધી તેટલા પરિમિત ક્ષેત્રથી અતિરિક્ત સર્વ ક્ષેત્ર સાથેની પ્રવૃત્તિનો પ્રતિષેધ સ્વીકારાય છે. તેથી માણસને મોકલીને વસ્તુ મંગાવે ત્યારે વ્રતભંગ થાય છે, છતાં મનના વિકલ્પથી વ્રત સાપેક્ષતાને કારણે અતિચાર કહેવાય છે. વસ્તુતઃ માણસની પાસેથી મંગાવવામાં અયતનાપૂર્વક તેની લાવવાની પ્રવૃત્તિને કારણે અધિક દોષની પ્રાપ્તિ થાય છે, તોપણ વ્રત સાપેક્ષ પરિણામ હોવાને કારણે અતિચાર છે. આથી જ પોતે વ્રતના સંરક્ષણના પરિણામને કારણે તે ક્ષેત્રમર્યાદાથી બહાર જતો નથી, આમ છતાં સ્વીકારાયેલા વ્રત પ્રત્યે જેટલો ઉપેક્ષાનો પરિણામ તે પ્રમાણે ક્લિષ્ટ કર્મબંધ અવશ્ય થાય છે. આથી જ વ્રત સ્વીકાર્યા પછી અતિચારના સેવનકાળમાં ક્લિષ્ટ પરિણામ થાય તો તિર્યંચગતિ કે નરકગતિ પણ બંધાઈ શકે છે.
(૩-૪-૫) શબ્દાનુપાત-રપાનુપાત-પુગલપ્રક્ષેપઅતિચાર :
વળી કેટલાક શ્રાવક દેશાવગાસિકવ્રતમાં ક્ષેત્રમર્યાદા કર્યા પછી તે ક્ષેત્રથી બહારના ક્ષેત્રમાંથી કોઈકને બોલાવવાનું પ્રયોજન થાય ત્યારે સાક્ષાત્ તેમને બોલાવવાથી વ્રતભંગ થશે તેવા ભયથી બોલાવે નહીં અને બોલાવવાની ઉત્કટ ઇચ્છા હોવાથી ખોંખારો આદિ કરીને બહારની વ્યક્તિને અંદર આવવાનું સૂચન કરે અથવા પોતાનું રૂપ બહારની વ્યક્તિને બતાવીને તેને બોલાવવા પ્રયત્ન કરે અથવા પથ્થર આદિ કોઈપણ પ્રકારના પુદ્ગલાને તેના તરફ ફેંકીને તેને બોલાવવાનો પ્રયત્ન કરે ત્યારે જેટલા અંશમાં સ્વીકારાયેલા વ્રત પ્રત્યેનો અનાદર છે અને જેટલા અંશમાં પરક્ષેત્રમાં કાર્ય કરવાને અભિમુખ પરિણામ છે તેટલા અંશમાં ક્લિષ્ટ કર્મ બંધાય છે અને તેટલા અંશમાં વ્રતનું ઉલ્લંઘન જ થયું છે. ફક્ત વ્રત પાળવાના કંઈક પરિણામને